________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૭ મું ૬૭
સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરો સ્વામી તણી, સમક્તિ નિર્મળ હોય.” ૧
આ પ્રકારે સુખ-દુઃખની વાત અને ધાર્મિક ચર્ચા કરતાં સમુદ્રમાં અધેક આવ્યા, ત્યાં તે કર્મના વેગે પ્રતિકૂલ વાયુનું જેર જામ્યું. જાણે વૈરીના અર્થને સાધતા ન હોય શું તેમ તે પવન વહાણોને ચારે બાજુ વિખેરવા લાગે, ઘણા પ્રયાસ કરવા છતાં શેઠનું અને ગુણમંજરીનું વહાણ ભેગું ન જ ચાલી શકયું. બંને વહાણે જુદી જુદી દિશાએ જેસભેર ઘસડાવા લાગ્યાં, અને બંને વચ્ચે અંતર પડી ગયું. આ જોઈ ગુણમંજરી પિતા સરખા પરોપકારી શ્રેષ્ઠીના વિયોગથી જળચર પ્રાણીઓને પણ રડાવતી હોય તેમ રૂદન કરવા લાગી. અને પિપટને શેઠના કુશળ સમાચાર પૂછવા મોકલે છે, શેઠ પણ ધીરજના વચને વડે આશ્વાસન આપવા પાછે પોપટને ગુણમંજરી પાસે મોકલે છે. એમ બે ત્રણ વખત આકાશ માર્ગે પોપટે જઈ આવી એકબીજાના સમાચાર આપ્યા. હવે વહાણે વચ્ચે મોટું અંતર પડયું. શેઠ બોલ્યા, “હે ઉત્તમ કર ! તું સતી ગુણમંજરી પાસે જા, અને તેણીના દુઃખમાં મદદ કરવાવાળો થા વળી તું ચતુર છે, માટે વધારે ભલામણ કરવાની જરૂર રહેતી નથી તે જેમ તે મહાસતીને શાંતિ થાય, સુખ થાય, તે પ્રમાણે વર્તજે. હવે તું સતીની પાસે રહેજે. જા વહાલા કર ! જા, તું જલદી જા, તે સતીને આશ્વાસન આપ; નહિંતર એ બિચારીનું શું થશે એમ કહી શેઠે પિપટને રજા આપી. પિોપટ પણ શેઠને છેલ્લી સલામ કરી પિતાના શેઠના વિયોગથી દુઃખિત થયેલો સતી ગુણમંજરીના વહાણમાં આવ્યા.