________________
૨૧
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું ક્યાં રહેવું? કારણ કે નગરમાં દુર્જન પુરૂષે ઘણું હોય છે, સજજનો થડા હોય છે. દુર્જન માણસ સજજન માણસોને સંતાપ્યા સિવાય રહેતા નથી. એમ વિચારી ગુણમંજરીએ શહેરમાં ન જવાને વિચાર પિતાના પતિને જણાવ્યું. વીરસેન કુમારની તે મુજબ સમ્મતિ થતાં જંગલમાંથી ઘાસ લાવીને ગામની બહાર ઝુંપડી બાંધી દંપતી ત્યાં સુખરૂપ રહેવા લાગ્યાં. પોતાના પિતાના ઘેરથી લાવેલા છેડા આભૂષણે વેચી બજારમાંથી જે વસ્તુઓ જોઇતી હતી તે વીરસેન પાસે મંગાવી આભૂષણે કેટલા દિવસ ચાલશે ? પેટને ભાડુ આપવું જોઈએ, તે ઉદ્યમ કર્યા સિવાય કેમ ચાલે? આમ વિચારી મહાસતીએ પતિને પૈસા આપી કંઈક વસ્તુઓ મંગાવી, આખે દિવસ રઈ-પાણી કરી પતિદેવની સેવા કરી પસાર કર્યો. રાત્રે વીરસેન નિદ્રાધીન થયે, ત્યારે મહાસતી જે ચીજો મંગાવેલ હતી તેની ટોપી ભરવા એડી. સવાર પડતાં ટોપી ભરીને તૈયાર કરી લીધી. રાઈ કરી પતિને જમાડી તે ટેપી સ્વામીને આપી બજારમાં વેચવા માટે મિ . અને ભલામણ કરી કે-પચાસ રૂપીયાની કિંમતે આ ટોપી વેચવી, સાથે એટલું ધ્યાનમાં રાખવાનું કે પ્રધાન અને સોની તેઓ ગમે તેટલું દ્રવ્ય આપે તો પણ ટોપી આપવી નહિ.”
મહાશય ! વીરસેન કુમાર ટોપી લઈ બજારમાં વેચવા માટે ગયે. બજારની વચ્ચે બેસી જે આવે તેને કહે છે કે “ભાઈ! તમારે ટેપી વેચાતી લેવી છે? ” લેનાર માણસે ટોપી જુએ છે ત્યારે એકદમ ટેપી લેવાનું મન થાય છે. પણ જ્યારે કિંમત કરાવે ત્યારે વીરસેન કુમાર સ્ત્રીના કહ્યા મુજબ એક જ ભાવ (પચાસ રૂપિયા) કહે છે. એક ટોપીના પચાસ રૂપિયા આપનાં