________________
૮૦
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મું મળવાથી આનંદ થાય છે, ને ચતુરસાગર મંત્રીને કેમ ખેદ થતું હશે? તે સાથે સાથે જણાવી દઉં છું કે-ગુણમંજરી ઉફે ગુણસેનના પગલાં જ્યારથી રાજસભામાં થયાં, ત્યારથી ગુણસેનની ચાલ ઉપરથી તે ચતુરસાગર મંત્રીને શંકા થઈ હતી કે આ પુરૂષ નથી. પણ સ્ત્રી છે. પણ જ્યાં બધાની એક જ માન્યતા હોય ત્યાં એકનું શું ચાલે ? આ વિચારથી તે. મોન પકડી બેસી રહ્યો હતો. પણ હવે તે રાજ કન્યાને પરણી, આ અન્યાયથી તેનું હૃઢય બળી જવા લાગ્યું. એ વાત એવી થઈ કે કહી શકાતી નથી ને જોઈ શકાતી નથી. જે રાજાને કહે તે પોતે માર્યો જાય છે. કારણ કે રાજાને કહે તે ઉલટે પ્રધાનને જ દંડે કે “જે તું જાણતા હતા તે પહેલેથી જ કેમ. ન કહ્યું? ” આ મુંઝવણથી ચિંતાતુર થયેલ પ્રધાન ગુણસેનના છિદ્રો જેતે તેની પાછળ-પાછળ ફર્યા કરે છે. તેને એ જ લગની લાગી રહી છે કે-“આ ગુણસેનનું ચરિત્ર ક્યારે ઉગાડું પાડું, અને ફજેત કરૂં.” આ લાગને શેતે ગુપ્તપણે પ્રધાન ફરી રહ્યો છે.
પ્રકરણ ૧૦ મું પ્રધાનના સકંજામાં ગુણનસે (સતી ગુણમંજરી)
ભાવીના ગે એક વખત ગુણસેનકુમાર બપોરના ટાઈમે રાજસભામાંથી નીકળી પિતાના મહેલે આવવા નીકળે. ઉનાળાનો ટાઈમ ને સખ્ત ગરમી, જેથી ગુણસેનને રસ્તામાં આવતા તળાવમાં સ્નાન કરવાનું મન થયું, ચારે બાજુ નજર કરી તે કઈ મનુષ્ય તેના જેવામાં ન આવ્યો ગુણમંજરી (ગુણસેન) ઘેડા પરથી ઉતરી તળાવમાં સ્નાન કરવા પડી.