________________
* કુદરતી આફતો - ભૂકંપ, જળસંકટ (પૂર), આગ, કોમી તોફાન જોવામાં થયેલી જાનહાનિ-માલહાનિમાં
રાહત પહોંચાડવા અનુકંપાની ભાવનાથી આશ્રમના આશ્રયે અધ્યાત્મની આરાધના કરતા મુમુક્ષુઓ વિશાળ રાશિ એકત્રિત કરી સુયોગ્ય સ્થાને મોકલાવે છે. એમાંથી જીવન જરૂરીયાતની વસ્તુઓ, ટંટો, અનાજ, ફૂડપેકેટ, ધાબળા, દવાઓ, વસ્ત્રો, વાસણો, ઘરવખરી એટલું જ નહિ પણ ગૃહનિર્માણ માટે સિમેંટ, લોખંડના સળિયા અને પથ્થરઇંટ પણ આપવામાં આવે છે. કચ્છના ભૂકંપ વખતે આશ્રમે સાયલા પથકના નીનામા ગામમાં પૂ.ભાઈશ્રી નલીનભાઈની રાહબરી હેઠળ ૩૩૫ આવાસો, પાકા રસ્તા, વિજળીકરણ, શાળા, સમાજ માટે વાડી, પંચાયત ઘર, મંદિર અને અન્ય જરૂરી સુવિધાયુક્ત એક આદર્શનગર બનાવી સમર્પિત કરેલ છે. પૂ.બાપુજીની સ્મૃતિમાં એ નગરને ‘લાડકપુર”નામ અપાયેલ છે. સાયલા, વઢવાણ, મૂળી તાલુકાના ૪૭ ગામોમાં
પ્રાથમિક શાળાના નવનિર્માણ પણ આશ્રમે કરી આપ્યાં છે. શ્રીરાજ સોભાગ આશ્રમ આસમંતના જનસામાન્ય માટે આશ્રયનું સ્થાન બની જૈનશાસન પ્રત્યે જનજનના હૃદયમાં આદરભાવ પેદા કરવામાં અલ્પ-આલંબન બન્યું છે તો આધ્યાત્મિક ઉન્નતિના લક્ષ્યને સાધવા-સધાવવા માટેનો આત્મજાગૃતિમય પુરુષાર્થ આશ્રમનું ધ્યેય છે.
પરમાત્મા શ્રી વીતરાગસર્વજ્ઞદેવો અને નિગ્રંથ સદ્ગુરુ ભગવંતોની અસીમ અનુગ્રહધારા અને સમસ્ત જૈન શ્રીસંઘોના સહયોગથી ‘સવિ જીવ કરું શાસનરસી'ની સર્વશ્રેષ્ઠ ભાવનાને સાકાર કરવામાં આશ્રમ એક શુભ નિમિત્તરૂપ બને એ જ મંગલપ્રાર્થના.
પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org