________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું
૫૧ આવા સમયે બુદ્ધિ અને વચનને સંકેચી રાખવા જોઈ એ. વાસ્ચાતુરી એ સાચે વશીકરણ મંત્ર છે. કહ્યું છે કે
સબસે મીઠું બેલીએ, સુખ ઉપજે સબ ઠેર; વશીકરણ એ મંત્ર હે, તજીએ વચન કઠોર. ૧ प्रियवाकघप्रदानेन, सर्वे तुप्यन्ति जन्तवः । तस्मादप्रिय मा वदः वचने कि दरिद्रता ? ॥ १ ॥
ભાવાર્થ-“મીઠાં વચન બોલવાથી સર્વ પ્રાણીઓ ખુશી થાય છે, તે કારણથી હે ભવ્ય! અપ્રિયને બોલ નહીં કારણ કે વચનમાં શા માટે દરિદ્રપણું રાખવું જોઈએ...?”
વચન વડે વિશ્વાસ પામેલ તે તસ્કરે વડ આવતાં ઉંટડી સહિત ડું-ઘણું ચોરી લાવેલ ધન ગુણમંજરીને સંપી કહ્યું કે – “તું આ વડલાની નીચે બેસજે, અને હું મારા સર્વ સંબંધીઓને ભેગા કરી મોટા ઠાઠમાઠથી વરઘેડે ચડી તને પરણવા આવું છું” ગુણમંજરી બેલી – “ફીકર કરશે નહીં, હું અહીંયાં જ બેસીશ; પણ તમે તૈયારી કરી જલ્દીથી પધારજો.” ત્યાર પછી દુષ્ટાત્મા ચેર પરણવાના અનેક પ્રકારે કેડ કરતો રાજી થતો થતે ગામ તરફ હરખભેર ગયો. તેણે ગામમાં પ્રવેશ કર્યો કે તુરતજ ગુણમંજરીએ સર્વ માલ ઉંટી ઉપર નાખી તેના ઉપર આરૂઢ થઈ દક્ષિણ દિક્ષા તરફ ઉંટડીને હંકારી દીધી.
આ તરફ ઉત્તર દિશામાં ગયેલ તે ચાર પિતાના ઘરે જઈ માબાપ અને ભાઈઓને કહેવા લાગ્યો કે – “અનર્ગલ ધનની