________________
૮૬ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૧ મું
હવે સવારમાં પ્રજા સહિત રાજા ઘણું જ આડંબર સાથે જમાઈ અને દીકરીને વળાવવા નગરની બહાર નીકળ્યો. પ્રધાન પણ સાથે જ હતું. કારણ કે પ્રધાનને પણ તે વખતે સાથે જ રહેવું જોઈએ. સર્વ સમુદ્ર કાઠે આવ્યા. માતા અને પિતાએ પુત્રીને ભેટી સ્નેહથી આંસુ સારતા કેટલીક હિત-શિખામણ આપી. જમાઈ રાજને પણ કહ્યું- હે જમાઈ રાજ ! અને આ પુત્રી પ્રાણથી પણ અધિક વહાલી છે, તેને હવે તમારા હાથમાં સેંપીએ છીએ. તમે બીજી સ્ત્રીઓ પરણે તો પણ રતિસુંદરીને છેહ ન દેશે ” પછી કુમાર રતિસુંદરી સહિત વહાણમાં બેઠે. રાજા વિગેરે કુમારને પ્રણામ કરી પાછા વહેલા પધારજો ” એમ કહી પાછા ફર્યા. રાજાના મનને શાંત પાડવા પ્રધાન પણ સાથે ગયો કેઈ ન જાણે તેવી રીતે હાથના ઈશારાથી ગુણસેન કુમારને તેણે જણાવ્યું કે–ડી વાર થોભજે, હું હમણાં આવું છું.” એમ સૂચવી સર્વની સાથે પ્રધાનજીએ નગરમાં પ્રવેશ કર્યો. આ તરફ ગુસેન કુમારે સર્વ વહાણેને ઉતાવળી ગતિએ હંકારાવ્યા.
પ્રકરણ ૧૧ મુ સતી ગુણમંજરીને પોતાની સ્ત્રી બનાવવા જતાં સર્વ 'મિત સાથે બેરી છોકરાઓને ઈ બેઠેલો પ્રધાન
પુત્રી અને જમાઈના વિયાગથી દુઃખિત થયેલા રાજાને ધીરજ આપી પ્રધાનજીને આવતાં કલાક થઈ ગયે. પ્રધાન રાજાને જેમ તેમ સમજાવી જલ્દીથી સમુદ્ર કાંઠે આવી જુએ છે તે કેઈ ન મળે. વહાણ પણ જતા દેખાતા નથી. પ્રધાન હતાશ બની ગયે. વિચારની ધૂનમાં ઘડીભર તે તેને કાંઈ સૂઝયું જ નહિ, સાવચેત થતાં પ્રધાનજી પિકે પાક મૂકી રડવા લાગ્યા