________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મું પ્રધાનજીએ કબુલ કર્યું કે – હું સાચે ગધેડે જ ઠર્યો. હવે પ્રધાનના આનંદને પાર રહ્યો નહીં તે વિચારવા લાગે કે – “ત્રણ ત્રણ સ્ત્રીઓને હું પતિ અરે! અભાગીયા એવા મને રાજ કન્યા મળે ક્યાંથી? પણ આજે મારા પુણ્ય પ્રગટ થયા છે, ત્યારે સુખ ભોગવવાનો સમય આવ્યું છે. આમ અત્યંત હર્ષઘેલે બનેલો પ્રધાન બે – હે ચંદ્રનનેં જે તું આ બધું સાચું જ કહેતી હોય તો રાજ પુત્રીને લઈ મારા ‘ઘેર ચાલ, અને મારી સ્ત્રી થઈને રહે. પ્રધાનને બકવાદ સાંભળી ગુણમંજરી આક્ષેપ પૂર્વક બોલી – “પ્રધાનજી ! હું તમને શું કહું એજ મને સમજાતું નથી આટ-આટલું કહ્યા છતાં તમને સમજ ન આવી વિચાર તે કરે કે અમે તમારા ધરે આવી તમારી સ્ત્રી થઈને રહીએ અને તે વાતની રાજાને ખબર પડે તે તમને કે અમને જીવતા રહેવા દેશે ? એ તે એમ જ માની લેશે કે, આ બધાં કામ પ્રધાનના છે. જેથી આ તમારા વચનથી તમે હાથે કરી મરણને માગે છે.”
આજે ચતુરસાગર મંત્રી સ્ત્રી લેલુપ બની ગયું છે, તેની ચતુરાઈ આજે ચૂલામાં પડી છે. તેની ધીરજ આજ ખુટી ગઈ છે. ખરેખર વિષયમાં અંધ બનેલાઓને કેઈપણ જાતને વિચાર હેતે નથી, ડાહ્યો હોય છતાં તેનું ડહાપણ ત્યારે ચાલ્યું જાય છે. વિષયાંધ બનેલા પ્રધાને પૂછ્યું – “ત્યારે હવે આપણે શું કરશું?” ગુણમંજરી-એક રસ્તે છે કે, આપણે બધા પરદેશ ચાલ્યા જઈએ. ધન ખૂટે તેમ નથી, તે પરદેશમાં જઈ આનંદમાં રહેશું, અને મળેલાં સુખ સારી રીતે ભોગવીશું. માટે