________________
૮૨ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મું અવસર નહિ મળવાથી કાંઈ વાત થઈ નથી, તેથી જ આટલા દિવસ થયા અહીંયાં રહેલી છું પણ અરેરે ! મેં ભૂલ કરી તમને ડાહ્યા અને હુશીયાર ધારતી હતી, આજે તે જણાઈ આવ્યું ! પણ હવે શું થાય ? કારણ કે ઉત્તમ કુલીન સ્ત્રીઓ એક જ પતિને સ્વીકાર કરે છે. આ વાત સાંભળી પ્રધાનની છાતી ગજગજ ઉછળવા લાગી.
ગુણમંજરીના રૂપ ઉપર માહિત થયેલો પ્રધાન બેલ્યોહે સુંદરી! તું કદાચ સાચું કહેતી હોઈશ. પરંતુ જે તેમ હોય તે પછી તે રાજાને પણ છેતરી રાજ કન્યાને શા માટે પરશું? તે કન્યા તું શું કરીશ?” પ્રધાનનાં આવા પ્રકારનાં વચન સાંભળી શેચ કરતી ગુણમંજરીએ જણાવ્યું– “રે મંત્રી ખરેખર તમે તે ગધેડા જેવા લાગે છે પણ તેમાં તમારો દેષ નથી, ભૂલ મારી જ કે તમારા જેવા પાગલ પતિને વરી મારું જીવન મેં ધૂળમાં ભેળવી દીધું. ગધેડો એ શબ્દ સાંભળતાં જ પ્રધાન ચમકી ઉઠશું હું ગધેડે? કેવી રીતે ગધેડે તે જલ્દી કહે. ગુણમંજરી બેલી-હે પ્રધાનજી ! રાજપુત્રીને પરણું મેં શું છેટું કર્યું? હું જેમ જેમ તમારું સારું કરું છું. તેમ તેમ તમને વિપરીત લાગે છે, સાંભળે એક તે તમારે સ્ત્રી હશે, બીજી હું, અને ત્રીજી લાખની મિક્ત સહિત રાજકન્યા, એમ તમારે ત્રણ સ્ત્રીઓ થશે, અને અનર્ગત ધન પણ મળશે. છતાં કહે છે કે રાજ કન્યાને કેમ પરણ? ખરેખર તમને ગુણ તે અવગુણ રૂપે જ પરિણમે છે.” તેણીનાં આવા પ્રકારનાં વચન સાંભળી