________________
૪૨
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું હે સ્વામીનાથ! આવા દુઃખમાં મૂકી તમે ક્યાં ચાલ્યા ગયા ? અહા ! હવે હું શું કરું? ક્યાં જાઉં? અને આ મારું દુઃખ કેને કહું?
આજ દુઃખ આવ્યું મારે શીર, હવે શું કરવું રે, દુષ્ટ સોનીડાથી આજ, કેમ ઉગરવું રે, ૧. માત પિતા રહ્યા પણ દૂર, દુઃખી દેવે કીધી રે; સાસુજી ગયા દેવલેક, રૂડી શીખ જેણે દીધી છે. ૨. પતિદેવ ગયા ક્યાં આજ, ભેળા થઈને રે, લેશ ન કર્યો વિચાર, ક્યાં કહેવું જઈને રે. ૩ પૂર્વે ન કીધાં સુકૃત, હૈયે રહેમ ન આણી રે, તેથી સહેવા સંતાપ, શાંતિશ્રી વદે વાણી રે. ૪
અહે પ્રભુ! હવે તે તુજ એક મારો આધાર છે. હું તારા શરણે છું, મારું રક્ષણ હે નાથ! તું કરજે” એમ અનેક રીતે કલ્પાંત કરી છેવટ પિતાનાં કરેલાં કર્મ પિતાને જ ભેગવવાનાં છે. એમ માની મનને ધીરજ આપતી ગુણમંજરીએ. રાત્રિ પૂર્ણ કરી.
હવે શેડો દિવસ ચઢતાં વિરસેન કુમાર સેંકડે છેકરાઓથી ઘેરાએલો ગુણમંજરીના પિકાર કરતે તે ઘરના પાછળના રસ્તે થઈ નીકળે. આ પકાર ગુણમંજરીના કાને અથડાતાં તુરત ઉભી થઈ બારીએથી જુએ છે તે પિતાના સ્વામીને દુલ્સહ દશામાં જેયા, હર્ષ-શોકને ધારણ કરતી તેણુએ એક કાગળ લીધે, અને એક મીનીટમાં લખી બારી દ્વારા એ વીરસેન કુમાર ઉપર ફેંક, અને ચૂપ રહેવાની ઈશારા