________________
૭૨
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮ મું છું. અહીં મને આનંદ ઉપજતે હોવાથી કેટલાક દિવસોથી અહિં રહેલ . આ પ્રમાણે વાતચીત કરી બંને કુમાર છુટા પડી, પિતાપિતાને સ્થાને ગયા. ફરી બીજે દિવસે અશ્વ ખેલાવવા માટે ગયા, અને ત્યાં પાછા ભેગા થયા. એકબીજા પિતાની અશ્વકળા બતાવવા લાગ્યા. બે ચાર દિવસમાં નરભાનુ કુમારનું મન ગુણસેન સાથે મળી ગયું. હવે તે એક બીજામાં વિશેષ પ્રીતિ થઈ જે જે બાબતે બને છે તે ગુણમંજરી પિોપટને કહે છે.
એક વખત નરભાનુકુમારે ગુણસેનકુમારને રાજસભામાં આવવા આગ્રહ કર્યો. ગુણસેનકુમારે હસીને કહ્યું- હે મિત્ર હું આવતી કાલે જરૂર આવીશ, અત્યારે મોડું થયું છે, માટે હું આજે આવી શકીશ નહીં.” એમ કહી બંને કુમારો પોતપોતાના સ્થાને ગયા. પુરૂષ વેશને ધારણ કરનાર ગુણમંજરીએ ઘરે આવી પિપટને બધી વાત કરી. પિોપટે જણાવ્યું –“હે બહેન ! તમે ખુશીથી રાજસભામાં જાઓ પણ એટલે ખ્યાલ રાખજો કે તમારે કઈ વખત ત્યાં રાત રહેવું નહિં, અને રાજસભામાં જતાં રસ્તામાં એક સરોવર આવે છે તે સરોવરમાં તમારે જતાં કે આવતાં ભૂલેચૂકે પણ સ્નાન કરવું નહિ, તેટલું ધ્યાનમાં રાખજો.” પોપટની આ શિખામણ ગુણમંજરીએ બરાબર ધારી રાખી, બીજે દિવસે ફરી બંને કુમારે ભેગા થયા. નરભાનુ કુમારે રાજસભામાં આવવા આગ્રહ કર્યો, કુમારના વચનને માન આપી ગુણસેનકુમાર નરભાનુની સાથે રાજસભામાં ગયે. - નરવીર રાજાને સલામ કરી અને કુમારો યોગ્ય સ્થાને બેઠા. રાજાની દષ્ટિ ચાલાક તેજસ્વી એવા ગુણસેન ઉપર પી.