________________
૨૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકારી
સ્વ-સ્વરૂપના આવા ઊંડા આત્મસ્પર્શી ચિંતનથી તેઓમાં અપૂર્વ વીર્ય પ્રગટ થયું. ભય, ચિંતા, ગભરાટ, લાચારી જેવી સત્ત્વહીન લાગણીઓનું તેમના ચિત્તમાં કોઈ સ્થાન ન રહ્યું; અજબ-ગજબની સ્વસ્થતા અને ચિત્તની પ્રસન્નતાથી તેઓ ઘાણીમાં પીલાવા તૈયાર થઈ ગયા.
નિર્દયી પાલક મોટા ભારેખમ અને કર્કશ પત્થરોથી બનેલી તલ પીલવાની ઘાણીમાં એક પછી એક શિષ્યને નાંખી નાંખીને પીલવા લાગ્યો. ચારે બાજુ લોહીની પીચકારીઓ ઊડવા લાગી, હાડકા તડતડ તૂટવા લાગ્યાં, આંખના ડોળા બહાર ફંગોળાવા લાગ્યા, માંસના લોચા ઉછળવા લાગ્યા, ખોપરીઓ ફૂટવા લાગી, ઘાણીના બે પડની વચ્ચેથી નિચેતન શરીરના અંગોનો રસ વહેવા લાગ્યો. આખું વાતાવરણ બિહામણું બની ગયું પોતાની સામે જ પોતાના સહવર્તી સાધકોને આ રીતે પીલાતા જોવા છતાં બાકી રહેલા કોઈપણ સાધુઓના સત્ત્વને ઊણી આંચ પણ આવી નહિ. તેનું એકમેવ કારણ એ જ હતું કે તે દરેકનાં વિવેક ચક્ષુ ખુલી ગયાં હતાં. તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ થઈ ગયો હતો. તેમનું ભેદજ્ઞાન અને સામ્યયોગ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા, તેથી તેમની નજર જડ શરીર ઉપર નહોતી; પરંતુ અજર, અમર અને નિર્બન્ધ અવસ્થાને પામતા આત્મા ઉપર હતી. આત્મા ઉપર નજર સ્થિર થવાના કારણે તેઓને શરીરની અવદશા નહિ પણ આત્માની ઉન્નતિ દેખાતી હતી, તેથી તેઓ સ્વયં પણ એવી પીડાને પ્રેમથી સ્વીકારવા સજ્જ બન્યા. અત્યંત ભયભીત કરી મૂકનારું વાતાવરણ હોવા છતાં એક પણ શિષ્યના ચહેરા ઉપર ભયની લાગણી, હૃદયમાં ધડકન કે મુખમાંથી ચિત્કારનો અવાજ નહોતો. એક માત્ર અરિહંતના નામસ્મરણથી વાતાવરણ ગુંજતું હતું.
આ દૃશ્યની કલ્પના કરતાં પણ કંપારી છૂટી જાય તેવું છે; કેમ કે શરીરની ગાઢ મમતાને કારણે આપણને તે ધન્યાતિધન્ય શિષ્યોની શારીરિક વેદના અને દુઃખ જ દેખાય છે. વાસ્તવમાં નિષ્કષાય ભાવમાંથી પ્રગટેલા સામ્યયોગના ઉચ્ચતમ શિખરે પહોંચેલા તેઓ તો શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનમાં જ લીન હતા. નિર્મમભાવ અને સમત્ત્વના યોગે, દેહના સ્તરે પ્રવર્તમાન ઘટના સાથે એમનું કોઈ જોડાણ જ નહોતું. એ બધાથી એ સર્વથા પર હતા, તેથી ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે જ ક્ષણે અનંતકાળ સુધી પરમ સુખ ભોગવવા મોક્ષમાં પહોંચી ગયા હતા. આ સર્વ સિદ્ધિઓના મૂળમાં એક જ ગુણ રહેલો હતો - સામ્યભાવ - સમતાયોગ ||૧૭ll અવતરણિકા :
સમતાભાવને કારણે સ્કંધકસૂરીના શિષ્યો કેવા સત્ત્વશાળી બન્યા તે જણાવી હવે સમતાભાવથી મેતાર્યમુનિનું હૃદય પણ કેવું થયું તે વર્ણવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
लोकोत्तरं चारुचरित्रमेतन्मतार्यसाधोः समतासमाधेः ।
हृदायकुप्यन्ने यदाचर्मबद्धेऽपि मूर्धन्ययमाप तापम् ॥१८॥ શબ્દાર્થ :
9. સમતાસમા - સમતારૂપી સમાધિવાળા ૨. મૈતાર્યસાધોઃ - મેતાર્યમુનિનું રૂ/૪/૬. અતઃ સ્ત્રોક્ટોત્તરં વારુરિત્રમ્ - આ લોકોત્તર સુંદર ચરિત્ર છે. ૬. યદુ - કારણ કે ૭. મૂર્ધનિ - માથામાં ૮. માર્દવર્મવર્લ્ડ રે - ભીનું ચામડું બંધાયું હોવાં છતાં પણ ૬/૧૦/99. યં તાપમ્ Hપ - આ મુનિ) તાપને પામ્યા ૧૨. લપિ - પણ ૧૩/૧૪/૧૬. દૂતા ન ૩૭Aતુ - હૃદયથી કોપિત ન થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org