________________
૭૬ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૯ મું હમ કરી દીધું કે-અરે શેઠીયાઓ ! આ લલુશેઠને તેની દસ હજારની રકમ ભરી આપે, કારણ કે તમારા પગોએ જ નુકસાની કરી છે. આ પ્રમાણેના રાજાના વચન સાંભળી ત્રણે જણ વિલખા થઈ ગયા. અને હુકમ પ્રમાણે ત્રણે જણાએ મળી દસ હજાર રૂપિયા લલ્લુભાઈ ને આપી દઈ સર્વ પિત– પિતાના સ્થાને ચાલ્યા ગયા. સર્વ સભા પણ ગુણસેનકુમારની -બુદ્ધિની તારીફ કરતી વિસર્જન થઈ.
પ્રકરણ ૯ મું ગુણસેન (ગુણમંજરી) ની બુદ્ધિથી રંજીત થયેલ રાજાએ
ગુણસેન સાથે રાજપુત્રીના કરેલાં લગ્ન કુમારની તીણ બુદ્ધિ જોઈ રાજા ચકિત થઈ ગયે. તેના મનમાં બીજી એક રમત સુઝી આવી. નરવીર રાજાને એક રતિસુંદરી નામે ચોસઠ કળાને જાણનારી અને યૌવન અવસ્થાને પામેલી પુત્રી છે. તેના યેગ્ય વર ઘણી તપાસ કરવા છતાં મળતું નથી, તેથી રાજાને હંમેશાં ચિંતા રહ્યા કરે છે આજે તે કન્યા ગુણસેનકુમારને આપવા રાજાની ઈચ્છા થઈ પિતાના પુત્ર નરભાનુકુમારને એકાંતમાં લાવી રાજાએ પિતાને વિચાર જણાવી કહ્યું–પુત્ર ! તું ગમે તેમ કરી આ કુમારની સાથે - તારી બહેનને સ બંધ થાય તેમ કર, ફરીને આ જમાઈ મળ મુશ્કેલ છે. આ નરરત્ન હાથમાં આવેલ ચાલ્યો ન જાય તેમ કરજે.' કુમારને પણ આ વાત ગમી અને તે વાત બરાબર : ધ્યાનમાં લીધી.
હવે દરરોજ ગુણસેનકુમાર રાજસભામાં જાય છે, અને રાજકુમાર તેની સાથે આનંદ કરે છે. એક વખત બને રાજપુત્રે ચોપાટ રમે છે, તે વખતે ગુણસેનને આનંદમાં જઈ