________________
૨૮૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
સામ્યયોગશુદ્ધિનામના આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સામ્યયોગમાં સમતાભાવમાં એવું સામર્થ્ય છે કે, તે પાપીને પવિત્ર બનાવી શકે છે, હિંસકને અહિંસક કરી શકે છે અને સામાન્યજનને પણ ક્ષણમાત્રમાં ગુણસમૃદ્ધ બનાવી પરમ અને ચરમ કક્ષાના સુખના શિખરે પહોંચાડી શકે છે. સામ્યયોગનો - સમતાનો આવો અદ્વિતીય પ્રભાવ સાંભળી જે શુભમતિવાળા સાધકો અર્થાત્ મોહનીયકર્મના ક્ષયોપશમને કારણે જેમની મતિ નિર્મળ બની છે તેવા સાધકો તત્ત્વનો વિચાર કરી સામ્યયોગમાં - સમતાભાવમાં સ્થિર થાય છે એટલે કે સર્વ સ્થાનમાં ચિત્તવૃત્તિને એકરૂપ નિર્વિકાર રાખે છે, સુખ કે દુઃખમાં, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, સ્વજન કે પરજનમાં સર્વત્ર સમભાવ ધારણ કરે છે, ક્યાંય રાગ કે દ્વેષ કરતા નથી, ક્યાંય મારા-પરાયાનો ભેદ રાખતા નથી. આવા સાધકો સદા આનંદમાં રહે છે. તેમને ક્યાંય ખેદ, કંટાળો, અભાવ, અણગમો કે દુઃખનો પ્રશ્ન રહેતો નથી. સર્વ સ્થિતિમાં તેઓ પરમાનંદમાં મહાલતા હોય છે; કેમ કે તેઓ સમજે છે કે, સુખ કે દુઃખ તો કર્મસર્જિત છે, તે મારું કાંઈ બગાડી શકતા નથી.
સામ્યયોગ - સમતાભાવના આવા માહાભ્યને જાણીને જે સાધકની બુદ્ધિમાં એટલું સ્થિર થઈ જાય છે કે, સામ્યયોગ - સમતાભાવ જ આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે'; તેની બુદ્ધિ શુભ અને કલ્યાણકારી મનાય છે. કેમકે, આવી બુદ્ધિ આત્માનું અહિત થાય, તેવા કાષાયિક ભાવો કે આરંભાદિની પ્રવૃત્તિમાં ક્યારેય પ્રવર્તતી નથી. આવી નિર્મળ અને હિતકારી બુદ્ધિવાળો સાધક “શુભમતિ' કહેવાય છે. તે સાધક જ્યારે સામ્યયોગ-સમતાભાવ દ્વારા આત્માનંદને માણવા લાગે છે, ત્યારે તેને પુદ્ગલ ભાવમાં સુખ છે, તેવું અજ્ઞાન ટળી જાય છે; કષાયોમાં આનંદ છે, તેવો ભ્રમ ભાંગી જાય છે. વિષયો દ્વારા સુખ માણી શકાય છે, તેવી માન્યતા નાશ પામી જાય છે. ટૂંકમાં, અનાદિકાળથી પ્રવર્તતું સર્વ પ્રકારનું અજ્ઞાન ટળી જાય છે અને જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે. અંતરમાં આનંદનો ઉદધિ ઉછળે છે અને સાધક સદાકાળ રહેનારી સર્વોચ્ચ કક્ષાની પોતાની જ્ઞાન અને આનંદરૂપ સમૃદ્ધિનો સ્વામી બને છે.
સ્વભાવથી સમૃદ્ધ આત્મા જ ભાવશત્રુઓને પરાસ્ત કરી યશરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરે છે. પુણ્યોદયથી પ્રાપ્ત થતાં રૂપ, લક્ષ્મી, બળ, મદ, આદિથી જે યશ મળે છે તે ભાવશત્રુઓને પુષ્ટ કરનારો હોવાથી જીવ માટે પરંપરાએ દુઃખનું કારણ બને છે. જ્યારે સામ્યયોગથી સંપન્ન સાધક ક્રોધાદિ ભાવશત્રુઓનો નાશ કરીને જીવમાત્રને અભયદાન આપી સર્વ જીવ રાશી માટે આનંદદાતા તરીકે પ્રસિદ્ધ થાય છે. આવી નિર્મળ “કીતિથી તેને સદા માટે “પ્રશમ'સુખની પ્રાપ્તિ થાય છે. દરેક અધિકારની જેમ ગ્રંથકારશ્રીએ શુભમતિ સાધક યશ:શ્રી પ્રાપ્ત કરે છે તેમ જણાવી ગર્ભિત રીતે પોતાના નામનો ઉલ્લેખ પણ કર્યો છે.
શાસ્ત્ર પ્રત્યે આદર કેળવી, અનુભવજ્ઞાન અને ઉચિતક્રિયાઓના સહારે સામ્યયોગમાં મગ્ન બની, સૌ સાધકો અધ્યાત્મના ઉચ્ચ શિખરો સર કરી આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે તેવી શુભાભિલાષા સહ. ૨૩ ।। इति साम्ययोगशुद्धिनामा चतुर्थोऽधिकारः तथा च न्यायाचार्य-न्यायविशारद-महोपाध्याय
श्रीमद्यशोविजयगणिप्रणीतं समाप्तमिदमध्यात्मोपनिषतप्रकरणम ।। સંઘસમાધિદાતા ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ પ્રદાનદિન
વૈશાખ સુદ - ૨૦૧૬ - મુંબઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org