________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૯ મું
७६ રાજાએ કહ્યું- ભલે છ માસનું વ્રત હોય, પણ રતિસુંદરીના લિગ્ન એની સાથે કરવા છે તેટલામાં નરભાનુ બેલી. ઊઠશે.
પિતાજી! જે એમ છે તે આપણું મનને હરણ કરી છટકી • જતા આ મારા મિત્ર ગુણસેન શેરને મેં મહા મુસીબતે
પકડી રાખે છે. તે મારી ભગીની રતિસુંદરી રૂપી–સાંકળથી છે અને જલ્દી બાંધી લ્યો.” આ પ્રમાણે પુત્રનાં વચન સાંભળી આનંદિત થયેલા રાજાએ તુરત જોષીને બેલાવી લગ્નનું મુહુર્ત પૂછતાં તે જ દિવસે ઉત્તમ મુહુર્ત આવ્યું. રાજાએ તુરત લગ્નની સામગ્રી સજજ કરી મહાન ઉત્સવથી રતિસુંદરીને ગુણસેનકુમારની સાથે પરણાવી. કરમેચનમાં મણિ, માણેક, - હાથી, રથ, પાયદળ, દાસ, દાસી એમ અપાર માલ આપી જમાઈ રાજને રાજી કર્યા.
હવે તે કન્યાને લઇ ગુણસેન પિતાના આવાસે આવ્યું, ને આનંદથી રહેવા લાગે. રાજ જમાઈ થવાથી આખા નગરવાસી લોકેને માનીતે થે. આટઆટલું થયા છતાં કઈ જાણ ન શકયું કે આ પુરુષ નથી, પણ સ્ત્રી છે. રતિસુંદરીને પહેલેથી જ તેના પિતાએ જણાવ્યું હતું કે તારા પતિને છ માસ સુધી બ્રહ્મચર્યનું વ્રત છે.” આથી તે પણ કયાંથી જાણી શકે ?
હવે રાજા, નગરવાસી લેકે અને ગુણસેનકુમારના દિવસે આનંદમાં જાય છે. પણ તે રાજાના મુખ્ય પ્રધાન ચતુરસાગરના દિવસે ખેદ અને ચિંતામાં વ્યતીત થાય છે. રાજાથી માંડી સર્વજનેને ગુણસેન જેવો ગુણવંત જમાઈ