________________
૨૭૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
જેમ સમાધિની પ્રાપ્તિ પણ, નિસર્ગથી અને અધિગમથી એમ બે રીતે થઈ શકે છે, તેમાં શાસ્ત્રજ્ઞાન મેળવી તપ, સંયમ આદિ ક્રિયાઓ સાધી જે સમતાભાવ પ્રાપ્ત કરાય છે, તે અધિગમ સમ્યકત્વ જેવો જ્ઞાન-ક્રિયાની ઉપાધિથી પ્રાપ્ત થયેલો સામ્યભાવ છે. તે સિવાય ક્વચિત્ એવું પણ બને કે કોઈ ક્રિયાકલાપ વગર, વિશિષ્ટ પ્રકારના તથાભવ્યત્વના પ્રભાવે, નાનકડાં નિમિત્તને પામીને કોઈપણ પ્રકારના અધિગમ (પ્રયત્ન) વગર સહજ જ જે સામ્યભાવ પ્રાપ્ત કરાય તે નિસર્ગસમ્યક્ત જેવો સામ્યભાવ છે. આ સહજ પ્રગટતો સામ્યભાવ તે નિરૂપાધિક સમાધિસ્વરૂપ છે, તેના દ્વારા પણ સાધક એક અંતર્મુહૂર્ત માત્રમાં મરુદેવા માતાની જેમ મોક્ષ સુધી પહોંચી શકે છે.
મરુદેવા માતાએ આત્માના શુદ્ધતમ ભાવને પામવા કોઈ જ્ઞાન મેળવ્યું નહોતું કે ષટ્કયના પાલનની કોઈ ક્રિયાઓ પણ કરી નહોતી. જે પુત્ર માટે તેઓ વર્ષોથી ઝૂરતાં હતાં તે પુત્રની સાહ્યબીનું વર્ણન સાંભળીને તેમનામાં રાગ પ્રત્યે સહજ જ ઉપેક્ષાભાવ પ્રગટ્યો. પરિણામે પુત્ર ઋષભ પ્રત્યેનો રાગ ઓગળી ગયો, વૈરાગ્યભાવ પ્રગટ થયો. મમત્વ ગયું, સમત્વ પ્રગટ્ય, ક્ષપકશ્રેણી મંડાણી અને તેઓ વીતરાગ બન્યાં. શેષ સર્વ કર્મ ખપાવી ઘડી-બે ઘડીમાં તો સિદ્ધિ સુખના સ્વામીની બની ગયાં.
તેમની સિદ્ધિનું એક માત્ર કારણ નિરૂપાધિક સમાધિસ્વરૂપ સામ્યયોગ હતો. આ સામ્યયોગ અવર્ણનીય છે. શબ્દોથી તેના પાનને પામી શકાતો નથી, તે તો માત્ર અનુભવનો જ વિષય બને છે. રિરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org