________________
૨૬ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
"दुर्जनः प्रियबादी च, नैतद विश्वासकारणम् ॥ मधु तिष्ठति जिव्हात्रे, हृदये तु हलाहलम्" ॥१॥
ભાવાર્થ-“દુર્જન પ્રિય બેલનારે હોય છે, તેને વિશ્વાસ કરે નહિ. કારણ કે જીભ ઉપર મીઠાશ હોય છે, પણ હૃદયમાં હલાહલ ઝેર હોય છે.”
આવા પ્રકારના મર્મને નહિ જાણનારા વીરસેનને તે સની કહેવા લાગ્યા કે–“ અરે ભાઈ! તમે આવા સુખી ઘરના હવા. છતાં જંગલમાં ઘાસની ઝુંપડીમાં રહે તે ઘણું ખેદની વાત કહેવાય. જે તમે ગામમાં આવે. હું તમને રહેવા માટે એક સુંદર મકાન આપીશ, અને જોઈતી સર્વ સગવડ કરી આપીશ. મને તમારા ઉપર બહુ પ્રેમ આવે છે. અને આપણી બેની મિત્રાઈ થશે. તે ઘણે આનંદ ઉપજશે. ગામમાં રહેવાથી લેકેની સાથે ઓળખાણપીછાણ થાય, ધંધે પણ ગામમાં સારી રીતે કરી શકાશે, તેમજ તમારા દિવસે સુખેથી પસાર થશે,” એવા અનેક વચનેથી છેતરાએલ કુમાર કહેવા લાગ્યો કે હું તૈયાર છું, પણ મારી સ્ત્રી જે તે વાત કબુલ કરે તે” જોઈતું હતું ને વૈદે બતાવ્યું એ કહેવત મુજબ પહેલેથી જ સેનીને તે સ્ત્રીને જોવાની અભિલાષા હતી. એની આ લાગ જોઈ તરત કુમાર પ્રત્યે બે કે – “શું તમારી સ્ત્રી તમારું કહ્યું નથી માનતી? ચાલે હું તેને સમજાવું.” કુમારે કહ્યું “ભલે ચાલે.”
કુમાર સનીને સાથે લઈ ઘર તરફ ચાલ્યા. રસ્તામાં ઘણું, મીઠી વાણીથી કુમારને ભેળવી સેનાએ પિતાને કબજે કર્યો.. ચાલતાં ઝુંપડી નજીક આવી પહોંચ્યા. પતિની રાહ જોની.