________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૮
જેમ નંદિષેણ મુનિ સંયમના પરિણામથી પડી ગયા'તા છતાં તેમણે ક્ષયોપશમભાવપૂર્વક ઉપદેશ આપવાની ક્રિયા ચાલુ રાખી તો એક દિવસ પુન: સંયમના પરિણામો ઉત્પન્ન થયા અને તેઓએ આત્મહિત સાધી લીધું. અષાઢાભૂતિ રાગને આધીન થઈ સંસારમાં અટવાઈ ગયેલા પણ ક્ષયોપશમ ભાવપૂર્વક બે અભિગ્રહોનું પાલન કર્યુ તો પરિણામ એ આવ્યું કે એક દિવસ પુન: વૈરાગી બની અનેકને વૈરાગી બનાવી શક્યા. ‘પાપથી મલિન બનેલા આત્માને મારે શુદ્ધ કરવો છે' એવો ક્ષાયોપશમિક ભાવ ધરાવનાર અઈમુત્તા મુનિ તો પ્રાયશ્ચિત્તની એક નાની ક્રિયા દ્વારા અતિચાર આપાદક ભૂમિકામાંથી બહાર નીકળી છેક કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા.
અહીં મૂળ શ્લોકમાં પતિતસ્થાપિ શબ્દ છે. તેના દ્વારા માત્ર સંયમના પરિણામોથી પતિત ન સમજવા પણ દેવતિ, સર્વવિરતિ, સમર્પણ, તપ વગેરેમાંથી કોઈપણ પરિણામોની હાનિ થઈ હોય કે છટ્ઠા-સાતમા ગુણસ્થાનકના ઉપરનાં કંડકસ્થાનોમાંથી નીચેના કંડકસ્થાનોમાં આવી ગયા હોય તે સર્વને પતિત સમજવા, આવા પડી ગયેલા સાધકો દ્વારા દેવવંદન, ગુરુવંદન, તપ, જપ, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ, પડિલેહણ, સમિતિગુપ્તિનું પાલન, ગોચરી આદિ કોઈપણ ક્રિયાઓ જો ક્ષાયોપશમિકભાવથી કરાય તો તે ક્રિયાઓ પડી ગયેલા પરિણામોની વૃદ્ધિ અને શુદ્ધિ કરી શકે છે. ક્ષુલ્લકમુનિ, શેલકાચાર્ય, મેઘકુમાર, ભવદેવ આદિ ક્રિયાયોગ દ્વારા જ શુદ્ધસ્વરૂપને પ્રગટ કરી પરમપદ સુધી પહોંચી શક્યા હતા. ૧૭ના
અવતરણિકા :
પૂર્વના બે શ્લોકોનો નિષ્કર્ષ જણાવે છે
શ્લોક :
गुणवृद्ध्यै ततः कुर्यात्, क्रियामस्खलनायें वां । હવે તું સંગમસ્થાન બિનાનામતિ તે [૨૮]I
શબ્દાર્થ :
५/
૧. તતઃ - તે કારણથી ૨. મુળવૃષ્ટ્ય - ગુણવૃદ્ધિ માટે રૂ/૪. વા અશ્ર્વનાય - અથવા ભાવને અસ્ખલિત રાખવા માટે ૬. ઝિયાં ર્થાત્ - ક્રિયા કરવી જોઈએ ૭/૮. પુ સંયમસ્થાનં - એક સંયમનું સ્થાનક ૬. તુ - તો (માત્ર) ૧૦/૧૧. નિનાનામ્ સ્રવૃતિષ્ઠતે - જિનોને / કેવળજ્ઞાનીઓને જ રહે છે.
શ્લોકાર્થ :
Jain Education International
૧૮૫
(ગુણવાન પ્રત્યેના બહુમાનાદિપૂર્વક ક્ષાયોપશમિકભાવમાં વર્તતા જે ક્રિયાઓ થાય છે, તે ક્રિયાઓમાં શુભભાવને ઉત્પન્ન કરવાનું, વધારવાનું કે પડી ગયેલા ભાવને પુનઃ પ્રકૃષ્ટ બનાવવાનું સામર્થ્ય રહેલું છે,) તેથી કરીને ગુણની વૃદ્ધિ માટે અથવા ભાવને અખંડિત રાખવા માટે ક્રિયા કરવી જોઈએ (કેમ કે) એક જ સંયમસ્થાન તો (માત્ર) જિનોને રહે છે. (બાકીના સાધકોના સંયમ સ્થાનમાં સંયમના ભાવોમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે.)
For Personal & Private Use Only
=
www.jainelibrary.org