________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૭ મું પરનારી મુજ બહેનડી, પરનારી મુજ માત; હું બાંધવ પરનારીને, સાચી માને વાત. ૧
ફક્ત પરોપકાર બુદ્ધિએ આપનું રક્ષણ કરવાની ખાતર જ તે ભયંકર વનમાંથી આપને ઉપડાવી મારા વહાણમાં મૂકાવ્યા છે. માટે હે આત્મભગિની ! હે સુશીલ ! શંકા રહિત બની આપની સર્વ વાત મને જણ.
તે નરવીરના આવા અમૃતમય વચને સાંભળી કાંઈક આશ્વાસન પામેલી સતીશેખર ગુણમંજરીએ એક આંખે શ્રાવણ અને બીજી આંખે ભાદર વરસાવતી મૂળથી માંડી અત્યાર સુધીની સર્વ બીના તે શેઠને જણાવી.એ બીના સાંભળતાં જ દયાળુ ધનદત્ત શેઠ વચ વચમાં કંપી ઉઠતે, કયારેક તે તે કામાંધ નર-પિશાચેને ધિક્કારતો. વળી આ મહાસતીની બહાદૂરી, હિંમત, બ્રહ્મચર્યની દઢતા ને અક્કલથી અજાયબ થતે તે સતીને ધન્યવાદ આપતે છતે બેલી ઉઠતે હતું કે
વાહ સતી વાહ! તમારા જેવી સતી શિરામણીના પ્રતાપે જ ગૃહસ્થાશ્રમ સ્વર્ગીય બને છે ને જગતમાં ધર્મ સચવાય છે.” બધી વાત સાંભળી શેઠે કહ્યું કે “હે બહેન! હવે તમે જરા પણ ચિંતા કરશે નહિ. તમારા પતિની ગમે ત્યાંથી શેધ કરાવી આપીશ, ધર્મના પ્રતાપે સર્વ સારું થાય છે. હવે તમારૂં દુઃખ વધારે દિવસ રહે તેમ નથી. ખરેખર મને પણ આજે સ્વધામીની સેવા કરવાનો લાભ મળે છે. કહ્યું છે કે