________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬ ઠું હતું? છતાં આશામાં ને આશામાં કઈ પણ જાતને વિચાર કર્યા સિવાય છેક સાંજ પડતાં સુધી દેશ્યા, પણ તીર કેઈન હાથમાં આવ્યું નહીં, છેવટે ઘણો પંથ કરવાથી થાકી જઈ પૃથ્વી ઉપર પડયા, અને પસ્તા કરવા લાગ્યા કે “અરે! તીર તે મળ્યું નહીં ધન પણ આપણે ત્યાં જ મૂકી આવ્યા. કેણ જાણે તે સ્ત્રી આપણને છેતરી ધન લઈ ચાલી ગઈ હશે. તે? અરે મિત્રે ! ઝટ પાછા ફરો, નહિ તો ચારમાં પડયા મોર, જેવું થશે.” એમ કહી સર્વ પાછા ફર્યા. ચાલવાની શક્તિ. જેઓમાં રહી નથી એવા તે ચારે પગ નાંખે છે આગળ અને પડે છે પાછળ. મહા મુશીબતે અર્ધ રાત્રિ જતાં જ્યાં ધન. સહિત ગુણમંજરીને મૂકી ગયા હતા ત્યાં આવ્યા જુવે છે. તો કઈ ન મળે. ધન નહિ, તેમ સ્ત્રીને પણ ન જોઈ.
આથી વધારે દુઃખને ધારણ કરતા ચારે જણું ધબાક દેતા પૃથ્વી પર પડયા. ભૂખ, તૃષા, થાક, ભય, એમ એકી સાથે અનેક દુઃખોથી પીડાયેલા તેઓ મોઢા ઉપર ખેસ નાખી પિતાના બાપના બાપને યાદ કરતા પોકે પોક મૂકી રડાય તેટલું રડ્યા, પણ હવે કાંઈ વળે તેમ નહોતું. હાથનાં કર્યા હૈયે વાગ્યાં. આખર પિતાની મૂર્ખતાને વિચાર કરતી પિતાને ઠેકાણે ચાલ્યા ગયા.
ભાઈએ ! ખ્યાલ રાખજો, પર સ્ત્રીના પ્રેમની આશા રાખનારા અધમ પુરૂષની શી દશા થાય છે? તેવા પાપી પુરૂષે આ લેક અને પરલોક બન્નેમાંથી પતિત થઈ મહા વેદના પામ્યા છે, તે હે પ્રિયબંધુઓ! તમે પર નારી તરફ માતૃબુદ્ધિ અને ભગિનીબુદ્ધિ, રાખજે કારણ કે શીયલ વ્રત એ મોટામાં મેટે ગુણ છે.
* It +