________________
૮૩ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મું જલ્દી તમે ઘેર જઈ તમારી માલ-મિક્ત, બાયડી, છોકરાં સર્વ એક વહાણમાં ભરાવી દ્યો કેઈને ખબર ન પડે તેમ રાતે–રાત. કામ પતાવી દેજે, ને કાલે જ આપણે અહીયાંથી જઈશું. હવે અહીં રહેવું યોગ્ય નથી. પૂર્વના પુણ્યથી આપણું મનેકામનાઓ. સર્વ સિદ્ધ થઈ છે, તે હવે વિલંબ કરે યુક્ત નથી, હું પણ જઈને રાજાને કહેવરાવું છું કે, આવતી કાલે મારે મારા દેશમાં જવું છે, ને સર્વ માલ પણ વહાણમાં ભરાવી દઈશ” ગુણમંજરીનાં વચને પ્રધાનને સાચાં લાગ્યાં. બધું સાચું માની ગુણમંજરીને કહ્યું આ તારી વાત સાચી છે, માટે ઘેર જઈ હું સર્વ તારા કહ્યા પ્રમાણે કરું . તે તું જલ્દીથી તૈયારી કરજે.” આમ કહી ચતુરસાગર મંત્રી પિતાને ઘેર ગયે.
પ્રધાનના પંજામાંથી મુક્ત થએલી ગુણમંજરી પણ ઘોડા ઉપર ચડી પોતાના મહેલે આવી, અને સર્વ બીના પોપટને કહી સંભળાવી, પિપટ બે હેન? જે થાય તે સારાને માટે તમારી બુદ્ધિથી તમે છુટી શકયા છે, પછી ગુણસેને રતિસુંદરીને કહ્યું મારા માતા-પિતા મને આજે એકાએક યાદ આવ્યા છે, માટે આવતી કાલે હું મારા દેશ જવા ઈચ્છું છું, જે તારે આવવું હોય તે તારા પિતાજીની રજા લઈ લે. અને કહેજે કે તમારા જમાઈ આવતી કાલે સવારમાં જવાના છે, માટે તમારી રજા માગે છે જે રજા આપશે તે પણ જશે, ને નહિ આપે તે પણ જશે, હવે રહેવાના નથી. પતિના આવા પ્રકારનાં વચને સાંભળી રતિસુંદરીએ તુરત પોતાના પિતા પાસે જઈ સર્વ હકીક્ત કહી. રાજાએ વિચાર્યું કે-જમાઈ કેટલા દિવસ રહે? હવે અટકાયત કરવી છેટી છે.