________________
૪. શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું દુર્લભ છે, તેમ તે કુમારને પણ એ ઘર મળવું દુર્લભ થઈ પડ્યું, કારણ કે આ શહેરનો તે ભેમી નથી, તેમ આજે જ નગરમાં આવેલ છે, તેથી તદ્દન અજાણે છે. હવે તે તેને ભૂખ પણ ઘણું લાગી છે, ગુણમંજરીને વિરહ પણ અથાગ પીડી રહ્યો છે, તેથી કુમાર બેભાન માણસની જેમ ગુણમંજરી ગુણમંજરી એમ પોકાર કરતે ફરી રહ્યો છે. હવે ગામના લોકો
આ ગાંડો છે એમ સમજી સેંકડો છોકરા હુડીએ હુડીએ કરતા અને ધૂળ ઉડાડતા કાંકરા-પથરો ફેંક્તા તેની પાછળ થયેલા છે, એવે વીરસેન કુમાર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ ભટકવા લાગ્યો અહા ! કર્મરાજા! તારી ગતી ન્યારી છે. કહ્યું છે કે
કર્મની પ્રબળતા
રાગ:- ગઝલ કરમ તારી કળા ન્યારી, હજારોને નચાવે છે,
ચડે જે ચાકડે તારા, તેહને તું ભમાવે છે. હતે જે કાલ ભીખારી, બને ધનવાન તે આજે અહા ! ધનવાનને પલમાં, ભમી ભિક્ષા મંગાવે છે. કરમ. ૧ લગનનાં બાજમાં બાજા, ગવાતાં ગીત વીવાનાં, અરે એ ઘેર તું પલમાં, મરણ પકે પડાવે છે. કરમ- ૨ નહિ કેઈ બાતને સમજે, અભણ જ્યાં ત્યાં જ અથડાતે, બનાવી વિદ્વાન હિ, તેને, અતિ ઉચે ચડાવે છે. કરમ૩