________________
૩૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું જે શીયલ રત્નનું રક્ષણ કરશે, તે સતીએ ભવસાગર તરશે,
તે મેક્ષનગરમાં જઈ કરશે, સખી૧૪ નાગોરી વડતપગચ્છ ગાછે, શ્રી બ્રાતચંદ્રસુરીશ્વર રાજે,
કહે શાંતિશ્રી સહુ હિત કાજે. સખી. ૧૫ સ્ત્રીઓને અબળા સમજનારા અને પોતે સબળા છે એમ માની બેઠેલા પુરૂષ લાગ ફાવતાં સતીઓને સતાવવા પાછી પાની કરતા નથી, પણ કામાંધને સતીઓના પ્રભાવની કયાંથી. ખબર હોય? હવે સબળ સેની કેટલી હદે પહોંચે છે ? અને અબળા ગુણમંજરી શું કરે છે? તે જોવાનું છે.
વાંચક મહાશય! તે દુરાત્મા સેની ગુણમંજરીને લલચાવવા ખાતર પિતાની સ્ત્રીનાં મહામૂલ્યવાળાં હીરા માણેક મેતીથી જડેલાં આભૂષણો તીજોરીમાંથી કાઢી બારી દ્વારા એ સતી ગુણમંજરી ઉપર ફેકતે કહેવા લાગ્યો કે “મારી પાસે આવા કિંમતી અનેક આભૂષણ છે, જે તું મારી સ્ત્રી થઈને રહે તે આ સર્વ તારે સ્વાધિન કરું. મારી પ્રાર્થનાને તું ભંગ ન કર. હે વહાલી ! મારી સામું તે તું જે? હું તારો કિકર છું. જેમ તું કહીશ તેમ હું કરવા તૈયાર છું.” આમ અનેક પ્રકારના શબ્દોને બેલતાં સનીએ સર્વ કિંમતી આભૂષણો અનુક્રમે ફેકયા. મહાસતી ગુણમંજરીએ તે દુષ્ટને એક પણ જવાબ ન આપે, અને તેની સામું પણ જોયું નહિ. જેમ જેમ એની ઘરેણાં નાખતે ગયે, તેમ તેમ મહાસતી ઘરેણાં એને લઈ કરી પોતાના પગ નીચે રાખતી ગઈ.