________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬ ઠું દેખાઈ. “અરે! મારી સ્ત્રી ક્યાં ગઈ? ઉંટડીવાળે પણ દેખાતે નથી આમ બ્રાન્તિમાં પડી જઈ અત્યંત દુઃખને ધારણ કરતા અને પહેલાંની માફક ગુણમંજરીના પિકાર કરતા એવા વીરસેન કુમારને વિધાતાએ રખડતો કરી દીધે. નગરની અંદર કેઈ દયાળુ ખાવા આપે તે ખાય, અને ગુણમંજરીના પિકાર કરતો ગાંડાની જેમ નગરમાં ભટકવા લાગ્યું.
પ્રકરણ ૭ મું સતી ગુણમંજરી પર ધનદત્ત શેઠની અપારકૃપા
સતી ગુણમંજરીને શીયલના પ્રભાવથી અને ધર્મની શ્રદ્ધાથી જંગલમાં હિંસક પ્રાણીઓએ કાંઈ પણ હરકત પહોંચાડી -નહિ. આખી રાત્રિ શાંતિથી પસાર થઈ ગઈ. સતીના દર્શન કરવા જાણે ઈચ્છતે ન હોય! તેમ સૂર્ય દેવ પૂર્વાચલ પર આરૂઢ થયો. બે ઘડી દિવસ ચડયા છતાં ભૂખ, તૃષા, થાક અને જંગલના શીતલ વાયુના વેગે સતી ગુણમંજરી જાગૃત ન થઈ. આવા સમયે ત્રંબાવતી નગરીને રહીશ ધનદત્ત નામે શ્રેષ્ઠી પરદેશ વેપાર કરવા ગયેલ, તે શ્રેષ્ઠી અનગલ દ્રવ્ય મેળવી પિતાના વતને જવા પાછો ફર્યો. તેનાં વહાણ ચાલતાં ચાલતાં આજે અહીં આવી પહોંચ્યાં છે, ભવિતવ્યતાના યોગે ત્યાંજ સમુદ્રના કાંઠે વહાણેને થોભાવવા ધનદત્ત શ્રેષ્ઠીની ઈચ્છા થઈ. વહાણ
ત્યાં થોભાવ્યા, વહાણના કેટલાક લોકો ભજન કરવાની તૈયારીમાં રોકાયા, કેટલાક જંગલમાં લાકડાં એકઠાં કરવા ગયા, અને શેઠજી જંગલ જવા નીકળ્યા, વનની શોભાને જોતા આગળ ચાલે છે. તેટલામાં ત્યાં ચરતી ઉંટડીને જઈ, ઉંટડીને જઈ શેઠ વિચારમાં પડયા કે મનુષ્ય વિનાના આ જંગલમાં