________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૯ મું
૭૭ પિતાની શિખામણને ધ્યાનમાં લઈ નરભાનુકુમાર બેહે. મિત્ર ! હું તમારા સ્નેહ જીવન પર્યત ભૂલનાર નથી, પણ તમે તે સનેહ નભાવશે કે કેમ ! તેની મને શંકા થાય છે. કારણ કે તમે દેશમાં જશે ત્યારે પહેલાના મિત્રોના સ્નેહમાં પડી જશે તે હું ક્યાંથી યાદ આવું? ” નરભાનુના આ વચને સાંભળી ગુણસેનકુમાર આશ્ચર્ય પામી બે-“હે સખે! આટલા દિવસના પરિચયથી પણ મારા હૃદયને આપ પારખી ન શક્યા?
વહાલા મિત્ર! હું નિશ્ચયથી કહું છું કે પ્રાણાતે પણ આ પ્રેમ તૂટવાને નથી,” બરાબર રંગ જામ્ય જાણું નરભાનુએ કહ્યુંતે બધું સાચું પણ એ હું ત્યારે માનું કે જે આપ મને કેલ. આપો કે, તું કહે તે કરવા તૈયાર છું.” ગુણસેન હસીને છે. “અરે મિત્ર! આટલે ભેદ છે? જ્યાં પ્રેમ હોય ત્યાં એકબીજાનું કામ હોંશથી જ કરે” નરભાનુ–પણ આપ મને વચન આપો કે તું કહે તે કરવા તૈયાર છું,” પ્રેમ જાળવવાની ખાતર તેના મનના પ્રપંચને નહિ જાણતા એવા ગુણસેનકુમારે વચન આપ્યું કે-“તમે કહો તે મારે કબુલ છે. બસ, નરભાનુનું કામ સિદ્ધ થઈ ગયું. ગુણસેન બે – “કહે મિત્ર! તમારૂં કયું કામ છે?” અત્યંત હર્ષવંત બનેલા નરભાનુએ. જણાવ્યું- પ્રિય મિત્ર! મારા પિતાજી મારી બહેન રતિસુંદરીના લગ્ન તમારી સાથે કરવા ઈચ્છે છે. તે તેણીને પરણી મારા પિતાજીની ચિંતાને દૂર કરે, અને તમારા વચનની સિદ્ધિ કરે.” આ સાંભળતાં જ ગુણસેનકુમાર ફિકકે પડી ગયે, પણ વચન અપાઈ ગયું છે તેથી શું થાય? ગુણસેનને વિચારમાં પડેલે જેઈ નરભાનુએ પૂછયું- કેમ મિત્ર ! ક્યા .