________________
૪૯
આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા - ગાથા-૨૧
આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા
અને જ્ઞાનયોગની સમર્થતા
ગાથા-૨૧-૨૨-૨૩
અવતરણિકા :
શાસ્ત્ર કેમ શુદ્ધાત્મદ્રવ્યનું સ્વરૂપ બતાવી શકતાં નથી ? તે શંકાનું સમાધાન કરે છેશ્લોક :
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना' ।
शास्त्रयुक्तिशतेनापि, नैव' गम्यं कदाचन ॥२१॥ શબ્દાર્થ :
૧/૨. વિશુદ્ધાનુવં વિના : વિશુદ્ધ એવા અનુભવ વગર રૂ/૪/૬. અતીન્દ્રિય પરં બ્રહ્મ - અતીન્દ્રિય એવું પરમ બ્રહ્મ ૬. શાસ્ત્રવિતરશતેનાર - શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ ૭, કાવન - ક્યારેય ૮/૧. મળ્યું નૈવ - જાણી શકાય તેમ નથી જ શ્લોકાર્થ : વિશુદ્ધ એવા અનુભવજ્ઞાન વગર ઇન્દ્રિયથી અગોચર એવું પરમ બ્રહ્મ = આત્મતત્ત્વ, શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ ક્યારેય જાણી શકાય તેમ નથી જ. ભાવાર્થ :
અતીન્દ્રિય એવું પરબ્રહ્મ ઇન્દ્રિયથી જાણી શકાતું નથી. વિશુદ્ધ અનુભવ જ તેને જાણવાનો સચોટ ઉપાય છે, તેથી જ શાસ્ત્રોની સેંકડો યુક્તિથી પણ શુદ્ધ આત્મતત્ત્વને જાણવું અશક્ય જ છે. વિશેષાર્થ :
આ દુનિયામાં ઘણી વસ્તુઓ એવી છે જે આંખથી ન દેખાય, પણ બીજી ઈન્દ્રિયોથી તેનો અનુભવ થઈ શકે છે. અદશ્ય હોવા છતાં તે વસ્તુઓને ઈન્દ્રિયગ્રાહ્ય તો કહેવાય જ છે; પરંતુ કર્માદિ મલથી રહિત શુદ્ધ બ્રહ્મ (શુદ્ધ આત્મા) એક એવો પદાર્થ છે, જે કોઈપણ ઈન્દ્રિય કે મન દ્વારા જાણી શકતો નથી, માટે તેને અતીન્દ્રિય કહેવાય છે. અતીન્દ્રિય એવું પરબ્રહ્મ એક માત્ર વિશુદ્ધ અનુભવથી જ જાણી શકાય છે.
અનુભવ બે પ્રકારના હોઈ શકે છે : અશુદ્ધ અને વિશુદ્ધ. ક્રોધાદિ કષાયોનો કે શબ્દાદિ વિષયોનો પણ આત્માને અનુભવ થાય છે; પરંતુ તે અનુભવ કર્મ અને ભાષાયિક ભાવોથી થયેલો હોવાને કારણે, તેને અશુદ્ધ અનુભવ કહેવાય છે. અશુદ્ધ અનુભવ દ્વારા આકુળવ્યાકુળ ચેતનાનો અનુભવ થઈ શકે, પરંતુ શુદ્ધ બ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી. શુદ્ધ બ્રહ્મનો અનુભવ તો શુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે છે, તેને પ્રાપ્ત કરવા સાધકે સૌ પ્રથમ હૃદયને શાસ્ત્રવચનથી ભાવિત કરવું પડે, શાસ્ત્રાનુસારી ક્રિયા કરી કર્મ અને કષાયોના નાશ માટે યત્ન કરવો પડે, મનને ધ્યાનમાં સ્થિર કરવું પડે, તેમ કરતાં જ્યારે કષાયો શમે, વિષયોની આસક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org