________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મું ૮૧ કે તુરત વૃક્ષની પાછળ સંતાઈ રહેલા પ્રધાને આવી ગુણમંજરીને હાથ પકડે. પ્રધાન રૂવાબથી બોલ્યો – “અરે દુ! હવે તું ક્યાં જઈશ? જ્યારથી તારા પગલાં રાજસભામાં થયાં ત્યારથી મેં તને ઓળખી છે કે તું સ્ત્રી છે. પણ પુરૂષ નથી. પરંતુ આખરે તારા પાપને ઘડો ફૂટે. ગુણમંજરી આ જોઈ છક બની ગઈ. ભયથી તેણીનું હૃદય કંપવા લાગ્યું પિપટની શિખામણ તેણીને યાદ આવી, પણ હવે શું થાય? તેને તુરત જ એક યુક્તિ સૂઝી આવી પછી ખડ ખડ હસતી ગુણમંજરી બેલી– “અરે પ્રધાનજી ! હું માનતી હતી કે તમારા જેવા અકકલવાન કઈ જ નથી, પણ આજે એ મારી માન્યતા ઉપર પાણી ફરી ગયું. મને સમજાય છે કે તમારા જે મૂર્ખ પણ કેઈ નથી' પ્રધાન બે -હું મૂર્ખ કેવી રીતે? તને સ્ત્રી પણે ઓળખી, છતાં તું મને ભૂખ કેવી રીતે બનાવે છે ?” ગુણમંજરી – “પ્રધાનજી ? તમે એટલે પણ વિચાર ન કર્યો કે, સ્ત્રી છતાં પુરૂષ વેષે કેમ ફરતી હશે? સાંભળો, મારા પિતાને હું એક જ પુત્રી છું. મને યૌવનાવસ્થામાં જોઈ મારા પિતાને મારા માટે એગ્ય વરની ચિંતા થઈ. તે જોઈ મેં મારા પિતાને કહ્યું- હે પિતાજી! આપ મને રજા આપો તે હું પુરૂષ વેષે દેશ-પરદેશ ફરી મારા લાયક પતિની શોધ કરી લઈશ. મારા પિતાએ તેમ કરવા રજા આપી. પુરૂષ વેશે રહેતી અને અનેક ઠેકાણે રાજપુત્રને જેતી હું કઈ પસંદ નહિ પડવાથી ફરતી ફરતી અહીંયા આવી, અને જ્યારથી તમને જોયા ત્યારથી હું મારા મનથી તમને વરી ચૂકી છું. પણ