________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
બહેને! આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે વિદ્યા અને કળા સંપન્ન સ્ત્રીઓ કેટલું કાર્ય કરે છે? અજ્ઞાનરૂપી. અંધકારથી છવાએલા હૃદયવાળા આજના જમાનાના ડિસા અને. ડોસીઓ કહે છે કે-બાયડીઓને ભણીને શું કરવું છે? શું દુકાને ચલાવવી છે? સ્ત્રીઓ ભણે તે ફાટી જાય. પણ ફાટયાને સાંધી દે તેની ઘરડાઓને કયાંથી ખબર? જે મહાસતી ગુણુમંજરી કળા અને વિદ્યા વિહીન હેત તે એ બન્નેની કઈ દિશા થાત? પુરૂષને જેટલી જ્ઞાનની જરૂર છે તેથી એ વધારે જ્ઞાનની સ્ત્રીઓને જરૂર છે, કારણ કે પુરૂષને પેદા કરનાર સ્ત્રીઓ છે. અનેક સપુરુષ થઈ ગયા, તેમને જન્મ આપનારી માતાઓ સુસંસ્કારી જ હતી એ નક્કી છે. અત્યારે માતાઓ જડ છે એટલે સંતતિ જડ બને છે, કારણ કે બીજ સડેલું હોય તે ફળ સડેલાં થાય, અને પછી તે વંશ પરંપરાથી બધા જડ થાય છે. અને બધા જડ હોવાથી આપણે જોઈ શકીએ છીએ કે હજારો ઘરમાંથી કઈ એકાદ ઘરમાં સંપ હશે, એ બધું અજ્ઞાનતાને આભારી છે હે આત્મ બંધુઓ ! જરા વિચાર કરે કે આ કલેશનાં બી શાથી રોપાયાં? તમારા સ્ત્રીઓ પ્રત્યેના અનાદરથી જ. છતાં પુરૂષે સારા અને સ્ત્રીએ ટી એમ બેલી તમે તમારા હાથે જ તમને લજવે છે. તમારું ચંચલ મન સ્થિર રાખી નથી. શક્તા, તેથી જ તમારાં દૂષણને છુપાવવાની ખાતર સ્ત્રીઓને નીચે દરજજે ઉતારવા જાઓ છે શાસ્ત્રમાં કહેલું છે કેહેય વિપાકે દશગણું રે, એક વાર કયું કર્મ, શત સહસ્ત્ર કેડી ગમે રે, તીવ્ર ભાવના મર્મરે પ્રાણી જિન