________________
પ૩
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું અને ઢેલના અવાજે આ પ્રમાણે સૂચવતા હતા કે
ઢમ ઢમ ધામલા પદ ગામ ગધેડે ચડયું, ઢમ ઢમ ધમાલા પદં ગામ ગધેડે ચડ્યું.
આ પ્રમાણે ઠાઠ જોઈ મંછલા વરજી તે મૂછને ઉંચે ચડાવતા અભિમાનથી ઉંચું મુખ રાખી જાણે આખા જગતનું રાજ્ય એના હાથમાં આવી ગયું હેય નહિ શું ! તેમ આનંદમાં ને આનંદમાં આગળ ચાલવા લાગ્યું. ત્યારે તેની સરખી વયવાળા મિત્રે પૂછવા લાગ્યા- “અરે મંછલાભાઈ! તમારી સ્ત્રી ક્યાં છે? ' મંછલાભાઈ તે આંગળી ઉંચી કરી બેલ્યા“પેલા વડલા નીચે મૂકી આવ્યો છું. અરે અભાગીયાઓ! જે જે તે ખરા, મારી બાયડીના રૂપ આગળ તમારી બાયડીઓ પાણું ભરે, એવી તે રૂપાળી છે.” આમ વાત કરતાં વડ નજીક આવવા લાગ્યો. સર્વની આંખે ત્યાં જેવા લાગી, પણ કઈ મંછલા ચોરની વહુને દેખતું નથી. ત્યારે ફરીથી તેના મિત્રએ પૂછયું-“અરે મંછલા ! તારી બાયડી કયાં છે?' ભાઈ સાહેબે રૂવાબથી જવાબ આપે કે- અરે ! આમ શું બકબક કરે છે? વડલા પાસે તે ચાલે” એમ કરતાં વડ પાસે જાન આવી પહોંચી પણ જેમ દુર્ભાગી દેલતને ન દેખે, તેમ ઉંટડી સહિત ગુણમંજરી ન જ દેખાઈ. હવે તે મંછલાજી મૂંઝાવા લાગ્યા- અરે ! તે સ્ત્રી ક્યાં ગઈ? જરૂર મને છેતરી ચાલી ગઈ છે. હાય ! હવે હું શું કરું?” એમ વિચારે છે તેટલામાં તે તેના મા-બાપ અને ભાઈઓ પાસે આવી પૂછવા લાગ્યા–“તારી સ્ત્રી કયાં છે? હૃદયથી રડતે