________________
પ્રકરણ ૫ મું
ગુણમંજરી ચેરના કબજામાં “આ ચોરી ઠીક હાથમાં આવી છે' આમ વિચારી તે દુષ્ટાત્મા ચાર છોકરાઓના ટોળામાંથી છુટા પડી બજારમાં જઈ એક કલાકમાં બાર ગાઉ કાપે એવી સરસમાં સરસ ઉંટડી લઈ જે રસ્તે વિરસેન કુમાર ઉંટડીની શેધ કરતે ચાલ્યો આવે છે. તે રસ્તામાં સામે આવી ઉંટડી સહિત ઉભે રહ્યો. કર્મયોગે કુમાર પણ તેની પાસે આવી ઉંટડી વેચતી આપવા તેને કહ્યું. ત્યારે એણે કહ્યું કે “ઉંટડી વેચાતી આપીશ નહિ. પણ જે તમારે ખપ હોય તે તમારી મરજીમાં આવે તે ભાડું આપજે, અને હું તમારી ઈચ્છા હોય ત્યાં પહોંચાડીશ.” ત્યારે વિરસેન કુમારે પણ તે પ્રમાણે કબુલ રાખ્યું. ચાર કહેવા લાગ્યો કે-“ચાલો તમારે ક્યાં જવું છે?” ત્યારે વીરસેને કહ્યું કે-“ભાઈ? અત્યારે નહિ, પણ રાત્રે જવાનું છે ત્યાર પછી રાત્રિ પડતાં વીરસેન ઉંટડી સહિત ચારને સાથે લઈ ઘરથી થોડેક દૂર એક ઓટલા ઉપર બન્ને જણા બેઠા. ચરે કહ્યું કે “ભાઈ! હવે ચાલે, મેડી રાત્રિ થઈ છે. વીરસેન કુમારે કહ્યું કે ભાઈ ! અમારે બાર વાગે અહીંયાથી જવાનું છે, માટે ધીરજ રાખો; હજી તે દસ વાગ્યા છે. થોડીવાર થઈ એટલે ચોર કહેવા લાગ્યું કે હવે તે મને ઉંઘ આવે છે. કોણ જાણે તમારા બાર તે ક્યારે વાગશે? માટે ચાલો આપણે બીડી ફેંકીએ તે ઉંઘ ઉડી જાય. વીરસેને કહ્યું “ભાઈ ! મને બીડી પીવાની મુદ્દલ ટેવ નથી, હજી સુધી મેં બીડી પીધી પણ નથી, માટે તમે જ પીએ. મને કાંઈ ઉંઘ આવતી નથી. જ્યારે