________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું
૪૫ ચેરે ઘણું ઘણું રીતે કહ્યું ત્યારે વીરસેન કુમારે શરમા-શરમે તે ચેર પાસેથી બીડી લીધી, અને પીવા લાગ્યું. જ્યાં એક કુંક મારી ત્યાં વિરસેનને બગાસાં આવવા લાગ્યાં, બીજી કુંક મારતાં આંખે ઘેરાવા લાગી, અને ત્રીજી કુંક મારતાં મૂચ્છવશ થઈ કુમાર મડદાની જેમ લાંબો થઈ ઓટલા ઉપર પડયો.. અને બેભાન અવસ્થામાં સૂઈ ગયે.
પ્રિય પાઠક! તે ચરે પહેલેથી જ પિતાનો સ્વાર્થ સાધવા માટે એક બીડી એવી તૈયાર કરાવી રાખી હતી, કે જેની અંદર ભાંગ સાથે મૂચ્છને લાવનાર કેઈ કેફી વસ્તુ મેળવી હતી. અને તે બીડી પીવાથી એટલું ઘેન ચડે કે છ કલાક સુધી તે જાગે જ નહિ, એટલું જ નહિ પરંતુ કોઈ ઉપાડી સમુદ્રમાં ફેંકી દે તે પણ તે જાગૃત થાય નહીં આવી બીડી પીવાથી વીરસેન કુમાર ઘેનમાં ઘેરાઈ ગયો. તે દિશામાં કુમારને મૂકી કારણ વિનાના વેરી. તે ચેરે વખત થતાં સતી ગુણમંજરી રહેતી હતી તે ઘરની સાંકળ ખખડાવી. સતીએ જાણ્યું કે “પત્રમાં લખવા મુજબ મારા સ્વામીનાથ આવી પહોંચ્યા છે. ' એમ માની અગાઉથી તૈયાર થઈ બેઠેલી તે મહાસતી તરત જ ઉભી થઈ, અને હાથમાં પિતાની વસ્તુઓ અને સોનીએ ફેકેલાં સર્વ આભૂષણોની પિટકી લઈ કમાડ ઉઘાડી મનપણે બહાર નીકળી ઉંટડી પાસે આવી. સેનાના ભયથી પૂછપરછ કર્યા સિવાય ઉંટડી પર ચડી બેઠી. અધમ ચેરે પણ ઉંટડી ઉપર આરૂઢ થઈ સ્વનગર તરફ ઉંટડીને હંકારી મૂકી.