________________
૫૬
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું પણ ન કરશે. તેમ એકલા હેય કે ઘણા હોય, તે પણ એકાંતમાં તેઓની સાથે પરિચય પણ ન રાખશે. જેમનાગથી ડરતા મનુષ્ય દૂર જ રહે છે, તેમ તમારે પણ સદા તેવાઓથી દૂર જ રહેવું. હે ભગિનીઓ! આ મારા શબ્દોને વિરૂદ્ધરૂપે નહિ માનતાં હિતકારી સમજી જેમ બ્રહ્મચર્યની રક્ષા થાય, અને સુયશ ફેલાય તેવી રીતે વતી તમારા જીવનને સુયશસ્વી બનાવી પૂર્વની મહાસતીઓની ગણત્રીમાં આવે એમ જ હું ઈચ્છું છું. સ્વચ્છેદાચારી સ્ત્રીએ કેઈરીતે શુદ્ધ રહી શકતી જ નથી, એમ તમે નિશ્ચ માનજે. સ્વપતિને દેવ તરીકે માની સંકટમાં પણ મહાસતી ગુણમંજરીની જેમ અખંડ બ્રહ્મચારિણી રહેજે. કેટલીક વ્યભિચારિણી સ્ત્રીઓનાં પાપે આજે આખોએ સ્ત્રી સમાજ ભંડાઈ રહ્યો છે, એટલું જ નહિ, પણ પરમ પવિત્ર મોક્ષદાતા એ જૈન ધર્મ પણ આજે વગેવાઈ રહ્યો છે. માટે હે બહેને ! હે વીર બાલાએ! તમે તમારા ધર્મમાં ચુસ્ત થાઓ, અને અખંડ બ્રહ્મચારિણી બની ગુમાવેલી કીતિને પાછી પ્રાપ્ત કરે, તે જ સ્ત્રી સમાજ ઊંચે આવી શકશે. પ્રસંગેપાત આટલી સુચના કરી હવે હું મુખ્ય વિષય ઉપર આવું છું.
હવે મંછલ ચેર ગધેડાની જેમ કૂટાએલો પિતાની મૂર્ખતાને ધિક્કારતે મહા મુસીબતે ઘર ભેગે થશે. પણ ઘરની અંદર કે ગામની અંદર કે તેના બોલવા ઉપર વિશ્વાસ કરતું નથી, અને મંછ મટીને જુઠાના નામથી ઓળખાવા લાગે. તેનાં કરેલાં પાપ તેને ભેગવવા દ્યો. હવે મહાસતી ગુણમંજરીનું શું થયું? તે જોઈએ.