________________
૭૪ શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮મું જશે એમ વિચારી તેના રક્ષણની ખાતર એક બિલાડી ત્યાં રાખી પણ ખેરાક વિના મરી જાય, તેથી એક રસોઈયે રાખે. તે હંમેશાં રાઈ કરી બિલાડીને ખવરાવે છે. બિલાડી માંદી પડે તે. તેની સારવાર કેણ કરે? માલ બધાને ભેગે છે તેથી એક જણ સેવા કરે તે કેમ પાલવે? આથી ચારે શેઠીયાઓએ બિલાડીના એક એક પગની સાથે તેના ભાગમાં આવતા અંગની સારવાર કરવાનું માથે લીધું. અને બીજે પણ એ ઠરાવ કર્યો કે, બિલાડીને જે પગ રૂની નુકસાન કરે તે પગને માલિક જે નુકશાન થયું હોય તે ભરી આપે. એક દિવસ કુદાકુદ કરતાં, બિલાડીના એક પગે વાગ્યું, ને લેહી નીકળ્યું. તે પગ લલુભાઈને ભાગે આવેલું હતું, એટલે સેવા કરવાનું તેને જ હતું. લલ્લુભાઈએ લોહી બંધ કરવા માટે બિલાડીને પગે. ગ્યાસતેલને પાટો બાંધે.
હવે રસેઈ રસેઈ કરે છે ત્યાં ચૂલાની આસપાસ બિલ્લીબાઈ આંટા મારે છે. એટલામાં અગ્નિ જાળ પગ ઉપર બાંધેલાં કપડાને લાગવાથી સળગ્યું, અને ભયથી બિલ્લીબાઈ કુદતા કુદતા હંમેશના રિવાજ મુજબ રૂના ઢગલામાં જઈ ભરાયા કે તુરત રૂ સળગ્યું. બિલાડીના પગે અગ્નિ લાગી ત્યારે, રસેઈયાને ધ્યાન હતું નહિ, પણ જ્યારે રૂ સળગ્યું ને ભડકા થયા ત્યારે એકદમ રસેઈયે ત્યાં આવી પહોંચ્યું, અને બિલાડીને. બચાવી પણ રૂ તે બધું ભસ્મીભૂત થઈ ગયું. આ વાતની શેકીઆઓને ખબર પડી, ચારે જણું ભેગા થયા, અને કરેલા. કરાર મુજબ લલ્લશેઠની પાસેથી થયેલી નુકસાની બદલ રૂપિયા ત્રીસ હજાર ત્રણે જણાએ માગ્યા. અને કહ્યું કે ભાઈ તમારા