________________
૩૫
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું શેખર સમાન નિર્દોષ ગુણમંજરી બાળાને આજે સતાવવા તૈયાર થશે. તે કામાંધ સની ગુણમંજરીની નજીક જ હસતે હસતે કહેવા લાગ્યું કે હે ચંદ્રાનને ! તારા અથાગ રૂપ અને લાવણ્ય ઉપર હું ફિદા બન્યો છું. તારા વગર ખાન, પાન, બાન, તાન આજે મને ગમતાં નથી. જો તું મારી ઈચ્છાને આધીન થાય તો આખાયે ઘરની સ્વામિની તને બનાવું, અને સર્વ ઘરની માલીકી તને જ સેપું. એટલું જ નહિ પણ જીવન પર્યત તારો દાસ થઈને રહીશ. નમાલા પાગલ આ તારા પતિમાં શું માલ છે? તેમાં કઈ જાતની અક્કલ તે નથી. એ મૂરખ શું તારી ઈચ્છાને પૂર્ણ કરશે? આ ભિખારીની સાથે તારા જેવી સુંદરીએ રહેવું તે યંગ્ય નથી, માટે હે હદયેશ્વરિ? હું કોડાધિપતિ છું, મારે લક્ષ્મીની કમીના નથી, હું તારા સઘળા મને રથ પૂરીશ હે મૃગાક્ષિ! ચાલ, મારા ઘેર ચાલ, અને મારી વહાલી થઈને રહે.” આમ કહીને સતીને દુઃખકારક વચને બેલતે તે દુષ્ટ સની ગુણમંજરીની નજીક નજીક આવવા લાગ્યા.
અત્યાર સુધી મૌન ધારણ કરી બેઠેલ ગુણમંજરીથી હવે રહેવાયું નહીં. તેણી શીયલરૂપ રત્નની રક્ષા કરવા ખાતર સિંહણની માફક ગાજી ઉઠી કે-“અરે દુષ્ટ કામાંધ! મારાથી દૂર રહેજે, એક ડગલું જે આગળ ભર્યું છે તે હમણું હતું ન હતે થઈ જઈશ. પરનારીમાં પ્રેમ ધરાવનાર રાજા રાવણની કઈ દશા થઈ? તેને તું વિચાર કર.