________________
૨૦.
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું લઈ જાઓ છે” એમ કહી નનામીને પકડી રાખી. ત્યારે લોકેએ કહ્યું-ભાઈ! તારી માતા મરણ પામી છે આ ઉત્તર સાંભળી દુઃખિત થયેલ અને જન્મ-મરણને નહિ જાણનારે. કુમાર કહેવા લાગ્યું કે તમે બધા મરી જાઓ, મારી માતા શા માટે મરે ? આવી રીતે ઘણું રકઝક થયા પછી લેકેએ તેને હા રુસ તે સમજાવી તેના હાથમાંથી ન.મી છેડાવ. રમશાન ભૂમિ પ્રત્યે લઈ જઈ અગ્નિ સંસ્કાર કર્યો.
હવે ઘરમાં માતાને નહિ દેખવાથી વીરસેન કુમારને રાતદિવસ ચેન પડતું નથી. વખતો વખત ગુણમંજરીને કહેવા લાગે, “માતા વિના આ ઘરમાં રહેવું મને ગમતું નથી. મારે તે પરદેશ જવું છે તેથી ગુણમંજરી પતિની ઈચ્છાનુસાર પરદેશ જવા માટે તૈયાર થઈ, શેઠ-શેઠાણ પાસેથી રજા માગી. શેઠ-શેઠાણ રજાની માગણી સાંભળી ઘણું દુઃખિત થયા, અને રહેવા માટે ઘણું કર્યું. ગુણમંજરીએ જણાવ્યું કે તમારા પુત્રને ચેન પડતું નથી, તેથી થોડા દિવસ ફરી પાછા આવીશુ.” શેઠ શેઠાણીએ કહ્યું “તમારે જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાઓ. આ ઘર તમારું છે. આ પ્રમાણે ઘણે આગ્રહ કરવા છતાં માતાની શિખામણ ધ્યાનમાં રાખી કેઈપણ વસ્તુ લીધા સિવાય. ત્રણ કપડાં સહિત તે પતિ-પત્ની નીકળી ગયાં.
મહાસતી ગુણમંજરી પતિની દરેક અનુકૂળતા સાચવતી. તેના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતી. તેઓ એક ગામથી બીજે ગામ ચાલતાં ચાલતાં કેટલાક દિવસે કાંતિપુર નગરની નજીક આવી પહોંચ્યા. નગરના અજાણ્યા હોવાથી કયાં જવું ?