________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮ મું
૭૫ ભાગમાં આવેલા પગે નુકસાની કરી છે, તે જલ્દીથી રૂપિયા આપે. પણ લલ્લુભાઈ તે ત્રણેથી પૈસે-ટકે ઉતરતા છે. મહાન. લાભની આશાએ જેમ તેમ કરી રૂપિયા દસ હજાર આપેલ હતા. હવે તેના ઘરમાં કાંઈ છે નહી, તેથી તે આપતો નથી. તેને લઈ ન્યાય કરાવવા ત્રણે જણ આવ્યા છે, અને કરેલા ઠરાવ મુજબ લલ્લશેઠવાળા પગે જ નુકસાન પહોંચાડી છે, તેથી લલુશેઠે જ રકમ ભરી દેવી જોઈએ. હવે તેટલી રકમ ભરવા જતાં આ બિચારો ગરીબ માર્યો જાય છે આ સંબંધમાં શું કરવું ? એ ચિંતાએ અમે બધાને મુંઝવી દીધા છે.”
આ પ્રમાણે બીના સાંભળી ગુણસેનકુમારે તે બિલાડીને રાજસભામાં મંગાવી. તુરત જ ત્યાં બિલાડી હાજર કરવામાં આવી. બિલાડીને જોઈ ગુણસેનકુમારે ન્યાય કર્યો કે-“હે. રાજેન્દ્ર ! આ લલ્લશેઠ બીલકુલ ગુન્હેગાર નથી, કારણ કે તેના ભાગમાં આવેલ પગમાં દોડી શકવાની જરાએ તાકાત નથી તે પગ લંગડે થયેલો છે. પણ સાચા ગુન્હેગાર પેલા ત્રણે સાજા-તાજા પગ જ છે. જે એ પગ જોરથી દેડયા તે જ આ લુલે થયેલ પગ ત્યાં જઈ શકે. તે આ ત્રણ પગએ. નુકસાની કરી છે. જે એ ત્રણે પગ ચાલ્યા ન હોત તે આ પગ કદી ત્યાં જઈ શકત નહી, અને રૂ પણ બળત નહી. માટે તેના માલિકે એ લલુશેઠની રકમ લલ્યુશેઠને ભરી આપવી જોઈએ.”
આ પ્રમાણે ગુણસેને કરેલો ન્યાય રાજાને ગમ્યો, ને. સર્વ સભાએ પણ કહ્યું- હે મહારાજ ! જે આ ગુણસેન કુમારે ન્યાય કર્યો છે તે બરાબર છે પછી રાજાએ ત્રણેને.