________________
શ્રી ક્ષાંત્યાન'દ ગુણમ’જરી, પ્રકરણ ૪ થું
૩૪
પૂજા અને સત્કાર અપાવે, અપાવે શુદ્ધ વિચાર;
પુત્ર પુત્રીઓને શુદ્ધ કરે છે, તજાવે છે દુષ્ટ આચાર. અમારો૦ ૩ નિષ્ફળને સબળ બનાવે, ખતાવે સુગતિનાં દ્વાર; અંધને પણ આનંદ આપે, આપે નિત્ય રાજગાર. અમા૦ ૪ ધન હીનને ધનિક બનાવે, આપે અક્કલ અપાર; નીચને પણ ઉચ્ચ મનાવે, આપે સુખ હજાર. અમારા પ વેરઝેરને દૂર કરાવે, વધારે સંપ હજાર; જ્ઞાન એ શણગાર અમારા, બીજો શરીરને ભાર. અમારા૦૬ જ્ઞાન વિણ જે નર ને નારી, ધિક ધિક તસ અવતાર; જ્ઞાન એ અમૂલખ નાણું, રાખી ભરા ભંડાર. અમારો૦ ૭ અનંતા જીવા સિધ્ધિ પામ્યા, જ્ઞાનથી વર્ષો શિવનાર; જ્ઞાન દ્વીપથી ભવ સુધારો, શાંતિશ્રી કહે હિતકાર. અમારા૦ ૮
આવા અખૂટ જ્ઞાનરૂપી ધનને દરેક સ્ત્રી-પુરૂષાએ પાતાના હૃદયરૂપી ભંડારમાં ભરી રાખવું જોઈ એ, કે જેથી ઉગતા અને આથમતા સૂર્યના દૃષ્ટાંતે ચઢતી ને પડતીમાં સુખે જીવન પસાર કરી શકાય. પ્રસ ંગેાપાત આટલી ચર્ચા કરી, તેને સજ્જના અસ્થાને તે। નહિ જ ગણે.
હવે વાચકને જાણવાની આતુરતા થઈ હશે કે, વીરસેન ટોપી વેચવા ગયા પછી સતીનું શું થયું ! તે ચાલે! આપણે તે જોઈ એ.
સતીને એકલી પડેલી જોઈ કાગડાની પેઠે છિદ્રને જોતા નિર્લજ્જ સેાની ગુણમંજરીના ઘરમાં પેઠા, ધિક્કાર, છે ફીટકાર છે તે કામી સાનીડાને, કે નિર્મળ હૃદયવાળી અને સતીઓમાં