________________
૧૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર લોકો દેખાય છે. આવું સારું-નરસું ઘણું જોવા મળે છે; પરંતુ આ ઇન્દ્રજાળ છે તેમ સમજતા બુદ્ધિમાનો ઇન્દ્રજાળના મનોજ્ઞ દશ્યો જોઈ રાજી કે સુખી થતા નથી અને અમનોજ્ઞ દશ્યો જોઈ નારાજ કે દુ:ખી થતા નથી. તેઓ તો દરેક દશ્યોને ઉદાસીનભાવે - સાક્ષીભાવે માત્ર તટસ્થપણે જુવે છે.
જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મુનિ પણ પુદ્ગલની આખી દુનિયાને ઇન્દ્રજાળ જેવી જ માને છે, અનુભવે છે. દુન્યવી દૃષ્ટિએ સારા કે ખરાબ ગણાતા પદાર્થોના પરિચયમાં તો તે પણ આવે છે, તેની સાથે કાર્યો પણ કરે છે, પરંતુ તે જાણે છે કે, આ સર્વ પુદ્ગલની માયા છે, બધું ક્ષણભંગુર છે; તેમાં કાંઈ સારું નથી, કાંઈ ખોટું નથી. આત્માને તેનાથી સુખ કે દુઃખ કાંઈ પણ મળવાનું નથી. આત્મભાવોને પ્રાપ્ત કરવા આ બાહ્ય ભાવો કોઈ જ ઉપયોગમાં આવવાના નથી.
આમ પૌદ્ગલિક દુનિયા આત્મા માટે નિરુપયોગી છે, એવું સ્પષ્ટ અનુભવવાના કારણે મુનિ તેના સંપર્કમાં આવે છે, તેને જાણે છે, જુવે છે પણ તેમાં ક્યાંય મુંઝાતા નથી, રંગાતા નથી, તેઓ તો માત્ર તેના દ્રષ્ટા બની રહે છે. IIઙા
અવતરણિકા :
આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા મુનિ પુદ્ગલમાં રંગાતા નથી, તે પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય તેઓ એવું શું કરે છે કે જેના કારણે અનાદિ અભ્યસ્ત વિષયોમાં તેમનું મન જતું નથી. આવી જિજ્ઞાસાને સંતોષવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
મ
આસ્વાતિો સુમધુપ, પેન જ્ઞાનતિઃ સુધા । ને હ્રત્યેવ તબ્વેતો, વિષયેષુ વિષ્વિવ IIII
१०
શબ્દાર્થ :
૧. યેન -જેમના વડે ૨. સુમધુરા - સુમધુર એવું રૂ. જ્ઞાનતિઃ - જ્ઞાનરતિરૂપ ૪. સુધા - અમૃત ૧. સ્વાતિતા - આસ્વાદિત કરાયું છે ૬. તત્ત્વેત: - તેમનું ચિત્ત ૭/૮. વિષેવિ વિષયેવુ - વિષ જેવા વિષયોમાં ૬/૧૦ 7 છાત્યેવ - લાગતું જ નથી. શ્લોકાર્થ :
જે મુનિએ સુમધુર એવી જ્ઞાનરતિરૂપ અમૃતનો સ્વાદ ચાખ્યો છે, તે મુનિનું ચિત્ત વિષ જેવા વિષયોમાં ક્યારેય પણ લાગતું નથી.
ભાવાર્થ :
અતિમધુર અને અમૃત સમાન આત્મજ્ઞાનનો આનંદ જેઓએ એકવાર પણ માણ્યો હોય, તેવા મુનિનું ચિત્ત રાગાદિ દોષો ઉત્પન્ન કરી આત્માના ભાવપ્રાણોનો નાશ કરનારા ઝેર જેવા પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ક્યારેય આસક્ત થતું નથી; કેમ કે જ્યાં સુધી જીવને જ્ઞાનમાં તિ ન જાગે ત્યાં સુધી જ તેને અસાર વિષયોમાં રતિ-અરિત થયા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org