________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૭ મું ગતિ દેવ તણ પણ તેમ મલી,
પર ઋદ્ધિ તણું ઈરેષાજ વલી, ભવમાં ભમતે દુઃખને ખમતે,
પણ પામર રે હજી ના ડરતે. ૨ હરિ રામ હતા બલવંત ઘણા,
સુખ ભોગવતા સુરરાજ તણા; પણ આખર ખાખજ તેજ થયા,
યમરાજ તણું કરમાં જ ગયા. ૩ તજ કામ કષાય અરે ! મનથી,
જપ જાપ ટળે અધ આ તનથી; ભજ ભક્તિ વડે પ્રભુને દિલથી,
ખાંતિશ્રી છૂટ છેદન ભેદનથી. ૪ અહા! આવા મહાન આત્માઓની પણ કર્મરાજાએ દુર્દશા કરી દીધી છે, તે મારા જેવાની થાય તેમાં શું નવાઈ? ખરેખર, સર્વજ્ઞ પ્રભુના પ્રકાશેલા ધર્મ સિવાય જીવાત્માઓનું રક્ષણ કરનાર આ જગતમાં કેઈ નથી, મેં તે ધર્મ વિરાળે હશે, તેથી જ ઉત્તરોત્તર દુઃખની શ્રેણીઓ મારા ઉપર આવે છે. બીજું તે ઠીક, પણ હું મારા બ્રહ્મચર્યનું કેવી રીતે પાલન કરી શકીશ? પરોપકારી ધનદત્ત શેઠની મિલ્કત પણ મારી પાસે રહી તે શ્રેષ્ઠીનું શું થશે ?' આમ કુરતી તે મહાસતીને ચતુર પિપટ કહેવા લાગ્યો – “હે બહેન! આમ શા માટે કલ્પાંતે કરે છે? જે ભાવમાં બનવાનું હોય તે બન્યા કરે છે, કરેલાં કર્મ ભેગવવા પડે છે, એમ સમજવા છતાં તમારા