________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૨
૨૭૭
અવતરણિકા :
હિંસાદિ પાપો કરનારા દઢપ્રહારી વગેરેએ સમતા દ્વારા આત્મકલ્યાણ સાધ્યું, તે જણાવી હવે જેને પૂર્વમાં કોઈ ધર્મ નથી કર્યો તેવા મરુદેવા માતાનું શું થયું તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
अप्राप्तधर्माऽपि पुरादिमार्हन्माता शिवं यद्भगवत्यवाप ।
नाप्नोति पार वचसोऽनुपाधिसमाधिसाम्यस्य विजृम्भितं तत् ||२२|| શબ્દાર્થ :
૧/૨. પુરા પ્રાપ્તધHડપિ - જેમને પૂર્વે (ક્યારે પણ) ધર્મ પ્રાપ્ત નથી કર્યો એવાં પણ રૂ. રિમાઈન્માતા - પ્રથમ તીર્થંકરની માતા ૪. માવતી - ભગવતી (મરુદેવા) /૬. ય શિવં - જે મોક્ષ ૭. નવાપ - પામ્યા ૮, તત્ - તે છે. અનુપાધિસમાધિસાગી - ઉપાધિ રહિત સમાધિરૂપ સામ્યનો ૧૦.
વિમi -વિલાસ 99/૧૨/૧રૂ. વસ: પારં નાનોતિ - વચનના પારને પામતો નથી. શ્લોકાર્થ :
પૂર્વે ક્યારેય ધર્મ પ્રાપ્ત ન કર્યો હોવા છતાં પણ આદિનાથ ભગવાનની માતા ભગવતી મરુદેવાએ જે મોક્ષ મેળવ્યો તે ઉપાધિ વિનાની સમાધિસ્વરૂપ સામ્યયોગનું જ ફળ હતું. આ સામ્યયોગ વચનના પારને પામતો નથી અર્થાત્ શબ્દાતીત છે. ભાવાર્થ :
પૂર્વમાં ક્યારેય ધર્મ નહીં સમજેલાં - નહીં પામેલાં, પ્રથમ તીર્થંકરની માતા ભગવતી મરુદેવા જે શિવસુખનાં સ્વામિની બન્યાં તેમાં એક માત્ર ઉપાધિ વિનાની શુદ્ધ સમતા જ કારણભૂત હતી અર્થાત્ શાસ્ત્રજ્ઞાન કે તપ, સંયમ આદિ કર્યા વિના તથા પ્રકારના કર્મના ક્ષયોપશમથી પ્રગટેલા શુદ્ધ સામ્યભાવના પ્રભાવે જ તેઓ શિવસુખના ભોક્તા બન્યાં હતા. આ નિરૂપાધિક સમાધિરૂપ સામ્યયોગનું વર્ણન શબ્દથી શક્ય નથી. તેનો મહિમા અપરંપાર છે. વિશેષાર્થ :
યુગાદિદેવ ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત મહારાજાએ પણ સામ્યયોગથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં પૂર્વભવોમાં તો તેમણે પણ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ક્રિયા યોગ સેવ્યો હતો. વળી અંતિમ ભાવમાં પણ તેઓમાં સમ્યગ્દર્શનસ્વરૂપ ધર્મ તો હતો જ.
વળી બીજા પણ અનેક મહાત્માઓ આ સામ્યયોગના પ્રભાવે સંપૂર્ણ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શક્યા; પરંતુ તેઓ સર્વેએ પૂર્વે ક્યારેક કોઈને કોઈક પ્રકારે તો જ્ઞાનયોગ-ક્રિયાયોગનું સેવન કર્યું જ હતું. જ્યારે યુગાદિનાથ પ્રભુની માતા મરુદેવાએ તો પૂર્વના કોઈ પણ ભવમાં ધર્મની આરાધના કરી નહોતી. છતાં તેમણે જે ચરમ ભવમાં મોક્ષ મેળવ્યો, તે ઉપાધિ વિનાની સમાધિસ્વરૂપ સામ્યયોગથી જ મેળવ્યો હતો. અહીં ગ્રંથકારશ્રીએ ઉપાધિ વિનાની સમાધિનો ઉલ્લેખ કર્યો છે, તેથી એવું જણાય છે કે, સમ્યગુદર્શનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org