________________
૨૬૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર દ્રવ્યથી નિર્જન ઉદ્યાનાદિના એકાંતનો અને ભાવથી ‘હું એકલો છું. મારુ કોઈ નથી.' વગેરે ભાવનાઓના એકાંતનો આશ્રય કર્યો.
મક્કમતાથી જંગલની વાટે એકલા જ આગળ વધતા નમિરાજર્ષિને જોઈ ઇન્દ્ર મહારાજાને શંકા થઈ કે, શું એક દિવસમાં આવો નિર્મમભાવ પ્રગટી શકે ? તેથી તેઓએ નમિરાજર્ષિની પરીક્ષા કરવા તેમને ભડકે બળતી મિથિલાનગરી બતાવી અને કહ્યું, ‘તમારી નગરી બળી રહી છે, પ્રજામાં કોલાહલ મચી રહ્યો છે. તમે તેની સામે કેમ જોતા નથી ? જે પોતાનું હોય તેનું રક્ષણ કરવું જોઈએ.' આ સાંભળી જરાપણ વ્યથિત થયા વગર નમિરાજર્ષિએ ઇન્દ્રમહારાજાને જણાવ્યું,
જે
‘મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. જે બળે છે તે મારું નથી, જે મારું છે તે ક્યારેય બળતું નથી.’ પરમાર્થ લાધ્યો હોવાથી નમિરાજર્ષિને ન તો નગરી પોતાની લાગી કે ન તો અંતઃપુર પોતાનું લાગ્યું. તેમને તો એક માત્ર આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણો પોતાના લાગ્યા, તેથી મિથિલા બળે છે એવું દેખાવા છતાં, એવું લાગે છે કે, ‘મારું કાંઈ બળતું નથી.' મમતાનો ત્યાગ કરી સમતાભાવને આત્મસાત્ કરનારા તે નમિરાજર્ષિની દેવેન્દ્રોએ પણ સ્તવના કરી. આ રીતે સમતાના પ્રભાવથી તેમનો યશ ચારેકોર ફેલાયો. ।।૧૬।।
અવતરણિકા :
નમિરાજર્ષિની સ્તવના કર્યા બાદ હવે સામ્યયોગના પ્રભાવે સ્કંધકસૂરિના શિષ્યોમાં પ્રગટેલ સત્ત્વની સ્તવના કરતાં ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક :
साम्यप्रसादास्तवपुर्ममत्वः,सत्त्वाधिकाः स्वं ध्रुवमेव मत्वा ।
મ
ने सेहिरेऽर्त्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्धकसूरिशिष्याः ॥१७॥
શબ્દાર્થ :
૧. સામ્યપ્રક્ષાવાસ્તવવુર્મમત્વા: - સમતાના પ્રભાવથી જેમનું શરીર પ્રત્યેનું મમત્વ અસ્ત પામી ગયું છે, ૨. સત્ત્વાધિષ્ઠાઃ - એવા અત્યધિક સત્ત્વશાળી રૂ. તીવ્રયન્ત્રનિબીડિતાઃ - તીવ્ર યન્ત્ર દ્વારા અત્યંત પીડાયેલા ૪. હ્રન્ધસૂરિશિષ્યાઃ - કન્ધકસૂરિના શિષ્યોએ /૬/૭/૮. સ્વં ધ્રુવમ્ વ મત્વા - પોતાની જાતને શાશ્વત જ માનીને ૬. વિમ્મુ - શું ૧૦/૧૧/૧૨. અત્તિ ન સેહિરે ? - પીડાને સહન ન કરી ?
શ્લોકાર્થ :
સમતાના પ્રભાવથી શરીરની મમતાનો નાશ કરનારા અત્યંત સત્ત્વશાળી એવા સ્કન્ધકસૂરિના શિષ્યોએ (તેલ પીલવાની ઘાણીરૂપ) કર્કશ યન્ત્રમાં અત્યંત પીડાનો ભોગ બનવા (છતાં પણ) પોતાના આત્માને શાશ્વત માનીને શું પીડા સહન ન કરી ?
ભાવાર્થ :
સ્કન્ધકસૂરિના ૫૦૦ શિષ્યોને તેલની ઘાણીમાં પીલવાનો નિર્ણય થયો, ત્યારે સૂરિજીએ પોતાના શિષ્યોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org