Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005562/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अध्यात्म उया देवद माभिविष्यते त्याला बिनिडणारखाऊ असत्यादि कोक्दैि:यथायथेन्तिायोर्चाय बालीक:सएवायामभाजपमनोवत्सो संघलानाथीयवनाथीयमादिपायाखयत पिहाथीयतायाःकालेनैतावतामारुतः सीड्यागामथानांसड़ावपतिपत्रयेल अंतराळेव मितवहारकृतकमहोन्यपिशाखाहा निरपेतस्पना शक्याशास्त्रविरुच्यतबचनबासरागस्यवचना बभावतःयस्तावचनापासरसन्महामोहनलत १३शास्त्र निस्सास्मिनियमासवसिव्यः१४ एनेकेचित्समापविदेत्यन्यवय ए-चमचारीतिःसर्वे देवाचावधिचरवासवत्तानुपसिबायोषि दिनापैःस्वरयियाजमाशासेपिवरलकाहपरतातथाउधार लाग-२ ज्ञानशुद्धि, घ्यिायोगशुद्धि, साभ्ययोगशुद्धि अधिकार संऽसन-संशोधनસવિસ્તાર સંપાદન : પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા DATEDhiroenpional Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, યોગ-અધ્યાત્મવિદ્યાના પારગામી મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા રચિત અધ્યાત્મ-ઉપનિષદ્ ભાગ બીજો ૨-જ્ઞાનયોગશુદ્ધિ-અધિકાર ૩-ક્રિયાયોગશુદ્ધિ-અધિકાર ૪-સામ્યયોગશુદ્ધિ-અધિકાર આજ્ઞા-આશીર્વાદ વ્યાખ્યાન વાચસ્પતિ ભાવાચાર્ય ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માર્ગદર્શન-આલેખન ગુરુ-ગચ્છ વિશ્વાસધામ વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સાયલા શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ શ્રી રાજ-સોભાગ આશ્રમ સોભાગપરા, સાયલા-૩૬૩૪૩૦ (જિ. સુરેન્દ્રનગર) ફોન : ૯૧-૦૨૭૫૫-૨૮૦૫૩૩ ટેલી-ફેક્સ : ૯૧-૦૨૭૫૫-૨૮૦૭૯૧ E-mail:rajsaubhag@yahoo.com શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ – પ્રકાશક - પ્રકાશન સમિતિ સાયલા સંસ્થાની પ્રથમ આવૃત્તિ : સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨ પ્રત : ૧૦૦૦ ܀ * પ્રાપ્તિ સ્થાન અમદાવાદ જયેશભાઈ જે. શાહ શીવા એન્ટરપ્રાઈઝ ૨૫, એવરેસ્ટ ટાવર, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોન : ૯૧-૦૭૯-૨૭૪૭૫૧૧૧ ટિલી-ફેક્સ : ૯૧-૦૭૯-૨૭૪૮૩૪૩૬ ફોન : ૯૧-૦૨૨-૨૨૮૧૩૬૧૮/૧૯ E-mail: shivaenterprise@yahoo.com શાહ * મુંબઈ * વિનાયક કે. ૨૨, શાંતિનિકેતન, ૩જા માળે, For Personal & Private Use Only ૯૫-એ, મરીન ડ્રાઈવ, મુંબઈ-૪૦૦૦૦૨, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન || ૐ શ્રી વીતરાગ સર્વજ્ઞાય નમઃ | અનંત ઉપકારી શ્રીવીતરાગ સર્વજ્ઞ પ્રભુ કથિત અધ્યાત્મ-યોગ-ધ્યાન-ધર્મ સાથનાના પવિત્ર પંથે પુરુષાર્થ કરી અનેક ભવ્યાત્માઓ પુણ્યાત્મા બની સમ્યગ્દર્શનાદિ સામગ્રીને મેળવી, એના પ્રકાશમાં સમ્યક્રચારિત્રને આરાધવા દ્વારા મહાત્મા પદને સાર્થક કરી સર્વકર્મમલને દૂર કરી આત્માની પરમવિશુદ્ધિ એવી સ્વરૂપદશા એટલે જ પરમાત્મા પદને પ્રાપ્ત કરનારા બન્યા છે, બને છે અને ભવિષ્યમાં પણ બનશે. એવા અધિકારી મહાપુરુષોએ શ્રુતસાગરનો પરમાર્થ પામી, ગુરુવર્યોની પરંપરાથી મળેલા આમ્નાયોને આત્મસાત્ કરી એ બેયના આધારે કરેલી આત્મસંવેદનાના આધારે હસ્તગત થયેલ તત્ત્વને પરમકરુણાભાવથી પ્રેરાઈ ભવ્યાત્માઓના હિત કાજે પ્રકાશન કર્યું છે. પરમાત્માની આજ્ઞાના પ્રતિબિંબરૂપ આ તત્ત્વ જ આગમાદિ ધર્મશાસ્ત્રોમાં સંગૃહીત થયેલું છે અને સુવિહિત સૂરિશેખરોએ એ વચનોનાં રહસ્યો ભાષ્ય, ચૂર્ણ, નિયુક્તિ અને ટીકાગ્રંથોના માધ્યમે આપણા સુધી પહોંચાડીને આપણા ઉપાદાન (આત્મદ્રવ્ય)ની શુદ્ધિનું પરમ નિમિત્ત આપ્યું છે. એ મહાપુરુષોનો એ ઉપકાર જેમ અવિસ્મરણીય છે તેમ એ વચનોને નિર્ભેળ અને નિર્મળરૂપે પ્રાપ્ત કરનાર આપણું સૌભાગ્ય પણ સમાતીત છે. જ્ઞાની ભગવંતોએ ષોડશક અને જ્ઞાનસાર જેવા મહાગ્રંથોમાં ખરે જ કહ્યું છે કે – “પરમાત્માના આગમાદિ શાસ્ત્રોને અનુસરનાર ખુદ પરમાત્માનું અનુસરણ કરે છે; અને આ રીતે કરનારને સઘળી સંપત્તિઓ આત્મસાત્ થાય છે.” જ્ઞાનસાર તો આગળ વધીને ત્યાં સુધી લાલબત્તી બતાવે છે કે - “અધ્યાત્મની અગોચર (નહિ દેખાતી-નહિ જોયેલી) કેડી ઉપર જે આત્માઓ શાસ્ત્રરૂપી દીપક (મશાલ-ટૉર્ચ) લીધા વિના દોડવા જાય છે, તે ડગલેને પગલે ઠોકર ખાઈ પડે છે અને પરમખેદ (થાક)ને અનુભવે છે.” જૈન શાસનના ઇતિહાસમાં ઘણા ઘણા શ્રતધરો થયા છે, જેમણે પોતાના વિશિષ્ટ શ્રુતજ્ઞાનના પ્રકાશથી હજારો-લાખોને તાર્યા છે. આમ છતાં ત્રણ મહાપુરુષોનાં નામ-કામ વિશેષ સ્મરણીય બને છે. ૧. સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા. ૨. કલિકાસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ૩. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી ગણિવર્ય. અહીં “અધ્યાત્મ ઉપનિષદ્' નામના અદ્ભત રહસ્યમય ગ્રંથના અધ્યયન-અધ્યાપનાદિ દ્વારા આપણા આધ્યાત્મિક ઉત્થાનને સાધવાનો અવસર હોઈ એ ગ્રંથના રચયિતા મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મહારાજાનું સ્મરણ સામયિક ગણાશે. પૂર્વપુરુષોએ એઓશ્રી માટે ‘લઘુહરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્રાચાર્ય, શ્રુતકેવલી સ્મારક, મૂછલી સરસ્વતી' જેવાં બિરૂદો આપે છે એ જ તેઓશ્રીની જ્યોતિર્ધરતાનો પૂર્ણ પરિચય આપે છે. વર્તમાન જૈન જગતના જાણીતા અને માણીતા પ્રવચનકારશ્રી, અનેક આગમિક અને શાસ્ત્રીય ગ્રંથોના સંશોધક, સંપાદક, અનુવાદક તેમજ વિવેચક પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે વિવેચના પ્રાપ્ત અધ્યાત્મઉપનિષદ્ ગ્રંથરત્નની આપણને સુપ્રાપ્તિ થઈ છે તે આપણો પુણ્યોદય છે તો વળી એ મહાગ્રંથના પ્રકાશનનો પણ મહલ્લાભ આપણને સંપ્રાપ્ત થતો હોઈ આપણો એ પુણ્યોદય પણ સાગરના મોજાની જેમ ભરતીને પામ્યો છે. શ્રીરાજસોભાગ સત્સંગ મંડલ-સાયલા અને મંડળ-આશ્રમના સ્વાધ્યાયીઓ આનાથી જરૂરી ઊંચી પ્રેરણા મેળવશે તદુપરાંત સમસ્ત જૈન સંઘ પણ આનાથી લાભાન્વિત થશે-એ ગૌરવની વાત છે. શ્રીરાજસોભાગ આશ્રમના મોભી વડીલજી પૂજ્ય બાપુજીના નામે સુપ્રસિદ્ધ “શ્રી લાડકચંદ માણેકચંદ વોરા'એ અમને સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા જગતની પૌલિક માયા જાળને કાપી અનંતશક્તિમય આત્મામાં ઠરી આત્માને પરમાત્મા બનાવવાનું જે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો માર્ગદર્શન આપેલું તેઓશ્રીના તે ઉપકારની સ્મૃતિમાં અમો ‘અધ્યાત્મઉપનિષદ્ ભાવાનુવાદ ગ્રંથરત્નનું તેઓશ્રીને હાર્દિક સમર્પણ કરીએ છીએ. આશ્રમના મૂળ પ્રેરણાસ્રોત શ્રીમદ્ રાજચંદ્રજીનાં પદો અને પદ્યો પત્રો અને પ્રેરકવચનોને માધ્યમ બનાવીને પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદભાઈએ આશ્રમના શરણે આવતા મુમુક્ષુઓને અર્થકામની પળોજણ ઘટાડી મુક્તિસાધક ધર્મપુરુષાર્થ કરવાનો રાહ બતાવ્યો હતો. સુસમર્થ જૈનાચાર્યોના યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ અને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષદ્ જેવા અનેક શાસ્ત્રોનો સ્વયં અભ્યાસ કરી એનાં રહસ્યો અન્ય મુમુક્ષુઓને પીરસી તેઓશ્રીએ મહાન ઉપકાર કર્યો હતો. મહામહોપાધ્યાય પૂ.શ્રી યશોવિજયજી મહારાજાનાં ટંકશાલી શાસ્ત્રવનચનોથી તેઓશ્રીનું હૈયું નિર્વેદ અને સંવેગભાવથી છલોછલ થતું હતું. એ મહાપુરુષ પ્રત્યે તેઓશ્રી ગદ્ગદ્ભાવે સમર્પણના ભાવો અભિવ્યક્ત કરતા હતા. પૂ.બાપુજી લાડકચંદભાઈને એઓશ્રીની યુવાનવયે પૂ. છોટાભાઈ દેસાઈથી ઘણું જ્ઞાન સાંપડ્યું હતું. તો વળી પૂ. સાગરજી મહારાજના સમુદાયના વિદ્વાન ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી. માણેક્સસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ.મહોપાધ્યાયશ્રીજીના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરી એના પરમાર્થો સમજ્યા હતા. એના જ પરિણામે શ્રીરાજસોભાગ આશ્રમમાં ચાલતાં પ્રતિદિન ત્રિકાળ સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં પૂ.બાપુજીએ અત્યંત બહુમાન ભાવ સાથે પૂ. મહોપાધ્યાયજીના ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો-કરાવ્યો છે. ગ્રંથવાચન પૂર્વે ગ્રંથ-ગ્રંથકારશ્રીને ત્રિકરણ નમસ્કાર કરતા અને ગ્રંથનો પાઠ પત્યે સમર્પણભાવે કૃતજ્ઞતા-જ્ઞાપન કરતા. યોગિરાજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજા સાથે પૂ. મહોપાધ્યાયશ્રીજીનો પારમાર્થિક સહવાસ થયાની ઘટના, અષ્ટપદી વગેરેના સ્મરણ-વિવેચને તેઓશ્રીના કોઠે કોઠે દીવડા પ્રગટતા હતા. આ શ્રુતપ્રેમથી જ પ્રેરાઈને તેઓશ્રીએ એ જ આચાર્ય ભગવંતની નિશ્રામાં અનેક લહીયાઓને બેસાડીને શ્રુતલેખન દ્વારા અનેક ગ્રંથોની પ્રતિલિપિઓ કરાવી હતી. . એ સમયે પૂ. મહોપાધ્યાયજીના ગ્રંથો ઉપર સરળ ગુજરાતીમાં ખાસ વિવેચનો કે વિવરણો ઉપલબ્ધ ન હતાં, તેથી પૂ.બાપુજીને વિચાર થતો કે અધિકારી વિદ્વાન બહુશ્રુત મુનિવરો પાસે આવા ગ્રંથો પર વિવરણો લખાવવાં, જેથી આશ્રમવાસીઓને સસ્પંથનો પ્રેરકમાર્ગ અલ્પપ્રયાસ પણ ઉપલબ્ધ થઈ શકે. વિક્રમની ૨૦૪૩મી સાથે ફાગણ સુદ-૩ના બીજી માર્ચ ૧૯૮૭ના રોજ સાયલાના આશ્રમમાં શિખરબંધી જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીજીની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ હતી. એના એકાદ વર્ષ પૂર્વે પૂ.આ.શ્રી. શ્રી ધર્મસૂરિજી મહારાજના સમુદાયના સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી. વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. બાપુજીએ અધ્યાત્મઉપનિષ ગ્રંથરત્નના ગુજરાતી વિવરણ માટેનું માર્ગદર્શન માગતાં તેઓશ્રીએ વર્તમાનકાલીન પરમગીતાર્થ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામની ભલામણ કરી. પૂ.બાપુજીએ તરત જ પોતાના સ્વાધ્યાયાદિ સત્રવૃત્તિના વારસદાર ગણાતા પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારીને ખંભાત મોકલી પૂ. ગચ્છાધિરાજ શ્રીજીને વિધિવત્ વિનંતિ કરી. પરમકરુણાનિધાન તેઓશ્રીમદે એ જ અવસરે પોતાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂ. મુનિપ્રવર શ્રી ગુણયશવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.મુનિપ્રવર શ્રી કીર્તિયશવિજયજી (હાલ આચાર્યશ્રી) મહારાજને બોલાવી “અધ્યાત્મઉપનિષદ્' મહાગ્રંથનું વિવરણ લખવાની આજ્ઞા કરી. પૂ. મુનિવરે પણ એ આજ્ઞાને શિરસાવંદ્ય કરી. ગહનમાં ગહન વિષયને સરળમાં સરળ શૈલીમાં પ્રસ્તુત કરી જિજ્ઞાસુજનોના ગળે ઊતારી દેવાની વિરલ સિદ્ધિને ધરાવતા પૂ.મુનિરાજશ્રીએ કાર્ય પ્રારંવ્યું, પરંતુ ..... શાસન આરાધના-પ્રભાવના-સુરક્ષાનાં કાર્યોની હારમાળા, અનેક અન્ય ગ્રંથાદિના ચાલુ સંશોધન-સંપાદનાદિ કાર્યોની વ્યસ્તતાના કારણે આ ગ્રંથ પરિપૂર્ણ થતાં વર્ષોનાં વહાણાં વીતવા પામ્યાં છે. આમ છતાં ‘દેર આયે દુરુસ્ત આયે' એ ન્યાયથી અમારા સૌભાગ્યના વર્ધાનરૂપે હવે આ મહાગ્રંથ વિશદ ગુજરાતી વિવરણ-વિશિષ્ટ વિવેચન સાથે સમુપલબ્ધ થઈ રહ્યો છે. તે અત્યંત આનંદની વાત છે. આ મહાગ્રંથમાં વર્ણવેલ શાસ્ત્રયોગના સહારે જ્ઞાનયોગને પામી, એના સુદઢ પાયા ઉપર ઉત્તમ ક્રિયાયોગને આત્મસાત્ કરી શીધ્ર મુક્તિદાયી એવા સામ્યયોગને આપણે સહુ આત્મસાત્ કરનારા બનીએ એવા આશીર્વાદ પરમારાધ્ધપાદ દેવ-ગુરુ પાસે માંગીએ છીએ. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ 'httitutiotification in Hind i જેઓશ્રીમદની મહાકરણાના ઝરણારૂપે શ્રીસંઘને અધ્યાત્મ-ઉપનિષદ નામના મહાન ગ્રંથરત્નની ભેટ સાંપડી છે, તે પરમપૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યોગ-અધ્યાત્મવિદ્યાના પારગામી 'મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજા For Personal & Private Use Only EliET -1 | Page #7 -------------------------------------------------------------------------- ________________ મunuLLLLLLLLLLLLLLLL LLLL LLLLLLL તે છે કે Hit is in iti fittછે. * લે છે કે જો L જેઓશ્રીમદની પાવન આજ્ઞા અને પરમ અનુગ્રહથી આ મહાન ગ્રંથરત્નની વિવેચનાનું કાર્ય સાકાર બન્યું છે, તે શાસન શિરતાજ વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેમની વિશિષ્ટ પરમાર્થ પ્રજ્ઞાના સહારે આ શાસ્ત્ર-ગ્રંથનું અવલોકન કરશું તેવા તત્ત્વબોધક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહાાજ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ALMACERALAR LLLLLLLLLLLLLLLLLLL L જ્ઞાનદાતાસદગુરુદેવશ્રી પરમ પૂજ્ય બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) પરમ ઉપકારી જ્ઞાનદાતા સગુરુદેવશ્રી પરમ પૂજ્ય બાપુજીને સાદર અર્પણ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ લંડન નિવાસી શ્રી જયસુખભાઈ શાંતિલાલ મહેતા અને તેમના ધર્માનુરાગી સુશ્રાવિકા શ્રીમતી ઇલાબહેને પિતાશ્રી શાંતિલાલ મનસુખલાલ મહેતાની ૫૧મી પુણ્યતિથિ તથા માતુશ્રી ચંચળબા શાંતિલાલ મહેતાની ૧૩મી પુણ્યતિથિએ તેઓશ્રીના આત્મશ્રેયાર્થે તેમજ શ્રી હરજીવનદાસ કલ્યાણજી શાહ તથા તેમના ધર્મપત્ની સુશ્રાવિકા નિરંજનાબેને માતુશ્રી મણિબેન કલ્યાણજી ટોકરશી શાહના આત્મશ્રેયાર્થે શ્રુતપ્રભાવક એવા આ મહાન ગ્રંથરત્નના પ્રકાશનનો આર્થિક લાભ મેળવી સ્વધનને સાર્થક બનાવી અનેકોને ભવ તરવાની ઉત્તમ તક આપી છે તે બદલ અમો તેમની અનુમોદના કરીએ છીએ. આ શાસ્ત્રગ્રંથના સર્જન, સંરક્ષણ, સંશોધન, સંપાદન, વિવરણ અને પ્રકાશનાદિ કાર્યોમાં જે પણ પુણ્યાત્મા - મહાત્માઓનું યોગદાન છે તે સર્વેના ઋણને અમો મસ્તકે ચડાવીએ છીએ. પ્રાંતે એક જ સદ્ભાવના ભાવીએ છીએ કે - અનંત દુ:ખમય આ સંસાર ચક્રથી છોડાવી અનંત સુખમય મોક્ષે પહોંચાડનાર જૈનશાસનની રત્નત્રયીને સૌ કોઈ આ અને આવા ટંકશાળી ગ્રંથરત્નોના સ્વાધ્યાય, સદુહણા અને સસ્વીકારાદિ દ્વારા પામી પરઘર-પદ્રવ્ય-પરરૂપાદિમાં રમતા નિજ આતમરામને સ્વધર-સ્વદ્રવ્ય-સ્વરૂપમાં રમમાણ કરનારા બને એ જ શુભકામના. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 5 ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. વિષયાનુક્રમ વિષય જ્ઞાનયોગની આવશ્યકતા તથા સ્વરૂપ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા જ્ઞાનયોગીની અંતર્મુખતા સાધક અને સિદ્ધયોગીનો ભેદ જ્ઞાનયોગીને પારમાર્થિક સુખ ભેદજ્ઞાન તે જ ઉત્તમન્નાન ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા અનુભવદશાનું સ્વરૂપ અનુભવજ્ઞાનનું સામર્થ્ય સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી જ્ઞાનયોગીની ષ્ટિએ પરમાત્મા કર્મના ફળનો આત્મામાં ઉપચાર જ્ઞાનયોગીની નિર્લેપતા જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા જ્ઞાનયોગીની દ્રષ્ટિએ જગત નયષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ નિશ્ચયનો ઉપદેશ કોના માટે માથાથી માયાનો નાશ જ્ઞાનયોગનું ફળ For Personal & Private Use Only અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો શ્લોક નં. ૧ ૨ ૩ થી ૫ ૬ થી ૮ ૯-૧૦ ૧૧ થી ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ થી ૨૦ ૨૧ થી ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ થી ૨૯ ૩૦ થી ૩૨ ૩૩ થી ૩૭ ૩૮ - ૩૯ ४० ૪૧ થી ૪૫ ૪૬ - ૪૭ ૪૮ થી ૫૧ પર થી પટ ૫ થી ૩૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-ઉપનિષદ્ ભાગ બીજે ૨-જ્ઞાનયોગશુદ્ધિ-અધિકાર For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः । પ્રતીયતે ચંદ્રશ્નાં તહેવ જ્ઞાનમુતમમ //// ચૈતન્યસ્વરૂપે આત્મા સર્વ પદાર્થોથી જુદો છે એવું જે સતત પ્રતીત થાય છે, તે જ ઉત્તમજ્ઞાન છે. स्फुटमपरमभावे नैगमस्तारतम्यं, प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं चिच्चमत्कारसारं, सकलनयविशुद्धं चित्तमेकं प्रमाणम् ।।६१।। નગમનય અપરમભાવમાં સ્પષ્ટ તરતમતાને ભલે કહે, પરંતુ જ્ઞાનયોગી તેટલા માત્રથી ખુશ થતા નથી, કેમ કે તેઓને તો જેણે પરમભાવનો અનુભવ કર્યો છે, ચૈતન્યનો એટલે કે જ્ઞાનનો ચમત્કાર જેમાં પ્રધાન છે અને સકળ નયોથી જે વિશુદ્ધ છે તે ચિત્ત જ એક માત્ર પ્રમાણ છે, માન્ય છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષ ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પ્રવેશ પાસમાં જિમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો; જ્ઞાનમાંહિ ‘અનુભવ’તિમ જાણો, તે વિણ જ્ઞાનતે જૂઠો રે. - શ્રીપાળરાસ શાસ્ત્રનો બોધ અને જ્ઞાનનો યોગ : આ બન્નેમાં ફરક છે- એવું પણ ઘણા લોકો જાણતા નથી, તેથી તેમને તો શાસ્ત્રનું અધ્યયન કરવું એટલે જ જ્ઞાનની સાધના કરવી એવું લાગે છે. વિરલ પ્રતિભાના સ્વામી મહામહોપાધ્યાયજીએ આ ગ્રંથમાં શાસ્ત્ર અધ્યયન અને જ્ઞાનનો ભેદ દર્શાવી સાધક જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. આ વિવેકને નહિ સમજનાર સાધક ઘણું બધું કરવા છતાં પણ અનુભૂતિના સ્તરથી દૂર રહી જાય છે. શાસ્ત્રનું જ્ઞાન સ્વભાવદશા ભણી જવાનો ઈશારો કરે તેવું દિશા સૂચક છે, તો જ્ઞાનયોગ તે સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સાધકનો સાથ ન છોડે તેવો ભોમિયો છે. શાસ્ત્રબોધ માટે બુદ્ધિની સૂક્ષ્મતા જરૂરી છે, તો જ્ઞાનયોગ માટે બુદ્ધિની નિર્મળતા આવશ્યક છે. એકમાં દર્શન મોહનીયના ક્ષયોપશમથી સંવલિત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કારણભૂત છે, તો બીજામાં ચારિત્રમોહનીયન ક્ષયોપશમથી સંવલિત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નિમિત્તભૂત બને છે. આમ છતાં બન્ને વચ્ચે પ્રગાઢ સંબંધ છે. પ્રદીપ અને પ્રકાશની જેમ એક કારણ છે, તો બીજું તેનું કાર્ય છે અને આ કાર્ય-કારણ સંબંધ જોડનાર કડી એટલે જ સાધનાચારિત્રયોગની આરાધના. જ્ઞાનયોગ એટલે “અનુભવજ્ઞાન.' આત્મસ્વરૂપની બૌદ્ધિક માહિતી નહીં, પરંતુ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન. આવો જ્ઞાનયોગ જ્યારે દેહાધ્યાસ ટળે, “શરીર તે જ હું' એવો ભ્રમ ભાંગે, કર્મકૃત સર્વ ભાવોમાં મારાપણાની બુદ્ધિ દૂર થાય અને સ્વરૂપનું અનુસંધાન ચાલું થાય અર્થાત્ આત્માની આંશિક પણ અનુભૂતિ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. આ અનુભવજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ જ્ઞાન કહ્યું છે. તર્ક, યુક્તિ, આગમ વગેરેથી આત્માની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ, ગોખીએ કે આત્માની વાતો કરીએ તોપણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે ન જુવે, ન સંવેદે, ન અનુભવે, આત્મિક આનંદ ન માણે, ત્યાં સુધી આત્મજ્ઞાન આપતાં શાસ્ત્રનો બોધ અધૂરો છે. આ હૃદયસ્પર્શી અધિકાર, તે અધૂરાશને દૂર કરવાની તલપ જગાડે તેવો છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આત્મિક શુદ્ધિનો વિકાસપથ દર્શાવતા આ ગ્રંથના પ્રથમ અધિકારમાં શાસ્ત્રયોગશુદ્ધિ દર્શાવી. અનાદિકાળથી સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરવાની વૃત્તિનો ત્યાગ કરી, “મારે દરેક પ્રવૃત્તિ શાસ્ત્ર પ્રમાણે જ કરવી છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કરવી છે” આવા પ્રકારના શ્રદ્ધાગર્ભિત નિર્ણયથી થતી આત્મિક શુદ્ધિ તે “શાસ્ત્રયોગશુદ્ધિ” છે. આવી વૃત્તિથી શાસ્ત્રાનુસારે ઉચિત પ્રવૃત્તિઓ કરતાં એટલે કે ચારિત્રયોગની આરાધના કરતાં સાધક કાંઈક સૂક્ષ્મ તત્ત્વનો અનુભવ કરે છે. ઉપશમ ભાવના સુખને માણે છે. સુખકર આત્મિક ભાવોનો આ આંશિક અનુભવ તે જ અનુભવજ્ઞાન છે. શ્રુતજ્ઞાન તેમાં દિશાસૂચક ચોક્કસ છે, પણ મુખ્યતયા આ જ્ઞાનયોગની પ્રાપ્તિમાં ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રગટેલી આત્મીક અનુભૂતિ પૂર્વકનો મતિજ્ઞાનનો ક્ષયોપશમ કામ કરે છે. જ્ઞાનયોગની શરૂઆત ક્યાંથી ? આનો જવાબ નય સાપેક્ષ રીતે જ આપી શકાય. કેમ કે, વિધવિધ નયની અપેક્ષાએ જ્ઞાનયોગનો પ્રારંભ અલગ અલગ ગુણસ્થાનકથી થતો હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ વિચારીએ તો, જ્યારે અતીન્દ્રિય આત્માના સામાન્યબોધપૂર્વક તેના સ્વરૂપની વિશેષ જિજ્ઞાસા થાય ત્યારે જ્ઞાનયોગનો પ્રારંભ થાય. આ જિજ્ઞાસા અપુનબંધક કક્ષામાં આવેલા જીવને પહેલી યોગદૃષ્ટિ પ્રાપ્ત થતાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞાઓના શમન અને કષાયોના વમનથી ચિત્તમાં જે નિર્વિકાર આલાદ પ્રાપ્ત થાય છે અને જે ઉપશમ ભાવનો આનંદ અનુભવાય, તેને વ્યવહારનયથી જ્ઞાનયોગની શરૂઆત કહેવાય છે. જ્યારે નિશ્ચયનયથી તો મુનિભાવ પ્રગટ થયા પછી જ રત્નત્રયી આંશિક લોલીભૂત પરિણામરૂપ જ્ઞાનયોગ આવે છે. આ રીતે જુદી જુદી ભૂમિકામાં પ્રારંભાયેલ જ્ઞાનયોગની પરાકાષ્ઠા પ્રાભિજ્ઞાનમાં છે, તો વળી સ્વયં કેવળજ્ઞાન પણ નિર્ટન્દ્ર અનુભવ જ છે. આમ, અનુભવજ્ઞાન તરતમતાના ભેદથી અનેક પ્રકારનું હોય છે. તેથી જ આ અધિકારમાં જુદા જુદા કથનો દ્વારા જુદી જુદી ભૂમિકાનો અનુભવીનું વર્ણન કરેલ છે. તે વર્ણન ઉત્તરોત્તર વૃદ્ધિ આદિના ક્રમવાળું નથી, તો પણ સર્વ અવસ્થાને સાંકળી લે તેવું તો ચોક્કસ છે. શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ શબ્દોની મર્યાદામાં રહીને શબ્દાતીત એવા “અનુભવ”નો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રથમ બે શ્લોકમાં જ્ઞાનયોગની ઉપયોગિતા અને તેના વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યુ છે. અહીં પ્રાતિજજ્ઞાનને જ અનુભવજ્ઞાનરૂપે ગ્રહણ કરેલ છે. તે શ્રેષ્ઠ જ્ઞાનયોગ છે અને તેના દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રુતજ્ઞાન કરતાં અનુભવજ્ઞાન વધુ જરૂરી છે, એવું ત્રીજાથી પાંચમા શ્લોકમાં જણાવ્યું છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશિકા. આગળ છઠ્ઠાથી આઠમા શ્લોક સુધી જ્ઞાનયોગવાળા મુનિનું માનસ કેવું હોય તે બતાવીને નવમા અને દશમા શ્લોકમાં સાધક કક્ષાના જ્ઞાનયોગી અને સિદ્ધકક્ષાના જ્ઞાનયોગી વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. તેમાં છટ્ટી શ્લોકમાં આત્મજ્ઞાનમાં મન મુનિને પરમ ઉદાસીનતાના અનુભવસ્વરૂ૫ અનુભવજ્ઞાન બતાવ્યું છે. પુનઃ અગીયારમાથી ચૌદમા શ્લોક સુધી જ્ઞાનયોગીના અંતરંગ સુખને પ્રદર્શિત કર્યું છે. અહીં તેરમા શ્લોકમાં જે અનુભવ દર્શાવ્યો છે તે પણ પરમ ઉદાસીનતાના અનુભવસ્વરૂપ જ છે, છતાં આ અનુભવો પ્રાતિજજ્ઞાનની પૂર્વભૂમિકાના છે. પંદરમા શ્લોકમાં ઉત્તમ જ્ઞાનનું સ્વરૂપ જણાવી ભેદજ્ઞાનની પ્રતીતિ સ્વરૂપ અનુભવ જણાવ્યો છે. જ્ઞાનની સાધના કરવા ઇચ્છતા દરેક સાધક માટે આ શ્લોક અતિ મહત્ત્વનો છે; કેમકે દરેક પ્રકારની સાધના કરતાં સાધકે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. સોળમા અને સત્તરમા શ્લોકમાં પ્રાતિજ્ઞાન પૂર્વના બે અનુભવો સવિકલ્પસમાધિ અને નિર્વિકલ્પ સમાધિને ભેદજ્ઞાન કે ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા સ્વરૂપે રજૂ કર્યા છે. આ ઉત્તમજ્ઞાનનો વિષય - શુદ્ધબ્રહ્મ છે. તેનું સામાન્ય વર્ણન અઢારથી વીસમા શ્લોકમાં છે. જોકે અહીં તેનું સામાન્ય વર્ણન કરેલ હોવા છતાં વાસ્તવમાં “શુદ્ધબ્રહ્મ” અવર્ણનીય છે તેમ કહી પુનઃ એ જ જણાવ્યું છે કે “આત્મા અનુભવનો વિષય છે, શબ્દનો નહિ. આત્માનો અનુભવ તો કષાયથી સંપૂર્ણ અલિપ્ત એવા વિશુદ્ધ અનુભવથી જ થઈ શકે, તેથી એકવીસમાથી ત્રેવીસમા શ્લોક સુધી શાસ્ત્રની તે વિષયમાં અસમર્થતા છે તે વાતને દોહરાવી છે, સાથે જ આત્માનુભવ તો તુર્ય દશામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિથી જ થાય છે તેમ ચોવીસમા શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે. તેમાં એકવીસમા શ્લોકમાં અતીન્દ્રિય આત્માને પામવાના ઉપાયસ્વરૂપે વિશુદ્ધ અનુભવને ગ્રહણ કર્યો છે. આ અનુભવ મધ્યસ્થભાવસ્વરૂપ છે. જે શાસ્ત્રયોગશુદ્ધિ સાથે પણ સંકળાયેલ છે; કેમકે માધ્યચ્ય વિના શાસ્ત્રના તત્ત્વને પામી શકાતું નથી. જ્યારે મિથ્યાત્વ ટળે ત્યારે જ મધ્યસ્થભાવ પ્રાપ્ત થાય છે. વળી બાવીસમા શ્લોકમાં શાસ્ત્રનો રસાસ્વાદ જેનાથી કરી શકાય તે અનુભવ દર્શાવ્યો છે. આ અનુભવ, શાસ્ત્ર અધ્યયન અને ઉચિત આચરણાઓથી પ્રાપ્ત થતી જીવની એક વિશેષ પ્રકારની ચારિત્રની શુદ્ધિસ્વરૂપ છે. જ્યારે ચોવીસમા શ્લોકમાં તો કેવળજ્ઞાનને જ નિર્દન્દ્ર અનુભવસ્વરૂપે સ્વીકાર્યું છે. અનુભવની વાતો સાંભળી મુગ્ધ જીવ શાસ્ત્રાભ્યાસની ઉપેક્ષા કરનાર ન બને તે માટે પચીસમા શ્લોકમાં શાસ્ત્રનો રસાસ્વાદ કરાવનાર અનુભવ જ સ્વસંવેદ્ય એવા પરમબ્રહ્મની પ્રાપ્તિમાં કારણ બને છે તેમ જણાવ્યું છે. આ જ શ્લોકમાં ગ્રન્થકારશ્રીએ અનુમવૈ: શબ્દ વાપરી જણાવ્યું છે કે, શાસ્ત્રનો બોધ કરાવે તેવા અનુભવથી માંડીને કેવળજ્ઞાન સ્વરૂપ નિર્દન્દ્ર અનુભવની વચ્ચે સાધક અનેક અનુભવો પ્રાપ્ત કરે છે. અનુભવજ્ઞાનીની ચિત્તવૃત્તિ કેવી હોય તે છવીસમા શ્લોકમાં દર્શાવી છે. ત્યાં શુદ્ધનયના ઉપયોગને અનુભવ સ્વરૂપે ગ્રહણ કર્યો છે. પુન: અનુભવ કે શુદ્ધનયની દષ્ટિના વિષયભૂત પરમાત્માનું સ્વરૂપ એકત્રીસમા શ્લોક સુધી દર્શાવ્યું છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ત્યારપછી પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા જ્ઞાનયોગી કર્મ, શરીર અને સંસારથી ઘેરાયેલા હોવા છતાં કેવી રીતે નિર્લેપ રહી શકે છે, તે બત્રીસમાથી સાડત્રીસમા શ્લોક સુધી રજૂ કરી, આડત્રીસમા શ્લોકમાં નિર્લેપ જ્ઞાનયોગીને ક્રિયા કરવાની જરૂર કેમ છે તે જણાવ્યું છે અને તે જ સંદર્ભમાં ઓગણચાલીસમાં શ્લોકમાં ક્રિયા કરનાર યોગી કરતાં જ્ઞાનયોગીની મહત્તાનો અનુભવસ્વરૂપે જે ઉદાસીનતાના પરિણામનો ઉલ્લેખ છે, તે પ્રાય: છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા ગૃહસ્થ કે મુનિને જ સંભવે છે. બીજા શ્લોકોમાં નિર્લેપજ્ઞાનની મગ્નતાને અનુભવસ્વરૂપે પ્રદર્શિત કર્યો છે, તો છેલ્લા શ્લોકમાં ભાવનાજ્ઞાનને પણ જ્ઞાનયોગસ્વરૂપે બિરદાવ્યું છે. ભાવનાજ્ઞાનસંપન્ન આત્મા જગતને કઈ રીતે જુવે છે, તે ચાળીસથી તેતાલીસમાં શ્લોક સુધી દેખાડવામાં આવ્યું છે. અહીં પણ ભાવના જ્ઞાનના ઉપયોગને જ અનુભવસ્વરૂપે માન્યું છે. નિર્વિકલ્પઉપયોગરૂપ અનુભવજ્ઞાનમાં અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપે જ દેખાય છે, કેમકે ત્યાં શુદ્ધ દ્રવ્યનો ઉપયોગ વર્તતો હોય છે. આવું જણાવતાં શંકા થાય કે સ્યાદ્વાદની દૃષ્ટિથી વિચાર કરતાં તો અદ્વૈત બ્રહ્મ જ અસંગત ઠરે. આવી શંકાનું નિવારણ ચુંમાળીસ અને પિસ્તાળીસમા શ્લોકમાં કર્યું છે. અનુભવજ્ઞાનનો આસ્વાદ માણ્યા વગર તેને સમજાવવું કપરું છે, તેથી છેતાળીશ અને સુડતાળીસમા શ્લોકમાં અનુભવજ્ઞાનને સ્વીકારવાની યુક્તિઓ આપી છે. આમ શરૂઆતથી અત્યાર સુધી પ્રાતિજજ્ઞાન, પરમ ઉદાસીનતા, સવિકલ્પનિર્વિકલ્પસમાધિ, ચારિત્રયોગની શુદ્ધિ, માધ્યચ્ય, શાસ્ત્રનો રસાસ્વાદ કરવાની ક્ષમતા, કેવળજ્ઞાન, છઠ્ઠી દૃષ્ટિની નિર્લેપતા, પરમાત્મસ્વરૂપમાં લીનતા, ભાવનાજ્ઞાન આદિ અનેક સ્વરૂપવાળા અનુભવોનું વર્ણન કર્યા પછી પ્રાંતે નિર્વિકલ્પજ્ઞાનની અર્થાત્ જ્ઞાનયોગની કે નિશ્ચયનયની વાતો કોને કરવી જોઈએ તે અડતાળીસથી પચાસમા શ્લોક સુધી સ્પષ્ટ કર્યું છે. શ્લોક એકાવનથી છપ્પનમાં જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે આચારોની આવશ્યકતા અને અનિવાર્યતાને દઢ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં અન્ય દર્શનકારોના તત્સંબંધી કથનોનો પણ ખૂબ સુંદર અને તર્કગમ્ય ઉપયોગ કર્યો છે. નિર્વિકલ્પસમાધિનું સ્વરૂપ, તેની ઉપયોગિતા અને તેનું ફળ; આ સર્વે ગંભીર પદાર્થોનો બોધ સત્તાવન અને અઠ્ઠાવનમા શ્લોકમાં સંક્ષેપથી આપ્યો છે. જેમાં ક્ષપકશ્રેણીવર્તી મહાત્માઓના જ્ઞાનયોગનું વર્ણન છે. જ્ઞાનયોગશુદ્ધિ અધિકારનું નિગમન કરતાં; વ્યવહાર અને નિશ્ચયનો સંબંધ, આત્મજ્ઞાન અને તેના ચિંતનનું મહત્ત્વ, જ્ઞાનયોગીનું ધ્યેય આદિનું વર્ણન શ્લોક ચોસઠ સુધી કરીને, અંતિમ શ્લોકમાં દેહાધ્યાસ ટળે ત્યારે જ્ઞાનયોગી ઉજ્વળ યશ પ્રાપ્ત કરે છે તેમ કહી “અનુભવની પ્રાપ્તિ માટેની અદમ્ય ભાવના જાગૃત કરી છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષ ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિષયાનુક્રમ શ્લોક નં. ૧- ૨ ૩ થી ૫ ૬ થી ૮ ૯-૧૦ ૧૧ થી ૧૪ ૧૫ ૧૬ - ૧૭ ૧૮ થી ૨૧ થી ૨૩ ક્રમ વિષય ૧. જ્ઞાનયોગની આવશ્યકતા તથા સ્વરૂપ ૨. શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ૩. જ્ઞાનયોગીની અંતર્મુખતા ૪. સાધક અને સિદ્ધયોગીનો ભેદ ૫. જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ ૬. ભેદજ્ઞાન તે જ ઉત્તમજ્ઞાન ૭. ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા ૮. વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ ૯. આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા ૧૦. અનુભવદશાનું સ્વરૂપ ૧૧. અનુભવજ્ઞાનનું સામર્થ્ય ૧૨. સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી ૧૩. જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા ૧૪. કર્મના ફળનો આત્મામાં ઉપચાર ૧૫. જ્ઞાનયોગીની નિર્લેપતા ૧૬. જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા ૧૭. જ્ઞાનયોગીની દૃષ્ટિએ જગત ૧૮. નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર ૧૯. અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ ૨૦. નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? ૨૧. માયાથી માયાનો નાશ ૨૨. જ્ઞાનયોગનું ફળ ૨૭ થી ૨૯ ૩૦ થી ૩૨ ૩૩ થી ૩૭ ૩૮ - ૩૯ ૪૦ ૪૧ થી ૪૫ ૪૬ – ૪૭ ૪૮ થી ૫૧ પર થી ૨૮ પ૯ થી ૬૫ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગ વચ્ચેનો ભેદ નીચેના કોઠા પરથી સહેલાઈથી સમજી શકાશે. શાસ્ત્રયોગ જ્ઞાનયોગ શાસ્ત્રનો બોધ. • સ્વભાવભૂત શુભજ્ઞાનનું પ્રગટીકરણ. • શાસ્ત્રના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. • શાસ્ત્રાનુસાર ક્રિયા અને જ્ઞાનોપાસનાથી પ્રગટ થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગનો ભોમિયો છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગમાં દિશાસૂચક છે. તેના માટે પ્રધાનપણે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. આ પ્રાપ્ત કરવા દર્શન મોહનીયના ક્ષયોપશમ સહિતનો જ્ઞાનાવરણીયનો તેના માટે પ્રધાનપણે બુદ્ધિની નિર્મળતા જોઈએ. આ પ્રાપ્ત કરવા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ ક્ષયોપશમ આવશ્યક છે. સહિતનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ આવશ્યક છે. પ્રદીપની જેમ કારણ છે. પ્રકાશની જેમ કાર્ય છે. આત્માના અસ્તિત્વનો બોધ કરાવે. આત્માનો સ્વસંવેદન રૂ૫ અનુભવ કરાવે. સુખપ્રદ આત્મિક ગુણોનો બોધ તથા તેની પ્રાપ્તિના ઉપાયોનો સૂચક છે. • શ્રુતજ્ઞાનની મુખ્યતા હોય છે. તેનાથી થતી આત્મિક શુદ્ધિ એ માન્યતાની શુદ્ધિ સ્વરૂપ છે. સુખપ્રદ આત્મિક ગુણોના આંશિક અનુભવ સ્વરૂપ છે. મતિજ્ઞાનની મુખ્યતા હોય છે. તેનાથી થતી આત્મિક શુદ્ધિ એ જ્ઞાનધારાની શુદ્ધિ સ્વરૂપ છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ऐं नमः જ્ઞાનયોગની આવશ્યક્તા તથા સ્વરૂપ ગાથા-૧-૨ અવતરણિકા : અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગ ઉપર ચાલવા પોતાની બુદ્ધિ અસમર્થ હોવાથી, સાધક જ્યારે શાસ્ત્ર પ્રત્યે તીવ્ર શ્રદ્ધા કેળવી એવો નિશ્ચય કરે છે કે, ‘આત્મહિત કરવા માટે મારે સર્વ પ્રવૃત્તિઓ શાસ્ત્ર પ્રમાણે જ કરવી જોઈએ', ત્યારે તેનામાં શાસ્ત્રયોગ પ્રગટે છે. ૫૨માત્માના વચન સાથેના શ્રદ્ધાપૂર્વકના આ જોડાણથી પ્રગટતી આત્મિક શુદ્ધિ તે શાસ્ત્રયોગશુદ્ધિ છે. આવી આંતરિક શુદ્ધિથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સાધકમાં જે ‘અનુભવજ્ઞાન' પ્રગટે છે તે જ જ્ઞાનયોગ છે, તેથી ગ્રંથકારશ્રી શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનું વર્ણન કર્યા પછી, હવે પ્રસંગોચિત તેના કાર્યરૂપ જ્ઞાનયોગશુદ્ધિ અધિકારને વર્ણવે છે શ્લોક : दिशा' दर्शितया शास्त्रैर्गच्छन्नच्छमतिः पथिं । ज्ञानयोगं प्रयुञ्जीत' तद्विशेषोपलब्धये ॥१॥ શબ્દાર્થ : ૧.શાસ્ત્ર: - શાસ્ત્રો વડે ૨/૩. શિતયા વિશા - બતાવાયેલી દિશાથી ૪/૬. થિ રચ્છન્ - માર્ગમાં ચાલતો ૬. અઘ્ધતિ: - નિર્મળબુદ્ધિવાળો (સાધક) ૭. તદ્વિશેષોવક્ત્વયે - તેની = મોક્ષમાર્ગની વિશેષ પ્રાપ્તિ માટે ૮. જ્ઞાનયોમાં - જ્ઞાનયોગનો ૧. પ્રયુન્નીત - પ્રયોગ કરે. શ્લોકાર્થ : શાસ્ત્ર બતાવેલી દિશાથી મોક્ષમાર્ગમાં ચાલતો નિર્મળબુદ્ધિવાળો સાધક મોક્ષમાર્ગની વિશેષ પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરે. ભાવાર્થ : કોઈપણ પ્રકારના કદાગ્રહ વિના આત્મકલ્યાણના માર્ગે કદમ ઊઠાવવાની કામનાવાળા સાધકને નિર્મળબુદ્ધિવાળો કહેવાય છે. આવા સાધને શાસ્ત્રાનુસારે મોક્ષમાર્ગની આરાધના કરતાં કરતાં ક્રિયાગત સૂક્ષ્મ ભાવોનું એટલે કે આત્માના શુદ્ધભાવોનું કાંઈક સંવેદન થાય છે. આ અપૂર્વ સંવેદનને અનુભવજ્ઞાન એટલે કે જ્ઞાનયોગ કહેવાય છે. પ્રાપ્ત થયેલા આ જ્ઞાનયોગનો ઉપયોગ સાધક મોક્ષમાર્ગમાં પોતે જે ભૂમિકામાં હોય તેનાથી ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરવા માટે અથવા મોક્ષમાર્ગને જ વિશેષ પ્રકારે જાણવા માટે કરે છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : જ્ઞાનયોગ એ મોક્ષમાર્ગની એક અકળ, અલૌકિક અને અનુભવગમ્ય દિશા છે. તેથી આમ જોવા જઈએ તો તેને શબ્દોમાં ઢાળી શકાય તેમ નથી, છતાં શ્રુત અને શ્રુતદેવીની ભક્તિથી અતીન્દ્રિય ભાવોને વ્યક્ત કરવાની અનેરી કુશળતા ધરાવતા પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી ભગવંતે અહીં જ્ઞાનયોગની એક અનુપ્રેક્ષાપ્રેરક ઝલક રજૂ કરી છે. આ જ્ઞાનયોગની પ્રાપ્તિ તો સાધકને આનંદિત કરી જ મૂકે પણ તેના સ્વરૂપનો બોધ પણ સાધકને આત્મિક આનંદથી ન્યાલ બનાવી દે છે. આથી જ આત્મિક આનંદ પ્રાપ્ત કરવા મથતો “અચ્છમતિ” એટલે કે નિર્મળ બુદ્ધિવાળો સાધક શાસ્ત્રના શાબ્દિક બોધથી સંતોષ ન પામતાં, શબ્દોની મર્યાદાને ઓળંગીને જ્ઞાનયોગ' પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે. આવા સાધકો કોઈપણ પ્રકારના કદાગ્રહ વગર એક માત્ર આત્મકલ્યાણની તીવ્ર કામનાવાળા હોય છે. તેથી તત્ત્વ પ્રત્યે તીવ્ર રુચિ ધરાવતા હોય છે. પૂર્વના અધિકારમાં જણાવ્યું તેમ આ સાધકો સર્વત્ર મધ્યસ્થભાવ ધારણ કરી, ઉપલબ્ધ ધર્મશાસ્ત્રોમાંથી કયા શાસ્ત્રો સર્વજ્ઞના છે તેનો નિર્ણય કરી, તે સર્વજ્ઞના વચનાનુસાર જ સર્વ ક્રિયા કરવા કૃતનિશ્ચયી બન્યા હોય છે. શાસ્ત્રમાં જે ક્રિયા, જે કાળે, જે પ્રકારે કરવાની કહી હોય તે ક્રિયાઓ તેઓ તે જ કાળે, તે જ પ્રકારે તન્મય થઈને કરતા હોય છે, આમ કરતાં તેઓની વિષયોની આસક્તિના આવેગો ઓછા થતાં જાય છે, કષાયો શાંત થતા જાય છે, ચિત્તની સ્વસ્થતા વધતી જાય છે અને આત્મા કાંઈક જુદી જ દુનિયાનો આનંદ અનુભવે છે, તેમનો આ આનંદ પ્રારંભિક કક્ષાનો હોય છે, અલ્પ હોય છે, અલ્પકાળ જ ટકવાનો હોય છે, છતાં બાહ્ય દુનિયાના આનંદ કરતાં આ આનંદ અનેરો હોય છે, તે સમયમાં અનુભવાતી આત્મિક સુખની સંવેદના પણ અલૌકિક હોય છે. વિષય, કષાયના શમનથી પ્રાપ્ત થતી આ આત્મિક આનંદની કે આ સુખની અનુભૂતિ તે જ “અનુભવજ્ઞાન” અર્થાત્ પ્રારંભિક કક્ષાનો “જ્ઞાનયોગ” છે. આ જ્ઞાનયોગ પ્રાપ્ત થતાં બાહ્ય દુનિયામાં સુખ છે તેવો ભ્રમ ટળે છે અને સ્વયં અનુભવાતી સુખની પ્રતીતિના કારણે સુખ ભીતરમાં પોતાની પાસે જ છે; તેવી શ્રદ્ધા વધુ દઢ થાય છે. આંતરિક સુખની આવી કાંઈક દિશા દેખાતાં, આત્માના અનંત સુખને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જાગે છે, તે માર્ગે વીર્ય વધુ ઉલ્લસિત થાય છે. આ માર્ગે આગળ કેમ વધવું તથા પ્રાપ્ત થયેલા ઉપશમ સુખને વિશુદ્ધ અને ચિરસ્થાયી કેવી રીતે બનાવવું, તેની આંતરસૂઝ પણ પ્રગટે છે. આ આંતરસૂઝ તે જ જ્ઞાનયોગ છે. જ્ઞાનયોગસ્વરૂપ આ સૂઝ કે અનુભવનો ક્રમશ: ઉપયોગ કરતો સાધક મોહની ભેખડો ભેદી, કષાયોની આગને ઠારી, રાગાદિના ઝેરને દૂર કરી છેક વિતરાગભાવ સુધી પહોંચી શકે છે. આમ જ્ઞાનયોગ એ આત્મોન્નતિનું એક મહત્ત્વનું સોપાન છે, તેના સહારે સાધક આગળ વધતાં સાધનાના ચરમ સોપાન સમાન આત્માની પરમ વિશુદ્ધ એવી પરમ સુખમય અવસ્થાને પામી શકે છે. //// Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગની આવશ્યક્તા તથા સ્વરૂપ ગાથા-૨ અવતરણિકા : જ્ઞાનયોગ મોક્ષમાર્ગમાં અતિ ઉપયોગી છે, તેવું જાણ્યા પછી વિચારકને સહજ જ તદ્વિષયક જિજ્ઞાસા થાય, તેથી હવે જ્ઞાનયોગની સંપૂર્ણ સુવિશુદ્ધ અવસ્થા બતાવી જ્ઞાનયોગ એટલે શું ? તે જણાવે છેશ્લોક : योगजादृष्टजनितः, स तु प्रातिभसंज्ञितः । सन्ध्येव दिनरात्रिभ्यां', केवलश्रुतयोः पृथक् ॥२॥ શબ્દાર્થ : 9. 1 - વળી ર/રૂ. ઢિનરત્રમ્યાં પૃથ - દિવસ અને રાત્રિથી ભિન્ન એવી ૪, સચ્ચેવ - સંધ્યાની જેમ ૨/૬, : વેવસ્મૃતયો: (પૃથ) - તે = જ્ઞાનયોગ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી (ભિન્ન છે,) ૭. યોગનાદનનત: - યોગજન્ય અદૃષ્ટથી ઉત્પન્ન થયેલ (અને) ૮, પ્રાતિમસંજ્ઞિત: ‘પ્રાભિજ્ઞાન' નામવાળો છે. શ્લોકાર્થ : વળી, દિવસ અને રાત્રિથી જેમ સંધ્યા જુદી છે, તેમ તે જ્ઞાનયોગ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જુદો છે, (શાસ્ત્ર)યોગથી ઉત્પન્ન થયેલા અષ્ટથી (ક્ષયોપશમથી) પેદા થયો છે અને પ્રતિભજ્ઞાન' તરીકે ઓળખાય છે. ભાવાર્થ : શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતા સાધકમાં મોહનીય આદિ કર્મોનો એક વિશેષ પ્રકારનો ક્ષયોપશમ પ્રગટે છે, જેને યોગજ-અદૃષ્ટ કહેવાય છે. તે ક્ષયોપશમથી સાધકને આત્માનો પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવા માટેનું એક વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ જ્ઞાન તે જ વિશિષ્ટ જ્ઞાનયોગ છે, જેને “પ્રાભિજ્ઞાન” કહેવાય છે. સૂર્યોદય પૂર્વેની સંધ્યા એટલે કે પ્રભાતનો સમય. આ સમયને જેમ દિવસ પણ કહેવાતો નથી અને રાત પણ કહેવાતી નથી, તેમ પ્રાતિજજ્ઞાન પણ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્નેથી જુદું છે. તે કેવળજ્ઞાનની પૂર્વ અવસ્થા છે અને છબસ્થના (શ્રત) જ્ઞાનની ઉપરની અવસ્થારૂપ છે, તેથી “પ્રાતિભજ્ઞાન' શ્રુતજ્ઞાન પણ નથી અને કેવળજ્ઞાન પણ નથી, તે તો કેવળજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વે થનારો અરુણોદય છે. વિશેષાર્થ : ભૂમિકાભેદે “અધ્યાત્મ' અલગ અલગ પ્રકારનું હોય છે, છતાં પ્રથમ અધિકારના પ્રારંભમાં ગ્રન્થકારશ્રીએ જ્યારે અધ્યાત્મનું લક્ષણ કર્યું, ત્યારે (બીજી ગાથામાં) તેમણે સૌ પ્રથમ શ્રેષ્ઠ કોટિના અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું હતું. અહીં બીજા અધિકારમાં પણ તેઓશ્રી પ્રથમ “પ્રાતિજજ્ઞાન” નામના શ્રેષ્ઠ કોટિના જ્ઞાનયોગનું સ્વરૂપ વર્ણવે છે. શાસ્ત્રયોગની શુદ્ધિ પ્રાપ્ત થતાં સાધક જ્યારે સંયમયોગોની આરાધના કરતો મોક્ષમાર્ગ ઉપર આગળ વધે છે, ત્યારે તેને વર્ણવી ન શકાય તેવા આત્મિક આનંદનો અનુભવ થાય છે. આ સાથે જ તેનામાં આગળની For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ભૂમિકાને પ્રાપ્ત કરવાની એક સૂઝ પેદા થાય છે, આ સૂઝ તે જ પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ છે, તેના સહારે પોતાની આરાધનાને દઢ અને વિશુદ્ધતર બનાવતાં સાધક જ્યારે નિર્વિકલ્પ અને નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે, ત્યારે તેનામાં ચારિત્રમોહનીયકર્મનો એક વિશિષ્ટ ક્ષયોપશમ પેદા થાય છે, જેના પરિણામે તે પ્રબળ નિમિત્તો કે નિકાચિત કર્મોથી પણ ચલિત થયા વિના ઘાતકર્મનો ક્ષય કરવા માટેનો ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવા સક્ષમ બને છે. આ ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ચારિત્રયોગથી ઉત્પન્ન થયો હોવાથી “યોગજ અદષ્ટ' કહેવાય છે. તેના આધારે સાધકમાં કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેવી બુદ્ધિવિશેષસ્વરૂપ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ પણ થાય છે, જે “યોગજ-અદષ્ટ-જનિત” ક્ષયોપશમ કહેવાય છે. યોગઅષ્ટથી ઉત્પન્ન થયેલો આ ક્ષયોપશમ એક વિશેષ પ્રકારની બુદ્ધિ = પ્રતિભાસ્વરૂપ હોવાથી તેને “પ્રાતિભજ્ઞાન કહેવાય છે. તે જ શ્રેષ્ઠ જ્ઞાનયોગ છે, જે માત્ર સ્વસંવેદનનો વિષય છે, શબ્દોનું સામર્થ્ય નથી કે તે પ્રાતિજજ્ઞાનનું સંવેદન અન્યને કરાવી શકે. આ શ્રેષ્ઠ જ્ઞાનયોગ ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગના કાળમાં ઉત્પન્ન થાય છે. જ્યારે “અનુભવજ્ઞાન' તરીકે ઓળખાતો પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ તો છટ્ટા-સાતમાં ગુણસ્થાનકમાં શાસ્ત્રયોગના કાળમાં પણ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનની ખૂબ નજીકની ક્ષણોમાં પ્રાપ્ત થતું હોવાથી પ્રાતિભજ્ઞાન કેવળજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વેની સંધ્યા (અરુણોદય) સમાન કહેવાય છે. પ્રભાતની સંધ્યામાં આકાશ પ્રકાશથી ભરાઈ ગયું હોય છે, માટે તેને રાત્રિ નથી કહેવાતી. વળી, ત્યારે આકાશમાં સૂર્યનું આગમન થયું ન હોવાથી તે સમયને દિવસ પણ નથી કહેવાતો. સંધ્યા જેમ રાત અને દિવસ બન્નેથી ભિન્ન છે, તેમ પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બન્નેથી ભિન્ન છે. શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષયોપશમના ઉત્તરકાળમાં થતું હોવાથી, શ્રુતજ્ઞાન તરીકે પણ તેનો વ્યવહાર કરાતો નથી અને ક્ષાયોપથમિક હોવાથી તેમજ સમસ્ત દ્રવ્યો તથા તેના સમસ્ત પર્યાયો આ જ્ઞાનના વિષય નહીં બનતા હોવાને કારણે, કેવળજ્ઞાન તરીકે પણ તેનો વ્યવહાર કરાતો નથી. અન્ય દર્શનમાં પણ આધ્યાત્મિક ઉન્નતિની એક ઉચ્ચતમ કલાસ્વરૂપે પ્રાતિજજ્ઞાનનો ઉલ્લેખ કરેલ છે. તેઓ તેને તારક, નિરીક્ષણ, પ્રજ્ઞાલોક વગેરે શબ્દોથી જણાવે છે. રાં 1. જુદા જુદા શાસ્ત્રોની દૃષ્ટિએ પ્રાતિભજ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય છે અને તે કેવું હોય છે તેની સમજણ પરિશિષ્ટ - ૧ માંથી મળી શકશે. 2. સામર્થ્યયોગની ક્રિયા એટલે એવા પ્રકારની ક્રિયા જે તુરંત જ મોહનો ક્ષય કરાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. શાસ્ત્રયોગની ક્રિયાઓ શાસ્ત્રના વચનાનુસાર કરાય છે; પરંતુ સામર્થ્ય યોગ શાસ્ત્ર-અતિક્રાન્ત વિષયવાળો છે. શાસ્ત્રમાં ન જણાવ્યા હોય તેવા પણ અનેક ભાવો આ યોગમાં વર્તતા યોગીને અનુભવજ્ઞાનના બળે માત્ર પોતાના સામર્થ્યથી જણાય છે. વિશિષ્ટ કોટિના આવા સામર્થ્યવાળો આ યોગ ઉત્તમ યોગ છે. 3. શાસ્ત્રવચનના અત્યંત બોધવાળો અને મોહનીયકર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ કોટિની શ્રદ્ધા જેને પ્રકટ થઈ છે, તેવો આત્મા જ્યારે પ્રમાદાદિ ભાવોનો ત્યાગ કરી, પોતાની શક્તિને અનુરૂપ શાસ્ત્રમાં જે ધર્મક્રિયા જે રીતે કરવાની કહી છે, તે ધર્મક્રિયા કોઈ પણ અંગની વિકલતા રાખ્યા વગર તે પ્રમાણે જ કરે, ત્યારે તે ક્રિયાને શાસ્ત્રયોગની ક્રિયા કહેવાય છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-૩ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-૩-૪-૫ અવતરણિકા : શ્રેષ્ઠ કક્ષાના જ્ઞાનયોગને જણાવ્યા પછી, હવે શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગ કેમ મહાન છે, તે જણાવે છેશ્લોક : पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । જ્ઞાનયોગો મુને પ્રાર્થનાવૃત્યં મુરતિ" રૂ શબ્દાર્થ : 9. હિન્દર્શનોત્તરમ્ - દિશાનું દર્શન કરાવ્યા પછી ૨. શાસ્ત્ર શાસ્ત્ર રૂ/૪. માત્ર દિ - પદમાત્ર પણ છે. નાન્વેતિ - આગળ ચાલતું નથી (જ્યારે) ૬. જ્ઞાનયોr: - જ્ઞાનયોગ ૭. વન્ય - છેક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ૮૧. મુને પ્રાર્થમ્ - મુનિનું પડખું ૧૦/૧૧. ન મુતિ - છોડતો નથી. શ્લોકાર્થ : દિશા બતાવ્યા પછી શાસ્ત્ર એક પગલું પણ આગળ ચાલતું નથી; જ્યારે જ્ઞાનયોગ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મુનિનું પડખું છોડતો નથી. ભાવાર્થ : શાસ્ત્ર મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ઉપાયો બતાવીને, આત્મિક સુખની દિશા તરફ ઇશારો કરી અટકી જાય છે એટલે શાસ્ત્ર આત્માનું સુખ કેવું છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરાય તેનું માત્ર દિશા સૂચન કરે છે; પરંતુ તેનો અનુભવ કરાવી શકતું નથી. જ્યારે જ્ઞાનયોગ તો સાધકની આંગળી પકડી આત્મિક સુખનો અનુભવ કરાવતાં કરાવતાં તેને છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. વિશેષાર્થ : અનાદિકાળથી સુખ માટે ભટકતા જીવને શાસ્ત્ર આત્મિક સુખની એક અનુપમ દિશા બતાવે છે. “સુખ બાહ્ય પદાર્થોમાં નથી, સુખ આત્મામાં જ છે. સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરવાથી તે સુખ પ્રાપ્ત થઈ શકે છે', આમ કહીને શાસ્ત્ર સુખનો માર્ગ ચીંધે છે, તોપણ શાસ્ત્ર આ માર્ગ બતાવવા ઉપરાંત આગળ કોઈ કાર્ય કરી શકતું નથી. માર્ગદર્શક સ્તંભ-માઈલસ્ટોન જેમ માર્ગે જતાં મુસાફરને ઇષ્ટનગરની દિશા અને તે કેટલું દૂર છે, તેટલું જ જણાવે છે; પરંતુ તે માઇલસ્ટોન તે મુસાફર સાથે આગળ ચાલતો નથી, સાથે ચાલવા માટે તો ભોમિયો જોઈએ, તેની જેમ શાસ્ત્ર પણ સુખની દિશા બતાવી અટકી જાય છે. સુખની દિશામાં તે આગળ સાથે ચાલતું For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નથી, પરંતુ શાસ્ત્રાધારે ચાલતાં સાધકને આંશિક પણ આત્મિક સુખનું જે વેદન કે જે અનુભવ થાય છે, તે ‘અનુભવ’ જ્ઞાન છે. આ અનુભવજ્ઞાન જ ઉત્તરોત્તર વિકાસ પામતું, શુદ્ધ-શુદ્ધતર બનતું, જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભોમિયાની જેમ સાધકની સાથેને સાથે જ રહે છે. સાથે રહેલું તે અનુભવજ્ઞાન સાધકને આગળ આગળની દિશા બતાવી, તે સ્થાને પહોંચવા કેવો પ્રયત્ન કરવો તે જણાવી, છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તે પૂર્વે તે સાધકનું પડખું છોડતો નથી. તેથી જ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની મહત્તા ઘણી વધુ અંકાઈ છે. ગા અવતરણિકા : ‘દિશા બતાવ્યા પછી શાસ્ત્ર એક પદ માત્ર પણ આગળ ચાલતું નથી' - પૂર્વ શ્લોકની તે જ વાતને વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે શ્લોક : ૧૨ શબ્દાર્થ : ૬. તત્ત્વતઃ - તત્ત્વથી ૨. શાસ્ત્ર - શાસ્ત્ર ૩/૪. બ્રહ્મળઃ રુક્ષ - બ્રહ્મનું - શુદ્ધ આત્મતત્ત્વનું લક્ષ બંધાવનાર છે. /૬/૭. T તુ વર્શ - પરંતુ દર્શક નથી ૮. વાદષ્ટાત્મતત્ત્વય - અને જેણે આત્મતત્ત્વને જોયું નથી, તેનો ૧. હૃષ્ટપ્રાન્તિઃ - દુષ્ટવિષયક ભ્રમ ૨૦/૧૧. ન નિવર્તતે - નાશ પામતો નથી. શ્લોકાર્થ : પરમાર્થથી શાસ્ત્ર શુદ્ધ આત્મતત્ત્વસ્વરૂપ બ્રહ્મનું લક્ષક છે; પરંતુ દર્શક નથી અને જેણે આત્મતત્ત્વ જોયું નથી તેનો દૃષ્ટપદાર્થવિષયક ભ્રમ નાશ પામતો નથી. ભાવાર્થ : વળગેલાં કર્મો અને ક્રોધાદિ કષાયોથી આત્મા દુ:ખી છે અને આ વળગાડ વગ૨નો શુદ્ધ આત્મા અનંત સુખમય અનંત આનંદમય છે.' શાસ્ત્રનાં આવા પ્રકારનાં વચનો સાધકમાં પોતાના આનંદમય સ્વરૂપને પામવાની એક તલપ જગાડે છે, આમ છતાં આવું ઉત્તમ લક્ષ્ય બંધાવનાર શાસ્ત્ર પણ સાધકને આત્માનું દર્શન કે આત્મિક સુખનો અનુભવ કરાવી શકતું નથી. જ્યાં સુધી આત્માનું દર્શન ન થાય કે નિરુપાધિક આત્મિક સુખનો આંશિક પણ અનુભવ ન થાય, ત્યાં સુધી મોક્ષેચ્છુ સાધકનો પણ ‘ઇન્દ્રિયોથી અનુભવાતા પદાર્થો મને સુખ આપનારા છે’ - એવો ભ્રમ નાશ પામતો નથી, તેથી સાધકે શાસ્ત્રયોગથી બાંધેલા લક્ષ્યને આંબવા અનુભવજ્ઞાનનો અવશ્ય પ્રયોગ કરવો જોઈએ. - . तत्त्वतो' ब्रह्मणः' शास्त्रं', लक्ष ''दर्शकम् । ને વાતૃષ્ટાત્મતત્ત્વય, ઇબ્રાન્તિનિવર્તત ११ || ૪ || For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-પ ૧૩ વિશેષાર્થ : શાસ્ત્ર આત્માના પરમ સુખમય શુદ્ધસ્વરૂપને પામવાનું લક્ષ્ય બંધાવે છે અને તેની પ્રાપ્તિ માટેના ઉપાયો પણ બતાવે છે. આમ છતાં, શાસ્ત્રનું એવું સામર્થ્ય નથી કે તે આત્મતત્ત્વનું દર્શન કરાવી શકે. વળી, જ્યાં સુધી આત્માના શુદ્ધ ભાવોનું થોડું પણ વેદન થતું નથી, ત્યાં સુધી ‘ઈન્દ્રિયોથી દેખાતાં કે અનુભવાતાં અમુક પદાર્થો સારા છે, અમુક ખરાબ છે, કેટલાક મને અનુકૂળ છે તો કેટલાક પ્રતિકૂળ છે, કોઈ મારા સુખનું કારણ છે તો કોઈ મારા દુ:ખનું કારણ છે', આવો અનાદિકાળનો ભ્રમ પરમાર્થથી નાશ પામતો નથી. શાસ્ત્રશ્રવણ આદિ દ્વારા સાધક જાણે છે કે, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી અનુભવાતું પૌદ્ગલિક સુખ વાસ્તવિક નથી, પણ કાલ્પનિક છે, તેમાં જે સુખનો અનુભવ થઈ રહ્યો છે તે માત્ર ભ્રમ છે, સત્ય નથી. વાસ્તવમાં તો આ કહેવાતું સુખ એ દુ:ખ સ્વરૂપ છે, અને દુઃખની પરંપરા ચલાવનારું છે. આવું જાણ્યા પછી સાધક શાસ્ત્રમાં જણાવેલી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાહ્ય વિષયોના સંપર્કથી છૂટી, વિષયોમાં પ્રવર્તતી આ સુખની બુદ્ધિને કાઢવા પ્રયત્ન કરે છે, છતાં વિષયોની આસક્તિ, તેનો પ્રચુર ભોગવટો અને અનાદિકાળની અવિચારકતાને કારણે સાંધકનો સઘળો પ્રયત્ન બૌદ્ધિક સ્તર પર જ રહે છે, સંવેદનાત્મક બનતો નથી. પ્રત્યક્ષ અનુભવાતા વૈષયિક સુખોમાં વાસ્તવિકતાની બુદ્ધિ બહોળા શ્રતાભ્યાસથી કે ઘણી ઘણી તપ-સંયમની ક્રિયાઓ માત્રથી ખસતી નથી. આથી જ ગ્રન્થકારશ્રી કહે છે કે, શાસ્ત્રશ્રવણ-ચિંતન-તપ-જપ-સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનો એકલે હાથે દૃષ્ટપદાર્થ વિષયક ભ્રાન્તિ નાશ કરી શકતાં નથી, તે ભ્રમનો નાશ કરવા તો આત્મદર્શન એટલે કે, સુખમય આત્મિક ગુણોનો અનુભવ અતિ આવશ્યક છે. આવું આત્મદર્શન જ્ઞાનયોગ કરાવી શકે છે અને જ્ઞાનયોગ દ્વારા આત્મદર્શન કે આત્મસંવેદન થતાં તે ભ્રમ પલકારામાં ભાંગી જાય છે. જો અવતરણિકા : આત્મદર્શન કર્યા વિના બાહ્ય દશ્ય પદાર્થવિષયક ભ્રમ ભાંગતો નથી અને વળી શાસ્ત્રથી આત્મસ્વરૂપનું દર્શન થતું નથી, તો આત્મદર્શન કરવા માટે શું કરવું જોઈએ ? તેવી જિજ્ઞાસાને સંતોષતા ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : तेनात्मदर्शनाकाङ्क्षी, ज्ञानेनान्तर्मुखो भवेत् । द्रष्टुंदृगात्मता मुक्तिदृश्यैकात्म्यं भवभ्रमः ||५|| શબ્દાર્થ : 9. તેન - તેથી = શાસ્ત્ર દ્વારા આત્મદર્શન ન થતું હોવાથી ૨. માત્મદર્શનાક્ષી - આત્મદર્શનની ઇચ્છાવાળા સાધકે રૂ. જ્ઞાનેન - જ્ઞાન (જ્ઞાનયોગ) દ્વારા ૪. મન્તÍg: - અન્તર્મુખ છે. મહેતુ - થવું જોઈએ ૬. ડ્રદુ: - દ્રષ્ટાની = આત્માની ૭૮. ત્મિતા મુવિત્તઃ - દગુ = દૃષ્ટિ સાથેની એકાત્મતા મુક્તિ છે અને ૨/૧૦, તૃશ્યાભ્ય મવક્રમ: - દૃશ્ય સાથેનું ઐકામ્ય ભવભ્રમ છે. Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર શ્લોકાર્થ : શાસ્ત્રદ્વારા આત્મદર્શન ન થતું હોવાના કારણે, આત્મદર્શન કરવાની ઇચ્છા ધરાવનાર સાધકે જ્ઞાનયોગ દ્વારા અન્તર્મુખ થવું જોઈએ. દષ્ટાની = આત્માની; દગુ સાથેની = જ્ઞાનશક્તિરૂપ દૃષ્ટિ સાથેની એકાત્મતા એ મુક્તિ છે અને દશ્ય = બાહ્યપદાર્થો સાથેનું એકાત્મ એ ભવભ્રમ છે. ભાવાર્થ : શાસ્ત્ર આત્મદર્શન કે આત્મિક સુખની ઝાંખી કરાવી શકતું નથી અને જ્યાં સુધી આત્મદર્શન થતું નથી ત્યાં સુધી ‘બાહ્ય પદાર્થો મારા સુખ-દુઃખનું કારણ છે' તેવો ભ્રમ નાશ પામતો નથી. જ્યારે “અનુભવ' દ્વારા આત્માનું દર્શન થાય ત્યારે ક્ષણવારમાં આ ભ્રમ ભાંગી જાય છે, તેથી સ્પષ્ટ છે કે જે સાધકને બાહ્ય પદાર્થ વિષયક ભ્રમ ભાંગવો હોય તેને આત્મદર્શન કરવું જ જોઈએ. માટે આત્મદર્શન કરવાની ઇચ્છાવાળા સાધકે માત્ર શાસ્ત્રાભ્યાસ કે તપ, જપ આદિ ક્રિયાઓ કરીને અટકી ન જતાં “અનુભવ” રૂપ જ્ઞાનયોગ દ્વારા આત્માને અભિમુખ બનવા વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. પ્રારંભિક કક્ષાના જ્ઞાનયોગ દ્વારા સાધક જ્યારે આત્માભિમુખ બને છે, ત્યારે તેની બાહ્ય પદાર્થવિષયક ભ્રાંતિ ટળે છે, ખોટો ખ્યાલ દૂર થતાં ધીરે ધીરે ત્યાંથી પાછો વળે છે, પછી તો બાહ્ય પદાર્થોના સંપર્કમાં આવવું પડે ત્યારે પણ સાધક બાહ્ય પદાર્થોનું પરપદાર્થરૂપે જ્ઞાન કરે છે, જ્યારે તેનો ઉપયોગ કરવો પડે છે ત્યારે પણ તેમાં રાગાદિ ભાવો ન થાય તે માટે સાવધ રહે છે. આ રીતે કાંઈક અંશે પણ રાગાદિના સ્પર્શ વગર બાહ્ય પદાર્થોનું માત્ર પરભાવરૂપે જ્ઞાન કરવું, કે બાહ્ય સુખ-દુ:ખની પરિસ્થિતિમાંથી સ્વસ્થ રહી નિર્લેપ ભાવે પસાર થઈ જવું, તેને જ્ઞાતા-દ્રષ્ટાભાવ કહેવાય છે. આ જ્ઞાતા-દ્રષ્ટાભાવ તે જ સાધકની પોતાની દૃષ્ટિઇંજ્ઞાનશક્તિ સાથેની એકતા છે. આ જ આત્મિક સુખની અનુભૂતિનું પ્રારંભબિંદુ છે, તેની પરાકાષ્ટા એટલે દ્રષ્ટા એવા આત્માની પોતાના જ્ઞાન સાથેની સંપૂર્ણ એકતા; તે જ તો સંપૂર્ણ સુખમય અવસ્થારૂપ મોક્ષ છે. આનાથી વિપરીત, આત્માની બાહ્ય જગતના દૃશ્યો એટલે કે ઇન્દ્રિયોથી અનુભવાતા વિષયો સાથેની જે એકાત્મતા છે, તે ભવભ્રમ એટલે કે સંસાર છે. વિશેષાર્થ : આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અતીન્દ્રિય માર્ગમાં પ્રવૃત્તિ શાસ્ત્રાધારે જ કરવાની છે, તેમ છતાં શાસ્ત્ર આત્મસ્વરૂપનું દર્શન કરાવવા સમર્થ નથી. વળી તે આત્મદર્શન કર્યા વિના કે સુખમય આત્મિક ભાવોનો 1. આત્માનું સ્પષ્ટ દર્શન તો કેવળજ્ઞાન દ્વારા જ થાય છે, આમ છતાં તે પૂર્વે પણ છેક અપુનબંધક કક્ષાથી જેમ જેમ કષાયોનો હ્રાસ થતો જાય છે અને વિષયોની આસક્તિ ઘટતી જાય છે. તેમ તેમ સુખદ એવા આત્માની અનુભૂતિ શરૂ થઈ જાય છે. આ સુખદ અનુભવના કારણે જ સાધકને આત્મદર્શનની ઇચ્છા જાગૃત થાય છે. જેમ જેમ કષાયોની માત્રા વધુ પ્રમાણમાં ઘટે છે, તેમ તેમ આત્મિક સુખની અનુભૂતિ સવિશેષ પ્રકારે થવા લાગે છે અને જેમ જેમ આ અનુભૂતિ દઢ થતી જાય છે, તેમ તેમ આત્મદર્શનની અભિલાષા તીવ્ર તીવ્રતર બનતી જાય છે. ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આત્મસ્વરૂપની અનુભૂતિ વધારેને વધારે સ્પષ્ટ સ્પષ્ટતર થતી જાય છે અને તેને કારણે જ નીચેના ગુણસ્થાનક કરતાં ઉપર ઉપરના ગુણસ્થાનકમાં આત્મદર્શનની ઝંખના પણ તીવ્ર તીવ્રતર તીવ્રતમ બનતી જાય છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-૫ ૧૫ આંશિક પણ અનુભવ કર્યા વિના વિષયો દુ:ખકારક છે એવું સમજાતું નથી. શાસ્ત્રાધારે આવું જાણવા છતાં પાંચે ઈન્દ્રિયોથી અનુભવાતા વિષયો સુખકારક છે' એવો પરિણતિમાં ધરબાયેલો ભ્રમ ભાંગતો નથી અને આ ભ્રમ ટળ્યા વિના આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિઓ ઉલ્લાસપૂર્વક થતી નથી. આવી પરિસ્થિતિના કારણે મુંઝવણ થાય કે, “આત્મદર્શન કરવા શું કરવું ? તેની સૂલઝણ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, આત્મદર્શન કરવાની ઈચ્છાવાળા સાધકે જ્ઞાન દ્વારા એટલે કે “અનુભવ” સ્વરૂપ જ્ઞાનયોગ દ્વારા અંતર્મુખ બનવું જોઈએ. બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મદશા તરફ પ્રસ્થાન કરવું જોઈએ અને તેમ કરતાં જ એક દિવસ સ્વનું પરમાત્મરૂપ પ્રગટ થશે. અંતર્મુખ બનવા અત્યંત આવશ્યક એવા “અનુભવજ્ઞાનને પામવા સાધકે પ્રારંભમાં આત્મશુદ્ધિના લક્ષ્મપૂર્વક શાસ્ત્રાધારે તપ-જપ-સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આત્માના દોષોને દૂર કરવાના સંકલ્પથી કરાતી આ શુભ પ્રવૃત્તિઓ દ્વારા એક બાજુ રાગાદિ દોષો અને ક્રોધાદિકષાયો અલ્પ થાય છે અને રાગાદિ દોષો અને ક્રોધાદિ કષાયો અલ્પ થવાને કારણે ક્ષમા, સંતોષ આદિ ગુણો પ્રગટે છે અને તેનો આનંદ અનુભવાય છે. આ ગુણોનો આનંદ અથવા શબ્દાતીત આત્મિક ભાવોનું કાંઈક સંવેદન તે જ અનુભવજ્ઞાનરૂપ પ્રારંભિક જ્ઞાનયોગ છે. આ રીતે આંશિક પણ અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં સાધકના જીવનમાં એક જબરદસ્ત ક્રાન્તિ આવે છે, તેની જીવનદૃષ્ટિમાં આમૂલચૂલ પરિવર્તન થાય છે. આજ સુધી જે વિષયો સુખકારક લાગતા હતા તે હવે દુઃખકારક લાગવા માંડે છે અને આત્માના ક્ષમાદિ ગુણો જે દુ:ખકારક કે કષ્ટકારક લાગતા હતા તે સુખકારક લાગવા માંડે છે. ભૌતિક સુખો તેને વિષ-મિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા ભયાવહ લાગે છે અને આત્મિક ભાવોને ભોગવવામાં તેને નિર્ભયતાનો અનુભવ થાય છે. સાંસારિક સુખો ભોગવતાં તે બેચેન બની જાય છે. કેમ કે, તે દરમ્યાન થતાં રાગાદિ તેને પીડાસ્વરૂપ જણાય છે. જ્યારે આત્મિક ગુણોનો આનંદ માણતાં તેને ચિત્તની સ્વસ્થતાનો અનુભવ થાય છે. પરિણામે “પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા વિષયોમાં સુખ છે' તેવો તેનો ભ્રમ ભાંગી જાય છે. અનાદિકાળથી આ ભ્રમની ભેખડો આડી હોવાને કારણે સાધક આત્મિક ગુણ સંપત્તિને જોઈ પણ શકતો નહોતો, તેનું ચિત્ત માત્ર ઇન્દ્રિયોથી દેખાતા કે અનુભવાતા પદાર્થો સંબંધી વિચારોથી ઘેરાયેલું રહેતું હતું. જ્યારે આ ભ્રમની ભેખડો ભેદાય છે અને આત્મિક સુખનું આંશિક પણ દર્શન થાય છે, ત્યારે સાધકનું ચિત્ત બાહ્ય પદાર્થોના વિચારોમાંથી મુક્ત થાય છે. તે સંબંધી કુતુહલવૃત્તિ અને ઉત્સુક્તા (anxiousness, eagerness, restlessness, uneasiness) શાંત થવા લાગે છે. સારા કે ખોટા સર્વ બાહ્ય વિષયો તેને અનુપયોગી જણાય છે. સ્વજન-પરિવાર કે ખુદ પોતાનું શરીર પણ તેને પરાયું લાગે છે. જીવસ્વરૂપે બધા જીવો તેને સમાન જણાય છે, તો જડસ્વરૂપે બધા વિષયો સમાન જણાય છે. કોઈ વસ્તુ પ્રત્યે આ ઇષ્ટ છે કે આ અનિષ્ટ છે. એવો ભાવ થતો નથી અને તેથી કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રહેતો નથી. આથી જ સાધક બાહ્ય ભાવો પ્રત્યે વધુને વધુ ઉદાસીન બને છે અને અંતરંગ દુનિયામાં તેનું વિતરણ વધતું જાય છે અર્થાત્ આત્મગુણની રમણતા વધતી જાય છે. બાહ્ય કોઈપણ ક્રિયા કરે ત્યારે પણ તેને ક્યાંય “આ મેં કર્યું તેવું For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કર્તુત્વભાવસ્વરૂપ અભિમાન પણ થતું નથી. તે તો માત્ર સર્વ બાહ્ય પદાર્થો કે પ્રવૃત્તિઓનો સાક્ષી (witness) બની રહે છે; પરંતુ તેમાં ક્યારેય રાગાદિ ભાવોથી ઓતપ્રોત (involve) થતો નથી. સાધકના બાહ્ય પદાર્થો પ્રત્યેના આવા વલણને જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કહેવાય છે. આ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ તે જ સાધકની મોહના સંશ્લેષ વગરની પોતાના જ્ઞાન સાથેની એકતા કે જ્ઞાનમગ્નતા છે. આ જ ઉચ્ચતર કક્ષાનું અનુભવજ્ઞાન છે. જે મોક્ષનું અવધ્ય બીજ છે, તેથી તેને મુક્તિ પણ કહેવાય છે. આ જ વાતને ગ્રંથકારશ્રી પોતાની આગવી શૈલીમાં જણાવતાં કહે છે કે, “દુર્દશત્મતા મુp:' આત્મા પોતે દ્રષ્ટા છે અને તેની જ્ઞાનશક્તિ એ દન્ = દૃષ્ટિ છે. દ્રષ્ટા એવા આત્માની શુદ્ધ જ્ઞાનની ધારાસ્વરૂપ દૃષ્ટિ સાથેની એકરૂપતા કે તન્મયતા તે જ મોક્ષ છે. આત્મા જ્યારે બાહ્ય પદાર્થો પ્રત્યેના પક્ષપાત વગર માત્ર તેનો જ્ઞાતા-દ્રષ્ટા બને છે, તેનું ચિત્ત સર્વ બાહ્ય ભાવો પ્રત્યે ઉદાસીન બને છે, ત્યારે તે મોહની વિકૃતિ વ પોતાના જ્ઞાનગુણમાં લીન બને છે, આ તેની જ્ઞાનગુણ સાથેની એકતા છે. આત્માની આવી પોતાનાથી અભિન્ન એવી જ્ઞાનશક્તિ સાથેની એકરૂપતા એટલે કે દ્રષ્ટાની રંગ (દષ્ટિ) સાથેની એકતા તે જ મોક્ષ છે. આનાથી વિપરીત “દશ્કેરાન્ચ મવપ્રમ:' છે, એટલે કે દ્રષ્ટા એવો આત્મા જ્યારે બાહ્ય પદાર્થસ્વરૂપ દૃશ્ય પ્રત્યે પક્ષપાતવાળો બને, તેના પ્રત્યે તેને રતિ-અરતિના, રાગ-દ્વેષના, હેય-ઉપાદેયના કે અનુકૂળ-પ્રતિકૂળના ભાવો જાગે, ત્યારે દ્રષ્ટા અને દૃશ્ય એકમેક થઈ ગયા કહેવાય એટલે કે દ્રષ્ટા દૃશ્યમાં લીન બની ગયો કહેવાય. આત્માની આવી પોતાનાથી ભિન્ન એવા બાહ્ય ઇન્દ્રિય ગોચર પદાર્થો સાથેની એકતા તે જ ભવભ્રમ છે, કેમ કે સ્વને છોડીને પરમાં લીન બનવું અને વળી એને પોતાનું માનવું એ જ ભવભ્રમ છે. આ ભવભ્રમ જ દુઃખનું કારણ છે, તેથી દ્રષ્ટાની દૃશ્ય સાથેની એકાત્મતાને જ સંસાર કહેવાય છે. //પા. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૭-૭-૮ અવતરણિકા : આત્મદર્શન કરવા માટે જ્ઞાનદ્વારા અંતર્મુખ બનવું જોઈએ, તે જણાવી હવે જ્ઞાનયોગથી અંતર્મુખ બનેલા આત્મદર્શી મુનિની પરિણતિનું વર્ણન કરે છેશ્લોક : आत्मज्ञाने मुनिर्मग्नः, सर्वं पुद्गलविभ्रमम् । महेन्द्रजालवद्वेत्ति, नैव तत्रानुरज्यते ॥६]] શબ્દાર્થ : ૧/૨. માત્મજ્ઞાને મન: - આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા રૂ. મુનિ - મુનિ ૪/૬. સર્વ પુનાષ્ટમમ્ - સર્વ પુદ્ગલના વિભ્રમને ૬. મહેન્દ્રનાશ્વત્તિ - મોટી ઇન્દ્રજાળ સમાન જાણે છે ૭. તત્ર -(તેથી તે) તેમાં = પુદ્ગલના વિભ્રમમાં ૮૨. નૈવ અનુરજ્જતે - ક્યારેય રંગાતા જ નથી. શ્લોકાર્થ: આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા મુનિભગવંત સર્વ પુલના વિભ્રમને મોટી ઇન્દ્રજાળ સમાન જાણે છે, તેથી તે તેમાં ક્યારેય રંગાતા નથી. ભાવાર્થ : મુનિ ભગવંત જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બને છે, ત્યારે તેમને પુદ્ગલની રુપ-રંગથી મઠારેલી વિવિધ રચનાઓ મોટી ઇન્દ્રજાળ જેવી લાગે છે. ઇન્દ્રજાળમાં જાત જાતનું કૌતુક જોવા મળે છે; પરંતુ તેમાં વાસ્તવિક કાંઈ હોતું નથી. ઇન્દ્રજાળના આવા સ્વરૂપને જાણનારા બુદ્ધિશાળી અને વિવેકી લોકો, જેમ તેમાં ક્યારેય અંજાતા નથી કે મુંઝાતા નથી, તેમ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મુનિ પુદ્ગલની જાતજાતની રચનાઓ જુવે છે; પરંતુ દુન્યવી દૃષ્ટિએ સારી કે નરસી ગણાતી રચનાઓમાં તેઓ રાગ કે દ્વેષ કરતા નથી, કેમ કે તેઓ જાણે છે કે તે કાલ્પનિક છે, ક્ષણભંગુર છે અને અત્યંત અનુપયોગી છે. વિશેષાર્થ : મુનિ જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બને છે, આત્મિક ભાવોનો આનંદ માણે છે ત્યારે તેમને પુદ્ગલની દુનિયા મોટી ઇન્દ્રજાળ જેવી દેખાય છે. ઇન્દ્રજાળ એક પ્રકારનો જાદુ છે, તેમાં અવાસ્તવિકને વાસ્તવિકરૂપે બતાવાય છે, તેથી તેમાં ક્યારેક મહેલાતો દેખાય છે, ક્યારેક ખંડિયર મકાનો દેખાય છે, ક્યારેક સ્વર્ગનાં સુંદર દૃશ્યો દેખાય છે તો ક્યારેક નરકના ભયંકર દશ્યો જોવા મળે છે, ક્યારેક હસતા લોકો દેખાય છે તો ક્યારેક રડતા Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર લોકો દેખાય છે. આવું સારું-નરસું ઘણું જોવા મળે છે; પરંતુ આ ઇન્દ્રજાળ છે તેમ સમજતા બુદ્ધિમાનો ઇન્દ્રજાળના મનોજ્ઞ દશ્યો જોઈ રાજી કે સુખી થતા નથી અને અમનોજ્ઞ દશ્યો જોઈ નારાજ કે દુ:ખી થતા નથી. તેઓ તો દરેક દશ્યોને ઉદાસીનભાવે - સાક્ષીભાવે માત્ર તટસ્થપણે જુવે છે. જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મુનિ પણ પુદ્ગલની આખી દુનિયાને ઇન્દ્રજાળ જેવી જ માને છે, અનુભવે છે. દુન્યવી દૃષ્ટિએ સારા કે ખરાબ ગણાતા પદાર્થોના પરિચયમાં તો તે પણ આવે છે, તેની સાથે કાર્યો પણ કરે છે, પરંતુ તે જાણે છે કે, આ સર્વ પુદ્ગલની માયા છે, બધું ક્ષણભંગુર છે; તેમાં કાંઈ સારું નથી, કાંઈ ખોટું નથી. આત્માને તેનાથી સુખ કે દુઃખ કાંઈ પણ મળવાનું નથી. આત્મભાવોને પ્રાપ્ત કરવા આ બાહ્ય ભાવો કોઈ જ ઉપયોગમાં આવવાના નથી. આમ પૌદ્ગલિક દુનિયા આત્મા માટે નિરુપયોગી છે, એવું સ્પષ્ટ અનુભવવાના કારણે મુનિ તેના સંપર્કમાં આવે છે, તેને જાણે છે, જુવે છે પણ તેમાં ક્યાંય મુંઝાતા નથી, રંગાતા નથી, તેઓ તો માત્ર તેના દ્રષ્ટા બની રહે છે. IIઙા અવતરણિકા : આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા મુનિ પુદ્ગલમાં રંગાતા નથી, તે પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય તેઓ એવું શું કરે છે કે જેના કારણે અનાદિ અભ્યસ્ત વિષયોમાં તેમનું મન જતું નથી. આવી જિજ્ઞાસાને સંતોષવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે શ્લોક : મ આસ્વાતિો સુમધુપ, પેન જ્ઞાનતિઃ સુધા । ને હ્રત્યેવ તબ્વેતો, વિષયેષુ વિષ્વિવ IIII १० શબ્દાર્થ : ૧. યેન -જેમના વડે ૨. સુમધુરા - સુમધુર એવું રૂ. જ્ઞાનતિઃ - જ્ઞાનરતિરૂપ ૪. સુધા - અમૃત ૧. સ્વાતિતા - આસ્વાદિત કરાયું છે ૬. તત્ત્વેત: - તેમનું ચિત્ત ૭/૮. વિષેવિ વિષયેવુ - વિષ જેવા વિષયોમાં ૬/૧૦ 7 છાત્યેવ - લાગતું જ નથી. શ્લોકાર્થ : જે મુનિએ સુમધુર એવી જ્ઞાનરતિરૂપ અમૃતનો સ્વાદ ચાખ્યો છે, તે મુનિનું ચિત્ત વિષ જેવા વિષયોમાં ક્યારેય પણ લાગતું નથી. ભાવાર્થ : અતિમધુર અને અમૃત સમાન આત્મજ્ઞાનનો આનંદ જેઓએ એકવાર પણ માણ્યો હોય, તેવા મુનિનું ચિત્ત રાગાદિ દોષો ઉત્પન્ન કરી આત્માના ભાવપ્રાણોનો નાશ કરનારા ઝેર જેવા પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ક્યારેય આસક્ત થતું નથી; કેમ કે જ્યાં સુધી જીવને જ્ઞાનમાં તિ ન જાગે ત્યાં સુધી જ તેને અસાર વિષયોમાં રતિ-અરિત થયા કરે છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૭ વિશેષાર્થ : રતિ એટલે ગમો અથવા આનંદ. વિષયોમાં પ્રગટતી રતિ તે વિષયરતિ છે અને જ્ઞાનયોગમાં પ્રગટતી રતિ તે જ્ઞાનરતિ છે. વિષયરતિ વિષ જેવી છે, જ્યારે જ્ઞાનતિ અમૃત જેવી છે. જ્ઞાનાનંદી મુનિને વિષયરતિ કડવી ઝેર જેવી લાગે છે અને જ્ઞાનતિ સુમધુર સુધા જેવી લાગે છે, માટે પરાધીન અને ક્ષણિક સુખ આપનારા બાહ્ય ભાવોથી પર થઈ મુનિ સ્વાધીન એવો જ્ઞાનનો આનંદ કે જ્ઞાનનું સુખ માણે છે અને વિષ જેવી વિષયરતિથી વિમુખ રહે છે. મધુર સુધાના સ્વાદને માણતો દેવ જેમ આનંદનો અનુભવ કરે છે; તેમ જ્ઞાનતિને અનુભવતો સાધક વિકાર વિનાના પરમ આનંદનો અનુભવ કરે છે, તેથી જ્ઞાનરતિને સુમધુર કહી છે. જો કે શબ્દાદિ વિષયોનો ભોગ મોહાધીન જીવોને મીઠો ને મધુરો લાગે છે; પરંતુ તે ભોગ ભોગવતાં ઇન્દ્રિયો ઉત્સુક બને છે, મન વ્યાકુળ બને છે, રાગાદિના વિકારો જન્મે છે, કષાયોની ચહલ-પહલ ચાલુ થાય છે, શરીરમાં શ્રમનો અનુભવ થાય છે, કુસંસ્કા૨ો દૃઢ થાય છે, પુનઃ પુનઃ ભોગની ઈચ્છા થયા કરે છે, કર્મનો બંધ થાય છે અને દુર્ગતિની પરંપરા સર્જાય છે. આમ સંક્લેશની હારમાળા સર્જાતી હોવાથી વિષયો વર્તમાનમાં પણ વાસ્તવિક સુખ આપી શકતા નથી અને તેને ભોગવવાથી ભવિષ્ય પણ બગડે છે. આથી ઉપરછલ્લી દૃષ્ટિએ મીઠું જણાતું આ વિષયોનું સુખ વાસ્તવમાં કડવું ઝેર' જેવું છે, જ્યારે જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિ તો જ્ઞાન દ્વારા પરમ સુખ અને તૃપ્તિનો અનુભવ કરે છે. તેમના જ્ઞાન જન્ય સુખમાં ક્યાંય રાગાદિના વિકારોનો અવકાશ રહેતો નથી, શ્રમનો કોઈ સવાલ હોતો નથી, વ્યથા કે પીડાનો કોઈ પ્રશ્ન હોતો નથી માત્ર આનંદ, આનંદ અને આનંદ જ હોય છે. આ આનંદના કા૨ણે એમનું ચિત્ત ૫૨મ સ્વસ્થ હોય છે, આથી જ જ્ઞાનતિ ખરા અર્થમાં સુમધુર કહેવાય. ૧૯ વળી, સુમધુર એવી જ્ઞાનતિ અમૃત જેવી હોય છે. અમૃત જ્યારે શ૨ી૨માં પરિણામ પામે ત્યારે શ૨ી૨ના રોગો નાશ પામે છે, અકાળે વૃદ્ધત્વ આવતું નથી, શરીરમાં નવી જ ચેતનાનો સંચાર થાય છે, આથી જ લોકમાં કહેવાય કે અમૃત પીનાર અમર બની જાય છે, તેની જેમ મુનિ ભગવંત જેમ જેમ જ્ઞાનતિનો અનુભવ કરે છે તેમ તેમ તેમનો આત્મા શુદ્ધ-શુદ્ધતર થતો જાય છે, તેમનો આનંદ દિન-પ્રતિદિન વધતો જાય છે, તેમના પૂર્વસંચિત કર્મનો નાશ થાય છે અને નવાં કર્મોનું આગમન અટકી જાય છે. અનુક્રમે જ્ઞાનતિમાં મસ્ત મુનિ સર્વકર્મનો ક્ષય કરી, જ્યાં ક્યારેય મરવાનું નથી તેવા મોક્ષમાં પહોંચી જાય છે, આથી જ અમરણ અવસ્થાની પ્રાપ્તિ કરાવે તેવી જ્ઞાનતિને અમૃત સાથે સરખાવી છે. વળી બીજી રીતે વિચારીએ તો જે જ્ઞાનતિના આનંદમાં મગ્ન હોય છે તેને શાશ્વત આત્માનું અનુભવાત્મક જ્ઞાન હોય છે અને તે આત્મિક ગુણોને માણવામાં મસ્ત હોય છે. ઉપરાંત તેને વિશ્વાસ હોય છે કે મારો આ 1. તુલના : ભગવદ્ગીતા અધ્યાય. ૧૮, શ્લોક ૩૮ - विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ।। ३८ ।। ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થતાં જે સુખ થાય છે, તે પ્રારંભમાં અમૃત જેવું હોય છે પણ પરિણામે તે સુખ વિષ જેવું બને છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આનંદ કોઈ બાહ્ય વ્યક્તિ તો શું પણ મૃત્યુ પણ લૂંટી શકે તેમ નથી, તેથી તેને ક્યારેય મરણનો ભય સતાવતો નથી, આમ જ્ઞાનતિ મૃત્યુના ભયને મારી નાંખે છે, તેથી પણ તેને અમૃત સમાન કહી છે. જ્ઞાનતિનો આનંદ જેણે માણ્યો હોય તેવા મુનિનું ચિત્ત અનાદિકાળથી સુખરૂપે અનુભવેલા પણ વાસ્તવમાં વિષ જેવા વિષયોમાં જરાપણ આકર્ષાતું નથી. કેમ કે, તેઓ જાણે છે કે, વિષ જેમ જીવોના દ્રવ્ય પ્રાણોનો નાશ કરે છે, તેમ રૂપ, રસાદિ વિષયો જીવોના જ્ઞાનાદિ ગુણોરૂપ ભાવપ્રાણોનો નાશ કરે છે, તેથી અમૃતનું આસ્વાદન કરનાર જેમ વિષને ઇચ્છતો નથી, તેમ જ્ઞાનમગ્ન મુનિ વિષ જેવા વિષયોને ક્યારેય ઇચ્છતો નથી અને આવી પડેલા વિષયોમાં એ ક્યારેય રંગાતો નથી. II૭ના અવતરણિકા : ૨૦ જ્ઞાનરતિનો આનંદ માણનાર મુનિ વિષ જેવા વિષયોને આધીન બનતા નથી તે જણાવી, હવે વિષયોને વશ કરી તે કેવા મહાન બને છે, તે જણાવે છે શ્લોક : ... सत्तत्त्वचिन्तयां यस्याभिसमन्वागता इमे । + आत्मवान् ज्ञानवान् वेदधर्मवान् ब्रह्मवांटा' सः ॥८॥ નોંધ : અહીં સતત્ત્વચિન્તયા એવો પણ પાઠ મળે છે. શબ્દાર્થ : 9. સત્-તત્ત્વ-વિન્તયા - સત્ તત્ત્વ (આત્મસ્વરૂપ-વસ્તુસ્વરૂપ)ના ચિંતનથી ૨. યક્ષ્ય - જેને રૂ. રૂમે - આ = વિષયો ૪. મિસમન્વાગતા - અભિસમન્વાગત છે = વશ છે /૬. સ: ભ્રાત્મવાનુ - તે આત્મવાન છે, ૭. જ્ઞાનવાનું - જ્ઞાનવાન છે, ૮. વૈવધર્મવાનું - વેદધર્મવાન છે ૧. વ્રહ્મવાંદા - અને બ્રહ્મવાન છે. શ્લોકાર્થ : સત્-તત્ત્વનું ચિંતન કરવાથી એટલે કે આત્મસ્વરૂપનું કે વાસ્તવિકતાનું ચિંતન કરવાથી; જેને વિષયો વશ થઈ ગયા હોય તે સાધક આત્મવાન છે, જ્ઞાનવાન છે, વેદધર્મવાન છે (અથવા વેદવાન છે તથા ધર્મવાન છે) અને બ્રહ્મવાન છે. ભાવાર્થ : જે સાધકે જ્ઞપરિક્ષા દ્વારા આત્મા અને વિષયોના સતત્ત્વનું ઊંડુ આલોચન કરેલું છે અર્થાત્ આત્મસ્વરૂપનો તથા વિષયોના સ્વરૂપનો યથાર્થ બોધ પ્રાપ્ત કર્યો છે અને પ્રત્યાખ્યાનપરિક્ષા દ્વારા આત્મા માટે અહિતકર એવા વિષયોમાં પ્રવર્તવાનું બંધ કર્યું છે; આવું કરીને જેણે વિષયોને વશ કરી લીધા છે, તે સાધક સાધના માટે ઉપયોગી એવા વિષયોમાં પ્રવૃત્તિ કરે તોપણ રાગાદિ ભાવોથી લેપાતો નથી. આવો જ સાધક સાચા અર્થમાં આત્મવાન છે, જ્ઞાનવાન છે, વેદધર્મવાન છે અને બ્રહ્મવાન છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૮ વિશેષાર્થ : જગતમાં વિદ્યમાન સર્વ પદાર્થો દ્રવ્યરૂપે સદા એકસ્વરૂપવાળા હોય છે અને પર્યાયરૂપે સદા પલટાયા કરે છે. જીવ-દ્રવ્ય ચેતનરૂપે સદા એકરૂપવાળું છે અને મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ, બાળ, યુવાન, વૃદ્ધત્વ આદિ પર્યાયરૂપે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું છે. તે જ રીતે અજીવ-દ્રવ્ય પણ અચેતનરૂપે સદા એક સ્વરૂપવાળું છે અને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ આદિ પર્યાયરૂપે હંમેશા ભિન્ન ભિન્નસ્વરૂપે વર્તે છે. જીવાદિ પદાર્થ વિષયક આ વાસ્તવિકતાનો વિચાર તે જ સત્ તત્ત્વની ચિંતા છે. (સ–વિદ્યમાન, તત્ત્વ=વસ્તુનું સ્વરૂ૫). જે સાધક જ્ઞપરિજ્ઞા દ્વારા પાંચ ઇન્દ્રિયોના વિષયો સંબંધી આવી તાત્ત્વિક વિચારણા કરે છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા દ્વારા તે વિષયોનો ત્યાગ કરે છે; તે સાધક પલટાતા પર્યાયોમાં ક્યારેય મુંઝાતો નથી. આ વિચારણા પૂર્વકનો ત્યાગ વિષયોને વશ કરવા માટે એક અમોઘ ઉપાય છે. આવી તાત્ત્વિક વિચારણાના અભાવમાં મોહાધીન જીવો જીવાદિ પદાર્થોના અનુકૂળ જણાતા પર્યાયમાં રાગ અને પ્રતિકૂળ જણાતા પર્યાયમાં દ્વેષ કરે છે. સ્વાદિષ્ટ મિષ્ટાન્નરૂપ વાનગીમાં રાગ કરે છે; પરંતુ તે જ જ્યારે વિષ્ટામાં રૂપાંતર પામે છે, ત્યારે તેમાં દ્વેષ કરે છે. નમણું નાજુક બાળક તેમને ગમે છે પણ સમય જતાં તેનું કરચલીવાળું રૂપ જોવું પણ ગમતું નથી. આથી જ ચિત્ત ઉપર સતત વિષયોની સારી કે નરસી અસરવાળા મૂઢ જીવો વિષયોને વશ બની, ગમતા પર્યાયોને જાળવવામાં, ભેગા કરવામાં, મેળવવા આદિમાં પોતાનો અમૂલ્ય સમય વેડફી નાંખે છે. જ્ઞાનયોગના આરાધક મુનિભગવંત, વિષયોના પલટાતા પર્યાયોમાં ક્યારેય મુંઝાતા નથી, તેઓની દૃષ્ટિ માત્ર પર્યાયને નહિ પણ દ્રવ્યને પણ જુવે છે. તેથી તેઓ જાણે છે કે, “હું જે જોઉં છું તે દ્રવ્યના પર્યાયો છે. પર્યાયો પાણીના પરપોટાની જેમ સદા પલટાયા કરે છે. આજે સારા દેખાતા પર્યાયો કાલે ખરાબ થવાના છે અને આજે ખરાબ દેખાતા પર્યાયો કાલે સારા થવાના છે. આજે અનુકૂળ લાગતી વસ્તુઓ કે વ્યક્તિઓ કાલે પ્રતિકૂળ પણ બની શકે છે. એક સમયે સુખકારક લાગતા પદાર્થો તે પછીની ક્ષણોમાં જ દુઃખકારક પણ બની જતા હોય છે. આ રીતે વિષયોની વાસ્તવિકતાને વિચારતા મુનિભગવંત ક્યારેય વિષયોમાં અંજાતા નથી કે મુંઝાતા નથી, તેમાં તેમને ક્યારેય રાગ કે દ્વેષ, ગમો કે અણગમો થતો નથી, તેમના ચિત્ત ઉપર વિષયોની કોઈ અસર વર્તાતી નથી. “આ વસ્તુ મને જોઈશે, આના વિના મને નહીં ચાલે, આના વિના મને સુખ નહિ મળે” અગર તો “આ વસ્તુ મને નહિ જોઈએ, મને માફક નહિ આવે' વગેરે વિકલ્પોનું તેમના ચિત્તમાં કોઈ સ્થાન રહેતું નથી. આવી ચિત્તવૃત્તિવાળા મુનિ માટે એવું કહેવાય કે તેમને વિષયો અભિસમન્વાગત છે એટલે કે વિષયો વશ છે. વિષયોને વશ હોવું એટલે, પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો પૈકી કોઈપણ વિષયનો સ્વીકાર કે અસ્વીકાર 1. अभिसमन्वागताः = अभि इत्याभिमुख्येन, सम्यक् = इष्टानिष्टावधारणतया, अनु = शब्दादिस्वरूपावगमात् पश्चात्, आगताः = यथार्थस्वभावेन परिच्छिन्नाः । अयं भावः ज्ञपरिज्ञया शब्दादिविषया ज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च प्रत्याख्याताः अभिसमन्वागताः । मुनिरिष्टेषु शब्दादिषु न रागमुपयाति न वाऽनिष्टेषु शब्दादिषु द्वेषमुपयाति । - માવાર સૂત્રવૃત્તો // For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવામાં પરવશ બની જવું. રાગ-દ્વેષની લાગણીઓના બંધનને કારણે વિષયોનો સ્વીકાર કે ત્યાગ કરવો એ જ્યારે સાધકના હાથની વાત ન રહે, તે વિષયોને છોડવા માંગે પણ છોડી ન શકે પરંતુ વિષયોને આધીન બની જાય, ત્યારે એમ કહેવાય કે, એ વિષયોને વશ છે. તેનાથી વિપરીત, જ્યારે વિષયોનો સ્વીકાર કે અસ્વીકાર કરવામાં સાધક સર્વથા સ્વાધીન હોય અને તેમ કરવામાં સાધકને કોઈપણ પ્રકારના રાગ-દ્વેષના પરિણામ ન નડતા હોય, ત્યારે એમ કહેવાય કે, એને વિષયો વશ છે. વિષયો પોતાને વશ હોવાથી, મહાત્માઓ જ્યારે પોતાના સંયમના નિર્વાહ માટે કે આત્મિક ગુણોના વિકાસ માટે શબ્દાદિ વિષયોનો સહારો લે છે, સદ્ગુરુ ભગવંતની નિશ્રામાં રહી તેમના ઉપદેશામૃતનું પાન કરે છે, ગુણવાન આત્માની સેવા સુશ્રુષા કરે છે, આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરે છે, ત્યારે પણ તેમને રાગાદિ સ્પર્શી જતાં નથી અને છતાં પણ ટેકાની આવશ્યક્તા પૂરી થતાં જેમ વૉકર કે લાકડીનો સહજતાથી ત્યાગ કરાય છે, તેમ જરૂરીયાત પૂરી થતાં તેઓ સાધનામાં ઉપયોગી વિષયોનો સહજતાથી ત્યાગ પણ કરી શકે છે. તેઓ વિષયોમાં આસક્ત પણ થતા નથી કે તેના બંધાણી પણ બની જતા નથી. વિષયો જેમને વશ છે એવા મુનિભગવંતોને જ આત્મવાન કહેવાય છે. કેમ કે વિષયોમાં પ્રવૃત્તિ કરતાં પણ આ મહાત્માઓનું લક્ષ્ય માત્ર આત્મશુદ્ધિનું હોય છે. વળી, જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં રહેવાનો એટલે કે પદાર્થને ઇષ્ટ કે અનિષ્ટરૂપે જોવાના બદલે તેને માત્ર શેયરૂપે જોવાનો જે આત્માનો મૂળ સ્વભાવ છે, તે આ મહાત્માઓમાં પ્રગટ હોય છે માટે પણ તેઓ આત્મવાન કહેવાય છે. વળી તે જ મહાત્મા જ્ઞાનવાન પણ કહેવાય છે. કેમ કે, તેઓ રાગ-દ્વેષ અને મોહના વિકારો વિનાના શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં વર્તે છે. જગતના જીવોને પણ જ્ઞાન છે, પરંતુ તેમનું જ્ઞાન રાગ, દ્વેષ અને મોહથી મિશ્રિત હોય છે, તેથી તેઓ જ્ઞાનવાન નથી કહેવાતા. જોકે સમ્યગુદૃષ્ટિ પણ વસ્તુનો યથાર્થ બોધ કરે છે; પરંતુ અવિરતિના, ઉદયને કારણે તેઓ પોતાના જ્ઞાનને અનુસાર વર્તી શકતા નથી, તેથી અહીં સમ્યગુદૃષ્ટિને પણ જ્ઞાનવાન કહ્યા નથી, પરંતુ વિષયોના સંગથી રંગાયા વિના જેઓ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચોક્કસ પ્રકારે સંવેદન કરી શકે, આત્માના શુદ્ધસ્વરૂપનો = શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી શકે, તેવા સાધકને જ અહીં જ્ઞાનવાન કહ્યાં છે. તથા તે જ યોગી વેદધર્મવાન છે. વેદ એટલે શાસ્ત્ર અને શાસ્ત્રમાં બતાવેલ ઉચિત પ્રવૃત્તિઓ વેદનો ધર્મ છે. વિષયોથી નિવૃત્ત થયેલ સાધક જ વાસ્તવમાં સંપૂર્ણ રીતે શાસ્ત્ર પ્રમાણે ચાલે છે, તેથી તેને જ વેદધર્મવાન પણ કહેવાય છે. અથવા તે યોગી વેદવાન પણ છે અને ધર્મવાન પણ છે અર્થાત્ તે આત્માનું જ્ઞાન પણ ધરાવે છે અને આત્મહિતને ઉચિત એવી પ્રવૃત્તિ વાળો પણ હોય છે. બ્રહ્મ એટલે વિશુદ્ધ કોટિનો આત્મા. જ્ઞાનયોગી સાધકે વિષયોને વશ કરી વિશુદ્ધ કોટિના આત્માને પ્રગટ કર્યો હોય છે, માટે તેઓ બ્રહ્મવાન કહેવાય છે. વળી બ્રહ્મ એટલે યોગીઓનું સુખ જ્ઞાનયોગી સાધક વિષયોથી 2. अशेषमलकलङ्कविकल - योगिशर्मलक्षणम् अष्टादशभेदभिन्नं वा ब्रह्माऽस्यास्तीति ब्रह्मवान् । - માવારી કુંવૃત્તી || For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૮ ૨૩ પર બની મોહના મેલથી મુક્ત થયેલું વિશિષ્ટ સુખ અનુભવતા હોય છે, માટે પણ તેઓને બ્રહ્મવાન કહેવાય છે. આત્મા, જ્ઞાન, બ્રહ્મ કે વેદધર્મ; ચારે શબ્દો અપેક્ષાએ એકાર્થી છે, છતાં ગુણ-ગુણીનો ભેદ નજરમાં રાખી ગ્રંથકારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવનાર મુનિને આત્મવાન, જ્ઞાનવાન, વેદધર્મવાન અને બ્રહ્મવાન કહ્યા છે. આમ જોવા જઈએ તો જીવમાત્ર આત્મવાન, જ્ઞાનવાન કે બ્રહ્મવાન તો હોય જ છે. છતાં જેમ વ્યવહારમાં પુરુષાર્થવિકલ પુરુષને પુરુષ નથી કહેવાતો તેમ જ્યાં આત્માનું સુખરૂપે સંવેદન ન હોય, શુદ્ધજ્ઞાનનું વેદન ન હોય કે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન ન હોય તેવા આત્માને-જીવને આત્મવાન, જ્ઞાનવાન કે ધર્મવાન કહેવાતો નથી. પરંતુ જે વિષયોને વશ ન હોય અને જ્ઞાનમય, આનંદમય ધર્મમય આત્માનું વેદન કરતો હોય તે જ આત્મવાન આદિ કહેવાય છે. એટલે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા ૯-૧૦ અવતરણિકા : | વિષયો જેને વશ છે તે મુનિ કેવો હોય તે જણાવી, હવે વિષયોને વશ કરવા મથતા સાધયોગી અને વિષયો જેને વશ છે તેવા સિદ્ધયોગી; તે બન્નેનો વિષયો સાથે જે વ્યવહાર હોય છે, તેમાં કેટલો ભેદ છે એ જણાવે છેશ્લોક : विषयान् साधकः पूर्वमनिष्टत्वधिया' त्यजेत् । न त्यजेन्न' च गृह्णीयात्, सिद्धो विन्द्यात् से तत्त्वतः ॥९॥ શબ્દાર્થ : 9. સાધ: - સાધકયોગી ર/રૂ. પૂર્વ નિદ–ધયા - પૂર્વમાં અનિષ્ટપણાની બુદ્ધિથી ૪. વિષયાન - વિષયોનો છે. નેતુ - ત્યાગ કરે, ૬. સિદ્ધ:- (જ્યારે) સિદ્ધયોગી ૭/૮. (વિષયાનુ) ત્યત - (વિષયોનો) ત્યાગ (પણ) ન કરે ૨/૧૦/99. ન ઘ Jદળીયાત - અને ગ્રહણ (પણ) ન કરે 9૨/૧રૂ. સ: તત્ત્વતઃ - તે (તો) તત્ત્વથી 9૪. (વિષયન) વિન્ચાત - (વિષયોને) જાણે શ્લોકાર્થ : સાધકયોગી પ્રારંભિક કક્ષામાં “વિષયો અનિષ્ટ છે' - એવી બુદ્ધિથી વિષયોનો ત્યાગ કરે છે, જ્યારે સિદ્ધયોગી વિષયોનો ત્યાગ પણ કરતો નથી કે વિષયોને ગ્રહણ પણ કરતો નથી; તે તો વિષયોને તત્ત્વથી જાણે છે. ભાવાર્થ : આત્મિક સુખ ઇચ્છતો સાધક સમજે છે કે, “વિષયો મારા માટે અત્યંત અહિતકર છે તે જ મને ક્ષમાદિ હિતકર ભાવોથી દૂર રાખે છે અને મને દુઃખી કરે છે.” આવી સમજ હોવા છતાં અનાદિકાળના કુસંસ્કારોને કારણે ઇન્દ્રિયોને અનુકૂળ હોય તેવા વિષયોમાં પ્રવૃત્તિ કરતો સાધક ક્યારેક વિષયો પ્રત્યે આકર્ષાઈ પણ જાય છે, અર્થાત્ વિષયોની અનર્થકારિતાનું ભાન હોવા છતાં તેને વિષયોમાં તત્કાલીન સુખબુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. આથી જ પ્રારંભિક કક્ષામાં સાધક વિષયો પ્રત્યેના આ રાગને તોડવા માટે સતત વિષયોની અનિષ્ટતાનો વિચાર કરી, તેનો ત્યાગ કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણોમાં મગ્ન રહેવા પ્રયત્ન કરે છે. આ રીતે વિષયોથી દૂર રહી આત્માના સુખકારક ગુણોનો અનુભવ કરતાં કરતાં સાધક જ્યારે સાધક મટીને સિદ્ધયોગી બને છે, ત્યારે તે વિષયોને ગ્રહણ પણ કરતો નથી કે તેનો ત્યાગ પણ કરતો નથી, પરંતુ રાગાદિનો સ્પર્શ કર્યા વગર તે વિષયોને માત્ર યથાર્થરૂપે જાણે છે એટલે કે વિષયો પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટાભાવ રાખે છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૯ ૨૫ વિશેષાર્થ : મન જ્યાં સુધી વિષયોમાંથી પાછું વળી આત્મભાવમાં ઠરતું નથી, ત્યાં સુધી આત્મિક સુખ માણી શકાતું નથી, આથી જ વિષયોમાંથી મનને પાછું વાળવા સાધક સંસારનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કરે છે; પરંતુ શરીરાદિના સંબંધને કારણે સર્વસંગનો ત્યાગ કર્યા પછી પણ સાધકને વિષયોના સંપર્કમાં આવવું પડે છે. અનાદિ કુસંસ્કારોને કારણે પ્રારંભિક કક્ષામાં સાધકનું ચિત્ત તે વિષયોમાં આકર્ષાઈ જાય છે, તેને પણ ક્યાંક રતિ-અરતિના ભાવો સ્પર્શી જાય છે. આ ભાવોથી બચવા જ સાધક જ્યાં સુધી સિદ્ધયોગીની કક્ષામાં ન પહોંચે ત્યાં સુધી વિષયો કેમ અનિષ્ટ છે ? તેનું હેતુ, સ્વરૂપ અને ફળથી ચિંતન કરે છે; એટલે કે વિષયોમાં પ્રવૃત્તિ થવાનું કારણ, તે વખતનું જીવનું સ્વરૂપ અને તેનું ફળ; આ ત્રણે બાબતોનું ઊંડું વિશ્લેષણ કરે છે. વિષયભોગનો હેતુ-ભ્રમ તેથી વિષયો અનિષ્ટ : જીવ ચેતન છે, જ્યારે શબ્દાદિ પાંચ વિષયો જડ છે. જડ પદાર્થો વાસ્તવમાં ક્યારેય જીવને સુખી કરી શકતા નથી, તોપણ જેમ મૃદિરાપાનથી ઉન્મત્ત બનેલો માનવી શરીર, સંપત્તિ અને સ્વજનનો નાશ કરનાર કુપ્રવૃત્તિઓને સુખકારક માને છે, તેમ વિષયોમાં આસક્ત બનેલો વ્યક્તિ સમ્યગ્રજ્ઞાનના અભાવે અને મિથ્યાત્વના ગાઢ સંસ્કારોને કારણે દુ:ખકારક વિષયોને સુખકારક માને છે. આ ભ્રમના કારણે જ તેને વિષયોને મેળવવાની અને ભોગવવાની નિરંતર ઇચ્છાઓ થયા કરે છે. ઇચ્છિત વિષયો પ્રાપ્ત થતાં તે ઇચ્છાઓ અલ્પકાળ માટે શમે છે; અને અલ્પકાળ માટે ઇચ્છાઓનું શમન થવાથી વિષયો ભોગવવાની ઉત્સુકતા કાંઈક શમી જવાને કારણે “વિષયોથી મને સુખ મળે છે” એવો જીવનો ભ્રમ પોષાય છે. વાસ્તવમાં તે સુખ નથી પણ દુ:ખની હળવાશ છે. હકીકતમાં તો વિષયો ભોગવવાની ઇચ્છા એ જ જીવના સઘળા દુ:ખનું મૂળ છે; પરંતુ અજ્ઞાન અને મોહના કારણે દુ:ખની આ હળવાશને સુખ માની જીવ પુન: પુન: તેમાં પ્રવર્તે છે. પરિણામે વિષયોને ભોગવવાથી સુખ મળે છે એવો તેનો ભ્રમ વધુ ને વધુ પુષ્ટ થતો જાય છે. બુદ્ધિના આ વિપર્યાસને કારણે જ જીવ જડ એવા વિષયોમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. ઇચ્છાના અભાવમાં આત્માની જે સ્વસ્થતા અને સ્થિરતા હોય છે તેનું સુખ જીવે કદી જોયું કે જાણ્યું નથી હોતું. તેથી તે, “ઇચ્છાઓને પૂરી કરવામાં સુખ છે' તેવી ઊંધી માન્યતા રાખે છે. એકવાર પણ જો તેને ઇચ્છાના અભાવમાં પ્રાપ્ત થતાં સુખની અનુભૂતિ થઈ જાય તો તે કદી ઇચ્છાઓને પોષવા પ્રયત્ન ન કરે. વિષયભોગનું સ્વરૂપ-બેચેની તેથી વિષયો અનિષ્ટ : સાધક જેમ વિષયોમાં પ્રવૃત્તિ થવાનું કારણ વિચારે છે, તેમ વિષયોમાં પ્રવૃત્તિ કરતી વખતે જીવનું સ્વરૂપ કેવું મલિન થાય છે, તેનો પણ વિચાર કરે છે. જેમકે મોહાધીન જીવો જડ પદાર્થોના શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શના સંપર્કમાં આવતાં રાગાદિને આધીન બને છે, તેના કારણે તેઓનું ચિત્ત ચંચળ બને છે, મન અસ્થિર બને છે, ઇન્દ્રિયો ઉત્સુક બને છે, પરિણામે તે ચિત્તની સ્વસ્થતાનું સુખ ગુમાવે છે. ગમતા વિષયોને મેળવવામાં કે અણગમતાને દૂર કરવામાં તે નિરાંતે બેસી શકતો નથી, સતત તેને માટે શ્રમ કર્યા કરે છે, ઇચ્છિત ન મળતાં તેને વ્યથા અને ખેદ થાય છે. સામાન્યથી તે માને છે કે ઇચ્છિત મળી જતાં મારું મન સ્વસ્થ થઈ જશે; પરંતુ વિષયો મળ્યા પછી પણ તેના મનમાં ભય રહ્યા કરે છે, તેને સાચવવાની ચિંતા ઊભી થાય છે અને નવા For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નવા વિષયો મેળવવાની પુન: ઇચ્છાઓ થાય છે. તદુપરાંત મળેલા વિષયોને ભોગવવામાં કોઈ ખલેલ પહોંચે તો ચિત્ત વળી પાછું બેચેની અને વિદ્વળતાથી ઘેરાઈ જાય છે. અચરજની વાત તો એ છે કે વિષયોને ભોગવતાં પોતાનું જે આ વિકૃત સ્વરૂપ થાય છે તે જોવા માટે જીવ જાણે આંધળો બની જાય છે. વિષયભોગનું ફળ – દુઃખની પરંપરા તેથી વિષયો અનિષ્ટ : વિષયો ભોગવતી વખતે જીવનું સ્વરૂપ તો સારું નથી જ હોતું, પણ તેનું ફળ તો તેનાથી પણ ભયંકર હોય છે. સાધક જ્યારે આ ફળને વિચારે છે ત્યારે તેને સમજાય છે કે, અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ ઓલવાતો નથી પણ વધુ પ્રજવલિત બને છે, તેમ વિષયોમાં પ્રવૃતિ કર્યા પછી જીવને સુખ, ચેન, તૃપ્તિ કે સંતોષ તો મળતા નથી પણ ઊલટી તૃષ્ણાની આગ વધુ ઉગ્રરૂપ ધારણ કરે છે અને “બાહ્ય વિષયોથી સુખ મળશે” તેવો ભ્રમ વધુ પુષ્ટ થાય છે. પરિણામે નવી નવી અનેક ઇચ્છાઓ પ્રગટતી જાય છે, જેને પૂરી કરવા જીવ ભૂતની જેમ ભટક્યા કરે છે, તે માટે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા જીવોની હિંસા કરે છે, મૃષાદિ અનેક પ્રકારનાં પાપો સેવે છે, રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે છે, પરિણામે તે ક્લિષ્ટ કર્મોનો બંધ કરી નરક, તિર્યંચ આદિ દુર્ગતિનું ભાન બને છે. ત્યાં સુધા, તૃષા, માર, બંધન આદિ અનેક પ્રકારની પીડાઓ તેને ભોગવવી પડે છે. અતિ દુ:ખ આદિથી તે વિવેકવિહીન બની જાય છે. પરિણામે સમ્યગુ વિચારણાનાં દ્વારો સંપૂર્ણ બંધ થઈ જવાથી તે આત્મભાવથી અને સ્વરૂપની પ્રાપ્તિથી વધુને વધુ દૂર થતો જાય છે.. આ રીતે હેતુ, સ્વરૂપ અને ફળથી વિષયોની ભયંકરતા સંબંધી વારંવાર વિચાર કરવાથી સાધકને સમજાય છે કે, વિષયોના સેવનથી અનુભવાતું સુખ પરાધીન, ઔપાધિક, અલ્પકાલીન, અપૂર્ણ, દુ:ખમિશ્રિત, દુ:ખમય, દુ:ખમાં પરિણામ પામનારું, દુ:ખની પરંપરા ચલાવનારું અને દુર્ગતિને બીજરૂપ છે. તેથી જેમ જેમ આવી વિચારણાઓ પરિણામ પામતી જાય, તેમ તેમ તેનો ‘વિષયો સુખકારક છે' એવો ભ્રમ ટળતો જાય છે. જેના પરિણામે તેને વિષયો વિષમિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા લાગે છે. આ રીતે વિષયો પ્રત્યેનો રાગ તૂટતાં તેનો વૈરાગ્ય જ્વલંત બનતો જાય છે. વૈરાગ્ય જ્વલંત બનવાને કારણે પોતાની શક્તિ અને સંયોગ અનુસાર તે વિષયોનો ત્યાગ પણ કરે છે, તે માટે સંયમ જીવનનો સ્વીકાર કરે છે, અંત: પ્રાંત આહાર લે છે, જીર્ણ પ્રાય: વસ્ત્ર પહેરે છે, અડવાણે પાયે વિહાર કરે છે, ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શિશિરમાં ઉઘાડા શરીરે ધ્યાન કરે છે. આ રીતે બાહ્ય અનુકૂળતાનો ત્યાગ કરી, શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ થવા યત્ન કરે છે. 1. તુલના : ભગવદ્ગીતાના અધ્યાય ૨ના શ્લોક ૬૨-૬૩માં જણાવ્યું છે કે, ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ।।६२।। क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाबुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ।।६३।। વિષયોનું ધ્યાન કરતાં પુરુષને તેનો સંગ થાય છે, તેનાથી કામ ઉત્પન્ન થાય છે, કામથી ક્રોધ થાય, ક્રોધથી સંમોહ થાય છે, સંમોથી સ્મૃતિનો વિભ્રમ થાય અને સ્મૃતિના ભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી બધુ નાશ પામે છે. તાત્પર્ય એ છે કે કામ-ક્રોધ આદિનો નાશ કરવો હોય તો વિષયોની અનર્થકારિતાનું એટલે કે એની વાસ્તવિક્તાનું ચિંતન કરવું પડશે જેના પરિણામે ઉપર જણાવેલી સઘળી અનર્થની પરંપરા અટકી જશે. For Personal Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૧૦ શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ બનેલો સાધક વિષયોથી વિમુખ બની, ધીમે ધીમે અંતર્મુખ બને છે અને રાગાદિના સ્પર્શ વિનાના જ્ઞાનના સુખનો અનુભવ કરી શકે છે. આ જ્ઞાનનો આનંદ અનુભવ્યા પછી સાધકને સંસારનાં સર્વ સુખો તુચ્છ અને નિ: સાર લાગે છે, ભૌતિક સુખને તે વિડંબણારૂપે જોવા લાગે છે, તેથી જ્યારે દુન્યવી દૃષ્ટિએ સારા કે નરસા ગણાતા વિષયો સામે આવે છે, ત્યારે પણ સાધક તેને જુવે છે, જાણે છે, જરૂર હોય તો તેનો ઉપયોગ પણ કરે છે; પરંતુ તેમાં ક્યાંય ગમા-અણગમાના ભાવો કરતો નથી. આ કક્ષા આવે ત્યારે સાધક સાધક મટીને સિદ્ધયોગી બને છે. જ્ઞાનયોગની આ ઊંચી કક્ષાને સ્પર્શનારા સિદ્ધયોગીઓ મુખ્યતયા નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તે છે અર્થાત્ આત્મજ્ઞાનમાં મગ્ન રહે છે. આત્મિક સુખમાં મગ્ન આ મહાત્માઓની સામે વિષયો આવી પડે તો તેઓ તેનો ત્યાગ પણ કરતા નથી કે તેનો સ્વીકાર પણ કરતા નથી, માત્ર તેના જ્ઞાતા-દ્રષ્ટા બને છે. જેમ જ્ઞાનયોગમગ્ન બનેલા શ્રી રામચંદ્રજીની સામે સીતેન્દ્ર અનેક નૃત્યાદિ કરીને રામચંદ્રજીના મનને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા; પરંતુ યોગીરાજને તેમાં રાગ પણ થયો નહોતો કે દ્વેષ પણ થયો નહોતો, તેથી તેઓએ તે વિષયોને ગ્રહણ પણ ન કર્યા કે તેનો ત્યાગ પણ ન કર્યો. સિદ્ધયોગીની આવી અલિપ્તતા દરેક સાધકનું લક્ષ્ય હોય છે. હાલ અવતરણિકા : સાધક અવસ્થા અને સિદ્ધ અવસ્થાના મુનિઓનો વિષયો પ્રત્યે કેવો વ્યવહાર હોય છે તે જણાવી, હવે બન્ને મહાત્માઓની અંતર્દશાનું નિરૂપણ કરે છેશ્લોક : . योगारम्भदशास्थस्य, दुःखमन्तर्बहिः सुखम् । सुखेमन्तर्बहिर्दुःखम् सिद्धयोगस्य तु ध्रुवम् ॥१०॥ શબ્દાર્થ : 9. વોરમશાસ્થી - યોગની આરંભદશામાં રહેલા સાધકને ર/રૂ. સન્તર્યું:વમ્ - અંદર દુ:ખ હોય છે (અને) ૪/૫. વદિ: સુવમ્ - બહાર સુખ હોય છે. ૬. સિદ્ધયોગી - સિદ્ધયોગીને ૭/૮, તુ ધ્રુવમ્ - તો નિશ્ચિતપણે ૧/૧૦, અન્ત: મુમ્ - અંદરમાં સુખ હોય છે (અને) 99. વદિત્વ મ્ - બહાર દુ:ખ હોય છે. શ્લોકાર્થ : યોગની પ્રાથમિક ભૂમિકામાં સાધકને અંદર દુઃખ હોય છે અને બહાર સુખ હોય છે, જ્યારે સિદ્ધયોગીને તો નિશ્ચિતપણે અંદરમાં સુખ હોય છે અને બહાર દુઃખ હોય છે. ભાવાર્થ : શાસ્ત્રશ્રવણથી આત્મિક સુખ પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટ્યા પછી, સાધક તપ, જપ, સ્વાધ્યાયાદિ દ્વારા બાહ્ય વિષયોથી દૂર થઈ, આત્મિક સુખનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે. આમ છતાં અનાદિના અભ્યાસથી 2. જ્ઞાનદશા જે આકરી તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં નહી કર્મનો ચારો - ગ્રન્થકારકૃત ૧૨૫ ગાથાનું સ્તવન // For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પડેલા દૃઢ સંસ્કારને કારણે તેને વિષયોમાંથી મનને પાછું વાળી, આત્મામાં સ્થિર કરવાનું કાર્ય અતિ કપરું લાગે છે અને વિષયોમાં પ્રવૃત્તિ કરી, તેમાં સુખ માણવું સહેલું લાગે છે. અભ્યાસ કરતાં કરતાં સાધક જ્યારે સિદ્ધ યોગી બને છે, ત્યારે આત્મિક સુખનું યથાર્થ સંવેદન થવાને કારણે આત્મામાં સ્થિર થવું સહેલું અને સુખકર લાગે છે અને વિષયો ભોગવવા કે કષાયો કરવા, તે તેને કષ્ટપ્રદ અને દુઃખકારક લાગે છે. વિશેષાર્થ : ૨૮ ભોગનો ત્યાગ કરી યોગમાર્ગે સ્થિર થવા મથતા સાધક માટે એક તરફ અનાદિકાળથી અત્યંત પરિચિત બની ગયેલો સુંવાળો ભોગમાર્ગ છે, તો બીજી ત૨ફ અજાણી ભોમકા સમાન કઠણ યોગમાર્ગ છે, તેથી પ્રાથમિક ભૂમિકામાં અજ્ઞાતમાર્ગે આગળ વધવા સાધક યોગમાર્ગના જાણકાર સદ્ગુરુનું આલમ્બન લઈ, તેમને પરતંત્ર બની સતત તેઓ જેમ કહે તેમ પ્રયત્ન કરે છે. ગુરુભગવંતના વચનોને વારંવાર વાગોળી, તેને બુદ્ધિમાં સ્થિર કરી, બાહ્ય દુનિયાનો સંપર્ક કાપી તે અંતરંગ દુનિયાને જોવા પ્રયાસ કરે છે. પ્રારંભમાં તેના માટે આ પ્રયાસ કષ્ટપ્રદ બની જાય છે, કેમકે શાસ્ત્રાનુસારે વિષયોની અનિષ્ટતાનો વિચાર કરી કરીને તેની બુદ્ધિમાં સ્થિર થઈ ગયું હોય છે કે ‘વિષયો દુ:ખકા૨ક છે.' તેમ છતાં વિષયોમાં પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તેને વિષયો સુખકારક લાગે છે, તેથી અંદ૨માં એક સંઘર્ષ ચાલુ થઈ જાય છે. Intelligence (બૌદ્ધિક વિચારસરણી) તેને એક ત૨ફ ખેંચે છે તો emotions (લાગણી અને સંવેદનાઓ) તેને બીજી તરફ ખેંચે છે. પોતાના અનુભવ અને પોતાની લાગણીઓથી બીજી જ દિશામાં ચાલતી બુદ્ધિ પ્રમાણે ચાલવું સાધક માટે કપરું પડે છે, તેથી યોગમાર્ગની રુચિ હોવા છતાં, બાહ્ય વિષયો પ્રત્યે ‘આ દુઃખકારક છે’ વિષમિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા છે - પ્રારંભમાં અમૃત જેવા લાગે પણ પરિણામે વિષ' જેવા છે. એવી બુદ્ધિ હોવા છતાં, અનાદિકાળથી તે જ કર્યું હોવાને કારણે બહારની દુનિયા સાથે મેળ મેળવી, વિષયો ભોગવવા સહજ અને સુખકર બને છે; અને આત્મભાવમાં સ્થિર રહેવું લોઢાના ચણા ચાવવા જેવું કઠિન લાગે છે. કેટલાક સાધકો તો વળી વિષયોના સંપર્કથી છૂટવા આત્મોપકારક ક્રિયાઓ વારંવાર કરે છે. તેના કારણે તે સહજ અને આનંદ દાયક પણ બને છે અને ક્રિયા કર્યાનો સંતોષ પણ અનુભવાય છે, તોપણ ક્રિયા દ્વારા આત્મામાં સ્થિર થવું તેમના માટે કપરું બને છે, તે કષ્ટસાધ્ય હોવાને કારણે ત્યાં દુ:ખ રહે છે, આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, યોગના પ્રારંભકાળમાં બહાર સુખ અને અંદર દુઃખ હોય છે. 1. તુલના : ભગવદ્ગીતા અધ્યાય - ૧૮ શ્લોક - ૩૭-૩૮ यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् । तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ।।३७।। विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ।। ३८ ।। જે સુખયોગમાર્ગથી મળતું સુખ પ્રારંભમાં વિષ સરખું અને પરિણામે અમૃત સરખું છે. તે જ આત્મા અને બુદ્ધિને આનંદ આપનારું સાત્ત્વિક સુખ છે ॥૩૭ાા વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી મળતું સુખ તે પ્રારંભમાં અમૃત સરખું અને પરિણામે વિષ સરખું છે. તે સુખ રાજસિક કહેવાયું છે. II૩૮ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૧૦ ૨૯ આ દુઃખ વિષયોની અપ્રાપ્તિ કે વિષયોના વિયોગમાં થતાં દુ:ખ જેવું નથી. આ તો પોતે જ પોતાને કેમ પામી શકતો નથી તેનું દુ:ખ છે. ઘણા સાધકો આ કષ્ટથી હારી માર્ગથી ફંટાઈ જાય છે, પરંતુ તે તદ્દન અયોગ્ય છે. વાસ્તવમાં પ્રારંભિક કક્ષામાં તો આવો અંતરંગ સંઘર્ષ (struggle) આવકાર્ય હોય છે; કેમ કે આવા સંઘર્ષને પાર કરવાથી જ યોગમાર્ગમાં આગળ વધી શકાય છે. શાસ્ત્ર અને ગુરુભગવંતના શબ્દો પ્રત્યે તીવ્ર શ્રદ્ધાવાળો સાધક આવો કષ્ટપ્રદ પ્રયત્ન છોડી દેતો નથી; પરંતુ ગુણવાનનું આલમ્બન લઈ માર્ગમાં સ્થિર થવા મેઘકુમારાદિની જેમ વધુ મહેનત કરે છે. મેઘમુનિની જેમ યોગની પ્રારંભિક દશા પ્રાય: સૌ માટે કઠિન હોય છે, પરંતુ તેને સરળ બનાવવા સદ્ગુરુનું શરણ, કલ્યાણમિત્રનો સંયોગ અને શાસ્ત્રવચનનો હૃદયસ્પર્શી સ્વાધ્યાય સહાયક બને છે. તેના દ્વારા સાધકના ચિત્ત ઉપર બાહ્ય વિષયોની અસર ઓછી થતી જાય છે અને તે ધીમે ધીમે અંતર્મુખ બની શકે છે. અંતર્મુખ બનેલા સાધકને સુખકર આત્મિક ભાવોનો કાંઈક અનુભવ થાય છે, પરંતુ તે ખૂબ અલ્પસમય પૂરતો હોય છે. સાધક પોતાના આ અપૂર્વ અનુભવના આધારે જેમ જેમ વધુ પ્રયત્ન કરે છે તેમ તેમ આત્મિક અનુભવ વધુ ગાઢ બને છે. લાંબા ગાળે, ક્યારેક અને અલ્પકાળ માટે પ્રાપ્ત થતો તે આત્મિક અનુભવ, દૃઢ અભ્યાસ કરવાથી અલ્પ અલ્પતર પુરુષાર્થથી પણ સાધ્ય બનતો જાય છે અર્થાત્ સહજ થતો જાય છે, તેની frequency પણ વધતી જાય છે અને પૂર્વ કરતાં અધિક આનંદની અનુભૂતિ કરાવવા પૂર્વક તે આત્મિક અનુભવ દીર્ઘ કાળ સુધી ટકે પણ છે આ રીતે વારંવાર અભ્યાસ કરવાથી સાધક માટે અંતરંગ દુનિયામાં રહેવું સહજ બનતું જાય છે. આત્મિક આનંદ માણવો તેને જમણા હાથના ખેલ જેવું લાગે છે. ત્યારપછી તો તેને તે આત્મિક ભાવોના સંવેદનની બહાર આવવું અતિ દુ:ખકર લાગે છે. કોઈક વિશિષ્ટ સંયોગમાં બહાર આવવું પડે તો તેને ઘણો શ્રમ પડે છે. જેમ વિષ્ણુકુમાર મુનિને જ્યારે સંઘના અગત્યના કાર્ય માટે ઉપશમભાવના આનંદને છોડી જડ એવા દુન્યવી પદાર્થો સાથે સંપર્કમાં આવવાની જરૂરીયાત ઊભી થઈ ત્યારે તેમને પોતાની જાતને ઘણી ઘણી સમજાવ્યા પછી જ તેઓ આ ભાવથી બહાર આવી શક્યા હતા. આથી જ ગ્રન્થકારશ્રી સિદ્ધ અને સાધકની ચિત્તવૃત્તિનો ભેદ બતાવતાં જણાવે છે કે પ્રારંભિક કક્ષામાં સાધકને અંદરમાં જવું કષ્ટપ્રદ બને છે અને બાહ્યભાવમાં રહેવું સહજ અને સુખરૂપ લાગે છે, જ્યારે સિદ્ધયોગી માટે તો અંદર રહેવું સહજ અને સુખકર છે પણ બહાર આવવું કષ્ટકારક અને દુ:ખરૂપ છે. ૧૦. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ ગાથા-૧૧-૧૨-૧૩-૧૪ અવતરણિકા : સિદ્ધયોગીના અંતરમાં સતત સુખ વર્તતું હોય છે તે જણાવી હવે તે સુખ કેવું હોય છે તે જણાવે છેશ્લોક : प्रकाशशक्त्यां यद्रूपमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरूपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥११॥ શબ્દાર્થ : 9. માત્મન: યક્ - આત્માનું ૨. રૂપમ્ - જે રૂપ છે રૂ. પ્રકાશશવત્યા - પ્રકાશશક્તિસ્વરૂપ ૪/. () જ્ઞાનમ્ ૩nતે - તે જ્ઞાન કહેવાય છે. ૬/૭. તવ 1 - (આત્માનું) તે જ (રૂ૫) વળી ૮, વરૂપવિશ્રાન્તિશવા - સ્વરૂપવિશ્રાન્તિની શક્તિરૂપે ૨/૧૦. સુવું વાગ્યે - સુખ કહેવાય છે. શ્લોકાર્થ : આત્માનું જે રૂપ પ્રકાશશક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે, (આત્માનું) તે જ (રૂ૫) સ્વરૂપમાં ઠરવાની શક્તિની અપેક્ષાએ સુખ કહેવાય છે. ભાવાર્થ : આત્મામાં એક એવી શક્તિ છે કે, જે જગતમાં રહેલ સર્વ પદાર્થોનો સમ્ય બોધ કરાવે છે. આત્માની આ શક્તિને ગ્રંથકારશ્રી પ્રકાશશક્તિ કહે છે. પ્રકાશશક્તિરૂપ આત્માના તે સ્વરૂપનું જ્ઞાન કહેવાય છે અર્થાત્ આ સ્વરૂપે આત્મા જ જ્ઞાન છે. જ્ઞાન આત્માનો સ્વભાવ હોવા છતાં, મોહાધીન જીવોને શુદ્ધજ્ઞાનનો અનુભવ થતો નથી, પદાર્થનું જ્ઞાન થતાંની સાથે જ તેમને રતિ-અરતિ આદિના ભાવો પણ સ્પર્શી જાય છે. આના કારણે તેમનું જ્ઞાન અશુદ્ધ બની જાય છે અને તેઓ સ્વરૂપ વિશ્રાન્તિનું સુખ માણી શકતા નથી. આનાથી વિપરીત સિદ્ધયોગી પદાર્થનું જ્ઞાન કરે છે પણ તેમાં મોહના વિકારોને ભળવા દેતા નથી. તેથી તેઓ શુદ્ધ જ્ઞાનનો અનુભવ પણ કરી શકે છે અને જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપમાં લીન પણ બની શકે છે. આ રીતે શુદ્ધ જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલો આત્મા જ સુખ છે. સિદ્ધયોગીઓ સ્વરૂપવિશ્રાન્તિ રૂપ આ પારમાર્થિક સુખમાં મહાલતા હોય છે. વિશેષાર્થ : આત્મા તો અનંતધર્મવાળો છે, છતાં પદાર્થને પ્રકાશિત કરવાની એટલે કે પદાર્થનો યથાર્થ બોધ કરાવવાની શક્તિને આશ્રયીને આત્મા કેવો છે, તે જણાવવું હોય તો કહેવું પડે કે, આત્મા જ્ઞાનરૂપ છે. આવું કહેવામાં ગુણી એવા આત્મા અને તેના ગુણરૂપ જ્ઞાનની વચ્ચે કોઈ ભેદ રખાતો નથી, તેથી અભેદ દષ્ટિથી આત્માને For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ - ગાથા-૧૨ ૩૧ જ્ઞાન જ કહેવાય છે. આત્માની આ જ્ઞાન શક્તિ વિકૃત બની જાય તો તે પદાર્થનો વિકૃત બોધ કરાવે છે અને જો જ્ઞાનશક્તિમાં મોહના વિકારો ભળ્યા ન હોય તો તે પદાર્થનો યથાર્થ બોધ કરાવે છે. જ્ઞાન જ્યારે સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે ચિત્તમાં ઉત્સુક્તા આદિ ન હોવાને કારણે જીવની આકૂળતા દૂર થાય છે. આ અનાકૂળતાનો અનુભવ સુખપ્રદ હોય છે, તેથી જ્ઞાનરૂપ સ્વરૂપમાં સ્થિર બનેલા આત્માને જ સુખ કહેવાય છે. આમ સ્વરૂપમાં સ્થિર રહેવાની આત્માની વીર્યશક્તિને આશ્રયીને આત્મા કેવો છે તે જણાવવું હોય તો કહેવું પડે કે આત્મા સુખરૂપ છે. ટૂંકમાં કહીએ તો આત્માના જે સ્વરૂપનું જ્ઞાન કહીએ છીએ તે જ સ્વરૂપને સુખ કહેવાનું છે. ફરક એટલો જ છે કે પ્રકાશશક્તિની અપેક્ષાએ આત્મા જ જ્ઞાન છે અને સ્વરૂપવિશ્રાન્તિની શક્તિની અપેક્ષાએ આત્મા જ સુખ છે. જ્ઞાન એ પણ આત્માનું સ્વરૂપ છે અને સુખ એ પણ આત્માનું જ સ્વરૂપ છે. સિદ્ધયોગીનું સુખ એટલે જ જ્ઞાનસ્વરૂપમાં વિશ્રાન્ત થયેલો આત્મા I/૧૧/l. અવતરણિકા : સ્વરૂપમાં સ્થિર થયેલો આત્મા જ સુખ છે આવું પૂર્વ શ્લોકમાં જણાવ્યું, હવે તે પારમાર્થિક સુખ કેવું છે તે જણાવવાં પારમાર્થિક સુખ અને તેના પ્રતિપક્ષી એવા દુ:ખની વ્યાખ્યા કરે છેશ્લોક : सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । તડું" સમાન સf સુવતુ:યો II શબ્દાર્થ : ૧/ર/રૂ. પરવશ સર્વ દુ:ā - “પરવશ બધું દુ:ખ છે. ૪/૫/૬. માત્મવાં સર્વ સુરવમ્ - (અને) આત્મવશ સર્વ સુખ છે' ૭. સમાન - સંક્ષેપથી ૮, સુરવદુ:યો: - સુખ અને દુ:ખનું ૧/૧૦. તદ્ ક્ષi - આ લક્ષણ 99. હવત્ત - કહેવાયું છે. શ્લોકાર્થ : પરવશ સર્વ દુ:ખે છે અને આત્મવિશ સર્વ સુખ છે' અર્થાત્ “જે પરાધીન છે તે સર્વ દુઃખરૂપ છે અને જે સ્વાધીન છે તે સર્વ સુખરૂપ છે,' સંક્ષેપમાં આ સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે. ભાવાર્થ : અરુચિકર, અણગમતા કે અનિષ્ટ પદાર્થોથી કે કષાયોની અસફળતાથી જે પ્રતિકૂળતાનો અનુભવ થાય કે ત્રાસ થાય તે તો દુ:ખ છે જ, પણ જે ઇષ્ટ, રુચિકર અને મનગમતા વિષયોનો આસ્વાદ સુખકર લાગે છે, તે પણ પરાધીન હોવાને કારણે વાસ્તવમાં દુ:ખ જ છે. જેને ભોગવવામાં કોઈની અપેક્ષા ન રાખવી પડે અને જ્યારે ભોગવવું હોય ત્યારે સ્વાધીનપણે જે ભોગવી શકાય, તે જ વાસ્તવમાં સુખ છે, આથી જ ગ્રંથકારશ્રીએ પરાધીન સર્વને દુ:ખ કહ્યું છે અને સ્વાધીન સર્વને સુખ કહ્યું છે, આ જ સુખ-દુ:ખની ટૂંકી, સચોટ અને સરળ વ્યાખ્યા છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : જીવ માત્ર સુખ ઝંખે છે અને દુ:ખથી ડરે છે, પરંતુ સુખ અને દુઃખનું સાચું સ્વરૂપ મોટા ભાગના જીવો જાણતા નથી. વ્યવહાર દૃષ્ટિથી જગતના જીવો તો પોતાના શરીર, મન અને ઇન્દ્રિયોને જે અનુકૂળ હોય, જેનાથી શરીરાદિને શાતા કે રતિનો અનુભવ થતો હોય, તેને સુખ માને છે અને જે પોતાના શરીરાદિને પ્રતિકૂળ હોય, જેનાથી પોતાને અશાતા કે અરતિનો અનુભવ થતો હોય, તેને દુ:ખ માને છે. મોહજન્ય આ માન્યતા આત્મા માટે હિતકર બનતી નથી, કેમ કે તે પ્રમાણે વર્તતા જીવો પોતે કલ્પના સારા-નરસા પદાર્થોના સંયોગ-વિયોગમાં રાગ-દ્વેષ કરી, કર્મ બાંધી દુ:ખનું ભાન બને છે. જીવોને આવી પરિસ્થિતિમાંથી ઉગારવા જ જ્ઞાની પુરુષોએ લોકવ્યવહાર બાજુ પર મૂકી સુખ-દુ:ખની તાત્ત્વિક વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે પરાધીન છે, તે સર્વ દુઃખરૂપ છે અને જે સ્વાધીન છે તે સર્વ સુખરૂપ છે. સ્વાધીન હોવું એટલે પોતાને વશ હોવું. જ્ઞાનાદિ ગુણો આત્માના પોતાના છે. તે ગુણોમાં રમવું તેમાં લીન બની જવું, તેનો આનંદ માણવો વગેરે સર્વ આત્માને સ્વાધીન છે, તેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની સહાયની આવશ્યકતા રહેતી નથી, માટે જ તે સુખરૂપ છે. આત્મા માટે આત્મા સિવાયના દુન્યવી સર્વ ભાવો પરપદાર્થ છે. જ્યાં સુધી જીવ સુખ મેળવવા માટે આ પરપદાર્થોની અપેક્ષા રાખે છે, એટલે કે કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા માન, સ્થાન, શાતા કે પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રીની અપેક્ષા રાખે છે, અન્ય દ્વારા પ્રાપ્ત થતી લાગણી, પ્રેમ, હૂંફ જેવા ભાવો ઈચ્છે છે, ત્યાં સુધી તેનું સુખ પરાધીન છે. આવું પરાધીન સુખ મેળવી તે પોતાની જાતને ભલે સુખી માને પણ વાસ્તવમાં આ પરાધીનતા જ દુ:ખ છે. પરાધીન વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકે નહીં. અજ્ઞાનવશ જીવો પોતાની આવી પરાધીનતાને જોઈ શકતા નથી, તેથી તેમને પૌલિક સંયોગોની અનુકૂળતા-પ્રતિકૂળતામાં સુખ-દુ:ખનું વદન થાય છે. જ્યારે જ્ઞાનયોગી તો સ્વાધીનપણે સ્વભાવમાં સ્થિર રહી શકે છે. સ્વરૂપમાં સ્થિર થયેલાં જ્ઞાનનો અનુભવ તેમના માટે અત્યંત સુખપ્રદ હોય છે. સ્વાધીન એવો આ સુખનો અનુભવ કર્યા પછી તેમના માટે તો કર્મજન્ય પરભાવોમાં રહેવું કે શરીર, ઇન્દ્રિયો કે મન દ્વારા પરપદાર્થોથી પ્રગટતી શાતા કે અનુકૂળતાનો અનુભવ કરવો તે દુ:ખરૂપ બની જાય છે, કેમકે તે ભાવો કર્માધીન હોવાથી પરાધીન છે અને પરાધીનતા કાયમ દુ:ખરૂપ જ હોય છે. ધ્યાનમાં રાખવું કે સ્વયં બાંધેલાં પુણ્યના પ્રભાવે પ્રાપ્ત થયેલા ઉત્તમ અને આફ્લાદક પૌલિક સંયોગો કે પ્રેમાળ પરિવારના સંબંધો વગેરે તો આત્માથી પરાયા છે જ, પણ તે પુણ્ય પણ પરાયું છે. આ પર સાથેનો સંબંધ આત્માને પરાધીન બનાવે છે અને આત્મામાં રાગાદિના વિકારો ઉત્પન્ન કરે છે. વિકૃતિ ક્યારે પણ સુખરૂપ હોતી નથી, માટે જ આ સર્વ સંબંધો હંમેશાં દુ:ખરૂપ જ હોય છે. આત્મા જ્યારે સર્વ પ્રકારના સંયોગ અને સંબંધથી મુક્ત થઈ પોતાને સ્વાધીન એવા જ્ઞાનાદિ ગુણોનો અનુભવ કરે છે, ત્યારે જ પારમાર્થિક સુખ અનુભવે છે. સંપૂર્ણપણે સ્વાધીન બની આ પારમાર્થિક સુખનો અનુભવ કરવો તે તો સિદ્ધના જીવો માટે જ શક્ય બને છે, આમ છતાં જેટલા અંશમાં પરપદાર્થો સંબંધી ઉત્સુક્તા આદિ મોહના વિકારો શાંત થાય છે, અજ્ઞાન ટળે છે, તેટલા અંશમાં સંસારમાં રહેલા સાધકો પણ આ સ્વાધીન સુખનો અનુભવ કરી શકે છે. /૧ર// For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ - ગાથા-૧૩ અવતરણિકા : ‘આત્મવશ સર્વ સુખ છે' તે જણાવી હવે સ્વાધીનપણે સુખ ભોગવતા જ્ઞાનમાં મગ્ન બનેલા યોગીનું સુખ કેવું હોય છે, તે જણાવે છે શ્લોક : ज्ञानमग्नस्यै यच्छर्म' तुद्वक्तुं नैव पार्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥ १३ ॥ શબ્દાર્થ : ૧. જ્ઞાનમનસ્ય - જ્ઞાન(યોગમાં) મગ્ન (બનેલા યોગી)નું ૨. યચ્છર્મ - જે સુખ છે રૂ. તપ્ વવતુર્ - તે કહેવાને માટે ૪/૫. નૈવ પર્વતે - શક્ય જ નથી. ૬. તાર્ - (કેમ કે) તે ૭. પ્રિયાÒðઃ - પ્રિયાના આલિંગન સાથે ૮. નોવમેય - ઉપમેય (સ૨ખાવી શકાય તેવું) નથી ૧/૧૦. ચન્દ્રનઃવૈ: પિ - (કે) ચન્દનના વિલેપન સાથે પણ ૧૧. 7 (ઉપમેય) - (ઉપમેય-સરખાવી શકાય તેવું) નથી. શ્લોકાર્થ : ૩૩ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીનું જે સુખ છે તેનું વર્ણન કરવું પણ શક્ય નથી, કેમ કે તેને પ્રિયાના આલિંગનના સુખની સાથે કે ચન્દનના વિલેપનથી ઉપજતાં સુખની સાથે સરખાવી શકાય તેવું નથી. ભાવાર્થ : સ્વાધીનપણે આત્માના શુદ્ધસ્વભાવરૂપ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મહાત્માનું સુખ દુનિયાના શ્રેષ્ઠ સુખો કરતાં પણ ચઢિયાતું હોય છે, તે તો જે માણે તે જાણે. તે સુખ આત્માના ગુણોમાં લીન બની અનુભવી શકાય તેવું છે, પણ શબ્દોનાં બીબામાં ઢાળી શકાય તેવું નથી. ભૌતિક દુનિયામાં સ્ત્રીના આલિંગનનું કે ગરમીથી સંતપ્ત થયેલ વ્યક્તિ માટે ચંદનના વિલેપનનું સુખ શ્રેષ્ઠ ગણાય છે. આવા શ્રેષ્ઠ કહેવાતાં સુખોપણ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીના સુખની સાથે સ૨ખાવી શકાય તેવાં નથી, કેમકે તે વિકારી અને પરાધીન છે, જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીનું સુખ અવિકારી અને સ્વાધીન છે. વળી ભૌતિક સુખોથી મળતી તૃપ્તિ, અતૃપ્તિને વધારે છે, જ્યારે જ્ઞાનયોગની મગ્નતાથી પ્રાપ્ત થયેલ સુખથી આત્મા સ્વરૂપમાં સ્થિર બની જાય છે એટલે કે તેની અનાદિની અતૃપ્તિઓ શાંત થઈ જાય છે. વિશેષાર્થ : જગતવર્તી સર્વ ૫૨ભાવોથી ચિત્તને પાછું વાળી સ્વભાવમાં (આત્માના શુદ્ધ એવા જ્ઞાન ગુણમાં) સ્થિર બનેલા મહાત્માને જ્ઞાનમગ્ન કહેવાય છે. સાધક જ્યારે જ્ઞાનમગ્ન બને છે, ત્યારે કષાયોના વિશેષ પ્રકારના ઉપશમને કા૨ણે તે ચિત્તની સ્વસ્થતાકૃત એક અનુપમ અને અવર્ણનીય સુખ અનુભવે છે. આ કલ્પનાતીત શ્રેષ્ઠ સુખ 1. પ્રત્યા ત્યેન્દ્રિયવ્યું, સમાધાય મનો નિનમ્ । ગ્વિન્માત્રવિશ્રાન્તિ, મગ્ન મિથીયતે ।।૨/૧।। - જ્ઞાનસરે ।। ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત કરીને પોતાના મનને જ્ઞાન સ્વરૂપ આત્મામાં એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાન્તિ લેનાર યોગી ‘(જ્ઞાન)મગ્ન’ કહેવાય છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અનુભવી શકાય તેવું છે, પણ શબ્દોની રચના દ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી. સંયોગમાં જ સુખ માનનારા બિચારા સંસારી જીવોએ જ્ઞાનમગ્નના આ અસાંયોગિક સુખનો ક્યારેય અનુભવ જ કર્યો હોતો નથી, તેથી તેઓને આ સુખ કેવું છે તે સમજાવવું હોય તો કોઈ ઉપમા આપી સમજાવવું પડે; પરંતુ જ્ઞાનમગ્નના સુખની સાથે સરખાવી શકાય એવું જગતનું કોઈ પૌદ્ગલિક સુખ જ નથી. ૩૪ સામાન્યથી મોહાધીન જીવો એવું માનતા હોય છે કે, પ્રિયાના આલિંગનનું સુખ કે ચંદનના વિલેપનનું સુખ એ જગતનું શ્રેષ્ઠ સુખ છે, આમ છતાં ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાનમગ્ન યોગીનાં સુખને આ પ્રિયાના આશ્લેષ કે ચંદનના વિલેપનથી પ્રગટતાં સુખની પણ ઉપમા આપી શકાય તેમ નથી. કારણ કે, ચંદનનું વિલેપન સર્વ ઋતુઓમાં સૌને સુખ આપી શકતું નથી. તો વળી આજના સારામાં સારા મસાજ ચિંતાતુર માનવીને ચિંતામુક્ત કરી સુખ આપી શકતા નથી તથા બહારથી સુંદર દેખાતી પણ મલ, મૂત્ર, લોહી, માંસ જેવા અપવિત્ર પદાર્થોથી બનેલા શ૨ી૨વાળી સ્ત્રીને ભેટવાથી તેના પ્રત્યે રાગવાળા પુરુષ ને જ સુખ થાય છે. તે સિવાયના લોકોને તો એ સ્પર્શ ગમતોપણ નથી, તેથી આવા સુખો સાથે જ્ઞાનમગ્નના સુખની કોઈ સ૨ખામણી જ થઈ શકે તેમ નથી. જ્ઞાનમગ્નનું સુખ તો જે માણે તે જ જાણે. આ જ્ઞાનમગ્નનું સુખ જાણવું હોય કે માણવું હોય તો ચિત્તમાં સતત ઊઠતા સંકલ્પ-વિકલ્પોના કલ્લોલોને શમાવવા પડે અને તે માટે શાસ્ત્રનો અભ્યાસ કરી સમિતિ-ગુપ્તિમય જીવન જીવવું પડે. આમ કરતાં જ્યારે ચિત્ત ઉપરથી મોહની પક્કડ કાંઈક ઢીલી પડે ત્યારે તત્ત્વચિંતનની કોઈક ઊંડી પળોમાં કે ઉપશમસુખની પરાકાષ્ઠાને પામેલા ૫૨માત્માની ભક્તિના રસથી ભીંજાયેલી કોઈક પવિત્ર પળોમાં તે અકળ અને અવર્ણનીય સુખ કેવું છે તે આપોઆપ સમજાય છે, આથી જ તો ગ્રંથકારશ્રી સ્વયં પ્રભુભક્તિના એક સુંદર સ્તવનમાં કહે છે કે, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં બીસર ગઈ દુવિધા તન મન કી અચિરા સુત ગુણગાન મેં...૧ જિન હિ પાયા તિન હિ છિપાયા, ન કહે કોંઉ કે કાનમે તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં... ૫ અવતરણિકા : જ્ઞાનમગ્ન મહાત્માઓને કેવું સુખ હોય છે તે જણાવી, હવે શાસ્ત્રોમાં સંયમપર્યાયની વૃદ્ધિથી તેજોલેશ્યાની વૃદ્ધિસ્વરૂપ જે સંયમીના સુખનું વર્ણન કરેલ છે તે પણ જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગીને જ ઘટે છે, તેમ જણાવતાં કહે છે શ્લોક : હમ મગન ભયે.... ।।૧૩।। तेजोलेश्याविवृद्धिर्यो' पर्यायक्रमवृद्धित! भाषितां भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ॥१४॥ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ – ગાથા-૧૪ ૩૫ શબ્દાર્થ : 9.પર્યાયમવૃદ્ધિત: - (સંયમના) પર્યાયના ક્રમની વૃદ્ધિથી ર/રૂ. યા તેનોટેરયાવિવૃદ્ધિ: - જે તેજલેશ્યાની = સુખની વૃદ્ધિ ૪. માવત્યા - ભગવતીસૂત્ર આદિ આગમોમાં છે. માષિતા - કહેવાઈ છે ૬. સા રૂલ્યમૂતી - તે = સુખની વૃદ્ધિ, આવા પ્રકારના સાધુને = જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી સાધુને ૭. યુ - ઘટે છે. શ્લોકાર્થ : જેમ જેમ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થાય તેમ તેમ તેજોલેશ્યાની એટલે કે ચિત્તના સુખની વૃદ્ધિ થાય છે, એવું ભગવતીસૂત્ર વગેરે આગમોમાં કહેવાયું છે. તેમાં દર્શાવેલી તેજોલેશ્યાની વૃદ્ધિ આવા પ્રકારના સાધુમાં એટલે કે જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી મહાત્મામાં જ ઘટે છે. ભાવાર્થ : શ્રીભગવતીસૂત્ર આદિ આગમ ગ્રંથોમાં કહ્યું છે કે, જેમ જેમ સાધુ ભગવંતનો સંયમ પર્યાય વધતો જાય તેમ તેમ તેમનું સુખ વધતું જાય છે. બાર માસના પર્યાય પછી તો સાધુ અનુત્તરના દેવો કરતાં પણ અધિક આંતરિક સુખ અનુભવે છે. આ ઉત્તરોત્તર વધતા જતાં સુખની પ્રાપ્તિને તેજોવેશ્યાની વૃદ્ધિ કહેવાય છે. સંયમપર્યાયની વૃદ્ધિ સાથે અનુભવાતી આ તેજોવેશ્યાની વૃદ્ધિનો અનુભવ સર્વ સાધુ ભગવંતો માટે શક્ય બનતો નથી; પરંતુ જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી મહાત્મા જ એનો અનુભવ કરી શકે છે. વિશેષાર્થ : શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે, સાધુનો સંયમપર્યાય જેમ જેમ વધે છે, તેમ તેમ સાધુની તેજોવેશ્યા વધતી જાય છે એટલે કે સાધુના આંતરિક સુખનો અનુભવ વધતો જાય છે. શ્રીભગવતીનું આ વિધાન સંયમ સ્વીકારનાર સર્વ સાધકોને લાગુ પડતું નથી, પરંતુ સંયમ સ્વીકારી જેઓ જ્ઞાનમગ્ન બન્યા હોય, તેવા જ્ઞાનયોગી મહાત્માઓમાં જ આ વિધાન સાકાર થતું દેખાય છે. 1, “તેજોલેશ્યા” શબ્દનો પ્રયોગ જૈન આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે : ૧. જીવનો પરિણામવિશેષ. ૨. તપોલબ્ધિથી પ્રગટતી શક્તિ. ૩. આંતરિક આનંદ; આંતરિક સુખ. અહીં જણાવેલી તેજોવેશ્યાનો અર્થ આંતરિક આનંદ કે આંતરિક સુખરૂપ સમજવાનો છે. શ્રી ભગવતીસૂત્રના ચૌદમાં શતકમાં દેવોની તેજોવેશ્યા (સુખાનુભૂતિ) સાથે શ્રમણની તેજોવેશ્યા (સુખાનુભૂતિ)ની તુલના બતાવવામાં આવી છે. ત્યાં ટીકાકાર મહર્ષિએ તેજલેશ્યાનો અર્થ ‘સુqસા ' કરેલો છે અર્થાત્ સુખાનુભવ. નવાંગી ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર)ની વૃત્તિમાં કહે છે કે, તેનોટેશ્યા દિ प्रशस्तलेश्योपलक्षणं, सा च सुखासिकाहेतुरिति कारणे तेजोलेश्यायाम् कार्योपचारात्तेजोलेश्याशब्देन सुखासिका विवक्षितेति' ॥ તેજલેશ્યા ખરેખર તો પ્રશસ્ત વેશ્યાનું ઉપલક્ષણ છે અને તે સુખાનુભૂતિનું કારણ છે, એથી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેજલેશ્યાને જ સુખાસિકારૂપે વર્ણવી છે. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ. પંચસૂત્રમાં તેજોવેશ્યાને “વિત્તસુત્કીમસ્ટસ” કહે છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સંયમપર્યાયનો સામાન્ય અર્થ છે; દીક્ષા જીવનનો કાળ. કર્મની પરવશતા અને પ્રમાદ આદિના કુસંસ્કારોને કારણે ક્યારેક સંયમ સ્વીકાર્યા પછી પણ ચારિત્રના પરિણામોમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે. નબળા નિમિત્તોથી સાધકનું સંયમજીવન મલિન પણ બને છે. અતિચારયુક્ત એવા તે કાળને સંયમપર્યાય તરીકે અહીં ગણત્રીમાં લેવાનો નથી; પરંતુ સંયમજીવન સ્વીકારી જેઓ શાસ્ત્રાનુસારે જીવન જીવે છે, એક પણ દોષ ન લાગી જાય તે માટે સાવધાન રહે છે અને નિરંતર જ્ઞાનમાં મગ્ન રહે છે, તેવા જ્ઞાનયોગી સાધકોનો સંયમ જીવનમાં સ્કૂલના વગર પસાર થયેલો કાળ જ સંયમપર્યાય તરીકે અહીં ગણત્રીમાં લેવાનો છે. આવો સંયમપર્યાય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ સાધક તેજોવેશ્યાની વૃદ્ધિનો અનુભવ કરે છે. તેજોલેશ્યા” તે શાસ્ત્રપ્રસિદ્ધ છ લશ્યામાંની એક વેશ્યા નથી; પરંતુ ચિત્તની સુખાસિકારૂપ છે. ચિત્તનો આ સુખાનુભવ અથવા સુખાકારી, આત્માના આનંદરૂપ છે. અને તે કષાયોના શમનથી અને વિષયોને વશ કરવાથી પ્રાપ્ત થાય છે. સંયમજીવનનો સ્વીકાર કરી સાધક વિષયોના માર્ગે પ્રવર્તતાં ઇન્દ્રિયો અને મનને પાછાં વાળી, આત્મભાવમાં સ્થિર કરવા યત્ન કરે છે. જેટલા અંશમાં તેનું મન બાહ્યભાવોથી પાછું વળી, આત્મામાં સ્થિર થાય છે, તેટલા અંશમાં તેની ઇચ્છાઓ અને અપેક્ષાઓ ઓછી થતી જાય છે, કષાયો શમતા જાય છે, ચિત્ત સ્વસ્થ અને શાંત બનતું જાય છે અને આત્મા પોતાના જ્ઞાનગુણમાં મગ્ન બની તેનો આનંદ માણી શકે છે, તેથી જ શ્રીભગવતીજીસૂત્રમાં કહ્યું છે કે, ઉત્તરોત્તર અધિક અધિક સુખની અનુભૂતિ કરતાં આ જ્ઞાનમગ્ન મહાત્માઓ બાર મહિનામાં તો અનુત્તરવાસી દેવોની તેજોવેશ્યાને પણ ઓળંગી જાય છે એટલે કે તેમના કરતાં પણ વધારે આંતરિક સુખ અનુભવે છે. દેવતાઓનું સુખ જો કે પોદ્ગલિક અને પરાધીન હોય છે, તેથી મુનિના સ્વાધીન એવા આત્મિક સુખની સાથે તેની કોઈ તુલના થઈ શકે તેમ જ નથી. આમ છતાં વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ, ઉત્તમોત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ, વિકૃત સહજ પ્રાપ્ત થતી અપેક્ષાઓની અલ્પતા, દ્રવ્યલેશ્યાની વિશુદ્ધિ, ઉદાત્ત આશય વગેરેના કારણે ઉપરના દેવતાઓ અધિક અધિકતર સુખાસિકાનો અનુભવ કરતા હોય છે, તેથી મુનિના ચિત્તની સુખાસિકાની વૃદ્ધિને દેવતાઓની સુખાસિકાની વૃદ્ધિ સાથે તુલના કરી સમજાવાઈ છે. ||૧૪ll શ્રીભગવતીસૂત્ર આદિ ગ્રંથોમાં તેજલેશ્યા વૃદ્ધિનો ક્રમ આ પણ બતાવ્યો છે : દીક્ષા પર્યાય કયા દેવોથી અધિક ચિત્ત સુખાસિકા ૧ માસ વાણવ્યંતર દેવો ૨ માસ, ભવનપતિના (અસુર સિવાયના દેવો) ૩ માસ અસુરકુમાર દેવો ૪ માસ ગ્રહ, નક્ષત્ર, તારાના દેવો ૫ માસ ચંદ્ર - સૂર્યના દેવો ૬-૭-૮ માસ ક્રમશ: પહેલા-બીજા વૈમાનિક દેવો, ત્રીજા-ચોથા વૈમાનિક દેવો અને પાંચમાં-છઠ્ઠા વૈમાનિક દેવો ૯-૧૦ માસ ક્રમશ: સાતમા-આઠમાં વૈમાનિક દેવો અને નવમાથી-બારમાં વૈમાનિક દેવો ૧૧-૧૨ માસ ક્રમશ: નવ રૈવેયક અને ૫ અનુત્તરના દેવો For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન તે જ ઉત્તમજ્ઞાન - ગાથા-૧૫ ભેદજ્ઞાન તે જ ઉત્તમજ્ઞાન ગાથા-૧૫ અવતરણિકા : જ્ઞાનમગ્ન યોગીના અનુપમ આત્મિક સુખનું તથા જ્ઞાનમગ્ન બનેલા સાધકનું સંયમપર્યાયની વૃદ્ધિથી પ્રાપ્ત થતાં સુખનું વર્ણન સાંભળી, સ્વાભાવિક રીતે જ એવી જિજ્ઞાસા ઊઠે કે જ્ઞાનમાં મગ્ન કેવી રીતે બનાય ? તેથી ગ્રંથકારશ્રી હવે તેવી જિજ્ઞાસાને સંતોષવા માટે ઉત્તમજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે શ્લોક : चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः : प्रतीयते' यदश्रान्तं' तदेव ज्ञानमुत्तमम् ॥१५॥ શબ્દાર્થ : ૧.વિન્માત્રજ્ઞોન - ચિન્માત્રસ્વરૂપથી ૨. જ્ઞાત્મન: - આત્માનું રૂ. યર્ - જે ૪. અન્યતિરિક્ત્તત્વમ્ - અન્યથી જુદાપણું ૧. અશ્રાન્ત- સતત / અસ્ખલિતપણે ૬. પ્રતીયતે - પ્રતીત થાય છે ૭. વેવ - તે જ ૮/૧. ઉત્તમમ્ જ્ઞાનમ્ - ઉત્તમ જ્ઞાન છે. શ્લોકાર્થ : ચૈતન્યસ્વરૂપે આત્મા સર્વ પદાર્થોથી જુદો છે એવું જે સતત પ્રતીત થાય છે, તે જ ઉત્તમશાન છે. ભાવાર્થ : ૩૭ ‘આ શરીર જુદું છે અને હું જુદો છું; શરીર માના પેટમાં પેદા થયું છે ને તે અહીં રહી જવાનું છે, જ્યારે આ શરીરમાં જે આવ્યો તે પણ હું છું અને આ શરીરમાંથી જે જવાનો છે તે પણ હું છું; શું કરવાથી હું આ શરીરમાં આવી ભરાણોઅને શું કરીને અહીંથી જવાનો છું ?હું અનંત જ્ઞાનમય, અખંડ આનંદમય છું. મારે મારું આ સ્વરૂપ પામવું છે’ આવી પ્રતીતિ તે ઉત્તમજ્ઞાન છે, તે જેને પ્રાપ્ત થયું હોય તેના સુખની કલ્પના કરવી પણ શક્ય નથી. અહીં એક વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ કે આવી સમજ કે વિચારણા એ ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિનું કારણ જરૂ૨ બની શકે, પણ તે ઉત્તમજ્ઞાન નથી. ઉત્તમજ્ઞાન તો અંતરમાં આવી સતત પ્રતીતિ થયા કરવી તે છે. વિશેષાર્થ : જ્ઞાનના જે ઉપયોગમાં સર્વ પુદ્ગલોથી ભિન્ન એવો આત્મા ફક્ત જ્ઞાનસ્વરૂપે પ્રતિભાસ થાય છે, તે ઉપયોગ જ જ્ઞાનયોગ છે. આ જ્ઞાનયોગમાં જ આત્માને સર્વકર્મોથી મુક્ત ક૨વાની ક્ષમતા રહેલી છે, તેથી જ તેને ઉત્તમ જ્ઞાન કહેવાય છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર “હું આત્મા છું, જ્ઞાન મારું સ્વરૂપ છે. જડ પદાર્થો કે આ શરીર હું નથી. જડ એવી ધન-સંપત્તિ પણ મારી નથી. મારે તેની સાથે કાંઈ લાગતું-વળગતું નથી. શરીરાદિનાં સુખ-દુ:ખ તે મારાં સુખ-દુ:ખ નથી. હું આ સર્વથી ભિન્ન છું. આ દેહ અને ઇન્દ્રિયો તે હું નથી, હું તો શરીર ને ઇન્દ્રિયોથી જુદો જ કોઈક પદાર્થ છું. ' ઇન્દ્રિયો ક્ષીણ થશે અને શરીર વિખરાઈ જશે, પણ હું તો કાળના અમર તખ્ત પર મોજડી ઉતારીને અચળ આસને બેઠો છું. મારો ક્યારેય વિનાશ નહિ થાય. હું મનનો કોઈ વિચાર નથી કે હૃદયની કોઈ લાગણી નથી. તે બંનેથી પર એવો હું તો નિર્વિચાર અને લાગણીશૂન્ય કોઈક અભૂત પદાર્થ છું. હું ચિત્ત નથી અને ચિત્તમાં રહેલ વૃત્તિઓ, ટેવો અને સંસ્કારો પણ નથી. હું તો ચિદાનંદમય ચેતન તત્ત્વ છું. ચિત્તનો કોઈ ભાર મારો નથી, હું તો સર્વ ભાર અને વજનથી મુક્ત છું, હું તો હવા અને પ્રકાશથી પણ નાજુક અને નિર્બન્ધ છું. હું સંકલ્પ-વિકલ્પો નથી, જૂની-નવી ટેવો મારી નથી. સારા-નરસાનાં, સુખ-દુ:ખનાં, પ્રિય-અપ્રિયનાં, રાગ-દ્વેષનાં જે જે સંવેદનો ચિત્ત અનુભવે છે તે કોઈ મારા નથી. હું આ બધાથી જુદો છું, બધાથી અતિરિક્ત છું, બધાથી અન્ય છું. બધાથી અલિપ્ત છું. બધાનો દ્રષ્ટા છું, પ્રેક્ષક છું, જોનાર છું અને જાણનાર છું. વિષય અને કષાયરૂપ સંસારની ચિકાશથી જે ખરડાય છે, તે હું નથી. હું તો અચલ, અખંડ, અલિપ્ત ચિન્મયમૂર્તિ છું. હું તો ત્રિકાળવ્યાપી ત્રિલોકવર્તી જ્ઞાનસ્વરૂપ છું, દુ:ખથી જર્જરિત થનાર કે સુખથી પાંગરનાર હું નથી. હું તો આનંદઘન અમૃતમય અમૂલ્ય ચેતનતત્ત્વ છું” આવું માત્ર જ્ઞાન નહીં પણ સતત એવી પ્રતીતિ થાય, સતત શરીર આદિથી ભિન્નસ્વરૂપે આત્માનો અનુભવ કે સંવેદન થાય તે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. આ ઉત્તમજ્ઞાનને પ્રાપ્ત કરવા અનેક સાધકો શાસ્ત્ર કે સદ્ગુરુના સહારે “હું આત્મા છું, જ્ઞાન મારો સ્વભાવ છે એવું બોલે છે, વિચારે છે અને તેના ઉપર ઊંડું આલોચન પણ કરે છે. તોપણ આ શબ્દો તેમની પ્રતીતિના વિષય બનતા નથી. ક્યારેક તો હું શરીર નથી આત્મા છું' તેવું બોલાતું હોય અને તેવી આત્મલક્ષી પ્રવૃત્તિ કરાતી હોય ત્યારે પણ શારીરિક સંવેદનાઓ તે મારી સંવેદનાઓ છે, એવું જ પ્રતીત થતું હોય છે. હકીકતમાં મોહાધીનતાના ગાઢ સંસ્કારને કારણે જ “હું શરીરથી ભિન્ન આત્મા છું', એવું બૌદ્ધિક રીતે સ્વીકારવા છતાં, એવું પ્રતીત થતું નથી. આ મોહાધીનતાનો નાશ કરવા જ સાધક અર્થ-કામ, સ્વજન-પરિવાર, મોહ-માયારૂપ સંસારનો ત્યાગ કરે છે, સદુગરની સમીપે રહે છે, શાસ્ત્રાભ્યાસ કરે છે, તેમની આજ્ઞાનુસાર વિવિધ અનુષ્ઠાન કરે છે, આ સર્વ અનુષ્ઠાનો દ્વારા તે કાયાનો રાગ કાઢવા પ્રયત્ન કરે છે, લોચ, વિહાર, તપાદિની ક્રિયા કરતાં તે સતત તપાસે છે કે મારાથી ભિન્ન એવા શરીરને પડતાં કષ્ટમાં મને મૂંઝવણ થાય છે કે નહિ ? પ્રારંભમાં સાધક શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં થતા રાગ-દ્વેષથી પર થઈ શકતો નથી; પરંતુ પુન: For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન તે જ ઉત્તમાન ગાથા-૧૫ પુનઃ પ્રયત્ન કરતાં એક એવી સ્થિતિનું સર્જન થાય છે, જેમાં સાધક શ૨ી૨થી કોઈ કાર્ય કરે, વાણીથી ઉપદેશ આપે કે મનથી કાંઈ વિચારે ત્યારે પણ તેને એવું લાગે કે આ બધી ક્રિયાઓ હું કરતો નથી, હું તો આ સર્વથી પર છું, આનાથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું, હું આ ક્રિયાઓનું જ્ઞાન કરું છું, ક્રિયાઓ થઈ રહી છે તેમ જોઉં છું, તેથી હું તેનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, પણ તેનો કર્તા નથી. આવી પ્રતીતિ થવાને કારણે સાધકને પોતાનાથી અન્ય એવા શારીરિક, વાચિક કે માનસિક ભાવોમાં ક્યાંય, ‘મેં આ કર્યું છે', તેવું અભિમાન થતું નથી. વળી, શરીરાદિ બાહ્ય ભાવોની હાનિ-વૃદ્ધિ કે સારા-નરસા ભાવની પ્રાપ્તિમાં તેને ક્યાંય રતિ-અરિત થતી નથી. આત્મા શરીરથી ભિન્ન છે એવી પ્રતીતિપૂર્વકના આ જ્ઞાનને ઉત્તમ જ્ઞાન કહેવાય છે. આ જ ભેદજ્ઞાન છે, કે જેના સહારે સાધક નિર્લેપતાની ચરમસીમા સુધી પહોંચી શકે છે. આવા જ્ઞાનને પામેલા સ્ફુલિભદ્રજી રૂપસુંદરી કોશાના હાવભાવ, રૂપરંગ બધું જ ખુલ્લી આંખે જોતા હતા, ષસ ભોજન આરોગતા હતા, તોપણ તેમને તેમાં રાગ થતો ન હતો. વળી આવા ઉત્તમજ્ઞાનવાળા ગજસુકુમાલમુનિનું તો માથું બળતું હતું, છતાં તેઓ તો તે વખતે પણ સમતા૨સના આનંદમાં મહાલતા હતા. કેમ કે તેઓ જાણતા હતા કે જે થાય છે તે જડ એવા શરી૨ને થાય છે, અને જડ એવા શરીર સાથે મને કાંઈ લાગતું-વળગતું નથી, માટે જ જડના સુખ-દુ:ખમાં તે વેગળા રહી શકતા હતા. ૩૯ ભેદજ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું હોય એવા આત્મા માટે બધું જ સુલભ હોય છે. ટૂંકમાં કહીએ તો આત્મા અને શરીરાદિ પુદ્ગલ વચ્ચેના ભેદની સમજ અને એવી સમજપૂર્વકની વિચારણા કરવી તે ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે અને આવી ભેદજ્ઞાનની સતત પ્રતીતિ થવી તે ઉત્તમ જ્ઞાન છે. ૧૫/ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા ગાથા-૧૬-૧૭ અવતરણિકા : મુનિનું ઉત્તમ જ્ઞાન અર્થાત્ જ્ઞાનયોગ પણ ભૂમિકાભેદે જુદા જુદા સ્વરૂપવાળું હોય છે, તેથી હવે ઉત્તમજ્ઞાનના પ્રકાર દર્શાવતાં કહે છે શ્લોક : शुभोपयोगरूपोऽयंळे, समाधिः” सर्विकल्पकः। શુદ્ધોપયો પત્તુ છે નિર્વિકલ્પતયેવૃ II ૨૬ II ६ શબ્દાર્થ : ૧.શુમોપયોરૂપ: - શુભઉપયોગરૂપ ૨. યં - આ = જ્ઞાનયોગ રૂ/૪. વિત્ત્વ: સમાધિ: - સવિકલ્પસમાધિરૂપ છે. ૬. શુદ્ધોપયોરૂપ: તવું - અને શુદ્ધ ઉપયોગરૂપ તે (ઉત્તમ જ્ઞાન) ૬. વૃ - ઈંગ્ = શુદ્ધ જ્ઞાન સાથેની એકતાસ્વરૂપે ૭. નિર્વિલ્પ: (સમાધિ:) નિર્વિકલ્પસમાધિરૂપ છે. શ્લોકાર્થ : શુભઉપયોગ સ્વરૂપ આ = પૂર્વની ગાથામાં વર્ણવેલું ઉત્તમ જ્ઞાન સવિકલ્પસમાધિરૂપ છે. તથા શુદ્ધઉપયોગ સ્વરૂપ તે ઉત્તમશાન તદેકદગ્ નિર્વિકલ્પસમાધિરૂપ છે એટલે કે, શુદ્ધજ્ઞાન સાથેની એકતાસ્વરૂપે નિર્વિકલ્પસમાધિરૂપ છે. ભાવાર્થ : આત્મભાવની જેમાં પ્રતીતિ થાય છે તેવું ઉત્તમજ્ઞાન પ્રારંભિક ભૂમિકામાં પ્રયત્ન સાધ્ય હોય છે; જ્યારે અભ્યસ્ત દશામાં તે જ સહજ બની જાય છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા સાધક પ્રારંભમાં જિનવચન, જિનપ્રતિમા આદિ શુભ નિમિત્તોનું આલમ્બન લઈ, તેના પ્રત્યે પ્રશસ્ત રાગ કેળવી આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. શુદ્ધ આત્મ તત્ત્વને પામવાનો પ્રશસ્ત રાગ પૂર્વકનો આ ઉપયોગ શુભઉપયોગ કહેવાય છે, આમ કરતાં સ્વરૂપની આંશિક સ્વાનુભૂતિ થાય છે. આત્મભાવના પ્રારંભિક અનુભવરૂપ આ શુભભાવનું વારંવાર ભાવન કરતા આત્મભાવમાં ઠ૨વાનો એક અભ્યાસ પડી જાય છે અને ધીમે ધીમે આત્મભાવની પ્રતીતિ સહજ બની જાય અને તે માટે કોઈ સંકલ્પની કે કોઈ આલમ્બનની જરૂરીયાત રહેતી નથી, ત્યારે તે આત્મભાવના અનુભવવાળા જ્ઞાનના ઉપયોગને શુદ્ધઉપયોગ કહેવાય છે. શુભઉપયોગ સવિકલ્પસમાધિ છે તો શુદ્ધઉપયોગ નિર્વિકલ્પસમાધિ છે. જે મોહના વિકારોથી રહિત શુદ્ધ જ્ઞાન ગુણ સાથેની એકરૂપતા સ્વરૂપ છે. વિશેષાર્થ : ‘જ્ઞાનસ્વરૂપ આત્મા સર્વ પુદ્ગલોથી ભિન્ન છે' - આવી પ્રતીતિ જેમાં સતત ૨હે તે ઉત્તમજ્ઞાન છે. આ ઉત્તમજ્ઞાન પ્રારંભિક કક્ષામાં પ્રયત્નથી સાધ્ય હોય છે અને અભ્યસ્ત દશામાં તે સહજ સાધ્ય હોય છે. પ્રારંભિક For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા - ગાથા-૧૭ ૪૧ ભૂમિકામાં સાધક માટે અસત્ વિકલ્પોથી બચવા સત્ વિકલ્પો કરવા જરૂરી હોય છે. તેથી તે શાસ્ત્રવચનોનું ચિંતન કરે છે, પ્રભુ પ્રતિમાનું ધ્યાન કરે છે, હેય ભાવોથી અટકવા ઉપાદેય ભાવોથી હૃદયને ભાવિત કરે છે, વગેરે આત્માની પ્રતીતિ કરવામાં સહાયક બને તેવી અનેક શુભક્રિયાઓ કરે છે. આવા અનેકવિધ પ્રયત્નોના પરિણામે તે ક્યારેક સમાધિનો અનુભવ કરી, આંશિકરૂપે પણ આત્મભાવમાં સ્થિર થઈ શકે છે. શુભ આલમ્બન અને સત્ ક્રિયાઓ પ્રત્યે પ્રશસ્ત રાગાંશવાળી અને અનેક શુભવિકલ્પો સહિતની આ અવસ્થા તે શુભઉપયોગરૂપ છે અને તે જ સવિકલ્પસમાધિરૂપ છે. આ રીતે વારંવાર પ્રયત્ન કરતાં સાધક એક એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યાં તેને ઉત્તમજ્ઞાનનું સુખ માણવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેનામાં બીજા વિકલ્પો તો દૂર રહો, આત્મભાવને પામવાના પણ કોઈ વિકલ્પો ઊઠતાં નથી. તે અવસ્થામાં સાધક જિનવચન કે જિનબિંબ આદિ કોઈ સહારા વિના સહજ રીતે ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માની સતત પ્રતીતિ કરી શકે છે, પ્રશસ્ત રાગાદિ જન્ય વિકલ્પો પણ શાંત થઈ ગયા હોય છે. તેથી તેને શુદ્ધઉપયોગ કહેવાય છે અને તે જ નિર્વિકલ્પસમાધિરૂપ છે. નિર્વિકલ્પસમાધિ તળેકદકુ હોય છે એટલે કે તેમાં શુદ્ધ જ્ઞાનદૃષ્ટિ સાથેની એકાકારતા હોય છે, તેમાં દરેક પદાર્થોનું મોહના સંશ્લેષ વગરનું શુદ્ધ જ્ઞાન થાય છે. દરેક પદાર્થ એકમાત્ર શેયરૂપે જોવાય છે, પણ તેમાં મમતા, રાગ કે દ્વેષાદિના કોઈ ભાવો ભળતાં નથી. જો કે સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થતી આ નિર્વિકલ્પ સમાધિના કાળમાં જીવ વીતરાગ નથી, તેથી ત્યાં પણ રાગાદિ ભાવો તો હોય છે; પરંતુ તે અત્યંત સૂક્ષ્મ હોય છે, વિકલ્પાત્મક હોતા નથી. //વડા અવતરણિકા : " બે પ્રકારની સમાધિ સામાન્યથી દર્શાવી, હવે તેનું જ વિશેષસ્વરૂપ બતાવે છેશ્લોક : आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः । छायाया दर्पणाभावे, मुखविश्रान्तिसन्निभः ||१७|| શબ્દાર્થ : 9. ધ: - (સવિકલ્પસમાધિરૂપ જ્ઞાનયોગ તે) પહેલો ૨/૩/૪, સાત્ત્વનો નામ યT: - સાલમ્બન નામનો યોગ છે. . પર: (નિર્વિકલ્પસમાધિરૂપ જ્ઞાનયોગ તે) બીજો ૬. ઢvમાવે - દર્પણના અભાવમાં ૭/૮, છાયાય મુનિશ્રાન્તિક્ષત્રિમ: - છાયાની મુખમાં વિશ્રાન્તિ જેવો છે. મનાલ્ટન્વન:- અનાલમ્બનયોગ કહેવાય છે. શ્લોકાર્થ : પહેલી સવિકલ્પસમાધિ તે પહેલો સાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે અને બીજી નિર્વિકલ્પ સમાધિ તે દર્પણના અભાવમાં છાયાની મુખમાં વિશ્રાન્તિ જેવો નિરાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ભાવાર્થ : સવિકલ્પસમાધિમાં સમવસરણસ્થ જિન કે જિનપ્રતિમા આદિના આલમ્બનથી ચિત્તને આત્મભાવમાં સ્થિર કરવા પ્રયત્ન કરાય છે, તેથી તેને સાલમ્બનયોગ કહેવાય છે. નિર્વિકલ્પસમાધિમાં સર્વ બાહ્ય આલમ્બન છોડી પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ધ્યાન કરી શુદ્ધ આત્મતત્ત્વને જોવા યત્ન કરાય છે, તેથી રૂપી પદાર્થના આલમ્બન વગરની આ સમાધિને નિરાલમ્બનયોગ કહેવાય છે. સામે દર્પણ હોય તો મુખનું પ્રતિબિંબ (છાયા) દર્પણમાં પડે છે; પરંતુ દર્પણ ન હોય તો તે પ્રતિબિંબ મુખમાં જ સમાઈ જાય છે, તેમ નિરાલમ્બનધ્યાનમાં બાહ્ય કોઈ આલમ્બન ન હોવાને કારણે જ્ઞાનનો ઉપયોગ બાહ્ય શેયના આકારવાળો બનતો નથી; પરંતુ આત્મસ્વરૂપ જ્ઞાનમાં જ વિશ્રાન્ત પામે છે. વિશેષાર્થ : યોગમાર્ગની સાધના કરતો પ્રથમ કક્ષાનો સાધક સાક્ષાત્ સદેહે વિચરતા પરમાત્મા કે તેમની મૂર્તિનું ધ્યાન કરી, તેમનું આલમ્બન લઈ પોતાના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં ગુણો પ્રત્યેનો રાગ હોવાથી સાધકના ચિત્તમાં સતત ગુણ પ્રાપ્તિના શુભ સંકલ્પો અને વિકલ્પો વર્તતા હોય છે. તેથી જ આ ધ્યાનને શુભ-ઉપયોગરૂપ સવિકલ્પસમાધિ કે સાલમ્બનયોગ કહેવાય છે. સાલમ્બનધ્યાનના સહારે આગળ વધતાં સાધક એટલો સક્ષમ બને છે કે તેને કોઈ બાહ્ય લમ્બનની જરૂરીયાત રહેતી નથી. ત્યારે સાધક બાહ્યમૂર્તિ આદિના ધ્યાનને છોડી આત્માના કે પરમાત્માના મૂળભૂત સ્વરૂપનું એટલે કે જ્ઞાનાદિ ગુણોનું આલમ્બન લઈને જ ધ્યાન કરે છે. તે ધ્યાનને નિર્વિકલ્પસમાધિ કે નિરાલમ્બનયોગ કહેવાય છે. તેમાં સાધક અરૂપી એવા પરમાત્માના જ્ઞાનાદિ ગુણોની સાથે તાદાભ્ય સાધી શકે છે. જે શાસ્ત્રમાં “સમાપત્તિ તરીકે ઓળખાય છે. અહીં ચોક્કસ પ્રશ્ન ઊઠે કે, નિરાલમ્બનયોગમાં પણ શુદ્ધ આત્માનું આલમ્બન તો છે જ, તો પછી તેને નિરાલમ્બન શા માટે કહેવાય છે ? વાત સાચી છે કે અહીં આમ તો શુદ્ધ આત્મતત્વનું આલમ્બન લઈને જ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી તેને નિરાલમ્બન ન કહેવાય પરંતુ કોઈ રૂપી પદાર્થનું આલમ્બન લઈને જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તતો નથી, વળી જે શુદ્ધ આત્મતત્ત્વનું આલમ્બન લેવાય છે તે પણ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયનો જરાપણ વિષય બનતો નથી, તેથી તે આલમ્બન પણ આલમ્બન ન હોવા બરાબર છે, આથી જેમ વ્યવહારમાં ઓછા મીઠાવાળી દાળને મીઠા વિનાની દાળ કહેવાય છે, તેમ ઇષતું એટલે કે કાંઈક આલમ્બન હોવા છતાં આ યોગને નિરાલમ્બન યોગ કહેવાય છે. આ પદાર્થને સમજાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, જેમ સામે દર્પણ હોય તો મુખનું પ્રતિબિંબ દર્પણમાં પડે; પરંતુ જો સામે દર્પણ જ ન હોય તો મુખનું પ્રતિબિંબ (છાયા) મુખમાં જ સમાઈ જાય છે, તેમ જ્યારે કોઈ બાહ્ય પદાર્થ જ્ઞાનનો વિષય બનતો હોય ત્યારે જ્ઞાનનો ઉપયોગ શેયનો (જ્ઞાનના વિષયનો) આકાર ધારણ કરે, પણ નિરાલમ્બન યોગમાં કોઈ બાહ્ય પદાર્થ જ્ઞાનના વિષય તરીકે ઉપસ્થિત ન હોવાથી જ્ઞાનનો ઉપયોગ શેયનો આકાર ધારણ કરતો નથી, ત્યારે શુદ્ધ આત્માના કેવળજ્ઞાનાદિ ગુણો જ જ્ઞાનના વિષય હોવાથી જ્ઞાનનો ઉપયોગ પોતાના શુદ્ધજ્ઞાનના સ્વરૂપને જોવામાં જ વિશ્રાન્તિ પામે છે. ૧૭lી. 1. “સમાપત્તિ'ની વિશેષ વિગતો માટે પહેલા અધિકારની ગાથા ૧૪ જોવી. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ - ગાથા-૧૮ ૪૩. વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ ગાથા ૧૮-૧૯-૨૦ અવતરણિકા : અન્યથી ભિન્ન માત્ર જ્ઞાનસ્વરૂપે આત્માની પ્રતીતિ કરવી તે ઉત્તમજ્ઞાન છે - એવું કહેવા દ્વારા ગ્રન્થકારશ્રીએ “આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ જણાવ્યું, હવે આત્મા શું નથી તે જણાવે છેશ્લોક : यद् दृश्यं यच्च निर्वाच्यं , मननीयं च यद् भुवि । तद्रूपं परसंलिष्टं, न शुद्धद्रव्यलक्षणम् ॥१८]] શબ્દાર્થ : 9. મુવિ - જગતમાં ૨. યદું ટૂછ્યું - જે દૃશ્ય છે, ૩/૪, નિર્વાચ્ચું - અને જે વાચ્ય છે, ૫/૬/૭. યત ઘ મનનીયં - અને જે મનનીય છે, ૮/૨. તત્ રૂપં ઘરસંf - તે રૂપ પરસંશ્લિષ્ટ છે = પર સાથે જોડાયેલું છે. 9099. શુદ્ધદ્રવ્યક્ષમ ન - (તે) શુદ્ધ (આત્મ)દ્રવ્યનું લક્ષણ નથી. શ્લોકાર્થ : જગતમાં જે પદાર્થ દશ્ય છે, જે વાચ્ય છે અને જે મનનીય છે, તે રૂપ બીજાના સંયોગવાળું છે, તે શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષણ નથી. ભાવાર્થ : આંખથી જે દેખાય છે, વાણી દ્વારા જેનું વર્ણન કરી શકાય છે અને મન દ્વારા જેના વિચારો કરી શકાય છે, તે પુદ્ગલ સાથે સંબંધિત અશુદ્ધ આત્મદ્રવ્ય હોય છે, પરંતુ શુદ્ધ આત્મદ્રવ્ય હોતું નથી. પુદ્ગલની ક્ષમતા એટલી જ છે કે તે પૌદ્ગલિક પદાર્થને ગ્રહણ કરી શકે, તેથી દૃષ્ટિ, વાણી કે મન જેવી પૌદ્ગલિક ઇન્દ્રિયો પુદ્ગલસંયુક્ત આત્માને જાણી શકે, પણ શુદ્ધ આત્મદ્રવ્યને જાણવો તે તેમના માટે શક્ય નથી. વિશેષાર્થ : દુનિયામાં જે દેખાય છે, જે શબ્દોથી વર્ણવી શકાય છે કે જે મનથી વિચારી શકાય છે, તે સર્વે પણ પુદ્ગલથી સંકળાયેલા સકર્મક આત્માઓ જ હોય છે; પરન્તુ સર્વથા પુદ્ગલના સંગથી રહિત આત્મા હોતા નથી. બીજા પદાર્થોની વાત તો દૂર રહી, પણ ક્યારેક સદેહે વિચરતા પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય તો તે પણ વાસ્તવમાં પરમાત્માનું દર્શન નથી, તે તો તીર્થંકર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા અલૌકિક ઐશ્વર્યથી સંપન્ન પરમાત્માના અદ્ભત દેહનું દર્શન હોય છે. આ દેહ તો પુદ્ગલસ્વરૂપ હોય છે, તેમાં રહેલો દેહી એટલે કે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પરમાત્મા તો અરૂપી અને અતીન્દ્રિય છે. આંખ તેને જોવા સમર્થ નથી, મુખ તેને વર્ણવવા માટે સમર્થ નથી અને મન તેનું મનન કરવા સમર્થ નથી; તેથી જ કહ્યું છે કે, જે દેખાય છે, જેનું વર્ણન કરાય છે કે જેનું મનન કરાય છે તે શુદ્ધ આત્મા નથી. વાણી દ્વારા શુદ્ધ આત્માના કે વીતરાગ પરમાત્માના ક્ષમા આદિ અનેક ગુણોનું વર્ણન કરી શકાય છે. આ વર્ણન સાંભળીને પણ ગુણયુક્ત પ્રભુની કાયા જે પુદગલસ્વરૂપ છે તેની જ ઉપસ્થિતિ થઈ શકે છે: પરંતુ ગુણી એવા આત્માની ઉપસ્થિતિ થઈ શકતી નથી, તેથી વાણીથી જેનું વર્ણન કરાય છે તે પણ શુદ્ધાત્મા તો નથી જ. શાસ્ત્રોમાં વર્ણવેલ શુદ્ધઆત્માની યતુકિંચિત વાતોના આધારે પ્રારંભિક કક્ષાના સાધકો આત્માનું ચિંતન કરવા કે આત્માનું ધ્યાન કરવા પ્રયત્ન કરે છે, પણ મન તે જ પદાર્થને વિચાર દ્વારા ઉપસ્થિત કરી શકે છે કે, જે તેણે પૂર્વે કોઈ ઇન્દ્રિયોથી ગ્રહણ કર્યો હોય કે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય તેવો હોય, તેથી પરમાત્માને સાક્ષાત્ જોયા પછી કે તેમનું વર્ણન જાણ્યા પછી પણ મન જેના વિચારો કરે છે તે પુદ્ગલથી સંલગ્ન એવું આત્મદ્રવ્ય હોય છે, તેથી શુદ્ધ આત્મદ્રવ્યના સ્વરૂપનું મનન પણ કરી શકાતું નથી. વાસ્તવમાં પુદ્ગલથી બનેલી ઇન્દ્રિયોની ક્ષમતા ખૂબ મર્યાદિત છે, તે પુદ્ગલ સાથે જોડાયેલા દ્રવ્યનો બોધ કરી શકે છે પણ શુદ્ધ આત્મદ્રવ્યનો બોધ કરી શકતી નથી, શુદ્ધ આત્મદ્રવ્યનો બોધ તો અનુભવ જ્ઞાનથી જ થાય છે, તેથી નિર્વિકલ્પ અવસ્થામાં રહેલા યોગીઓ આ જ્ઞાન દ્વારા આત્માનું સંવેદન કરી શકે છે. ||૧૮ll અવતરણિકા : જગતમાં જે પણ દર્શનીય, વર્ણનીય અને મનનીય છે, તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી' તેમ જે પૂર્વ શ્લોકમાં જણાવ્યું તેને જ આગમની સાક્ષી આપી સ્પષ્ટ કરે છેશ્લોક : अपदस्य पदं नास्तीत्युपक्रम्यागमे ततः' । उपाधिमात्रव्यावृत्त्या, प्रोक्तं शुद्धात्मलक्षणम् ॥१९॥ શબ્દાર્થ : 9. તત: - તે કારણથી = જે દૃશ્યાદિ છે તે શુદ્ધાત્માનું લક્ષણ નથી તે કારણથી, ૨. મામાને - આગમમાં રૂ/૪/૬. ‘માર્ચ પર્વ નાસ્તિ' . “અપદને પદ નથી' ૬. તિ ઉપક્રખ્ય - એવું જણાવીને ૭. ૩uધમાત્રવ્યવૃન્યા - ઉપાધિમાત્રની વ્યાવૃત્તિથી ૮, શુદ્ધાત્મસાત્ - શુદ્ધ આત્માનું લક્ષણ છે. પ્રોવરમ્ - કહેવાયું છે. શ્લોકાર્થ : (જે કારણથી જે દશ્યાદિ પદાર્થો ઇન્દ્રિયો કે મનનો વિષય બને છે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી) તે કારણથી આગમમાં “અપદને પદ નથી' એવું કહીને ઉપાધિમાત્રની વ્યાવૃત્તિ કરવા દ્વારા શુદ્ધ આત્માનું લક્ષણ બતાવ્યું છે. Jain Education Interational For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ - ગાથા-૧૯ ભાવાર્થ : શુદ્ધ આત્માનું સ્વરૂપ દશ્ય, વાચ્ય કે મનનીય નથી, તેથી આચારાંગસૂત્ર નામના આગમમાં જણાવ્યું છે કે, “અપદ એવા આત્માને જણાવનારું કોઈ પદ નથી.” આમ જણાવીને ત્યાં કર્મ, શરીર કે અન્ય કોઈપણ સાથેના સંબંધરૂપ ઉપાધિથી રહિત, ત્રણે કાળમાં એક સ્વરૂપવાળું અને સર્વ જીવોમાં સમાનતાની બુદ્ધિ કરાવે તેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. વિશેષાર્થ : શબ્દોનું કાર્ય એક જ હોય છે કે કોઈ પદાર્થને ઓળખાવવો. જેમકે “ઘટ’ શબ્દ સંભળાય કે તરત જ બુદ્ધિમાં પાણી ભરવાના એક સાધન સ્વરૂપ ઘટ પદાર્થ ઉપસ્થિત થઈ જાય છે. તેથી એવું કહી શકાય કે “ઘ' અ ‘ટ’ એવા અક્ષરોથી બનેલો “ઘટ” શબ્દ ઘટ પદાર્થને ઓળખાવે છે, તેથી “ઘટ’ એ વાચક પદ છે અને દેખાતો ઘડો તેનાથી વાચ્ય પદાર્થ છે. ઘટ વગેરે પૌદ્ગલિક પદાર્થો શબ્દથી વર્ણવી શકાય તેવા છે, એટલે તેનાં વાચક પદો સંભળાતાં તે બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે; પરંતુ આત્મા માટે એવું બનતું નથી. “આત્મા' એવું પદ બોલાય ત્યારે “આત્મા' નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થતો નથી; કેમ કે શબ્દ સાંભળવાની સાથે બુદ્ધિમાં તે જ પદાર્થ ઉપસ્થિત થાય છે કે જે પુદ્ગલથી સંકળાયેલ હોય. શબ્દોની મર્યાદા છે કે તે પુદ્ગલથી સંકળાયેલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું વર્ણન કરી પદાર્થનો બોધ કરાવી શકે, જ્યારે શુદ્ધ આત્મા તો પુદ્ગલના સંગથી રહિત છે, તેથી શબ્દ દ્વારા આત્માના સ્વરૂપનું દર્શન કે સ્મરણ થતું નથી. આથી જ આગમમાં કહ્યું છે કે, “અપદને (-આત્માને) પદ નથી” એટલે કે વચનથી અગોચર એવા આત્માનું વાચક બને એવું કોઈ પદ (શબ્દ) નથી. અહીં પ્રશ્ન થાય કે, જેમ “ઘટ' પદથી ઘટ નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે, તેમ “આત્મા” એવું પદ બોલવાથી આત્મા નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થઈ શકે છે, તો આત્માને અપદ કેવી રીતે કહેવાય ? વાત અપેક્ષાએ સાચી છે કે આત્મા માટે વાચક બને તેવું “આત્મા' પદ છે, આમ છતાં “આત્મા’ એવો શ બોલાય ત્યારે આત્માનું કોઈ સ્વરૂપ બુદ્ધિમાં ઉપસ્થિત થતું નથી. “આત્મા' પદથી આત્મા કેવો હશે તે જણાતું પણ નથી, તેથી આત્માને અપદ કહ્યો છે. જેમ દુનિયામાં ઘણા ભાવો એવા છે કે જેને કહી ન શકાય, આમ 1. મયર્સ પયં નત્યિ | -૬-૨૭૨ - શ્રી માવીર ઉસૂત્રે || અંશ પણિ નવિ ઘટે પૂરણ દ્રવ્યના દ્રવ્ય પણિ કિમ કહું દ્રવ્યના ગુણ વિના અકલને અલખ ઈમ જીવ અતિ તંતથી, “પ્રથમ અંગે' વદીઉં અપદને પદ નથી. ૩૨૩ [૧૬-૮] - ગ્રંથકારશ્રી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // 2. જે પદ ન હોય તેને અપદ કહેવાય તેથી અપેક્ષાએ તો વાસ્તવિક દેખાતો ઘડો પણ પદ નથી તેથી તેને પણ અપદ કહેવો જોઈએ, પરંતુ “ઘટ' પદ બોલતાં ઘટ પદાર્થ ઉપસ્થિત થાય છે, તેથી “ઘટ' પદ અને ઘટ પદાર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ છે. પદ અને પદાર્થ અપેક્ષાએ ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન પણ છે એટલે કે એક જ છે, તેથી ઘડાને ઉપચારથી ઘટ પદ પણ કહેવાય છે. આમ ઘડો પદ નથી છતાં તેને અપદ કહેવાતો નથી. પરંતુ જે પદાર્થ કોઈ પદથી વાચ્ય ન બને તેને તો ઉપચારથી પણ પદ ન કહેવાય, આથી જ આત્માને અપદ કહ્યો છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર છતાં આવા ભાવો માટે “અનભિલાય' એવું પદ તો છે; પરંતુ “અનભિલાખ' એવા વાચકપદથી એટલો જ અર્થ પ્રાપ્ત થાય કે તે ભાવો વિદ્યમાન હોવા છતાં શબ્દથી વર્ણવી શકાય તેવા નથી, આથી અનભિલાપ્ય ભાવો માટે “અનભિલાપ્ય” એવું વાચક પદ હોવા છતાં તે અવાચ્ય જ રહે છે, તેમ આત્મા માટે “આત્મા” એવું વાચક પદ હોવા છતાં આત્મા અવાચ્ય જ રહે છે, તેથી જ આત્માને અપદ કહેવામાં કોઈ દોષ નથી. શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષણ રજૂ કરતી વખતે શ્રીઆચારાંગસૂત્રમાં પ્રથમ તો એમ જ કહ્યું કે આત્માનું શુદ્ધસ્વરૂપ કોઈ શબ્દથી વર્ણવી શકાય તેવું નથી. આ રીતે ઉપક્રમ એટલે કે પ્રારંભ કરીને પછી આત્મા શું શું નથી એવું જણાવી શુદ્ધ આત્માનું લક્ષણ ઉપાધિમાત્રની“ બાદબાકી કરીને કર્યું છે. ત્યાં જણાવ્યું છે કે કર્મ, શરીર કે અન્ય કોઈ પ્રકારના પદાર્થની સાથેના સંબંધરૂપ જે ઉપાધિઓ છે, તે સર્વ ઉપાધિઓથી રહિત ત્રિકાલવર્તી એકસ્વરૂપવાળો આત્મા છે, તે તર્ક કે બુદ્ધિનો વિષય નથી, તે દીર્ઘ નથી કે હૃસ્વ નથી, તેનો કોઈ આકાર નથી, કોઈ વર્ણ નથી, કોઈ ગંધ નથી, કોઈ સ્વાદ નથી, કોઈ સ્પર્શ નથી અને તેને કોઈ સંગ નથી. શુદ્ધાત્માની, તેના સુખની કે તેના જ્ઞાનની કોઈ ઉપમા નથી. આ જ કારણથી અરૂપી સત્તા ધરાવનાર શુદ્ધ આત્માને વર્ણવી શકે એવો કોઈ શબ્દ નથી. યોગીઓને ગમ્ય, બધા જીવોમાં એકતાની પ્રતીતિસ્વરૂપ શુદ્ધાત્માનું લક્ષણ અનુભવનો વિષય છે, શબ્દોનો નહીં. ll૧૯ો. 3. ગ્રંથકારશ્રી કૃત ૩૫૦ ગાથાના સ્તવનના ટબામાં શ્રીઆચારાંગ સૂત્રનો પાઠ આપી જણાવ્યું છે કે, 'विक्खायरए सव्वे सरा णियटृति, तक्का जत्थ न विज्जई, मई तत्थ न गाहिया, ओए, अपइट्ठाणस्स खेयन्ने, से ण दीहे, ण हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किण्हे, न नीले, न लोहिए, न हालिद्दे, न सुक्किल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे, न लुक्खे, न काऊ, न रुहे, न संगे, ન સ્થી, ન રિસે, ન અન્નઈ, પરિશ્ન, સ, ૩વમાં ન વિણ, ૩ રૂવી સત્તા, સપથ પડ્યું નથિ | ઇત્યાદિ. ઇમ આચારાંગ, પંચમાધ્યયને, ઉદ્દેશ છદ્દે જૂિ.પ-૬- ૧૭૧] કહ્યું છે. એહમાં વિષમ પદનો અર્થ : વિખાય ક0 મોક્ષ, તેહને વિષે રએ ક0 રાતા, સલ્વે સરા ક0 તે મોક્ષસ્વરૂપ કહેવું છે તે કહે છે - સર્વ સ્વર નિવાર્યા છે. એટલે કોઈ શબ્દ વાચ્ય નથી. તક્કા કઈ વિચાર જે ‘આમ હસ્યું કે આમ હસ્ય’ તે ન કહેવાય, મતિ જે ઉત્પાતકી પ્રમુખ તેહનો ગ્રાહ જેહને વિષે નથી, તે પણ ઓએ ક0 એકલા છે, કર્મકલંક સહિત નથી, તથા અપઇટ્ટાણસ ક0 ઉદારીકાદિક શરીરનું પ્રતિષ્ઠાન નથી તથા ખેત્રે ક0 લોકાલોકના જ્ઞાયક છે તથા ન કાઓ ક0 કાય નથી, ન રુહે ક0 સંસારમાં ઊગવું નથી, ન અન્નહા ક0 નપુંસક નથી. પરિત્રે ક0 સમસ્ત પ્રકારે જાણે છે, સત્રે ક0 સમ્યફ જાણે છે, તથા અપયમ્સ પયં ક0 નથી જે અવસ્થા વિશેષ તે નથી જેહને તે અપદ કહિયે, એતલે અપદ તે સિદ્ધને, અપદને નલ્થિ પદ ક0 જે અભિધાન તે નથી, એટલે સિદ્ધને કોઈ નામે કહી બોલાવી = તે નથી. ઇતિ ભાવ: ૩૨૩ [૧૬-૮] - ઉ. યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ટબો 4. ઉપાધિ - જે પદાર્થ કે દોષ વસ્તુના મૂળ સ્વરૂપને વિકૃત બનાવે અથવા વસ્તુ જે સ્વરૂપે હોય તેના કરતાં અન્ય સ્વરૂપે દેખાડે તેને ઉપાધિ કહેવાય છે. નિર્મળ સ્ફટિકને જાસૂદનું ફુલ લાલ દેખાડે છે, તેથી તે જાસૂદનું ફૂલ ઉપાધિ કહેવાય છે, તેની જેમ કર્મ, અને કર્મથી પેદા થતા રાગાદિ ભાવો કે શરીર વગેરે નિર્મળ એવા આત્માને મોહમિશ્રિત -પુદ્ગલસ્વરૂપ બતાવે છે, તેથી કર્મ આદિ આત્મા માટે ઉપાધિસ્વરૂપ છે. For Personal Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ અવતરણિકા : ગાથા-૨૦ ઉપાધિમાત્રની બાદબાકી કરીને જે શુદ્ધાત્માનું લક્ષણ કહેવાયું એ વાતને હવે વેદ વચનોના પ્રમાણ દ્વારા સ્પષ્ટ કરે છે શ્લોક : २ ૩ તો વાયો' નિવર્તન, (હ્યુ)પ્રાપ્ય મનસા સદ્દ | ષો II૨૦II ७ કૃતિ શ્રુતિરપિ વ્યક્તતર્યાનુ ૪૭ શબ્દાર્થ : ૧. યત: - ‘જે કારણથી ર/રૂ. મનÇા સજ્જ - મનની સાથે ૪. વાઘઃ - વાણી (પણ) .પ્રાપ્ય - (શુદ્ધ આત્માના સ્વરૂપને) પ્રાપ્ત કર્યા વિના ૬. નિવર્તતે - પાછી ફરે છે (તે કારણથી આત્મા વચનાતીત છે)' ૭/૮. રૂતિ શ્રુતિરપિ - આવી શ્રુતિ પણ = આવું વેદ વાક્ય પણ ૬. વ્યવક્તમ્ - સ્પષ્ટપણે ૧૦. તાર્થાનુાવળી - આ = પૂર્વ શ્લોકમાં જણાવેલ, ‘આત્માને વાણીથી જણાવી શકાતો નથી' એ અર્થને કહેનારી છે. શ્લોકાર્થ : ‘જે કારણથી મનની સાથે વાણી (પણ શુદ્ધ આત્મસ્વરૂપને) પામ્યા વિના પાછી ફરે છે (તે કારણથી શુદ્ધ આત્મસ્વરૂપ વચનાતીત છે).’ એ પ્રમાણેની શ્રુતિ પણ = વેદનું વચન પણ સ્પષ્ટપણે આ અર્થને = પૂર્વ શ્લોકમાં જણાવેલ ‘આત્માને શબ્દોથી વર્ણવી શકાતો નથી' એ અર્થને અનુસરનારી છે. ભાવાર્થ : ‘શુદ્ધ આત્માના સ્વરૂપનો બોધ કરાવે એવા કોઈ શબ્દો નથી' આવી વાત ગ્રન્થકારશ્રીએ તો કરી; પરંતુ શ્રુતિ પણ તેવી જ છે એટલે કે વેદમાં પણ આ જ વાત કરી છે. ત્યાં પણ કહ્યું છે કે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યા વિના એટલે કે તેનો અનુભવ કે તેનો બોધ મેળવ્યા વિના મનની સાથે વાણી પણ પાછી ફરે છે, તેથી વેદનાં વચનો પણ આ જ અર્થને કહેનારાં છે, એવું જણાવી ગ્રન્થકારશ્રી ‘અપદને પદ નથી' એ આગમવચનની પુષ્ટિ કરે છે. વિશેષાર્થ : વેદમાં કહ્યું છે કે, મનની સાથે વાણી પણ આત્માનો બોધ કરાવ્યા વિના પાછી ફરે છે, કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ વાણી દ્વારા આત્માના સ્વરૂપનું વર્ણન કરતી હોય અને સાંભળનાર શ્રોતા તેને સમજવા મનથી પ્રયત્ન કરતો હોય, ત્યારે વક્તાની વાણી આત્મસ્વરૂપને ઓળખાવી શકતી નથી અને શ્રોતાનું મન આત્મસ્વરૂપનો બોધ મેળવી શકતું નથી. આમ વાણી આત્મસ્વરૂપનું વર્ણન ક૨વા પ્રયત્ન કરે છે, પણ તે પોતાના કાર્યમાં સફળ થતી નથી અને મન સાંભળેલી વાણી દ્વારા આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તે પણ બોધ 1. યતો વાચો મિવર્તતે -તૈતિરીયોપનિષવ: બ્રહ્માનન્દ્વમીમાંસાયામ્ (દ્વીતીયાવથી - ૧) ।। For Personal & Private Use Only www.jainlibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવા સમર્થ બનતું નથી, તેથી વેદના આ વચનથી પણ સ્પષ્ટ જણાય છે કે, આત્મા વાણીનો પણ વિષય નથી કે મનનો પણ વિષય નથી. આ વાત જાણી, એક પ્રશ્ન ઊઠી શકે કે જો શુદ્ધ આત્મા વાણી કે મનનો વિષય નથી તો શાસ્ત્રમાં તેનું વર્ણન અને તેને પામવાના ઉપાયો દર્શાવ્યા છે તે શું નકામાં છે ? “ના” એવું નથી. શાસ્ત્ર ભલે શબ્દો દ્વારા આત્માનું દર્શન કરાવી ન શકે, તોપણ આત્મા સંબંધી જિજ્ઞાસા જગાડી શકે છે. આત્મદર્શનની તલપ પ્રગટાવી શકે છે. વળી, શાસ્ત્ર જણાવેલા ઉપાયો અનુસાર જે સાધક પ્રવૃત્તિ કરે છે, તે સાધક સૂક્ષ્મ અંતરંગ પ્રયત્ન કરીને કષાયોનો હ્રાસ કરી ક્રમશ: જ્ઞાનયોગ દ્વારા આત્મદર્શન પણ કરી શકે છે, તેથી શાસ્ત્ર વ્યર્થ તો નથી જ, પરંતુ પરંપરાએ આત્મદર્શન માટે તે અતિ ઉપકારક છે. ૨૦ll For Personal Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા - ગાથા-૨૧ આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા ગાથા-૨૧-૨૨-૨૩ અવતરણિકા : શાસ્ત્ર કેમ શુદ્ધાત્મદ્રવ્યનું સ્વરૂપ બતાવી શકતાં નથી ? તે શંકાનું સમાધાન કરે છેશ્લોક : अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना' । शास्त्रयुक्तिशतेनापि, नैव' गम्यं कदाचन ॥२१॥ શબ્દાર્થ : ૧/૨. વિશુદ્ધાનુવં વિના : વિશુદ્ધ એવા અનુભવ વગર રૂ/૪/૬. અતીન્દ્રિય પરં બ્રહ્મ - અતીન્દ્રિય એવું પરમ બ્રહ્મ ૬. શાસ્ત્રવિતરશતેનાર - શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ ૭, કાવન - ક્યારેય ૮/૧. મળ્યું નૈવ - જાણી શકાય તેમ નથી જ શ્લોકાર્થ : વિશુદ્ધ એવા અનુભવજ્ઞાન વગર ઇન્દ્રિયથી અગોચર એવું પરમ બ્રહ્મ = આત્મતત્ત્વ, શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ ક્યારેય જાણી શકાય તેમ નથી જ. ભાવાર્થ : અતીન્દ્રિય એવું પરબ્રહ્મ ઇન્દ્રિયથી જાણી શકાતું નથી. વિશુદ્ધ અનુભવ જ તેને જાણવાનો સચોટ ઉપાય છે, તેથી જ શાસ્ત્રોની સેંકડો યુક્તિથી પણ શુદ્ધ આત્મતત્ત્વને જાણવું અશક્ય જ છે. વિશેષાર્થ : આ દુનિયામાં ઘણી વસ્તુઓ એવી છે જે આંખથી ન દેખાય, પણ બીજી ઈન્દ્રિયોથી તેનો અનુભવ થઈ શકે છે. અદશ્ય હોવા છતાં તે વસ્તુઓને ઈન્દ્રિયગ્રાહ્ય તો કહેવાય જ છે; પરંતુ કર્માદિ મલથી રહિત શુદ્ધ બ્રહ્મ (શુદ્ધ આત્મા) એક એવો પદાર્થ છે, જે કોઈપણ ઈન્દ્રિય કે મન દ્વારા જાણી શકતો નથી, માટે તેને અતીન્દ્રિય કહેવાય છે. અતીન્દ્રિય એવું પરબ્રહ્મ એક માત્ર વિશુદ્ધ અનુભવથી જ જાણી શકાય છે. અનુભવ બે પ્રકારના હોઈ શકે છે : અશુદ્ધ અને વિશુદ્ધ. ક્રોધાદિ કષાયોનો કે શબ્દાદિ વિષયોનો પણ આત્માને અનુભવ થાય છે; પરંતુ તે અનુભવ કર્મ અને ભાષાયિક ભાવોથી થયેલો હોવાને કારણે, તેને અશુદ્ધ અનુભવ કહેવાય છે. અશુદ્ધ અનુભવ દ્વારા આકુળવ્યાકુળ ચેતનાનો અનુભવ થઈ શકે, પરંતુ શુદ્ધ બ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી. શુદ્ધ બ્રહ્મનો અનુભવ તો શુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે છે, તેને પ્રાપ્ત કરવા સાધકે સૌ પ્રથમ હૃદયને શાસ્ત્રવચનથી ભાવિત કરવું પડે, શાસ્ત્રાનુસારી ક્રિયા કરી કર્મ અને કષાયોના નાશ માટે યત્ન કરવો પડે, મનને ધ્યાનમાં સ્થિર કરવું પડે, તેમ કરતાં જ્યારે કષાયો શમે, વિષયોની આસક્તિ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ0 અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ટળે, મનની આકુળતા-વ્યાકુળતા નાશ પામે અને નિરાકુળ ચેતનાનો અનુભવ થાય ત્યારે વિશુદ્ધ અનુભવ પ્રાપ્ત થયો કહેવાય, તે વિશુદ્ધ અનુભવ દ્વારા જ પરબ્રહ્મ જાણી શકાય છે. વિશુદ્ધ અનુભવ વિના ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, શાસ્ત્રમાં જણાવેલી સેંકડો યુક્તિઓને જોડવામાં આવે, ગમે તેટલા તર્ક-વિતર્ક કરવામાં આવે તોપણ શાસ્ત્રોની મર્યાદાને કારણે પરબ્રહ્મ જાણી શકાતું નથી, કેમ કે યુક્તિઓ દ્વારા પરબ્રહ્મના અસ્તિત્વનો નિર્ણય કરી શકાય છે, પરંતુ તેનાથી પરબ્રહ્મનો અનુભવ તો ક્યારેય પણ થઈ શકતો નથી. ર૧ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે, “વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી પણ પરમ બ્રહ્મ જાણી શકાતું નથી' - ત્યાં પ્રશ્ન થાય કે જો શાસ્ત્ર પરબ્રહ્મને ન જણાવી શકે તો તે નક્કામાં થઈ જશે. તેના સમાધાનરૂપે શાસ્ત્રના રસાસ્વાદરૂપ અનુભવથી પરંપરાએ પરબ્રહ્મ જાણી પણ શકાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક : છેષ' 'ત્પના શાસ્ત્રક્ષીરાદિની ! विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥२२॥ શબ્દાર્થ : ૨. છેષ - કોની ૨. જ્યનાર્થી - કલ્પનારૂપ કડછી = ચમચો ૩/૪. શાસ્ત્રક્ષીરાનાદિની ન - શાસ્ત્રરૂપી ક્ષીરાન્સમાં પ્રવેશ કરનારી નથી ? . મનુમનહિંયા - (પરંતુ) અનુભવરૂપી જીભ વડે ૬. તદ્રસાસ્વાવિ૬: - તેના = શાસ્ત્રના રસાસ્વાદને જાણનારા ૭. વિર: – વિરલા હોય છે. શ્લોકાર્થ : કોની કલ્પનારૂપી કડછી (ચમચા) શાસ્ત્રરૂપી ખીરમાં પ્રવેશ કરતી નથી ? અર્થાત્ સર્વની કરે છે, પરંતુ અનુભવરૂપી જીભ વડે તેનો = શાસ્ત્રરૂપી ખીરના રસનો, સ્વાદ માણનારા વિરલ હોય છે અર્થાત્ કોઈક જ હોય છે. ભાવાર્થ : જગતના ઘણા બુદ્ધિમાન લોકો પોતાની કલ્પનારૂપ ચમચીથી શાસ્ત્રસ્વરૂપ ખીરના ભોજનને ગ્રહણ કરે છે એટલે કે શાસ્ત્ર ભણે છે તથા તેના પદાર્થો વિષયક તર્ક-વિતર્ક અને વિચારણાઓ પણ કરે છે. શાસ્ત્રનો અભ્યાસ કરનારા ઘણા હોય છે, પણ શાસ્ત્રરૂપી ખીરનો સ્વાદ માણનારા તો વિરલ હોય છે એટલે કે અનુભવજ્ઞાનરૂપી જ્ઞાનયોગ દ્વારા શાસ્ત્રના રહસ્યને પામી મુખપ્રદ આત્મિકભાવોનું સંવેદન કરનારા બહુ અલ્પ હોય છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા - ગાથા-૨૨ વિશેષાર્થ : સાધના ક્ષેત્રમાં પ્રવેશેલા ઘણા સાધકો અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. શાસ્ત્રોના એક એક શબ્દને સમજવા તનતોડ મહેનત કરે છે. પટુ પ્રજ્ઞાના કારણે તેઓ શાસ્ત્રના અનેક અર્થો જાણી પણ શકે છે, તોપણ જ્યાં સુધી કષાયોના ઉપશમ દ્વારા અનુભવજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી શાસ્ત્રરૂપી ખીરનો રસાસ્વાદ માણી શકાતો નથી એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ કરી શાંતરસ દ્વારા પ્રગટતો આત્મિક આનંદ માણી શકાતો નથી. ૫૧ આથી જ ગ્રંથકારશ્રી કહે છે, કોની કલ્પનારૂપી કડછી (મોટો ચમચો) શાસ્ત્રરૂપી પરમાત્નમાં ઝબોળાઈ નથી ? અર્થાત્ ઘણાં લોકોની બુદ્ધિ શાસ્ત્રમાં ઊંડી ઉતરી છે પરંતુ ખીરનો સ્વાદ તો જેમ જીભ જ લઈ શકે છે, તેમ શાસ્ત્રનો રસાસ્વાદ તો જેને અનુભવજ્ઞાનરૂપી જીભ પ્રાપ્ત થઈ હોય તેવા વિરલ વ્યક્તિઓ જ માણી શકે છે. આ અનુભવજ્ઞાનરૂપી જીભ દ્વારા જ્યારે શાસ્ત્રની પંક્તિઓનો સ્પર્શ કરાય છે, ત્યારે ચિત્ત આટ્લાદિત થાય છે, મન પ્રસન્ન બને છે અને આત્મા કોઈ અનેરો આનંદ અનુભવી શકે છે. આ આનંદની પ્રાપ્તિ તે જ શાસ્ત્રનો રસાસ્વાદ માણવા સ્વરૂપ છે. અનુભવજ્ઞાનરૂપી જીભ વિના જે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી નવા નવા પદાર્થોનું જ્ઞાન થાય છે, બુદ્ધિચાતુર્યની વૃદ્ધિ પણ થાય છે, માહિતી (information) વધે છે, પણ યથાર્થ જ્ઞાન (Knowledge) અને યથાર્થ સમજણ (Wisdom)ની ઊણપ રહે છે. વળી, વાદ-વિવાદ કરવાની ક્ષમતા ખીલે છે અને અવસરે કોઈ સાથે વાદ-વિવાદ થાય તો તત્ત્વની પ્રાપ્તિ તો થતી નથી પણ સંક્લેશ પ્રગટે છે. આમ કો૨ા શાસ્ત્રજ્ઞાનથી ચિત્તની પ્રસન્નતા કે આત્મિક આનંદ માણી શકાતો નથી, તે માટે તો અનુભવજ્ઞાનરૂપ જીભ જરૂરી છે. શાસ્ત્રનો ૨સાસ્વાદ માણવા માટે અત્યંત જરૂરી તેવું ‘અનુભવજ્ઞાન' પ્રાપ્ત કરવા પહેલાં શાસ્ત્રવચનને સૂક્ષ્મબુદ્ધિથી સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન કરતાં ચિત્ત જ્યારે શાસ્ત્રવચનથી ભાવિત થાય ત્યારે મોક્ષને અનુકૂળ ભાવો ચિત્તમાં સહજપણે ઉત્પન્ન થતા હોય છે અને તેનાથી મોહનો નાશ થતાં આત્મામાં અનુભવ જ્ઞાનનો ઉઘાડ થાય છે, જે આત્માના સુખનું સંવેદન કરાવે છે, આથી જ કલ્યાણના અર્થીએ સમજી રાખવું જોઈએ કે શાસ્ત્ર આત્મકલ્યાણનું આગવું સાધન છે; તેમ છતાં અનુભવજ્ઞાન વગ૨ તે જીવને આત્મિક સુખ સુધી પહોંચાડી શકતું નથી. સારરૂપે એટલું જાણવું કે મોક્ષના અર્થીએ પોતાના પ્રયત્નને શાસ્ત્રને સમજવા સુધી મર્યાદિત ન રાખતાં ‘અનુભવ જ્ઞાન’ પ્રાપ્ત થાય ત્યાં સુધી પહોંચાડવો જોઈએ. ।।૨૨।। For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પર, અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : શાસ્ત્રનો રસાસ્વાદ અનુભવરૂપી જીભથી થાય છે, તે વાત યોગ્ય છે; પરંતુ શાસ્ત્રરસના આસ્વાદન કરનાર હિંઢવાળા અનુભવથી પણ પરબ્રહ્મ તો દેખાતું જ નથી, તેથી પરબ્રહ્મના દર્શન માટે કેવા અનુભવની જરૂર છે તે જણાવતાં કહે છેશ્લોક : પશ્યનું નિર્વસ્વં નિર્રજાનુમવું વિના | # પિનથી દે, વાથી વા મનોમથી શરૂ II શબ્દાર્થ : ૧/૨. નિર્વાનુમવં વિના - નિÁન્દ્ર અનુભવ વિના રૂ. ત્રિપમી - લિપિમયી (દષ્ટિ) ૪/૫. વી વી - વાલ્મથી (દષ્ટિ) કે ૬/૭. મનોમથી તૃષ્ટિ: - મનોમયી દષ્ટિ ૮/૨. નિર્દઢું વ્ર - નિÁન્દ્ર એવા બ્રહ્મને ૧૦/99. પશ્યતુ ? - કેવી રીતે જોઈ શકે ? શ્લોકાર્થ : નિર્લેન્ડ અનુભવ વિના લિપિમથી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ નિર્વ એવા બ્રહ્મને કેવી રીતે જુવે ? ભાવાર્થ : બ્રહ્મ નિર્ધન્દ્ર છે એટલે કે આત્માનું સ્વરૂપ રાગ-દ્વેષ, રતિ-અરતિ, સુખ-દુઃખ જેવા વન્દવાળા ભાવોથી પર છે, તે કેવળ ચિન્મય છે. આવા બ્રહ્મનું દર્શન લિપિમયી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ કઈ રીતે કરી શકે ? નિર્દન્દ્ર બ્રહ્મને જોવા માટે તો તેને અનુરૂપ નિર્લેન્દ્ર અનુભવ જ સમર્થ બની શકે. વિશેષાર્થ : સુખ-દુ:ખ, રતિ-અરતિ, ગમો-અણગમો, ચડતી-પડતી વગેરે ભાવોને 4 (duals) કહેવાય છે. કર્મો અને કષાયોને આધીન જીવોમાં આવાં દ્વન્દો સતત ચાલ્યા કરે છે. આવાં દ્વન્દ્રો જ્યાં સુધી ચાલુ હોય છે, ત્યાં સુધી નિર્ધ બ્રહ્મનું સ્વરૂપ જાણી કે માણી શકાતું નથી. નિર્ધન્દ્ર શુદ્ધ બ્રહ્મસ્વરૂપને જાણવા નિર્દન્દ્ર અનુભવ હોવો અનિવાર્ય છે. અતીન્દ્રિય પદાર્થને જાણવા સાધક શાસ્ત્રનો અભ્યાસ કરે છે; આમ કરતાં તેને તત્ત્વ-અતત્ત્વનું જ્ઞાન થાય છે, પરંતુ સાથોસાથ તત્ત્વ પ્રત્યે રુચિ અને અતત્ત્વ પ્રત્યે અરુચિ પણ પ્રગટે છે. આવા રુચિ-અરુચિના ભાવો તે કક્ષામાં પ્રશસ્ત હોવા છતાં પણ આ ભાવો દ્વન્દ્ર સ્વરૂપ છે, તેથી આવા દ્વન્દ્રવાળા ભાવો સહિતના જ્ઞાનથી નિર્ધન્દ્ર બ્રહ્મ જોઈ શકાતું નથી. સાધના ક્ષેત્રે આગળ વધતાં સાધક જ્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળો થાય છે, નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તેનાં રાગ-દ્વેષ આદિ જન્ય ધન્ધો તો શાંત થઈ જાય છે; પરંતુ છેક દસમાં ગુણસ્થાનક સુધી મોહનો સંશ્લેપ વિદ્યમાન હોવાથી આત્મસ્વરૂપને જોવાની ઇચ્છાસ્વરૂપ દિદશા જીવંત હોય For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા – ગાથા-૨૩ છે આથી ત્યાં પણ નિર્ટેન્દ્ર અનુભવ થતો નથી. પરિણામે ત્યાં પણ નિર્લેન્દ્ર બ્રહ્મ જોઈ શકાતું નથી. મોહનો નાશ થયા પછી પણ જ્ઞાનાવરણીય કર્મનો સંશ્લેષ રહે છે, તેથી બારમા ગુણસ્થાનકે પણ નિર્ટન્દ્ર બ્રહ્મનો અનુભવ થતો નથી. નિર્ધન્દ્ર બ્રહ્મનો અનુભવ કરવા માટે નિર્દન્દ્ર એવું કેવળજ્ઞાન જ સમર્થ છે, તેથી તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે જ નિર્દન્દ્ર શુદ્ધ પરબ્રહ્મનું સ્પષ્ટ દર્શન થાય છે. કેવળજ્ઞાન દ્વારા જ સર્વ પ્રકારના ક્લેશ રહિત, દ્વન્દ્ર રહિત અરૂપી આત્માને જોઈ શકાય છે; પરંતુ સંસારી જીવો પદાર્થનો બોધ કરવા માટે જેનો ઉપયોગ કરે છે, તે મતિજ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી લિપિમયી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ શુદ્ધ બ્રહ્મને જોવા સમર્થ થતી નથી. તેમાં લિપિ એટલે લખાયેલા અ, આ, ક, ખ, ગ વગેરેને સંજ્ઞાક્ષરો. આ લિપિના ઉપયોગપૂર્વક લખાયેલાં શાસ્ત્રો આદિને લિપિ તથા ભાષાનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વાંચી અને સમજી શકે છે. તે અક્ષરોના માધ્યમે તે પદાર્થોનો બોધ મેળવી શકે છે. પદાર્થને જોવાના આ માધ્યમને લિપિમયી દૃષ્ટિ કહેવાય છે. વાણી એટલે વ્યંજનાક્ષર અથવા ઉચ્ચારાતા શબ્દો. ગુરુ આદિ દ્વારા બોલાતા શાસ્ત્રોના શબ્દોને સાંભળી, તેના માધ્યમે શ્રોતા અજ્ઞાત પદાર્થોનું જ્ઞાન મેળવી શકે છે. પદાર્થને જોવાના આ માધ્યમને વામથી દષ્ટિ કહેવાય છે. મનમાં ચાલતા વિચારોને લધ્યક્ષર કહેવાય છે. સંસારી જીવો તેના દ્વારા પણ ઘણા પદાર્થોનો બોધ મેળવી શકે. પદાર્થને જોવાનું આ ત્રીજું માધ્યમ છે, જેને મનોમયી દષ્ટિ કહેવાય છે. લિપિમયી દૃષ્ટિ દ્વારા શુદ્ધ આત્માના સ્વરૂપને વર્ણવતાં શબ્દોનો બોધ થાય છે, પણ આવી દૃષ્ટિથી શુદ્ધ આત્મસ્વરૂપ દેખાતું કે અનુભવાતું નથી, વાડ્મયી દૃષ્ટિથી શુદ્ધ આત્માનું સ્વરૂપ સંભળાય છે, તેનો શાબ્દબોધ થાય છે, પણ તે શબ્દો દ્વારા શુદ્ધાત્માનો અનુભવ તો દુર્લભ જ રહે છે, મનોમયી દૃષ્ટિથી વાંચેલા કે સાંભળેલા શુદ્ધ આત્મસ્વરૂપ સંબંધી વચનોનું ચિંતન કરી શકાય છે, પરંતુ શ્રુતજ્ઞાનના તીવ્ર ક્ષયોપશમથી કરેલું ચિંતન પણ આત્માના અનુભવથી તો વંચિત જ રાખે છે. આમ, સંસારી જીવોનાં બોધ કરવાનાં જે જે સાધનો છે : લખેલા અક્ષરો, બોલાતા અક્ષરો કે વિચારાતા અક્ષરો તે સર્વે નિર્ટન્દ્ર પરબ્રહ્મનું દર્શન કરાવવા સમર્થ બનતા નથી, તે માટે તો નિર્દન્દ્ર એવું કેવળજ્ઞાન જ જરૂરી છે. આ સર્વ વાતો ઉપરથી એટલું નિર્મીત થાય છે કે, શાસ્ત્ર બ્રહ્મસ્વરૂપને દેખાડવા માટે પરંપરાએ કારણ છે. શાસ્ત્રના બળથી સાધકે પોતાના દરેક પ્રકારના દ્વોનો ઉચ્છેદ કરવા ઉદ્યમ કરવો જોઈએ, તેના પ્રભાવે જ અનુભવજ્ઞાન પ્રગટે છે. અનુભવજ્ઞાનથી શાસ્ત્રનો રસાસ્વાદ માણી શકાય છે, તે અનુભવ જ ઉત્તરોત્તર શુદ્ધ થતો કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે, અને નિર્લેન્દ્ર કેવળજ્ઞાનથી જ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન થાય છે, તેથી અનુભવ દ્વારા શાસ્ત્રનો રસાસ્વાદ કર્યા વિના માત્ર બુદ્ધિ બળથી કરેલા શુષ્ક શાસ્ત્રજ્ઞાનથી પરબ્રહ્મનું દર્શન કરવું શક્ય નથી ૨૩l. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અનુભવદશાનું સ્વરૂપ ગાથા-૨૪ અવતરણિકા : શુદ્ધ આત્મસ્વરૂપને જોવા નિર્દન્દ્ર અનુભવ = અનુભવદશા જ જરૂરી છે તે સિવાયની કોઈપણ દશાથી આત્મસ્વરૂપ જોઈ શકાતું નથી, તેથી હવે તે સિવાયની દશા કઈ છે, અને તેનાથી આત્મસ્વરૂપ કેમ જણાતું નથી, તેની સ્પષ્ટતા કરતાં જણાવે છેશ્લોક : न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ||२४|| શબ્દાર્થ : 9. અનુમવ: - અનુભવ ૨. મમોહત્વાન્ - મોહનો અભાવ હોવાથી રૂ/૪/૬. સુપુત્તિ: સશા ન - સુષુપ્તિદશા નથી ૬/૭/૮, ૨ વાવનારી નાર - અને સ્વપ્ન અને જાગરદશા પણ નથી . વરુત્વનાશિન્ગવિગ્રાન્તઃ - કલ્પના શિલ્પની વિશ્રાન્તિ હોવાથી ૧૦. તુ પુર્વ - સુર્યા જ છે = ચોથી જ દશા છે. શ્લોકાર્થ : નિર્વદ્ અનુભવ, એ સુષુપ્તિ દશા નથી, કેમકે તેમાં મોહ નથી હોતો અને તે સ્વપ્ન કે જાગર દશા પણ નથી. તે તો કલ્પનાશિલ્પની વિશ્રાન્તિ હોવાને કારણે તુર્યા ચોથી જ દશા છે. ભાવાર્થ : સંસારી જીવોની ચાર દશા હોય છે. મોહના તીવ્ર ઉદયવાળી પ્રથમ સુષુપ્તિ દશા, ચારિત્રમોહનીયના ઉદયવાળી બીજી સ્વપ્ન દશાચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમવાળી તથા આત્મસ્વરૂપને પામવાની અનેક કલ્પનાઓ સહકૃત ત્રીજી જાગૃત દશા, અને મોહનો સંપૂર્ણ ક્ષય તથા કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉદયને કારણે જેમાં કલ્પનાના તરંગો તદ્દન શાંત થઈ જાય છે તેવી આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવતી ચોથી ઉજાગરદશા. આ ચોથી ઉજાગરદશા જ નિર્દઢ અનુભવજ્ઞાનવાળી અનુભવ દશા છે. વિશેષાર્થ : યોગદર્શનના પ્રણેતા પતંજલિ ઋષિએ સંસારવર્તી જીવોની ચાર દશા વર્ણવી છે : ૧. સુષુપ્તદશા ૨. સ્વપ્નદશા ૩. જાગૃતદશા અને ૪. ઉજાગ૨૦... આ ચાર દશામાંથી ચોથી ઉજાગર દશા અનુભવદશાસ્વરૂપ છે. ચાર દશામાં તેનો ચોથો નંબર હોવાથી સંસ્કૃતમાં આ ઉજાગરદશાને તર્યાદશા પણ કહેવાય છે. આ તર્યાદશાને વરેલા મહાત્મા જ સર્વથા શુદ્ધ આત્મદ્રવ્યનું સંવેદન કરી શકે છે, પરંતુ બાકીની ત્રણ દશાઓમાં સાધક આત્માનું દર્શન કે સર્વથા શુદ્ધ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પપ અનુભવદશાનું સ્વરૂપ - ગાથા-૨૪ આત્માનો અનુભવ કરી શકતો નથી. ચાર દશામાં પહેલી સુષુપ્તિદશા છે. આ દશા ગાઢ મિથ્યાત્વના ઉદયવાળી દશા છે. ગાઢ નિદ્રાવાળી અવસ્થામાં જેમ ચિત્તમાં કોઈ વિકલ્પો હોતા નથી, તેમ ગાઢ મિથ્યાત્વના ઉદયવાળી આ અવસ્થામાં પણ તત્ત્વઅતત્ત્વને જાણવા માટેના કે અતત્ત્વભૂત પુદ્ગલના સંગથી છૂટીને તત્ત્વભૂત આત્માના સ્વરૂપને પામવા માટેના કોઈ વિકલ્પો ઊઠતા નથી. તેથી જ આ અવસ્થા ઘોર નિદ્રારૂપ છે. આ દિશામાં મોહાધીનતાને કારણે જીવ; હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે ? મારો સ્વભાવ-સ્વરૂપ શું છે ? મારો વિભાવ-વિરૂપ શું છે ? વિરૂપ-મુક્તિનાં અને સ્વરૂપ-પ્રાપ્તિનાં કારણો કયાં છે ? મારે માટે કર્તવ્ય-અકર્તવ્ય શું છે ? મને સુખ શેનાથી મળશે ? હું આજે કયા કારણે દુ:ખી છું? વગેરે પોતાના સ્વરૂપ કે વિરૂપ સંબંધી કોઈ વિચારણા કરી શકતો નથી. સુષુપ્તિદશામાં મોહની અત્યંત પરાધીનતા હોય છે; જ્યારે અનુભવદશા મોહથી તદ્દન મુક્ત દશા છે, તેથી સુષુપ્તિ એ અનુભવદશા નથી. બીજી સ્વપ્નદશા છે. આ દિશામાં ગાઢ નિદ્રા હોતી નથી પણ અલ્પ નિદ્રા જરૂર હોય છે, તેથી તેમાં સુંદરઅસુંદર, સુખદ-દુ:ખદ વગેરે અનેક પ્રકારના સ્વપ્નો આવી શકે છે. જેમ જાગતો માણસ જાણતો હોય છે કે, પોતે સ્વપ્નમાં જે જૂવે છે તે વાસ્તવિક નથી છતાં નિદ્રાને કારણે તે સ્વપ્નનાં દશ્યો જોઈ સુખ-દુ:ખ અનુભવે છે, તેમ આધ્યાત્મિક સ્વપ્નદશામાં વર્તતા સમ્યગુદૃષ્ટિ આદિ જીવો પણ સ્પષ્ટપણે જાણતા હોય છે કે પૌદ્ગલિક પદાર્થોના સંગમાં કોઈ સુખ નથી, તોપણ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી તેમના મનમાં પૌદ્ગલિક સંયોગો સંબંધી અનેક વિકલ્પો ચાલ્યા કરે છે. ત્રીજી જાગૃતદશા છે. આ દશા નિદ્રાના અભાવવાળી દશા છે. અહીં સાધક પૂર્ણ જાગૃત હોય છે, તેથી જ સંસારની અસારતા સમજી તે સંસારના ઉચ્છેદ માટે અત્યંત પ્રયત્નશીલ હોય છે, તોપણ જેમ ઊંઘમાંથી ઉઠ્યા પછી પણ સ્વપ્ન સંબંધી વિકલ્પો ક્યારેક સંભવે છે, તેમ પૂર્વ સંસ્કારોને કારણે આ દિશામાં પણ કોઈને કોઈ વિકલ્પો ઊડ્યા કરે છે. સુષુપ્તદશા કરતાં આ બન્ને દશામાં વિચારકતા ખીલેલી હોય છે, તેથી આ બન્ને દશાઓ આત્મકલ્યાણને અનુકૂળ વિકલ્પોવાળી દશાઓ છે. આમ છતાં આ બન્ને દશા અનુભવદશાસ્વરૂપ નથી; કેમ કે આ બન્ને દશામાં આત્માના સ્વરૂપને જાણવા માટેના કે સંસારનો ઉચ્છેદ કરી તેને પ્રગટ કરવા માટેના વિકલ્પો પ્રવર્તે છે, જેને કલ્પનાશિલ્પ' કહેવાય છે. જ્યાં સુધી આ કલ્પનાશિલ્પની વિશ્રાન્તિ થતી નથી અર્થાત્ તેનો અંત થતો નથી ત્યાં સુધી અનુભવદશા આવતી નથી. જો કે ધ્યાનમગ્ન અપ્રમત્ત મુનિમાં સ્પષ્ટપણે કોઈ વિકલ્પો જણાતાં નથી, તેથી ઉપલક દૃષ્ટિએ એવું લાગે કે, અહીં કલ્પનાશિલ્પનો અંત આવી ગયો છે; પરંતુ આ અવસ્થામાં પણ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન કરવાની પ્રબળ ઇચ્છા પ્રવર્તતી હોવાથી તત્સંબંધી પ્રશસ્ત અને અતિ સૂક્ષ્મ વિકલ્પો તો પ્રવર્તે જ છે. 1. વિન્ધત્વનાશિવં પ્રાયોગવિદ્યાવિનિર્મિતમ્ | टीका - 'विकल्पाः' शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं, प्रायो बाहुल्येन, अविद्याविनिर्मितं'ज्ञानावरणीयादिकर्मसंपर्कजनितम् । - ત્રિશિદ્ધત્રિશિયાન્, ર૩/૬ / For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ચોથી ઉજાગર દશા છે. તેમાં જ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન કરાવે તેવો નિર્દન્દ્ર અનુભવ પ્રગટે છે. આ દશા અત્યંત સ્પષ્ટ જાગૃતિવાળી દશા છે. તેમાં સ્વપ્નકાળમાં જોયેલા દશ્યો કે કાલ્પનિક દૃશ્યો જેવા વિકલ્પો હોતા નથી, તેથી મોહ કે અજ્ઞાનના કારણે થતી કલ્પનાઓની અહીં પૂર્ણ વિશ્રાન્તિ હોય છે. અહીં જ સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત કેવળજ્ઞાન પ્રગટે છે, તે જ વાસ્તવિક નિર્ધ્વન્દ્ર જ્ઞાન છે, કેમ કે આત્માનું સ્પષ્ટ દર્શન થતાં અહીં દિદક્ષાસ્વરૂપ વિકલ્પ પણ શમી જાય છે. આવા નિર્વન્દજ્ઞાનથી જ નિર્લેન્દ્ર એવું પરબ્રહ્મનું-આત્માનું સ્વરૂપ દેખાય છે. આ ચાર દશામાં, પહેલી દશા - પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનકે હોય છે. બીજી દશા - સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્તસંયતને હોય છે તો ત્રીજી દશા - સર્વવિરતિધરથી છેક બારમા ગુણસ્થાનકના અંત સુધી વર્તે છે. બારમા ગુણસ્થાનકે મોહનો તો સંપૂર્ણ નાશ થઈ જાય છે; પરંતુ ત્યાં જ્ઞાનાવરણીયાદિ કર્મો વિદ્યમાન હોવાથી શુદ્ધ આત્માનું દર્શન થઈ શકતું નથી. જેના કારણે આત્મદર્શનની ઇચ્છારૂપ દિક્ષા હજી પ્રવર્તે છે, આથી જ ત્યાં પ્રગટતું પ્રાતિજજ્ઞાન એ નિર્લૅન્દ્ર અનુભવ સ્વરૂપ નથી; પરંતુ નિર્દન્દ્ર અનુભવ તરફ જવા માટેની દિશા બતાવનાર અનુભવ સ્વરૂપ છે. જ્યારે નિર્લેન્ડ અનુભવ તો કેવળજ્ઞાનસ્વરૂપ છે. જે તેરમે ગુણસ્થાનકે પ્રગટે છે. તેથી ચોથી ઉજાગર દશા તેરમા અને ચૌદમા ગુણસ્થાનકમાં વર્તે છે. તેરમાં ગુણસ્થાનકે નિર્ધન્દ્ર અનુભવની પ્રાપ્તિ પૂર્વે અન્ય કોઈ અનુભવો હોતા જ નથી એવું નથી. તે પૂર્વે પણ છઠ્ઠાથી બારમા ગુણસ્થાનક સુધી અનેક પ્રકારના અનુભવ (જ્ઞાનયોગ) વિદ્યમાન હોય છે. જેમ કે, શ્લોક-૨૨ માં વર્ણવાયેલ અનુભવ જીભરૂપ જ્ઞાનયોગ કે જેના આધારે વિરલાઓ શાસ્ત્રરૂપી ખીરનો રસાસ્વાદ માણે છે, તે તત્ત્વસંવેદનાત્મક જ્ઞાનસ્વરૂપ જ્ઞાનયોગ છઠ્ઠા ગુણસ્થાનવર્તી સુસંયમી મુનિઓમાં પણ હોઈ શકે છે. આ જ્ઞાનયોગ સવિકલ્પસમાધિરૂપ છે. અપ્રમત્ત અવસ્થામાં જ્યારે સાધકનાં સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે. ત્યારે નિર્વિકલ્પ ઉપયોગરૂપ જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાનયોગ-નિર્વિકલ્પસમાધિરૂપ છે. ત્યારબાદ ક્ષપકશ્રેણીમાં ઉત્કૃષ્ટ જ્ઞાનયોગસ્વરૂપ પ્રાતિજજ્ઞાન પ્રગટે છે. તે નિર્ટન્દ્ર અનુભવનું સાક્ષાત્ કારણ બને છે. આ દરેક જ્ઞાનયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવો આત્માનો આંશિક અનુભવ તો થાય જ છે; પરંતુ આત્માનું સ્પષ્ટ દર્શન તો નિર્ટ્સ અનુભવરૂપ કેવળજ્ઞાનથી જ થાય છે. ર૪ો. 2. ચાર છે ચેતનાની દશા અવિતથા બહુશયન - શયન – જાગરણ – ચોથી તથા; મિચ્છ-અવિરત-સુયત-તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મણી.. ૨-૧૭ - ગ્રંથકારશ્રી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // બહુશયન તે પ્રથમ – બીજું ત્રીજું (ગુણઠાણ) કહે જ્યો, શયન તે ચોથું-પાંચમું-છઠું કહેજ્યો. જાગરણ તે સાતમું-આઠમું-નવમું-દશમું-અગ્યારમું-બારમું કહેજ્યો. બહુજાગરણ તે તેરમું-ચૌદમું કહેજ્યો. એ રીતે અમે સૂઝયો તેહવો અર્થ લિખ્યો. વલી બહુશ્રુતે નયચક્ર ગ્રંથ જોઈ યથાર્થ જાણવો. - શ્રી પદ્મવિજયકૃત બાલાવબોધ ||. + For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ અનુભવજ્ઞાનનું સામર્થ્ય - ગાથા-૨૫ અનુભવજ્ઞાનનું સામર્થ્ય ગાથા-૨૫ અવતરણિકા : ‘લિપિમયી દૃષ્ટિવાળા શાસ્ત્રથી ૫૨માત્માનું દર્શન થતું નથી, તે માટે તો નિર્હન્દુ અનુભવ જ ઉપયોગી નીવડે છે', આવું પૂર્વ શ્લોકનું કથન સાંભળી કોઈને શંકા થાય કે, ‘તો શાસ્ત્રનું જ્ઞાન વ્યર્થ થશે', તેના સમાધાનરૂપે શાસ્ત્ર ભલે આત્મદર્શનનું કે મુક્તિનું સાક્ષાત્ કારણ ન બને તોપણ તે અનેક અનુભવો દ્વારા આત્મદર્શનનું પ્રયોજક જરૂર બને છે તે બતાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે શ્લોક : अधिगत्याखिलं' शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । ॥२५॥ स्वसंवेद्यं' परं ब्रह्मानुभवैरेधिगच्छति નોંધ : અહીં શાસ્રદશો એવો પણ મુદ્રિત પ્રતમાં પાઠ છે. ૫૭ શબ્દાર્થ : ૧. મુનિઃ - મુનિ ૨. શાસ્ત્રěશા - શાસ્ત્રદૃષ્ટિથી રૂ/૪. ટ્વિ ં શવ્રહ્મ - સમગ્ર શબ્દબ્રહ્મને હું. ધિપત્ય - જાણીને ૬. સ્વસંવેદ્યું સ્વસંવેદ્ય એવા ૭/૮. પરં બ્રહ્મ - પરબ્રહ્મને શ્. અનુવે: - ‘અનુભવો’ દ્વારા ૧૦. અધિપઘ્ધતિ - પામે છે. શ્લોકાર્થ : મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનેક અનુભવો દ્વારા સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને જાણે છે. ભાવાર્થ : આત્મકલ્યાણનો અર્થ મુનિ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યપૂર્વક, શાસ્ત્રમાં જણાવેલી વિધિ અનુસાર, સર્વ શાસ્ત્રોનો અર્થાત્ બ્રહ્મસ્વરૂપની દ્યોતક દ્વાદશાંગીનો અભ્યાસ કરે છે એટલે કે સર્વ શબ્દબ્રહ્મને જાણે છે અને તેના સૂક્ષ્મ ભાવો સુધી પહોંચવા યત્ન કરે છે. આવા શાસ્ત્રાભ્યાસથી મુનિમાં અનુભવ જ્ઞાન પ્રગટે છે. જે ઉત્તરોત્તર અનેક વિશુદ્ધ અનુભવો પ્રગટાવી સામર્થ્યયોગ પ્રગટાવે છે અને તેના દ્વા૨ા જ્યારે કષાયોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે નિર્ધદ્ઘ અનુભવરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેનાથી સાધક સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને પામે છે, આમ શાસ્ત્ર અધ્યયન વ્યર્થ નથી, તે જ પરંપરાએ પરબ્રહ્મનો અનુભવ કરાવે છે. વિશેષાર્થ : સાધકનું લક્ષ્ય શુદ્ધ આત્મસ્વરૂપને પામવાનું છે, આત્માની આ શુદ્ધ દશા જ પરબ્રહ્મસ્વરૂપ છે. આ પરબ્રહ્મ અતીન્દ્રિય હોવાથી શાસ્ત્ર અને યુક્તિથી જોઈ કે જાણી શકાતું નથી તે તો એક માત્ર નિર્દેન્દુ અનુભવ દ્વારા જ જોઈ અને જાણી શકાય છે. તેથી પહેલી નજરે તો એમ જ લાગે કે ‘જો શાસ્ત્રના અભ્યાસથી પરબ્રહ્મને For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જાણી શકાતું ન હોય તો શાસ્ત્રાભ્યાસનો પરિશ્રમ કરવો વ્યર્થ છે; પરંતુ એવું નથી. કારણ કે, શાસ્ત્રોનાં વચનોથી ભાવિત થઈ શાસ્ત્રાનુસારી ક્રિયા કરતાં જે વિશિષ્ટ ક્ષયોપશમરૂપ “અનુભવોની શ્રેણી' પ્રગટે છે, તેનાથી જ નિર્લેન્ડ અનુભવરૂપી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી શાસ્ત્ર ભલે પરબ્રહ્મને પામવામાં સાક્ષાત્ રીતે ઉપયોગી ન બને; પરંતુ અનુભવોની પ્રાપ્તિ કરાવવા દ્વારા શાસ્ત્રજ્ઞાન પરંપરાએ તો તે પરબ્રહ્મને પ્રાપ્ત કરાવવામાં ઉપયોગી બને જ છે. અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુનિએ પણ સૌ પ્રથમ તો શાસ્ત્રદષ્ટિ જ કેળવવી જોઈએ. શાસ્ત્રદૃષ્ટિ એટલે શાસ્ત્રના દૃષ્ટિકોણથી સર્વ પદાર્થોને જોવાની દૃષ્ટિ. આવી દૃષ્ટિ કેળવ્યા પછી જ મુનિ તેના આધારે હિતમાં પ્રવૃત્ત થઈ અને અહિતથી નિવૃત્ત થઈ સાધના માર્ગે આગળ વધી શકે છે. શાસ્ત્રદષ્ટિવાળા મહાત્મા જેમ અન્ય સર્વ કાર્યો શાસ્ત્રદૃષ્ટિથી કરે છે એટલે કે, શાસ્ત્રમાં જણાવેલી પદ્ધતિથી કરે છે; તેમ તેઓ શાસ્ત્રનો અભ્યાસ પણ શાસ્ત્રદૃષ્ટિથી જ કરે છે, તેથી તેઓ શાસ્ત્રમાં અધ્યયન કરવાની જે વિધિ, જે ભાવ, જે આશય બતાવ્યા હોય તે સર્વને પૂરા પ્રયત્નથી જાળવીને, તદનુસાર જ શાસ્ત્રનું અધ્યયન કરે છે, જેના કારણે તેમનો શાસ્ત્રાભ્યાસ કષાયોના નાશનું નિમિત્ત બની, ઉપશમભાવના સુખનો અનુભવ કરાવીને, આત્મિક આનંદ પ્રાપ્ત કરાવે છે. આ શાસ્ત્રદૃષ્ટિથી મુનિ સમસ્ત શબ્દબ્રહ્મનું અધ્યયન કરે છે. સમસ્ત શબ્દબ્રહ્મ એટલે બ્રહ્મનો બોધ કરાવનારા સર્વ શબ્દો, અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાંગી. શાસ્ત્રાભ્યાસ કરતાં શબ્દોની મર્યાદાથી યોગમાર્ગનો જે બોધ થાય છે, તે પ્રમાણે ચિંતન કરતાં અને તદનુસાર ઉદ્યમ કરતાં તેનામાં એક વિશિષ્ટ પ્રકારનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ખીલે છે. જેના દ્વારા તે શાસ્ત્રના વચનોથી જણાવાતા સુક્ષ્મભાવોનું સંવેદન કરી શકે છે, એટલે કે શબ્દોની મર્યાદા ઉપરાંતનાં યોગમાર્ગનાં રહસ્યો તેને પ્રાપ્ત થાય છે. આ જ પ્રારંભિક “અનુભવ જ્ઞાન' છે. પ્રારંભિક ભૂમિકામાં પ્રાપ્ત થયેલા આ અનુભવના બળથી ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રકારના “અનુભવોને પ્રાપ્ત કરવા માટે સાધક શાસ્ત્રવચનાનુસાર સર્વ આચારોમાં ઉદ્યમ કરે છે. આવા ઉદ્યમથી તે નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે. જેના પરિણામે તેણીનું કારણ બને તેવો અનુભવ પ્રગટ થાય છે, ત્યારપછી સામર્થ્યયોગ નામનો અનુભવ પ્રગટે છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગસ્વરૂપ પ્રાતિજજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રાતિજજ્ઞાનના સહારે જ તે સર્વ દ્વન્દ્ર રહિત કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે એટલે કે તેને નિર્ધન્ડ અનુભવની પ્રાપ્તિ થાય છે, તે કેવળજ્ઞાન સ્વરૂપ નિર્દન્દ્ર અનુભવના બળથી જ સાધક સ્વસંવેદ્ય પરમબ્રહ્મને જાણે છે. જ્ઞાનસારના ટબામાં જણાવ્યું છે કે, વસંવેદ્ય=અન્ય નિરપેક્ષ સ્વ-પ્રકાશ. તેથી સ્વસંવેદ્ય એટલે અન્ય કોઈની અપેક્ષા વગરનો પોતાનો જ્ઞાનરૂપી પ્રકાશ. કેવળજ્ઞાન એ જીવનો પોતાનો પ્રકાશ છે અને તે અન્ય-નિરપેક્ષ છે એટલે તેના દ્વારા બોધ પ્રાપ્ત કરવા જીવને કોઈ ઇન્દ્રિયોની, મનની કે અન્ય કોઈના વચનની અપેક્ષા રહેતી નથી. આવા અન્ય નિરપેક્ષ સ્વ-પ્રકાશ એવા કેવળજ્ઞાનરૂપ અનુભવથી મુનિ પરમબ્રહ્મને જાણે છે. આમ, મુનિ શાસ્ત્રદૃષ્ટિથી શબ્દબ્રહ્મને જાણે છે, શબ્દબ્રહ્મ દ્વારા અનુભવજ્ઞાનની શ્રેણીને પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સ્વ-સંવેદ્ય એવું પરમબ્રહ્મ જાણે છે એટલે પરમબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય અનુભવજ્ઞાન છે, તો અનુભવજ્ઞાનનો ઉપાય શ્રુતજ્ઞાન છે તેથી શ્રુતજ્ઞાન નિરર્થક નહિ પણ સાર્થક બને છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અનુભવજ્ઞાનનું સામર્થ્ય - ગાથા-૨૫ પ૯ જો કે સર્વ સાધકો સમસ્ત શબ્દબ્રહ્મને એટલે કે સંપૂર્ણ દ્વાદશાંગીને ભણીને જ “અનુભવો' પ્રાપ્ત કરે છે એવો એકાંતે નિયમ નથી. મરુદેવા માતા, માપતુષ મુનિ જેવા ઘણા સાધકો શબ્દબ્રહ્મનો બોધ કર્યા વિના કે માત્ર મા રુષ મા તુષ જેવા અલ્પ શબ્દોના માધ્યમે પણ નિર્ટ્સ અનુભવસ્વરૂપ કેવળજ્ઞાન પામી શક્યા હતા. આમ છતાં આવા જીવો જૂજ હોય છે, જ્યારે મોટા ભાગના જીવો તો મૃતનો અભ્યાસ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા હોય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનો રાજમાર્ગ તો શ્રુતાભ્યાસ જ છે, આથી જ શાસ્ત્રમાં પૂર્વધર મહાપુરુષોના શ્રતને ક્ષપકશ્રેણીનું પ્રબળ કારણ માનવામાં આવ્યું છે. કોઈક અલ્પશ્રુતવાળા જીવો નિર્મળમતિ અને સૂક્ષ્મપ્રજ્ઞાને કારણે “અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે; પરંતુ મુખ્યતાએ “અનુભવ'ને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય તો અખિલ શબ્દબ્રહ્મનું જ્ઞાન છે. મેરપી For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી ગાથા-૨૯ અવતરણિકા : શુદ્ધ બ્રહ્મ અનુભવથી પ્રાપ્ત થાય છે, તે જણાવી હવે અનુભવદશાવાળા અને અનુભવદશા વિનાના મુનિનું સ્વરૂપ અન્ય રીતે જણાવે છેશ્લોક : ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । आत्मस्वभावनिष्ठानां, ध्रुवा स्वसमयस्थितिः ||२६|| શબ્દાર્થ : 9. યે - જેઓ ર/રૂ. પર્યાપુ નિરત: - પર્યાયોમાં નિરત છે ૪/૫. તે ધન્યસમર્થિતા: - તેઓ ખરેખર પરભાવમાં રહેલા છે અને ૬. આત્મસ્વમાનિખાનાં - આત્મસ્વભાવમાં રહેલા મુનિઓની ૭/૮. ધ્રુવા સ્વસમર્યાસ્થિતિઃ - નક્કી સ્વરૂપમાં સ્થિતિ = સ્વભાવમાં સ્થિરતા છે. શ્લોકાર્થ : જેઓ પર્યાયોમાં નિરત છે, તેઓ પરભાવમાં રહેલા છે અને જેઓ આત્મસ્વભાવમાં સ્થિત છે તેઓ નક્કી સ્વરૂપમાં સ્થિત છે. ભાવાર્થ : આત્મા, દ્રવ્યરૂપે સદા એક સ્વરૂપવાળો છે અને પર્યાયરૂપે સદા પલટાતો છે. જેઓ આત્મદ્રવ્યની ઉપેક્ષા કરી માત્ર પલટાતા પર્યાયોને જોયા કરે છે, તેમાં રાગ-દ્વેષ કરે છે, તેઓ અન્ય સમયમાં સ્થિત કહેવાય છે અને જેઓ સર્વ પુદ્ગલોથી ભિન્ન અને સર્વ જીવોમાં એકાકારની પ્રતીતિ કરાવે તેવા આત્મદ્રવ્યના ઉપયોગવાળા છે, તે સ્વભાવમાં લીન મુનિઓ સ્વસમયમાં સ્થિત કહેવાય છે. આ સ્વભાવદશા તે જ જ્ઞાનયોગીની અનુભવદશા કે જ્ઞાનયોગ છે. વિશેષાર્થ : જગતવર્તી સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. પુદ્ગલદ્રવ્યના વર્ણાદિરૂપ પર્યાયો છે; જ્યારે જીવદ્રવ્યના કર્મ અને કષાયોના કારણે થયેલા શરીરાદિરૂપ અને રાગાદિ ભાવરૂપ પર્યાયો છે. જે સાધક આત્મભાવનો ત્યાગ કરી નિરંતર પલટાતા પર્યાયોમાં રંગાય છે, આસક્ત થાય છે; તે સાધક પરભાવમાં કે અન્ય સમયમાં રહેલ છે. પરભાવમાં રહેલા આવા સાધકો અનુભવદશાથી અને મોક્ષથી ઘણા દૂર હોય છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી – ગાથા-૨૬ ઉ૧ આત્મ તત્ત્વના જાણકાર મુનિઓને, આત્મસ્વરૂપ જ સારભૂત લાગે છે, તેથી તેમને જગતના અન્ય કોઈ પદાર્થો પ્રત્યે આકર્ષણ થતું નથી, તેમનામાં બદલાતા પર્યાયોને જાણવાની કે માણવાની કોઈ ઉત્સુક્તા હોતી નથી, તેઓ આત્મિક ભાવોને જાણીને અને માણીને જે આનંદ અનુભવે છે, તેવા આનંદની અનુભૂતિ તેમને કર્મ કે કષાયકૃત પર્યાયોને જાણવામાં કે માણવામાં ક્યારેય થતી નથી. તેથી તેઓ પર્યાયોની ઉપેક્ષા કરીને સદા આત્મદ્રવ્યમાં જ લીન રહે છે. આત્મદ્રવ્યમાં લીન રહેનારા એવા સ્વસમયમાં સ્થિત કહેવાય છે. જીવના વિવિધ પર્યાયોમાં જે સમાન તત્ત્વ છે, તે અનુગત એક આકારસ્વરૂપ આત્મદ્રવ્ય છે. શાસ્ત્રકારોએ આ દરેક વ્યક્તિ અને તેના વિભિન્ન પર્યાયોમાં સમાનરૂપે વર્તતા આત્મદ્રવ્યને બે રીતે વર્ણવ્યું છે : ૧. તિર્યગુસામાન્યરૂ૫ અને ૨. ઊર્ધ્વતા સામાન્યરૂપ. ૧. મનુષ્યો, દેવો, તિર્યંચો વગેરે અનેક જીવોમાં “આ જીવ છે' એ સ્વરૂપે સમાનતાની પ્રતીતિ કરાવે તે અનેક જીવોમાં રહેલું આત્મદ્રવ્ય તિર્ય-સામાન્યરૂપ છે. ૨. એક જ જીવના બાળ, વૃદ્ધ, દેવ, મનુષ્ય આદિ વિવિધ પર્યાયોમાં સર્વકાળે અનુગત એક દ્રવ્યની પ્રતીતિ કરાવે તે એક જ જીવના અલગ અલગ પર્યાયમાં રહેલું આત્મદ્રવ્ય ઊર્ધ્વતાસામાન્યરૂપ છે. શાસ્ત્રથી ભાવિતમતિવાળા મુનિ આ બન્ને સ્વરૂપે આત્મદ્રવ્યને જોઈ શકે છે. આ રીતે માત્ર પર્યાયો ઉપર લક્ષ્ય આપ્યા વગર જેઓ આ બન્ને સ્વરૂપે અનુગત આત્મદ્રવ્યને જોવાના ઉપયોગવાળા હોય છે. તેઓ આત્મસ્વરૂપમાં, સ્વભાવમાં કે સ્વસમયમાં સ્થિત કહેવાય છે. સર્વેમાં સમાન એવા આત્મદ્રવ્યને જોવામાં રત એવા મુનિને સંસારી જીવોની વિષમતા સ્પર્શતી નથી, માટે જ આ કાળો અને આ ગોરો, આ મારો અને આ પરાયો, આ સદોષ અને આ નિર્દોષ એવા ભેદ પણ તેમને સ્પર્શતા નથી, તેથી તેઓને તો શુદ્ધાત્મસ્વરૂપે સર્વ જીવો સમાન જ દેખાય છે. વળી જગતના અન્ય ભાવો પ્રત્યે તેઓ ઉદાસીન હોય છે, તેથી તેમનું ચિત્ત સર્વદા શાંત અને સમભાવમાં લીન હોય છે. આવા નિર્વિકલ્પ અવસ્થામાં વર્તતા મહાત્મા જ સ્વસમયમાં સ્થિત છે. અહીં એટલું ધ્યાન રાખવું કે, જેઓ શુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટ કરવા માટે જ તપાદિમાં ઉદ્યમ કરતા હોય અને છતાં પણ જેઓને પોતાના તપ-સંયમ પ્રત્યે એક પ્રકારનું અભિમાન હોય કે “હું તપસ્વી છું - હું સંયમી છું.” એવું વિચારી કે બોલી જેઓ પોતાના તપપર્યાય કે સંયમપર્યાય પ્રત્યે રાગાદિ કરતા હોય, તેઓ પણ પરપર્યાયમાં જ અર્થાત્ પરભાવમાં જ નિરત છે પણ નિર્વિકલ્પ ઉપયોગરૂપ આત્મભાવમાં સ્થિર નથી અને તે માટેનો પ્રયત્ન પણ નથી. તેથી મુમુક્ષુએ તો સતત પ્રયત્નપૂર્વક પરપર્યાયોની ઉપેક્ષા કરી શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિર રહેવાનો ઉદ્યમ કરવો જોઈએ. /રકા, For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કર અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આત્માના વિવિધ પર્યાયોમાં જે સમાનતત્ત્વ છે તેને દર્શાવતું રેખાચિત્ર એક જીવમાં અનુગતતા પII આ દરો તિર્યંગસામાન્ય (x axis) અનેક જીવોમાં સમાનતા ઊર્ધ્વતાસામાન્ય (y axis) For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૭ ૩૩ જ્ઞાનયોગીની દષ્ટિએ પરમાત્મા ગાથા-૨૭-૨૮-૨૯ અવતરણિકા : પૂર્વમાં જણાવ્યું કે, જેઓ શુદ્ધ આત્માના ભાવમાં રહેલાં છે તેઓ સ્વસમયમાં સ્થિત છે. ત્યાં પ્રશ્ન થાય કે શુદ્ધ આત્માનું છું પરમાત્માનું સ્વરૂપ કેવું છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : आवापोद्वापविश्रान्तियंत्राशुद्धनयस्य तत् । શુદ્ધનુમવર્ષાવેદ્ય સ્વરૂપ પરમાત્મનઃ ||૭|| શબ્દાર્થ : 9, યત્ર - જ્યાં ૨. શુદ્ધનંથસ્થ - અશુદ્ધનયના રૂ. વાપોદ્ધાપવિશ્રાન્તિઃ -આવાપ-ઉદ્ધાપની = ઉહ-અપોહની વિશ્રાન્તિ છે ૪. ત - તે ૬. શુદ્ધાનુમવસંવેદ્ય - શુદ્ધઅનુભવથી સંવેદ્ય ૬/૭. પરમાત્મનઃ વરૂપં - પરમાત્માનું સ્વરૂપ છે. શ્લોકાર્થ : જેમાં અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપની અર્થાત્ પદાર્થનો નિર્ણય કરવા કરાતા ઊહાપોહની વિશ્રાન્તિ છે, તે શુદ્ધ અનુભવથી સંવેદ્ય એવું પરમાત્માનું સ્વરૂપ છે. ભાવાર્થ : અશુદ્ધનય એટલે આત્માને કર્મયુક્ત માનનાર નય. આ નય પદાર્થનો નિર્ણય કરવા જે ઊહાપોહ કરે છે, તેને અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપ કહેવાય છે. આત્માના સ્વરૂપ સંબંધી અશુદ્ધનયે કરેલા આવાપ-ઉદ્ધાપના આધારે એવું નિશ્ચિત થાય કે સંસારી જીવોનું રાગાદિ ભાવો અને દેહાદિ સહિતનું જ સ્વરૂપ છે, તે જ આત્માનું સ્વરૂપ છે. વાસ્તવમાં રાગાદિ ભાવો એ કર્મકૃત ભાવો છે, એ આત્માના પોતાના ભાવ નથી, તેથી પરમાત્માના સ્વરૂપનો બોધ કરવો હોય તો અશુદ્ધનયની વિચારસરણીનો ત્યાગ કરવો પડે. જ્યારે અશુદ્ધનયના ઊહાપોહ અટકી જાય છે એટલે કે જ્યારે અશુદ્ધનયની વિચારસરણીનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે કર્મકૃત ભાવો વગરનું અને શુદ્ધ અનુભવથી જ જાણી શકાય તેવું આત્માનું સ્વરૂપ જણાયઅનુભવાય છે અને તે જ પરમાત્માનું સ્વરૂપ છે. વિશેષાર્થ : સામાન્યથી જીવ તેની સમક્ષ કોઈપણ પદાર્થ આવે તો “આ શું છે ? તેનો નિર્ણય કરવા માટે “આવાપઉદ્ધાપ' કરે છે. વસ્તુસ્વરૂપનો બોધ કરવા તેને લગતા અનેક ઊહ-અપોહ કરી આ વસ્તુ આવી છે, પણ આવી નથી અથવા આવા લક્ષણો દેખાવાને કારણે વસ્તુ આવી હોવી જોઈએ, પણ આવી ન હોવી જોઈએ, તેવો જે માનસિક વ્યાયામ કરાય છે, તેને “આવાપ-ઉદ્ધાપ' કહેવાય છે. દા.ત. કોઈ પ્રાણી નજર સમક્ષ આવતાં, તેના For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ७४ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર તેવા પ્રકારના રૂપ, રંગ, કદ, આકૃતિ આદિ જોઈ વ્યક્તિ એવું નક્કી કરે છે કે, આ ગધેડો નથી પણ ઘોડો કે ગાય છે. આ રીતે તેણે તે પ્રાણી શું છે તેનો નિર્ણય કરવા તેમાંથી ગધેડાના લક્ષણોની બાદબાકી કરી અને તેમાં ઘોડાનાં કે ગાયના લક્ષણોને સ્થાપન કર્યા. તેમ કરવાથી એવું જાણી શકાયું કે સન્મુખ આવેલું પ્રાણી ઘોડો કે ગાય જ છે. આમ વસ્તુનો નિર્ણય કરવા માટે કેટલાક ગુણધર્મોનો તેમાં પ્રક્ષેપ કરવો (આરોપ કરવો - assertion કરવું, ગ્રહણ કરવા) તે આવાપ કહેવાય અને કેટલાક ગુણધર્મોનો તેનામાંથી નિક્ષેપ કરવો (અપવાદ, અગ્રહણ કે ઉદ્ધાર કરવો - negation કરવું) તે ઉદ્ધાપ કહેવાય. આ રીતે કરો તો આવાપ-ઉદ્ધાપ દ્વારા (એટલે કે by way of assertion and negation) જેમ કોઈ શબ્દના અર્થનો કે કોઈ અનુભવમાં આવેલા પદાર્થનો નિર્ણય થઈ શકે છે, તેમ આવાપ-ઉદ્ધાપ દ્વારા આત્માના સ્વરૂપનો નિર્ણય પણ કરી શકાય છે. આત્મા સંબંધી આવી આવાપ-ઉદ્વાપસ્વરૂપ વિચારસરણી અશુદ્ધનય અને શુદ્ધનય એમ બે પ્રકારના દૃષ્ટિકોણથી પ્રવર્તી શકે છે. તેમાં કર્મયુક્ત જીવના બાહ્ય વિકારોને આત્માના માની લેવાનો અભિપ્રાય એ અશુદ્ધનયષ્ટિ છે અને આત્માના શુદ્ધસ્વરૂપને અનુકૂળ શુદ્ધ આત્મિક ભાવોને જ આત્માના માનવાનો અભિપ્રાય એ શુદ્ધનયની દૃષ્ટિ છે.' અશુદ્ધનય કર્મના કારણે પ્રાપ્ત થતાં સર્વ ભાવોને આત્માના માને છે, તેથી અશુદ્ધનય પ્રેરિત આવાપઉદ્ધાપ દ્વારા કોઈ વ્યક્તિ જો આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા પ્રવર્તે તો તેને એમ લાગે કે કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં શરીર, ઈન્દ્રિય આદિ છે, તે જ આત્મા છે. આત્મા ખાય છે, પીએ છે, ભોગવે છે, રૂપાદિસંપન્ન છે અને રાગ-દ્વેષ આદિના ભાવોથી યુક્ત છે. શુદ્ધનય આત્માના શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. તેથી તેના આધારે જ્યારે આવાપ-ઉદ્ધાપ કરાય ત્યારે જણાય કે જીવ અને જડ એકબીજાથી સંપૂર્ણ વિલક્ષણ છે. જીવનો સ્વભાવ જડમાં જતો નથી કે જડનો સ્વભાવ જીવને પ્રાપ્ત થતો નથી. તેથી શરીરાદિ જે જડ છે, તે ક્યારેય પણ જીવસ્વરૂપ થઈ શકતા નથી. આત્મા જ્ઞાનાદિમય છે, જ્ઞાન, સુખ, આનંદ તેનો સ્વભાવ છે. સ્થૂલદૃષ્ટિથી ભલે આત્મા જડ એવા પૌલિક ભાવોથી મિશ્રિત જણાય, પણ વાસ્તવમાં આત્મા આત્મા છે અને પુદ્ગલ પુદ્ગલ છે. કર્મકૃત રાગાદિ ભાવોથી કે શરીરથી સંકળાયેલો આત્મા પણ મૂળમાં સદા એકસ્વરૂપવાળો જ છે. અનાદિના અજ્ઞાન અને અવિવેક જ્યારે ટળે છે, ત્યારે અશુદ્ધનય પ્રેરિત આવાપ-ઉદ્વીપની વિશ્રાન્તિ થાય છે અર્થાત્ અશુદ્ધનયની વિચારસરણી નાશ પામે છે, તેથી સાધક શુદ્ધનયના આધારે આત્માનું સ્વરૂપ વિચારી શકે છે. તે શુદ્ધનયનો આશ્રય કરવાથી સાધકને સ્પષ્ટ સમજાય છે કે, આત્મા સર્વ કર્મરૂપ ઉપાધિથી રહિત છે. શુદ્ધનયથી જણાતું આત્માનું આ સ્વરૂપ છે, તે જ શુદ્ધ અનુભવથી સંવેદ્ય એવું પરમાત્માનું સ્વરૂપ છે. 1. પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહારે, કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે... ૩૫ કર્તા શુદ્ધસ્વભાવનો, નય શદ્ધ કહીએ, કર્તા પ૨પરિણામનો, બેઉ કિરિયા ગ્રહીએ... ૩૬ - ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન // For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૮ ૬૫ શુદ્ધનયના આધારે આત્મસ્વરૂપને જાણવાનો, જોવાનો અને અનુભવવાનો પ્રયત્ન કરવાથી, અશુદ્ધ આત્માને જોવાના તથા રાગાદિ કષાયોને કે દેહાદિ કર્મકૃત ભાવોને પોતાના માનવાના સંસ્કારો પ્લાન થતાં થતાં ક્રમે કરી નાશ પામી જાય છે. પરિણામે સાધક સંસારવર્તી સર્વજીવોને પણ સદા શુદ્ધરૂપે જોઈ શકે છે. આવી નિર્મળદૃષ્ટિ પ્રગટતાં તેને સંસારના કોઈ પદાર્થો પ્રત્યે સંશ્લેષ (જોડાણ-આકર્ષણ) રહેતો નથી. આત્માના સુખ અને આનંદનો તેનો અનુભવ ગાઢ બનતો જાય છે. સુખમય આત્માના આ અણસારથી જ પરંપરાએ સાધક શુદ્ધ અનુભવથી સંવેદી શકાય તેવા અનંત અને અક્ષય સુખના ધામ સમાન પરમાત્માના સ્વરૂપને પામી શકે છે. ટેરી અવતરણિકા : પરમાત્માના સ્વરૂપને જ વિશેષથી જણાવે છે શ્લોક : 'गुणस्थानानि यावन्ति', यावन्त्यष्टापि मार्गणाः । તન્યતરરૂષો વિત્ત પરમાત્મનઃ ૨૮|| શબ્દાર્થ : 9. ઉત: - આથી ૨. પરમાત્મનઃ - પરમાત્માને રૂ/૪. યાન્તિ સ્થાનનિ - જેટલા ગુણસ્થાનકો છે ૧/૬. યાવન્યદાપિ માTI: - અને જેટલી પણ માર્ગણાઓ છે ૭૮. તદ્દચતરસં૫: નૈવ - તે બન્નેમાંથી કોઈની સાથે સંબંધ જ નથી. શ્લોકાર્થ : અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપની જ્યાં વિશ્રાન્તિ છે, તે પરમાત્માનું સ્વરૂપ છે; આથી જેટલાં પણ ગુણસ્થાનકો છે અને જેટલી પણ માર્ગણાઓ છે, તે બન્નેમાંથી કોઈની પણ સાથે પરમાત્માનો સંબંધ જ નથી. ભાવાર્થ : અશુદ્ધનય કર્મકૃત ભાવોને પણ આત્માના ભાવો તરીકે સ્વીકારે છે, પરંતુ શુદ્ધનયથી જણાતું આત્માનું સ્વરૂપ અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ આ સર્વે ઉપાધિથી રહિત છે. તેથી જેટલાં પણ ગુણસ્થાનકો છે અને જેટલી પણ માર્ગણાઓ છે, તે કોઈનો પણ શુદ્ધ આત્મા સાથે કોઈ સંબંધ નથી, કેમકે ગતિ, જાતિ આદિ માર્ગણાઓ તે પણ કર્મથી ઉત્પન્ન થતા ભાવો છે અને ચૌદ ગુણસ્થાનકો પણ અમુક પ્રકારના કર્મના જ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા તેમજ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રાપ્ત થતા ભાવો છે. ચૌદે ચૌદ ગુણસ્થાનકોમાં અમુક કર્મનો નાશ અને અમુક કર્મનો સંબંધ હોય છે; પરંતુ એક પણ ગુણસ્થાનક સંપૂર્ણપણે કર્મના સંગથી રહિત હોતું નથી, તેથી તે પરમાત્માનું સ્વરૂપ નથી, પરમાત્મા તો સર્વ ઉપાધિ અને સર્વ કર્મમલથી રહિત પરમ નિર્મળ અને અનંત આનંદમય છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : શુદ્ધનિશ્ચયનય પદાર્થના શુદ્ધસ્વરૂપને જુવે છે. તેથી જીવ ભલે ગુણસંપત્તિને પામેલો હોય; પરંતુ જો તે કર્મયુક્ત હોય તો તેને આ નય આત્માના શુદ્ધ સ્વરૂપ તરીકે સ્વીકારતો નથી. તેની માન્યતા પ્રમાણે તો આત્મા માત્ર પોતાના જ્ઞાનાદિ શુદ્ધ ભાવોનો કર્તા અને ભોક્તા છે; પરંતુ આત્મા કર્મકૃત ભાવોનો કર્તા-ભોક્તા નથી, આથી જ ગુણના ક્રમિક વિકસને જણાવતાં શાસ્ત્રોક્ત ગુણસ્થાનકોને પણ આ નય પરમાત્માના સ્વરૂપ તરીકે કારતો નથી; કેમ કે, દરેક ગુણસ્થાનકો કર્મથી સંકળાયેલ આત્માના ભાવો. ઉપશમથી જન્ય હોય છે, તેથી તે શુદ્ધઆત્માનું સ્વરૂપ નથી* માટે જ પરમાત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારીએ તો ચૌદે ચૌદ ગુણસ્થાનકમાં જીવ કર્મ સાથે સંકળાયેલો જ હોય છે. આઠમા ગુણસ્થાનકે જીવ શ્રેણી માંડી કર્મ ખપાવવાની શરૂઆત કરે છે અને તેમાં ગુણસ્થાનકે આવે ત્યારે ચાર ઘાતી કર્મનો નાશ કરી વીતરાગતા અને કેવળજ્ઞાન પામે છે, તોપણ ચાર અઘાતી કર્મ સાથે તેનો સંબંધ રહે છે. ચૌદમાં ગુણસ્થાનકનો કાળ તો માત્ર પાંચ હૃસ્વાક્ષર જેટલો છે, છતાં ત્યાં પણ આત્મા કર્મથી યુક્ત છે. ચૌદમાં ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં, જ્યારે સર્વકર્મનો નાશ થાય છે, ત્યારે જ વાસ્તવમાં આત્મા સંપૂર્ણ શુદ્ધ બને છે. નિશ્ચયનય કહે છે કે આવી સંપૂર્ણપણે કર્મરહિત અવસ્થા તે જ પરમાત્માનું સ્વરૂપ છે. જગતના જીવોની ભિન્ન ભિન્ન અવસ્થાને ઓળખાવવા ગુણસ્થાનકની જેમ શાસ્ત્રમાં ગતિ, ઇન્દ્રિય, શરીર આદિ ચૌદ માર્ગણાસ્થાનો પણ બતાવ્યા છે. આ સર્વે માર્ગણાસ્થાનો પણ કર્મથી સંકળાયેલ એવા આત્માનાં છે, માટે તે પણ પરમાત્માનું સ્વરૂપ તો નથી જ. આથી જ કહ્યું છે કે, ભલે વ્યવહારનય કે અશુદ્ધનિશ્ચયનય આ કર્મકૃત ભાવોને પોતાના માને, તોપણ તે 1. પુલકર્માદિક તણો, કર્તા વ્યવહારે; કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચાર.... ૩૫ કર્તા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ XXX ૩૬ - ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન // 2. દેહ કર્માદિ સવિ કાજ પુદ્ગલતણાં જીવના તેહ વ્યવહાર માને ઘણા; સયલ ગુણઠાણ જીઅઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી. ૩૨૧. [૧૬-]. - ગ્રંથકારશ્રીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // 3. મિર્ઝા સાસ ભીસે વિર સે પમ મમ નિગ મનિમ સુદમુવસમજાવીને આસનો " મનોવિજ" TTT રા - ર્મસ્ત || બીજા કર્મગ્રંથમાં (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યગુરુષ્ટિ (૫) દેશવિરત (૯) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) નિવૃત્તિકરણ-અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગિ કેવલી અને (૧૪) અયોગિ કેવલી આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકો જણાવેલ છે. 4. આ ફંતિ ' નો વેર સાથે ના એ સંન ટૂંસા સા મ સમ્ભ" સત્ર" માદારે ||૪૬TI - નવતત્તે || નવ તત્ત્વમાં (૧) મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ - ગતિ માર્ગણા (૨) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય - ઇન્દ્રિય માર્ગણા (૩) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય-કાય માર્ગણા (૪) મનયોગ, વચનયોગ, કાયયોગ-યોગ માર્ગણા (૫) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ-વેદ માર્ગણા (૯) ક્રોધ, માન, માયા, લોભ-કષાય માર્ગણા (૭) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન - જ્ઞાન માર્ગણા (૮) સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ-સંપાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિસંયમ માર્ગણા (૯) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન-દર્શન માર્ગણા (૧૦) કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ - લેશ્યા માર્ગણા (૧૧) ભવ્ય, અભવ્ય-ભવ્ય માર્ગણ (૧૨) ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાત્વસમ્યકત્વ માર્ગણા (૧૩) સંજ્ઞી, અસંજ્ઞી-સંજ્ઞી માર્ગણા (૧૪) આહારી, અણાહારી-આહારી માર્ગણા. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૯ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ તો નથી જ. કેમ કે, કર્મના આશ્લેષવાળા ભાવો શુદ્ધ પરમાત્માના હોઈ શકે જ નહિ. આ વાસ્તવિકતાને સમજતો સાધક પોતાના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવા તથા આત્મભાવમાં સદા સ્થિર થવા સ્યાદ્વાદની દૃષ્ટિ અપનાવી વિચારે છે કે, “સ્કૂલ બાહ્યદષ્ટિથી-વ્યવહારનયથી હું સુંદર-અસુંદર શરીરવાળો, ગૌર આદિ રંગવાળો, ગુણવાળો કે દોષવાળો ભલે દેખાઉ પણ અંતરંગ દૃષ્ટિથી-નિશ્ચય દૃષ્ટિથી હું આ સર્વથી ભિન્ન છું. બહાર દેખાતું આ સ્વરૂ૫ મારું નથી. મન-વાણી કે કાયા પણ હું નથી અને મન-વાણી કે કાયાથી થતાં કાર્યો પણ મારાં નથી. હું તો અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. હું અનાદિકાળથી શુદ્ધ છું અને અનંતકાળ સુધી શુદ્ધ રહેવાનો છું.” શુદ્ધનિશ્ચયનયના આધારે વારંવાર આ પ્રમાણે વિચારતાં અશુદ્ધનયથી વિચારવાનાં સંસ્કારો નાશ પામે છે. તે પછી “હું ગોરો છું, ઊંચો છું, ભણેલો-ગણેલો છું” વગેરે સ્વરૂપે કાયા સાથે તાદાભ્ય ન અનુભવતાં એક માત્ર શુદ્ધ જ્ઞાયકભાવ સાથે-જ્ઞાન સાથે; તાદાભ્ય અનુભવાય છે. પરિણામે ચિરકાળથી દઢમૂળ થયેલા કુસંસ્કારોના કારણે જે ચિત્ત આત્મતત્ત્વથી દૂર રહેતું હતું, તેમાં પરિવર્તન આવે છે અને તે જ ચિત્ત જ્ઞાનથી વાસિત બનતા હૃદયમાં રહેલાં પરમાત્માને પામી શકે છે. l૨૮ અવતરણિકા : પરમાત્મસ્વરૂપનો અનુભવ કઈ અવસ્થામાં થાય તે બતાવ્યા પછી હવે પરમાત્માનો અનુભવ કઈ અવસ્થામાં ન થાય તે જણાવે છેશ્લોક : कर्मोपाधिकृतान् भावान्', य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविक रूपं न बुद्धं परमात्मनः ||२९|| શબ્દાર્થ : ૧/૨. ફર્મોપાધતાનું માવાન - કર્મની ઉપાધિકૃત ભાવોને રૂ/૪, ય માનિ - જે આત્મામાં છે. મધ્યવતિ - સ્થાપન કરે છે ૬. તેન - તેના વડે ૭. પરમાત્મનઃ - પરમાત્માનું ૮૬. વમવિ રૂપ - સ્વાભાવિકરૂપ ૧૦/99, યુદ્ધ ન - જણાયું નથી. શ્લોકાર્થ : કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને જે વ્યક્તિ આત્માના પોતાના ભાવો તરીકે સ્વીકારે છે, તેના વડે પરમાત્માનું સ્વાભાવિકસ્વરૂપ જણાયું જ નથી. ભાવાર્થ : કર્મની ઉપાધિને કારણે પ્રાપ્ત થતા અંતરંગ રાગાદિ ભાવો કે શરીર ઇન્દ્રિયાદિ બાહ્ય ભાવોને જે પોતાના એટલે કે આત્માના માને છે, તે હકીકતમાં પરમાત્માને જાણતો નથી; કેમ કે પરમાત્માનું સ્વાભાવિકસ્વરૂપ કર્મ કે તકત સર્વભાવોથી રહિત છે. કર્મ જડ છે અને આત્મા ચેતન છે. શદ્ધનિશ્ચયનયથી તે બન્ને વચ્ચે કોઈ સંબંધ શક્ય નથી, આવું જ જાણે છે તે કર્માદિ ઉપાધિરહિત શુદ્ધ આત્મસ્વરૂપને જાણી શકે છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : સ્ફટિક જેમ નિર્મળ છે, છતાં લાલ ફુલરૂપ ઉપાધિના સાન્નિધ્યથી તે લાલ દેખાય છે. તેમ આત્મા નિર્મળ છે, છતાં કર્મરૂપ ઉપાધિના કારણે તે શરીરાદિ બાહ્યભાવોવાળો તથા રાગાદિના વિકૃત ભાવવાળો દેખાય છે'. શાસ્ત્રીય ભાષામાં ઉપાધિ એક એવો દોષ છે કે જેના કારણે વસ્તુ તેના મૂળસ્વરૂપ કરતાં જુદી જ દેખાય છે, આથી જ શાસ્ત્રકારો કર્મને ઉપાધિ કહે છે. સૂક્ષ્મબુદ્ધિ નહિ હોવાને કારણે જીવ કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને પોતાના માને છે અને પછી “હું રૂપવાન છું' - “બુદ્ધિશાળી છું' - “હું મોટો છું' - “હું ધનવાન છું” તેવા ભ્રમ સેવે છે. વળી કર્મકૃત શરીર, ધન આદિને પોતાના માનવાને કારણે તેની સુંદરતામાં હર્ષિત થાય છે, અસુંદરતામાં દુ:ખી થાય છે. કર્મના ઉદયથી થનાચ શાતા અને અશાતાના ભાવો કે રાગાદિ ભાવો પણ મને જ થાય છે, એવી આ મૂઢ જીવોની બુદ્ધિ હોય છે. જડ બુદ્ધિવાળા આવા જીવો બિચારા આત્માને પણ જાણતા નથી અને પરમાત્માને પણ જાણતા નથી. તીર્થંકર પરમાત્માના અષ્ટપ્રાતિહાર્યો, ચોત્રીસ અતિશયો આદિ પણ કર્મજન્ય ભાવો છે, તે કાંઈ પરમાત્માના ભાવો નથી, તોપણ જેઓ આવા કર્મકૃત ભાવોને પરમાત્માના ભાવો માને છે, તેઓએ પરમાત્માનું સ્વાભાવિક સચ્ચિદાનંદમય સ્વરૂપ હજું જાણ્યું જ નથી. જે સાધક પરમાત્માની બાહ્ય સંપત્તિ આદિ જોઈને કે તીર્થંકરના અષ્ટ પ્રાતિહાર્યો આદિનું ધ્યાન કરીને કે દાનશીલ-તપ-ભાવધર્મની સાધના કરીને, પરમાત્માના એટલે કે શુદ્ધ આત્માના અંતરંગ ગુણ વૈભવને જોવા સૂક્ષ્મપ્રજ્ઞાથી પ્રયત્ન કરે છે, તે સાધકના મોહનીયના પડલો ભેદાય છે અને દિવ્ય દૃષ્ટિનો ઉઘાડ થાય છે. આ દિવ્ય દૃષ્ટિથી સાધક જોઈ શકે છે કે, શરીર તે આત્મા નથી અને આત્મા એ શરીર નથી; પરંતુ બન્ને સ્વતંત્ર છે. શરીર કે કર્મો જડ છે અને આત્મા ચેતનવંતો છે. બન્નેના સ્વભાવ અલગ અલગ છે. કર્મો પોતાના ભાવો આત્માને આપી શકતા નથી અને આત્મા પોતાના ભાવો કર્મને આપી શકતો નથી. આત્મામાં કર્મને કારણે કોઈ ફેરફાર થતો નથી. જડ એવું કર્મ જે પણ ફેરફાર કરે છે તે જડ એવા શરીર આદિમાં જ થાય છે, આત્મામાં નહીં. આવી સમજ પ્રાપ્ત થતાં સાધક પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ પણ મેળવી શકે છે અને તેની આંશિક પ્રતીતિ પણ કરી શકે છે, વળી આવો બોધ પ્રાપ્ત થવાથી સાધકને પોતાનું શરીર પણ પોતાનાથી ભિન્ન દેખાય છે. શરીરાદિ કર્મકૃત ભાવો પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવી તે શરીરને જ્ઞાનના એક વિષયરૂપે અને સાધનાના એક અંગરૂપે જુવે છે, પણ તેની શાતા-અશાતાને પોતાની માનતો નથી, પરિણામે તે મોહના સકંજામાંથી મુક્ત બની સહજ જ્ઞાનપરિણામમાં લીન રહી શકે છે, આમ કરતાં કરતાં તેને સ્પષ્ટપણે પરમાત્માનું સ્વાભાવિક અખંડ આનંદમય અને અનંત જ્ઞાનમય સ્વરૂપ પ્રતીત થાય છે. સારરૂપે સાધકે પરમાત્માને જાણવા શુદ્ધનયની દૃષ્ટિ કેળવી પૌલિક ભાવોથી જાતને ભિન્ન જોવા સતત પ્રયત્ન કરવો જોઈએ. ૨૯ો. 1. જિમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબલ કષાય-અભાવ. શ્રી) ૧૭ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી 2 તિમ જગ જીવને, રાગદ્વેષ-પરિણામ. શ્રી. ૧૮ - ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન //. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૦ કર્મના ફળનો આત્મામાં ઉપચાર ગાથા-૩૦-૩૧-૩૨ અવતરણિકા : કર્મની ઉપાધિકૃત ભાવો જો જીવના પોતાના નથી, તો પછી જીવ તેને પોતાના શા માટે માને છે ? તેનું સમાધાન કરતાં કહે છેશ્લોક : यथा भृत्यैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ॥३०॥ શબ્દાર્થ : 9. કથા - જે પ્રમાણે ૨/૩/૪. મૃત્યેઃ કૃતં યુદ્ધ - નોકર (એવા યોદ્ધાઓ) દ્વારા કરાયેલ યુદ્ધ(નો) ૯. સ્વનિ પર્વ - સ્વામીમાં જ ૬. ઉપર્યત - ઉપચાર કરાય છે ૭. તથા - તે પ્રમાણે ૮. ર્મન્થોર્નિત - કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ (ભાવનો) ૧. વિવેન - અવિવેકથી ૧૦. શુદ્ધાત્મન (૩૫ર્થત) - શુદ્ધ આત્મામાં ઉપચાર કરાય છે. શ્લોકાર્થ : જેમ નોકર એવા યોદ્ધાઓએ કરેલ યુદ્ધનો સ્વામીને વિષે જ ઉપચાર થાય છે, તેમ અવિવેકના કારણે કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ ભાવોનો શુદ્ધાત્મામાં ઉપચાર થાય છે. ભાવાર્થ : નોકર એવા યોદ્ધાઓ યુદ્ધ કરે છે, તોપણ વ્યવહારમાં કહેવાય છે કે રાજાએ યુદ્ધ કર્યું, તેની જેમ શુદ્ધનિશ્ચયનયથી આત્મા માત્ર પોતાના ભાવોનો કર્તા-ભોક્તા છે, કર્મકૃતભાવોનો કર્તા કે ભોક્તા આત્મા નથી. તોપણ આવો વિવેક નહીં હોવાને કારણે વ્યવહારમાં કર્મોથી ઉત્પન્ન થયેલા ભાવો આત્માના છે, એવો ઉપચાર થાય છે. આથી જ કર્મકૃત શાતા કે અશાતા જડ એવા દેહાદિને થાય છે, છતાં અવિવેકને કારણે જીવ માને છે કે, આ શાતા-અશાતા મને થાય છે. વિશેષાર્થ : વાસ્તવમાં રાજા અને તેમના નોકર એવા સૈનિકો બને જુદા છે, આમ છતાં રાજાને આધીન એવા સૈનિકોએ કરેલું કાર્ય રાજાએ કર્યું છે તેવો વ્યવહાર થાય છે, માટે જ સૈનિકો યુદ્ધ કરે કે યુદ્ધમાં જય-પરાજય પ્રાપ્ત કરે, તોપણ તે યુદ્ધ કે જય-પરાજય રાજાના જ મનાય છે. આ જ રીતે કર્મ અને આત્મા પણ વાસ્તવમાં જુદા છે. આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોક્તા છે, જ્યારે જીવ સાથે સંબંધમાં આવેલાં કર્મો; શરીર, ઇન્દ્રિયો તથા રાગ, દ્વેષ આદિ ભાવોના કર્તા છે. બન્નેનાં કાર્યો ભિન્ન ભિન્ન છે, છતાં અજ્ઞાન અને અવિવેકના કારણે જીવ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવોને પોતાના For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર માને છે. પરિણામે જીવને એવો ભ્રમ થાય છે કે ‘હું રૂપવાન છું, હું ધનવાન છું, હું શાતા-અશાતા ભોગવું છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું કોઈને ધનાદિ આપું છું, હું કોઈની પાસેથી ધનાદિ લઉં છું વગેરે...’. આ સર્વ કાર્યો જો કે કર્મથી અને રાગાદિ દોષોથી થાય છે, તોપણ જેમ યુદ્ધાદિ કાર્ય સૈનિકો કરે છે છતાં એવું કહેવાય છે કે, તે કાર્ય રાજાએ કર્યું, તેમ અહીં પણ અવિવેકથી આ સર્વ કાર્યો આત્મા કરે છે એવો વ્યવહાર થાય છે. અજ્ઞાન અને અવિવેકનો ત્યાગ કરી જીવ જો વિવેકપૂર્વક વિચારે તો તેને ખ્યાલ આવે કે ખાવા-પીવાનું કાર્ય મુખ કરે છે, આપવા લેવાનું કાર્ય હાથ કરે છે અને ભોગ-ઉપભોગની ક્રિયા ઇન્દ્રિયો કરે છે. ટૂંકમાં આ સર્વ કાર્ય કર્મના કારણે પ્રાપ્ત થયેલું જડ એવું શરીર કરે છે. આત્મા તો માત્ર આ પ્રક્રિયાનો જ્ઞાતા અને દ્રષ્ટા છે. ચેતનવંતો આત્મા આ જડ પદાર્થનું જ્ઞાન જરૂર કરી શકે, પરંતુ તેના ભોગાદિ તો ન જ કરી શકે. આવી સમજ ન હોવાને કા૨ણે જ અનાદિ કાળથી જીવ કર્મકૃત ભાવોને પોતાના માને છે. II૩૦ના અવતરણિકા : કર્મના કારણે પ્રાપ્ત થયેલા શરીર અને તેમાં થતા શાતા-અશાતા આદિના ભાવો જીવના પોતાના નથી. તોપણ અવિવેકને કારણે જીવને તે પોતાના જ હોય તેવો ભ્રમ થાય છે. આવા ભ્રમનું નિવારણ કરવા ગ્રન્થકારશ્રી અન્ય દૃષ્ટાંતથી તે જ વાતને દૃઢ કરવા પ્રયત્ન કરે છે શ્લોક : ५ ' । मुषितत्वं यथा' पान्थगतं' तथा' व्यवहरत्यज्ञथिद्रूपे' कर्मविक्रियाम् ॥३१॥ શબ્દાર્થ : ૧. યથા - જે પ્રમાણે ૨. પાચનતં - માર્ગના મુસાફ૨માં ૨હેલું રૂ. મુતિત્વ - મુષિતપણું = લૂંટાવાપણું ૪/૮. થિ ૩પવર્યતે - માર્ગમાં ઉપચાર કરાય છે ૬/૭. તથા સજ્ઞ: - તે પ્રમાણે અજ્ઞાની વ્યક્તિ ૮. વિયિામ્ - કર્મથી કરાતી વિકૃતિનો ૧. વિદ્રૂપે (આત્મનિ) - ચિદ્રૂપ એવા આત્મામાં ૧૦. વ્યવહરતિ - વ્યવહાર (ઉપચાર) કરે છે. શ્લોકાર્થ : જેમ માર્ગમાં મુસાફર લૂંટાય તો ‘આ માર્ગ લૂંટાય છે' એવો ઉપચાર થાય છે, તેમ અજ્ઞાની વ્યક્તિ કર્મની વિક્રિયાનો આત્મામાં વ્યવહાર કરે છે. ભાવાર્થ : માર્ગ ક્યારે પણ લૂંટાતો નથી, તેની ઉપર અવરજવર કરનારા વટેમાર્ગુઓ લૂંટાય છે, આમ છતાં ‘માર્ગ લૂંટાય છે' તેવું બોલવાનો વ્યવહાર થાય છે. તે જ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં કર્મ દ્વારા કોઈ વિક્રિયા થતી નથી; તોપણ કર્મ અને આત્માના ભેદને નહી જાણનાર અજ્ઞાની વ્યક્તિ કર્મની વિકૃતિઓ આત્મામાં થાય છે એવો વ્યવહાર કરે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૨ વિશેષાર્થ : કેટલાક માર્ગ ઉપરથી પસાર થતાં મુસાફરો વારંવાર ચોરાદિથી લૂંટાતા હોય છે. લૂટાતાં મુસાફરોને જોઈને, લોકો બોલવામાં એવો વ્યવહાર કરે છે કે, ‘માર્ગ લૂંટાય છે’. વાસ્તવમાં માર્ગ લોકાકાશના અમુક ભાગ સ્વરૂપ છે. લોકાકાશનો કોઈ ભાગ ક્યારેય છૂટો પડતો નથી અર્થાત્ તેને કોઈ લઈ જઈ શકતું નથી, તેથી માર્ગ કદી લૂંટાતો નથી, આમ છતાં માર્ગ અને મુસાફરનો અભેદ કરીને મુસાફર લૂંટાય ત્યારે માર્ગ લૂંટાયો તેવો વ્યવહાર થાય છે. વાસ્તવમાં ‘આ માર્ગ સુરક્ષિત નથી' એવું લોકને જણાવવા માટે જ આવો ઉપચાર થાય છે.1 આવી જ રીતે આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, વસ્તુનું જ્ઞાન કરવું તે જ તેનો સ્વભાવ છે. જ્ઞાન સિવાય આત્મામાં બીજો કોઈ સ્વભાવ નથી, આત્મા અને કર્મ તો એકબીજાથી ભિન્ન છે. કર્મથી પરિવર્તન પામવાનો સ્વભાવ આત્માનો નથી, આમ છતાં કર્મકૃત જે રૂપ-રંગ, શાતા-અશાતા આદિ વિક્રિયાઓ પુદ્ગલમાં થાય છે; તે આત્મામાં થઈ છે તેવો વાણીથી વ્યવહાર કરાય છે. વિવેક કેળવી શુદ્ધ નિશ્ચયનયનો આશ્રય કરીને, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવામાં આવે તો સ્પષ્ટ સમજાય કે જેમ લૂંટાવાનો સ્વભાવ મુસાફરનો છે, માર્ગનો નથી; તેમ કર્મકૃત રૂપ, રંગ, આદિની વિક્રિયાઓથી વિકૃત થવાનો સ્વભાવ જડ એવા શરીરાદિનો છે, આત્માનો નથી. ।।૩૧|| અવતરણિકા : આત્મા જો કર્મકૃત ભાવોને કરતો નથી તો પછી કર્મકૃત ભાવોને કોણ કરે છે ? અને જ્ઞાની તેને કઈ રીતે જુવે છે, તે બતાવતાં કહે છે શ્લોક : ५ સ્વત વ સમાપ્તિ, ર્માન્યારવ્યક્ત્તિત:/ ૭૧ ૮ ७ एकक्षेत्रावगाहेन ज्ञानी तत्र न दोषभाक् ॥३२॥ શબ્દાર્થ : 9. આરવ્યશતિ: - ઉદ્દયમાં આવેલ કર્મની શક્તિથી ૨. ક્ષેત્રાવદેિન - એક ક્ષેત્રમાં રહેલા હોવાથી રૂ. řિ - કર્મો ૪/૬. સ્વત વ - સ્વયં જ ૬. સમાયન્તિ - આવે છે - ૨હે છે ૭. તંત્ર - તેમાં ૮. જ્ઞાની - જ્ઞાની - જ્ઞાનયોગી ૬/૧૦. ોષમાળ 7 - દોષને ભજનારો નથી શ્લોકાર્થ : ઉદયમાં આવેલા કર્મની આરબ્ધશક્તિથી એક ક્ષેત્રમાં રહેલા હોવાથી કર્મો સ્વયં જ આવે છે - રહે છે. તેમાં = આ રીતે કર્મો આવીને રહે છે તે વિષયમાં, જ્ઞાનયોગી = જ્ઞાની દોષનો ભાગી બનતો નથી. 1. પંથીજન લૂટતાં ચોરને જિમ ભણે વાટ કો લૂંટીએ તિમ જ મૂઢો ગણે... ૧૬/૫॥ - For Personal & Private Use Only ગ્રંથકારશ્રીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન | Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભાવાર્થ : આત્મા અને કર્મો બન્ને તદ્દન ભિન્ન દ્રવ્યો છે, આમ છતાં બન્ને એક ક્ષેત્રમાં સ્થિત હોવાથી સ્થૂલદષ્ટિથી કર્મકૃત ભાવોને જોતાં એવો ભ્રમ થાય છે કે, આ આત્માના ભાવો છે. વાસ્તવમાં તો ઉદયમાં આવેલા કર્મોની એક શક્તિ છે કે, જે દેહમાં શાતા-અશાતાના ભાવો ઉત્પન્ન કરે છે. દેહાદિમાં થતી આ ક્રિયાઓમાં જ્ઞાનીનું ચિત્ત મ્લાન થતું નથી. વળી આ જ કર્મોના ઉદયથી અન્ય કર્મો બંધાય છે. તેમાં પણ જ્ઞાનયોગને વરેલો જ્ઞાની કોઈ દોષનો ભાગી બનતો નથી. કર્મો કર્મોને બાંધે છે અને કર્મો જ કર્મકૃત ભાવો કરે છે, જ્ઞાનયોગી તો કર્મકૃત સર્વ ભાવોમાં સર્વદા અલિપ્ત જ રહે છે. વિશેષાર્થ : અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આત્માના શુદ્ધસ્વરૂપને જોનાર શુદ્ઘનયના મતે તો કર્મ કે આત્માને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. શુદ્ધનયની આવી માન્યતા સાંભળી કોઈ વિચારકને ચોક્કસ એવી જિજ્ઞાસા થાય કે જો આત્મા કર્મકૃતભાવો કરતો નથી, તો પછી કર્મકૃત ભાવોને કોણ કરે છે ? હકીકતમાં કાર્યાન્વિત થયેલા = ઉદયમાં આવેલા કર્મની શક્તિથી એટલે કે આરબ્ધશક્તિથી કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે અને તે જ શક્તિથી એક ક્ષેત્રમાં રહેલા હોવાને કા૨ણે અન્ય કર્મો પણ સ્વયં આવે છે અર્થાત્ બીજા કર્મો બંધાય છે. આ બધી બાબતોમાં જ્ઞાની એવો આત્મા જવાબદાર નથી એટલે કે કર્મ ઉદયમાં આવે છે, બંધાય છે કે કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે, તેમાં જ્ઞાનીનો કોઈ દોષ નથી. વળી કર્મકૃત ભાવો પ્રગટ થવા છતાં જ્ઞાનયોગી-જ્ઞાનીમાં ચિત્તના કાલુષ્યરૂપ કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. શુદ્ધનયની આ આખી માન્યતાને સમજવા માટે શુદ્ઘનય પ્રમાણે કર્મકૃત ભાવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે સમજવું પડે. આ નય પ્રમાણે જીવ કે કર્મ ક્યારે પણ એકબીજાને એકબીજાના ભાવો આપતા નથી, જીવ પોતાના પરિણામો કરે છે અને કર્મ કર્મના પરિણામો કરે છે, આમ છતાં જીવ જે આકાશપ્રદેશમાં રહ્યો હોય છે તે જ આકાશપ્રદેશમાં અનેક પ્રકારની કાર્મણ વર્ગણાઓ રહેલી હોય છે. કર્મબંધની પ્રક્રિયા સમજવા ખાતર આ કાર્મણવર્ગણાઓના ચાર વિભાગ પાડી શકાય : A - કાર્યણવર્ગણા = જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપે પરિણામ પામ્યા વગરની ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી કાર્મણવર્ગણાઓ અર્થાત્ બંધાયા વિનાનાં કર્મો. B – બધ્યમાન કર્મ = આત્મા સાથે બંધાતાં કર્મોસ્વરૂપ કાર્યણવર્ગણાઓ. C - બંધાયેલાં કર્મ = આત્મા સાથે સંબંધમાં આવ્યા પછી પણ જ્ઞાનાદિ ગુણોને આવરણ કરવાનું કાર્ય હજુ જેણે શરૂ કર્યું નથી તેવા સત્તામાં પડેલાં કર્મો. D - ઉદયમાં આવેલાં કર્મ = જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય જેણે ચાલુ કરી દીધું છે તેવા, ઉદયાવલિકામાં આવેલાં કર્મોસ્વરૂપ કાર્યણવર્ગણાઓ. 1. કર્મ સ્વરૂપે પરિણામ પામવાની ક્ષમતા ધરાવતો પુદ્ગલોનો એક સમૂહ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૨ ૭૩ આમાં બંધાયેલા 'C' પ્રકારના કર્મોમાં આત્માના જ્ઞાનાદિ ગુણોને આવરવાની શક્તિ છે, પરંતુ જ્યાં સુધી તે વિપાકમાં ન આવે ત્યાં સુધી તે શક્તિ સક્રિય (activate) થતી નથી, તે શક્તિ શક્તિરૂપે (dormant) જ રહે છે, એટલે કે તે શક્તિએ પોતાનું કાર્ય કરવાનું ચાલુ કર્યું નથી. જ્યારે આ કર્મોનો અબાધાકાળ પૂર્ણ થાય છે અને તેઓ ઉદયાવલિકામાં પ્રવેશે છે, ત્યારે તેમની શક્તિ સક્રિય થઈ જાય છે એટલે કે તેઓ જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય ચાલુ કરી દે છે, આ રીતે જે કર્મોએ પોતાનું કાર્ય કરવાનો આરંભ કર્યો હોય તે કર્મોને આરબ્ધશક્તિવાળાં કર્મો કહેવાય. આ ઉદયમાં આવેલા [p' પ્રકારના કર્મો છે. ઉદયમાં આવેલા [p પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી શાતા-અશાતા, રાગ-દ્વેષ, અજ્ઞાન-મોહ, દેહ-ઇન્દ્રિય આદિ કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે. આ કર્મો ઉદયમાં આવ્યાં તેમાં જ્ઞાની જવાબદાર (responsible) નથી, તેમાં જ્ઞાનીનો કોઈ વાંક (fault) નથી, જ્ઞાની તો માત્ર પોતાના જ્ઞસ્વભાવમાં લીન છે. કર્મો સ્વયં જ ઉદયમાં આવી પોતાનું કાર્ય કરે છે. જીવને જે કાંઈ શાતા-અશાતા કે કાષાયિક ભાવોનો અનુભવ થાય છે તે સર્વ આરબ્ધ શક્તિથી કર્મો જ કરી રહ્યાં છે, જીવ તેમાંનું કાંઈ કરતો નથી, આમ છતાં એક ક્ષેત્રમાં રહેલા હોવાને કારણે એટલે કે કર્મ અને શરીર જીવની સાથે એક જ ક્ષેત્રમાં રહેલા હોવાથી, અજ્ઞાની જીવને એવો ભ્રમ થાય છે કે; મને શરીર પ્રાપ્ત થયું છે, મને શાતા-અશાતા થાય છે, મને રાગ-દ્વેષ થાય છે, આ ભ્રમ એ અજ્ઞાનીનો દોષ છે. જ્ઞાની તો સ્પષ્ટ જાણે છે કે, “હું જ્યાં રહ્યો છું તે જ ક્ષેત્રમાં કર્મ અને શરીર રહેલા છે; પરંતુ વાસ્તવિક રીતે મારે કર્મ કે શરીર સાથે કોઈ સંબંધ નથી. આત્મા આત્મારૂપ જ છે અને કર્મ કર્મરૂપ જ છે. આત્મા પોતાના ભાવોમાં પરિણામ પામ્યા કરે છે અને કર્મ પોતાના ભાવોમાં પરિણામ પામ્યા કરે છે. કર્મના પરિણામો ક્યારે પણ મને પ્રાપ્ત થતાં નથી. આવી પ્રતીતિ હોવાને કારણે જ્ઞાનયોગી કર્મકૃત દેહાદિને કે રાગાદિને પોતાના માનતો નથી એટલે કે કર્મકૃત ભાવોનો આત્મામાં ઉપચાર કરતો નથી. પરિણામે તે અજ્ઞાનીની જેમ કોઈ ભ્રમ પણ પોષતો નથી કે ચિત્તના કાલુષ્યરૂપ કોઈ દોષનો ભાગી પણ બનતો નથી, જ્ઞાની તો કર્મના સર્વ પરિણામોને પરભાવરૂપે જૂવે છે અને અનુભવે છે, તેથી તેઓ પોતાનામાં કર્મના ભાવોને અનુરૂપ રાગ-દ્વેષની પરિણતિઓ ઉત્પન્ન થવા દેતા નથી. વળી બીજી રીતે વિચારીએ તો જે ક્ષેત્રમાં જીવ હોય છે, તે જ ક્ષેત્રમાં 'A' પ્રકારની કાર્મણવર્ગણાઓ રહેલી હોય છે. આમ છતાં તેનામાં જીવના આત્મિક ગુણોને આવરવાની કોઈ શક્તિ હોતી નથી. જ્યારે ઉદયમાં આવેલા [D' પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી 'A' પ્રકારની અમુક કાર્મણવર્ગણાઓમાં જીવના આત્મિક ગુણોને આવરવાની શક્તિ યોગ્યતાસ્વરૂપે પેદા થાય છે અને તે [A' પ્રકારની કાર્મણ વર્ગણાઓ જીવની સાથે બંધાતા 'B' પ્રકારના કર્મો બની જાય છે. તે કર્મો જીવની સાથે બંધાઈને જીવ જ્યાં જાય ત્યાં સ્વયં જ આવે છે. આમ ઉદયમાં આવેલા '' પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી એ જ ક્ષેત્રમાં 2. આરબ્ધશક્તિ : આ + રમ્ + ત(૪) = મારÁ; તેનો અર્થ થાય છે આરંભાયેલું કે શરૂ થયેલું. આત્માના જ્ઞાનાદિ ગુણોને આવરવાની જે શક્તિ કર્મોમાં પડેલી છે. તે શક્તિ જ્યારે જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય ચાલુ કરે ત્યારે તેને આરબ્ધ શક્તિ કહેવાય છે. કર્મોની આવી આરબ્ધશક્તિથી અન્ય કર્મો સ્વયં બંધાય છે; અથવા જીવમાં રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર રહેલી હોવાને કારણે ['A' પ્રકારની કાર્મણ વર્ગણા સ્વયં આવે છે. જ્યાં સુધી તે 'A' પ્રકારની કાર્મણવર્ગણામાં ઉદયગત કર્મોની આરબ્ધશક્તિથી ફેરફાર થયો નહોતો, ત્યાં સુધી તે કાર્મણવર્ગણાઓ જીવ જે આકાશ પ્રદેશ ઉપર હતો ત્યાં જ રહેલી હોવા છતાં જીવ ત્યાંથી અન્ય ક્ષેત્રમાં જાય તો જીવ સાથે જતી નહોતી. જ્યારે તે કાર્મણવર્ગણાઓ ('B' પ્રકારના બંધાતાં કર્મો કે બંધાયેલાં ['C' પ્રકારનાં કર્મોરૂપે પરિણામ પામી જાય છે, ત્યારે તે કર્મો જીવ અન્ય ક્ષેત્રમાં જાય ત્યારે પણ જીવની સાથે અન્ય ક્ષેત્રમાં જાય છે. આવું હોવા છતાં પણ તે કાર્મણવર્ગણાઓ સાથે જીવને કોઈ સંબંધ નથી. કાર્મણ વર્ગણાઓ અન્ય દ્રવ્ય છે અને જીવ અન્ય દ્રવ્ય છે. બે દ્રવ્યનો પરસ્પર એકીભાવ નિશ્ચયનયની દૃષ્ટિએ અસંભવિત છે આ વાસ્તવિકતાને જ્ઞાની જાણે છે, તેથી મને કર્મો બંધાય છે કે હું કર્મથી લેપાયેલો છું. એવો અધ્યવસાય જ્ઞાનીને થતો નથી, આથી જ ગ્રંથકાર કહે છે કે એક ક્ષેત્રમાં રહેવા માત્રથી જ્ઞાની ત્યાં દોષનો ભાગી બનતો નથી, જ્ઞાની તો નિર્લેપ જ રહે છે. ||૩૨ા. 3. તુલના - XXX એક ખેત્રે મિલ્યા, અણુ તણી દેખતો વિકૃતિએ જીવની પ્રકૃતિ ઉવેખતો.. ૩૨૦ [૧૬-૫] - ગ્રંથકારશ્રીકૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન II एकक्षेत्रस्थितोऽप्येति, नात्मा कर्मगुणान्वयम् तथाभव्यस्वभावत्वा - च्छुद्धो धर्मास्तिकायवत् ।।१८/१९।। - अध्यात्मसारे ।। જે આકાશ પ્રદેશમાં કર્મપરમાણ રહેલા છે તે જ આકાશમાં આત્મા પણ રહેલો છે. આ રીતે એક ક્ષેત્રને વિષે રહેતા હોવા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતો નથી અર્થાતુ કર્મના પરમાણુ સાથે સંબંધવાળો હોવા છતાં પણ આત્મા તેનાથી ઉત્પન્ન થતા રૂપાદિ કે ગત્યાદિ ધર્મોવાળો થતો નથી, કારણ કે તે પ્રકારે થવાનો તેનો સ્વભાવ નથી. For Personal & Private Use Only www ainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની નિર્લેપતા – ગાથા-૩૩ જ્ઞાનયોગીની નિર્લેપતા ગાથા-૩૩-૩૪-૩૫-૩૬-૩૭. અવતરણિકા : સ્વત: આવતાં કર્મમાં જ્ઞાની દોષિત નથી,' એવું જાણીને પ્રશ્ન થાય કે જ્ઞાની પણ ઇચ્છાપૂર્વક શરીરાદિની પ્રવૃત્તિઓ કરે છે જે કર્મબન્ધનું નિમિત્ત બની શકે, છતાં પણ તેને ત્યાં દોષ કેમ ન લાગે ? – શ્લોક : दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોજીનો મવ વધા, જ્ઞાનિનો સોવર્તિનઃ ૩િ૩ !! શબ્દાર્થ : 9. ઢોર્તિન: - લોકમાં રહેલા ર/રૂ. જ્ઞાનિન: યોગિન: - જ્ઞાની એવા યોગીઓની (જ્ઞાનયોગીઓની) ૪. ઢાયત્રપાઠીનૃત્યતુલ્ય: - લાકડાના યન્ત્રમાં રહેલી પૂતળીના નૃત્ય જેવી છે. પ્રવૃત્તય: - પ્રવૃત્તિઓ ૬/૭. વીધા નૈવ - (તે જ્ઞાનયોગીને) બાધા માટે થતી જ નથી શ્લોકાર્થ : લોકમાં રહેલા જ્ઞાનયોગીઓની લાકડાના પત્રમાં રહેલી પૂતળીના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ તેમને બાધક બનતી નથી. . ' ભાવાર્થ : આત્મજ્ઞાની મહાત્માઓની ખાવા-પીવા, ઉઠવા-બેસવાની તમામ પ્રવૃત્તિઓ યંત્રમાં ગોઠવેલ કઠપૂતળીના નૃત્ય જેવી હોય છે. કઠપૂતળી નાચે, કૂદે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે ત્યારે તેનામાં તે પ્રવૃત્તિને યોગ્ય હર્ષ, શોકાદિ કોઈ ભાવો હોતા નથી, તે તો માત્ર સૂત્રધાર નચાવે તેમ નાચે છે. તે જ રીતે આત્મભાવમાં વિલસી રહેલા મહાત્માઓ પણ આહારગ્રહણની, શિષ્ય અનુશાસનની કે ઉપદેશપ્રદાન આદિની કોઈપણ ઉચિત પ્રવૃત્તિ કરે ત્યારે તેઓને તે પ્રવૃત્તિવિષયક કર્તા-ભોક્તા ભાવ હોતો નથી, આથી જ આ ક્રિયાઓથી તેમના દાસિન્ય કે સમતા આદિ ભાવોમાં કોઈ ફરક પડતો નથી, તેથી જ તેમને તેનાથી કર્મબંધ પણ થતો નથી. વિશેષાર્થ : જ્ઞાનયોગી મહાત્માઓ સ્પષ્ટપણે અનુભવે છે કે, “શરીર અને કર્મકૃત સર્વ ભાવો આત્માથી ભિન્ન છે, તે ભાવો સાથે આત્માને કોઈ સંબંધ નથી' આવા અનુભવને કારણે, જ્ઞાનયોગી મહાત્માઓને પૌદ્ગલિક પ્રવૃત્તિ કરતી વખતે યંત્રમાં ગોઠવાયેલી કઠપૂતળીની જેમ, રાગાદિની કોઈ સંવેદનાઓ થતી નથી. જેમ યંત્રની પૂતળીઓ સ્વયં નાચતી નથી, પણ યંત્રમાં ભરાવેલી ચાવીના લીધે નાચે છે; તેમ જ્ઞાનયોગી મહાત્માઓ પણ પોદ્ગલિક ભાવની પ્રવૃત્તિઓ સ્વયં કરતા નથી, પણ કર્મની પરતંત્રતાના કારણે કરે છે. ચાવી ભરાવેલી For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર યંત્રની પૂતળી જેમ ચાવી હોય ત્યાં સુધી હસે છે, ૨ડે છે, ૨મે છે, એકબીજાને મળે છે, છૂટી પડે છે, નાચે છે, કૂદે છે; પરંતુ આ સર્વ ક્રિયા કરતાં તેને કોઈ હર્ષ-શોક કે સુખ-દુઃખની સંવેદનાઓ સ્પર્શતી નથી. તેમ કર્મ કરાવે ત્યાં સુધી જ્ઞાનયોગી મહાત્માને પણ પૌદ્ગલિક ભાવોની પ્રવૃત્તિ કરવી પડે છે; પરંતુ તે સર્વ ક્રિયા કરતાં તેઓશ્રીને પણ કોઈ હર્ષ-શોક, સુખ-દુ:ખ કે રાગ-દ્વેષની સંવેદનાઓ સ્પર્શતી નથી. તેઓ તો આ સર્વ ભાવોથી સર્વથા ૫૨ ૨હે છે. આવી ઉત્તમ સ્થિતિ સામાન્ય જ્ઞાનીની નહીં, પણ છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા ભેદજ્ઞાનનો અનુભવ કરનારા મહાત્માઓની જ હોઈ શકે. કર્મ અને શરીર સાથે સંકળાયેલા હોય ત્યાં સુધી તેઓ આત્મભાવમાં લીન રહેવામાં સહાયક બને તે રીતે શરીરને નિર્દોષ આહાર, પાણી વગેરે આપે છે. લજ્જાસંયમની સુરક્ષા માટે તેને વસ્ત્રાદિથી ઢાંકે છે, આવી આત્મભાવની પોષક અનેક ક્રિયાઓ કરે છે, આમ છતાં તે ક્રિયાઓ કરતાં આત્મિક ભાવોની વૃદ્ધિનો જ એકમાત્ર ઉદ્દેશ હોવાથી, તેઓને તેમ કરતાં લેશ પણ રાગાદિના વિકારો સ્પર્શતા નથી. તેમનો ઔદાસિન્ય ભાવ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ અખંડિત રહે છે, આથી જ શ્લોક-૩૨માં કહ્યું તેમ સ્વતઃ ઉદયને પામતા અને સ્વતઃ આવતાં કર્મમાં જ્ઞાની દોષનો ભાગી થતો નથી, તેનું ચિત્ત કલુષિત થતું નથી, માટે જ પૌદ્ગલિક ભાવની પ્રવૃત્તિ કરવા છતાં, આવા જ્ઞાનયોગી મહાત્માને ગુણસ્થાનકને અનુરૂપ સામ્પરાયિક કર્મબન્ધ સિવાય કોઈ કર્મબન્ધ થતો નથી. ।।૩૩।। અવતરણિકા : ‘જ્ઞાનયોગી મહાત્માઓ કઠપૂતળીની જેમ સર્વત્ર ઉદાસીનભાવે ક્રિયાઓ કરે છે' એવું જાણી પ્રશ્ન થાય કે સર્વત્ર ઉદાસીનભાવ હોવા છતાં જ્ઞાની આ કરવું કે આ ન કરવું, આ આ રીતે જ કરવું અને અન્ય રીતે ન ક૨વું એવો વિવેક અને ઔચિત્ય કેવી રીતે જાળવી શકે છે ? ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં જણાવે છે - શ્લોક : प्रारब्धादृष्टजनिता, सामायिकविवेकतः । क्रियापि' ज्ञानिनो' व्यक्तामौचितीं' नातिवर्तते' ||३४|| નોંધ - અહીં પ્રાર્થ્થાવૃષ્ટનનિતાત્ પાઠ પણ મળે છે. શબ્દાર્થ : 9. જ્ઞાનિન: - જ્ઞાનીની ૨. પ્રાર્થ્થાવૃષ્ટનનિતા - પ્રારબ્ધ અદૃષ્ટથી જનિત એવી રૂ. ક્રિયાઽપિ - ક્રિયા પણ ૪. સામાયિવિવેત: - સામાયિકજન્ય વિવેકના કા૨ણે બ. વ્યત્તામૌવિતાઁ - સ્પષ્ટ જણાતા ઔચિત્યનું ૬. જ્ઞાતિવર્તતે - ઉલ્લંઘન કરતી નથી. શ્લોકાર્થ : જ્ઞાનીની પ્રારબ્ધ અદૃષ્ટથી ઉત્પન્ન થયેલી ક્રિયા પણ તેમનામાં સામાયિકજન્ય વિવેક હોવાને કારણે સ્પષ્ટ જણાતા ઔચિત્યનું ઉલ્લંઘન કરતી નથી. ભાવાર્થ : ચોક્કસ પ્રકારનાં કર્મોનો ઉદય થાય છે ત્યારે જ્ઞાનયોગમાં લીન એવા મહાત્માઓને પણ પૌદ્ગલિક For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૪ ૭૭ ભાવની ક્રિયાઓ કરવી પડે છે; પરંતુ તેમનું ચિત્ત આવી ક્રિયાઓ કરતાં તેમાં લેશ પણ લેવાતું નથી. તેઓ તો દરેક પ્રવૃત્તિ કરતાં કઠપૂતળીની જેમ નિર્લેપ ભાવે જ પ્રવર્તે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સર્વત્ર ઉદાસીનવૃત્તિ પ્રવર્તતી હોવા છતાં જ્ઞાનીમાં જે સામાયિક-સમભાવનો પરિણામ પ્રગટ્યો હોય છે, તે જ તેમને શું કરવું અને શું ન કરવું તેના વિવેકથી સજ્જ બનાવે છે અને આવો વિવેક હોવાને કારણે જ્ઞાની ક્યાંય પોતાનું ઔચિત્ય ચૂકતા નથી. ઉદાસીનભાવ હોવા છતાં સમભાવરૂપ સામાયિકમાંથી પ્રગટેલા વિવેક દ્વારા સર્વત્ર ઔચિત્યનું પાલન અનાયાસે થયા જ કરે છે. આ જ તેમની મહાનતાનું પ્રતિક છે. વિશેષાર્થ : જ્ઞાનયોગી મહાત્માઓ આત્માના આનંદને માણતા હોય છે, તેથી તેઓને પુદ્ગલભાવની કોઈપણ ક્રિયા કરવામાં રસ હોતો નથી. આમ છતાં જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી કર્મ અને શરીરનું બંધન હોવાથી, તેમને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. તેમની આ પ્રવૃત્તિઓ પોતાની ઇચ્છાથી નથી થતી; પરંતુ પ્રારબ્ધ અદષ્ટથી ઉત્પન્ન થયેલી હોય છે અર્થાત્ પૂર્વ કર્મના ઉદયથી થાય છે. સામાન્યથી નિયમ એવો હોય છે કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઇચ્છાથી થાય છે અને તે ઇચ્છા રાગાદિ ભાવથી થાય છે. જ્ઞાનયોગી મહાત્માઓને નથી ક્યાંય રાગાદિ ભાવ કે નથી કોઈ ઇચ્છા. તેથી તેઓની ક્રિયાઓ માત્ર કર્મજન્ય હોય છે, તેમ સ્વીકારી લઈએ; તોપણ પ્રશ્ન એ ઊઠે કે, તેઓ તે પૌદ્ગલિક પ્રવૃત્તિમાં રાગાદિ વગર આહાર કણ્ય લેવો અને અક ન લેવો, નિર્દોષ લેવો અને સદોષ ન લેવો, આટલી જ માત્રામાં લેવો, આનાથી વધુ ન લેવો વગેરે વિવેક કઈ રીતે કરી શકે ? જો રાગાદિ થતાં જ નથી તો તેઓ ગમે તે ચીજો ગમે તેટલી માત્રામાં કેમ ન લે ? શું તેઓમાં પણ કથ્ય આદિ લેવાની ઇચ્છા સ્વરૂપે રાગાદિ નહીં હોય ? ગ્રંથકારશ્રી આવા પ્રશ્નોનો જવાબ સૂચવતાં કહે છે કે, જ્ઞાનયોગી મહાત્માના અંતરમાં વર્તતા સમભાવના કારણે તેમનામાં એક વિશિષ્ટ પ્રકારનો વિવેક પ્રગટ્યો હોય છે. આ વિવેકના કારણે તેમના દ્વારા જે ઉચિત હોય તે જ પ્રવૃત્તિ થાય. તેઓ પોતાની ભૂમિકાનું ઔચિત્ય ક્યારેય ચૂકી જતા નથી. હકીકત એ છે કે, ઔચિત્યનો ભંગ કાષાયિક ભાવોથી જ થાય છે. દરેક અનુચિત પ્રવૃત્તિ પાછળ કોઈક ને કોઈક કષાયો કામ કરતા હોય છે અને જ્યારે કષાયોનો હ્રાસ થાય છે ત્યારે જીવ આપોઆપ અનુચિત પ્રવૃત્તિઓથી અટકી જાય છે અને આત્મહિતકર ઉચિત પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, તે માટે તેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. કષાયના શમનથી ઉત્પન્ન થતો સમભાવરૂપ-સામાયિકનો પરિણામ સહજ રીતે જ્ઞાનયોગીને ઔચિત્યની દિશામાં દોરી જાય છે. સામાયિક એટલે સમભાવ અને સમભાવ એટલે જ રાગાદિના અભાવવાળી ચિત્તવૃત્તિ. તેમાં પ્રધાનપણે 1. પ્ર + મા + રમ્ ધાતુને ત (વક્ત) પ્રત્યય લાગવાથી પ્રારબ્ધ શબ્દ બન્યો છે. તેનો અર્થ પ્રારંભાયેલું કે શરૂ થયેલું એવો થાય. જો કે પ્રારબ્ધનો અર્થ કર્મ પણ થાય છે, આમ છતાં અહીં પ્રારબ્ધ = ઉદયમાં આવેલું અને કઈ = કર્મ. 2. समभावो सामाइयं तण-कंचण-सत्त-मित्तविसओ त्ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ।।९।५।। - પશીશ || For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ઉચિત પ્રવૃત્તિ ક૨વાનો ભાવ હોય છે. શાસ્ત્રમાં તો સામાયિકના પરિણામને ઉચિત પ્રવૃત્તિનો જનક પણ કહ્યો છે, તેથી સામાયિક અને ઔચિત્ય એક બીજા સાથે સંકળાયેલા છે. અંતરમાં સામાયિકનો પરિણામ પ્રગટ થતાં જ પોતાની ભૂમિકામાં પોતે શું ક૨વા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેની સમજણ સ્વરૂપ વિવેક પણ પ્રગટી જ જાય છે. સર્વત્ર ઉદાસીન વૃત્તિ ધરાવનાર યોગીઓના જીવનમાં પણ આવા સામાયિન્ય વિવેકના પ્રભાવે ક્યાંય ઔચિત્ય ચુકાતું નથી અને સર્વત્ર ઔચિત્યપૂર્ણ પ્રવૃત્તિ થયા કરે છે, તેઓની પુદ્ગલભાવમાં પ્રવૃત્તિ નહિ કરવારૂપ ધ્યાન આદિ ક્રિયા તો ઔચિત્યપૂર્ણ હોય છે; પરંતુ પુદ્ગલભાવમાં પ્રવૃત્તિ કરવારૂપ આહાર લાવવાની, આહાર વાપરવાની, ગુરુ સેવાની વગેરે સંયમજીવનની અન્ય પ્રવૃત્તિઓ પણ ઔચિત્યપૂર્વકની જ હોય છે. ७८ સારરૂપે એટલું સમજવાનું છે કે, જ્ઞાનયોગી જે પણ ક્રિયા કરે છે તેમાં કારણ કર્મ છે અને તેઓ તેમાં જે ઔચિત્ય જાળવે છે, તેમાં કારણ સમભાવરૂપ સામાયિકમાંથી પ્રગટેલો વિવેક છે. ।।૩૪।। અવતરણિકા : આહારાદિની પ્રવૃત્તિઓ સંસારી જીવો પણ કરે છે અને જ્ઞાનયોગને સિદ્ધ કરી ચૂકેલા યોગી પણ કરે છે; બન્નેની ક્રિયાઓ પુદ્ગલમાં પ્રવૃત્તિરૂપ હોવા છતાં યોગી તેમાં લેપાતા નથી, જ્યારે અન્ય જીવો લેપાય છે. તેનું કારણ બતાવતાં કહે છે શ્લોક : संसारे निवसन् स्वार्थसज्जः । १० જિતે નિષિતો તોજો જ્ઞાનમિષ્ઠો ને ખિત્તે Iરૂ II કી . १ શબ્દાર્થ : ૧/૨. બ્નવેનિ સંસારે - કાજળના ઘ૨ જેવા સંસારમાં રૂ. નિવસન્ - ૨હેતો ૪. સ્વાર્થસપ્ન: - (પૌદગલિક) સ્વાર્થમાં તત્પર ૧/૬. નિવિછો છો: - સમગ્ર લોક ૭. હિપ્પતે - લેપાય છે ૮. જ્ઞાનસિદ્ધ: - (પણ) જ્ઞાનસિદ્ધ = જ્ઞાનયોગની સિદ્ધિને પામેલ ૬/૧૦. યિતે ન - લેપાતો નથી. શ્લોકાર્થ : કાજળના ઘર સમાન સંસારમાં રહેતા, પૌદ્ગલિક સ્વાર્થને સાધવામાં તત્પર એવા દુનિયાના સર્વ લોકો (કર્મથી) લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધયોગી લેપાતા નથી. ભાવાર્થ : કાજળની કોટડીમાં જે વ્યક્તિ પ્રવેશે તે જેમ કાજળથી લેપાયા વિના રહેતી નથી, તેમ સ્વાર્થસજ્જ જીવો એટલે કે રાગાદિ ભાવોને વશ થઈને પૌદ્ગલિક સ્વાર્થને આધીન થયેલા જીવો, સંસા૨માં કર્મથી લેપાયા વિના રહેતા નથી, પરંતુ જેમ વિદ્યાસિદ્ધ પુરુષો પાણી કે અગ્નિમાં પ્રવેશ કરે, તોપણ ભીંજાતા કે બળતા નથી અને For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૫ ૭૯ કળાસિદ્ધ લોકો કાજળની કોટડીમાં પેસે, તોપણ લેવાતા નથી, તેમ જ્ઞાનસિદ્ધ યોગીઓ કર્માણુઓથી વ્યાપ્ત સંસારમાં પણ કમળપત્ર જેવા નિર્લેપ રહી શકે છે, તેઓને કર્મકાજળ સ્પર્શી પણ શકતું નથી. વિશેષાર્થ : કાજળની કોટડીમાં સર્વત્ર કાજળ હોવાથી, તેમાં પ્રવેશેલો પુરુષ જેમ કાજળથી ખરડાયા વિના રહેતો નથી, તેમ ચૌદ રાજલોકમાં સર્વત્ર કાર્મણ વર્ગણાઓ ભરેલી હોવાથી, તસ્વરૂપ સંસારમાં રહેલો પુરુષ કર્મથી લેપાયા વિના રહેતો નથી. પુરુષ કાજળથી ખરડાય છે, તેમાં જેમ કારણભૂત તેના શરીરમાં રહેલી સ્નિગ્ધતા છે, ચીકાશ છે. તેમ સંસારી જીવ કર્મથી ખરડાય છે, તેમાં કારણભૂત તેની સ્વાર્થસજ્જતા છે. આ સ્વાર્થસજ્જતા જ, એટલે કે પોતાને ગમતા પર-પદાર્થોને પ્રાપ્ત કરવાની અને અણગમતા પર-પદાર્થોથી બચવાની તત્પરતા જ, આત્માને તે તે વસ્તુ પ્રત્યેના રાગાદિ ભાવોથી સ્નિગ્ધ રાખે છે. આ રાગાદિ ભાવોની ભીનાશ કે ચીકાશને કારણે જ જીવ કાર્મણ વર્ગણાઓથી- લેપાય છે. જગતમાં દેખાય છે કે, ઘણા વિદ્યાસિદ્ધ પુરુષો કે કોઈ રસાયણ આદિ લગાડી પાણીમાં કે અગ્નિમાં પ્રવેશ કરનારા પુરુષો પાણીથી ભીંજાતા પણ નથી કે અગ્નિથી બળતા પણ નથી. એ જ રીતે કળાઓમાં કુશળ લોકો કાળી કાજળની કોટડીમાં સર્વત્ર ફરી વળવા છતાં કાજળથી લેવાતા નથી. વળી, જેમ રેઇનકોટ પહેરનારને વરસાદ પલાળી શકતો નથી, તેમ જેઓ શાસ્ત્રના વચનોથી વાસિત થઈ, વાસ્તવિકતાનો વિચાર કરી, જ્ઞાનયોગમાં આગળ વધી, પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિથી સર્વથા મુક્ત થાય છે, તેવા જ્ઞાનસિદ્ધ યોગીઓ પણ સંસારમાં વસવા છતાં કર્મથી લેવાતા નથી. જ્ઞાનસિદ્ધ મહાત્માઓને જ્ઞાનયોગની સિદ્ધિ દ્વારા પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવસમૃદ્ધ બોધ હોય છે, તેથી જ તેમને બાહ્ય પદાર્થો પોતાના સુખ-દુ:ખના કારણ રૂપે અનુભવાતા નથી. પરિણામે તેમને બાહ્ય પદાર્થો પ્રાપ્ત કરવાની કે છોડવાની ઇચ્છા પણ થતી નથી. આમ છતાં આ જ્ઞાનયોગી મહાત્માઓને પણ સંયમજીવનના સાધનભૂત દેહાદિના નિર્વાહ માટે આહાર-વિહાર-વિહાર આદિની અનેક બાહ્ય પ્રવૃત્તિઓ કરવી પડે છે, પરંતુ આ સર્વ પરભાવની પ્રવૃત્તિકાળમાં પણ તેઓમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટાભાવ જ પ્રવર્તે છે, ક્યાંય આ ‘હું કરું છું' એવો કર્તુત્વભાવરૂપ કે “હું આ ભોગવું છું' તેવા ભાતૃત્વભાવરૂપ અભિમાન થતું નથી. આ રીતે ક્રિયાઓ કરતાં રાગાદિની આદ્રતા નહીં હોવાને કારણે તેઓ કર્મથી લેવાતા નથી, બલ્ક તેવી પ્રવૃત્તિના કાળમાં પણ તેઓ કમલપત્રની જેમ નિર્લેપ રહે છે. રૂપા 1. તુલના : ભગવદ્ગીતા અધ્યાય પના શ્લોક ૧૦માં જણાવ્યું છે કે, ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः । लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ।। સંગનો ત્યાગ કરીને, બહ્મમાં મનને સ્થિર કરીને જે સાધક કર્મો - ક્રિયાઓ કરે છે તે “કમળપત્ર જેમ પાણીથી' તેમ પાપથી ખરડાતો નથી. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : પૂર્વ શ્લોકમાં જણાવ્યું કે જગતમાં રહેવા છતાં જ્ઞાનસિદ્ધયોગીઓ લેપાતા નથી, હવે તે જ્ઞાનસિદ્ધયોગીનું સ્વરૂપ જણાવી તે શા માટે લેવાતાં નથી ? તે જણાવે છેશ્લોક : नाहं पुद्गलभावानां कर्ता कारयिता च न । 'नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ||३६| શબ્દાર્થ : 9. મદં . “હું ૨, પુત્TI&માવાનાં - પુદ્ગલભાવોનો રૂ/૪. કર્તા ન - કર્તા નથી /૬/૭. ઘ કારયિતા ન - અને કરાવનાર નથી ૮/૨/૧૦, મનુમન્તાપ ન - અને અનુમોદન કરનાર પણ નથી” ૧૧/૧૨તિ માત્મજ્ઞાનવાનું - આવા આત્મજ્ઞાનવાળો યોગી ૧૩/૧૪, થં Aિતે - કેવી રીતે લેપાય ? શ્લોકાર્થ : “હું પુલભાવોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદના કરનાર પણ નથી” આવા (અનુભૂતિપૂર્ણ) આત્મજ્ઞાનવાળો યોગી કેવી રીતે લેપાય ? (અર્થાતુ ન લેપાય) ભાવાર્થ : કર્મબંધનું મૂળ કારણ પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાની બુદ્ધિ છે. શાસ્ત્રયોગની સાધના દ્વારા આગળ વધીને જેણે અનુભવજ્ઞાનરૂપ જ્ઞાનયોગ પ્રાપ્ત કર્યો હોય, તેવા જ્ઞાનયોગીઓ સતત એવી પ્રતીતિ કરે છે કે, વ્યવહારથી ભલે હું યુગલ સાથે સંકળાયેલો છું, પુદ્ગલોને ગ્રહણ પણ કરું છું, અને તેનો ત્યાગ પણ કરું છું તોપણ નિશ્ચયષ્ટિથી હું આ પૌત્રલિક ભાવોનો કર્તા નથી, તેનો કરાવનાર પણ નથી અને તેની અનુમોદના કરનાર પણ હું નથી'. પ્રામાણિકપણે આવા આત્માના સ્વરૂપને અનુભવનારા અસંગભાવવાળા જ્ઞાનયોગી કેવી રીતે કર્મથી બંધાય ? અર્થાત્ ન જ બંધાય. વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અને પુદ્ગલ બને ભિન્ન છે, તેથી તે બન્ને વચ્ચે સંબંધ નથી થતો; પરંતુ વ્યવહારનયની દૃષ્ટિથી તો જીવ સાથે કર્મનો સંબંધ થાય છે. આ સંબંધ થવામાં મુખ્ય કારણ જીવનો કર્તુત્વભાવ અને એમાંથી પ્રગટેલું અભિમાન છે. “હું ખાઉં છું, હું બોલું છું, હું ભોગવું છું, હું કાર્યો કરું છું, હું રચના કરું છું...' વગેરે અનેક પ્રકારના પૌગલિક ભાવો સંબંધી જીવને ‘આ મેં કર્યું” એવું અભિમાન થાય છે એટલે કે “હું પૌદ્ગલિક ભાવોનો કર્તા છું' એવી બુદ્ધિ થાય છે. આ કર્તાપણાની બુદ્ધિસ્વરૂપ અભિમાન જીવ માટે કર્મબન્ધનું મુખ્ય કારણ બને છે. અનાદિના મિથ્યા અભિમાનને કાઢી કર્મબંધથી અટકવા જ જ્ઞાનયોગી સાધક નિશ્ચયનયનો સહારો લઈ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૬ સતત વિચારે છે કે, ‘હું આત્મા છું. જ્ઞાન મારો સ્વભાવ છે, આનંદ મારું સ્વરૂપ છે, સ્વરૂપે હું સ્વતંત્ર છું, પુદ્ગલો જડ છે, હું ક્યારેય જડ એવા પુદ્ગલનો કર્તા હોઈ શકું નહીં. જડ એવું શરીર ખાવા, પીવા, આદિની ક્રિયા કરી શકે; પરંતુ આત્મા જડ પદાર્થો સંબંધી ક્રિયાઓ ન કરી શકે, આત્મા તો માત્ર તેનું જ્ઞાન કરી શકે.’ આ વિચારણાથી આગળ વધતાં વધતાં જ્યારે જ્ઞાનયોગ સિદ્ધ થાય છે ત્યારે ચિત્તમાંથી કર્તૃત્વભાવ સર્વથા નાશ પામે છે. જેના પરિણામે આવા જ્ઞાનસિદ્ધ યોગીને જ્યારે પુદ્ગલ સંબંધી કોઈપણ પ્રક્રિયા કરવી પડે ત્યારે ‘આ મેં કર્યું’ એવું લેશ પણ અભિમાન થતું નથી. જે જ્ઞાનયોગીમાં આવું લેશ પણ અભિમાન ન હોય તે કર્મથી કેવી રીતે લેપાય ? અર્થાત્ ન જ લેપાય. પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાની બુદ્ધિ જેમ કર્મબન્ધ કરાવે છે તેમ તે સંબંધી કરાવવાપણાની બુદ્ધિ પણ કર્મબન્ધનું નિમિત્ત બને છે. તેને પણ ટાળવા જ્ઞાનયોગનો સાધક વિચારે છે કે, ‘જેમ હું પૌદ્ગલિક ભાવોને કરતો નથી તેમ તેને કરાવી શકતોપણ નથી'. અજ્ઞાની જીવ માને છે કે મારા કહેવાથી આ ઘર બન્યું, મારા ઉપદેશથી મંદિર, ઉપાશ્રય આદિ સત્કાર્યો થયાં; પરંતુ જ્ઞાની તો સમજે છે કે ‘વાણીથી જે કાર્યો થાય છે તે પણ જડ છે અને વાણી સ્વયં પણ જડ છે. ચેતનાવાન એવા મારે આ જડ સાથે કોઈ સંબંધ નથી. આત્મા તો આ સર્વ કાર્યોનો સાક્ષીમાત્ર છે.’ આવા વિચારોથી ભાવિત થઈને આગળ જતાં જ્ઞાનસિદ્ધ બનેલા યોગીને પુદ્ગલભાવોમાં પ્રેરકપણાનું પણ અભિમાન હોતું નથી, તેથી તે પૌલિક ભાવોમાં કેવી રીતે લેપાય ? ૮૧ આત્મા જેમ પૌદ્ગલિક ભાવોને કરતો નથી, કરાવતો નથી, તેમ તેની અનુમોદના પણ કરતો નથી. આમ છતાં અનાદિના અવિવેક, અજ્ઞાન અને કુસંસ્કારોને કા૨ણે ચિત્ત સતત વિધવિધ પૌદ્ગલિક ૨ચનાઓની પ્રશંસા કર્યા કરે છે. દુનિયાના પદાર્થો જોઈને કે અનુભવીને તેને એવું લાગે છે કે, ‘અહો ! આ મકાન કેટલું સરસ છે,. આ સંગીત કેટલું મધુર છે, આ વાનગી કેટલી સ્વાદિષ્ટ છે...' સાધના ક્ષેત્રમાં વળી તપ-જપ સ્વાધ્યાય આદિ કોઈ શુભ કાર્યો કરી, ‘આ સારું કાર્ય થયું' તેવો હર્ષ અને પ્રમોદ ધારણ કરે છે. હકીકતમાં આત્મા માટે પુદ્ગલના કોઈ ભાવો સારા પણ નથી અને નરસા પણ નથી. જડ એવા પુદ્ગલોમાં સારાખરાબની કલ્પના તો જડ એવું મન કરે છે. આત્મા પૌદ્ગલિક દુનિયાનો દ્રષ્ટા માત્ર છે, તેના માટે પૌદ્ગલિક ભાવોમાં હર્ષનું કારણ પણ નથી કે શોકનું કારણ પણ નથી. આવું વિચારી જ્ઞાનયોગમાં આગળ વધી જ્ઞાનસિદ્ધ બનેલા જે મહાત્માઓ પૌદ્ગલિક ભાવોની અનુમોદનાથી પણ સર્વથા મુક્ત રહે છે તે કર્મોથી લેપાતા નથી. આમ, અનુભવજ્ઞાનના આધારે જ્ઞાનયોગીની પ્રજ્ઞામાં સ્પષ્ટ હોય છે કે, ‘હું પૌદ્ગલિક ભાવોનો કરનાર, કરાવનાર કે તેની અનુમોદના કરનાર પણ નથી.' આથી જ જ્ઞાનયોગી મહાત્માઓ પુદ્ગલ સાથે સંશ્લેષ પામતા નથી કે તેના ભોગમાં તેમને ક્યારેય પણ રાગાદિભાવો થતા નથી, એટલે જ તેઓ કર્મથી લેપાતા નથી. અહીં એટલું ખાસ ધ્યાન રાખવું કે, મોક્ષની આરાધના કરતા પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધક માટે નિશ્ચયનયની આ વિચારણા સાથે વ્યવહારનયની આચરણા પણ અતિ જરૂરી છે; કેમ કે જ્યાં સુધી સાધક પ્રારંભિક ભૂમિકામાં હોય છે, ત્યાં સુધી ભલે તે સત્તાથી શુદ્ધ હોય પણ કર્મના કારણે શીરાદિથી સંકળાયેલો For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જ હોય છે અને તેનામાં શરીરાદિ પ્રત્યેનું મમત્વ આદિ અપ્રશસ્ત પૌલિક ભાવો પણ વર્તતા હોય છે. તેને કાઢવા માટે જ પ્રારંભમાં સાધક વ્યવહાર નયને માન્ય હોય એવા પ્રશસ્ત કોટિના પૌગલિક ભાવો કરે છે, કરાવે છે અને તેની અનુમોદના પણ કરે છે. જેમ કે, સ્વયં આહાર ગ્રહણ કરવા આદિની ક્રિયાઓ કરે છે, યોગ્ય વ્યક્તિઓને ઉપદેશ દ્વારા ધર્મમાં સ્થિર કરે છે, અને અન્યને ધર્માદિમાં પ્રવર્તાવવા માટે તેના સારા કાર્યોની અનુમોદના પણ કરે છે; આ રીતે તેનું કર્તા, કારયિતા તથા અનુમન્તાનું સ્વરૂપ જીવંત હોય છે, જેથી તેને પોતાની પ્રવૃત્તિને અનુરૂપ કર્મબંધ પણ થાય છે. તોપણ જો આ સર્વ ક્રિયા કરતાં નિશ્ચયની વિચારસરણી ચાલુ રહે તો સાધકના અપ્રશસ્ત રાગાદિ ભાવો તો ઘટતા જાય છે, પણ સાથે સાથે તેના મહદંશે પ્રશસ્ત એવા પૌદ્ગલિક ભાવો પણ ક્રમશ: ઘટતા જાય છે. ll૩કી અવતરણિકા : જ્ઞાનવાન = જ્ઞાનસિદ્ધયોગી પોતાની કઈ પરિણતિના કારણે લપાતો નથી, તે જ વાતને દર્શાવતાં કહે છે શ્લોક : लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनैव ध्यायनिति न लिप्यते ॥३७ || શબ્દાર્થ : 9 ર. ત્રિવ્યોમ રૂ “વિચિત્ર રંગોવાળું (દેખાતું) આકાશ જેમ રૂ. મગ્નનેન (ણિતે ન) - કાજળથી = તે તે રંગોથી (લેપાતું નથી), તેમ ૪/૬/૬/૭. પુરાત્રે: ઉમદં ળેિ ન - “પુદ્ગલોથી હું લપાતો નથી ૮/૧. પુ ન્ય: સ્થિતે - (પણ) પુદ્ગલનો સ્કન્ધ (સમૂહ) લેપાય છે' 9999. ત ધ્યાન - આ પ્રમાણે ધ્યાન કરતો (“જ્ઞાનસિદ્ધ' યોગી) 999 રૂ. Uિતે ન- લેપાતો નથી. શ્લોકાર્થ : વિચિત્ર રંગોવાળું દેખાતું આકાશ જેમ કાજળ વડે એટલે કે તે તે અવકાશી રંગો વડે લેપાતું નથી, તેમ પુદ્ગલોથી હું લપાતો નથી પણ પુદ્ગલનો સમૂહ લેપાય છે.” આ પ્રમાણે ધ્યાન કરતો જ્ઞાનસિદ્ધયોગી લપાતો નથી. ભાવાર્થ : સજાતીય દ્રવ્યોનું જોડાણ થઈ શકે છે, પરંતુ વિજાતીય દ્રવ્યોનું તાદાસ્યભાવે જોડાણ ક્યારેય થઈ શકતું નથી, તેથી એક પુદ્ગલ દ્રવ્ય બીજા પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાઈ શકે, પરંતુ આત્મા સાથે તે ક્યારેય જોડાઈ ન શકે. આ મૂળભૂત સિદ્ધાંત (Phenomenon Fundamental aspect) ને સારી રીતે જાણતો જ્ઞાનસિદ્ધ યોગી ધ્યાન દ્વારા સતત જુવે છે, અનુભવે છે કે, “અરૂપી એવું આકાશ ભલે વાદળાં આદિથી જુદા જુદા રંગવાળું દેખાય, પણ વાસ્તવમાં તે જુદા જુદા રંગોથી લેપાતું નથી; તેમ અરૂપી એવો હું પણ રૂપી પુદ્ગલોથી લપાતો નથી, પુદ્ગલો વડે તો પુદ્ગલો જ લેપાય છે, પરંતુ, ચેતનવંતો હું જડ પુદ્ગલથી લેપાઉ નહીં.” આવી ધ્યાન ધારાથી ભાવિત અંત: કરણવાળા જ્ઞાનસિદ્ધયોગીઓ પુદ્ગલોમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ ક્યારેય કર્મથી લેપાતા નથી. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૭ વિશેષાર્થ : આત્મા જેમ પુદ્ગલભાવોનો કર્તા આદિ નથી, તેમ પુલભાવથી તે લપાતો પણ નથી; તેથી જ આહાર ગ્રહણ કરવાથી આત્મા પુષ્ટ થતો નથી, પરંતુ પુદ્ગલથી બનેલો, પુદ્ગલસ્વરૂપ દેહ જ પુષ્ટ થાય છે. આમ છતાં વ્યવહારનયથી ઉત્પન્ન થયેલા ભ્રમને કારણે અજ્ઞાની જીવ માને છે કે, “હું તૃપ્ત થયો, પુષ્ટ થયો; અતૃપ્ત રહ્યો, કૃશ થયો વાસ્તવમાં હું તો આત્મા છું. પૌગલિક સંગથી હું ક્યારેય પુષ્ટ પણ થતો નથી કે કુશ પણ થતો નથી, જાડું-પાતળું તો શરીર થાય છે. આત્માના અને કર્મના આ સ્વભાવને અનુભવતો જ્ઞાનસિદ્ધયોગી સતત એવું પણ સંવેદે છે કે, “જેમ વિવિધ રંગોવાળા વાદળાને કારણે આકાશ પંચરંગી દેખાય છે, તો પણ વાસ્તવમાં આકાશ અરૂપી છે અને વાદળાદિ પદાર્થો રૂપી છે. રૂપી એવા આ દ્રવ્યોથી અરૂપી એવું આકાશ ક્યારેય રંગાતું નથી, આમ છતાં તે સ્થાનમાં રહેલાં વાદળાદિને કારણે એવો ભ્રમ થાય છે કે આકાશ કાળું, વાદળી વગેરે વિવિધ રંગોવાળું છે. તેની જેમ આત્મા અરૂપી છે, ચેતનધર્મવાળો છે. પુદ્ગલો રૂપી અને જડ છે, વિરુદ્ધ ધર્મવાળા યુગલો સાથે આત્માનો સંબંધ થઈ શકતો નથી, આમ છતાં આત્મા દેહ સાથે સંકળાયેલો હોવાને કારણે, અજ્ઞાની જીવોને ભ્રમ થાય છે કે “શરીર એ જ હું છું, ખાવા-પીવાની ક્રિયા પણ હું કરું છું, તેનાથી પુષ્ટ કે દુર્બળ પણ હું જ થાઉ ; પરંતુ જ્ઞાનસિદ્ધયોગી તો જાણે છે કે “હું આત્મદ્રવ્ય છું, જ્ઞાન મારો ધર્મ છે. શરીર તો જડ એવું પુદ્ગલ દ્રવ્ય છે. જડ એવા આહારની સાથે જડ એવું શરીર સંબંધમાં આવી શકે અને આહારના કારણે તેની હાનિ-વૃદ્ધિ પણ થઈ શકે અને તેથી તેના રૂપાદિમાં ફેરફાર પણ થઈ શકે; પરંતુ તેનાથી આત્માને કાંઈ થઈ શકે નહિ.' પગલોથી પુદ્ગલ લેપાય છે હું નહીં' - આવું ધ્યાન કરતા જ્ઞાનસિદ્ધયોગીનું મન પદ્ગલિક ભાવોની અસરથી મુક્ત રહે છે, તેથી તેઓ સંયમસાધનામાં બિનજરૂરી પદાર્થોને રાખવા, સાચવવા, ભેગા કરવા વગેરે કાર્યો કરવાથી પણ અટકી જાય છે, આમ છતાં શરીર સાથે સંકળાયેલ હોવાને કારણે તેને આહારાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. આવી અનિવાર્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ નિશ્ચયનયથી વાસિતમતિવાળો આ જ્ઞાનસિદ્ધયોગી રાગાદિ ભાવોથી મુક્ત હોવાના કારણે સર્વત્ર ઔચિત્યની આરાધના કરતા હોવાથી કર્મબન્ધથી મુક્ત રહી શકે છે. એક વાત ચોક્કસ છે કે, “હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિર્લેપ છું, નિરંજન છું' - એ વિચારણા શુદ્ધ આત્માની અપેક્ષાએ યોગ્ય હોવા છતાં તેની ભૂમિકાએ નહિ પહોંચેલા લોકોની આવી કોરી વિચારણામાત્રથી કર્મબન્ધ અટકતો નથી. કેમ કે, આત્મા સ્વરૂપે સ્વતંત્ર હોવા છતાં વર્તમાનમાં પરતત્ર છે, કર્મ નચાવે તેમ તેને નાચવું પડે છે, તેથી વર્તમાનમાં કર્મબંધને અટકાવવા તો જેના નિમિત્તે કર્મનો ઉદય કે બંધ થાય અથવા રાગાદિ ભાવો ઉત્પન્ન થાય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી દૂર રહેવું જોઈએ, ઉપરાંત તેનાથી પાછા વળવા પદ્ગલિક ક્રિયાઓથી અટકવું પણ જોઈએ, કારણ કે, અનાદિથી પુલમાં સુખ માણવા ટેવાયેલા મન અને ઇન્દ્રિયો પૌલિક ક્રિયામાં રાગાદિ ભાવો કરાવ્યા વિના રહેતા નથી. તેથી પ્રારંભમાં પુદ્ગલની પ્રવૃત્તિ પ્રત્યેનું આકર્ષણ તોડવા માટે સાધકે તપ-સંયમમાં પ્રવૃત્તિ કરવી જ જોઈએ. પરમાત્માએ જણાવેલી તપ-જપ આદિ ક્રિયાઓ કરવાથી ભોગાદિના સંસ્કારો નબળા પડે છે અને તે Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ८४ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર સંસ્કારો નબળા પડવાને કારણે જ જ્ઞાન સફળ બને છે, આમ કરતાં કરતાં અનાદિકાળથી ચિત્તમાં જે પૌદ્ગલિક પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિઓ પ્રવર્તતી હતી તે શાંત થતી જાય છે. ચિત્તની આવી નિર્મળ અવસ્થા પ્રાપ્ત થયા પછી જો “આકાશ જેમ અંજનથી લેવાતું નથી તેમ હું પુદગલોથી લપાતો નથી...' વગેરે વિચારણાઓ કરવામાં આવે તો તે વિચારણાઓ હૃદયસ્પર્શી બને છે અને ત્યારપછી પુદ્ગલના ભાવોથી ચિત્ત લેશ પણ ચલ-વિચલ ન થાય તેવી અંતરંગ સ્થિતિ સર્જાય છે. અસંગભાવની આવી ઉચ્ચ ભૂમિકામાં પહોંચેલો જ્ઞાનસિદ્ધયોગી જ કર્મબંધથી લપાતો નથી. પરમાત્માએ બતાવેલાં તપ-સંયમ આદિ અનુષ્ઠાનોનું સેવન કર્યા વગર જેઓ એકબાજુ નિર્લેપ ધ્યાનની વાતો કરે છે અને બીજી બાજુ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, તેઓ તો “હું લપાતો નથી...' ની કોરી વાતો કે વિચારણા કરવા છતાં પારાવાર કર્મબંધથી લેપાયા વિના રહેતા નથી; તેથી સાધકે એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ કે પુગલના સંગમાં જેને રાગ-દ્વેષની પરિણતિ પ્રગટતી હોય, ગમા-અણગમાના ભાવો થતા હોય, છતાં જે વ્યક્તિ “હું લપાતો નથી' એવી નિશ્ચયનયની વાતો સાંભળી-“આપણે તો અલિપ્તભાવે કરવું” એમ માની પુદ્ગલની પ્રવૃત્તિઓ કર્યા કરતાં હોય છે, તે વ્યક્તિ કર્મના લેપથી નિર્લેપ રહી શકતી નથી. એ તો પોતાની ભ્રમાત્મક સ્થિતિના કારણે કર્મના લેપથી વધુમાં વધુ લેપાય છે, આથી જ સાધનાના પ્રારંભકાળમાં તો શક્ય તેટલી બાહ્યભાવની પ્રવૃત્તિ છોડીને, આત્મતત્ત્વ પામવા માટે પંચાચારના પાલનમાં સવિશેષ યત્ન કરવો જોઈએ, તે માટે શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રોક્ત ક્રિયા છોડી, માત્ર આવા ભાવમાં રહેવાથી શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તેવું બોલનાર કે માનનાર ખરેખર પોતાના ભ્રમને જ પોષે છે. આથી જ “તિ ધ્યાત્િ' = “આ પ્રકારે ધ્યાન કરતો' એ શબ્દોને માત્ર શબ્દોથી ગ્રહણ કરવા નહિ, પણ સૂક્ષ્મપ્રજ્ઞાથી તેના તાત્પર્યને પામવા મહેનત કરવી. ll૩૭ll. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા - ગાથા-૩૮ જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા ગાથા-૩૮-૩૯ અવતરણિકા : પુદ્ગલો વડે પુદ્ગલસ્કંધ લેપાય છે, હું લપાતો નથી,' - એવી અનુભૂતિ કરનાર જ્ઞાનયોગી મહાત્મા કર્મથી લેપાતા નથી'; એવું સાંભળી પ્રશ્ન થાય કે, આવા નિર્લેપત્તાનમાં મગ્ન મહાત્માને જો કર્મબન્ધ થતો જ ન હોય તો તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ શા માટે કરે છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે - શ્લોક : लिप्तताज्ञानसम्पातप्रतिघाताय' केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥३८॥ શબ્દાર્થ : 9. નિપજ્ઞાનની - નિર્લેપજ્ઞાનમાં મગ્ન એવા મહાત્માને ૨. વમ્ - માત્ર રૂ. પ્તિતા-જ્ઞાન-સમ્પાત-તિવાતાય - લિપ્તતાના જ્ઞાનને આવી પડતું અટકાવવા માટે ૪/ક. સર્વી ક્રિયા - સર્વે ક્રિયા ૬, ૩પયુષ્યતે - ઉપયોગી છે. શ્લોકાર્થ : નિર્લેપત્તાનમાં મગ્ન બનેલા મહાત્માને માત્ર લિપ્તતા-જ્ઞાનના સંપાતને (લિપ્તતા જ્ઞાનને આવી પડતું) અટકાવવા માટે સર્વે ક્રિયા ઉપયોગી છે. ભાવાર્થ : હું નિર્લેપ છું – પુદ્ગલોથી હું લપાતો નથી” એવી અનુભૂતિથી સમૃદ્ધ જ્ઞાનયોગમાં લીન બનેલા મહાત્માઓ કર્મથી લેવાતા નથી, તેમની આવી સ્થિતિ સદા માટે અખંડ રહે તો તેમને કોઈ ક્રિયાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ જ્ઞાનયોગની આવી લીનતા એકધારી દીર્ઘકાળ સુધી ટકી શકતી નથી. તેથી તેવા જ્ઞાનયોગી મહાત્માઓ જ્યારે ધ્યાનદશામાંથી વ્યુત્થાનદશામાં આવે છે ત્યારે તેમને પણ લિપ્તતાજ્ઞાનની સંભાવના રહે છે. આ સંભાવના વાસ્તવિક ન બની જાય તે માટે જ આવા જ્ઞાનમગ્ન યોગીઓને પણ સર્વ ક્રિયાઓ ઉપયોગી બને છે.' 1. જ્ઞાનસારનો ટબો : નિતતાજ્ઞાનસમ્પત = લિપ્તતાનું જે જ્ઞાન તેહનો સંપાત જે વ્યુત્થાનદશા = વ્યવહારભાવનાથી આવવું તેમનો પ્રતિકાતા = પ્રતિઘાત નિવારણનઈ કાજઇ વસ્ત્રમ્ = કેવલ નિપજ્ઞાનમગ્નસ્થ = નિર્લેપ જ્ઞાનનઈ વિષઈ મગ્ન ધારારૂઢ તેહનઇ ક્રિયા સર્વોપયુષ્યતે = ક્રિયા જે આવશ્યકાદિ ૩૫યુષ્યતે કહેતાં કામિં આવઇ, મત: વ્ર ધ્યાનારૂઢનઈ આવશ્યકાદિ ક્રિયા શુદ્ધાત્મ ધ્યાનધારા પડતા રાખવીનઇં, જે ક્રિયાલંબન કહી છઈ. // ૧૧/૪ છે. - જ્ઞાનસારે || For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાના બોધનો અભાવ એ નિર્લેપજ્ઞાન છે, તો વળી પોદ્ગલિક ભાવોમાં કર્તાપણાના બોધનો સ્પર્શ થઈ જવો એ લિપ્તતાજ્ઞાન છે. જો લિપ્તતાજ્ઞાન ક્યારેય થવાની શક્યતા ન જ હોય તો નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગી માટે કોઈ ક્રિયાની જરૂર રહેતી નથી; પરંતુ નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગીને ભવિષ્યમાં ક્યારેય લિપ્તતાજ્ઞાન નહિ જ થાય તેવું તો નથી જ. તેથી ભવિષ્યમાં જે લિપ્તતાજ્ઞાન થવાની સંભાવના રહેલી છે, તેના નિવારણ માટે નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગીઓ પણ પોતાની ભૂમિકાને અનુરૂપ સઘળીએ ક્રિયાઓ કરે છે. વાસ્તવમાં નિર્લેપજ્ઞાનમાં મગ્ન મહાત્માઓ બે પ્રકારના હોય છે : ૧. ધ્યાનદશાવાળા અને ૨. વ્યુત્થાનદશાવાળા. તેમાં જેઓની શુદ્ધ આત્માની ધ્યાનધારા અખ્ખલિત રહે છે, તેઓ ધ્યાનદશાવાળા કહેવાય છે અને જેઓની ધ્યાનધારા ખંડિત થઈ જાય છે તેઓ વ્યુત્થાનદશાવાળા કહેવાય છે. ધ્યાનદશાવાળા મહાત્માઓનો જ્ઞાનનો ઉપયોગ શુદ્ધ આત્મતત્ત્વ સાથે અત્યંત તાદાસ્યવાળો હોય છે. તેઓ અતિ સાત્વિક હોવાને કારણે મરણાંત ઉપસર્ગો કે પરિષહો વચ્ચે પણ આત્મભાવથી લેશ માત્ર ચલિત થતા નથી. શારીરિક, માનસિક કે બાહ્ય વાતાવરણ સંબંધી કોઈપણ ક્રિયાઓ તેમની ધ્યાનધારાને વિચલિત કરી શકતી નથી. તેઓ કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર નિરંતર આત્મધ્યાનમાં લીન રહી, આત્મિક આનંદ માણી શકે છે. આવા મહાત્માઓને આત્મભાવમાં સ્થિર રહેવા કે લિપ્તતા જ્ઞાનના આગમનને રોકવા કોઈ ક્રિયાઓની આવશ્યક્તા રહેતી નથી. વ્યુત્થાનદશાવાળા મહાત્માઓમાં ધ્યાનદશાવાળા મહાત્માઓ જેવું સત્ત્વ અને સામર્થ્ય હોતું નથી. તેથી તેઓ આત્મધ્યાનની સદા માટેની સાતત્યપૂર્ણ એકાગ્રતા સાધી શકતા નથી અને દરેક પરિસ્થિતિમાં એકધારો આત્મિક આનંદ પણ માણી શકતા નથી. કોઈક નિમિત્ત મળતાં કે તે વિના પણ તેમના ચિત્તમાં વિક્ષોભ ઊભો થઈ શકે છે, પરિણામે તેમની ધ્યાનધારા તૂટી જાય છે. તે પછી, “હું પુદ્ગલભાવોનો કર્તા નથી, પણ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મા છું' એવું ચિંતન ચાલું હોવા છતાં પણ આત્મભાવ સાથેની એકાગ્રતા, તન્મયતા કે મગ્નતા આવતી નથી. આવા મહાત્માઓ જો સાવધાન ન રહે તો પુન: કાષાયિક ભાવોને આધીન થઈ શકે છે. આત્મધ્યાનનો પ્રવાહ અલિત થતાં તેઓમાં ફરી “હું પૌદ્ગલિક ભાવોનો કર્તા છું' એવા બોધવાળા લિપ્તતાજ્ઞાનની સંભાવના વધી જાય છે. આ સંભાવના વાસ્તવિક ન બની જાય તે માટે આ મહાત્માઓ ક્રિયાઓનું આલમ્બન સ્વીકારે છે અને વિવિધ ક્રિયાઓ દ્વારા પુન: નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનવા પ્રયત્ન કરે છે. અર્થાત્ ચિત્તને નિશ્ચયનયની વાતોથી વાસિત રાખવામાં ઉપકારક એવી વ્યવહાર નયની ક્રિયાઓમાં પણ પ્રયત્નશીલ રહે છે. આમ લિપ્તતાનું જ્ઞાન પોતાને પુનઃ પૌદ્ગલિક ભાવમાં ખેંચી ન જાય અને પોતે નિર્લેપજ્ઞાનને અભિમુખ રહે તે માટે જ્ઞાનમગ્નયોગી આવશ્યકાદિ ક્રિયાઓ, સમિતિ-ગુપ્તિનું પાલન આદિમાં પ્રયત્નશીલ રહે છે. તેમનો આ પ્રયત્ન જ લિપ્તતા જ્ઞાનના આગમનને (સંપાતને) અટકાવે છે. ૩૮ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા - ગાથા-૩૯ અવતરણિકા : નિર્લેપજ્ઞાનમાં મગ્ન યોગીને વ્યુત્થાનદશામાંથી ધ્યાનદશામાં જવા માટે ક્રિયા ઉપયોગી હોવા છતાં પણ યોગમાર્ગમાં જ્ઞાનની જ વિશેષ મહત્તા છે, તે દર્શાવવા કહે છે - શ્લોક : तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । માવનાજ્ઞાનસમ્પો નિશ્ચિચોડપિ સે સિત્તે ૩૧ શબ્દાર્થ : ૧/૨. તપ:શ્રતાદ્રિના મત્તઃ - તપ, શ્રત વગેરેથી મત્ત = અહંકારી બનેલ રૂ/૪. યિાવાન પિ - ક્રિયાવાળો પણ (સાધક) , થિ - લેપાય છે (જ્યારે) ૬. માવનાજ્ઞાનHપુનઃ - ભાવનાજ્ઞાનસંપન્ન એવો ૭/૮, નિષ્ક્રિય: પિ - નિષ્ક્રિય (સાધક) પણ ૧/૧૦. સ્થિતે ન - લપાતો નથી. શ્લોકાર્થ : તપ, શ્રત વગેરેથી મત્ત = અહંકારી બનેલો સાધક (આવશ્યકાદિ) ક્રિયાવાળો હોય તોપણ કર્મોથી લેપાય છે. (જ્યારે) ભાવનાજ્ઞાનથી ભાવિત મતિવાળો સાધક નિષ્ક્રિય હોય તોપણ લપાતો નથી. ભાવાર્થ : હું તપસ્વી છું’, ‘જ્ઞાની છું” વગેરે પૌદ્ગલિક ભાવો સંબંધી કર્તાપણાની બુદ્ધિરૂપ અભિમાનવાળો જીવ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરતો હોવા છતાં પણ કર્મોથી લેપાય છે, કેમકે તેનામાં કર્મબન્ધના કારણભૂત કષાયો વિદ્યમાન છે. જ્યારે પુદ્ગલભાવો સંબંધી કર્તુત્વની બુદ્ધિ સ્વરૂપ અભિમાન જેનું નાશ પામી ગયું છે તેવા ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્મા કદાચ કોઈ કારણસર તપ ન કરતા હોય કે વિશેષ કોઈ શાસ્ત્રાભ્યાસ વગેરે પણ ન કરતા હોય, તોપણ તે કર્મબંધથી લેપાતા નથી. વિશેષાર્થ : જે સાધકો આત્મકલ્યાણકારક છટ્ટ, અઠ્ઠમ આદિ તપ કરતા હોય, સલ્લાસ્ત્રનો સતત અભ્યાસ કરતા હોય, સમિતિ ગુપ્તિમય સંયમ જીવનને સુંદર રીતે સેવતા હોય, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાનોની આરાધના કરતા હોય, છતાં પણ જો તેઓ તપાદિ કરી કીર્તિની કામનાવાળા હોય કે હું ઘણું ભણેલો છું, હું બધું બરાબર કરું છું, બીજા કરતાં હું કાંઈક વિશેષ કરું છું વગેરે સ્વરૂપે મિથ્યા અભિમાન કરતા હોય, તો તેવા અહંકારી કે મત્ત એટલે કે તપાદિના અભિમાનવાળા સાધકો અશુભ કર્મબન્ધથી અવશ્ય લેપાય છે. જે સાધકો તપશ્રુતાદિનું આવું અભિમાન કરતા નથી; પરંતુ વિવેકપૂર્વક તપશ્રુતાદિ કરી મોક્ષને કે નિર્લેપભાવને અનુરૂપ પરિણતિ ઘડવા પણ પ્રયત્ન કરતા નથી, માત્ર “બાહ્ય ક્રિયાઓ કરવાથી કે ભણવાથી 1, તુલના : મહાવિમૂઢાત્મા શર્તામતિ મન્યતે I (શ્રીમદ્ ભગવદ્ગીતા અ.૩ શ્લો ૨૭) અહંકારથી વિમૂઢ થયેલો આત્મા “હું કર્તા છું’ એ પ્રમાણે માને છે એમ ભગવદ્ ગીતાકાર પણ કહે છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર મોક્ષ મળી જશે’ - એવી વિવેકહીન માન્યતા ધરાવી, ક્રિયાઓ કરીને કે થોડું ઘણું ભણીને સંતોષ માને છે. તે સાધકો પોતાનામાં તેવું અભિમાન ન હોવા છતાં પણ અવિવેક અને અંતરંગ યત્નના અભાવને કા૨ણે તપાદિ ક્રિયાઓ ક૨વા છતાં કર્મથી લેપાય છે. તેઓ ‘મેં આટલો તપ કર્યો, આટલો શ્રુત અભ્યાસ કર્યો...' વગેરે વિચારો દ્વારા માનસિક આનંદ મેળવી શકે છે, થોડાક શુભ ભાવ કે શુભ લેશ્યા પ્રગટાવી શકે છે; પરંતુ મોક્ષને અનુરૂપ ચિત્તવૃત્તિ ઘડવાનો કે ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન નહીં હોવાને કા૨ણે તેઓ કર્મબંધથી બચી શકતા નથી. ८८ જે સાધકો વળી તપાદિની ક્રિયાઓ કરી મોક્ષને અનુકૂળ પરિણામ પેદા કરવા પ્રયત્નશીલ રહેતા હોય, પોતાની ક્રિયામાં કોઈ કીર્તિ આદિની આશંસા સ્વરૂપ કાષાયિક ભાવ ભળી ન જાય તેની કાળજી પણ રાખતા હોય, આમ છતાં જો તેમને ‘મેં આ કર્યું’ તેવો હર્ષનો પરિણામ કે કર્તાપણાનો ભાવ તેમને સ્પર્શી જતો હોય તો તેઓ પણ કર્મબન્ધથી લેપાય છે; કેમકે ‘મેં આવું સુકૃત કર્યું છે' - તે ભાવ પણ પ્રશસ્ત રાગી સ્વરૂપ છે. જો કે પ્રારંભિક કક્ષામાં આવું અનુષ્ઠાન આદરણીય છે, તોપણ જ્ઞાનયોગની ઊંચી ભૂમિકા માટે તે અનુકૂળ નથી. ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ આ બધાથી જુદાં હોય છે. તેમનું ચિત્ત જ્ઞાનયોગમાં મગ્ન હોવાના કારણે સદા મોક્ષને અનુકૂળ ભાવોથી ભાવિત હોય છે. તેઓ કદાચ કોઈ ક્રિયાઓ ન કરતાં હોય તોપણ કર્મબંધથી લેપાતા નથી, કેમકે તેમનામાં કર્મબન્ધના મૂળ કારણભૂત કર્તૃત્વનું અભિમાન વગેરે કાષાયિક ભાવો હોતા નથી. સ્યાદ્વાદના ઊંડા અભ્યાસથી તેમની પરિણતિ ઘડાઈ હોવાને કારણે ભાવનાજ્ઞાનવાળા મહાત્માઓ દરેક પદાર્થને કે દરેક ક્રિયાને સર્વનયસાપેક્ષપણે યથાર્થ રીતે યોજી શકે છે. શુદ્ધ નિશ્ચયનયાનુસાર પરમ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યપૂર્વક વ્યવહારની દૃષ્ટિનું પણ યથાર્થ યોજન કરી તેઓ તપાદિ ઉત્તમ અનુષ્કાનો સેવે છે. આ અનુષ્ઠાનો દ્વારા તેઓ પોતાની ચિત્તવૃત્તિને નિર્મળતર બનાવતા જાય છે અને ઉત્તરોત્તર વિશિષ્ટ એવી નિર્લેપતાનો અનુભવ પણ કરી શકે છે. ઉચ્ચ કક્ષાનો તપ કે શ્રુતાભ્યાસ કરતાં પણ તેઓ જાણે છે કે, મેં તપાદિ કર્યા’ એવું વ્યવહારથી કહેવાય, બાકી નિશ્ચયથી તો ‘હું તપાદિ કોઈ ભાવનો કર્તા નથી, હું માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય છું.' આવી બુદ્ધિ વર્તવાના કા૨ણે તેઓ કર્મથી લેપાતા નથી. આથી ગ્રંથકારશ્રી કહે છે કે, ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્મા ક્રિયાવાન હોય કે નિષ્ક્રિય હોય; કોઈપણ રીતે તેઓ કર્મથી લેપાતા નથી. આ ગાથાના સારરૂપે એટલું સ્પષ્ટ થાય છે કે, શાસ્ત્રમાં જણાવેલી સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ ચિત્તવૃત્તિ ઘડવા માટે હોય છે. તેથી જ મોક્ષ કે નિષ્કષાય ભાવને અનુરૂપ જેટલી ચિત્તવૃત્તિ ઘડાય તેટલું કર્મબંધથી બચી શકાય છે. જો આવી ચિત્તવૃત્તિ ન ઘડાય કે તેનું લક્ષ્ય પણ ન ૨ખાય તો તપ, સંયમ કે આવશ્યકાદિની શુભ ક્રિયાઓથી પણ કર્મબંધ અટકતો નથી. ૫૩૯૫ 2. આવશ્યાવિરામેળ, વાત્સલ્યાર્ માવતરામ્। પ્રાપ્રતિ સ્વર્વાસોચ્યાનિ, ન યાતિ પરમં પમ્ ।। ૫/૪ || For Personal & Private Use Only अध्यात्मसारे ।। Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગીની દૃષ્ટિએ જગત – ગાથા-૪૦ જ્ઞાનયોગીની દૃષ્ટિએ જગત ગથા-૪૦ અવતરણિકા : ભાવજ્ઞાનસંપન્ન કર્મથી લપાતો નથી તે જણાવી, હવે તે જગતને કેવી રીતે જુવે છે કે જેથી તેને કર્મબન્ધ થતો નથી, તે જણાવતાં કહે છે - શ્લોક : समलं निर्मलं चेदमिति द्वैतं यदा गतम् । દ્વતં નિર્મસંવર્ધી મેવશિષ્ય ૪૦ | શબ્દાર્થ : ૧/૨. મ્ (બ્રહ્મ) સમરું . “આ બ્રહ્મ (સંસારવર્તી આત્માઓ) સમલ છે રૂ/૪. (ઢ૫) નિર્મદં ર - અને આ બ્રહ્મ (મોક્ષવર્તી આત્માઓ) નિર્મળ છે” /૬. તિ વૈત - આ પ્રકારનું વૈત ૭. ચા - જ્યારે ૮. તિમ્ - ચાલ્યું જાય છે . તવા - ત્યારે ૧૦/૧૧/૧૨. ઇન્ કૈત નિર્મઠ - એક અદ્વૈત નિર્મળ રૂ. બ્રહ્મ - બ્રહ્મ ૧૪, શણ7 - બાકી રહે છે. શ્લોકાર્થ : “આ સંસારવર્તી જીવોનું બ્રહ્મ મલવાળું છે અને મોક્ષવર્તી જીવોનું બ્રહ્મ નિર્મળ છે' આવું કૅત જ્યારે ચાલ્યું જાય છે ત્યારે એક અદ્વૈત નિર્મળ બ્રહ્મ જ બાકી રહે છે. ભાવાર્થ : વ્યવહારનયથી જ્યારે આત્માનું સ્વરૂપ જોવામાં આવે ત્યારે સંસારી જીવો કર્મમલથી યુક્ત હોવાથી સમલ છે અને સિદ્ધના જીવો કર્મથી મુક્ત હોવાથી નિર્મળ છે; એવું જણાય છે. આમ જીવોના બે ભેદોરૂપ વૈત બ્રહ્મ નજરમાં આવે છે. વ્યવહાર નયને અનુસરનારી આવી પૂલષ્ટિનો ત્યાગ કરી સાધક જ્યારે નિશ્ચયનયરૂપ સૂક્ષ્મદ્રષ્ટિથી આત્માને જુવે છે, ત્યારે તેની દૃષ્ટિમાંથી આ સમલ અને આ નિર્મળ એવો દૈતભાવ ચાલ્યો જાય છે અને ત્યારે તેને સર્વ આત્માઓ માત્ર શુદ્ધ બ્રહ્મરૂપે પ્રતીત થાય છે. વિશેષાર્થ : વ્યવહારનયની દૃષ્ટિથી સંસારી જીવોનું જ્યારે બાહ્ય સ્વરૂપ જોવામાં આવે ત્યારે તે જીવો કર્મ અને શરીરાદિથી યુક્ત સારાનરસા, ઊંચ-નીચ આદિના ભેદવાળા દેખાય છે અને સિદ્ધના જીવો કર્મ અને શરીરાદિથી રહિત નિર્મળ એક સ્વરૂપવાળા દેખાય છે. તેથી એવું લાગે કે સંસારી જીવો સમલ છે અને સિદ્ધના જીવો નિર્મળ છે. વ્યવહારનયની આવી ભૂલદૃષ્ટિનો ત્યાગ કરી, જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી આત્માને જોવામાં આવે ત્યારે સત્તાથી શુદ્ધ એવા સંસારી જીવો પણ સિદ્ધના જેવા નિર્મળ દેખાય છે. તેથી આ સમલ અને આ નિર્મલ' - આવો દૈતભાવ રહેતો નથી. સંસારી અને સિદ્ધ વચ્ચેનો આ ભેદભાવ જ્યારે ભૂંસાઈ જાય છે, ત્યારે Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ co અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અદ્વિતીય અને અનુપમ સર્વ કર્મમલથી શુન્ય બ્રહ્મતત્ત્વ બાકી રહે છે અને શુદ્ધબ્રહ્મ સ્વરૂપે સર્વ જીવો સમાન જણાય છે. ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ આવી નિશ્ચયની દૃષ્ટિથી જગતને જુવે છે. તેથી તેઓને દરેક જીવોમાં શુદ્ધ બ્રહ્મનું જ દર્શન થાય છે. આ જ કારણે તેમના ચિત્તમાં કોઈના પણ પ્રત્યે રાગ-દ્વેષાદિ કષાયોને ક્યાંય સ્થાન મળતું નથી અને સામ્યભાવ તેમના માટે સહજ બની જાય છે. આ રીતે સામ્યભાવને વરેલા હોવાથી જ આ મહાત્માઓને કર્મબન્ધ થતો નથી. ગ્ર વકારશ્રીએ આ જ વાતને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે, નિશ્ચયનયથી પરિણતિ ઘડાઈ હોવાને કારણે જ્યારે જગતના જીવોમાં કર્મકૃત વૈવિધ્ય જણાતું નથી', ત્યારે જ અનાહત-અખંડિત એવું સામ્ય પ્રાપ્ત થાય છે. આવી દૃષ્ટિનો ઉઘાડ થવાથી જેવી સંવેદના સ્વના વિષયમાં થાય છે તેવી જ સંવેદના અન્યના વિષયમાં પણ થાય છે. સત્તાથી સર્વજીવો પરમાત્મા જેવા નિર્મળ છે. આ વાસ્તવિકતા સમજવા છતાં સતત જીવોનું આવું સ્વરૂપ કેમ નજરમાં આવતું નથી અને માત્ર તેઓનું કર્મકૃત સ્વરૂપ જ કેમ આંખ સામે આવી જાય છે ? આ દરેક સાધકને મુંઝવતો પ્રશ્ન છે. હકીકતમાં સાધક જ્યાં સુધી જ્ઞાનમગ્ન ન બને ત્યાં સુધી આવો દૈતભાવ જતો નથી અને જ્યાં સુધી વૈતભાવ ન જાય ત્યાં સુધી અદ્વૈત એવું આત્માનું નિર્મળરૂપ પ્રતીત થતું નથી. એટલે જે પણ સાધકને અદ્વૈતની પ્રતીતિ કરવી હોય, તેણે સર્વ પ્રથમ વ્યવહારનય સાપેક્ષ ક્રિયા માર્ગ સાધી તે દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ સાધવો જોઈએ. મોહનીયકર્મનો ક્ષયોપશમ સધાતાં જ્ઞાનયોગમાં મગ્નતા પ્રગટે છે અને જ્ઞાનયોગમાં મગ્નતા પ્રગટતાં બૈત ભાવનો નાશ થાય છે. આ રીતે દ્વૈતભાવનો નાશ થતાં પ્રયત્ન કર્યા વગર સહજ રીતે શુદ્ધ નિશ્ચયનયાનુસારી શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન સર્વ આત્માઓમાં એક સરખું પ્રવર્તે છે. સામાન્યથી વિચાર કરવામાં આવે તો દરેક પદાર્થની જેમ જીવ પણ અનેક સ્વરૂપવાળો હોય છે. આમ છતાં જે વ્યક્તિને જેનું મહત્ત્વ હોય તે વ્યક્તિને તે જ સ્વરૂપ દેખાય છે. જેમ કે, રૂપવાન વ્યક્તિને જોતાં રૂપરસિકને તેનાં રૂપ, રંગ, લાવણ્ય જ દેખાય છે; પરંતુ તે રૂપની પાછળ રહેલી અશુચિ કે તેના સ્વભાવની વિચિત્રતા નજરમાં આવતી નથી. તે જ રીતે જ્યાં સુધી સાધકના મન ઉપર પૌદ્ગલિક ભાવની અસર વર્તતી હોય છે, ત્યાં સુધી પુદ્ગલના સંગથી તે સુખ-દુઃખની લાગણીઓ અનુભવે છે; તેથી તેને સત્તાથી શુદ્ધ અને દરેક જીવોમાં સમાનરૂપે રહેલું એવું અન્ય જીવનું નિર્મળ સ્વરૂપ નજરમાં આવતું નથી, પરંતુ કર્મોદયથી પ્રાપ્ત થયેલું પૌલિક વિવિધતાથી ભરેલું જીવનું મલિન સ્વરૂપ જ તેની નજરમાં આવે છે. તેથી જે સાધકને કર્મકૃત ભાવોથી નજર ઉઠાવી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ મીટ માંડવી હોય, તેણે સૌ પ્રથમ તો પુદ્ગલ પ્રત્યેની પ્રીતિ તોડવી પડે અને શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યેની પ્રીતિ પ્રગટાવવી પડે, બુદ્ધિમાં તેનું મહત્ત્વ અંકિત કરવું પડે તો જ ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માની જેમ નિશ્ચયદૃષ્ટિથી તે સર્વને સમાન જોઈ શકશે. આ દૃષ્ટિનો ઉઘાડ થતાં આ ક્રોધી અને આ માની, આ માયાવી અને આ સરલ, આ અનુકૂળ અને આ પ્રતિકૂળ; એવા કોઈ કર્મકૃત ભેદો નજર સમક્ષ નહીં આવે અને સર્વત્ર એક માત્ર શુદ્ધ બ્રહ્મ જ દેખાશે. ll૪૦I. 1. जगज्जीवेषु नो भाति द्वैविध्यं कर्मनिर्मितम् । यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ।।९/८।। - અધ્યાત્મસારે || For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૧ નયદષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર ગાથા - ૪૧-૪૨-૪૩-૪૪-૪૫ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે, ભાવનાજ્ઞાન પરિણત થતાં સમલ-નિર્મળનો ભેદ નાશ પામે છે અને એક નિર્મળ બ્રહ્મની સંવેદના અનુભવાય છે. આ વાત સાંભળતા પ્રશ્ન થાય કે, જીવોમાં આકૃતિ અને પ્રકૃતિના અનેક ભેદો દેખાય છે, આમ છતાં તેમાં સ્યાદ્વાદષ્ટિવાળા મહાત્મા માત્ર શુદ્ધનયથી જણાતા નિર્મળ બ્રહ્મનું સંવેદન કેવી રીતે કરી શકે ? અને તે અપૂર્ણદર્શન કેમ ન કહેવાય તેનું સમાધાન આપતાં જણાવે છેશ્લોક : महासामान्यरूपेऽस्मिन्मज्जन्ति नयजा भिदाः । समुद्र इव कल्लोलाः, पवनोन्माथनिर्मिताः' ॥४१॥ શબ્દાર્થ : 9. પવનોન્માનિર્મિતા: - પવનના આવેગથી ઉત્પન્ન થયેલા ર/રૂ. વસ્ત્રોત્ર: રૂ - તરંગો જેમ ૪. સમુદ્ર (HMન્તિ) - સમુદ્રમાં (લય પામે છે) ૧/૬. (તથા) નયના મા. - તેમ નયથી ઉત્પન્ન થયેલા ભેદો ૭/૮, મહાસામાન્ય સ્મિન - મહાસામાન્ય સ્વરૂપ આમાં = બ્રહ્મમાં છે. મન્નત્તિ - સમાઈ જાય છે. શ્લોકાર્થ : પવનના આવેગથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમ નયથી ઉત્પન્ન થયેલા ભેદો મહાસામાન્ય એવા શુદ્ધ બ્રહ્મમાં સમાઈ જાય છે. ભાવાર્થ : પવનના આવેગથી જેમ સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે અને પવન શાંત થતાં તે તરંગો સમુદ્રમાં જ સમાઈ જાય છે, તેમ પર્યાયને જોનારી નયની દૃષ્ટિથી જીવોના આકૃતિ અને પ્રકૃતિગત ભેદો દેખાય છે; પરંતુ મોહના તરંગો શાંત થતાં જ્યારે ભાવનાજ્ઞાન પ્રગટે ત્યારે એ ભેદો મહાસામાન્યરૂપ દ્રવ્યમાં = અદ્વૈત બ્રહ્મમાં સમાઈ જાય છે, માટે તે જ્ઞાન સંપૂર્ણ અને યથાર્થ જ છે. આથી જ ભાવનાજ્ઞાનસંપન્ન એવો જ્ઞાનયોગી સર્વ જીવમાં રહેલ મહાસામાન્ય સ્વરૂપ (સત્ સ્વરૂપ) નિર્મળ બ્રહ્મને જુવે છે, ત્યારે તેની દૃષ્ટિમાં પોતાની ઇન્દ્રિયો અને મન દ્વારા જણાતા શરીરાદિના આકૃતિ કે પ્રકૃતિકૃત ભેદો ગૌણ બની જાય છે અને તેને જીવમાત્ર બ્રહ્મસ્વરૂપે દેખાય છે. વિશેષાર્થ :. અનુભવજ્ઞાનનો પરિપાક સાધકની દૃષ્ટિને ખૂબ જ ઉદાત્ત બનાવે છે. આ ઉદાત્તદષ્ટિ પ્રાપ્ત થતાં જ તેમની દૃષ્ટિમાં જુદા જુદા નદૃષ્ટિથી ઉત્પન્ન થયેલા આકૃતિ અને પ્રકૃતિકૃત વિવિધ ભેદો ગૌણ બની જાય છે અને પદાર્થ માત્ર સત્ સ્વરૂપે દૃષ્ટિગોચર બને છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જગતવર્તી દરેક પદાર્થોનું દર્શન સામાન્ય અને વિશેષ એમ બે સ્વરૂપે થતું હોય છે. કોઈપણ પદાર્થને તે તે દ્રવ્ય, ગુણ કે પર્યાયની અપેક્ષાએ વિશ્વવર્તી અન્ય પદાર્થો કરતાં જુદો તારવવારૂપ કાર્ય વિશેષ ધર્મ કરતો હોય છે; જ્યારે અનેક વ્યક્તિમાં રહેલ એક સદશ ધર્મને મુખ્ય કરીને અનેકમાં એકરૂપતાની પ્રતીતિ કરાવવાનું કાર્ય સામાન્યધર્મ કરે છે. આ સામાન્ય : ૧. તિર્યક સામાન્ય, ૨. ઉર્ધ્વતા સામાન્ય અને ૩. મહાસામાન્ય સ્વરૂપ હોય છે. ૧. એક જ વ્યક્તિના ક્રમિક પ્રાપ્ત થતા તમામ પર્યાયોને સ્વીકારનાર સામાન્ય એ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તે અનેકમાં અનુગતતાની પ્રતીતિ કરાવે છે. ૨. કોઈપણ એક ધર્મને મુખ્ય બનાવી અનેક વ્યક્તિને એકરૂપે સ્વીકારનાર સામાન્ય એ તિર્યમ્ સામાન્ય કહેવાય છે. તે અનેકમાં સદૃશતાની પ્રતીતિ કરાવે છે; ૩. માત્ર સત્તા ધર્મને મુખ્ય રાખીને જગતવર્તી જીવ અને જડ સર્વ પદાર્થોને એકરૂપે સ્વીકારનાર સામાન્ય એ મહાસામાન્ય કહેવાય છે. આ રીતે જોતાં પ્રત્યેક પદાર્થો અને જીવો તે તે દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ જુદા હોવાથી તે દરેક વચ્ચે ભેદ સ્પષ્ટ છે; પરંતુ સત્તાની અપેક્ષાએ કોઈપણ પદાર્થ વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદ ટકી શકતો નથી. તે તે અવસ્થાવિશેષને પ્રધાન બનાવવામાં આવે તો જુદા જુદા પ્રતીત થતા પદાર્થોને પણ જ્યારે અવસ્થા વિશેષને ગૌણ કરી અવસ્થાન (અસ્તિત્વ) માત્ર એટલે સત્તાને પ્રધાન બનાવી જોવામાં આવે તો તે સત્તાની અપેક્ષાએ તો બધા પદાર્થો એક રૂપે જ પ્રતીત થાય છે. સમંદરમાં પેદા થતા બધા જ મોજા-તરંગોનું જેમ અલગ અલગ અસ્તિત્વ હોવા છતાં તે તરંગોને ગૌણ કરીને સમુદ્રને મુખ્યરૂપે જોવામાં આવે તો પ્રત્યેક તરંગોમાં માત્ર સમુદ્રનાં જ દર્શન થાય છે; અને એ જ સમુદ્રને જોવા છતાં તરંગોને મુખ્યરૂપે જોવામાં આવે તો પ્રત્યેક તરંગો અલગ અલગરૂપે દેખાય છે. તેની જેમ જગતના દરેક પદાર્થમાં રહેલ સત્તાધર્મને એટલે કે વસ્તુના અસ્તિત્વ ધર્મને મુખ્ય કરીને જોવામાં આવે તો બધે જ “સત્, સત્ની અર્થાત્ કે છે, છે' ની પ્રતીતિ થાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થ સત્સ્વરૂપે જ ઉપસ્થિત થાય છે અને જગતમાં માત્ર સનાં જ દર્શન થાય છે. આ સત્ તે જ સત્-સામાન્ય કે મહાસામાન્ય છે. આમ હોવા છતાં જ્યારે તે જ મહાસામાન્યને ગૌણ કરીને, તે તે પદાર્થોની તે તે દ્રવ્ય, ગુણ, પર્યાયત ભિન્ન ભિન્ન અવસ્થાને મુખ્યરૂપે જણાવતી દૃષ્ટિને અર્થાત્ કે નયદૃષ્ટિને મુખ્ય કરીને જોવામાં આવે તો બધું જ જુદું જુદું દેખાય છે, જે નયથી ઉત્પન્ન થયેલા ભેદો છે. સામાન્ય વ્યવહારમાં આ રીતે પદાર્થોને જુદા જુદારૂપે જોનારી નદૃષ્ટિનું પ્રાધાન્ય હોય છે, તેથી વ્યવહારમાં આકૃતિ અને પ્રકૃતિકૃત ભેદોનું દર્શન થાય છે. જ્યારે નિશ્ચયમાં / નૈશ્ચયિક પરિણતિમાં અભેદનું પ્રાધાન્ય હોય છે ઇ મહાસામાન્યનું પ્રાધાન્ય હોય છે. તેથી સર્વપદાર્થો માત્ર “સત્' રૂપે પ્રતીત થાય છે. આ દૃષ્ટિ જ્યારે મુખ્ય બને ત્યારે જેમ પવન શાંત થતાં સમુદ્રના તરંગો સમુદ્રમાં સમાઈ જાય છે, તેમ નયકૃત ભેદો મહાસામાન્યને જોનારી એટલે કે અદ્વૈત બ્રહ્મને જોનારી શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિમાં સમાઈ જાય છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૨ ૯૩ જિજ્ઞાસાઃ સ્યાદ્વાદને સ્વીકારનાર યોગી તો સર્વ નયોને માને છે. આમ છતાં વ્યવહારને ગૌણ કરી તે માત્ર શુદ્ધનયની દૃષ્ટિ અપનાવી જીવમાત્રને મત્સ્વરૂપે એટલે કે શુદ્ધ બ્રહ્મસ્વરૂપે જ કેમ જુવે છે ? તૃપ્તિઃ સ્યાદ્વાદને સ્વીકારનાર યોગી અત્યંત પ્રાજ્ઞ હોય છે. તે સમજે છે કે, પદાર્થ તો અનેક ધર્મવાળો હોય છે, આમ છતાં જ્યારે જે નયની દૃષ્ટિ ઉપકારક બને ત્યારે તે દૃષ્ટિ અપનાવી પદાર્થનું અવલોકન કરવામાં આવે તો જ આત્મહિત સાધી શકાય. જો વ્યવહાર નયને પ્રાધાન્ય આપી જગતના જીવોને જોવામાં આવે તો આકૃતિ અને પ્રકૃતિકૃત ભેદો નજરમાં આવે, તેનાથી રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે અને આત્માનું અહિત થાય છે, આથી જ પર્યાયને જોનારી વ્યવહારનયની દૃષ્ટિને ગૌણ કરી, જ્ઞાનયોગી શુદ્ધ નિશ્ચયનયને પ્રાધાન્ય આપે છે. માટે જ કહ્યું છે કે, ___ यदा ध्यायति यद् योगी याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ।। જે કારણથી યોગી જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તદ્રુપ બની જાય છે, તે કારણથી આત્માની વિશુદ્ધિ માટે નિત્ય વીતરાગનું ધ્યાન કરવું જોઈએ. - યોગસાર ૧-૩ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી સત્સ્વરૂપે સર્વ પદાર્થો સમાન છે. કોઈ સારું નથી કે કોઈ નરસું નથી. આ રીતે જોતાં રાગ-દ્વેષ થતા નથી અને સમતાદિ ભાવો દૃઢ બને છે. આથી સ્યાદ્વાદને વરેલા, જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગી સામ્યયોગને સિદ્ધ કરવા માટે પ્રધાનરૂપે નિશ્ચયનયની દૃષ્ટિ અપનાવે છે. જેના પરિણામે તે સર્વ જીવોમાં સદાકાળ રહેલા શુદ્ધ સ્વરૂપને જોઈ, ‘માત્મવત્ સર્વભૂતેષુ' ના ભાવમાં વિહરી શકે છે . l૪૧ અવતરણિકા : મહાસામાન્ય તો એ દ્રવ્યમાં રહેલ છે, માત્ર જીવ દ્રવ્યમાં નથી તો પછી જીવમાં સમલ અને નિર્મલની બુદ્ધિ ઉત્પન્ન કરે તેવા નયકૃત ભેદો મહાસામા- ન્યમાં સમાઈ જાય છે તેવું કેમ કહ્યું? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : षड्द्रव्यैकात्म्यसंस्पर्शि, सत्सामान्य हि यद्यपि । परस्यानुपयोगित्वात्, स्वविश्रान्तं तथापि तत् ॥४२॥ શબ્દાર્થ : 9, યદ્યપિ - જો કે . સત્તામાન્ય - સત્ સામાન્ય = મહાસામાન્ય રૂ/૪. પદ્રવૈવરાભ્યસંસ્પર્શ દિ - છએ દ્રવ્યમાં રહેલી એકરૂપતાને સ્પર્શનારું જ છે ૬. તથાપિ - તોપણ ૬. પરW - પરનું = આત્મા સિવાયનાં દ્રવ્યનું ૭. અનુપયોત્વિનું - અનુપયોગીપણું હોવાથી ૮. તત્ - તે = મહાસામાન્ય ૨. વિશ્રાન્ત - સ્વમાં = જીવમાં જ વિશ્રાન્ત પામે છે. 1. તુલના: ભગવદ્ગીતાના અધ્યાય ઉના શ્લોક ૩૨માં જણાવ્યું છે કે, आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ।। હે અર્જુન !તે યોગી શ્રેષ્ઠ મનાયો છે જે પોતાની જેમ સર્વમાં સુખ અને દુ:ખને સમાન જુવે છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર શ્લોકાર્થ : જો કે મહાસામાન્ય જીવ, અજીવ આદિ છએ દ્રવ્યમાં જે ઐક્ય છે = એકાત્મતા છે તેને સ્પર્શનારું છે; તોપણ પર = જીવ સિવાયના અન્ય દ્રવ્યો અનુપયોગી હોવાથી તે = મહાસામાન્ય માત્ર જીવમાં વિશ્રાન્ત પામે છે. ભાવાર્થ : જગતવર્તી સર્વ પદાર્થના અસ્તિત્વની પ્રતીતિ કરાવનાર મહાસામાન્ય ધર્મ છે, જે છએ દ્રવ્યોમાં એકરૂપતાનો બોધ કરાવે છે, તેથી તેને છ દ્રવ્યમાં રહેલા ઐક્યને સ્પર્શનારો ધર્મ કહેવાય છે. આ મહાસામાન્ય કે સત્ સામાન્ય છએ દ્રવ્યોમાં સમાનતાની પ્રતીતિ કરાવતું હોવા છતાં, યોગીને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા કે ૫૨મ સામ્યને પામવા આત્મા સિવાયના પદાર્થોમાં રહેલા સામાન્યને જોવાનું કોઈ પ્રયોજન જણાતું નથી, તેથી શુદ્ધ નયના ઉપયોગમાં વર્તતો સાધક તે મહાસામાન્યને માત્ર જીવમાં જ વિશ્રાન્ત કરે છે અને તેથી તેને સંસા૨વર્તી કે મોક્ષવર્તી સર્વજીવો સત્તારૂપે સરખા જ જણાય છે. વિશેષાર્થ : સ્યાદ્વાદના જાણકા૨ યોગીઓને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે, પદાર્થ જેમ કથંચિદ્ સામાન્યરૂપ અને કથંચિદ્ વિશેષરૂપ છે; તેમ સામાન્ય પણ અનેક પ્રકારનું છે. કોઈ સામાન્ય ઘટ માત્રમાં રહે છે તો કોઈ જીવ માત્રમાં રહે છે અને મહાસામાન્ય તો છ એ દ્રવ્યોમાં રહે છે. આમ છતાં તેઓ સાધનાની ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાઓ પ્રાપ્ત કરી શકાય તેવા સામાન્યને જોવા પ્રયત્ન કરે છે, તેથી તેઓ વિચારે છે કે આત્મા માટે તો આત્મા સિવાયના પુદ્ગલાદિ દ્રવ્યો ઉપયોગી નથી, માટે છ એ દ્રવ્યોમાં રહેલા સામાન્યને જોવામાં કોઈ ફાયદો નથી. આ વિચારસરણીના આધારે યોગીઓ અજીવ પદાર્થોમાં રહેલ સત્ સામાન્યની (આત્મા સિવાયના પદાર્થમાં રહેલા સત્ સામાન્યની) ઉપેક્ષા કરીને જીવમાત્રમાં વર્તતા સામાન્યને ગ્રહણ કરે છે. જેના લીધે તેઓને સત્ચિત્ આનંદસ્વરૂપ મહાસામાન્યની પ્રાપ્તિ થાય છે. આ મહાસામાન્યને જોવાની દૃષ્ટિ જેમ જેમ કેળવાતી જાય તેમ તેમ યોગીનો ઉપયોગ શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, આથી જ શુદ્ધ નયને અનુસારે પદાર્થને જોતાં તેઓને સર્વ જીવો શુદ્ધ બ્રહ્મસ્વરૂપે એક સમાન જ દેખાય છે, ‘આ સમલ અને આ નિર્મળ' એવો ભેદ તેમની દૃષ્ટિમાં રહેતો નથી. તે રીતે જ આ સંયમી અને આ અસંયમી, આ વિવેકી અને આ અવિવેકી એવો ભેદ પણ ભૂસાઈ જાય છે અને સર્વ જીવો સચ્ચિદાનંદસ્વરૂપે સમાન દેખાય છે. આમ સર્વ પ્રત્યે તુલ્યવૃત્તિવાળા થઈ તેઓ ૫૨મ સામ્યને પ્રાપ્ત કરી શકે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ આગમમાં ‘ો આયા’ સૂત્ર પ્રવર્તે છે. I૪૨॥ અવતરિણકા : મહાસામાન્યનું પ્રતિપાદન કરનાર સંગ્રહનય છે, તે નય તો સત્સ્વરૂપે જ દ્રવ્યોનો સ્વીકાર કરે છે, આમ છતાં પૂર્વના શ્લોકમાં સત્ સામાન્યની વિશ્રાન્તિ માત્ર જીવદ્રવ્યમાં બતાવી તે સંગ્રહનયના મતે કેવી રીતે ઘટી શકે ? તેનું સમાધાન કરતાં જણાવે છે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૩ શ્લોક : नयेन सङ्ग्रहेणैवमृजुसूत्रोपजीविना' । सच्चिदानन्दरूपत्वं ब्रह्मणो व्यवतिष्ठते |४३ || શબ્દાર્થ : 9. gવમ્ - આ રીતે = આત્મા સિવાયના દ્રવ્યો અનુપયોગી હોવાથી સંતુ સામાન્ય માત્ર આત્મામાં વિશ્રાન્ત થાય છે એ રીતે ૨. ઋતુમૂત્રોપીવિના - ઋજુસૂત્ર નયના આધારે જીવનાર, જોનાર અને બોલનાર ૩/૪. સત્રા નયેન - સંગ્રહનય વડે છે. વ્રHT: - બ્રહ્મનું ૬. સચવાનન્દ્રરૂપā - સત્, ચિત્ અને આનંદપણું ૭. વ્યવતિeતે - વ્યવસ્થિત થાય છે. શ્લોકાર્થ : આ રીતે = આત્મા સિવાયનાં દ્રવ્યો શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે ઉપયોગી ન હોવાથી સત્ સામાન્યને બ્રહ્મ માત્રમાં વિશ્રાન્ત કરવાથી, ઋજુસૂત્રનયના આધારે જોનાર અને બોલનાર સંગ્રહનયથી બ્રહ્મ સત્-ચિત્આનંદસ્વરૂપે વ્યવસ્થિત થાય છે. ભાવાર્થ : વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ માત્રને સ્વીકારનાર ઋજુસૂત્રનયની માન્યતાનો સહારો લઈ, જ્યારે સંગ્રહનયને અભિમત મહાસામાન્યને જોવામાં આવે ત્યારે જ તે મહાસામાન્ય સ્વ = આત્મામાં વિશ્રાન્ત પામે; કેમ કે ઋજુસૂત્રનય પરકીય વસ્તુને વસ્તુ તરીકે સ્વીકારતો નથી, તેથી તેના પ્રમાણે જીવ સિવાય પદાર્થો પણ પરકીય હોવાથી સતું નથી. પરિણામે સતસ્વરૂપે જીવ માત્ર જ ઉપસ્થિત થાય અને મહાસામાન્ય તેમાં રહેલ સચ્ચિદાનંદસ્વરૂપે સ્વીકાર્ય બને, આમ ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયથી સત્-ચિત્ અને આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે એવું નક્કી થાય છે. વિશેષાર્થ : નય એક અભિપ્રાય વિશેષ છે, જે વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મને મુખ્ય કરી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે; આમ છતાં તે વસ્તુના બીજા ધર્મનો અપલાપ કરતો નથી. સાત નયોમાંથી સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે, તેથી તે જ્યારે વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે ત્યારે વસ્તુના સામાન્ય ધર્મને મુખ્ય રાખી તેનું વર્ણન કરે છે. આમ તે છએ દ્રવ્યોમાં રહેલ સત્તા નામના ધર્મને ગ્રહણ કરીને છએ દ્રવ્યોને એક સ્વરૂપે સ્વીકારે છે, પરંતુ જ્યારે આ સંગ્રહના ઋજુસૂત્રનયનો ટેકો લે છે ત્યારે તેનું મંતવ્ય જુદું બની જાય છે. ઋજુસૂત્રના વર્તમાન ક્ષણવર્તી સ્વકીય પર્યાયને પદાર્થરૂપે સ્વીકારે છે. તે જેમ વસ્તુના ભૂતકાલીન કે ભવિષ્યકાલીન પર્યાયો અનુપયોગી હોવાથી તેમનો અપલાપ કરી માત્ર વર્તમાન પર્યાયોને સ્વીકારે છે, તેમ પરકીય પણ અનુપયોગી હોવાથી તેનો પણ અપલાપ કરી માત્ર સ્વકીય પર્યાયોને જ સ્વીકારે છે. જેમ પરનું 1. નયની વિશેષ સમજૂતી માટે ભાગ-૧નું પરિશિષ્ટ-૧ જોવું. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ધન પોતાના માટે કોઈ ઉપયોગમાં ન આવતું હોવાથી ઋજુસૂત્ર નય તેને ધન તરીકે સ્વીકારતો નથી. તેમ આત્મા માટે અનાત્મ દ્રવ્યો પણ અનુપયોગી હોવાથી ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ તો તે દ્રવ્યો વિદ્યમાન જ નથી અર્થાત્ સત્ જ નથી, તેથી ઋજુસૂત્ર નય અન્ય દ્રવ્યોનો સ્વીકાર જ કરતો નથી, તેના મતે ષડ્ દ્રવ્યોમાંથી સત્ તરીકે માત્ર આત્મા જ ઉપસ્થિત થાય છે. ઋજુસૂત્રની આવી માન્યતા જ્યારે સંગ્રહનયની સાથે ભળે છે, ત્યારે તે દૃષ્ટિએ જોનારને સત્તા ધર્મને આગળ કરીને જે છએ દ્રવ્યોમાં સમાનતાની પ્રતીતિ થતી હતી, તેના બદલે સત્તા ધર્મની માત્ર આત્મામાં રહેલા ધર્મરૂપે ઉપસ્થિત થાય છે. કેમ કે, તેના મતે આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુ જ નથી. પરિણામે સત્ સામાન્ય એટલે કે મહાસામાન્ય બ્રહ્મમાત્રમાં વિશ્રાન્ત પામે છે અને મહાસામાન્ય આત્મમાત્રમાં ૨હેલ એક ધર્મ તરીકે ઉપસ્થિત થાય છે. આ ધર્મ એટલે એક એવો ધર્મ કે જે પ્રત્યેક આત્મામાં સાદશ્યની પ્રતીતિ કરાવે, તેથી મહાસામાન્ય સત્-ચિત્-આનંદરૂપે પ્રાપ્ત થાય, કેમ કે સચ્ચિદાનંદપણું જ એવો ધર્મ છે જે જીવમાત્રમાં રહેલો છે અને સર્વજીવોમાં સદશતાનો બોધ કરાવે છે. આમ જીવોના દેખાતા ભેદોને ગૌણ કરી, સાધક જ્યારે ઋજુસૂત્રનું અવલંબન લઈને, પદાર્થનું નિરૂપણ કરનાર સંગ્રહનયના આધારે જીવોને જુવે છે ત્યારે તેને દરેક જીવ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપે-સચ્ચિદાનંદરૂપે દેખાય છે. પરિણામે આ રીતે જોનારને તે દરેક જીવો પ્રત્યે સમતાનો ભાવ ઉલ્લસિત થાય છે. જ્યારે સર્વ પદાર્થોને સત્સ્વરૂપે ગ્રહણ કરાય ત્યારે કોઈ વિશેષની ઉપસ્થિતિ જ થતી નથી. પરિણામે કોઈ વિકલ્પો ઊઠતા નથી. આવી નિર્વિકલ્પદશામાં સત્ત્નું ધ્યાન ચાલે તો સત્ દ્વારા માત્ર સચ્ચિદાનંદ આત્મસ્વરૂપ અદ્વૈત બ્રહ્મ જ ચિત્તમાં ઉપસ્થિત થાય છે અને આવો ઉપયોગ શુદ્ધ આત્મતત્ત્વને પામવા અતિ ઉ૫કા૨ક બને છે. II૪૩॥ અવતરણિકા : ‘ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયથી બ્રહ્મ સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે એવું નક્કી થયું, આ સત્-ચિત્ આનંદમય આત્મા જ અદ્વૈત બ્રહ્મસ્વરૂપ છે.' આવું પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સ્યાદ્વાદ સિદ્ધાન્ત અનુસાર વિચારતાં અદ્વૈત બ્રહ્મ કેવી રીતે સ્વીકારી શકાય ? - આવા સંભવિત પ્રશ્નના સમાધાન સ્વરૂપે જણાવે છે શ્લોક : - सत्त्वचित्त्वादिधर्माणां, भेदाभेदविचारणे । દ न चार्थोऽयं विशीर्येत, निर्विकल्पप्रसिद्धितः ॥ ४४ ॥ શબ્દાર્થ : ૧/૨. ૪ સવિત્ત્તાધિર્માનાં - અને સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો સંબંધી રૂ. મેમેવિવારો - ભેદ-અભેદની વિચારણા ક૨વામાં આવે ત્યારે ૪/. અયં ગર્થઃ - આ અર્થ = ‘અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એ અર્થ ૬/૭. વિશીëત 7 - અસંગત નહિ બને ૮. નિર્વિલ્પપ્રસિદ્ધિત:- કેમકે નિર્વિકલ્પની પ્રસિદ્ધિ છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૪ ૭) શ્લોકાર્થ : સત્ત્વ, ચિત્ત આદિ ધર્મો સંબંધી ભેદ-અભેદની વિચારણા કરવામાં આવે ત્યારે આ અર્થ = “અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એ અર્થ અસંગત નહીં થાય; કેમકે નિર્વિકલ્પની પ્રસિદ્ધિ છે. ભાવાર્થ : આત્માથી આત્માના સત્તા, જ્ઞાન, સુખ આદિ ગુણોનો ભેદ છે કે અભેદ છે ? એવી વિચારણા નિર્વિકલ્પદશાની પૂર્વ ભૂમિકામાં હોય છે. જ્ઞાનયોગી મહાત્મા જ્યારે નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરે છે, ત્યારે તો તેઓ શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનમાં જ મગ્ન હોય છે, ત્યાં ભેદભેદની વિચારણા કે અન્ય કોઈપણ વિકલ્પો જ નથી. આથી જ ગ્રંથકાર કહે છે કે સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો આત્માથી ભિન્ન છે કે અભિન્ન એવા વિકલ્પોવાળી વિચારણા કરવાને કારણે અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે એ અર્થ નાશ પામવાની જે આપત્તિ પૂર્વપક્ષે ઊભી કરી છે, તે અસ્થાને છે; કેમકે નિર્વિકલ્પદશામાં તો વિકલ્પોવાળી વિચારણાનો જ અભાવ હોય છે. વિશેષાર્થ : ગ્રંથકારે સ્થાપિત કર્યું કે, “ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનય વડે અદ્વૈત બ્રહ્મ સત્-ચિત્ આનંદસ્વરૂપ છે. આ વાત સાંભળી વિશેષ જિજ્ઞાસુ વ્યક્તિને પ્રશ્ન ઊઠે કે સત્ત્વ = સત્તા, ચિત્ત્વ = ચૈતન્ય કે જ્ઞાન અને આનંદ; આ ત્રણે ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ છે કે અભેદ છે ? આ પ્રશ્નની વિચારણા કરતાં જો સત્ત્વ વગેરે ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ સ્વીકારવામાં આવે તો જગતમાં એક માત્ર અદ્વૈત બ્રહ્મનું અસ્તિત્વ છે એવું ન કહી શકાય; કેમકે સત્તા, જ્ઞાન આદિ ધર્મોને અલગ માનવામાં જગતમાં આત્મા ઉપરાંત સત્તા, જ્ઞાન આદિ ધર્મોનું પણ અસ્તિત્વ સ્વીકારવું પડે અને તેથી “અદ્વૈત બ્રહ્મ'નો સિદ્ધાન્ત ટકે નહિ. જો વળી સત્ત્વ વગેરે ધર્મોનો અદ્વૈત એવા બ્રહ્મ સાથે અભેદ છે એવું સ્વીકારવામાં આવે તો “અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપ છે' એવું કથન કરી શકાય નહીં. કેમ કે સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો અને બ્રહ્મ એક જ વસ્તુ છે. સત્ત્વ આદિથી બ્રહ્મ જુદું નથી અને બ્રહ્મથી સત્ત્વ આદિ જુદાં નથી. આમ સત્તા, જ્ઞાન આદિ ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ છે કે અભેદ એવી વિચારણા કરવા જતાં “અદ્વૈત બ્રહ્મ એ પદાર્થ જ અસંગત બની જાય; અર્થાત્ બ્રહ્મ અદ્વૈત છે એ પદાર્થ જ નાશ પામી જાય; એવી કોઈને શંકા થાય. આવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, નિર્વિકલ્પજ્ઞાનની પ્રસિદ્ધિ હોવાથી પ્રસ્તુત અર્થ અસંગત નહીં થાય. વાસ્તવમાં “જ્ઞાનાદિ ધર્મ આત્માથી ભિન્ન છે કે અભિન્ન' એવી વિચારણાઓ નયોના આધારે ચાલે છે; આવી વિચારણા સાધનાનો પ્રારંભ કરતા સાધક માટે જરૂર ઉપયોગી છે, પરંતુ જે સાધક સમતાની ઉચ્ચતર ભૂમિકાને સર કરવા નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થયો હોય તેના માટે આ ઉપયોગી નથી, કેમ કે નિર્વિકલ્પ ઉપયોગમાં આરૂઢ થયેલા યોગીના જ્ઞાનમાં નયોની કોઈ પ્રવૃત્તિ જ હોતી નથી. તે મહાત્મા For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર તો “સતુ માત્રના ઉપયોગમાં લીન હોય છે. આ સત્ સ્વમાં વિશ્રાન્ત હોવાથી, “આત્મા બ્રહ્મસ્વરૂપે સત્ છે', એવો જ યોગીના જ્ઞાનનો ઉપયોગ હોય છે, તેથી આત્મસ્વરૂપના જ્ઞાનમાં લીન બનેલ યોગીના ઉપયોગમાં જ્ઞાનાદિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન' એવા વિકલ્પોનું કોઈ સ્થાન જ હોતું નથી. યોગી તો ત્યારે ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહ- નયાનુસાર સતુમાં એકાગ્ર હોય છે, તે વખતે તે ‘સત્ “સત્ય”નો જાપ નથી કરતા; પરંતુ સત્ દ્વારા વાચ્ય પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મતત્ત્વ સાથે તાદાત્મ અનુભવે છે. આથી શંકાકારની શંકા જ અસ્થાને છે, કેમકે નિર્વિકલ્પજ્ઞાનમાં મગ્ન બનેલ મહાત્મા શુદ્ધ બ્રહ્મતત્ત્વને સત્ત્વરૂપે, ચૈતન્યઇજ્ઞાનરૂપે કે આનંદરૂપે અનુભવતા નથી, પરંતુ અખંડ સચ્ચિદાનંદઘન સ્વરૂપે શુદ્ધ આત્મતત્ત્વનું સંવેદન કરે છે અને અન્યને પણ તત્સ્વરૂપે જ જુવે છે. ll૪૪ll અવતરણિકા : નિર્વિકલ્પ જ્ઞાનમાં લીન બનેલા મહાત્મા સત્તા, જ્ઞાન, આનંદ આદિ ધર્મો અદ્વૈત બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન તેની વિચારણા કરતા નથી; તેમ પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે તત્ત્વના નિર્ણય માટે ભેદભેદની વિચારણાથી યુક્ત સ્યાદ્વાદની દૃષ્ટિ અત્યંત આવશ્યક છે, તેથી આવી વિચારણાનો અભાવ તે જ્ઞાનયોગી માટે દોષરૂપ નહીં બને ? તેનું સમાધાન કરતાં જણાવે છેશ્લોક : योगजानुभवारूढे, सन्मात्रे निर्विकल्पके । विकल्पौघासहिष्णुत्वं, भूषणं न तु दूषणम् ॥ ४५ ॥ શબ્દાર્થ : ૧. યોગાનાનુમવારૂઢ - (ચારિત્ર) યોગથી ઉત્પન્ન થયેલા અનુભવ જ્ઞાનમાં આરૂઢ થયે છતે ર/રૂ. સન્મા નિર્વિજન્ય - સતુમાત્રના વિષયવાળા નિર્વિકલ્પ ઉપયોગમાં ૪, વિવટત્પાદિyā - વિકલ્પોના સમૂહનું અસહિષ્ણુપણું ૬. મૂપvi - ભૂષણ છે ૬/૭/૮, તુ ટૂષણમ્ ન - પરંતુ દૂષણ નથી. શ્લોકાર્થ : સાધક જ્યારે ચારિત્રયોગથી ઉત્પન્ન થયેલા અનુભવજ્ઞાનમાં આરૂઢ થાય છે ત્યારે “સત્ માત્રના વિષયવાળા નિર્વિકલ્પજ્ઞાનના ઉપયોગમાં વિકલ્પોના સમૂહને સહન ન કરવા - ન સ્પર્શવાં તે ભૂષણ છે, પરંતુ દૂષણ નથી. ભાવાર્થ : લક્ષ્યના પ્રણિધાનપૂર્વક જ્યારે ચારિત્રના અનુષ્ઠાનોનું સેવન કરવામાં આવે છે, ત્યારે અભ્યાસના અતિશયથી કોઈ ધન્ય પળે સાધકને અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મિક આનંદની અનુભૂતિવાળા આ કાળમાં સાધયોગી શુદ્ધ પરમતત્ત્વ સાથે તાદાભ્ય સાધી શકે છે. અપૂર્વ અનુભૂતિના આનંદને માણવાના આ કાળમાં “આત્મા તેના ગુણોથી ભિન્ન છે કે અભિન્ન' એવી વિચારણાઓ તો આનંદનો ભંગ કરે તેવી બની જાય છે, માટે નિર્વિકલ્પદશામાં વર્તતા જ્ઞાનમગ્ન યોગી માટે તો વિકલ્પોને પોતાની ચિત્તભૂમિમાં કોઈ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૫ અવકાશ ન આપવો તે એક મોટું ભૂષણ છે, દૂષણ નથી, આથી તેને દોષ માનવો એ સ્યાદ્વાદની સમજનો અભાવ સૂચવે છે. વિશેષાર્થ : જૈનદર્શન એટલે અનેકાન્ત દર્શન. તેને વરેલા તમામ સાધકો કોઈપણ પદાર્થની વિચારણા અનેક દૃષ્ટિકોણથી કરે છે. અનેકદૃષ્ટિથી પદાર્થને જોયા બાદ જે સમયે જે જે ધર્મને મુખ્ય ક૨વા યોગ્ય હોય તે ધર્મને મુખ્ય કરીને કાર્ય કરે છે, તેમાં જ તેમનું હિત સમાયેલું છે, આમ કરવામાં જ અનેકાન્ત સિદ્ધાન્ત સાચા અર્થમાં સમજાયો છે એવું કહેવાય. આથી જ અમુક ભૂમિકામાં જે અનુષ્ઠાન કર્તવ્ય હોય, ગુણસાધક હોય, તે જ અનુષ્ઠાન ઉ૫૨ની ભૂમિકામાં અકર્તવ્ય બની જાય, દોષરૂપ બની જાય. જેમકે દ્રવ્યપૂજા શ્રાવક માટે કર્તવ્ય છે, તો સાધુ માટે તે જ અકર્તવ્ય બની જાય છે. તેની જેમ અનેક નયને અનુસરતી વિચારણાઓ સવિકલ્પવાળી અવસ્થામાં ગુણકા૨ક છે, તો નિર્વિકલ્પ અવસ્થામાં તે જ દોષકા૨ક બને છે, તેથી સામાન્યથી ભલે એવું લાગે કે સર્વનયને અનુસરતી વિચારણાનો અભાવ એ તો મોટું દૂષણ છે; પરંતુ જ્યારે અનેકાન્તદૃષ્ટિથી જોવામાં આવે તો સમજાય એવું છે કે, પૂર્વની ભૂમિકામાં ઉચિત ગણાતી આ વિચારણાઓ ઉપરની ભૂમિકામાં દોષરૂપ બને છે. ૯૯ પ્રારંભિક ભૂમિકામાં પદાર્થનો સમ્યગ્ બોધ કરવાનો હોય છે, તે માટે સ્યાદ્વાદથી- અનેકાન્તદૃષ્ટિથી પદાર્થનું અવલોકન કરવું આવશ્યક હોય છે. તે વખતે તેમ ન કરવામાં આવે તો પદાર્થનો સમ્યગ્ બોધ થતો નથી, તેથી ત્યારે તો સ્યાદ્વાદની દૃષ્ટિ જ વાસ્તવિક ફળ આપનારી હોવાથી તેના દ્વારા પદાર્થનું વિશ્લેષણ (analysis) કરીને પદાર્થનો સમ્યગ્ નિર્ણય કરવો એ માત્ર ઉપકારક નહીં પણ અનિવાર્ય છે, તેથી પ્રારંભિક ભૂમિકામાં તો આવી વિચારણાઓ એ એક ભૂષણસ્વરૂપ મનાય, અને આવી વિચારણાઓ ન કરવી તે એક દૂષણ મનાય. આ ભૂમિકામાં કોઈ નિર્વિચા૨ક બની પદાર્થ અનેક ધર્મવાળો હોવા છતાં પક્ષપાતી વલણ અપનાવી બ્રહ્મ અદ્વૈતનો સિદ્ધાન્ત સ્વીકારી લે તો તે સિદ્ધાંત એકાન્તરૂપ હોવાથી તેના માટે દોષરૂપ બને, તેના અસગ્રહને પુષ્ટ કરનારો બને, તેથી આ ભૂમિકામાં માત્ર શુદ્ધ બ્રહ્મની વિચારણા ચોક્કસ દૂષણરૂપ છે. આમ છતાં સાધક જ્યારે યોગજ અનુભવ ઉપર આરૂઢ થાય, એટલે કે ચારિત્રના સમ્યક્ પરિણામપૂર્વકની ક્રિયાઓનો વારંવાર અભ્યાસ કરવાથી પેદા થયેલ અનુભવજ્ઞાન ઉપર આરૂઢ થાય છે; ત્યારે તે જ્ઞાનયોગી માટે તો સ્યાદ્વાદના સિદ્ધાન્ત અનુસાર પેદા થતાં વિકલ્પોનો વિચાર સુદ્ધાં પણ ન ક૨વો તે એક ભૂષણ છે, આત્મિક ઉન્નતિ સાધે તેવો એક ગુણ છે. અનુભવજ્ઞાનની ઊંચી ભૂમિકાએ પહોંચેલ યોગી સ્યાદ્વાદના સિદ્ધાન્તોને પૂર્ણતયા જાણતો હોવા છતાં, શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન કરવા માટે ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયની દૃષ્ટિનો સ્વીકાર કરી, ‘સત્' શબ્દથી જણાતા શુદ્ધ બ્રહ્મના ઉપયોગમાં લીન બને છે. આ જ્ઞાનનો ઉપયોગ કોઈપણ પ્રકારના વિકલ્પોથી રહિત પરમાત્માની સાથેની સમાપત્તિસ્વરૂપ હોય છે. આ દશામાં સ્યાદ્વાદના વિકલ્પો પણ પાતનું કારણ બને છે, તેથી જ્ઞાનયોગી આવી વિકલ્પોની વિચારણાથી પર થઈ શુદ્ધ બ્રહ્મમાં સ્થિર થવા યત્ન કરે છે, જે તેમના માટે ભૂષણસ્વરૂપ છે. ૪૫॥ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ ગાથા ૪૬-૪૭ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં જણાવ્યું કે, “યોગજ-અનુભવ’ શબ્દો દ્વારા વર્ણવી શકાતો નથી, તો પછી વિચારક વ્યક્તિ તેને કઈ રીતે સ્વીકારી શકે ? – આવી શંકાના સમાધાનરૂપે જણાવે છેશ્લોક : यो ह्याख्यातुमशक्योऽपि प्रत्याख्यातुं न शक्यते । प्राज्ञैर्न दूषणीयोऽर्थः स माधुर्यविशेषवत् ॥४६॥ શબ્દાર્થ : 9. માધુર્યવિશેષવત - માધુર્યવિશેષની જેમ ર/રૂ. ૫: ૩૫ર્થ: - જે અર્થ (= યોગજ-અનુભવ) ૪. માથાતુનું મશી : પ - કહેવા માટે અશક્ય હોવા છતાં પણ છે. પ્રત્યાધ્યાત્મ - નિષેધ કરવા માટે ૬/૭, ન શક્યતે - શક્ય નથી ૮. સ: (અર્થ:) - તે (અર્થ) ૨. પ્રાજ્ઞઃ - પ્રાજ્ઞ પુરુષો વડે 9999.ટૂષય: ન - દૂષણીય નથી શ્લોકાર્થ : માધુર્યવિશેષની જેમ યોગજ અનુભવ વર્ણવવો પણ શક્ય નથી અને નિષેધ કરવી પણ શક્ય નથી (તેથી) અનુભવસ્વરૂ૫ અર્થ પ્રાજ્ઞ પુરુષો વડે દૂષિત કરવા યોગ્ય નથી. ભાવાર્થ : સાકર અને ગોળનો સ્વાદ માણનાર વ્યક્તિ, આ બન્ને વચ્ચેનું માધુર્ય જુદું છે તેમ જાણી શકે છે; પરંતુ તેનું વર્ણન કરી શકતો નથી. આ ભેદ અવર્ણનીય હોવા છતાં પણ તેનો નિષેધ કરવો શક્ય નથી. તેવી જ રીતે ચારિત્ર યોગના આસેવનથી ઉત્પન્ન થયેલા અનુભવજ્ઞાનના આનંદને યોગીઓ માણી શકે છે, પરંતુ શબ્દથી તેનું વર્ણન કરી શકતા નથી. ભલે આ અનુભવજ્ઞાનનું વર્ણન તેઓ ન કરી શકે, તોપણ આ અનુભવનો નિષેધ પણ કરી શકાય તેમ નથી, તેથી બુદ્ધિમાનોએ તેને દૂષિત ન કરવો જોઈએ અર્થાત્ આવો કોઈ પદાર્થ છે જ નહીં એમ માની તેનું ખંડન પણ ન કરવું જોઈએ કે તેવા અનુભવ માટે કરાતો પ્રયત્ન વ્યર્થ છે એમ પણ ન માનવું જોઈએ. વિશેષાર્થ : સાકર, ગોળ, શેરડી કે કેરી વગેરે પદાર્થો મીઠા છે; પરંતુ આ સર્વની મીઠાશ અલગ અલગ છે. સૌની મીઠાશમાં જે ભેદ છે તે ચાખવાથી ખબર પડે છે; પરંતુ શબ્દોમાં તેનું વર્ણન કરી શકાતું નથી કે ભેદ નથી એવું કહી પણ શકાતું નથી. આથી જ આવો ભેદ વર્ણવી ન શકાય, તોપણ બુદ્ધિશાળી વ્યક્તિઓ તેની ઉપેક્ષા કે ખંડન કરતા નથી. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ - ગાથા-૪૭ ૧૦૧ આવી જ રીતે અંતરંગ વૃત્તિઓની શુદ્ધિપૂર્વક સંયમયોગનું સેવન કરતાં જે અનુભવ જ્ઞાન પ્રગટે છે, તે શબ્દાતીત છે, અવર્ણનીય છે. સાધક આ જ્ઞાનના આનંદને માણી શકે છે; પરંતુ સ્પષ્ટ શબ્દોમાં તેનું વર્ણન કરી શકતો નથી; કેમકે આ સુખ જ એવું છે કે જેને શબ્દોમાં ઢાળી શકાતું નથી, તેથી શબ્દો દ્વારા અનુભવજ્ઞાનનું કેટલું પણ વર્ણન કરવામાં આવે, તોપણ તે વર્ણન બુદ્ધિસંપન્ન શ્રોતાને અનુભવજ્ઞાનનું સંવેદન કરાવી શકતું નથી. આમ છતાં અનુભવજ્ઞાન જેવી કોઈ સ્થિતિ જ નથી, એવું પણ પ્રામાણિક પ્રજ્ઞાવાન પુરુષ કહી શકતો નથી; કેમકે અનુભવજ્ઞાનીઓએ શાસ્ત્રમાં અનુભવજ્ઞાનનું જે વર્ણન કરેલ છે તેનાથી તે સમજી શકાય એવું છે કે આવી અનુભૂતિનું અસ્તિત્વ તો છે જ, માત્ર પોતાની તેને અનુભવવાની ક્ષમતા નથી, આથી જ નિર્મળ બુદ્ધિવાળા વ્યક્તિએ તેને દૂષિત ન કરવું જોઈએ અર્થાત્ તેનું ખંડન કે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. પ્રાજ્ઞપુરુષોએ અનુભવજ્ઞાન દૂષિત કરવા જેવું નથી' તેમ કહી ગ્રંથકારશ્રી એમ કહેવા માંગે છે કે, સાધના ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા વ્યક્તિએ અનુભવજ્ઞાન અવર્ણનીય છે માટે તેમાં યત્ન કરવો વ્યર્થ છે, એવું માની તેની ઉપેક્ષા કરવી ન જોઈએ. તેઓએ તો શાસ્ત્રના આધારે અનુભવજ્ઞાનનો જે સામાન્ય પણ બોધ થાય છે તેને પ્રાપ્ત કરીને તેને વિશેષ પ્રાપ્ત કરવા શાસ્ત્રમાં જણાવેલ યોગને સુદઢતાપૂર્વક સેવવો જોઈએ કે જેથી તેઓ સ્વયં અનુભવજ્ઞાનનું સંવેદન કરી શકે. IIકો અવતરણિકા : અનુભવજ્ઞાન અવર્ણનીય છે', તે વાત પૂર્વ શ્લોકમાં જણાવી હવે એ જ વાતને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાંત બતાવે છેશ્લોક : " कुमारी ने यथा वेत्ति, सुखं दयितभोगजम् । નાના િતથાં તો રોગના જ્ઞાનનું ઝુમ્” [૪૭] શબ્દાર્થ : 9. યથા - જેમ ૨. કુમારી - કુંવારી કન્યા ૩/૪, યિતમોકાનં સુā - પતિના સમાગમથી ઉત્પન્ન થતાં સુખને ૧/૬. વેત્ત ન - જાણતી નથી ૭. તથા - તેમ ટી. : - લોક ૬. ચોળીનાં - યોગીઓના 9/99, જ્ઞાનગં સુવું - જ્ઞાનથી ઉત્પન્ન થયેલાં સુખને ૧૨/૧રૂ. નાનાતિ ન - જાણતો નથી. શ્લોકાર્થ : જેમ કુંવારી કન્યા પતિના સમાગમથી થયેલાં સુખને જાણતી નથી, તેમ સામાન્ય લોક યોગીઓના જ્ઞાનજન્ય સુખને જાણતો નથી. ભાવાર્થ | વિશેષાર્થ : ભૌતિક જગતમાં પતિ-પત્નીના સમાગમનું સુખ શ્રેષ્ઠ કક્ષાનું ગણાય છે; પરંતુ કુંવારી કન્યા આ સુખને જાણી શકતી નથી. આ સુખને તો તેનો અનુભવ કરનાર પરિણીત સ્ત્રી જ જાણે છે; તેની જેમ આધ્યાત્મિક For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર દુનિયામાં વિલસતા યોગીઓ જ્ઞાનયોગ દ્વારા પ્રગટતું જે આત્મિક સુખ અનુભવે છે તેને સંસારરસિક જીવો જાણી પણ શકતા નથી, તેને તો તેનો અનુભવ કરનાર યોગી જ જાણે છે. તત્ત્વની વિચારણા કરતાં યોગીઓ પૌદ્ગલિક – પરાધીન સુખોની ઉપેક્ષા કરી, સંગથી થતાં ક્ષણિકદુ:ખમિશ્રિત વૈષયિક સુખોને છોડી, પોતાના જ્ઞાનયોગ દ્વારા પ્રગટેલો આત્માનો જે આનંદ માણે છે, તે આનંદ કે સુખ સંસારી જીવના સ્વપ્નનો પણ વિષય બનતો નથી. સ્વાધીન, સદાકાળ ટકનાર, દુ:ખના મિશ્રણ વિનાનું વાસ્તવિક સુખ કેવું છે, તેની કલ્પના પણ તેઓ કરી શકતા નથી, તેઓ તો સંયોગજન્ય સુખ મેળવવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેનાથી અન્ય કોઈ સુખ હોઈ શકે તેવો વિચાર માત્ર પણ કરી શકતા નથી. ૪lી. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? – ગાથા-૪૮ ૧૦૩ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? ગાથા-૪૮-૪૯-૫૦-૫૧ અવતરણિકા : અનુભવજ્ઞાનનું સ્પષ્ટ વર્ણન કરવું શક્ય નથી, છતાં શાસ્ત્રમાં તેનું સામાન્યથી તો કથન કરેલું જ છે; પરંતુ આ સામાન્ય કથનનો બોધ પણ યોગ્ય વ્યક્તિને જ કરાવી શકાય. વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત થયા વગર અનુભવજ્ઞાનની વાતો કરવામાં આવે કે તેનું જ્ઞાન આપવામાં આવે તો તે અહિતકારી પણ બની શકે છે, તેથી હવે અનુભવજ્ઞાનની વાતો કોના માટે હિતકારી બની શકે તે જણાવતાં કહે છેશ્લોક : अत्यन्तपक्कबोधाय, समाधिनिर्विकल्पकः । वाच्योऽयं नार्धविज्ञस्य, तथा चोक्तं' परैरपि ||४८|| શબ્દાર્થ : ૧/ર/રૂ. માં નિર્વિજત્વા: સમાધિ: - “આ નિર્વિકલ્પસમાધિ ૪. અત્યન્તાવો થાય - અત્યન્ત પરિપક્વ બોધવાળાને ૬. વાવ્ય: - કહેવા યોગ્ય છે; ૬. ઈવિજ્ઞી - (પરંતુ) અધકચરા બોધવાળાને ૭. ૧ (વાગ્ય:) . (આ કહેવા યોગ્ય) નથી.' ૮//૧૦/૧૧. ૨ તથા પર: પ ઉવાં - અને તેમ બીજાઓ વડે પણ કહેવાયું છે. શ્લોકાર્થ : આ નિર્વિકલ્પ સમાધિની વાત અત્યંત પરિપક્વ બોધવાળાને જ કહેવા યોગ્ય છે; અધકચરા જ્ઞાનવાળાને આ કહેવા યોગ્ય નથી, અને તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. (જે આ પછીના શ્લોકમાં કહેવાશે.) ભાવાર્થ : તપ, સંયમ આદિના શુભાનુષ્ઠાનો દ્વારા જેઓએ આત્મશુદ્ધિ અને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવા સાધકો અત્યન્ત પક્વ બોધવાળા કહેવાય છે. આવા પક્વ બોધવાળા સાધકને જ નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચયનયની વાતો કરવી જોઈએ; પરંતુ જેઓ અધુરા જ્ઞાનવાળા છે તેવા સાધકને આવી ઊંચી ભૂમિકાની વાતો ન કરવી જોઈએ. આમ ગ્રંથકારશ્રી તો કહે છે; પરંતુ એકાંતે બ્રહ્માદ્વૈતને સ્વીકારનારા વેદાન્તીઓ પણ આવું જ માને છે. જે હવે પછીના શ્લોકમાં કહેવાશે. વિશેષાર્થ : ઊંચું અને આત્મહિતકર જ્ઞાન પણ યોગ્ય આત્માઓને જ ઉપકારક બને છે. જેમ નબળી હોજરીવાળી વ્યક્તિને દૂધપાકનું ભોજન પચતું નથી, તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં નિર્વિકલ્પસમાધિની વાતો કે શુદ્ધ આત્મતત્ત્વને જણાવનાર નિશ્ચયનયનું જ્ઞાન પણ અધુરા જ્ઞાનવાળા માટે ઉપકારક બનતું નથી, ઊલટું નુકશાનકારક બને છે, તેથી જ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, અનુભવજ્ઞાનનું કથન સામાન્યથી સર્વજન સમક્ષ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવા યોગ્ય નથી, પરંતુ પરિપક્વ બુદ્ધિવાળા (Spiritually mature) શ્રોતા સામે જ કરવા યોગ્ય છે. જે સાધકો ભગવાનના વચનામૃતનું શ્રવણ કરે છે, તેના ચિંતન, મનન દ્વારા પોતાના કાષાયિક ભાવો શાંત કરે છે, પ્રભુએ બતાવેલા ક્રિયા માર્ગને સુદઢ રીતે સેવે છે, ક્રિયાના સૂક્ષ્મ ભાવોને જાણી તેના માધુર્યને માણી શકે છે, તપ, ત્યાગ દ્વારા વિષયાસક્તિને ઓછી કરી શકે છે, તેના દ્વારા ચિત્તને અસંગી બનાવી, આંશિક પણ આત્માનો આનંદ અનુભવી શકે છે; તે સાધકો આધ્યાત્મિક ક્ષેત્રે પરિપક્વ બોધવાળા કહેવાય છે. આના ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે કે, આધ્યાત્મિક ક્ષેત્રમાં માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી બુદ્ધિની તીક્ષ્ણતા એ બુદ્ધિની પરિપક્વતા નથી, પરંતુ તેના માટે તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોવો અનિવાર્ય છે, કેમકે આત્મસાધનાના ક્ષેત્રમાં પ્રજ્ઞાની તીક્ષ્ણતા કરતાં પ્રજ્ઞાની નિર્મળતાનું વધુ મહત્ત્વ છે. નિર્વિકલ્પની એટલે કે નિશ્ચયની વાતો કરતાં પહેલાં ઉપદેશક શ્રોતાના બોધને પરિપક્વ બનાવવા મહેનત કરવી જોઈએ. શ્રોતા અલ્પ ક્ષયોપશમવાળો હોય કે તીવ્ર બુદ્ધિસંપન્ન હોય, પરંતુ સૌ પ્રથમ તો તેને સંસારની નિ:સારતા સમજાવી, તેને આત્મિકશુદ્ધિ માટેનો વ્યવહારમાર્ગ જ દર્શાવવો જોઈએ. તે માટે જિનવાણી શ્રવણ, સુદેવ-સુગુરુની ઉપાસના, દાન-શીલ-તપ અને ભાવધર્મ વગેરે શ્રાવકજીવનના તથા ચરણસિત્તરી અને કરણસિત્તરારૂપ શ્રમણજીવનના અનેક પ્રકારના આચારો કે અનુષ્ઠાનો બતાવી, તેના દ્વારા વિષય-કષાયની આધીનતાથી મલિન બનેલા ચિત્તને કેવી રીતે શુદ્ધ બનાવવું તેનો માર્ગ બતાવવો જોઈએ. સમિતિ-ગુપ્તિના સેવનથી મન-વચન-કાયાને નિયંત્રિત બનાવવાની કળા શીખવાડવી જોઈએ. ટૂંકમાં પ્રારંભિક ભૂમિકામાં સાધકને ભગવાને બતાવેલી તપ-સંયમની ક્રિયાઓ દ્વારા ચિત્તને નિ:સ્પૃહ બનાવવાની કેળવણી આપવી જોઈએ. વ્યવહાર આધારિત આવો ઉપદેશ પામી, જ્યારે સાધક વ્યવહાર દ્વારા જે કક્ષાની નિર્મળતા સાધી શકાય તે કક્ષાની નિર્મળતા સાધી લે ત્યારે તે પરિપક્વ બન્યો કહેવાય. ત્યાર પછી તેને નિશ્ચયનય આધારિત નિર્વિકલ્પસમાધિનો ઉપદેશ આપવો જોઈએ. તે વખતે તેનો બોધ પરિપક્વ બન્યો હોવાને કારણે સાધક નિશ્ચયની વાતોનું યોગ્ય જોડાણ કરી શકશે અને તે દ્વારા નિશ્ચય નયથી સાધ્ય એવી વિશેષ શુદ્ધિ પણ પ્રાપ્ત કરી શકશે. તપ-સંયમાદિ દ્વારા તેણે એક પ્રકારની ચિત્તશુદ્ધિનો અનુભવ કર્યો હોવાથી નિશ્ચયની સંપૂર્ણ નિર્લેપતાની અને અસંગભાવની વાતો તેને વધુ ચિત્તશુદ્ધિના ઉપાય સ્વરૂપ જણાશે. પરિણામે તે તેમાં યત્ન કરી શકશે અને આત્મિક આનંદની અપૂર્વ અનુભૂતિ સુધી પહોંચી શકશે. આ રીતે વ્યવહારમાં નિષ્પન્ન થયેલા સાધકને નિશ્ચયની વાતો અત્યંત ઉપકારક બનતી હોવાથી તેને જ નિશ્ચયની વાતો કરવી જોઈએ, પરંતુ સર્વને નહિ. અહીં ચોક્કસ પ્રશ્ન ઊઠી શકે કે, અંતે પરમ સમતા કે મોક્ષરૂપ ફળ તો નિર્વિકલ્પ સમાધિથી જ મળવાનું છે, તો પછી આવી નિશ્ચયની -પરમધ્યાન અને પરમસમાધિની વાતો સૌને પ્રથમથી જ કેમ ન કરાય ? એનો જવાબ એ છે કે, નિશ્ચયનયની વાતો નિર્મળ બનેલી પ્રજ્ઞારૂપ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હોય છે. તે નિર્મળ પ્રજ્ઞા કે આંતરિક શુદ્ધિ તપ-સંયમરૂપ વ્યવહારના સેવનથી પ્રગટ થાય છે અને તે નિર્મળ તથા સૂક્ષ્મ બુદ્ધિ વિના શુદ્ધ For Personal & Private Use Only www jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? – ગાથા-૪૮ ૧૦૫ બ્રહ્મની કે શુદ્ધ નિશ્ચયની વાતો ક્યારે પણ સમજાતી નથી. આવી ભૂમિકા પ્રાપ્ત થયા પૂર્વે જો નિશ્ચયનય કે શુદ્ધબ્રહ્મની વાતો કરવામાં આવે તો સાધક તેના મર્મને સમજ્યા વિના જ ક્રિયામાર્ગની (વ્યવહારની) ઉપેક્ષા કરી આત્મકલ્યાણથી વંચિત રહી જાય, તેથી જ શાસ્ત્રકારોએ ભારપૂર્વક કહ્યું છે કે સૌને નિર્વિકલ્પની વાતો ન કરવી; પરંતુ સમ્યગુ ક્રિયા કરી, અમુક ભૂમિકા સુધી પહોંચેલા પરિપક્વ બોધવાળા સાધકને જ આ વાતો કરવી. પરમાર્થથી નિશ્ચયની વાતો સમજવાની પરિપક્વતા હોય ત્યારે જ નિર્વિકલ્પ ધ્યાન આદિની વાતો ઉપકારક બને છે, પરંતુ જે સાધકોએ શુભ અનુષ્ઠાનો દ્વારા અનાદિની વિષય-કષાયાદિની વૃત્તિઓને મોળી ન પાડી હોય, ક્ષમાદિ ગુણો પ્રાપ્ત ન કર્યા હોય અને તે દ્વારા ચિત્તશુદ્ધિ સાધી ન હોય, તે સાધકો કદાચ ધર્મમાં રત રહેતા હોય કે બુદ્ધિશાળી હોય, તોપણ નિશ્ચયના બોધ માટે તેઓ પક્વ ન કહેવાય. આવા સાધકો અર્ધવિજ્ઞ એટલે કે અધુરા જ્ઞાનવાળા જ છે. તેઓ માટે નિશ્ચયની વાતો ઉપકારક નહીં પણ નુકશાનકર્તા બને છે; કેમ કે, અધકચરાજ્ઞાનવાળા કહેવાતા બુદ્ધિજીવી સાધકો નિશ્ચયની વાતો સાંભળી ધ્યાનમાં લીન બનવા પ્રયત્નશીલ બને છે અને ક્રિયામાર્ગની ઉપેક્ષા કરે છે. જેના કારણે તેઓ તપ-સંયમ-દેવ-ગુરુભક્તિ આદિ શુભ અનુષ્ઠાનોના લાભથી પણ વંચિત રહે છે અને નિર્વિકલ્પદશા સુધી પહોંચી ન શકવાને કારણે તેના આનંદથી પણ વંચિત રહે છે. પરિણામે તેઓ મતો બ્ર: તતો બ્રણ (ન અહીંના - ન ત્યાંના) થાય છે, તેથી આવા જીવો ઉપર કરુણા કરીને ઉપદેશકે તેને મુખ્યરૂપે શુદ્ધ બ્રહ્મની કે નિશ્ચયનયની વાતો ન કરવી જોઈએ. ગ્રંથકારશ્રીએ “ગુરુતત્ત્વવિનિશ્ચય' નામના ગ્રંથમાં આ જ વાતનું સમર્થન કરતાં જણાવ્યું છે કે, “વ્યવહાર વિના પરમાર્થથી નિશ્ચય સિદ્ધ જ થતો નથી, કેમ કે વ્યવહાર વિનાનો નિશ્ચય એ અર્થ વગરનો શબ્દ માત્ર છેને આથી જેને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિરૂપ નિશ્ચય ઇષ્ટ હોય તેણે પણ શુદ્ધ ક્રિયારૂપ વ્યવહાર આદરવો જ પડે છે. તે સિવાયની શુદ્ધ સ્વરૂપની વાતો લાભ તો નથી જ કરતી પણ નુકશાન કરે છે. વળી, ‘કોરા નિયનયને માનનારા કેટલાક પરમાર્થથી નિશ્ચયને જાણી શકતા જ નથી. આથી તેઓ બાહ્ય વૈયાવચ્ચ આદિ ક્રિયાઓમાં આળસુ બનીને પોતાના ચરણ-કરણનો નાશ કરે છે અને શ્રોતાને પણ શુદ્ધ સ્વરૂપની સોહામણી વાતો કરીને ચરણકરણ પ્રત્યે ઉપેક્ષાવાળો બનાવીને, તેના ચરણ-કરણનો નાશ કરાવે છે. આ રીતે તેઓ પ્રારંભિક કક્ષામાં અતિ ઉપકારક બને તેવા કિયામાર્ગના નાશમાં પણ નિમિત્ત બને છે."3 1. ગુ-તત્ત્વવિનિશ્ચય શ્લોક - ૩૬ 2. એજન શ્લોક - ૩૮ 3. તુલના : गुह्याद् गुह्यतरं तत्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धीनां, ते ह्येतस्य विडम्बकाः ।।१९/१९१।। जनानामल्पबुद्धीनां, नैतत्तत्वं हितावहम् । निर्बलानां क्षुधा नां, भोजनं चक्रिणो यथा ।।१९/१९२।। ज्ञानांशदुर्विदग्धस्य, तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमन्त्रपाठस्य, फणिरत्नग्रहो यथा ।।१९/१९३ ।। व्यवहाराविनिष्णातो, यो जीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः सागरं स तितीर्षति ।।१९/१९४ ।। व्यवहारं विनिश्चित्य, ततः शुद्धनयाश्रितः । आत्मज्ञानरतो भूत्वा, परमं साम्यमाश्रयेत् ।।१९/१९५ ।। - અધ્યાત્મિસારે || For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વાસ્તવમાં વ્યવહાર અને નિશ્ચય બન્ને સમ્યગુ નયો છે. આ બન્ને નયોનું જો સમ્યગૂ પ્રકારે યોજના કરવામાં આવે તો સાધક સાધનાનો માર્ગ સમ્યગૂ રીતે સમજી શકે છે. પ્રારંભિક કક્ષામાં સાધકો માટે લક્ષ્યનો નિર્ણય તથા લક્ષ્યની શુદ્ધિ કરવા માટે નિશ્ચયનયને માન્ય શુદ્ધ આત્મતત્ત્વની કે શુદ્ધ બ્રહ્મની વાતો કરવી જરૂરી છે, તોપણ તે કક્ષામાં મુખ્યપણે વ્યવહારને અનુસરતો ક્રિયામાર્ગ જ ઉપકારક બને છે. વ્યવહારની સાધના દ્વારા જ્યારે સાધક પરિપક્વ બોધવાળો બને ત્યારે તેને શુદ્ધ બ્રહ્મ, નિ:સંગ અવસ્થા, નિર્વિકલ્પસમાધિ, પરમ સમતા, પરમ ઉપેક્ષાભાવ આદિ નિશ્ચયનયની વાતો મુખ્યરૂપે કરવી જોઈએ. તે વખતે ઉપદેશકે આ નિશ્ચયની વાતો દૃઢ કરવા ક્યારેક વ્યવહાર ગૌણ કરવો પડે. આ સાંભળીને પણ પક્વ બોધવાળો સાધક સમજી શકશે કે નિશ્ચયને પામવા વ્યવહાર જરૂર ઉપકારક છે, માત્ર ઉપરની ભૂમિકા પ્રાપ્ત કરવા નીચેની ભૂમિકાનો વ્યવહાર ત્યજવા યોગ્ય છે. જ્યારે અપરિપક્વ બોધવાળો અર્ધવિજ્ઞ સાધક તો આવી વાતોનું સમ્યમ્ યોજન કર્યા વિના વ્યવહારની ઉપેક્ષા કરવા લાગશે. સારરૂપે એટલું કહેવાય કે, ઉપદેશક શ્રોતાના બોધની પક્વતા, અપક્વતા વગેરેને લક્ષ્યમાં લઈને નિશ્ચયથી યુક્ત વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. આવો ઉપદેશ સાંભળીને જે શ્રોતા નિશ્ચયનું લક્ષ્ય બાંધી વ્યવહારમાં ઉદ્યમ કરે છે, તેનું ચોક્કસ કલ્યાણ થાય છે”. જેઓ વળી એવો ભ્રમ સેવે છે કે, “અમને આત્મજ્ઞાન લાધ્યું છે, તેથી અમને રાગદ્વેષ નડતા નથી અને તેથી ક્રિયાઓ છોડી માત્ર આત્માનું રટણ કરે છે. તેવા જીવો ઉપર કરુણા કરી ગ્રંથકારશ્રી સવાસો ગાથાના સ્તવનમાં કહે છે કે, નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્ય રહિત જે એહવાજી, તેહને કવણ આધાર સોભાગી જિન... ૫૮ ઢાળ પાંચમી - ગા. ૭ ૪૮ અવતરણિકા : અન્ય દર્શનકારોનું પણ એવું માનવું છે કે, અત્યંત પક્વ બોધવાળાને જ નિર્વિકલ્પસમાધિની વાત કરવી, અધુરાજ્ઞાનવાળાને નહીં. હવે ગ્રંથકારશ્રી તેમની આ માન્યતાને તેમના જ શબ્દોમાં જણાવે છેશ્લોક : आदौ शमदमप्रायैर्गुणैः शिष्यं प्रबोधयेत् । पष्टात् सर्वमिदं ब्रह्म, शुद्धस्त्वमिति बोधयेत् ||४९|| 4 છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ... ૫૪ નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર... પપ - ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન // For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-૪૯ ૧૦૭ શબ્દાર્થ : 9.માલી - યોગની પ્રારંભિક ભૂમિકામાં ૨. શિવં - શિષ્યને રૂ/૪. શમHપ્રાર્થ: : - શમ, દમ પ્રમુખ ગુણોથી ૬. પ્રવોથયેત્ -પ્રતિબોધ પમાડે (અને) ૬. પણIટૂ - પાછળથી (તેને) ૭/૮/૨. રૂટું સર્વ વ્રત - “આ બધું બ્રહ્મ છે' (અને) ૧૦/૧૧/૧૨. વં શુદ્ધ ત્તિ - “તું શુદ્ધ છે” એ પ્રકારનો 9રૂ. વધતુ - બોધ આપે. શ્લોકાર્થ : યોગની પ્રારંભિક ભૂમિકામાં શિષ્યને શમ, દમ પ્રમુખ ગુણો વડે પ્રતિબોધે અને પછીથી તેને આ બધું બ્રહ્મ છે” અને “તું શુદ્ધ છે' એવો બોધ આપે. ભાવાર્થ : વેદાન્તીઓનું પણ કહેવું છે કે, પ્રારંભિક કક્ષામાં તો સાધકને શમ, દમ, તિતિક્ષા આદિ ગુણોની પ્રાપ્તિ કરાવે તેવા અનુષ્ઠાનવિષયક ઉપદેશ આપવો જોઈએ, તેથી પ્રથમ તો શિષ્યને તપ, સંયમાદિ વિવિધ અનુષ્ઠાનોમાં જોડી તેના કષાયો શમે, ઇન્દ્રિયો જ્યાં-ત્યાં જતી અટકે, વિષયો તરફથી મન પાછું વળે તેમ કરવું જોઈએ. શમાદિ ગુણોની પ્રાપ્તિથી જ્યારે સાધકનું ચિત્ત નિર્મળ બને ત્યારે તેને તેની અનાદિની અવિદ્યા સર્વથા ટળે તેવો બોધ આપતાં જણાવવું કે આખું જગત બ્રહ્મ સ્વરૂપ છે અને તે પણ શુદ્ધબ્રહ્મ છે. આવું જણાવી તેને જાગૃત કરવો જોઈએ. વિશેષાર્થ : એક બ્રહ્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી.' એકાંતે આવું માનનારા બ્રહ્માદ્વૈતવાદી પણ કહે છે કે, ધર્માભિમુખ બનેલા શ્રોતાને સૌ પ્રથમ તો કષાયોનું શમન થાય, ઇન્દ્રિયોનું દમન થાય, તે પ્રકારના અનુષ્ઠાનવિષયક ઉપદેશ આપવો જોઈએ. આથી જ વેદાન્તીઓના પ્રારંભિક ગ્રંથ વેદાન્તસારમાં જણાવ્યું છે કે, જે સાધક શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા: આ સમાદિષટકથી યુક્ત હોય તેને જ શુદ્ધબ્રહ્મવિષયક વેદાન્તનો અભ્યાસ કરાવવો.' આ કથન ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે, બ્રહ્માદ્વૈતવાદી પણ મુમુક્ષુને સૌ પ્રથમ તો એવો ઉપદેશ આપે 1. अधिकारी तु विधिवदधीतवेदवेदाङ्गत्वेनापाततोऽधिगताखिलवेदार्थोऽस्मिन् जन्मनि जन्मान्तरे वा काम्यनिषिद्धवर्जनपुरस्सरं नित्यनैमित्तिकप्रायश्चित्तोपासनानुष्ठानेन निर्गतनिखिलकल्मषतया नितान्तनि-र्मलस्वान्तः साधनचतुष्टयसम्पन्नः प्रमाता । xxx साधनानि नित्यानित्यवस्तु विवेकेहामुत्रार्थफलभोगविरागशमादिषट्कसम्पत्तिमुमुक्षुत्वानि । xxx शमादयस्तु शमदमोपरतितितिक्षासमाधानश्रद्धाख्याः । शमस्तावच्छ्रवणादिव्यतिरिक्तविषयेभ्यो मनसो निग्रहः । दमो बाह्येन्द्रियाणां तव्ययतिरिक्तविषयेभ्यो निवर्तनम् । निवर्तितानामेतेषां तद्व्यतिरिक्तविषयेभ्य उपरमणुपरतिरथवा विहितानां कर्मणां विधिना परित्यागः । तितिक्षा-शीतोष्णादिद्वन्द्वसहिष्णुता । निगृहीतस्य मनसः श्रवणादौ तदनुगुणविषये च समाधिः समाधानम् । गुरूपदिष्टवेदान्तवाक्येषु विश्वासः श्रद्धा । मुमुक्षुत्वं मोक्षेच्छा । एवंभूतः प्रमाता अधिकारी 'शान्तो दान्तः' इत्यादिश्रुतेः उक्तं च 'प्रशान्तिचित्ताय जितेन्द्रियाय च प्रहीणदोषाय यथोक्तकारिणे । गुणान्वितायानुगताय सर्वदा प्रदेयमेतत्सततं मुमुक्षव ।। इति विषयो जीवब्रह्मक्यं शुद्धचैतन्यं प्रमेयं तत्रेव वेदान्तानां तात्पर्यात् । - વેકાન્તસારે || For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર છે કે, તપ-સંયમમાં એ પ્રકારે યત્ન કરવો જોઈએ કે જેથી કષાયો શાંત થાય, ઇન્દ્રિયોની ચંચળતા અટકે, બાહ્યભાવોમાં ચિત્ત આકર્ષાઈ ન જાય, સહનશીલતા વધે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય અને ગુરુ તથા વેદમાં દઢ વિશ્વાસ પેદા થાય. આ રીતે મન-વચન-કાયાને સંયમિત બનાવી શિષ્ય ચિત્તની શુદ્ધિ કેળવે, ત્યારપછી જ વેદાન્તી ગુરુ તેને “આ સર્વ બ્રહ્મસ્વરૂપ જ છે” – એવો અદ્વૈત બ્રહ્મનો બોધ આપે છે. સર્વમિદં ત્રા' - આ જગત આખું બ્રહ્મસ્વરૂપ જ છે,” આ વાસ્તવિક્તા હોવા છતાં, અનાદિકાળથી પ્રવર્તતી અવિદ્યાના કારણે, પ્રારંભમાં શિષ્યને આ વાત સમજાતી નથી. બ્રહ્મ અદ્વૈતવાદી માને છે કે, અવિદ્યા કે અજ્ઞાન બે પ્રકારનું હોય છે : મૂલાજ્ઞાન અને તલાજ્ઞાન. આત્માને પોતાના મૂળસ્વરૂપનું ભાન ન હોવું તે મૂલાજ્ઞાન (મૂળનું કે મૂળભૂત અજ્ઞાન)છે અને કોઈક સમાન ધર્મના કારણે શક્તિમાં (દરિયાકિનારે દેખાતા ચળકતાં છીપલામાં) રજતનો ભ્રમ થવો એટલે કે આ ચાંદી છે એવો ભ્રમ થવો તે તુલા જ્ઞાન છે. તેમાં જેવી વસ્તુ પ્રત્યક્ષ દેખાય કે કોઈ જ્ઞાન કરાવે તો તુલાજ્ઞાન (રૂ જેવું હલું, અજ્ઞાન) સરળતાથી નાશ પામી જાય છે. પરંતુ શરીર એ જ હું છું; એવો આત્મસ્વરૂપ સંબંધી ભ્રમ કે અજ્ઞાન એટલી સરળતાથી નાશ પામતું નથી. આ મૂલાજ્ઞાનનો નાશ કરવા તપ-સંયમ આદિ અનુષ્ઠાનો અત્યંત જરૂરી છે. આ અનુષ્ઠાનો કરતાં કરતાં જ્યારે અનાદિની વિષય વાસના નાશ પામે છે, ત્યારે જીવ આત્મા સંબંધી કાંઈક વિચારણા કરવા સક્ષમ બને છે. ત્યારપછી તેને જણાવવામાં આવે કે આ જગત આખું બ્રહ્મ સ્વરૂપ છે અને તે પણ શુદ્ધબ્રહ્મ છે, તો તે ક્રમશઃ શુદ્ધબ્રહ્મમાં લય પામે છે અને માયાથી ઉત્પન્ન થયેલું આ જગત તેના માટે વિલય પામી જાય છે, તેથી તેઓનું પણ માનવું છે કે, પરિપક્વ બોધવાળાને જ અદ્વૈત બ્રહ્મની વાતો કરવી જોઈએ. બ્રહ્માદ્વૈતવાદીનો આ શ્લોક ગ્રંથકારની માન્યતાને અત્યંત પુષ્ટ કરે છે. ll૪૯ો. અવતરણિકા : સાધકને શમ-દમ વગેરે ગુણોને પ્રગટ કરવાનો સાધનાનો માર્ગ બતાવ્યા વિના જ જેઓ શુદ્ધબ્રહ્મની વાતો કરે છે, તેઓ સાધકનું કેવું અહિત કરે છે, તે અંગે અન્ય દર્શનીઓએ કરેલી વાતને આ ગ્લેંક દ્વારા રજુ કરે છેશ્લોક : अज्ञस्योर्धप्रबद्धस्य सर्वं ब्रह्मेति यो वदेत । महानरकजालेषु स तेन विनियोजितः ॥५०॥ શબ્દાર્થ : 9. હાઈપ્રવૃદ્ધી - અર્ધપ્રબુદ્ધ એવા ૨. યજ્ઞસ્ય - અજ્ઞને રૂ/૪. સર્વ વ્ર તિ - “આ બધું બ્રહ્મ છે' એ પ્રમાણે ૧/૬. યઃ વવેત્ - જે કહે છે. તેન - તેના વડે = તે (ઉપદેશક) વડે ૮. : - તે (શ્રોતા) 3.. મદનરવનાપુ - મહાનરકની જાળમાં ૧૦. વિનિયોનિત: - ફસાવાય છે. શ્લોકાર્થ : બ્રહ્મના-આત્માના સ્વરૂપને હજુ જેણે પૂરેપૂરું જાણ્યું નથી તે અર્ધપ્રબુદ્ધ એવા અજ્ઞાનીને જે ઉપદેશક એમ કહે કે “આ સર્વ બ્રહ્મ છે” તે ઉપદેશક વડે તે અજ્ઞાની જીવ મહાનરકની જાળમાં ફસાવાય છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-૫૦ ભાવાર્થ : બ્રહ્મ-આત્માના સ્વરૂપનો યથાર્થ બોધ જેને પુરેપુરો થયો હોય અને એના કારણે જે યોગી નિર્વિકલ્પસમાધિની વાતોના તાત્પર્યને પામી શકે તેવી પક્વતાવાળો હોય તે યોગી પ્રબુદ્ધ કહેવાય છે અને આત્મકલ્યાણને અભિમુખ બનેલ હોવા છતાં બ્રહ્મના-આત્માના સ્વરૂપને હજુ જેણે યથાર્થ રૂપે પૂરેપૂરું જાણ્યું નથી, તેથી જેનામાં હજી નિર્વિકલ્પ સમાધિની વાતોને યથાર્થ રૂપે જાણવાની પક્વતા આવી ન હોય તે અર્ધપ્રબુદ્ધ કહેવાય છે. અપેક્ષાએ આવા જીવો પણ અજ્ઞાની જ છે'. તેમનામાં જ્ઞાનનો અભાવ નથી, પરંતુ જ્ઞાનની અલ્પતા અને અપરિપક્વતા છે. આવા જીવોને નિર્વિકલ્પસમાધિની વાત કરવાથી તેમની ભ્રાંતિમાં ઉમેરો થાય છે, જેના પરિણામે તેમનું મિથ્યાત્વ અને અન્ય કષાયો દૃઢ થાય છે, તેથી અન્ય દર્શનકારો તો ત્યાં સુધી કહે છે કે, બુદ્ધિની પરિપક્વતા આવ્યા પહેલાં જે ઉપદેશક શિષ્યને શુદ્ધબ્રહ્મની કે નિર્વિકલ્પસમાધિની વાતો કરે છે તે ઉપદેશક શિષ્યને મહાનરકની જાળમાં ધકેલી દે છે એટલે કે તેના ભ્રમ અને કષાયો આદિનું પોષણ કરવા દ્વારા તેના સંસારની વૃદ્ધિનું કારણ બને છે. વિશેષાર્થ : ભૌતિક ક્ષેત્રમાં બુદ્ધિજીવી વર્ગને પ્રબુદ્ધ કહેવાય છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રનાં લેખાં-જોખાં અલગ હોય છે. અહીં બુદ્ધિની સૂક્ષ્મતા કરતાં નિર્મળતાનું (intelligence કરતાં wisdomનું) વધારે મહત્ત્વ હોય છે, તેથી સાધનાક્ષેત્રમાં તો શમ, દમ આદિગુણોને પ્રગટાવનાર ક્રિયા માર્ગને આદરી શુદ્ઘબ્રહ્મને યથાર્થરૂપે સમજવા જેટલી મનની નિર્મળતા જેણે પ્રાપ્ત કરી હોય તે જ પ્રબુદ્ધ કહેવાય છે. ૧૦૯ આ સિવાય કેટલાક એવા પણ સાધકો હોય છે કે, જેઓને આત્મવિષયક શ્રદ્ધા હોય, જેઓ આત્મહિત સાધવા સત્શાસ્ત્રોનું શ્રવણ કરતા હોય, તે માટે જ તપાદિ અનુષ્ઠાનો પણ આચરતા હોય; આમ છતાં તેમનામાં એવો ક્ષયોપશમ ન પ્રગટ્યો હોય કે જેના દ્વારા તે ‘સર્વમિવું બ્રહ્મ' આ આખું જગત બ્રહ્મસ્વરૂપ છે વગેરે શુદ્ધ અદ્વૈતબ્રહ્મની વાતોને વાસ્તવિક અર્થમાં સમજી શકે કે તદનુસા૨ યથોચિત અંતરંગ પરિણતિને કેળવી શકે, તેવા જીવો અર્ધપ્રબુદ્ધ કહેવાય છે, તેઓનું ચિત્ત પણ પૌદ્ગલિક સુખની અસારતાને સમજી આત્મિક સુખ ઝંખે છે, માટે તેઓ સાવ અબુધ છે તેવું નથી આમ છતાં પૌલિકપદાર્થોથી સર્વથા ૫૨ રહિ શકે છે તેવી તેમની પ્રજ્ઞા નિર્મળ ન હોવાના કારણે તેઓ પુરા પ્રબુદ્ધ છે તેવું પણ નથી માટે તે અર્ધ પ્રબુદ્ધ કહેવાય છે. ટૂંકમાં, આત્મસાધનાના ક્ષેત્રમાં જે આત્મતત્ત્વને સ્પષ્ટ સમજી શકતો નથી તે અન્ન છે. જેનામાં આત્મતત્ત્વને સમજવાની ક્ષમતા ખીલી ગઈ છે તે પ્રબુદ્ધ છે અને જેનામાં આત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસા હોવા છતાં તે માટેની પૂર્ણ ક્ષમતા ખીલી નથી તે અર્ધપ્રબુદ્ધ છે. આવા અર્ધપ્રબુદ્ધ અજ્ઞાની જીવો આગળ શુદ્ધબ્રહ્મનું નિરૂપણ કરવું તે તેઓને મહાનરકની જાળમાં ધકેલવા જેવું છે, તેમ વેદાન્તીઓ કહે છે. 1. અહીં ર્ધપ્રવુદ્ધસ્ય એ ઞજ્ઞસ્ય નું સ્વરૂપદર્શક વિશેષણ છે એવું લાગે છે. છતાં જો ‘અજ્ઞ' એટલે ‘આત્મતત્ત્વને સ્પષ્ટરૂપે ન જાણનારો છદ્મસ્થ જીવ' એવો અર્થ કરીએ તો ‘અર્ધપ્રબુદ્ધ’ એ ‘અજ્ઞ’નું વ્યાવર્તક વિશેષણ પણ બની શકે. તેથી ‘અર્ધપ્રબુદ્ધ અજ્ઞ’ એટલે ‘આત્મતત્ત્વને જાણવાની પૂરેપૂરી ક્ષમતા નથી ખીલી તેવો છદ્મસ્થ જીવ' એવો અર્થ પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વાસ્તવમાં અધુરા જ્ઞાનવાળા શિષ્યમાં અનુભવજ્ઞાનની વાતોને પચાવવાની ક્ષમતા હોતી નથી. તેથી જો તેને “સર્વમવું ત્રદા' નો ઉપદેશ આપી એમ જણાવવામાં આવે કે, સર્વ પદાર્થ બ્રહ્મસ્વરૂપ છે, દરેક બ્રહ્મના જ અંશો છે, બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ જ નથી. તો તે અપક્વ બુદ્ધિવાળો સાધક બિચારો ભ્રમમાં પડી જશે, મુંઝાઈ જશે. તેને થશે કે જો સર્વ બ્રહ્મસ્વરૂપ જ છે તો આ ખાવું અને આ ન ખાવું તેવો ભેદ શા માટે ? આ કર્તવ્ય અને આ અકર્તવ્ય એવું પણ શા માટે ? તેને તો એવું લાગશે કે જડની કોઈ પ્રવૃત્તિથી જો આત્માને કોઈ ફરક જ પડતો ન હોય તો આ વ્રતાદિનું પાલન પણ શા માટે ? આ પ્રકારની મુંઝવણને કારણે ચિત્તની શુદ્ધિ માટે અત્યંત ઉપયોગી બનનારા વ્રત-નિયમોને તે છોડી દેશે અને પોતાની ભૂમિકાને યોગ્ય ઔચિત્યનું પાલન કરી, પોતાના રાગાદિ ભાવોને નાશ કરવાનું કે કષાયોને શાંત કરવાનું કાર્ય પણ તે નહિ કરી શકે. ઉપરથી તે તો એવું માનશે કે, ચેતન અને જડ બધું જ બ્રહ્મસ્વરૂપ જ હોય તો દરેક સ્થળે, દરેક વિષયમાં, દરેક વસ્તુને સરખી જ માનવી જોઈએ. પછી તે મા હોય કે બહેન હોય, વિષ હોય કે અમૃત હોય, હિંસા હોય કે અહિંસા હોય, ભોગ હોય કે યોગ હોય. ક્યાંય હેય કે ઉપાદેયનો વિભાગ જ ન કરવો જે વખતે મનમાં જે પણ લાગણી જન્મે તેનો અમલ કરવો. આવા ભ્રમના કારણે તે પોતાને ક્યાં રાગાદિ થાય છે, તેનો વિચાર સુદ્ધાં નહિ કરે અને તેના નાશ માટેની પ્રવૃત્તિ પણ નહિ કરે. બલ્ક ‘સર્વમવું વા'ના નામે રાગાદિ ભાવોનું અને મિથ્યાત્વ આદિ દોષોનું પોષણ કરી તે પહેલાં તો મહાનકરની જાળમાં પડશે અને પરિણામે પોતાની ભવપરંપરા વધારશે. વિવેકી ઉપદેશકે આદ્ય ભૂમિકામાં સાધકને શમ, દમ, તિતિક્ષા આદિ ગુણો પ્રાપ્ત કરાવે તેવાં તપાદિ અનુષ્ઠાનોનો જ ઉપદેશ આપવો જોઈએ. શિષ્ય જ્યારે આ અનુષ્ઠાનોનું સેવન કરી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરીને પુરેપુરો પ્રબુદ્ધ બને તે પછી જ તેને શુદ્ધ બ્રહ્મ કે “સર્વમિદં બ્રહ્મ'નો ઉપદેશ આપવો. આમ કરવાથી જ તે તેના પરમાર્થ સુધી પહોંચી શકશે અને તેનું યથાર્થ યોજન કરી પોતાના શુદ્ધ બ્રહ્મ તત્ત્વને પ્રગટ પણ કરી શકશે. Ivoll. અવતરણિકા : અજ્ઞજીવોને શુદ્ધ બ્રહ્મનો ઉપદેશ આપવો, તે તેમને નરકમાં ફસાવવા જેવું છે, તે જણાવ્યા પછી હવે શિષ્યને આવી નરકની જાળથી બચાવવા શું કરવું જોઈએ તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : तेनादौ शोधयेच्चित्तं सद्विकल्पैतादिभिः । यत्कामादिविकाराणां, प्रतिसङ्ख्याननाश्यता ॥५१|| શબ્દાર્થ : 9. તેન - તે કારણથી ૨. માહી - યોગની પ્રારંભિક દશામાં રૂ. સદ્વિજત્વે: વ્રતમ: - સર્વિકલ્પોરૂપ વ્રતાદિ વડે ૪. વિત્ત - ચિત્તને છે. શોધયેત્ - શુદ્ધ કરવું જોઈએ . ય - કારણ કે ૭. શામવિવિવારni - કામાદિવિકારો ૮. પ્રતિસાનનાશ્યતા - પ્રતિસંખ્યાન = પ્રતિપક્ષબુદ્ધિ દ્વારા નાશ પામે તેવા છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-પ૧ ૧૧૧ શ્લોકાર્થ : આગળના શ્લોકોમાં જણાવ્યા મુજબ “જે ઉપદેશક પ્રારંભિક ભૂમિકાવાળા શિષ્યને (અપક્વ ભૂમિકાવાળાને) અતબ્રહ્મનો ઉપદેશ આપે છે, તે શિષ્યને મહાનરકની જાળમાં ફસાવે છે' તે કારણથી યોગની પ્રારંભિક દશામાં સર્વિકલ્પોરૂપ વ્રતાદિ દ્વારા ચિત્તને શુદ્ધ કરવું જોઈએ, કારણ કે, કામાદિવિકારો પ્રતિસંખ્યાન દ્વારા છે પ્રતિપક્ષભાવના દ્વારા નાશ પામે તેવા છે. ભાવાર્થ : તપાદિ અનુષ્ઠાનોનું સેવન કરી શિષ્ય શમ-દમ આદિ ગુણોથી સંપન્ન બને તે પહેલાં અપરિપક્વ દશામાં જ જો તેને ‘સર્વમવં બ્રહ્મ' વગેરે ઉપદેશ આપવામાં આવે તો તેનો ભ્રમ પણ પોષાય છે અને તેના કષાયો પણ વૃદ્ધિ પામે છે, આમ કરવાથી તેનું સંસાર પરિભ્રમણ વધી જાય છે, તેથી દરેક ઉપદેશક શિષ્યની હિતચિંતા કરી વિવેકપૂર્વક તેને પ્રથમ તો કામાદિના વિકલ્પો શાંત થાય તે માટે તપાદિના સવિકલ્પો બતાવવા જોઈએ. કેમ કે, કામાદિના વિકારની શુદ્ધિ પ્રતિપક્ષ ભાવના દ્વારા જ થાય છે. આમ કરતાં જ્યારે શિષ્યનું ચિત્ત શુદ્ધ બને ત્યારે જ તેને નિર્વિકલ્પદશાની વાતો કરવી જોઈએ. વિશેષાર્થ : પૂર્વે શ્લોક-૪૯ અને ૫૦માં જણાવ્યા પ્રમાણે “અધુરા જ્ઞાનવાળા શ્રોતાને નિર્વિકલ્પસમાધિ સાધક શુદ્ધબ્રહ્મની વાતો કરવામાં આવે તો તે “શુદ્ધબ્રહ્મ' એવો શબ્દ માત્ર સાંભળી કે બોલી શકે, પરંતુ શુદ્ધબ્રહ્મને જાણવું કે તેનો અનુભવ કરવો તેના માટે અશક્ય પ્રાય: બને. શુદ્ધબ્રહ્મને જાણવાની શક્તિ તો અમુક પ્રકારના કષાયો શમે, ઇન્દ્રિયોના આવેગો ટળે અને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય પછી જ પ્રાપ્ત થાય છે. આવી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થયા પૂર્વે જો સાધકને નિશ્ચયનો ઉપદેશ આપવામાં આવે તો ક્યારેક તેના વિપરીત પરિણામથી તેનું ભવભ્રમણ વધી પણ શકે. તેથી ઉપદેશકે સૌ પ્રથમ તો સર્વિકલ્પોવાળાં વ્રતોનો જ ઉપદેશ આપવો જોઈએ અને તે દ્વારા શિષ્યમાં નિર્વિકલ્પસમાધિની વાતો સમજી શકે તેવી ક્ષમતા પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ. નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવું તો અતિ કપરું છે જ, પરંતુ તે અવસ્થાને સમજવી પણ સહેલી નથી. તેને સમજવા માટે પણ ચિત્તને કામાદિ વિકારોથી મુક્ત કરવું પડે છે. અનાદિકાળથી ચિત્તમાં વર્તતા કામ આદિના વિકારોના કારણે જ જીવ ઇષ્ટને મેળવવાના અને અનિષ્ટથી છૂટવાના સંકલ્પો અને વિકલ્પો કરતો આવ્યો છે, આવા વિકલ્પોથી ચિત્ત વધુ મલિન બનતું જાય છે, તેથી ચિત્તની શુદ્ધિ કરવી હોય તો વિકલ્પોને અટકાવવા પડે, પરંતુ પ્રાય: કરીને કોઈની એવી તાકાત હોતી નથી કે વિકલ્પોથી ભરેલા ચિત્તને એકદમ જ વિકલ્પ વગરનું બનાવી શકે, તેથી શાસ્ત્રકારોએ એક સચોટ અને સરળ ઉપાય બતાવ્યો છે, અસવિકલ્પોથી મુક્ત થવા પહેલાં તે વિકલ્પોને સર્વિકલ્પોમાં ફેરવી દેવાનો. For Personal & Private Use Only www ainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ચિત્તને કામાદિના અસવિકલ્પોથી મુક્ત કરવું હોય તો તપ-સંયમ કે વ્રતાદિના સવિકલ્પોનું સેવન અતિ જરૂરી છે. કેમ કે, ચિત્તને મલિન કરનારા કામાદિના વિકલ્પો પ્રતિસંખ્યાનથી નાશ પામે છે. પ્રતિસંખ્યાન એટલે વિરોધી બુદ્ધિ, પ્રતિપક્ષી ભાવના કે પ્રતિપક્ષ બુદ્ધિ. જેમ કે, ધનનો સંચય કરવાની વૃત્તિની સામે દાન આપવાની ભાવના, ભોગ ભોગવવાની ઇચ્છાઓની સામે શીલ પાળવાની બુદ્ધિ, કે કોઈપણ પ્રકારે ધન, ભોગ, આહાર આદિ પ્રત્યે ધૃણા અને તિરસ્કાર ઉત્પન્ન કરે તેવી બુદ્ધિ તે પ્રતિપક્ષ બુદ્ધિ છે. પ્રતિપક્ષ ભાવના સહજતાથી ઉત્પન્ન થતી નથી; પરંતુ જ્યારે નિમિત્તોનો ત્યાગ કરી મનને સામાન્યથી પણ તે કામાદિના વિકલ્પોથી મુક્ત કરાય અને તે પછી હૃદયને સ્પર્શે એ રીતે શાસ્ત્રવચનની વિચારણાઓ કરાય તો તેમાંથી પ્રતિપક્ષ ભાવના ઉત્પન્ન પણ થાય છે અને દઢ પણ થાય છે. તે પ્રતિપક્ષ ભાવનાથી જ અનાદિકાળથી આત્મામાં ખળભળાટ કરનારા કામાદિના અસવિકલ્પો શમી જાય છે. બુદ્ધિપૂર્વક સંજ્ઞાઓના નાશનું લક્ષ્ય બાંધીને જ્યારે ચિત્તના શુભ ઉપયોગથી, ઉપવાસ આદિ કરવાના વિકલ્પો કરાય છે ત્યારે તે ઉપવાસ વગેરે કરવાથી સતત પ્રવર્તતી ખાવા, પીવાની ઇચ્છાઓ ઉપર અંકુશ મુકાય છે. શાસ્ત્રશ્રવણ કે સ્વાધ્યાયાદિના વિકલ્પોથી પાંચ ઇન્દ્રિયોના વિષય તરફ દોડતું મને ત્યાંથી પાછું વળે છે અને આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. સંયમના અનુષ્ઠાનના સેવનથી હરવા-ફરવા જેવી નિરર્થક પ્રવૃત્તિના વિકલ્પો શાંત થઈ જાય છે. ઈશ્વરપ્રણિધાનથી કામવાસનાઓ અલોપ થઈ જાય છે. ગુરુ ચરણે જીવન સમર્પિત કરવાના સંકલ્પમાત્રથી સ્વચ્છન્દવૃત્તિથી આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિઓ કરવાના વિકલ્પો નાશ પામી જાય છે. આ રીતે સાધક જ્યારે સવિકલ્પરૂપ વ્રતાદિમાં જોડાય છે, ત્યારે અસદ્ વિકલ્પોની વણથંભી વણઝાર અટકવાની સાથે જ વિષયોની આસક્તિ, કામાદિ વાસનાઓનો આવેગ કે કષાયોની કનડગત શાંત પડવા લાગે છે. જેના કારણે ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધ થતાં શુદ્ધબ્રહ્મની વાતો સમજવા માટેની ભૂમિકા તૈયાર થાય છે. યોગ્ય ભૂમિકા પ્રાપ્ત થયા પછી બ્રહ્મની વાતો સમજવા માટેનો યોગીઓનો સમ્યગ્ પ્રયાસ સફળ થઈ શકે છે. જેમ જેમ તે પ્રયત્ન ગાઢ બને છે તેમ તેમ નિર્વિકલ્પ બ્રહ્મની વાતોનું તાત્પર્ય પામી શકાય છે. પલા/ 1. અન્ય દર્શનકારે આ શ્લોકમાં વ્રતાદિને જ સવિકલ્પો સ્વરૂપે વર્ણવ્યા છે. જ્યારે વ્યવહારમાં સવિકલ્પો એ આહારત્યાગ આદિના શુભ વિચારસ્વરૂપ મનાય છે અને આહારત્યાગ આદિની પ્રવૃત્તિ સ્વયં વ્રતાદિસ્વરૂપ મનાય છે. આમ છતાં અપેક્ષાએ આહારાદિની ઇચ્છાને તોડવાનો શુભ સંકલ્પ તેવા પ્રકારની તપ આદિની પ્રવૃત્તિઓ વગર સફળ થતો નથી અને વ્રતાદિની પ્રવૃત્તિઓ પણ આહારસંજ્ઞાને તોડવાની ઇચ્છા હોય તો કર્મની નિર્જરા કરાવવામાં સફળ થાય છે, તેથી જ આ શ્લોકના કર્તાએ સવિકલ્પોને જ વ્રતાદિ સ્વરૂપ કહ્યા છે એવું લાગે છે. વળી આ વ્રતાદિ જ અપેક્ષાએ પ્રતિપક્ષબુદ્ધિસ્વરૂપ છે. એટલે કે પ્રતિપક્ષબુદ્ધિ અને વ્રતાદિનું સેવન બે જુદાં નથી. પ્રતિપક્ષબુદ્ધિપૂર્વક કરાતા વ્રતાદિ અનુષ્ઠાનો જ સવિકલ્પો છે કે જે કામાદિના અસર્વિકલ્પોનો નાશ કરે છે. 2. પ્રતિસાન = પ્રતિ + સંધ્યાન તેમાં પ્રતિ એટલે ઊલટી, વિપરીત કે પ્રતિપક્ષી તથા સંધ્યાન એટલે સમ્યગુ બુદ્ધિ. તેથી પ્રતિસધ્યાન એટલે સાંસારિક ભાવોની પુષ્ટિ કરે તેવી અનુચિત બુદ્ધિથી વિપરીત એવી સમ્યક્ પ્રકારની બુદ્ધિ. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ – ગાથા-પર ૧૧૩ માયાથી માયાનો નાશ ગાથા પર-પ૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮ અવતરણિકા : કામાદિના વિકલ્પોને શમાવવા તપ-સંયમાદિ સર્વિકલ્પો કરવા પડે છે. આ વાત પૂર્વશ્લોકમાં જણાવી. ત્યાં શંકા થાય કે, આવા વિકલ્પો કરતાં શુદ્ધ બ્રહ્મનું ધ્યાન વધુ ઉપયોગી નથી ? તેનું સમાધાન આપતાં ગ્રંથકારશ્રી અન્યદર્શનની માન્યતા તરફ પણ નિર્દેશ કરે છેશ્લોક : विकल्परूपा मायेयं, विकल्पेनैव नाश्यते । अवस्थान्तरभेदेन तथा चौक्तं परैरपि ॥५२|| શબ્દાર્થ : 9. અવસ્થાન્તરમેન - અવસ્થાન્તર વિશેષ હોવાને કારણે ૨/૩/૪, વિહત્વરૂપ યં માથા - વિકલ્પરૂપ આ માયા છે. વિન્ધર્નવ - વિકલ્પથી જ ૬. નાગ્યરે - નાશ પામે છે ૭/૮//૧૦, તથા પરરપ ઉક્ત - અને તે પ્રમાણે અન્ય દર્શનકારો દ્વારા પણ કહેવાયું છે. શ્લોકાર્થ : અવસ્થાન્તરવિશેષ હોવાથી વિકલ્પરૂપ આ માયા વિકલ્પ દ્વારા જ નાશ પામે છે. તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. ' ભાવાર્થ : | વિકલ્પ વગરની આત્માની અવસ્થા એટલે નિર્વિકલ્પ અવસ્થા. તે અવસ્થાની અવાજોર (અન્ય) અવસ્થા એટલે સવિકલ્પ અવસ્થા, જેને અવસ્થાન્તર કહેવાય છે. આ અવસ્થાન્તર પણ બે પ્રકારની હોય છે. અસર્વિકલ્પોવાળી અને સવિકલ્પોવાળી. તેમાં અસર્વિકલ્પોવાળી સર્વ સામાન્ય અવસ્થા કરતાં સવિકલ્પોવાળી અવસ્થા જુદી અને વિશેષ છે, તેથી તેને અવસ્થાન્તરભેદ કહેવાય છે. આ અવસ્થામાં આત્મહિત કરવાના અનેક વિકલ્પો પ્રવર્તે છે, પણ તે અસર્વિકલ્પોની જેમ નવા વિકલ્પો ઊભા કરતા નથી અને પ્રયત્નપૂર્વક ઉત્પન્ન કરેલા તે સર્વિકલ્પો નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થતા આત્મહિત સાધીને સ્વયં નષ્ટ થઈ જાય છે. તે પ્રમાણે અન્ય દર્શનકારો પણ કહે છે. વિશેષાર્થ : સાંખ્યદર્શનની એવી માન્યતા છે કે, “પુરુષ સ્વયં શુદ્ધ હોવા છતાં પ્રકૃતિના સંપર્કથી તેનામાં અવિદ્યા પ્રગટે છે, તેના કારણે તે એવું માનવા લાગે છે કે, “હું શરીરાદિ સ્વરૂપ છું” અને પછી શરીરાદિને પોષવા વિવિધ પ્રવૃત્તિઓ અને વિકલ્પો કર્યા કરે છે. શરીર મારું છે એમ માન્યા પછી તે શરીરને સારું રાખવું જોઈએ, તેને For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સુંદર અન્નાદિથી પુષ્ટ કરવું જોઈએ, વસ્ત્રાલંકા૨થી સજાવવું જોઈએ, ધનથી બધું જ સુખ મળવાનું છે માટે તેની વૃદ્ધિ કરવી જોઈએ, પ્રેમ, લાગણી, રાગ જેવા ભાવોમાં મઝા છે માટે તેને ટકાવવા અને વધા૨વા જોઈએ વગેરે વિકલ્પો કર્યા કરે છે. આવા સર્વ વિકલ્પો માયારૂપ છે, પણ વાસ્તવિક નથી.' યોગ્ય આત્માને જ્યારે કોઈ સદ્બોધ કરાવનાર સદ્ગુરુ આદિનો ભેટો થાય છે, ત્યારે તેને સમજાય છે કે, ‘હું આત્મા છું, શરીર આદિ જડ છે, જડ એવા શરી૨માં મારાપણાની બુદ્ધિ અજ્ઞાનના કારણે જ થાય છે. આ અજ્ઞાનના કા૨ણે જ વિકલ્પોસ્વરૂપ આ સંસાર અડીખમ ઊભો છે, તે જ મારા દુઃખનું કારણ છે, આ સંસારનો નાશ કર્યા વિના સુખમય બ્રહ્મની પ્રાપ્તિ શક્ય નથી.' આવી સમજણ પ્રાપ્ત થતાં તેને આ અવિદ્યારૂપ સંસારનો ઉચ્છેદ ક૨વાની અને સંસા૨વર્ધક વિકલ્પોને નાશ કરવાની ઇચ્છા થાય છે; પરંતુ અનાદિકાળથી પ્રવર્તતા આ વિકલ્પોને અટકાવવા કે તેનો નાશ કરવો એટલો સહેલો નથી. આ વિકલ્પોનો નાશ કરવા સવિકલ્પોરૂપ શસ્ત્રો સજ્જ ક૨વા પડે છે, તેના દ્વારા કુવિકલ્પોના વારંવાર આવતા બાણો ઉપર પ્રહાર કરવો પડે છે, તો જ અનાદિકાળના આ કુવિકલ્પો અટકી શકે છે. વેદને માનનારા અન્ય દર્શનકારોનું પણ માનવું છે કે, વિકલ્પરૂપ આ માયા વિકલ્પથી જ નાશ પામે છે, કેમકે તે એક વિશેષ પ્રકારની અન્ય અવસ્થા છે. આ શ્લોકમાં જે અવસ્થાન્તરમેવ શબ્દ છે, તેમાં ‘અવસ્થા એટલે નિશ્ચયથી વાસિત આત્માની વિકલ્પ વગરની પરિણિત અર્થાત્ યોગમાર્ગની એક ઉચ્ચ ભૂમિકા કે જેમાં સાધક પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે. તે સિવાયની વિકલ્પવાળી અવસ્થાને અવસ્થાન્તર (સવિકલ્પ અવસ્થા) કહેવાય છે. સવિકલ્પરૂપ આ અવસ્થાન્તરના પણ બે ભાગ પડી શકે છે : ૧. અસવિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થા અને ૨. સવિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થા. તેમાં જે અવસ્થામાં સતત કામ-ક્રોધાદિના વિકલ્પો પ્રવર્ત્ય કરે તે સામાન્યથી સર્વ સંસારી જીવોમાં પ્રવર્તતી અસવિકલ્પોવાળી અવસ્થા છે. આ અવસ્થામાં વિકલ્પો ફરી ફરી કામ ભોગાદિના અન્ય વિકલ્પો ઉત્પન્ન કર્યા જ કરે છે. જ્યારે સદ્વિકલ્પોવાળી અવસ્થા એ અવસ્થાન્તરભેદ છે એટલે કે નિર્વિકલ્પ અવસ્થાથી જુદી સવિકલ્પ અવસ્થા અને તેમાં વિશેષ સવિકલ્પવાળી અવસ્થા છે. આ અવસ્થામાં અસવિકલ્પોથી અટકવા સવિકલ્પોનો સહારો લેવાય છે. તેમાં કામક્રોધાદિરૂપ જે અસત્ વિકલ્પો પ્રવર્તે છે તેના નાશ માટે તપ, ક્ષમા આદિ સદ્ગુણોને પ્રગટાવવાના પ્રતિપક્ષી સવિકલ્પો પ્રયત્નપૂર્વક ઉઠાવાય છે. વ્યવહારનયથી વાસિત આ વિશેષ અવસ્થામાં કામ-ભોગાદિના અશુભ વિકલ્પો અનિત્યાદિ ભાવનારૂપ અને તપ સંયમાદિની સાધનારૂપ શુભવિકલ્પોથી જ શમે છે. સ્વાધીનપણે સુખ આપનારા તપ-સંયમ કે સ્વાધ્યાયાદિના શુભવિકલ્પોથી જ સંસારના વિકલ્પોરૂપ માયા નાશ પામે છે. આમ કરતાં સાધક એક એવી કક્ષાએ પહોંચે છે, જેમાં તેના ચિત્તમાં માત્ર શુભ વિકલ્પો જ વર્તે છે, તે શુભવિકલ્પો સાધકને નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચાડી આપોઆપ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ – ગાથા-પ૩ ૧૧૫ નાશ પામી જાય છે. અન્યદર્શનકારોએ આ જ વાત કરી છે; જે હવે પછીના શ્લોકથી ગ્રંથકારશ્રી જણાવશે. આ સર્વ બાબતો ઉપરથી સમજાય એવું છે કે, માત્ર શુદ્ધબ્રહ્મની વાતો કરવાથી વિકલ્પોનો વિનાશ શક્ય નથી. તે માટે પ્રારંભમાં સવિકલ્પો દ્વારા અસર્વિકલ્પો અટકાવવા પડે અને ત્યારબાદ જ્યારે સર્વ વિકલ્પો શમે ત્યારે શુદ્ધબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. //પરા અવતરણિકા : વિકલ્પરૂપ માયા વિકલ્પથી જ નાશ પામે છે' - એ વાતને પુષ્ટ કરવા અન્ય દર્શનમાં રહેલા વસિષ્ઠઋષિનો શ્લોક રજૂ કરે છેશ્લોક : अविद्ययैवोत्तमया, स्वात्मनाशोद्यमोत्थया । विद्या सम्प्राप्यते राम, सर्वदोषापहारिणी ॥५३॥ શબ્દાર્થ : 9. રામ ! - હે રામ ! ૨. વાત્મનાશોધમોત્થા - પોતાનો નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલી રૂ/૪/૬. ઉત્તમય વિધવા ઈવ - ઉત્તમ એવી અવિદ્યાથી જ ૬/૭. સર્વતોષાપદારિ વિદ્યા - સર્વદોષોનો નાશ કરનારી વિદ્યા ૮, સમ્રાપ્યતે - સંપ્રાપ્ત થાય છે. શ્લોકાર્થ : હે રામ ! પોતાનો (અધમ એવી અવિદ્યાનો) નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલી ઉત્તમ એવી અવિદ્યા દ્વારા જ સર્વદોષોનો નાશ કરનારી વિદ્યા સંપ્રાપ્ત થાય છે. ભાવાર્થ : વસિષ્ઠઋષિ શ્રીરામને કહે છે કે, “હે રામ ! જડ અને ચેતન એકરૂપ બની જાય છે એવું માનનારી (અધમ એવી) અનેક અવિદ્યાઓ આ જગતમાં પ્રવર્તે છે, પરંતુ એક અવિદ્યા એવી પણ છે જે આત્મા અને શરીરના ભેદનું જ્ઞાન કરાવી સઘળી અવિદ્યાઓનો અને સાથે સાથે પોતાનો પણ નાશ કરવાના પ્રયત્ન સ્વરૂપે જ પ્રવર્તે છે. તે ઉત્તમ અવિદ્યા છે, કેમકે તે પોતાનો નાશ કરવાની સાથે સર્વદોષોનો નાશ કરે તેવી વિદ્યાને પણ પ્રાપ્ત કરાવે છે.' વિશેષાર્થ : વસિષ્ઠઋષિ રામને સંબોધીને કહે છે કે, “હે રામ ! આ સંસારના જેટલા વિકલ્પો છે; પછી તે શુભ હોય કે અશુભ હોય; તે સર્વે અવિદ્યારૂપ જ છે, તોપણ હું ધનવાન છું, હું રૂપવાન છું વગેરે અસદ્ વિકલ્પો અવિદ્યાનું પોષણ કરે તેવી અવિદ્યાસ્વરૂપ છે, તેથી તે અધમ અવિદ્યા છે. જ્યારે આત્મહિત માટે હું તપ કરું, જપ કરું, શાસ્ત્રશ્રવણ કરું, વગેરે સવિકલ્પો છે. આ વિકલ્પો પણ અવિદ્યા તો છે જ, પરંતુ તે અધમ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અવિદ્યાનો નાશ કરે તેવી ઉત્તમ અવિદ્યા છે. અધમ અવિદ્યાનો નાશ કરનારી એવી આ ઉત્તમ અવિદ્યાથી જે વિદ્યા પ્રાપ્ત થાય છે, તે આત્માના સર્વદોષોનો નાશ કરી સર્વગુણસંપન્ન શુદ્ધસ્વરૂપને પ્રગટ કરે છે. અનાદિકાળથી જીવ સતત કોઈ બાહ્ય પ્રયોજનથી ખાવાના, પીવાના, નાચવાના, કૂદવાના, માનના, ક્રોધના અનેક વિકલ્પો કર્યા કરે છે. તે સર્વે વિકલ્પો અવિદ્યારૂપ છે અને તે આત્માનું અહિત કરનાર હોવાથી અધમ અવિદ્યારૂપ છે. આ અધમ અવિદ્યા જીવ માટે સહજ બની ગઈ હોય છે, તેના માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી; પરંતુ જ્યારે જીવને તત્ત્વનો બોધ થાય છે, ત્યારે તેને આ અધમ અવિદ્યાને દૂર કરવાની ભાવના જાગે છે. તે ખાવા-પીવાના વિકલ્પો છોડી, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના પ્રયોજનથી તપ-ત્યાગના વિકલ્પો કરે છે. માન આદિને પોષવાના વિકલ્પો છોડી વિનય અને નમ્રતાભર્યા આચારોનું સેવન કરવાના વિકલ્પો કરે છે. અનુકૂળતાના રાગને કારણે થતા વિકલ્પોને દૂર કરવા પરિષહ આદિ સહન કરવાના વિકલ્પો કરે છે. આ સર્વ વિકલ્પો તેને પ્રયત્નપૂર્વક કરવા પડે છે. આ સર્વ વિકલ્પો શુદ્ધ આત્મસ્વરૂપની અપેક્ષાએ અવિદ્યા છે, આમ છતાં તે ઉત્તમ કક્ષાની અવિદ્યા છે. ઉત્તમ કોટિની આ અવિદ્યા સહજ નથી હોતી, તે તો પોતાના એટલે કે ઉત્તમ અને અધમ એમ બન્ને પ્રકારની અવિદ્યાના નાશ માટેના ઉદ્યમથી ઉત્પન્ન કરવી પડે છે. વળી આ અવિદ્યા છે, પણ તે અજ્ઞાનની પોષક નથી; પરંતુ અજ્ઞાનના નાશ માટે પ્રવર્તે છે, માટે જ તેને શાસ્ત્રકારો ઉત્તમ અવિદ્યા કહે છે. આવી ઉત્તમ અવિદ્યા જ્યારે પૂર્ણ કક્ષામાં પ્રાપ્ત થાય ત્યારે તે ઉત્તમ અવિદ્યા, અધમ અવિદ્યાનો નાશ કરીને, પોતે પણ નાશ પામી જાય છે. આ બન્નેય અવિદ્યાનો નાશ થવાથી શુદ્ધ બ્રહ્મનું ધ્યાન સહજ બને છે, તે ધ્યાનથી સર્વ દોષોનો નાશ કરનારી નિર્વિકલ્પ ઉપયોગસ્વરૂપ વિદ્યા પ્રગટે છે. સારરૂપે એટલું પ્રાપ્ત થાય કે, અનાદિકાળથી જીવમાં જે અસર્વિકલ્પો પ્રવર્તે છે તે અધમ અવિદ્યાસ્વરૂપ હોય છે. ત્યારપછી યોગની પ્રારંભિક દશામાં તપ-સંયમ આદિ સંબંધી જે સર્વિકલ્પો પ્રવર્તે છે તે ઉત્તમ અવિદ્યારૂપ છે, તે અધમ અવિદ્યાનો ક્રમસર નાશ કરે છે. જ્યારે સર્વ અસર્વિકલ્પો નાશ પામી જાય અને તપ-સંયમના વિકલ્પો જ્યારે સહજ બની જાય ત્યારે તે ઉત્તમ અવિદ્યા નિર્વિકલ્પ ઉપયોગરૂપ વિદ્યાને ઉત્પન્ન કરી, સ્વયં નાશ પામી જાય છે અને તે વિદ્યા સંસારનો ઉચ્છેદ કરે છે. પી. અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે, અવિદ્યાથી જ અવિદ્યા નાશ પામે છે. ત્યાં શંકા થાય કે અજ્ઞાનનો નાશ તો જ્ઞાનથી થાય પણ અજ્ઞાનથી કઈ રીતે થાય ? લૌકિક દૃષ્ટાંતો દ્વારા તેનું સમાધાન કરતાં જણાવે છેશ્લોક : शाम्यति शस्त्रमस्त्रेण, मलेन क्षाल्यते मलः । શર્મ વિષે વિષેતિ રિપુ હન્યતે" રિપુ ||૪|| શબ્દાર્થ : ૧/૨. ૩ દિ - અસ્ત્રથી જ રૂ/૪. અસ્ત્ર શાસ્થતિ - અસ્ત્ર શમે છે. ૫/૬. મન્ટન મલ્ટ: - મળથી મળ ૭. ક્ષાન્યતે – સાફ થાય છે. ૮/૧. વિષેખા વિષે - વિષથી વિષ 999. શમમ્ ત - શમભાવને પામે છે 999 રૂ. રિપુ રિy: - શત્રુથી શત્રુ 9૪. દુન્યતે - હણાય છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ – ગાથા-૫૪ ૧૧૭ શ્લોકાર્થ : અસ્ત્રથી જ અસ્ત્ર શમે છે, મળથી મળ સાફ થાય છે, વિષથી વિષનું શમન થાય છે અને શત્રુથી શત્રુ હણાય છે. ભાવાર્થ : દુનિયામાં દેખાય છે કે બળવાન એવા શસ્ત્રથી જ બીજા શસ્ત્રનો નાશ થાય છે. તે જ રીતે વસ્ત્રાદિનો મેલ પણ ક્ષારાદિરૂપ મલથી દૂર કરાય છે. ઝેરનું મારણ પણ સંસ્કારિત ઝેરથી જ થાય છે. શત્રુનો નાશ કરવો હોય તો પણ બીજા શત્રુને મિત્ર બનાવી શત્રુનો નાશ થાય છે. તેવી જ રીતે અસર્વિકલ્પો અટકાવવા સવિકલ્પો જરૂરી છે. વિશેષાર્થ : પૂર્વકાળમાં વિદ્યાબળથી યુદ્ધો થતાં, ત્યારે શત્રુપક્ષ જો વિદ્યાબળે અગ્નિ અસ્ત્ર મૂકે તો પ્રતિસ્પર્ધીપક્ષ તેનું શમન કરવા વરુણ અસ્ત્ર મૂક્તા. સામો પક્ષ સર્પ અસ્ત્ર મૂકે તો ગરુડ અસ્ત્રથી તેનો નાશ કરાતો. વળી, તે નાશ માટે મૂકાયેલ અસ્ત્ર બીજા અસ્ત્રનો નાશ કરીને સ્વયં જ નાશ થઈ જતાં, તેથી જ લોકમાં કહેવાય છે કે શસ્ત્રથી શસ્ત્ર હણાય છે. વળી સાબુ, માટી, રાખ, આંબલી વગેરે મેલથી જ શરીર, વસ્ત્ર કે પાત્ર ઉપર લાગેલો મેલ દૂર કરાય છે, આમ મેલથી મેલ ધોવાય છે. આયુર્વેદનો પણ સિદ્ધાન્ત છે વિવં વિષચ ગૌષધમ્ | એટલે કોઈને વિષ ચડ્યું હોય તો તે વિષનું મારક એવું | વિષ આપવામાં આવે તો વિષનું શમન થાય છે. અત્યારના allopathy માં પણ રોગોત્પાદક કીટાણુઓનો નાશ કરવા અન્ય કીટાણુઓ ઉત્પન્ન કરે તેવા antibiotics આપવામાં આવે છે. શત્રુનો નાશ પણ શત્રુથી થાય છે. સારી રાજનીતિને જાણતી વ્યક્તિ શત્રુ પક્ષ બળવાન હોય તો પોતે સ્વયં તેની સાથે યુદ્ધ ન કરે પરંતુ બીજા બળવાન શત્રુને એ રીતે ઉશ્કેરે કે તે શત્રુ જ આ શત્રુનો નાશ કરે. આવી જ રીતે આત્માના પરમ શત્રુ સમાન કાષાયિક વિકલ્પોનો નાશ કરવા તપ-સંયમના વિકલ્પોની મદદ લેવાય છે. તપ-સંયમના વિકલ્પો આત્માના સ્વભાવસ્વરૂપ નથી, તેથી તે પણ અપેક્ષાએ શત્રુભૂત જ છે, તોપણ વિચક્ષણ સાધક તેના દ્વારા જ અસવિકલ્પોનો નાશ કરે છે. આ સવિકલ્પોરૂપ શત્રુ એવો છે કે તે અસર્વિકલ્પોનો નાશ કરીને સ્વયં જ નાશ પામી જાય છે, તેનો નાશ કરવા બીજું કાંઈ કરવું પડતું નથી. //પ૪ો. અવતરણિકા : અવિદ્યાનો નાશ અવિદ્યાથી થાય છે, એવી વસિષ્ઠઋષિની વાત વ્યવહારિક દૃષ્ટાંતો દ્વારા સમજાય છે, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં અવિદ્યાને અવિદ્યાથી કાઢવી એટલી સુગમ નથી, તેથી આ અતીન્દ્રિય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવા અન્ય દર્શનકારનો બીજો પણ એક શ્લોક રજુ કરે છે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર શ્લોક : ईदृशी भूतमायेयं, यो स्वनाशेन हर्षद'! । न लक्ष्यते स्वभावोऽस्याः, प्रेक्ष्यमाणैव नश्यति ॥५५ || શબ્દાર્થ : 9. હર્ષદ્ર ! હે હર્ષદ !' ર/રૂ. યં મૂતમાયા - આ ભૂતમાયા ૪. દ્દશ (ઈવ) - આવા પ્રકારની જ છે કે ૧/૬/૭/૮: યા વનાશન પ્રેક્ષ્યમUT Uવ - જે પોતાના નાશરૂપે જોવાતી જ છે. નશ્યતિ - નાશ પામે છે ૧૦/૧૧/૧૨/૧રૂ. અચા: સ્વભાવ: ન નક્યતે - આનો (આવો) સ્વભાવ (તારા વડે) જણાતો નથી શ્લોકાર્થ/ભાવાર્થ : એક ઋષિમુનિ હર્ષદને સંબોધીને કહે છે કે, “હે હર્ષદ ! અવિદ્યારૂપ આ ભૂતમાયા એવા પ્રકારની છે કે, જે સ્વનાશ રૂપે = અધમ અવિદ્યાના નાશરૂપે, જોવાતી જ નાશ પામે; તેનો આવો સ્વભાવ તારા વડે જોઈ શકાતો નથી. વિશેષાર્થ : અવિદ્યાનો (માયાનો) નાશ કરવા અવિદ્યાનો (માયાનો) જ સહારો લેવો જોઈએ.” – આવું કથન સાંભળી સંસારથી છૂટવાની તીવ્ર ભાવનાવાળો કોઈ જીવ વિમાસણમાં પડી જાય કે, “આજ સુધી હું સંસારમાં રખડું છું, પારાવાર દુ:ખ સહન કરું છું, તેમાં કારણભૂત અવિદ્યા જ છે અને હવે જ્યારે હું આ દુ:ખથી મુક્ત થવા માંગું છું ત્યારે પણ મારે આ માયાનો-અવિદ્યાનો જ સહારો લેવાનો ?' તેને ડર લાગે છે કે, ક્યાંક માયાથીઅવિદ્યાથી મારો સંસાર વધી તો નહીં જાય ને ? તેથી તે નિ:શંકપણે પ્રવર્તી શકતો નથી. આવા કોઈ મુગ્ધ એવા હર્ષદ નામના વ્યક્તિને સંબોધીને મહોપનિષદ્ નામના ગ્રન્થમાં કહ્યું છે હે હર્ષદ ! તું આ ભૂતમાયાનો સ્વભાવ જાણી લે. શરીર, ધન, કુટુંબ, પરિવાર તને તારા લાગે છે, તે માટે તું ખાવા, પીવા, હરવા, ફરવાના, અનેક વિકલ્પો કરે છે. પ્રેમ કે લાગણીના વિચારો કરે છે, તે સર્વ વિકલ્પો તો ભૂતમાયા છે જ, પરંતુ તે તપ, સંયમ સ્વાધ્યાયાદિના જે શુભ વિકલ્પો કરે છે, તે પણ ભૂતમાયા જ છે, એકમાત્ર જે શુદ્ધ બ્રહ્મ છે તે જ વાસ્તવિક છે, તે સિવાયનું દેખાતું આખું જગત ભૂતમાયારૂપ જ છે. આ ભૂતમાયા જ્યાં સુધી તીવ્ર માત્રામાં વર્તતી હોય ત્યાં સુધી તો જીવને તેનો સ્વભાવ જણાતો જ નથી અને 1, આ શ્લોક માટે “હર્ષદ્ર !’ અને ‘ર્ષા' એમ બે પાઠ મળે છે. ઉપરોક્ત અર્થ ‘હર્ષદ !' એવો પાઠ સ્વીકારીને કરેલ છે. જો હર્ષા' પાઠ માન્ય રાખીએ તો નીચે પ્રમાણેના અન્વયાર્થી પ્રાપ્ત થઈ શકે. * આ ભૂતમાયા આવા પ્રકારની જ છે કે, જે પોતાના નાશ દ્વારા હર્ષને આપનારી થાય. આનો આવો સ્વભાવ તારા વડે જણાતો નથી કેમ કે, તે જોતા જ નાશ પામી જાય છે. * આ હર્ષને આપનારી ભૂતમાયા આવા પ્રકારની જ છે કે, જે પોતાના નાશરૂપે જોવાતી જ નાશ પામે છે. તેનો આવો સ્વભાવ તારા વડે જોવાતો નથી. આ વિષયમાં વિદ્વાનોનો અભિપ્રાય આવકાર્ય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ – ગાથા-પપ ૧૧૯ આ માયા જ પોતાના દુ:ખનું કારણ છે એવું પણ જીવ જાણી શકતો નથી. તારું સદ્ભાગ્ય છે કે ઋષિ મુનિઓના વચનથી તું “આ ભૂતમાયા છે – મારા દુ:ખનું કારણ છે એવું સમજી તો શક્યો છે અને તેથી પણ આગળ વધીને તને તેને કાઢવાની ઇચ્છા પ્રગટી છે, તે જ સૂચવે છે કે તું ભૂતમાયાનો નાશ કરી શકીશ; કેમ કે, આ ભૂતમાયાને જીવ જ્યારે ભૂતમાયારૂપે ઓળખી લે છે, ત્યારે ભૂતમાયા સ્વયં નાશ પામી જાય છે, જેમ ભ્રમ ભ્રમસ્વરૂપે ઓળખાતાં જ નાશ પામી જાય છે. તું ભૂતમાયાને હજુ પૂર્ણતયા જાણતો નથી, તેથી જ મુંઝાય છે. આ ભૂતમાયા એક ભ્રમ છે પણ તે બીજા ભ્રમોની જેમ સરળતાથી નાશ પામે તેવો ભ્રમ નથી. જેમ અંધારામાં કોઈકને દોરડું જોતાં એવો ભ્રમ થઈ શકે કે આ સાપ હશે; પરંતુ થોડો પ્રકાશ થતાં જ્યાં દોરડું દેખાય ત્યાં જ તે ભ્રમ નાશ પામી જાય છે. તેમ અનાદિકાળથી પ્રવર્તતી આ અવિદ્યા (ભૂતમાયા)ને સમજવી કે તેને કાઢવી એટલી સહેલી નથી. ભૂતમાયાને કાઢવા તો ભૂતમાયા જ કામમાં આવશે. તપ-જપ-સંયમ-સ્વાધ્યાયના ઉત્તમ વિકલ્પો દ્વારા જ તારે ખાવા-પીવા-પહેરવા આદિ વિષયક વિકલ્પો અટકાવવા પડશે. જેમ જેમ તું તપાદિ સેવીશ તેમ તેમ તારા ભોગાદિના વિકલ્પો શાંત-શાંતતર થવા લાગશે. આવું થતાં તું સ્વયં જોઈ શકીશ કે, તપાદિરૂપ ઉત્તમ ભૂતમાયા જ ભૂતમાયાનો નાશ કરી રહી છે. આ રીતે જ્યારે તું ભૂતમાયાને પોતાનો નાશ કરતાં જોઇ તે સ્વયં પણ નાશ પામી જશે (સ્વનાશન પ્રેક્ષ્યમાનવ નશ્યતિ). અત્યાર સુધી તું ભૂતમાયાનો આવો સ્વભાવ જાણતો નહોતો માટે મુંઝાતો હતો; પણ તેનો તો એવો સ્વભાવ જ છે કે તે અધમ ભૂતમાયાના રૂપમાં સંસારી જીવોને કનડગત કરે અને ઉત્તમ ભૂતમાયાના રૂપમાં અધમ ભૂતમાયાના નાશ માટે ઉપયોગી બને, તેથી તે તેનો સ્વભાવ જાણી લે અને મુંઝાયા વગર તપાદિના શુભ વિકલ્પો કર, કેમ કે, તે દ્વારા જ તારે શુદ્ધબ્રહ્મમાં જવા મહેનત કરવી પડશે. તપાદિ દ્વારા જ્યારે તારું મન બહાર જતું અટકશે ત્યારે તું શુદ્ધબ્રહ્મમાં સ્થિર થઈશ અને આવું થશે ત્યારે તને અલૌકિક આત્મિક આનંદની અનુભૂતિ થશે. શુભ સંકલ્પ-વિકલ્પ કે ઉત્તમ અવિદ્યાનો આ રીતે તું વારંવાર ઉપયોગ કરીશ તો તારો તે આનંદ પ્રતિદિન વધતો જશે અને એક ધન્ય દિવસ એવો આવશે કે તારા બધા અશુભ વિકલ્પો શાંત થઈ જશે, ત્યારે ઉત્તમ અવિદ્યાને કાંઈ જ કરવા યોગ્ય નહીં રહે અને તેથી તે સ્વયં જ નાશ પામી જશે. આમ આ ઉત્તમ અવિદ્યારૂપ ભૂતમાયા એવી છે કે જે અધમ અવિદ્યારૂપ ભૂતમાયાનો નાશ કરવા દ્વારા પોતે પણ નાશ પામી જાય છે. એકવાર અશુભ વિકલ્પો નીકળી જશે પછી તારે શુભ વિકલ્પોને કાઢવા કોઈ મહેનત નહીં કરવી પડે. ભૂતમાયાનો આવો સ્વભાવ તે જાણી લે અને નિશ્ચિતપણે શુભ વિકલ્પો કરી તેના નાશ માટે પ્રવૃત્ત થઈ જા. તારા જીવનમાં પણ તપ-સંયમરૂપ ઉત્તમ ભૂતમાયા પ્રગટશે એટલે અધમ અવિદ્યારૂપ ભૂતમાયાનો નાશ કરીને તે સ્વયં જ નાશ પામી જશે. ત્યારપછી તું નિર્વિકલ્પ અવસ્થાનું સુખ ભોગવી શકી કરવાથી હું માયામાં વધારે ફસાઈ જઈશ એવો ભય કાઢી નાંખ. હકીકતમાં આ ભૂત માયા કરવાથી જ તું તારી સર્વ માયાનો ઉચ્છેદ કરી શુદ્ધ બ્રહ્મસ્વરૂપને પ્રગટ કરી શકીશ.” સારાંશ તરીકે એટલું યાદ રાખવું કે, અપ્રશસ્ત રાગાદિથી અશુભ વિકલ્પો ઊઠે છે, તેને કાઢવા પ્રશસ્ત For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨0 અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર રાગાદિ કરી શુભ સંકલ્પો કરવા પડે છે. આ શુભ સંકલ્પો એવા છે જે સાધકને છેક શુદ્ધ બ્રહ્મ સુધી પહોંચાડી સ્વયે નાશ પામી જાય છે. તેથી પ્રશસ્ત પણ રાગાદિથી પ્રેરિત અનુષ્ઠાનો શું કામ કરવાં ? તેવું વિચારી પ્રારંભિક ભૂમિકામાં દેવ-ગુરુભક્તિના અનુષ્ઠાનો છોડી ન દેવાં જોઈએ, પણ મહેનતપૂર્વક તપ-સંયમ-ભક્તિ આદિમાં પ્રવૃત્ત થવું જોઈએ. તેનાથી શુદ્ધ આત્મતત્ત્વની પરમ સુખમય અવસ્થા પ્રાપ્ત થશે. //પપા. અવતરણિકા : ‘વિકલ્પરૂપ માયા વિકલ્પથી નાશ પામે છે', પૂર્વમાં જણાવેલી આ વાત અન્યદર્શનકારોના વિવિધ શ્લોકોથી પુષ્ટ કરવા છતાં એવી મુંઝવણ તો રહે જ કે, વિકલ્પરૂપ માયાનો નાશ કરવા માટે જે વ્રતાદિના વિકલ્પો કર્યા તે વ્રતાદિના વિકલ્પો નાશ કરવા ફરી નવા વિકલ્પો કરવા પડશે અને આ રીતે તો અનવસ્થા પ્રાપ્ત થશે. આવી સંભવિત વિમાસણના સમાધાન માટે જણાવે છેશ્લોક : व्रतादिः शुभसङ्कल्पो, निर्णाश्याशुभवासनाम् । दाह्यं विनेव दहनः स्वयमेव विनक्ष्यति ॥५६|| નોંધ : અહીં વિનૈવ એવો પણ પાઠ મળે છે. શબ્દાર્થ : 9/ર. ટાર્ધ વિના ફુવ - ઇંધણ વિના જેમ રૂ. ૮દન: (સ્વયમેવ વિનશ્યતિ) - અગ્નિ (સ્વયં જ નાશ પામી જાય છે.) ૪૬. (તથા) વ્રતાદ્રિઃ શુમસન્વ: - તેમ વ્રતાદિ શુભસંકલ્પ ૬. શુમવાસનામ્ - અશુભવાસનાનો ૭. નિર્ધાશ્ય - નાશ કરીને ૮/૨. સ્વયમેવ વિનત - સ્વયં જ નાશ પામી જાય છે. શ્લોકાર્થ : ઇન્ધન વિના જેમ અગ્નિ સ્વયં શાંત થઈ જાય છે, તેમ (અસર્વિકલ્પોને શાંત કરવા ઉત્પન કરેલા) સવિકલ્પો, અશુભ વાસનાઓને નાશ કરીને સ્વયં જ નાશ પામી જાય છે. ભાવાર્થ : અગ્નિને જ્યાં સુધી બળતણ મળ્યા કરે ત્યાં સુધી તે ટકે છે; પરંતુ બળતણ ન મળતાં અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેની જેમ અશુભ કે અસવિકલ્પો પ્રવર્તતા હોય ત્યાં સુધી શુભ કે સત્ તેને નાશ કરવાનું કાર્ય કર્યા કરે છે, પણ જ્યારે અશુભ-અસત્ વિકલ્પો જ અટકી જાય ત્યારે તે આપોઆપ જ શાંત થઈ જાય છે. વિશેષાર્થ : અગ્નિનો એવો સ્વભાવ છે કે તેને લાકડા, કોલસા, ઘી આદિ ઇંધણ મળે ત્યાં સુધી તે બળે અને ઇંધણ નાશ પામતાં અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેનો નાશ કરવા માટે અન્ય પ્રયત્નની જરૂર રહેતી નથી. શરીરમાં જ્યારે મળ જામ થઈ જાય છે ત્યારે તે મલનો નિકાલ કરવા દિવેલ આદિ લેવાય છે; પરંતુ દિવેલનો નિકાલ કરવા અન્ય કાંઈ લેવું પડતું નથી. મલનો નિકાલ કરી દિવેલ સ્વયં નીકળી જાય છે. તેમ અશુભ વિકલ્પોનો નાશ કરવા માટે જે શુભ વિકલ્પો કર્યા હતા, તે શુભ વિકલ્પોના નાશ માટે અન્ય કાંઈ કરવું પડતું નથી, તે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ - ગાથા-૫૭ સ્વયં જ નાશ પામી જાય છે, તેથી એક પ્રકારના વિકલ્પોને કાઢવા બીજા વિકલ્પો કરવા અને બીજા વિકલ્પોને કાઢવા વળી ત્રીજા વિકલ્પો ક૨વા રૂપ અનવસ્થા સાધના ક્ષેત્રમાં આવતી નથી. આત્મકલ્યાણની ઇચ્છાવાળા સાધકો આહાર-ભોગ આદિ અશુભ વિકલ્પોનો નાશ કરવા તપ-સંયમ અને શ્રુતાભ્યાસના શુભ સંકલ્પો કરે છે, તેના દ્વારા પરિણતિને પલટાવવા, સંજ્ઞાઓને તોડવા અને અશુભ ઇચ્છાઓને અટકાવવા પ્રયત્ન કરે છે. આ રીતે સાધના કરતાં તેમની ચિત્તવૃત્તિ એવી ઘડાય છે કે તેમાં અશુભ વિકલ્પો ઊઠતાં જ નથી, માત્ર શુભ સંકલ્પ-વિકલ્પોને જ ચિત્તમાં સ્થાન મળે છે. આમ કરતાં સાધક જ્યારે એવી અવસ્થાએ પહોંચે કે જ્યારે તેને કોઈ પદાર્થવિષયક ઇચ્છા જ ન રહે ત્યારે ઇંધણ વિના જેમ અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેમ શુભ ઇચ્છાઓ પણ સ્વયં નાશ પામી જાય છે. ।।૫૬ અવતરણિકા : શ્લોક - ૪૮માં ગ્રંથકારે કહ્યું હતું કે, અત્યંત પક્વબોધવાળાને જ નિર્વિકલ્પ સમાધિની વાતો કરવી જોઈએ. તે પછી ગ્રંથકારે પોતાના કથનની પુષ્ટિ ક૨વા માટે અન્યદર્શનકારોની સાક્ષીઓ આપી અને પૂર્વના શ્લોકમાં પોતે પણ અન્યના કથનની પુષ્ટિ કરી. હવે તે નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ જણાવતાં કહે છે શ્લોક : । इयं' नैष्टायिकी' शक्तिर्न वृत्त शुभसङ्कल्पनाशार्थं " योगिनामुपेयुज्यते ॥ ५७ ॥ ११ ૧૨૧ ૭ . શબ્દાર્થ : ૧/૨/૩. યં વૈયિજી.ત્તિ - આ = નૈશ્ચયિકી શક્તિ છે ૪/૬. નૅ પ્રવૃત્તિ: - (તે) પ્રવૃત્તિ નથી ૬/૭/૮. ન ા યિા - કે ક્રિયા પણ નથી ૧. યોનિામ્ - (તે) યોગીઓને ૧૦, શુમતત્ત્વનાશાર્થ - શુભસંકલ્પના નાશ માટે 99. ઉપમુખ્યતે - ઉપયોગી છે. શ્લોકાર્થ : આ નૈશ્ચયિકી શક્તિ પ્રવૃત્તિ નથી કે ક્રિયા પણ નથી. તે યોગીઓને શુભસંકલ્પનો નાશ કરવા માટે ઉપયોગી બને છે. ભાવાર્થ : નિર્વિકલ્પ સમાધિરૂપ ઉત્તમ કોટિનો જ્ઞાનયોગ તે નૈશ્ચયિકી શક્તિ છે. અર્થાત્ નિશ્ચયનયમાન્ય આત્માના શુદ્ધસ્વરૂપમાં એકાગ્રતારૂપ કે લીન બનવારૂપ છે. એ આત્માની પોતાની શક્તિ છે, જે આજ સુધી કર્મ અને કષાયોને કારણે અપ્રગટ હતી. ચિરકાળના શુભસંકલ્પોના સેવનથી આત્માની આ શક્તિ પ્રગટ થાય છે અને તે પ્રગટ થતાં જ શુભસંકલ્પો પણ નાશ પામી જાય છે. For Personal & Private Use Only તેથી આ નૈશ્ચયકી શક્તિ કોઈપણ પ્રકારની માનસિક પ્રવૃત્તિરૂપ નથી કે કોઈપણ પ્રકારની ક્રિયારૂપ પણ નથી તે તો માત્ર વિકલ્પ વગરના સહજ આનંદની અનુભૂતિરૂપ છે. વિશેષાર્થ : અનાદિકાળથી જ્ઞાનનો ઉપયોગ બાહ્ય પદાર્થોમાં પ્રવર્તી રહ્યો હોય છે, તેના કારણે ચિત્ત સદા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અધ્યત્મ ઉનક જ બરો, ૨-૪ હેદ્ધ અટકાર અસદવિકલ્પોથી વ્યાપ્ત રહે છે. જ્ઞાનનો ઉપયોગ જ્યારે શુદ્ધ આત્મતત્ત્વને પામવાના લક્ષ્યપૂર્વક તપાદિમાં પ્રવર્તે છે, ત્યારે ચિત્ત સવિકલ્પોથી યુક્ત બને છે. આગળ વધતા જ્યારે સવિકલ્પો પણ શાંત થઈ જાય છે અને જ્ઞાનનો ઉપયોગ માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન બને છે, ત્યારે ચિત્તમાં કોઈ વિકલ્પો વર્તતા નથી, આવી સ્થિતિને નિર્વિકલ્પસમાધિ કહેવાય છે. આ નિર્વિકલ્પસમાધિ એટલે સંપૂર્ણપણે મોહના સ્પર્શ વગરની જ્ઞાનધારા કે જે આત્માના શુદ્ધ જ્ઞાનગુણ સાથે એકાત્મરૂપ બની ગઈ હોય છે. જેને ઉપાધ્યાયજી ભગવંત સવાસો ગાથાના સ્તવનમાં એકતા જ્ઞાન અથવા આકરી (શ્રેષ્ઠ) જ્ઞાનદશા પણ કહે છે. અહીં તેને નૈશ્ચયિત્રી શક્તિ કહી છે. નૈશ્ચયિત્રી શક્તિ એટલે નિશ્ચયનયને અભિમત શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવનારી શક્તિ. નિશ્ચયનયને માન્ય શુદ્ધઆત્મસ્વરૂપ સર્વજીવોમાં શક્તિરૂપે રહેલું છે; પરંતુ મોહાધીન જીવો આ સ્વરૂપને જાણી કે માણી શકતા નથી. સાધક નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરીને આ શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં લીન બની શકે છે અર્થાત્ મોહના સંશ્લેષ વિનાના શુદ્ધજ્ઞાન અને શુદ્ધવીર્ય દ્વારા તે શુદ્ધબ્રહ્મને પામવા યત્ન કરી શકે છે, તે દ્વારા તે શેષ રહેલા મોહનીયાદિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને શુદ્ધ આત્મતત્વને સ્પષ્ટપણે જાણી અને માણી શકે છે. શુદ્ધજ્ઞાનના ઉપયોગરૂપ આ અવસ્થામાં રાગાદિ વિકલ્પોના સંશ્લેષ વગરની શુદ્ધ જ્ઞાનધારા અને વીર્યધારા માત્ર અંતરંગ રીતે ઘાતકર્મોનો નાશ કરી, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવામાં પ્રયત્નશીલ હોય છે, તેથી ત્યાં ઔદયિકભાવની ક્રિયારૂપ બાહ્ય અનુષ્ઠાનો પણ હોતા નથી, અને પ્રશસ્ત રાગાદિની પરિણતિથી ઉત્પન્ન થનારા તપ-ત્યાગ આદિના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક પ્રવૃત્તિ પણ હોતી નથી. આ જ પદાર્થને સમજાવતાં ગ્રંથકારશ્રીએ જ્ઞાનસારમાં પણ કહ્યું છે કે, ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ।। ८-७॥ જ્ઞાનાચાર આદિ આચારો પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઉપયોગી છે, નિર્વિકલ્પ અવસ્થામાં જ્યારે તે જ્ઞાનાચાર આદિનો ત્યાગ થાય છે, ત્યારે વિકલ્પ પણ હોતા નથી અને ક્રિયા પણ હોતી નથી. અહીં પ્રવૃત્તિના બદલે વિકલ્પ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેના ઉપરથી નક્કી કરી શકાય કે, ગ્રંથકારશ્રીને પ્રસ્તુત શ્લોકમાં પણ પ્રવૃત્તિસ્વરૂપે વિકલ્પ એટલે કે માનસિક પ્રવૃત્તિ જ જણાવવી છે નિર્વિકલ્પસમાધિનું આટલું સ્વરૂપ જણાવ્યા પછી ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવે છે કે, આ નિશ્ચયિત્રી શક્તિ યોગીઓને શુભ સંકલ્પોનો નાશ કરવા ઉપયોગી બને છે. પૂર્વના શ્લોકમાં જણાવેલ કે શુભ સંકલ્પો અશુભ વાસનાઓનો નાશ કરી, સ્વયં નાશ પામી જાય છે. તેથી ઉપલકદૃષ્ટિએ આ બે વાતનો વિરોધ લાગે, પણ તેવું નથી. આ વાતને સમજવા તૈચ્ચયિત્રી શક્તિ અને શુભ સંકલ્પો વચ્ચેના સંબંધને સમજવો જરૂરી છે. શાસ્ત્રમાં દર્શાવેલા ચારિત્રનાં અનુષ્ઠાનો શુભઉપયોગ કે શુભસંકલ્પરૂપ છે. તેના વારંવાર સેવનથી આત્મામાં એવું સામર્થ્ય પ્રગટે છે જેના દ્વારા સાધક નિશ્ચયનયને માન્ય એવા શુદ્ધ આત્મભાવમાં લીન બની શકે છે. આ સામર્થ્ય તે જ નૈશ્ચયિત્રી શક્તિ કે શુદ્ધઉપયોગરૂપ નિર્વિકલ્પ સમાધિ છે, તેથી શુભસંકલ્પ અને નૈશ્ચયિત્રી શક્તિ, એ બન્ને વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે. આ શુદ્ધ ભાવસ્વરૂપ નૈશ્ચયિકી For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ માયાથી માયાનો નાશ – ગાથા-૫૮ ૧૨૩ શક્તિ ભલે શુભ ઉપયોગના સેવનથી જ પ્રગટે છે; પરંતુ જેમ દરેક આગળ ચઢનાર વ્યક્તિ દ્વારા નીચેના પગથીયાનો આપોઆપ ત્યાગ થઈ જાય છે કે કુવામાંથી બહાર આવતાં દોરડું આપોઆપ છૂટી જાય છે, તેમ જ્યારે નૈશ્ચયિત્રી શક્તિ પ્રગટે છે ત્યારે શુભ સંકલ્પ-વિકલ્પોનો કે પ્રશસ્ત રાગાદિ ભાવોનો પણ અંત આવી જાય છે. પછી અવતરણિકા : નિર્વિકલ્પસમાધિરૂપ નૈવ્યયિકી શક્તિ જણાવી, હવે વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત થાય ત્યારે તે નિર્વિકલ્પસમાધિ કેવા પ્રકારની હોય છે તે જણાવે છેશ્લોક : द्वितीयापूर्वकरणे, क्षायोपशमिका गुणाः । क्षमाद्या अपिं यास्यन्ति, स्थास्यन्ति क्षायिकाः परम् ॥५८]] શબ્દાર્થ : 9. દ્વિતીયાપૂર્વકરો - બીજા અપૂર્વકરણમાં (આઠમાં ગુણસ્થાનકે) ૨/૩/૪/૬. ક્ષાયોપશમા: ક્ષમાધા VII: લપિ - ક્ષાયોપથમિક એવા સમાદિ ગુણો પણ ૬. યાન્તિ - ચાલ્યા જશે ૭૮/. પરં ક્ષયા: સ્થાન્તિ - પરંતુ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો રહેશે. શ્લોકાર્થ : બીજા અપૂર્વકરણમાં ક્ષાયોપશમિક ભાવના ક્ષમાદિ ગુણો પણ ચાલ્યા જશે, પરંતુ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો રહેશે. ભાવાર્થ : અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારે પણ ન થયો હોય તેવો અપૂર્વ અધ્યવસાય. અપૂર્વકરણ બે પ્રકારનાં હોય છે : ૧. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયના નાશ માટે જે અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, તે પ્રથમ અપૂર્વકરણ છે. ૨. મોહનીય વગેરે ઘાતકર્મના નાશ માટે ક્ષપકશ્રેણીના કાળમાં જે અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, તે બીજું અપૂર્વકરણ છે. તેમાં બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષાયોપથમિકભાવના ક્ષમાદિ ગુણોનો નાશ થાય છે અને ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણો પ્રગટ થાય છે, આને તાત્ત્વિક ધર્મસંન્યાસ પણ કહેવાય છે. વિશેષાર્થ : અપૂર્વકરણ બે પ્રકારનાં હોય છે ? ૧. અનંતાનુબંધી અને મિથ્યાત્વ આદિનો નાશ કરવા માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવ પૂર્વે ક્યારેય For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પણ ન અનુભવ્યા હોય તેવા અપૂર્વ અધ્યવસાય દ્વારા ગ્રંથિનો ભેદ કરે છે, ગ્રંથિનો ભેદ કરાવી સમ્યક્તને પમાડતા આ અપૂર્વકરણને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. ૨.મોહનીય વગેરે ચારેય ઘાતિકર્મોનો નાશ કરવા માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ક્ષપક શ્રેણિના સમયમાં જીવ જે અપૂર્વ અધ્યવસાય દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરે છે તે દ્વિતીય-બીજું અપૂર્વકરણ છે. શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યવાળો સાધક પ્રારંભમાં શુભ વિચારો, શુભ ચિંતન કે શુભ અનુષ્ઠાનો દ્વારા ક્રોધાદિ કષાયોથી પર થઈ, ક્ષમા આદિ ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરે છે. જેને કારણે તેનામાં ક્ષાયોપથમિકભાવના ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણો પ્રગટે છે. પ્રગટ થયેલા આ ગુણો તેને આત્મિક સુખની આંશિક અનુભૂતિ તો કરાવે છે, પણ તે કર્મના ક્ષયોપશમ પર આધારિત હોવાને કારણે સાધકે તેને ટકાવવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે. ગુણોના રક્ષણ માટે કરાતા આ પ્રયત્નથી સાધક આત્મવિકાસની દિશામાં વધુને વધુ આગળ વધતો જાય છે. ઉત્તરોત્તર આત્મિક ઉન્નતિ સાધતો સાધક ક્રમે કરી નિર્વિકલ્પ અવસ્થા આદિ ઉચ્ચકોટિના ગુણો પ્રાપ્ત કરે છે. આ ગુણો દ્વારા તે સામાÁયોગ પ્રગટાવે છે અને સામર્થ્યયોગ દ્વારા તેને આત્મદર્શનનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. ઉપરાંત તેનામાં તે માર્ગ પર ચાલવાનું કૌવત પણ પ્રગટે છે, તેથી તે આત્મદર્શનમાં બાધક મોહનીયાદિ કર્મોનો નાશ કરવા શુક્લધ્યાનમાં લીન બની ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે છે. ક્ષપકશ્રેણીનો પ્રારંભ થતાં જીવમાં પૂર્વે ક્યારેય ન પ્રગટ્યો હોય તેવો અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, જેને બીજું અપૂર્વકરણ કહેવાય છે. કર્મગ્રંથની ભાષામાં કહીએ તો, પહેલું અપૂર્વકરણ પહેલા ગુણસ્થાનકે આવે છે અને બીજું અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે આવે છે. જીવ જ્યારે સાત કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિમાંથી તથાવિધ સંખ્યાતા સાગરોપમની સ્થિતિનો નાશ કરે છે, ત્યારે તેને આ બીજા અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. જેમાં તે અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ તથા કર્મબંધને અલ્પ કરી, ઘાતી કર્મોના નાશ માટે સવિશેષ પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયાને કારણે મોહનીય આદિ ચાર ઘાતકર્મોનો નાશ થાય છે અને પૂર્વમાં જે ક્ષમાદિ ગુણો ક્ષાયોપથમિક ભાવના હતા તે ક્ષાયિકભાવના બની જાય છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે, બીજા અપૂર્વકરણમાં ક્ષાયોપથમિકભાવના ગુણો પણ ચાલ્યા જાય છે. શ્લોકમાં જે “અનિ' શબ્દ છે તે એમ સૂચવે છે કે, પૂર્વમાં જે શુભ સંકલ્પો દ્વારા અશુભ સંકલ્પોનો નાશ કરાતો હતો, તે શુભ સંકલ્પો અને શુભ પ્રવૃત્તિઓ તો નિર્વિકલ્પઅવસ્થા પ્રાપ્ત થતાં ચાલ્યા જ ગયા હોય છે; પરંતુ ત્યારે ક્ષાયોપથમિકભાવના ક્ષમાદિ ગુણો તો વિદ્યમાન હોય છે. પરંતુ જ્યારે બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે ત્યારે તો તે ક્ષાયોપથમિકભાવના ગુણો પણ ચાલ્યા જાય છે. શુભવિકલ્પવાળી અવસ્થામાં ક્ષમાદિ ધર્મો ક્ષયોપશમભાવના હતા, તેને ટકાવવા સતત સજાગ રહેવું પડતું હતું. બીજા અપૂર્વકરણસમયે નિર્વિકલ્પઅવસ્થામાં તો તે ક્ષમાદિ ભાવો ક્ષાયિકભાવના બની જાય છે અર્થાત્ જીવના સ્વભાવરૂપ બની જાય છે માટે તેને ટકાવવા કોઈ મહેનતની જરૂર રહેતી નથી. મહેનત વિના તે સદાકાળ આત્મભાવે રહે છે. ||પટા. 1. આ સર્વની વિશેષ સમજ માટે ગુરુગમથી કર્મગ્રન્થનો અભ્યાસ આવશ્યક છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-૫૯ જ્ઞાનયોગનું ફળ ગાથા-૫૯-૬૦-૬૧-૬૨-૬૩-૬૪-૬૫ જ્ઞાનયોગ અધિકારનો ઉપસંહાર કરતાં નિર્વિકલ્પ સમાધિ અને જ્ઞાનયોગનું સ્વરૂપ બતાવી તેનું ફળ બતાવે છે શ્લોક : इत्थं यथाबलमनुद्यममुद्यमं चं कुर्वन् ं दशानुगुणमुत्तममान्तरार्थे । चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः प्रातर्युरैत्नमिवै दीप्तिमुपेर्ति योगी" ॥५९॥ (वसन्ततिलका) ૧૨૫ શબ્દાર્થ : 9. રૂi - આ રીતે ૨. જ્ઞાન્તરાર્થે - અંતરંગ પરિણામોના વિષયમાં રૂ. વૅજ્ઞાનુત્તુળમ્ - ચિત્તની ભૂમિકાસ્વરૂપ દશાને અનુસાર ૪. યથાવતમ્ - યથાશક્તિ /૬/૭/૮. ઉત્તમમ્ ૩ઘમમ્ અનુઘમમ્ ૬ - ઉત્તમ ઉદ્યમ અને અનુઘમને ૧. ર્વમ્ - કરતો ૧૦. વિન્માત્રનિર્મરનિવેશિતપક્ષપાતઃ - આત્મામાં અત્યંત સ્થાપિત કર્યો છે પક્ષપાત જેણે 99. યોી - એવો યોગી ૧૨. પ્રાત: વ - પ્રાત:કાળ જેમ ૧રૂ. ઘુરત્નમ્ - સૂર્યને ૧૪. ઉત્ત્પત્તિ - પ્રાપ્ત કરે છે (તેમ) ૧. ટીપ્તિમ્ (ઉત્ત્પતિ) - કાંતિને (પ્રાપ્ત કરે છે) શ્લોકાર્થ : આ રીતે અંતરંગ પરિણામોને શુદ્ધ કરવા પોતાના ચિત્તની ભૂમિકાસ્વરૂપ દશાને અનુસાર અને પોતાની માનસિક, વાચિક, કાયિક અને આત્મિક શક્તિ પ્રમાણે ઉદ્યમ અને અનુદ્યમ કરતો, આત્મામાં અત્યંત સ્થાપિતપક્ષપાતવાળો યોગી પ્રાતઃકાળ જેમ સૂર્યને પ્રાપ્ત કરે છે, તેમ કેવળજ્ઞાનરૂપી કાંતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : જ્ઞાનયોગ અધિકારમાં શુદ્ધ આત્મતત્ત્વને પામવાની જે જે વાતો ગ્રંથકારશ્રીએ જણાવી તે સર્વને જાણીને, જે સાધકમાં સતત અંતરંગ પરિણામોને શુદ્ધ કરવાની એટલે કે પોતાના દોષોને કાઢવાની તીવ્ર ઇચ્છા પ્રગટે છે, તે સાધકે સૌ પ્રથમ તો પોતાની ભૂમિકાનો નિર્ણય ક૨વો જોઈએ. તે ભૂમિકાને અનુસાર કરાતાં અનુષ્ઠાનોમાં પોતે કયાં ઉદ્યમ કરી શકે તેમ છે ? અને ક્યાં પોતે ઉદ્યમ કરી શકે તેમ નથી ? તેનો પોતાની માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિને આધારે વિચાર કરવો જોઈએ. જ્યાં શક્તિ પહોંચે ત્યાં ઉદ્યમ કરવો જોઈએ અર્થાત્ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં પોતાની શક્તિ ન પહોંચે ત્યાં ઉદ્યમ ન કરતાં અર્થાત્ પ્રયત્ન ન કરતાં, તેના પ્રત્યે અત્યંત પક્ષપાત એટલે કે આદર રાખવો જોઈએ.1 આ રીતે ઉદ્યમ અને અનુદ્યમ કરતો, 1. જિમ `ગુરુ આર્ય મહાગિરિ, તિમ ઉજમે બલવંત બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત - ૧૪/૧૬ x x x જિમ આર્યમહાગિરીજી = ઉદ્યમ ક્યો તિમ બલવંત થકો ઉજમેં ક૰ ઉજમાલ થાય, એતલે ભાવ જે સંઘયણ ધૃતિ પ્રમાણે નિર્વાહી શકે તે સુસાધુ ક્રિયા પ્રારંભે. અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય તેહવું ન પ્રારંભે, બલ અવિષયક જે ક્રિયામાં પોતાનું બલ ન ચાલે તેહમાં ઉદ્યમ ન કરે. ગ્રંથકારશ્રીકૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન તથા પં. પદ્મવિજયકૃત બાલાવબોધ ॥ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આત્મામાત્રમાં પક્ષપાતવાળો એટલે કે શુદ્ધ આત્મભાવને પામવાની ઇચ્છાવાળો યોગી સવારનું આકાશ જેમ સૂર્યને પામે છે, તેમ ટૂંક સમયમાં જ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : ૧૨૬ સર્વ સાધનાનું અંતિમ લક્ષ્ય તો દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિનું જ હોય છે. તે લક્ષ્યને આંબવાનો સુંદર માર્ગ જણાવતાં ગ્રંથકારશ્રી આ શ્લોકમાં કહે છે કે, જે સાધકને પોતાના ચિત્તમાં વર્તતા દોષોને કાઢવા હોય તેણે સતત ચિત્તવૃત્તિનું સમ્યગ્ અવલોકન કરવું જોઈએ. ઝીણવટપૂર્વક પોતાના વાણી, વર્તન અને વિચારોના મૂળસ્રોતને શોધવા પ્રયત્ન કરવો જોઈએ. તે મૂળમાં કયા કષાયો વર્તે છે, તેની એક અંતરંગ નોંધ તૈયાર કરવી જોઈએ, અને તે દોષોને કાઢવાનું બુદ્ધિપૂર્વકનું આયોજન ઘડવું જોઈએ. ઘડેલા આયોજન (plan) પ્રમાણે પ્રયત્ન કરીને સાધકે કષાયોથી મુક્ત થઈ મોક્ષ, અસંગભાવ, પરમ ઔદાસીન્ય વગેરે ઉચ્ચ ભૂમિકાઓને અનુરૂપ ભાવો ચિત્તમાં ઉત્પન્ન કરવા જોઈએ, સાધકનો આ સઘળો પ્રયત્ન એ આંતરિક પુરુષાર્થ છે. અંતરંગ પરિણામોની શુદ્ધિ કરવાના આયોજનમાં મુખ્ય સ્થાન પોતાની દશા કે ભૂમિકાના નિર્ણયને આપવું જોઈએ. જો વિશ્લેષણ કરતાં એવું જણાય કે, ચિત્ત પૌદ્ગલિક ભાવોની અસરતળે આવી જાય છે તો સમજવું જોઈએ કે, હજી વ્યવહારદશા છે. જો પૌદ્ગલિક ભાવોથી પર થઈને ચિત્ત ધ્યાનાદિમાં લીન થઈ શકે તેવું જણાય તો સમજવું કે નિશ્ચયની દશા છે. વ્યવહારદશામાં પણ કયા ગુણસ્થાનકને અનુરૂપ ચિત્તની ભૂમિકા છે, તે પણ નક્કી કરવું જોઈએ. અપુનર્બંધકની કક્ષા છે કે અવિરતસમ્યગ્દર્શનની ભૂમિકા છે, દેશવિરતિના પરિણામો સ્પર્શે છે કે સર્વવિરતિના, વગેરે પણ નિશ્ચિત કરવું જોઈએ. દરેક દૃષ્ટિકોણથી દશાનો નિર્ણય કર્યા પછી પોતાની શારીરિક અને માનસિક શક્તિનું માપ કાઢવું જોઈએ. જેમકે કુરગડુ મુનિની આત્મિક પરિણતિ-મનોગતભાવો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકના હતા પણ તેમની શારીરિક શક્તિ માત્ર નવકારશી કરવાની હતી તો તેઓ અનશન આદિના બદલે વિગઈ ત્યાગ આદિ તપ કરી ઉત્તમ સાધના કરતા હતા. આ જ દર્શાવે છે કે, તેઓમાં વિશિષ્ટ તપ ક૨વાની શારીરિક શક્તિ નહોતી; પરંતુ તપનો પરિણામ જીવંત હતો. દશા અને શક્તિનો નિર્ણય કર્યા પછી જે સાધક તેને અનુરૂપ ઉદ્યમ એટલે મહેનત કરે છે, તેના માટે સફળતા સહજ બને છે. આ સિવાય જે અનુષ્ઠાન કરવાની શક્તિ ન પહોંચતી હોય કે જે ભૂમિકા નિષ્પન્ન ન થઈ હોય, તે ભૂમિકામાં પ્રયત્ન કરવાથી સાધકને સફળતા મળતી નથી. સફળતા ન દેખાવાને કા૨ણે ક્યારેક હતાશા, દીનતા વગેરે દોષો ઘર કરી જાય છે. ક્યારેક તો શક્તિ આદિનો નિર્ણય કર્યા વગર, કાર્ય ક૨વાથી સાધક યોગમાર્ગથી હારી જાય છે અને અનુષ્ઠાનની અસામર્થ્યતાનું અવળું ચિંતન કરી બોધિદુર્લભ પણ બની જાય છે, તેથી પોતાનાથી ઉપરની ભૂમિકા પ્રત્યે સાધકને બળવાન રુચિ હોવા છતાં, ત્યાં તેને ઉદ્યમ ન ક૨વો જોઈએ. સામર્થ્ય ન હોય ત્યાં હૈયાનો આદર અને બહુમાન રાખી અનુદ્યમ કરવો તે જ શ્રેયકારી છે. આવો ઉદ્યમ અને અનુદ્યમ બન્ને ઉત્તમ કહેવાય છે.2 2. X X X યથાવત્ઝમનુદ્યમમુદ્યમ્ ૨ ર્વ' આ મૂળગાથાના શબ્દોનો અર્થ એવી રીતે પણ કરી શકાય કે, પોતાની શક્તિ અનુસાર આત્મહિતકર પ્રવૃત્તિમાં ઉત્તમ ઉદ્યમ કરવો અને આત્મા માટે અહિતકર હોય તેવી પ્રવૃત્તિમાં ઉદ્યમ ન કરવો અથવા તેની ઉપેક્ષા ક૨વી આમ છતાં અમોને ઉપરોક્ત અર્થ વધુ યોગ્ય લાગવાથી આ રીતે વિવેચન કરેલ છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-૬૦ ૧૨૭ ઉત્તમ ઉદ્યમ અને અનુદ્યમ કરતા સાધકના ચિત્ત ઉપરથી મોહનું જોર ઓછું થાય છે. બાહ્ય પદાર્થોથી અનુભવાતી સુખ-દુ:ખની સંવેદનાઓ અલ્પ-અલ્પતર થતી જાય છે. પરિણામે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની સાથે સાથે સાધકનું શ્રુતજ્ઞાન પણ ઉત્તરોત્તર વિશુદ્ધ થતું વૃદ્ધિ પામે છે. રાગાદિની અત્યંત અલ્પતાને કારણે આવું શ્રુતજ્ઞાન વીતરાગ ભાવ પ્રત્યેની તીવ્ર રુચિવાળું બને છે. આ રીતે ઉપશમભાવના સુખનો અનુભવ કરતો આ યોગી ક્રમશ: પ્રાતિજજ્ઞાન આદિ યોગની ઉચ્ચતમ કક્ષાઓને સ્પર્શી, સ્વયં વીતરાગ બની જાય છે. આમ આ અધિકારમાં ઠેર ઠેર જણાવ્યું તે રીતે અને ખાસ કરીને આ શ્લોકમાં જણાવ્યું તે રીતે સમ્યક પુરુષાર્થ કરનારો યોગી સવાર થતાં જ જેમ આકાશ સૂર્યને પ્રાપ્ત કરે છે, તેમ યોગીનું શ્રુતજ્ઞાન અનુભવજ્ઞાનમાં પરિણામ પામી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. //પલા અવતરણિકા : યોગી ચિન્માત્રમાં પક્ષપાતવાળો હોય છે તે વાત જણાવી, હવે તે ત્યાં જ પક્ષપાતવાળો કેમ છે ? અન્યત્ર કેમ નથી તે જણાવતા કહે છેશ્લોક : अभ्यस्य तु प्रवितते व्यवहारमार्ग, प्रज्ञापनीय इहे सद्गुरुवाक्यनिष्ठः । चिद्दर्पणप्रतिफलत्रिजगद्विवर्ते, वर्तेते किं पुनरसौ सहजात्मरूपें ॥६०॥ (वसन्ततिलका) શબ્દાર્થ : ' 9. ફુદ - અહીં = સંસારમાં ૨. સરુવાવયનિષ્ઠ: - સદ્દગુરુના વાક્યમાં નિષ્ઠાવાળો રૂ. પ્રજ્ઞાપનાય: - (અને) પ્રજ્ઞાપનીય એવો ૪. સસ - આ = યોગી ૫/૬. પ્રવિતતં વ્યવહારમા - વિસ્તૃત વ્યવહારમાર્ગનો ૭. તુ - અભ્યાસ કરીને ૮, સદના-રૂપે - સહજ આત્મરૂપમાં (વર્તતો હોવાને કારણે) ૨. વિદvપ્રતિછન્નત્રિનાક્રવર્તે - આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થતાં ત્રણે જગતના વિવર્તીમાં ૧૦/99. પુન: વુિં - વળી કેમ ૭૨. વર્તત - વર્તે ? શ્લોકાર્થ : સદ્દગુરુના વાક્ય પ્રત્યે નિષ્ઠાવાળો અને પ્રજ્ઞાપનીય એવો આ યોગી વિસ્તૃત એવા વ્યવહાર-માર્ગનો અભ્યાસ કરીને સહજ આત્મસ્વરૂપમાં વર્તવાને કારણે આત્માના જ્ઞાનગુણસ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થતા ત્રણ જગતના વિવર્તામાં = વિવિધ પર્યાયોમાં વળી કેવી રીતે વર્તે ? (કેવી રીતે રાગાદિને આધીન થાય ?) ભાવાર્થ : શુદ્ધ આત્મતત્ત્વનો અને તેને પામવાના ઉપાયોનો બોધ કરાવનાર સદ્ગુરુના વચનો પ્રત્યે દત્તચિત્ત અને પ્રજ્ઞાપનીય બની, જે સાધક શુદ્ધવ્યવહારનય સાપેક્ષ શાસ્ત્રોક્ત વિસ્તૃત ક્રિયામાર્ગનું સમ્યગુ પરિશીલન કરી, તે દ્વારા મોહનીયકર્મનો ક્ષયોપશમ સાધે છે; તે સાધકમાં ક્રમશ: જ્ઞાનયોગનું ફુરણ થાય છે. જ્ઞાનયોગની પ્રાપ્તિની સાથે જ યોગી આત્મિક સુખની અનુભૂતિમાં મહાલવા લાગે છે અને જગત પ્રત્યે ઉદાસીન બની જાય છે. ખરેખર “જે માલતી ફૂલે મોહ્યા હોય તે બાવળ જઈ નવિ બેસે' તેમ જે નિરુપાધિક આત્મિક આનંદ માણતા હોય તે યોગી પોતાના જ્ઞાનમાં શેયરૂપે જણાતા જગતવર્તી કોઈપણ પદાર્થમાં શું કામ લપેટાય ? For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : સંક્લેશમય સંસારને સમ્યગૂ પ્રકારે જાણતો સાધક સંસારથી છૂટી મોક્ષ મેળવવા સદ્ગુરુના શરણે જાય છે. સદ્ગુરુ તેને પરમતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, ત્યારે તેને સદ્ગુરુના વચન પ્રત્યે તીવ્ર શ્રદ્ધા પ્રગટે છે, સદ્ગુરુ જેમ કહે છે તેમ જ કરવા તે કટિબદ્ધ બને છે. અકળ અને અનભ્યસ્ત માર્ગે ચાલતાં અનાભોગાદિથી કોઈ ભૂલ થાય તો પ્રજ્ઞાપનીય હોવાને કારણે તેને તુરંત સમજાવી શકાય છે. ક્રિયા કે માન્યતાની ભૂલ સમજાયા પછી તે ભૂલ સુધારવા માટે દઢ પ્રયત્ન કરે છે, પરંતુ જમાલિ આદિની જેમ કદાગ્રહ કે પક્કડવાળો બનતો નથી. પ્રજ્ઞાપનીય એવો આ સાધક પોતાની ભૂમિકા અને શક્તિ જાણતા સદુગરુના વચનાનુસાર સંયમજીવનનો સ્વીકાર પણ કરે છે. સંયમ સ્વીકારી તે ગુરુભગવંત પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવીને આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક મહાવ્રતો અને સમિતિ-ગુપ્તિ આદિનું સમ્યફ પાલન કરે છે. શક્તિ અનુસાર સૂત્ર-અર્થનું અધ્યયન કરે છે, તપાદિનું સેવન કરે છે, વૈયાવચ્ચાદિ કરે છે. સતત સંયમયોગોમાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ રહે છે, આ રીતે અનેક પ્રકારે તે પંચાચાર આદિના પાલનસ્વરૂપ અતિ વિસ્તીર્ણ એવા વ્યવહારમાર્ગનો અભ્યાસ કરે છે. પરિણામોની શુદ્ધિપૂર્વક વ્યવહારમાર્ગનું પાલન કરતાં કરતાં તેના કષાયો શાંત થતા જાય છે અને ક્ષમાદિ આત્મિક ભાવો પ્રગટ થવા લાગે છે. ચિત્તને અસ્વસ્થ કરનારી વિષયો સંબંધી ઉત્સુક્તા અલ્પ થતી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત બને છે. જેના પરિણામે સાધક કાંઈક આત્માનો આનંદ માણી શકે છે. આ સ્વરૂપે તે સહજ એવા આત્મભાવમાં વર્તવા લાગે છે અને ત્યારે તે કષાયોના સ્પર્શ વગરના પોતાના મૂળભૂત સ્વભાવને કાંઈક સંવેદે પણ છે. વ્યવહારમાં સંપન્ન બનેલો સાધક જ્યારે આત્માના જ્ઞાનમય અને સુખમય સ્વભાવમાં લીન બને છે, ત્યારે પણ પ્રકૃતિગત જગતના સર્વ ભાવોનું પ્રતિબિંબ તેના ચિત્ દર્પણમાં = જ્ઞાનરૂપી દર્પણમાં તો પડે જ છે. એટલે કે, તેને જગતવર્તી બાહ્ય પદાર્થોનું જ્ઞાન તો થાય છે, તે સર્વ ભાવોને જુવે અને જાણે પણ છે; છતાં સહજ રીતે આત્મભાવમાં લીન હોવાને કારણે દુનિયાના સામાન્ય લોકોની જેમ સાધકને બાહ્ય ભાવો સ્પર્શી શકતા નથી, તેને તેમાં રતિ-અરતિ કે રાગ-દ્વેષ પણ થતા નથી અને તે ભાવોમાં તેની કોઈ પ્રવૃત્તિ પણ થતી નથી. તેથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, જે સહજ આત્મભાવમાં વર્તતો હોય તે જગતના વિવર્તામાં = બદલાતા પર કેવી રીતે વર્તે – પ્રવર્તે ? અર્થાત્ ન જ વર્તે, ન જ પ્રવર્તે.. જેકવો અવતરણિકા : યોગીને ચિન્માત્રમાં જ પક્ષપાત છે તે જણાવી હવે ગ્રંથકારશ્રી પોતાને પણ ક્યાં પક્ષપાત છે, તે જણાવતાં કહે છેશ્લોક : भवतु किमपि तत्त्वं बाह्यमाभ्यन्तरं वा, हृदि वितरति साम्यं निर्मलष्टिाद्विचारः । तदिह निचितपञ्चाचारसञ्चारचारुस्फुरितपरमभावे पक्षपातोऽधिकों नः ॥६१॥ (मालिनी) ૪ ૨ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-૯૧ ૧૨૯ શબ્દાર્થ : 9, તત્ત્વ - તત્ત્વ રીરૂ, વાઘHTચ્ચત્તરં વા . બાહ્ય કે અત્યંતર ૪ કિમપિ - કોઈ પણ ક. મg - હો (પરંતુ) ૬. કે - હૃદયમાં ૭. નિર્મષ્ટાદ્ધિવાર - નિર્મલ એવા આત્માનો વિચાર ૮. સાથું - સમતાને છે. વિતરતિ - ઉત્પન્ન કરે છે ૧૦. તદ્ - તે કારણથી 99. ફુદ - આ વિષયમાં ૧૨/૧રૂ. નઃ નિતિપશ્ચાવાર સંવારવરિતપરમાવે - અમને સંચિત પંચાચારના સંચારથી સુંદર રીતે પ્રગટ થયેલા પરમભાવમાં ૧૪/૧૬. કાધિ: પક્ષપાત: - અધિક પક્ષપાત છે. શ્લોકાર્થ : તત્ત્વ બાહ્ય કે અભ્યત્તર કાંઈ પણ હો, (પરંતુ) હૃદયમાં નિર્મલ એવો આત્માનો વિચાર સમતા ઉત્પન્ન કરે છે, તે કારણથી અમને સંચિત પંચાચારના સેવનથી પ્રગટ થતા પરમભાવમાં અધિક પક્ષપાત છે. ભાવાર્થ : સન્શાસ્ત્રનું શ્રવણ, પ્રતિક્રમણ, પડિલેહણ, સમિતિ-ગુપ્તિનું પાલન, વગેરે બાહ્ય તત્ત્વ છે, જ્યારે ધ્યાનાદિ અંતરંગ તત્ત્વ છે. આ બન્ને શુદ્ધ આત્મતત્ત્વના ચિંતનપૂર્વક કરાય તો તે હૃદયમાં સમતાભાવ અવશ્ય પ્રગટ કરે છે, તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, પરમતત્ત્વની પ્રાપ્તિનો ઉપાય બાહ્ય આચાર હોય કે અત્યંતર આચાર હોય બેમાંથી કોઈ પણ પ્રત્યે અમને પક્ષપાત નથી, પણ પરમભાવસ્વરૂપ ઉચ્ચતર જ્ઞાનયોગ પ્રત્યે ચોક્કસ અધિક પક્ષપાત છે; કેમ કે આવો જ્ઞાનયોગ કેવળજ્ઞાનની શીધ્ર પ્રાપ્તિ કરાવે તેવા પરમ સમતા આદિ ભાવોને પ્રગટ કરે છે. આથી જ પંચાચારના સુંદર પાલનથી પ્રગટ થતા આ જ્ઞાનયોગ પ્રત્યે અમારો અધિક પક્ષપાત છે અર્થાત્ અમને આ જ સર્વશ્રેષ્ઠ કર્તવ્યરૂપે જણાય છે. વિશેષાર્થ: તત્ત્વ એટલે પરમાર્થ, મૂળભૂત સ્વભાવ, તેથી અપેક્ષાએ આ જગતમાં તત્ત્વભૂત પદાર્થ એક માત્ર શુદ્ધ બ્રહ્મ છે, તે જ આનંદઘન છે, સુખનો કંદ છે. આમ છતાં વ્યવહારમાં શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિમાં કારણભૂત પદાર્થને પણ તત્ત્વ કહેવાય છે. શુદ્ધ બ્રહ્મને પ્રાપ્ત કરવાના ઉપાયો બાહ્ય પણ હોઈ શકે છે અને અત્યંતર પણ હોઈ શકે છે. કેટલાક જીવો જિનવાણીનું શ્રવણ, પ્રભુપ્રતિમાનું પૂજન કે તપ, જપ, મહાવ્રત, સમિતિ-ગુપ્તિ-સામાચારીનું પાલન આદિ બાહ્ય અનુષ્ઠાનો સેવીને આત્મ- સ્વરૂપમાં લીન બની શકે છે. જ્યારે કેટલાક જીવો શુભચિંતન, ભાવના, ધ્યાન આદિ અંતરંગ ક્રિયાઓ દ્વારા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે. તત્ત્વ ક્રિયા બાહ્ય હોય કે અભ્યત્તર; પરંતુ સામ્યભાવની પ્રાપ્તિ તો નિર્મળ એવા આત્માનો વિચાર (ભાવના-ધ્યાન-અનુપ્રેક્ષા) જ કરાવે છે. અનાત્મતત્ત્વ પ્રત્યેની પ્રીતિ જ સુખદાયક સમતાદિ ગુણોનો નાશ કરી, દુ:ખદાયક મમતાદિ ભાવોને જન્મ | છે. જ્યારે આત્મતત્વની પ્રીતિ જડ પ્રત્યેની મમતા તોડી સમતાને જન્મ આપે છે. તેથી જ શાસ્ત્રના રહસ્યનું ઉદ્ઘાટન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, જે પણ ઉપાયથી આત્મભાવ=પરમભાવનું ફુરણ થાય, આત્મિક આનંદની અનુભૂતિ થાય તે ઉપાયો પ્રત્યે અમને ચોક્કસ અધિક પક્ષપાત હોય છે. કષાયોના સ્પર્શ વગરના શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ પ્રગટે તેવો જ્ઞાનનો પરિણામ જ પરમભાવ' સ્વરૂપ છે. 1. શ્લોકના પૂર્વાર્ધમાં નિર્મદિવાર: શબ્દ વાપર્યો છે અને ઉત્ત-ર્ધિમાં પરમભાવ શબ્દ પ્રયોગ છે. આ બન્ને શબ્દો પર્યાયવાચી જણાય છે, તેથી તદનુસા- અર્થ અને વિશેષાર્થ કર્યો છે. છતાં આ વિષયમાં તત્ત્વજ્ઞજનની વિશેષ વિચા-ણાઓ આવકાર્ય છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અમને આ પરમભાવ પ્રત્યે અધિક પક્ષપાત છે.” એમ કહેવા દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે, ન તો અમને વ્યવહાર પ્રત્યે પક્ષપાત છે કે ન તો અમને નિશ્ચય પ્રત્યે ઉપેક્ષા, તે જ રીતે ન તો અમને નિશ્ચય પ્રત્યે પક્ષપાત છે કે ન તો અમને વ્યવહાર પ્રત્યે ઉપેક્ષા છે. અમારો પક્ષપાત તો પરમભાવ પ્રત્યે છે, તેથી પરમભાવની પ્રાપ્તિમાં જ્યારે જે ઉપયોગી બને તેના પ્રત્યે અમને પક્ષપાત છે અને તેમાં જે બાધક બને તેના પ્રત્યે અમારો ઉપેક્ષાભાવ છે. કેમ કે, તે પરમભાવ જ સમતા ઉત્પન્ન કરે છે અને સમતાથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાનથી જ અનંતકાળના સુખ સ્વરૂપ મોક્ષ મળે છે. પરમભાવની પ્રાપ્તિનો સચોટ અને સરળ ઉપાય છે, નિચિત પંચાચારનું પાલન. નિચિતનો અર્થ છે એકરૂપ બનેલું; તેથી નિચિત પંચાચારનું પાલન એટલે આત્મસાતું થયેલું પંચાચારનું પાલન. પ્રારંભિક ભૂમિકામાં સાધક પંચાચારનો અભ્યાસ કરે છે. ત્યારે શુદ્ધ પાલનનું લક્ષ્ય હોવા છતાં તેનાથી અનેક સ્કૂલનાઓ થાય છે, આમ છતાં સદ્ગુરુના પારતત્વને સ્વીકારનાર સાધકને જેમ જેમ પોતાની સ્કૂલનાઓ જણાય છે, તેમ તેને દૂર કરવા સુદઢ પ્રયત્ન કરે છે. ધીમે ધીમે તેના માટે પંચાચાર સુઅભ્યસ્ત બની જાય છે, ત્યારે તે પંચાચારના સંસ્કારોનો સંચય થાય છે. સંચિત થયેલા આ સંસ્કારોને કારણે યોગી સતત પંચાચારની સહજ પ્રવૃત્તિ કરી શકે છે અને તે સિવાયની પ્રવૃત્તિઓનું તેના જીવનમાં કોઈ સ્થાન રહેતું નથી. આમ કરતાં કરતાં જ્યારે પંચાચાર આત્મા સાથે એકાકાર બની જાય છે, ત્યારે યોગીને કષાયના સ્પર્શ વગરના શુદ્ધ, આત્મા સંબંધી નિર્મળ એવો જ્ઞાનયોગનો અનુભવ હુરે છે. જ્ઞાનયોગની આવી અનુભૂતિ થતાં યોગી આત્માના અપૂર્વ આનંદનો અનુભવ કરી શકે છે અને તેથી ત્રણે જગતના સર્વ બાહ્ય ભાવો તેને નિ:સાર લાગે છે, તેના પ્રત્યેની ઉપેક્ષા સહજ બની જાય છે, પરિણામે બાહ્ય પદાર્થ દેહ, ઇન્દ્રિયોને સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, યોગીના ચિત્તમાં તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી; અંતે યોગી પરમ સમતાને પ્રાપ્ત કરે છે. આ રીતે મહામહોપાધ્યાયજી ભગવંતે વર્ણવેલી જ્ઞાનયોગની મહત્તાને જાણી વાચકવર્ગે પણ નિશ્ચયનું લક્ષ્ય સાધી આપે તે રીતે જ વ્યવહારનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ll૧] , અવતરણિકા : જ્ઞાનયોગી મહાત્માને તથા પોતાને પણ એક જ પ્રકારના પરમભાવ પ્રત્યે અધિક પક્ષપાત છે તે જણાવી, હવે તેમને અનેકવિધ અપરમભાવ પ્રત્યે લગાવ નથી એવું નથી, પરંતુ તે અપરમભાવને પામીને જ્ઞાનયોગીને સંતોષ થતો નથી, તેમ જણાવતાં કહે છેશ્લોક : स्फुटमपरमभावे नैगमस्तारतम्यं, प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं चिच्चमत्कारसारं, सकलनयविशुद्धं चित्तमेकं प्रमाणम् ॥६२ || (मालिनी) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-૬૨ શબ્દાર્થ : 9. નૈમ: - નૈગમનય, ૨. પરમાવે - અપ૨મભાવવિષયક રૂ/૪. સ્ફુટ તારતમ્યું - સ્પષ્ટ તારતમ્યને ખ્. પ્રવવતુ - ભલે કહે ૬. (પ) તુ - પરંતુ ૭. જ્ઞાનયોગી - જ્ઞાનયોગી ૮. તાવતા - તેટલા માત્રથી ૧/૧૦. વ્યેત્ ન - હર્ષિત થતા નથી. (કેમ કે) 99. વિ—મારતારં - જેમાં ચૈતન્યનો ચમત્કાર પ્રધાન છે ૧૨. તિવરમમાનં - જેણે ૫૨મભાવનો અનુભવ કર્યો છે, ૧રૂ. સર્વાહનવિશુદ્ધ - અને જે સકલ નય વિશુદ્ધ છે (તેવું) ૧૪/૧૧/૧૬. ń ચિત્ત પ્રમાળમ્ - એક ચિત્ત જ (જ્ઞાનયોગીને) માન્ય છે પ્રમાણ છે. શ્લોકાર્થ : ૧૩૧ નેગમનય અપરમભાવમાં સ્પષ્ટ તરતમતાને ભલે કહે, પરંતુ જ્ઞાનયોગી તેટલા માત્રથી ખુશ થતા નથી, કેમ કે તેઓને તો જેણે પરમભાવનો અનુભવ કર્યો છે, ચૈતન્યનો એટલે કે જ્ઞાનનો ચમત્કાર જેમાં પ્રધાન છે અને સકળ નયોથી જે વિશુદ્ધ છે તે ચિત્ત જ એક માત્ર પ્રમાણ છે, માન્ય છે. ભાવાર્થ : નૈગમનય મોક્ષનાં દૂરવર્તી કા૨ણોને પણ મોક્ષમાર્ગરૂપે સ્વીકારે છે, તેથી તે અપુનર્બંધક કક્ષાથી માંડી છેક શૈલેષી અવસ્થા સુધીની આરાધનાને મોક્ષના કારણરૂપે સ્વીકારે છે; પરંતુ જ્ઞાનયોગી મહાત્મા મોક્ષને અનુકૂળ છતાં મોક્ષથી અતિ દૂરવર્તી અવસ્થાને પામીને ‘હું મોક્ષમાર્ગમાં છું’ તેવો સંતોષ અનુભવતા નથી. જ્ઞાનયોગી તો પરમભાવનો અનુભવ ક૨ના૨, શુદ્ધજ્ઞાનોપયોગના ચમકારાવાળું સકળ નયથી વિશુદ્ધ ચિત્ત નિષ્પન્ન કરીને જ પોતે મોક્ષમાર્ગમાં હોવાનો સંતોષ અનુભવે છે. વિશેષાર્થ : દુનિયામાં દેખાય છે કે, દરેકના દૃષ્ટિકોણ, દરેકની રુચિ અને તદનુસા૨ દરેકની આકાંક્ષાઓ અલગ અલગ હોય છે. બ્રાહ્મણોને કોઈ કેટલુંય સારું ભોજન આપે તોપણ ઘીથી ભરેલાં ઘેબર મળે તો જ તેમને સંતોષ થાય છે. સાધનાક્ષેત્રમાં પણ આવું જ છે, જ્ઞાનયોગી મહાત્માને યોગમાર્ગનાં અનેક અનુષ્ઠાનો કરી લેવા માત્રથી સંતોષ થતો નથી, તેમને તો તે બધું કર્યા પછી પણ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરાવે એવું ચિત્ત ઉત્પન્ન થાય ત્યારે જ સંતોષ થાય છે. નૈગમનયની દૃષ્ટિ ધરાવતા સામાન્ય સાધકો તો મોક્ષપ્રાપ્તિના નિકટવર્તી કે દૂરવર્તી સર્વ માર્ગોને મોક્ષમાર્ગ તરીકે સ્વીકારે છે, તેથી તેઓ પ્રથમ ગુણસ્થાનકવર્તી સાધકની દેવપૂજા, ગુરુભક્તિ આદિને પણ મોક્ષના કારણરૂપે સ્વીકારે અને ચોથા, પાંચમા, છઠ્ઠા આદિ ગુણસ્થાનકોમાં રહેલા સાધકોનાં વિવિધ અનુષ્ઠાનોને પણ મોક્ષના કારણો તરીકે સ્વીકારે. જો કે આ સર્વ અનુષ્ઠાનો અનેકવિધ તરતમતાવાળા અપરમભાવરૂપ' છે. આમ છતાં સર્વે પરંપરાએ પ૨મભાવરૂપ નિર્વિકલ્પસમાધિનું કારણ બને છે, તેથી જ કારણમાં કાર્યનો ઉપચાર કરી નૈગમનય તેને મોક્ષના સાધન તરીકે માન્ય રાખે છે, આથી જ આ નયની દૃષ્ટિવાળા સાધકો 1. અપરમભાવ :- મોક્ષ અને મોક્ષના ઉપાયો પ્રત્યે રાગાત્મક વિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થાથી પણ સાધક વિશુદ્ધ વિશુદ્ધતર થતાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સવિકલ્પ અવસ્થા આત્માનું શુદ્ધ સ્વરૂપ ન હોવાને કા૨ણે તે અપ૨મભાવરૂપ કહેવાય છે. પરમભાવ :- સાધક જ્યારે રાગાત્મક વિકલ્પોથી પર થઈ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે અવસ્થા આત્માનું શુદ્ધસ્વરૂપ હોવાથી પરમભાવરૂપ છે. For Personal & Private Use Only www.airtelitary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સાધનામાર્ગની આવી અનેક અવસ્થાઓમાં પોતે મોક્ષમાર્ગમાં છે તેવો સંતોષ અનુભવે છે. નૈગમનયની દૃષ્ટિવાળા સાધકો આવી અનેકવિધ તરતમતાવાળી અવસ્થાને ભલે સ્વીકારે, પણ જ્ઞાનયોગીઓ તેટલા માત્રથી “પોતે મોક્ષમાર્ગમાં છે” એવું માની સંતોષ પામી શકતા નથી. તેમની દૃષ્ટિ નિશ્ચનયને માન્ય એવા આત્માના પરમ વિશુદ્ધસ્વરૂપ તરફ મંડાયેલી હોય છે, તેથી તેમને તો નિશ્ચયનયને માન્ય એવા આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવે તેવા ચિત્તની પ્રાપ્તિમાં જ “પોતે મોક્ષમાર્ગમાં છે? એવો સંતોષ થાય છે. આથી જ જ્ઞાનયોગીને તો જે ચિત્ત ૧. કલિત પરમભાવવાળું હોય ૨. ચિશ્ચમત્કારના સારભૂત હોય અને ૩. સકલનયથી વિશુદ્ધ હોય, તેની નિષ્પત્તિમાં જ હર્ષનો અનુભવ થાય છે. તેમાં જે ચિત્તમાં પરમભાવનું સંવેદન થયું હોય, તે કલિત પરમભાવવાળું ચિત્ત કહેવાય. સર્વ કર્મોથી, કષાયોથી, ક્લેશોથી મુક્ત એવું જે આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તે જ પરમભાવ છે. જ્યારે શ્રુતના ઉપયોગથી આ સ્વરૂપનું સંવેદન થાય, ત્યારે ચિત્ત આત્માના શુદ્ધસ્વરૂપમાં મગ્ન બને છે અને સતત પરમભાવની પ્રતીતિથી સભર રહે છે. પરમભાવમગ્ન ચિત્તને જ ચિમત્કાર સાર કહેવાય છે, કેમકે કષાયોના સ્પર્શ વગરના શ્રુતજ્ઞાનના ઉપયોગનું સંવેદન કરવું એ એક જ્ઞાનનો ચમત્કાર જ છે. અનાદિકાળથી મોહને આધીન બનેલા ચિત્ત માટે આ લગભગ અશક્ય પ્રાય: અવસ્થા હોવાથી તે ચમત્કારસ્વરૂપ જ લાગે છે. નિર્વિકલ્પઉપયોગવાળા, સર્વ બાહ્ય ભાવો પ્રત્યે ઉદાસીન અને પરમભાવને પામેલા ચિત્તને સર્વ નયો મોક્ષના કારણરૂપે નિ:સંદેહ સ્વીકારે છે; કેમ કે સર્વ નયોનું અંતિમ લક્ષ્ય તો સમતા આદિ ભાવો જ છે, તેથી તે ચિત્ત સકલન વિશુદ્ધ કહેવાય છે. આવું ચિત્ત નિષ્પન્ન કરવું તે જ્ઞાનયોગીનું લક્ષ્ય હોય છે અને તેઓને તેવું ચિત્ત નિષ્પન્ન થાય તેમાં જે હર્ષનો અનુભવ થાય છે, તે અન્ય સાધના કરવામાં કે અન્ય સિદ્ધિઓ હાંસલ કરવામાં થતો નથી. જ્ઞાનયોગ અધિકારના આ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ આધ્યાત્મિક ઉત્થાનને ઇચ્છતા સાધકને આ રીતે એક સુંદર લક્ષ્ય બંધાવી આપ્યું છે. સાધક જો આવા ચિત્તને લક્ષ્ય બનાવી પોતાની ભૂમિકાને અનુરૂપ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો કરતો જાય અને અધવચ્ચેની ભૂમિકાઓથી સંતોષ માનીને ક્યાંય અટકી ન જાય તો આત્મિક આનંદની અનુભૂતિ તેના માટે દૂર ન રહે. આકરા અવતરણિકા : જ્ઞાનયોગી મહાત્માને સકલન વિશુદ્ધચિત્ત જ પ્રમાણ છે એવા પૂર્વશ્લોકના કથનને જ દઢ કરતાં કહે છેશ્લોક : हरिरंपरनयानां गर्जितैः कुञ्जराणां सहजविपिनसुप्तो निष्टायो नो बिभेति । अपि तु भवति लीलोज्जृम्भिजृम्भोन्मुखेऽस्मिन् गलितमदभरास्ते" नोच्छ्वसन्त्येवं भीताः ॥६३ || (मालिनी) For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ - ગાથા-૬૩ ૧૩૩ શબ્દાર્થ : ૧/૨. અપરનાણાં રાખi - અપરનયરૂપી હાથીઓની રૂ. નૌઃ - ગર્જનાઓથી ૪/૫/૬ સહર્નાવિપિનસુત: નિશ્ચય: રિ: - સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ ૭/૮. વિમેતિ નો - ભય પામતો નથી ૧/૧૦. પ તુ - પરંતુ ૨૨. ટીટોસ્કૃમિકૃષ્પોન્સુર - લીલાપૂર્વક બગાસું ખાવાથી વિકસિત થયેલા ઊંચા મુખવાળો ૨૨/૦૩. સ્મિન મતિ - એવો આ (સિંહ) હોતે છતે ૨૪/૨૫. સ્કિતમમા તે મીતા - ગળી ગયેલા મદવાળા તે ડરેલા (હાથીઓ) ૨૬. ન યુવન્તિ વ - શ્વાસ પણ લઈ શકતા નથી શ્લોકાર્થ : નિશ્ચય સિવાયના અન્ય નયોસ્વરૂપ હાથીઓની ગર્જનાઓથી સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ ડરતો નથી. ઊલટું જ્યારે લીલાપૂર્વક બગાસું ખાઈને આ સિંહ સન્મુખ આવે ત્યારે તે હાથીઓનો મદ ગળી જાય છે અને ડરી ગયેલા તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. ભાવાર્થ : જેમ હાથીઓની ભયાનક ગર્જનાઓથી પણ જંગલમાં સૂતેલો સિંહ લેશ પણ ભય પામતો નથી, અને સિંહ જાગીને માત્ર બગાસું ખાય તોપણ ગર્જના કરતા હાથીઓના મદ ઉતરી જાય છે અને ડરી ગયેલા તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. તેમ અપરનય (નિશ્ચય સિવાયના વ્યવહાર આદિ નયો)રૂપી હાથીઓની ગર્જનાથી અર્થાત્ વ્યવહારને આધારે થતી અનેક પ્રરૂપણા કે પ્રવૃત્તિઓથી નિશ્ચયનયની પરિણતિરૂપ સિંહ લેશ પણ ભય પામતો નથી. વ્યવહારમાં સંપન્ન થતાં જ્યારે મહાત્મા નિશ્ચયપ્રધાન નિર્વિકલ્પઅવસ્થાને સન્મુખ બને છે, ત્યારે તો પેલા શ્વાસ લેવા પણ અસમર્થ બની ગયેલા હાથીઓની જેમ અપરનયોની વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ સદંતર શાંત થઈ જાય છે. વિશેષાર્થ : જંગલમાં હાથીઓ ત્યાં સુધી જ ગર્જના કરી શકે છે કે, જ્યાં સુધી સિંહ સૂતો હોય છે. એકવાર સિંહની આંખ ખૂલે અને તે માત્ર બગાસું ખાય ત્યાં તો હાથીઓના હાજા ગગડી જાય છે, તેમનો મદ ઉતરી જાય છે અને તેઓ એવા ડરી જાય છે કે, શ્વાસ પણ લઈ શકતા નથી. હાથીઓની ગર્જના વચ્ચે પણ સિંહ જેમ નિશ્ચિત બની સૂઈ શકે છે, તેમ વ્યવહારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ વચ્ચે પણ નિશ્ચયનયની પરિણતિ નિરાબાધ રીતે પ્રવર્તી શકે છે. કેમ કે દરેક નય આધારિત પરિણતિક પ્રવૃત્તિ કે પ્રરૂપણાનું અંતિમ ગન્તવ્ય - અંતિમ લક્ષ્ય તો નિશ્ચયની પરિણતિ ઉત્પન્ન કરવાનું જ હોય છે; પરંતુ સિંહ જાગ્યા પછી જેમ હાથીઓ ગર્જના કરી શકતા નથી, તેમ નિશ્ચયની પરિણતિ સક્રિય બન્યા પછી વ્યવહારની પ્રવૃત્તિ કે પ્રરૂપણાનો કોઈ અવકાશ રહેતો નથી. નિશ્ચયનય એટલે શુદ્ધ આત્મતત્ત્વને જોનારો નય. યોગી જ્યારે તમામ બાહ્યભાવો પ્રત્યે ઉદાસીન બની, સર્વ વિકલ્પોથી મુક્ત થઈ નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પોતાના શુદ્ધ જ્ઞાનગુણ સાથે તાદાભ્ય સાધી શકે છે, શુદ્ધ બ્રહ્મનો અનુભવ કરે છે. આ શુદ્ધાત્માના અનુભવથી સમૃદ્ધ દશા આત્માની સહજ દશા છે. તેને ગ્રંથકારશ્રીએ અન્યત્ર એકતાજ્ઞાન કે શ્રેષ્ઠ એવી જ્ઞાનદશા પણ કહી છે અને આ ગ્રંથમાં તેને For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નૈશ્ચયિત્રી શક્તિ પણ કહી છે. આ અવસ્થા એ સહજ આત્મભાવરૂપી જંગલના રાજા સિંહ સમાન છે. ચિત્તમાં જ્યારે આ સિંહ જાગતો હોય છે, ત્યારે વ્યવહારનયકૃત શુભ સંકલ્પ-વિકલ્પ, પ્રવૃત્તિઓ કે પરિણતિની કોઈ જરૂરીયાત રહેતી નથી. આથી જ નિશ્ચયનય માન્ય શુદ્ધ સ્વભાવરૂપ ધર્મ પ્રાપ્ત થતાં અન્ય વ્યવહાર પ્રેરિત શુભ અનુષ્ઠાનો ગૌણ બની જાય છે. તેનું કોઈ માન-સ્થાન રહેતું નથી, આથી જ કહ્યું છે કે, નિશ્ચયનયરૂપી સિંહ જાગૃત થતાં વ્યવહાર આદિ અન્ય નયોત પ્રવૃત્તિ કે પ્રરૂપણાઓનો કોઈ અવકાશ રહેતો નથી. વ્યવહાર આદિ અન્ય નયો સાધકની ચિત્તભૂમિકામાં ફરતાં હાથીઓ જેવા છે અને તસ્કૃત શુભવિકલ્પો એ હાથીની ગર્જનાઓ સમાન છે. દરેક સાધકનું લક્ષ્ય તો નિશ્ચયની પરિણતિ પેદા કરવાનું જ હોય છે; પરંતુ સાધક સીધો નિશ્ચયના ભાવ સુધી પહોંચી શકતો નથી. નિશ્ચય માન્ય શુદ્ધ આત્મભાવમાં સ્થિર રહેવા સાધકને પ્રારંભમાં તો અસવિકલ્પોને દૂર કરવા માટે સર્વિકલ્પોનો સહારો લેવો પડે છે. “હું તપ કરું, હું ત્યાગ કરું, દેવ-ગુરુની ભક્તિ કરું...' વગેરે શુભવિકલ્પ કરી સાધક આહારાદિનો ભોગ ઉપભોગ કરવાના અશુભવિકલ્પોથી છુટકારો મેળવે છે. આવા શુભ વિકલ્પો કરતી વખતે પણ સાધકનું ચિત્ત નિર્વિકલ્પ બનવાની ખેવના તો રાખે જ છે. વળી, ત્યારે પણ “આત્મા પરભાવનો કર્તા નથી કે ભોક્તા નથી' એવી નિશ્ચયની પરિણતિ અને પ્રરૂપણા પણ નિરાબાધ રીતે પ્રવર્તી શકે છે. આમ છતાં જ્યાં સુધી યોગી નિર્વિકલ્પઅવસ્થાને પ્રાપ્ત કરી, આત્મભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી નિશ્ચયનયરૂપી સિંહ સહજ આત્મભાવરૂપ જંગલમાં સૂતેલો છે એવું કહી શકાય. વ્યવહારકૃત વિવિધ પ્રવૃત્તિના કાળમાં પણ નિશ્ચયનય જાણે છે કે, આ બધી પ્રવૃત્તિઓ નિર્વિકલ્પ બનવા જ કરવાની છે, તેથી તે સૂતેલા સિંહની જેમ નિશ્ચિત હોય છે. ઉત્તરોત્તર શુભ પ્રવૃત્તિઓ કરતો સાધક જ્યારે આધ્યાત્મિક ઉન્નતિની ઉચ્ચતાને સ્પર્શે છે, ત્યારે તેને આત્મભાવમાં સ્થિર રહેવા સવિકલ્પો કે શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહારની આવશ્યક્તા રહેતી નથી. સહજ રીતે તે નિર્વિકલ્પભાવમાં સ્થિર થાય છે. જ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં સ્થિર થતાં યોગી સહજ રીતે જ આત્મિક આનંદને માણી શકે છે ત્યારે નિશ્ચયનયરૂપી સિંહ જે અત્યાર સુધી સૂતેલો હતો તે બગાસું ખાય છે. ચિત્તમાં નિશ્ચયનયની પરિણતિ જીવંત થતાં અન્ય નયોરૂપી હાથીઓના મદ ગળી જાય છે તેઓ શ્વાસ લેવા પણ સમર્થ રહેતા નથી. સહજ આત્મભાવરૂપ જંગલમાં નિશ્ચયનયરૂપી સિંહ જાગી જાય ત્યારે પ્રશસ્ત-અપ્રશસ્ત કોઈ વિકલ્પો જીવંત રહેતા નથી. ટૂંકમાં કહીએ તો વ્યવહારની દરેક ક્રિયાઓ આત્મમાત્રમાં મગ્ન રહેવા માટે કરવાની છે, તેથી વ્યવહાર પાલનકાળમાં નિશ્ચયની પરિણતિ જીવંત રહે છે; પરંતુ સાધક જ્યારે આત્મધ્યાનમાં મગ્ન બની જાય ત્યારે વ્યવહાર હોય પણ ખરો કે ન પણ હોય. ક્રિયાકાળમાં ધ્યાન યોગ હોય; પરંતુ ધ્યાનકાળમાં ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય. કall અવતરણિકા : સર્વ નયોમાં નિશ્ચયનયની પરિણતિ સિંહ જેવી છે તે જણાવી, હવે આ પરિણતિ ક્યા યોગીને પ્રગટે છે અને એ પરિણતિ જ્યારે પ્રગટે છે ત્યારે તે યોગીઓનું ચિત્ત કેવું બને છે, તે જણાવે છે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-૯૪ ૧૩૫ શ્લોક : कलितविविधबाह्यव्यापकोलाहलौघव्युपरमपरमार्थे भावनापावनानाम् । कचन किमपि शोच्यं नास्ति नैवास्ति मोच्यं, न च किमपिं विधेर्य नैवे गेय ने देयम् ||६४ II (मालिनी) શબ્દાર્થ : 9. ભાવનાપવિનાનામ્ - ભાવનાથી પવિત્ર થયેલા યોગીઓને ૨. ઋતિ-વિવિધ-વાહ્ય-વ્યાપ-અનેક પ્રકારના બાહ્ય વ્યવહારના વિસ્તારના સ્રોત્રદૌલ-ટ્યુપરમ-પરમાર્થે - કોલાહલનો સમૂહ શાંત થવાને કારણે (આત્માની અનુભૂતિરૂપ) પરમાર્થ જણાય ત્યારે રૂ. વન - ક્યાંય ૪. મિપિ - કાંઈ પણ ૧/૬. શોધ્યું નતિ - શોક કરવા લાયક નથી ૮, મોડ્યું નૈવતિ - છોડવા લાયક પણ નથી જ. ૬/૧૦/99. શિમર વિધેયં ન - કાંઈ પણ કરવા લાયક નથી ૧૨/૧રૂ. પ્રેયમ્ ન - આપવા લાયક નથી ૧૪ 9૫/૧૬, નૈવ - અને ગાવા લાયક પણ નથી જ. શ્લોકાર્થ : આત્મભાવનાથી પવિત્ર થયેલા યોગીઓને અનેક પ્રકારના બાહ્ય વ્યવહારના વિસ્તારના કોલાહલનો સમૂહ શાંત થવાના કારણે આત્માની અનુભૂતિસ્વરૂપ પરમાર્થ જણાય ત્યારે ક્યાંય કાંઈ પણ શોક કરવા યોગ્ય, છોડવા યોગ્ય, કરવા યોગ્ય, આપવા યોગ્ય કે ગાવા યોગ્ય રહેતું નથી જ. ભાવાર્થ : આત્મસ્વરૂપના ચિંતન, મનન, ભાવન આદિ દ્વારા અંત:કરણને ભાવિત કરનારા મહાત્માઓનું ચિત્ત સર્વિકલ્પો કરી કરીને ધીરે ધીરે અસવિકલ્પોથી મુક્ત થતું જાય છે. આ રીતે સાધના કરતાં, કરતાં આગળ વધતાં એક એવી ભૂમિકા સર્જાય છે કે, જ્યાં તે યોગી મહાત્માને કોઈ સવિકલ્પની પણ જરૂરીયાત રહેતી નથી. આ ભૂમિકા સર્જાતાં અનાદિકાળથી ચિત્તમાં બાહ્યભાવવિષયક જે અનેક વિકલ્પો ઉઠતા હતા કે પ્રશસ્તઅપ્રશસ્ત કષાયોનો જે કોલાહલ પ્રવર્તતો હતો તે શાંત થઈ જાય છે અને યોગી નિર્વિકલ્પસમાધિ પ્રાપ્ત કરે છે. ચિત્તમાંથી કોલાહલ શાંત થતાં યોગી પરમાર્થનો અનુભવ કરે છે એટલે કે કષાયોની લેશમાત્ર આધીનતા વગરનો આત્મિક આનંદ અનુભવે છે. સહજ એવા આત્માના સુખનો અનુભવ થયા પછી સિદ્ધયોગીને બાહ્યપદાર્થ આવે કે જાય તેમાં કોઈ હર્ષ-શોક થતો નથી. બાહ્ય કોઈ વસ્તુ લેવા કે મૂકવા યોગ્ય પણ લાગતી નથી કે તેની નિંદા કે પ્રશંસા પણ કરવા જેવું જણાતું નથી. એકમાત્ર નિર્ટન્દ્ર પ્રસન્નતાની અનુભૂતિ હોય છે. વિશેષાર્થ : સૂક્ષ્મપ્રજ્ઞા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનો બોધ મેળવી જેણે જડ અને ચેતનનો ભેદ જાણ્યો હોય, આત્મા, શરીર આદિથી જુદો છે એવી અન્યત્વભાવનાની વિચારણાઓથી જેણે ચિત્તને ભાવિત કર્યું હોય, આત્મસ્વરૂપને કેમ પ્રગટ કરવું તેની જે સતત વિચારણા કરતા હોય, આત્માનું હિત-અહિત, સુખ-દુ:ખ શેમાં છે તેનું જેણે ચિંતન કર્યું હોય, જીવમાત્રમાં આત્માને જોવાની જેણે દૃષ્ટિ કેળવી હોય, આત્મતત્ત્વને પામવા માટેની પ્રભુ આજ્ઞાને For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર સમજવા તથા ડગલે ને પગલે તેને અમલમાં મૂકવા જેઓનો સુદઢ પ્રયત્ન ચાલું હોય, તે યોગીએ પરમભાવની ભાવનાઓથી પોતાના ચિત્તને અતિ પવિત્ર બનાવ્યું કહેવાય. પવિત્ર અંત:કરણવાળા આ યોગીઓ જેમ જેમ ભાવનાઓથી વિશેષ ભાવિત થતા જાય છે, તેમ તેમ આત્માથી ભિન્ન એવા પૌદ્ગલિક ભાવો પ્રત્યે વધુને વધુ ઉદાસીન બનતા જાય છે. તેઓના વિષયોને ભોગવવાના, માન-પાન મેળવવાના, શરીરને સજાવવાના અસત્ વિકલ્પો તો નાશ પામી જ ગયા હોય છે; પરંતુ આગળ વધીને ઉત્તરોત્તર ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થતાં તો “હું તપ કરું, હું ત્યાગ કરું, સુંદર ભગવદ્ભક્તિ કરું, ગુરુકૃપાપાત્ર બનું, શાસ્ત્રાભ્યાસ કરું, તત્ત્વને જાણું, ધર્મોપદેશ દ્વારા અનેકને ભગવાનનો માર્ગ બતાવી સંસારથી તારું, તીર્થયાત્રા કરું, પ્રતિક્રમણ આદિ શુભ ક્રિયાઓ કરી કર્મને દૂર કરું....' વગેરે જે બાહ્ય વ્યવહારો કરવાના વિકલ્પો વર્તતા હતા અર્થાત્ જે પ્રશસ્ત પણ કષાયોનો કોલાહલ ચાલું હતો તે પણ શાંત થઈ જાય છે. ચિત્તમાંનો આ કોલાહલ શમી જતાં યોગી નિર્વિકલ્પઅવસ્થાને પ્રાપ્ત કરે છે અને આત્માના અનેરા આનંદને અનુભવે છે. અહીં તેઓ પૂર્વે ક્યારેય ન માણી હોય તેવી આત્મિક મસ્તી માણે છે. આ અવસ્થામાં અંદરમાં આનંદનો અલિત પ્રવાહ પ્રવર્તતો હોઈ બાહ્ય પદાર્થ મળ્યા કે ન મળ્યા તે વાત સ્પર્શતી જ નથી. ખુદ પોતાના શરીરને કોઈ શણગારે તો હર્ષ અને તેને કાપે કે બાળે તો શોક થતો નથી. આ મહાત્માઓ સ્વરૂપદશામાં એવા રમમાણ હોય છે કે તેમને કોઈપણ રીતે સંસાર સ્પર્શી જ શકતો નથી, તેથી તેમને સંસાર અને મોક્ષ વચ્ચે પણ કોઈ ભેદ દેખાતો નથી એટલે નથી તો સંસારને છોડવાની ઇચ્છા રહેતી કે નથી મોક્ષ મેળવવાની ઇચ્છા રહેતી. આહાર સંજ્ઞા સતાવતી હતી ત્યાં સુધી તપ-ત્યાગાદિ જરૂરી હતા પણ હવે શુદ્ધ આત્મતત્ત્વ સિવાય ક્યાંય રમણતા નથી, માટે કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય કે છોડવા યોગ્ય રહેતી નથી. જ્યાં સુધી સંસારથી છૂટવાની ઇચ્છા હોય ત્યાં સુધી તેના માટેનો ઉદ્યમ પણ હોય અને અનેક પ્રકારની ક્રિયાઓ પણ કરવી પડે; પરંતુ આત્માની અનુભૂતિ થયા પછી કોઈ ક્રિયાની જરૂર રહેતી નથી. કર્મોથી મુક્ત થવા વૈયાવચ્ચ આદિ સત્કૃત્યો પણ આવા મહાત્માઓ માટે વિધેય નથી. આમ છતાં પૂર્વ કરેલ સાધનાથી પ્રગટેલા પ્રબળ સંસ્કારના કારણે જ સમતાના પરિણામથી જ તેઓ સહજ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે. ઘાતકર્મો સત્તામાં હોવાને કારણે સંસારમાં રહેલા હોવા છતાં પણ અકલ્પનીય સુખ ભોગવી રહેલા આ મહાત્માઓ માટે જગતમાં પ્રશંસા કરવા યોગ્ય કાંઈ નથી. કેમ કે જગતમાં “પરમભાવ'થી સુંદર કાંઈ નથી, તેમના માટે પોતાના સત્કૃત્યો તો ગાવા યોગ્ય નથી જ, પણ અન્યના સત્કૃત્યો પણ તેમની ભૂમિકામાં ગાવા યોગ્ય નથી રહેતા; કેમ કે જ્ઞાતા-દ્રષ્ટા ભાવની પરાકાષ્ઠાને પામેલા આ મહાત્માઓ દરેક ભાવ પ્રત્યે ઉદાસીન હોય છે. જગતના સર્વ પદાર્થોથી તે પોતાની જાતને વેગળી જુવે છે. એકમાત્ર આત્માના જ્ઞાનાદિ ગુણો અર્થાત્ આત્માના સ્વભાવ સિવાય આ મહાત્માઓને કોઈ પદાર્થ પોતાનો જણાતો નથી, સંવેદાતો નથી. અન્ય પદાર્થો તો ઠીક; પરંતુ પોતાના મન, વચન કે કાયા પણ તેમને પોતાના લાગતા નથી, પણ પરભાવ લાગે છે. પોતાનું For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-ઉપ ૧૩૭ કાંઈ હોય તો બીજાને આપી શકાય પણ જેને કાંઈ જ પોતાનું ન લાગતું હોય તેને વળી આપવા યોગ્ય પણ શું હોય ? પુન: એ જ કહેવું પડે કે આવા જ્ઞાનયોગીનું ચિત્ત શબ્દાતીત છે. શબ્દ દ્વારા તેની કલ્પના કરવી પણ અશક્ય છે. જો અવતરણિકા : જ્ઞાનયોગની પ્રાપ્તિ થતાં જ્યારે કોણ છું' તેનો અનુભવાત્મક બોધ થાય છે ત્યારે યોગી કેવો બને છે, તે જણાવી અધિકારની પૂર્ણાહુતિ કરે છેશ્લોક : इति' सुपरिणतात्मख्यातिचातुर्यकलिर्भवति यतिपतियष्टिौद्भरोद्भासिवीर्यः । हरहिमकरहारस्फारमन्दारगङ्गा તશશુજા ચાઢીયા વશીઃ ૬ (મતિની) શબ્દાર્થ : 9. તિ - આ પ્રમાણે ૨. સુપરિતાત્મ-વ્યતિ-વાતુર્ય-શ૪િ: - સારી રીતે પરિણત થયેલી આત્મખ્યાતિમાં ચતુરાઈ પૂર્વક ક્રીડ઼ા કરનાર ૩/૪, : તિતિ: - જે યતિપતિ (યોગી) . વિમરમવીર્થ: - ચૈતન્યપુંજમાં – જ્ઞાનયોગમાં ઉલ્લસિત વીર્યવાળા ૬. મતિ - થાય છે, ૭/૮. તરીયા યશ:શ્રી: - તેમની યશરૂપી લક્ષ્મી /૧૦. દર-હિંમર-દારશ્નાર-મન્તર--રનતિ»શ - શુધ્રા ચાતુ - શિવજીનો ચન્દ્ર, દેદીપ્યમાન હાર, મોગરાના ફૂલ, ગંગા અને ચાંદીના કળશ જેવી ઉજ્જવળ થાય છે. શ્લોકાર્થ : આ પ્રમાણે = શ્લોક ૩૪માં કહ્યું તે પ્રમાણે સારી રીતે પરિણત પામી ગયેલ આત્મખ્યાતિમાં ચાતુર્યપૂર્વક રમણ કરનાર જે યતિપતિ શુદ્ધ ચૈતન્યથી સભર બનેલ ભાવમાં, એટલે કે જ્ઞાનયોગમાં ઉત્પન્ન થયેલા વીર્યવાળા થાય છે, તેની યશરૂપી લક્ષ્મી શિવજી, ચન્દ્ર, દેદીપ્યમાન હાર, મોગરાના ફુલ, ગંગા અને ચાંદીના કળશ જેવી ઉજ્જવળ થાય છે. ભાવાર્થ : અનાદિકાળથી જીવને જડ એવા શરીરમાં “આ હું છું” એવી બુદ્ધિ પ્રવર્તે છે જે “અન્યતા ખ્યાતિ' એટલે કે વિપરીત બુદ્ધિ છે. જ્ઞાનયોગશુદ્ધિ અધિકારમાં જણાવ્યું તે પ્રમાણે યોગી જ્યારે પરમભાવનો અનુભવ કરે છે, ત્યારે અન્યતાખ્યાતિ ટળે છે અને આત્મખ્યાતિ અત્યંત પરિણત થાય છે. આવા મહાત્મા બાહ્ય સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન હોય છે અને આત્મસ્વરૂપના અવલોકન માટે આવશ્યક ચતુરાઈમાં તેઓની પ્રવૃત્તિ પ્રતિદિન વૃદ્ધિ પામે છે. જેના કારણે શુદ્ધ ચૈતન્યભાવમાં એટલે કે જ્ઞાનયોગમાં પ્રવર્તતું વીર્ય વધુને વધુ ઉલ્લસિત થતું For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જાય છે. આવા મુનિ પરમસમતાવાળા હોવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે. પરિણામે તેમનો યશ અતિ અતિ ઉજ્જવળ બને છે. વિશેષાર્થ : બુદ્ધિશાળી વ્યક્તિ પણ જો આત્મબોધ વિનાની હોય તો તે સતત બાહ્ય વિષયોમાં જ બુદ્ધિ દોડાવ્યા કરે છે અને તેમાં રાગાદિ ભાવો કરી દુ:ખી થયા કરે છે. જ્યારે જ્ઞાનયોગી મહાત્મા આત્મિકભાવોને પામવા માટે આત્માને સતત આત્મ-ભાવનાઓથી ભાવિત કરે છે. જેના કારણે બાહ્ય પદાર્થોને અનુલક્ષીને તેમના ચિત્તમાં પૂર્વે જે કોલાહલો ચાલતા હતા તે શાંત થઈ જાય છે અને તેમને આત્માની અનુભૂતિ થાય છે. દાર્શનિક ભાષામાં કહીએ તો તેઓની અન્યતાખ્યાતિ ટળે છે અને આત્મખ્યાતિ પ્રગટે છે. અર્થાત્ “હું સ-ચિત્ત પણ જડ શરીરસ્વરૂપ નથી' એવી બુદ્ધિ પ્રગટે છે. જ્ઞાનયોગીઓની આવી બુદ્ધિ માત્ર માહિતી સ્વરૂપ નથી હોતી; પરંતુ અનુભૂતિસભર હોય છે, તેથી તે સતત આત્મભાવમાં રમણ કરાવે છે. કોઈપણ કાર્ય કરતાં આત્મભાવમાં સ્થિર કેમ રહેવું ? આત્મિક આનંદ કેમ માણવો તેની ચતુરાઈ અને કળા તેમને હસ્તગત થઈ ગઈ હોય છે, આથી જ ગ્રન્થકારશ્રીએ આ છેલ્લા શ્લોકમાં જ્ઞાનયોગીને આત્મખ્યાતિના વિષયમાં જ ચાતુર્યપૂર્વક ક્રીડા કરનાર કહ્યા છે. આવા મહાત્માઓનું ચાતુર્ય તો આ વિષયમાં ખીલે જ છે; પરંતુ તેમનું વીર્ય = આત્મિક શક્તિ પણ શુદ્ધ આત્મતત્ત્વને પામવા ઉલ્લસિત થઈ હોય છે, તેથી જેટલી પણ શક્તિ પ્રગટ થઈ હોય છે તે સર્વનો ઉપયોગ આ મહાત્માઓ માત્ર આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવામાં જ વાપરે છે, આથી ગ્રંથકારશ્રી તેમને ચિહ્નરમાં એટલે કે શુદ્ધ ચૈતન્યના પંજમાં = વિશિષ્ટ જ્ઞાનયોગમાં પ્રકાશિત વીર્યવાળા જણાવે છે. આ જ્ઞાનયોગી મહાત્માઓ પોતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ અને બળનો ઉપયોગ આત્મસ્વરૂપમાં રમમાણ રહેવા કરે છે, તેનાથી તેઓ પરમ સમતા, નિશ્ચલ ધ્યાન, સર્વત્ર અસંગ પરિણતિ જેવા ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક ગુણો પ્રગટાવે છે. આ ગુણોના આલમ્બને તેઓ સામર્થ્યયોગ સાધે છે અને તેના દ્વારા તેઓ ઘાતકર્મને હણી કેવળશ્રીને વરે છે. વળી, આયુષ્યનો અંત થતાં અઘાતી કર્મનો પણ નાશ કરી અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને જ્યાંથી ફરી ક્યારેય પાછું આવવાનું નથી તેવી સિદ્ધિગતિના સ્વામી બની સદાકાળ માટે આત્માના સહજ આનંદમાં મહાલે છે. આત્મસ્વરૂપને પ્રગટ કરવાના બુદ્ધિ અને વિર્યપૂર્વકના પ્રયત્નથી સાધકમાં અનુપમ ગુણસંપત્તિ ખીલે છે. જેના કારણે તેનો યશ શિવના મસ્તક ઉપર રહેલ ચંદ્ર જેવો શીતળ, દેદીપ્યમાન હારની જેમ શોભામાં અભિવૃદ્ધિ કરનારો, મોગરાના ફુલની જેમ સુગંધને પ્રસરાવતો, ગંગા જેવો પવિત્ર અને ચાંદીના કળશ જેવો અતિ ઉજ્જવળ બની ચોમેર ફેલાય છે. જ્ઞાનયોગ શુદ્ધિ અધિકારના આ છેલ્લા શ્લોકમાં પણ ગ્રંથકારશ્રીએ યશ:શ્રી' શબ્દ દ્વારા ગર્ભિત રીતે પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. કંપા ।। इति श्री अध्यात्मोपनिषत्प्रकरणे ज्ञानयोगशुद्धिनामा द्वितीयोऽधिकारः ।। For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદુ ભાગ બીજે ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષ ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર હેમ પરીક્ષા જેમ હુવેજી, સહત હુતાસન તાપ; જ્ઞાનદશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ...” - ૧૨૫ ગાથાનું સ્તવન આત્મિક સુખ પામવાની દિશા બતાવનાર સર્વજ્ઞના વચનનું મહત્ત્વ સમજી, અત્યંત તટસ્થ બુદ્ધિથી કયું વચન વીતરાગ સર્વજ્ઞનું છે, તેનો નિર્ણય કરીને, સર્વજ્ઞના તે વચનોને દર્શાવનાર શાસ્ત્રને પરતંત્ર બનીને, અતીન્દ્રિય માર્ગનો શ્રદ્ધા પૂર્વકનો બોધ તે “શાસ્ત્રયોગ છે અને તેનાથી પ્રગટતી આત્મિક શુદ્ધિ તે “શાસ્ત્રયોગશુદ્ધિ છે. તો વળી સ્વચ્છન્દવૃત્તિનો ત્યાગ કરી શાસ્ત્રાનુસારી જીવન જીવતાં, આત્મિક સુખનો જે આંશિક પણ અનુભવ થાય છે, તે “અનુભવ જ્ઞાન” જ “જ્ઞાનયોગ” છે અને તેનાથી પ્રગટતી આત્મિકશુદ્ધિ તે “જ્ઞાનયોગશુદ્ધિ' છે. આ બન્ને શદ્ધિ શબ્દબ્રહ્મસ્વરૂપને પામવાના બે સોપાન છે. પૂર્વના બે અધિકારોમાં ક્રમશ: તે બન્નેની સમજ પ્રાપ્ત કર્યા પછી, હવે ‘ક્રિયાયોગશુદ્ધિ' નામના ત્રીજા સોપાનને આ અધિકારમાં સમજવાનું છે. - ' “ક્રિયાયોગશુદ્ધિ' એટલે આત્માની વીર્યધારાની શુદ્ધિ. અનાદિકાળથી પરભાવમાં પ્રવર્તતી વિર્યધારાને જ્ઞાનના આધારે સ્વભાવમાં પ્રવર્તાવવી, બાહ્ય પદાર્થોમાં વ્યાપૃત રહેતા આત્મિક બળને અંતરંગ દુનિયામાં કેન્દ્રિત કરવું કે સર્વે અનુચિત પ્રવૃત્તિઓ અટકાવી પોતાની આંતર શક્તિને માત્ર ઉચિત પ્રવૃત્તિઓ કરવામાં કાર્યાન્વિત કરવી; તે સર્વ વીર્યધારાની શુદ્ધિરૂપ “ક્રિયાયોગશુદ્ધિ' છે. આમ, અપેક્ષાએ “શાસ્ત્રયોગશુદ્ધિ'માં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશથી સહચરિત દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રધાનતા ભોગવતો હોવાથી, તે દર્શનગુણની શુદ્ધિસ્વરૂપ છે જ્ઞાનયોગશદ્ધિમાં ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સહચરિત જ્ઞાનાવરણીયકર્મનો. ક્ષયોપશમ મુખ્ય હોવાથી, તે આત્માના જ્ઞાનગુણની શુદ્ધિસ્વરૂપ છે. જ્યારે ‘ક્રિયાયોગશુદ્ધિ મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થતાં આત્માના ચારિત્રગુણની શુદ્ધિસ્વરૂપ છે, તેથી આ ત્રણે શુદ્ધિઓ દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂ૫ રત્નત્રયીમય સંપૂર્ણ મોક્ષમાર્ગની શુદ્ધિ છે, એમ કહી શકાય . શાસ્ત્રયોગશુદ્ધિ અને જ્ઞાનયોગશુદ્ધિનો પ્રારંભ વ્યવહારનય જેમ અપુનબંધક અવસ્થાથી સ્વીકારે છે, તેમ તેની સાથે સંકળાયેલી ક્રિયાયોગશુદ્ધિનો પ્રારંભ પણ વ્યવહારનય અપુનબંધક કક્ષામાં સ્વીકારે છે. જ્યારે નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો વિરતિના પરિણામ વિના ક્રિયાયોગશુદ્ધિ શક્ય નથી, તેથી નિશ્ચયનયાનુસાર તો પાંચમાં ગુણસ્થાનકથી જ ક્રિયાયોગ સંભવે છે. | ભિન્ન ભિન્ન અપેક્ષાએ ક્રિયાયોગની શરૂઆત ભિન્ન ભિન્ન કક્ષાએ થઈ શકે છે; પરંતુ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ત્રીજો, ૨-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ક્રિયાયોગની નિરતિચારતા તો છટ્ઠા ગુણસ્થાનકના ઉપરના કંડકસ્થાનોમાં કે સાતમા ગુણસ્થાનકથી જ સંભવે છે. આવી અવસ્થા પ્રાપ્ત થતાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો સંપૂર્ણ લોલીભૂત પરિણામ પ્રાપ્ત થાય છે. જેના પરિણામે આત્મિક સુખને જાણવા અને માનવા ઉપરાંત તેને માણી પણ શકાય છેઃ અહીં ક્રિયાયોગ નિરતિચાર બને છે અને ઉપર ઉપરની ભૂમિકામાં તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગ સાકર અને તેના સ્વાદની જેમ એકરૂપ બની જાય છે. ક્રિયાયોગની આવી પ્રબળતા સામર્થ્યયોગના કાળમાં નિષ્પન્ન થાય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં તે સ્વાભાવિક બની જાય છે. કેવળજ્ઞાન પછી સર્વસંવ૨ભાવના ચારિત્રમાં તેની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. અયોગી અવસ્થામાં તે ક્રિયાયોગ યોગનિરોધની ક્રિયાસ્વરૂપે આત્માનું સંપૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રગટ કરી, પૂર્ણતયા ફળપ્રદ બને છે. જો કે આ તેની પરિપૂર્ણતા છે, તોપણ શાસ્ત્રકાર ભગવંતો અહીં તેનો અંત નથી સ્વીકારતા; પરંતુ શુદ્ધ કેવળજ્ઞાન જેમ સિદ્ધ અવસ્થામાં આત્માના સ્વભાવરૂપે અનંતકાળ સુધી આત્મા સાથે જ રહે છે, તેમ આત્મભાવમાં સ્થિર બનેલી વીર્યધારારૂપે સંપૂર્ણ શુદ્ધ બનેલો ક્રિયાયોગ પણ આત્માના સ્વભાવરૂપે અનંતકાળ સુધી આત્મા સાથે જ ૨હે છે એવું તેઓ માને છે, તેથી ક્રિયાયોગશુદ્ધિનો પ્રારંભ છે, પણ તેનો અંત નથી. જ્ઞાનની પ્રાપ્તિ વગર ક્રિયાની શુદ્ધિ નથી અને ક્રિયા વિના જ્ઞાન પ્રગટતું પણ નથી કે જણાતું પણ નથી, તેથી જ્ઞાન અને ક્રિયાનો અન્યોન્ય સંબંધ હોવા છતાં કોને પ્રથમ માનવું ? કોને કોનું કારણ માનવું ? અને કોને કોનું કાર્ય માનવું ? તે સમજવું કપરું છે; છતાં સાધના જીવનમાં એ બંનેની અતીવ આવશ્યક્તા મનાઈ હોવાથી સાધક માટે આ રહસ્ય સમજવું અતિ જરૂરી પણ છે. સામાન્યથી વિચારીએ તો નિયમ એવો છે કે શાસ્ત્રનો અભ્યાસ ક૨વાથી જ્ઞાન પ્રગટે અને જ્ઞાન પ્રગટતાં જીવ ઉચિત ક્રિયાઓમાં પ્રવર્તે છે. તેથી જ્ઞાનસ્ય તું વિરતિઃ કે પદ્મમં નાળ તઓ વ્યા એ ઉક્તિઓને અનુસારે જ્ઞાનયોગનું કાર્ય ક્રિયાયોગ છે, એવું માનવું જોઈએ એટલે કે, પહેલાં જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી તેના કાર્યસ્વરૂપે ક્રિયા પ્રાપ્ત થાય છે, એમ માનવું જોઈએ, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં એકાંતે આવું નથી હોતું. સ્વયં ગ્રંથકારશ્રીએ જ્ઞાનયોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું હતું કે જ્ઞાનયોગ ‘યોગનાદષ્ટનિતઃ '' છે એટલે કે ચારિત્રનું પાલન કરતાં જે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું વિશિષ્ટ મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ ‘અનુભવજ્ઞાન’ જ જ્ઞાનયોગ સ્વરૂપ છે. આ વ્યાખ્યાથી ક્રિયાયોગનું કાર્ય જ્ઞાનયોગ જણાય છે. હકીકતમાં શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગ ત્રણે પરસ્પર સંકલિત છે. પ્રારંભિક શાસ્ત્રજ્ઞાનથી વિષય-કષાયની અનર્થકારિતાનું ભાન થાય છે અને આવા જ્ઞાનના આધારે વિષયાદિથી નિવૃત્ત થવાની ક્રિયાઓ ચાલુ થાય છે. તપ, જપ, ધ્યાન, સંયમ આદિની આ ક્રિયાઓથી આત્માના સુખની કે આત્મિક ગુણોની આંશિક અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ જ જ્ઞાનયોગસ્વરૂપ છે. આ જ્ઞાનયોગસ્વરૂપ અનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગે આગળ વધવાની વિશિષ્ટ સૂઝ પ્રાપ્ત થાય છે, પરિણામે તપ-સંયમની ક્રિયાઓની વિશેષ શુદ્ધિ થાય છે, જે ક્રિયાયોગસ્વરૂપ છે. તે શુદ્ધ ક્રિયાઓથી પુન: શુદ્ધતર જ્ઞાનયોગ પ્રગટે છે. આમ જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે પણ સાધક ક્રિયાયોગનો સહારો લે છે અને જ્ઞાનયોગની પ્રાપ્તિથી વિશુદ્ધતર ક્રિયાયોગ નિષ્પન્ન પણ થાય છે, તેથી અપેક્ષાએ બન્ને એકબીજાનાં કારણ (જનક) પણ છે અને બન્ને એકબીજાનાં કાર્ય (જન્મ) પણ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશિકા. ૧૪૩ છે. ટૂંકમાં તે બન્ને વચ્ચે પરસ્પર જન્ય-જનક ભાવ સંબંધ છે. બન્ને એકબીજાની શદ્ધિમાં કારણ બને છે. ઉત્તરોત્તર એક બીજાની શદ્ધિ થતાં જ્યારે બન્નેનો પરિપાક થાય છે ત્યારે બન્ને વચ્ચેનો ભેદ લુપ્ત થઈ જાય છે, બન્ને એકરૂપ બની જાય છે. આમ શાસ્ત્રયોગનું કાર્ય જ્ઞાનયોગ છે, તો જ્ઞાનયોગનું કાર્ય ક્રિયાયોગ છે. તેમ છતાં ત્રણે પરસ્પર સંવલિત (સંકળાયેલા) છે. પ્રારંભમાં શાસ્ત્રયોગ માત્ર તત્ત્વની જિજ્ઞાસારૂપ હોય છે, તો તેની નિષ્ઠા સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગ પણ પ્રારંભિક ભૂમિકામાં અનુભવજ્ઞાનરૂપે વર્તે છે, તો તેની નિષ્ઠા પ્રાભિજ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રારંભમાં ક્રિયાયોગ પૌગલિક ભાવોથી નિવૃત્ત થવાના યત્નભૂત તપાદિરૂપે દેખાય છે, તો તેની નિષ્ઠા આત્મભાવમાં સ્થિરતારૂપે સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તેથી શાસ્ત્રયોગથી જ્ઞાનયોગ નિષ્પન્ન થતો હોવા છતાં અને જ્ઞાનયોગથી જ ક્રિયાયોગ પ્રાપ્ત થતો હોવા છતાં પણ શાસ્ત્રયોગની નિષ્ઠા પ્રાપ્ત થાય તે પછી જ જ્ઞાનયોગ આવે અને જ્ઞાનયોગની નિષ્ઠા પ્રાપ્ત થાય તે પછી જ ક્રિયાયોગ આવે તેવું નથી. દરેક ભૂમિકામાં ત્રણે એકબીજાના કાર્ય-કારણરૂપે વર્તે છે. પ્રારંભિક કક્ષાના શાસ્ત્રયોગથી પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ પ્રગટે છે અને તેનાથી પ્રારંભિક ક્રિયાયોગ પ્રાપ્ત થાય છે. જેનાથી વળી ઉપરની કક્ષાના શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગ પ્રાપ્ત થાય છે. તેથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી નિષ્ઠા સુધી દર્શન-જ્ઞાન-ચારિત્ર સંકળાયેલાં જ રહે છે. ક્યારેક જ્ઞાનની પ્રધાનતા હોય છે તો ક્યારેક ક્રિયાની પ્રધાનતા હોય છે. પરંતુ દરેક સ્થાનમાં ગૌણરૂપે અન્યની હાજરી તો હોય જ છે. આ રીતે ક્યાંય જ્ઞાન કે ક્રિયાનો એકાંત નથી હોતો, પણ સર્વત્ર સ્યાદ્વાદ હોયછે. ક્રિયાયોગશુદ્ધિ નામના આ અધિકારમાં ગ્રન્થકારશ્રીએ આગમ વચનો, અન્ય દર્શનકારોના કથનો આદિ રજૂ કરીને અનેક રસપ્રદ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા એકાંતિક જ્ઞાનનયનું ખંડન કરીને એક કે નિરાળી શૈલીમાં ક્રિયાયોગનું સ્વરૂપ અને તેની મહત્તા દર્શાવી છે. આ રીતે તેમણે મોક્ષમાર્ગમાં ક્રિયાની અનિવાર્યતા સિદ્ધ કરી છે અને મોક્ષ મેળવવા આત્મજ્ઞાન જ જરૂરી છે, ક્રિયાની કોઈ જરૂર નથી.” એવું માનનારા અહંમન્ય બૌદ્ધિક ગણાતા એકાંત જ્ઞાનવાદીઓનો ભ્રમ ભાંગી, તેમને સર્વજ્ઞકથિત દિશાનું અવલોકન કરાવ્યું છે. શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ આ અધિકારના પ્રથમ શ્લોકમાં જ તેમણે “જ્ઞાનની જેમ ક્રિયા પણ આત્માનો સ્વભાવ છે” એવું જણાવી ક્રિયાને ઔપચારિક નહિ પણ વાસ્તવિક અધ્યાત્મ સ્વરૂપે સ્થાપના કરી છે. ત્યાર પછી બીજા અને ત્રીજા શ્લોકમાં આગમ અને અન્ય દર્શનકારોના વચનોથી પોતાના કથનની પુષ્ટિ કરી છે. ચોથા અને પાંચમા શ્લોકમાં સ્વચ્છન્દાચાર કરતો જ્ઞાની વાસ્તવમાં જ્ઞાની જ નથી પણ કૂતરાં સમાન જ છે. એવું ચોયણાની ભાષામાં જણાવી તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ સાથે ક્રિયાની શુદ્ધિ પણ અતિ જરૂરી છે તે હિતબુદ્ધિથી બતાવ્યું છે. તે સાથે જ તીર્થકર જેવા છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા જીવોમાં ઉપરછલ્લી દૃષ્ટિએ ભોગાદિ દેખાવા છતાં પણ તેઓમાં રસપૂર્વકની ભોગાદિની પ્રવૃત્તિ સંભવતી નથી, તેવું જણાવીને છઠ્ઠા શ્લોક દ્વારા જ્ઞાન અને સ્વચ્છન્દાચાર એકબીજાના અત્યંત વિરોધી છે તેવું યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. સાતમા શ્લોકમાં ક્રિયાયોગ સંપન્ન જ્ઞાનયોગીના ચિત્તની બે ભૂમિકાઓનું વર્ણન કર્યું છે. ત્યાર પછી જ્ઞાનયોગ કરતાં ક્રિયાયોગ વિશેષ છે તેવું સિદ્ધ કરવા, આઠમાથી દસમા શ્લોક સુધી ક્રિયાને નકામી For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ત્રીજો, ૨-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ઠેરવતી એકાંતે જ્ઞાનનય માનનારાની દલીલો રજૂ કરીને, અગીયારમાથી તેરમા શ્લોક સુધી તેનું તર્કબદ્ધ ખંડન કર્યું છે. આ જ વાતને વધુ પુષ્ટ કરવા ચૌદમા શ્લોકમાં કેવળજ્ઞાનીને એટલે કે પરિપૂર્ણ જ્ઞાનીને પણ સંપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયાઓ કરવી પડે છે તેમ જણાવ્યું છે. વર્તમાનમાં અનેક લોકો જૈનશાસનના વાસ્તવિક નિશ્ચયનયને સમજ્યા વગર પોતાની માનેલી રીતે તેનું આલંબન લઈને સર્વજ્ઞકથિત વ્યવહારમાર્ગની અવગણના કરે છે. તેઓની અણસમજ દૂર કરવા ભાવોત્પતિ, ભાવશુદ્ધિ કે ભાવવૃદ્ધિ માટે ક્રિયાઓ કેટલી ઉપકારક છે, તે પંદરથી અઢાર સુધીના શ્લોકમાં વર્ણવ્યું છે. પોતાને બુદ્ધિજીવી માનનારા વર્ગે આ શ્લોકો ખાસ વિચારવા યોગ્ય બની રહે છે. ઓગણીસથી ત્રેવીસમા શ્લોક સુધી આસૂર નામના ઋષિના કથનથી સર્વ દર્શનને માન્ય સહજમલ કે કર્મ શું છે ? તથા તેના નાશ માટે તપ-સંયમની ક્રિયા કેટલી જરૂરી છે તેનું એક જુદા જ પ્રકારે વર્ણન છે. તેના દ્વારા ગ્રન્થકારશ્રીએ પુન:ક્રિયાનું પ્રાધાન્ય સ્થાપિત કર્યુ છે. ચોવીસમાથી બત્રીસમા શ્લોક સુધી વેદાન્તીઓના મૂળભૂત સિદ્ધાન્તોને નહિ સમજનાર ઉચ્છંખલ વેદાન્તી જે જ્ઞાનથી જ સર્વ કર્મોનો નાશ થાય છે એવું માને છે, તેને ગ્રંથકારશ્રીએ વેદના વચનોથી જ તેની વાત કેટલી અસંગત છે તે જણાવ્યું છે. “કર્મનાશમાં જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યક્તા છે' - તેમ જણાવી તેત્રીસથી પાંત્રીસમા શ્લોક સુધી જ્ઞાન-ક્રિયાનો સ્વાદ્વાદ બુદ્ધિગમ્યસ્વરૂપે વર્ણવ્યો છે. શ્લોક છત્રીસ અને સાડત્રીસમાં ક્ષાયિકભાવનાં જ્ઞાન અને ક્રિયાનો પણ સ્યાદ્વાદ છે તેમ રજૂ કરી જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયવાદને સિદ્ધ કર્યો છે. આ જ શ્લોકમાં ભાવનાજ્ઞાન અને ક્રિયામાં પણ સ્યાદ્વાદના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો છે. યોગમાર્ગની કે મોક્ષમાર્ગની શુદ્ધિને દર્શાવતા આ સંપૂર્ણ ગ્રંથમાં શ્લોક આડત્રીસ અને ઓગણચાલીસ અતિ અગત્યની ભૂમિકા ભજવે છે. જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલો એક વર્ગ એવું માને છે કે ભેદજ્ઞાનથી જ સર્વકર્મનો નાશ થાય છે તેમની આ માન્યતા કેટલી ભૂલ ભરેલી છે. મુગ્ધ જીવોના જીવતરને તે કેવી રીતે બગાડે છે અને તેઓને કેવી રીતે ભવોભવ સુધી અધ્યાત્મના માર્ગથી વંચિત રાખે છે, તે જણાવી, ભેદજ્ઞાન થયા પછી પણ ક્રિયા વિના કર્મનાશ શક્ય નથી તે જણાવવા દ્વારા તેના મતની કડક સમાલોચના કરી છે. આ શ્લોકોને પણ ખોટી મોટાઈમાં રાચતા એ વર્ગે વારંવાર મનન કરવા યોગ્ય છે. ભેદજ્ઞાનથી જ મોક્ષ છે, ક્રિયા તો નિપ્રયોજન છે, તેવી નાસ્તિકોની માન્યતા અત્યંત અયોગ્ય છે, તેમ સિદ્ધ કરવા શ્લોક ચાલીસમાં જ્ઞાનના પરિપાકરૂપ જે ભેદજ્ઞાન છે, તે પણ અસંગક્રિયાથી યુક્ત જ હોય છે, તેમ જણાવી ક્રિયા નિરપેક્ષ જ્ઞાનથી ક્યારેય ફળ પ્રાપ્તિ ન થાય તેવું સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનનો વાસ્તવિક પરિપાક થતાં ક્રિયા અને જ્ઞાન ચંદન-ગંધની જેમ એકરૂપ બની જાય છે, તેમ જણાવવા દ્વારા ત્યાં જ્ઞાન અને ક્રિયાયોગની પરાકાષ્ઠા દર્શાવી છે. પ્રાંતે પતંજલિઋષિએ દર્શાવેલ પ્રીતિ આદિ સદનુષ્ઠાનના ભેદો પણ જ્ઞાન-ક્રિયાના સંયોગથી જ ઘટે છે એવું શ્લોક એકતાલીસમાં દર્શાવ્યું છે. તે પછી જ્ઞાન અને ક્રિયા પ્રત્યે સમાન આદર તથા સમાન પ્રયત્નથી મોક્ષપ્રાપ્તિ શક્ય બને છે એવું બેંતાલીસમા શ્લોકમાં જણાવી છેલ્લા બે શ્લોકમાં તેવા પ્રકારના આદરવાળા મુનિને કેવી ગુણ સંપત્તિ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન કરી, પ્રસ્તુત અધિકારનો ઉપસંહાર કર્યો છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ 3-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વિષયાનુજ શ્લોક નં. ૧ થી ૩ ૪ થી ૬ ૮ થી ૧૦ ૧૧ થી ૧૩ ૧૪ થી ૧૮ ક્રમ વિષય ૧. ક્રિયાયોગનું સ્વરૂપ ૨. જ્ઞાનમાં સ્વચ્છન્દાચારનો અસંભવ ૩. ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્ત ૪. ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ ૫. જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ છે. આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા ૭. ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા ૮. જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ ૯. કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ ૧૦. ક્ષાયિક જ્ઞાન-ક્રિયામાં પણ સમુચ્ચયવાદ ૧૧. ક્રિયાની ઉપેક્ષા કરતાં જ્ઞાનીઓની નાસ્તિકતા ૧૨. જ્ઞાન-ક્રિયાની એકરૂપતા ૧૩. જ્ઞાન-ક્રિયાના સંયોગથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોની સંગતિ ૧૪. જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ ૧૯ થી ૨૩ ૨૪ થી ૩૩ ૩૪-૩૫ ૩૬-૩૭ ૩૮-૩૯ ૪ ) ૪૧ ૪૨ થી ૪૪ For Personal & Private Use Only www ainelibrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અધ્યાત્મ ઉપનિષદુ-૧ ક્રિયાયોગશુદ્ધિ શાસ્ત્રયોગશુદ્ધિ, જ્ઞાનયોગશુદ્ધિ અને ક્રિયાયોગશુદ્ધિનો સંક્ષિપ્ત ભેદ નીચે પ્રમાણે જણાય છે. શાસ્ત્રયોગશુદ્ધિ જ્ઞાનયોગશુદ્ધિ ક્રિયાયોગશુદ્ધિ શાસ્ત્રયોગ એ અતીન્દ્રિય | જ્ઞાનયોગ એ અતિ- | ક્રિયાયોગ એ શાસ્ત્ર અને માર્ગ ઉપર ચાલવાની ન્દ્રિય એવા આત્મિક શુદ્ધ અનુભવના આધારે પ્રારંભિક આવશ્યકતા- સુખની આંશિક કે પૂર્ણ થતાં ઉચિત આચરણ આખ-જનની પરતંત્રતા” અનુભૂતિ સ્વરૂપ છે. સ્વરૂપ છે. તેનાથી પ્રાપ્ત - સ્વરૂપ છે. તેનાથી પ્રાપ્ત તેનાથી પ્રાપ્ત થતી થતી વીર્યધારાની શુદ્ધિ થતી શ્રદ્ધાની શુદ્ધિસ્વરૂપ જ્ઞાનધારાની શુદ્ધિ- સ્વરૂપ આત્મિક શુદ્ધિ એ આમિક -શુદ્ધિ એ સ્વરૂપ આત્મિકશુદ્ધિ એ ક્રિયાયોગ શાસ્ત્રયોગ શુદ્ધિ છે. જ્ઞાનયોગશુદ્ધિ છે. શાસ્ત્રયોગશુદ્ધિ એટલે ૦. જ્ઞાનયોગશુદ્ધિ એટલે | ક્રિયાયોગશુદ્ધિ એટલે શ્રુતજ્ઞાનાવરણીય અને મતિ જ્ઞાનાવરણીય, | મોહનીય કર્મ અને દર્શનમોહનીયના ક્ષયો- દર્શનમોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમરૂપ દર્શન-ગુણની ચારિત્ર મોહનીય કર્મના પશમરૂપ ચારિત્ર-ગુણની શુદ્ધિ. ક્ષયોપશમરૂપ જ્ઞાન- શુદ્ધિ. • ગુણની શુદ્ધિ. પ્રદીપ અને દિશાસૂચક | પ્રકાશ અને ભોમિયા | જોવાના પુરુષાર્થ અને પાટીયા જેવી છે. જેવી છે. ચાલવાની ક્રિયા જેવી છે. • દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ સહ કૃત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. દર્શન મોહનીય કર્મના | દર્શન મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને ક્ષયપશમ સહ કૃત જ્ઞાનાવરણીયના ક્ષયો ચારિત્ર મોહનીય કર્મના પશમની સાથે ચારિત્ર ક્ષયોપશમની સાથે અહીં મોહનીય કર્મના ક્ષયો વર્યાન્તરાયનો ક્ષયો-પશમ પશમથી ઉત્પન્ન થાય પણ આવશ્યક હોય છે. છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ऐं नमः ક્રિયાયોગનું સ્વરૂપ ગાથા – ૧-૨-૩ અવતરણિકા : શાસ્ત્રયોગશુદ્ધિના કાર્યસ્વરૂપ જ્ઞાનયોગશુદ્ધિનું વર્ણન કર્યા પછી, હવે ક્રમ પ્રાપ્ત જ્ઞાનયોગશુદ્ધિના કાર્યસ્વરૂપ ક્રિયાયોગશુદ્ધિ અધિકારનું વર્ણન કરે છેશ્લોક : यान्येव साधनान्यादौ, गृह्णीयाज्ज्ञानसाधकः । सिद्धयोगस्य तान्येवं, लक्षणानि स्वभावतः ||१|| શબ્દાર્થ : 9. જ્ઞાનસાધવ: - કેવળજ્ઞાનનો સાધક ૨. વી - પ્રારંભમાં રૂ/૪. યાર્નેવ સાધનાને- જે પણ સાધનોને ૫. Jક્રીયા - ગ્રહણ કરે છે ૬. તાનિ વ - તે જ (સાધનો) ૭. સિદ્ધાર્થ - સિદ્ધયોગીના ૮, સ્વમાવતઃ - સ્વભાવથી ૨. રુક્ષન - લક્ષણો છે. શ્લોકાર્થ : કેવળજ્ઞાનનો સાધક પ્રારંભમાં જે પણ સાધનોને ગ્રહણ કરે છે તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે. ભાવાર્થ : કેવળજ્ઞાન માટે પ્રયત્ન કરતો સાધક તેનું સાધ્ય સિદ્ધ કરવા માટે પ્રારંભમાં ક્ષાયોપથમિકભાવના તપસંયમાદિ ક્રિયાઓરૂપ સાધનોનો સહારો લે છે. તેના દ્વારા તે શુદ્ધ આત્મિકભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સિદ્ધયોગીમાં આ સાધનોનો અભાવ નથી થઈ જતો; પરંતુ ક્ષયોપશમભાવના તે સાધનો ક્ષાયિક ભાવમાં પરિણામ પામી કેવળીના સ્વભાવરૂપ બની જાય છે અર્થાત્ પૂર્વમાં જે તપાદિ બાહ્ય યતનારૂપે દેખાતા હતા તે હવે અત્યંતર સ્વભાવરૂપે પરિણામ પામી જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં સાધકે ક્ષાયોપથમિક તપ-સંયમ, ક્ષમાદિ ગુણોની સાધના દ્વારા આત્મભાવમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો પડે છે જ્યારે સાધનાના પરિપાક રૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તો તે ગુણો સ્વાભાવિક બની જાય છે, તેથી ત્યારે આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્ન નથી કરવો પડતો પણ તે સ્થિરતા સહજ બની જાય છે. આ સ્વરૂપ અવસ્થાન તે જ શ્રેષ્ઠ ક્રિયાયોગ છે, જે સિદ્ધ અવસ્થામાં પણ ચારિત્રરૂપે સ્વીકારાય છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગદ્ધિ અધિકાર વિશેષાર્થ : જ્ઞાનયોગશુદ્ધિ અધિકારમાં જણાવ્યું હતું કે, “આત્મસ્વરૂપને પ્રગટ કરવામાં અતિ ઉપકારક બનનારું શાસ્ત્ર પણ દિશા બતાવીને અટકી જાય છે. આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો અનુભવજ્ઞાનથી જ થાય છે'.' આ અનુભવજ્ઞાન ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ દ્વારા આત્મસ્વરૂપને પ્રગટ કરવાની સાધનાનું એક મહત્ત્વનું સોપાન હોવા છતાં પણ અંતિમ સોપાન નથી. કેમ કે, અનુભવજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિથી જ ગુણોની વૃદ્ધિ થાય છે, તેથી જ અપુનબંધક કક્ષાથી માંડીને છેક સિદ્ધિપદની પ્રાપ્તિ સુધી તે તે ભૂમિકાના અનુભવની પ્રાપ્તિથી લઈને છેક પરમ બ્રહ્મને પ્રગટ કરવાનું લક્ષ્ય આંબી શકાય તેવી દરેક ભૂમિકાની મન-વચન-કાયાની ઉચિત પ્રવૃત્તિઓને ક્રિયાયોગ કહેવાય છે અને તેનાથી સધાતી આત્માની શુદ્ધિ તે ક્રિયાયોગશુદ્ધિ કહેવાય છે, જેનું માહાભ્ય આ અધિકારમાં દર્શાવ્યું છે. સામાન્ય રીતે ઘણાને એવો ભ્રમ હોય છે કે, “આત્મશુદ્ધિ માટે તપ-સંયમાદિની ક્રિયા ભલે એક આવશ્યક અંગ હોય, પણ તે એટલી મહત્ત્વની નથી. કેમ કે, તે મન વચન કાયાની પ્રવૃત્તિસ્વરૂપ હોવાથી પૌદ્ગલિકભાવરૂપ છે; પરંતુ શુદ્ધ આત્મિકભાવરૂપ નથી. જ્યારે જ્ઞાન તો આત્માનો ગુણ છે, માટે અધ્યાત્મના ક્ષેત્રમાં મહત્ત્વ તો જ્ઞાનનું જ છે; જડ ક્રિયાનું નહીં. હા ! ક્રિયાઓ ક્યારેક જ્ઞાનદ્વારા શુભભાવનુંઅધ્યાત્મનું કારણ બનતી હોય છે, તેથી તેને ઉપચારથી (ગૌણભાવે) અધ્યાત્મ તરીકે માનો તો ઠીક છે; પરંતુ તેને મુખ્યરૂપે તો અધ્યાત્મ તરીકે ન જ માની શકાય.” ગ્રંથકારશ્રીએ આ શ્લોકમાં ક્રિયાયોગનું સ્વરૂપ જણાવીને ભ્રમિત બુદ્ધિવાળાના આવા ભ્રમને ભાંગવાનું કાર્ય ખૂબ ખૂબીથી કર્યું છે. તેઓશ્રી જણાવે છે કે, જ્ઞાનયોગનો સાધક અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા ઇચ્છતો સાધક પ્રારંભમાં તેને સિદ્ધ કરવા માટે તપ-સંયમાદિ જે ક્રિયાયોગનો સાધન તરીકે પ્રયોગ કરે છે. તે જ ક્રિયાયોગ કેવળી એટલે સિદ્ધયોગી માટે સ્વભાવભૂત બની જાય છે અર્થાત્ કેવળજ્ઞાનીમાં ક્રિયાયોગ આત્માના સ્વભાવરૂપે પ્રવર્તે છે. આ સ્વભાવરૂપ બનેલો ક્રિયાયોગ તે જ શ્રેષ્ઠ ક્રિયાયોગ છે. ગ્રંથકારશ્રીના આ કથનથી એવું પ્રાપ્ત થાય છે કે, શ્રેષ્ઠ ક્રિયાયોગ આત્માના સ્વભાવરૂપ છે અને પ્રારંભિક કક્ષાનો ક્રિયાયોગ તે શ્રેષ્ઠ ક્રિયાયોગનું સાધન છે. પ્રારંભમાં સાધક ક્ષાયોપથમિકભાવના તપ-સંયમ-ક્ષમાદિ ગુણો દ્વારા શુદ્ધ આત્મિકભાવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે. વારંવાર આવો પ્રયત્ન કરવાથી આત્માનું ક્ષાયિક વીર્ય પ્રગટે છે અર્થાત્ આત્માની એક એવી શક્તિ ખીલે છે કે, જેના દ્વારા સાધક સહજ રીતે કર્મોના આશ્રવને અટકાવી શકે છે અને સહજરૂપે આત્મભાવમાં સ્થિર પણ થઈ શકે છે. તેના માટે તેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આથી જ ક્રિયાયોગ ઔપચારિક અધ્યાત્મ નથી પણ વાસ્તવિક અધ્યાત્મ છે. જેમ ક્ષયોપશમભાવનું જ્ઞાન વૃિદ્ધિ પામતું પામતું અંતે ક્ષાયિકભાવનું બની, તે સ્વરૂપે સિદ્ધ અવસ્થામાં પણ આત્માના સ્વભાવરૂપે વિદ્યમાન હોય છે, તેમ આત્મભાવમાં સ્થિર થવાના યત્નરૂપે વર્તતો ક્રિયાયોગ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે સિદ્ધ 1. જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર - पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ।।३।। For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૨ અવસ્થામાં પણ જીવના સ્વાભાવિક લક્ષણરૂપે વર્તે છે. આ ક્રિયાયોગ આત્માની ૫૨મ સ્થિરતારૂપ છે, તે જ સિદ્ધ અવસ્થાનું ક્ષાયિક ચારિત્ર છે. કેવળજ્ઞાનના સાધનભૂત ક્રિયાયોગ સિદ્ધ અવસ્થામાં આત્માનો સ્વભાવ બની જાય છે, એવું જણાવી ગ્રંથકારશ્રીએ શ્રેષ્ઠ ક્રિયાયોગનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. તેઓશ્રીની આ એક અનોખી શૈલી રહી છે કે, જ્યારે જ્યારે તેઓ વસ્તુનું વર્ણન કરે ત્યારે પ્રથમ તો તેઓ શ્રેષ્ઠ કક્ષાના જ તે પદાર્થોને દર્શાવે છે. જેમ પ્રથમ અધિકારમાં તેઓશ્રીએ પ્રથમ શ્રેષ્ઠ કોટિના અધ્યાત્મનું વર્ણન કરેલું. જ્ઞાનયોગનું આલેખન કરતાં પણ સૌ પ્રથમ શ્રેષ્ઠ કક્ષાના જ્ઞાનયોગને જણાવેલ. તે જ પદ્ધતિ અનુસાર આ અધિકારના પ્રારંભમાં શ્રેષ્ઠ કોટિનો ક્રિયાયોગ વર્ણવ્યો છે. આમ છતાં એટલું ધ્યાનમાં રાખવું કે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ વિવિધ પ્રકારનો હોય છે. હકીકતમાં તે બન્ને પરસ્પર એકબીજાના કાર્ય પણ બને છે અને એકબીજાના કા૨ણ પણ છે. આમ પરસ્પરના જન્મ-જનકરૂપે અધ્યાત્મની પ્રારંભદશાથી છેક ચૌદમાં ગુણસ્થાનક સુધી બન્ને એકબીજાથી સંવલિત જ જોવા મળે છે3. આમ કરતાં કરતાં જ્યારે બન્ને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે ત્યારે તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગની વચ્ચે કોઈ ભેદ જ રહેતો નથી. બન્ને સ્વરૂપતઃ ભિન્ન હોવા છતાં જળ અને જળ૨સની જેમ આત્માના સ્વભાવરૂપે એકરૂપ બની જાય છે. ।।૧।। અવતરણિકા : ‘ક્રિયાયોગ એ આત્માનું સ્વાભાવિક લક્ષણ છે' તે જણાવી હવે પૂર્વ શ્લોકના કથનને આગમની સાક્ષી દ્વારા પુષ્ટ કરે છે શ્લોક : શબ્દાર્થ : १/२ अत एव આથી કરીને જ રૂ. સોમિસ્ત્ર, - સોમિલના પ્રશ્નનો ઉત્તર આપતાં ૪. ભગવાન્ - ભગવાને ૬. સત્તપોનિયમાવિષુ - સમ્યગ્ તપ, નિયમાદિના વિષયમાં ૬/૭. નિષ્ટિાતામ્ યતનાં - નિશ્ચિત યતનાને = નિશ્ચયનયને અનુસરનારી યતનાને ૮/૧. સ્વસ્ય યાત્રાં - પોતાની યાત્રા ૧૦. નૌ - કહી. ૩. તુલના : ૧૪૯ ५ ગત પૂર્વ ના" યામાં સત્તપોનિયાતિપુ | . यतनां ँ सोमिलप्र ने, भगवान् स्वस्य निष्चिताम् ॥२॥ - 2. પારિત્ર સ્થિરતાપમતઃ સિદ્ધપીષ્યતે । યતત્તાં યતયોઽવશ્ય-મસ્યા વ પ્રસિષ્ક્રય ।।૨/૮|| જ્ઞાનસારે || ચારિત્ર આત્મભાવમાં સ્થિરતારૂપ છે, એથી સિદ્ધોમાં પણ ચારિત્ર મનાય છે, (તેથી) યતિઓએ આની જ (આત્મભાવમાં સ્થિરતાની જ) સિદ્ધિ માટે અવશ્ય યત્ન કરવો જોઈએ. ભગવદ્ગીતા અ-૫, શ્લોક-૫ : यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति ।। સાંખ્ય = જ્ઞાન અને યોગ = ક્રિયા, ભગવદ્ગીતામાં પણ જણાવ્યું છે કે જ્ઞાન અને ક્રિયાને જે એકરૂપે જુવે છે તે જ વાસ્તવમાં જુવે છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર શ્લોકાર્થ : આથી કરીને જ = સાધનાની શરૂઆતમાં જ્ઞાનનો સાધક જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સાધનો સિદ્ધયોગીનાં સ્વભાવથી લક્ષણ છે એથી કરીને જ; સોમિલના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાને સમ્યગુ તપ, નિયમાદિના વિષયમાં નિશ્ચિત યતનાને પોતાની સંયમયાત્રા કહી હતી અર્થાતુ પોતાના ક્રિયાયોગરૂપે વર્ણવી હતી. ભાવાર્થ : ક્રિયાયોગ કેવળજ્ઞાનનું સાધન છે એટલે કે તેના દ્વારા કેવળજ્ઞાન સિદ્ધ થાય છે, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેના સાધનભૂત ક્રિયાયોગનો અભાવ નથી થતો; બલ્ક તે કેવળીના સ્વભાવરૂપ બની જાય છે. ક્રિયાયોગની આવી વાસ્તવિકતા હોવાથી જ ભગવાને પણ સોમિલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સમ્યગુ તપાદિવિષયક મારી નિશ્ચયનયને અભિમત એવી યતના તે જ મારી સંયમયાત્રા છે, મારું ચારિત્ર છે અર્થાત્ મારો ક્રિયાયોગ છે. નિશ્ચયનયની એવી માન્યતા છે કે, કાર્ય હાજર હોય ત્યારે કારણ પણ હાજર હોય જ. તદનુસાર તપસંયમાદિનું કાર્ય કેવળજ્ઞાન હાજર હોય ત્યારે તેના કારણરૂપ તપ-સંયમાદિ પણ હાજર હોય છે. આ જ માન્યતાને અનુસારે ભગવાનનો જવાબ પણ અપાયેલો છે અને તેનાથી એ વાત પુષ્ટ થાય છે કે ક્રિયાયોગ પણ જ્ઞાનયોગની જેમ આત્માનો સ્વભાવ છે, પરભાવ નથી. વિશેષાર્થ : ભગવતીસૂત્રમાં જણાવ્યું છે કે, સોમિલ નામના બ્રાહ્મણે જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે, “હે ભગવંત ! આપની (સંયમ) યાત્રા શું છે ?” ત્યારે ભગવાને જવાબ આપ્યો કે “હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ યોગોને વિષે જે મારી નિશ્ચિત યતના છે તે જ મારી યાત્રા છે.' અહીં તપ-સંયમાદિવિષયક નિશ્ચિત યતના એટલે નિશ્ચયનયને અભિમત એવી તપાદિવિષયક યતના. પ્રભુનો આવો પ્રત્યુત્તર સાંભળી ચોક્કસ એવો પ્રશ્ન થાય કે, કેવળજ્ઞાન થયા પછી પ્રભુ તપાદિમાં યત્ન કરે છે, તેવું દેખાતું તો નથી. તેઓશ્રી સહજભાવે ધર્મદેશના આપે છે. કોઈ ઇચ્છા કે પ્રયત્ન વિના એકાસણાદિનો તપ કરે છે. સંયમના યોગો પણ સ્વાભાવિક રીતે આચરે છે. તો આમાં ભગવાનની યતના શું કહેવાય ? વ્યવહારથી ભલે પ્રભુમાં તપ-સંયમાદિ વિષયક યત્ન છે, તેવું ન કહેવાય, પરંતુ નિશ્ચયનય હંમેશા ઉપાદાન કારણને કારણરૂપે સ્વીકારે છે અને કાર્ય ઉત્પન્ન થતાં ઉપાદાન કારણ સ્વયં કાર્યરૂપ પરિણામ પામી જાય છે, તેથી તેના મતમાં ઘટ બનતાં તેનું ઉપાદાન કારણ માટી નાશ પામતી નથી, પરંતુ માટી સ્વયં ઘડારૂપ બની 1. किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तवनियमसंजमसज्झायझाणावस्सयमादीएसु जोगेसु जयणा से तं जत्ता, - વ્યાધ્યાપ્રજ્ઞપ્તિ (માવતીસૂત્ર) - મયદ્વીયાવૃત્તો, ૨૮ શત, દેશ ૨૦, નૂ ૬૪૬) // For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૩ ૧૫૧ જાય છે, તેવી જ રીતે તપ-સંયમાદિનું ફળ અનાશ્રવ દશા પ્રાપ્ત કરી આત્મભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવી તે છે. જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કેવળી સહજ રીતે આત્મભાવમાં સ્થિર હોય છે. આથી ત્યાં તપાદિનું ફળ વિદ્યમાન છે. આ જ કારણોસર કાર્ય હાજર હોય ત્યારે કારણનું પણ અસ્તિત્વ સ્વીકારનાર નિશ્ચયના મતે તો કેવળીમાં તપાદિનો વિશેષ પ્રયત્ન ન હોવા છતાં તેના કાર્યસ્વરૂપ આત્મભાવની સ્થિરતા સ્વાભાવિક રીતે હાજર હોવાથી, કેવળીમાં તપ-સંયમાદિવિષયક યતના છે, એવું સ્વીકારી શકાય. આવું હોવાથી જ ભગવાને સોમિલને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, તપ-સંયમવિષયક નિશ્ચિત યતના ઇં નિશ્ચયનયને અનુસરતી જે યતના છે, તે જ મારી સંયમ-યાત્રા (મારો ક્રિયાયોગ) છે. આમ ભગવતીસૂત્રમાં જણાવેલ પ્રભુના ઉત્તરના આધારે પણ એવું નક્કી કરી શકાય છે કે, ક્રિયાયોગ એ માત્ર બાહ્ય આચરણારૂપ નથી, પરંતુ જીવના મૂળભૂત શુદ્ધ પરિણામ સ્વરૂપ છે. સાધક અવસ્થામાં તે ક્રિયાયોગ મોક્ષના સાધનરૂપે વર્તતો હોય છે અને કેવળી અવસ્થામાં કે મુક્તાવસ્થામાં તે સ્વભાવરૂપે વર્તે છે. સાધક અવસ્થામાં તે તપ-સંયમરૂપ ક્રિયાયોગ આત્મભાવમાં સ્થિર થવાના યત્નસ્વરૂપે વર્તે છે. જ્યારે સિદ્ધ અવસ્થામાં તે આત્મભાવમાં સ્થિરતારૂપે વર્તે છે. આમ સ્વભાવમાં વિશ્રાન્ત થવાના યત્નસ્વરૂપ સાધકનો ક્રિયાયોગ સિદ્ધયોગીને = કેવળજ્ઞાનીને પ્રકૃતિરૂપ બની જાય છે, તેથી બન્ને ભૂમિકાનો ક્રિયાયોગ વાસ્તવિક અધ્યાત્મસ્વરૂપ છે, ઔપચારિક નહીં. //રા/ અવતરણિકા : પ્રથમ શ્લોકમાં રજુ કરેલી વાત હવે અન્યદર્શનકારોના મંતવ્યથી પુષ્ટ કરે છેશ્લોક : अतष्टीव स्थितप्रज्ञभावसाधनलक्षणे । अन्यूनाभ्यधिक प्रोक्तै, योगदृष्ट्या परैरपि ॥३॥ શબ્દાર્થ : ૧. સતવ - અને આથી કરીને જ ૨/રૂ. પરરપ વોક - પર વડે પણ યોગદૃષ્ટિથી ૪. સ્થિતપ્રજ્ઞમાવસાધનક્ષને - સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણ છે. અન્યૂનામ્યધિ - ઓછા-વધતા નહીં પણ સમાન સંખ્યાવાળા ૬. પ્રોવત્તે - કહેવાયા છે. શ્લોકાર્થ : અને આથી કરીને જ = પ્રથમ શ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનયોગનો સાધક આદિમાં જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે એ કથન યોગ્ય છે; એથી કરીને જ અન્યદર્શનકારોએ પણ યોગદૃષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવને પ્રાપ્ત કરવાના સાધનો અને તેના લક્ષણો સમાન સંખ્યામાં જણાવ્યા છે. 2. इह तपः अनशनादि, नियमाः तद्विषया अभिग्रहविशेषा यथा-एतावत्तपः स्वाध्यायवैयावृत्त्यादि मयाऽवश्यं रात्रिन्दिवादौ विधेयमित्यादिरूपाः, संयमः - प्रत्युपेक्षादिः, स्वाध्यायो धर्मकथादिः, ध्यानं धर्मादिः, आवश्यकं षड्विधं - एतेषु च यद्यपि भगवतः किञ्चिन्न तदानीं विशेषतः सम्भवति तथापि तत्फलसद्धावात् तदस्तीत्यवगन्तव्यम् । - સમયદેવસૂરિવૃત - માવતીવૃત્તી II For Personal & Private Use Only www.lainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ભાવાર્થ : ‘સ્થિતપ્રજ્ઞભાવ તે સાધનાની ઉચ્ચતમ કક્ષા છે' - એવું અન્યદર્શનકારોનું માનવું છે. તેઓના મતે ઇન્દ્રિયદમન, સમતા આદિ ગુણો સ્થિતપ્રજ્ઞભાવને પામવાના સાધનો છે અને તે જ ઇન્દ્રિયદમન, સમતા આદિની પરાકાષ્ઠા તે સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણો છે. તેથી જે જે ગુણોથી સ્થિતપ્રજ્ઞભાવ પ્રાપ્ત થાય છે, તે તે ગુણો સ્થિતપ્રજ્ઞભાવ પ્રાપ્ત થતાં સ્વાભાવિક બની જાય છે અર્થાત્ તે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ બની જાય છે. અન્યદર્શનની આ માન્યતાથી પણ પ્રથમ શ્લોકમાં જણાવેલી વાત પુષ્ટ થાય છે કે, સાધનભૂમિકાનો ક્રિયાયોગ સિદ્ધયોગીમાં સ્વભાવરૂપ બની જાય છે. વિશેષાર્થ : ક્રિયા એ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું એક સાધન છે, માટે ક્રિયાયોગ કેવલ સાધક ભૂમિકામાં જ હોય તેવો ભ્રમ ટાળવા માટે ક્રિયાયોગનું લક્ષણ કરતાં જણાવ્યું હતું કે, જે ક્રિયાયોગ સાધક ભૂમિકામાં સાધનરૂપે ગ્રહણ કરાય છે, તે જ ક્રિયાયોગ સિદ્ધયોગીમાં ફળસ્વરૂપે હોય છે, તેથી તપ-સંયમાદિ ક્રિયાઓ એ માત્ર સિદ્ધિનું સાધન નથી, પરંતુ તે સ્વયં સિદ્ધિસ્વરૂપ પણ છે. આ તથ્યની આગમવચન દ્વારા પુષ્ટિ કરીને, હવે અન્ય દર્શનકારોની પણ આવી માન્યતા તરફ ધ્યાન દોરી તેને વધુ પુષ્ટ કરે છે. અન્ય દર્શનકારો પણ આત્મા, મોક્ષ આદિને સ્વીકારે છે અને પરમોચ્ચ સમતારૂપ વીતરાગતાને મુક્તિનો પરમ ઉપાય માને છે. ભગવદ્ગીતાની પરિભાષામાં કહીએ તો સ્થિતપ્રજ્ઞ પરમોચ્ચ સમતાસ્વરૂપ છે. ભગવદ્ગીતામાં જણાવ્યું છે કે કુંતીપુત્ર અર્જુને જ્યારે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, “ભગવાન ! સ્થિતપ્રજ્ઞ' કેવા હોય ?” ત્યારે શ્રીકૃષ્ણ જણાવ્યું કે, “હે પાર્થ* ! મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓને ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે દુ:ખોમાં મનથી વિચલિત થતો નથી કે સુખ પામી રાજી થતો નથી અને જેના રાગ, ભય તથા ક્રોધ ચાલી ગયા હોય છે તે મુનિ સ્થિતપ્રજ્ઞાવાળો કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય છે, સારું કે ખરાબ જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં હર્ષ કે ખેદ કરતો નથી તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે અને જેમ કાચબો સર્વ પ્રકારે તેના અંગોને સંકેલી લે છે તેમ જે સર્વ ઇન્દ્રિયોને વિષયોથી ખેંચી લે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.” 1. સ્થિતપ્રજ્ઞW T Fાષા સમાધિસ્થ0 કેશવ ! તિથી: કિં કમાત વિમાસીત વ્રત વિમ્ II૨/૫૪TI - વિદીતા | 2. બનહતિ યા મા સર્વાન્ પાર્થ મનાતા | માત્મજોવાના તુટ: સ્થિતપ્રજ્ઞસ્તોતે ૨/૧૬TI दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।।२/५६।। यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।२/५७।। यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।२/५८।। - માવીતા || ભગવદ્ગીતામાં આ રીતે જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહ્યા છે તે ગ્રંથકારશ્રીએ અધ્યાત્મસારના ધ્યાનસ્વરૂપ અધિકારમાં બ્લોક નં. ૬૪ થી ૬૭ તરીકે ઉદ્ધરણરૂપે લઈને ધર્મધ્યાનના ધ્યાતા કેવા હોય તે જણાવ્યું છે. આ શ્લોકો ટાંકવા પૂર્વે તેઓશ્રીએ શ્લોક કર૯૩માં જણાવ્યું છે કે, Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૩ ૧૫૩ વળી ગીતામાં અન્યત્ર જણાવ્યું છે કે, “જે બુદ્ધિશાળી પુરુષ સુખ-દુ:ખમાં વિચલિત થતો નથી, વૈર્યપૂર્વક સંયમનું પાલન કરીને ઇન્દ્રિયોનું દમન કરે છે, રાગાદિથી મુક્ત થઈને પરિમિત આહાર, તપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ દ્વારા વૈરાગ્યથી વાસિત બને છે તથા અહંકાર, ઘમંડ, કામ, ક્રોધ, પરિગ્રહનો ત્યાગ કરી નિર્મમ અને શાંત થાય છે તે સ્થિતપ્રજ્ઞતાને પામી પરમ બ્રહ્મભાવ કે મોક્ષ મેળવી શકે છે.' ગીતાના આ કથન ઉપરથી નક્કી થઈ શકે છે, તે તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, ઇન્દ્રિયોનું દમન વગેરે સ્થિતપ્રજ્ઞ ભાવના સાધનો છે. જેના દ્વારા સાધક સ્થિતપ્રજ્ઞ બની શકે છે. સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણો અને તેના સાધનો ઉપર જો વિમર્શ કરવામાં આવે તો સમજી શકાય તેવું છે કે મોક્ષને સાધી આપે તેવા આત્માના પરિણામરૂપ યોગને જોનારી દૃષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવના સાધનો કરતાં તેના લક્ષણો ન્યૂન સંખ્યામાં પણ નથી અને અધિક સંખ્યામાં પણ નથી; અર્થાત્ જેટલા સાધનાની ભૂમિકાના ગુણો હોય છે તેટલા જ ગુણો સિદ્ધકક્ષામાં પણ હોય છે. બન્ને અવસ્થામાં ગુણોની સંખ્યા તો સમાન જ રહે છે. કેમ કે, નિમિત્તો મળવા છતાં ક્રોધાદિ ન કરવા તે સાધક ભૂમિકાની સાધના છે તો વળી ક્રોધાદિ ન થવા તે સિદ્ધયોગીની સિદ્ધિ છે, તેથી ક્રોધાદિનો અભાવ તો બન્ને ભૂમિકામાં સમાન છે, પરંતુ સાધકની ભૂમિકામાં તે પ્રયત્ન સાધ્ય હોય છે અને સિદ્ધયોગીમાં તે સહજ હોય છે. જેની પાસે યોગની દૃષ્ટિ હોતી નથી, તેને સાધકની ભૂમિકામાં તપ, નિયમ, સંયમ, આદિ અનેક ભાવો ક્રિયારૂપે એટલે કે બાહ્ય આચરણાઓ સ્વરૂપે દેખાય છે, અને સિદ્ધયોગીની ભૂમિકામાં તો તે દેખાતાં જ નથી; પરંતુ મોક્ષને અનુકૂળ આત્મિક પરિણામને જોવાની ક્ષમતાવાળા અર્થાત્ યોગદૃષ્ટિવાળાને બન્ને ભૂમિકામાં मनसश्चेन्द्रियाणां च, जयाद्यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तो दान्तः प्रकीर्तितः ।।२/६२।। મન અને ઇન્દ્રિયોના જયથી જે નિર્વિકારી બુદ્ધિવાળો બન્યો હોય અને તેથી જ જે શાન્ત અને દાન્ત હોય તે ધર્મધ્યાનનો ધ્યાતા કહેવાય છે. परैरपि यदिष्टं च, स्थितप्रज्ञस्य लक्षणम् । घटते ह्यत्र तत्सर्वं, तथा चेदं व्यवस्थितम् ।।६३।। અન્યદર્શનકારોએ ગીતા આદિમાં જે સ્થિતપ્રજ્ઞનું સ્વરૂપ બતાવેલું છે તે સર્વ ધર્મધ્યાનના ધ્યાતામાં ઘટી જાય છે અને તે નીચે બતાવેલા શ્લોકો પ્રમાણે છેઆ કથનો ઉપરથી નક્કી કરી શકાય કે, સાધક જ્યારે ધર્મધ્યાનમાં સ્થિર થાય છે ત્યારથી સ્થિતપ્રજ્ઞભાવનો પ્રારંભ થાય છે અને તેની પરાકાષ્ઠા શુક્લધ્યાનમાં આવતી હશે. આ જ સંદર્ભમાં અધ્યાત્મસારમાં આગળ જણાવ્યું છે કે, शान्तदान्तो भवेदीगात्मारामतया स्थितः । सिद्धस्य स्वभावो यः सैव साधकयोग्यता ।।६८।। આવા પ્રકારનો = ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણવાળો શાન્ત અને દાન્ત આત્મ-રમણતા દ્વારા આત્મામાં લીન થાય છે કેમ કે; સાતમા વગેરે ગુણસ્થાનકે રહેલા કે કેવળજ્ઞાનને પામેલા સિદ્ધયોગીનો જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે અર્થાત્ સાધકની સાધના માટેના સાધનો છે. 3. यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ।।२/१५ ।। - માવદ્વીતા | बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन् विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ।।१८/५१।। विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ।।१८/५२।। अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ।।१८/५३।। - માવીતા || Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર સર્વ ભાવો સમાન સંખ્યામાં જણાય છે. તે વ્યક્તિ આત્માના પરિણામોને જોતો હોય છે તેથી તેને જે જે તપ, સંયમ, ક્ષમા આદિ ભાવો પૂર્વ અવસ્થામાં ક્ષયોપશમભાવવાળા દેખાય છે, તે તે સંયમ, ક્ષમા આદિ ભાવો કેવળી અવસ્થામાં ક્ષાયિકભાવવાળા દેખાય છે અર્થાત્ આત્માના સ્વભાવભૂત લક્ષણો તરીકે દેખાય છે. અન્ય દર્શનકારોએ પણ આ જ દૃષ્ટિ અપનાવીને સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણને અન્યૂન-અનધિક સંખ્યાવાળા કહ્યા છે. અન્ય દર્શનકારોની આ વાત ઉપરથી પણ પ્રથમ શ્લોકમાં જણાવેલી વાત પુષ્ટ થાય છે, કે કેવળજ્ઞાનનો સાધક જે ક્ષયોપશમભાવના સત્તપાદિરૂપ સાધનો દ્વારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જ સાધનો સિદ્ધયોગીની કક્ષામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્માના સ્વભાવભૂત લક્ષણો બની જાય છે.' તેથી સમ્યગુ તપ-સંયમ આદિ સર્વ ક્રિયાઓ આત્માના શુદ્ધ સ્વરૂપને અનુરૂપ જ છે. જેમ જ્ઞાન આત્માનો પરિણામ છે તેમ તપ-નિયમાદિ ક્રિયાઓ પણ આત્માના પરિણામરૂપ જ છે, તેથી મોક્ષાર્થીએ માત્ર આત્મજ્ઞાનમાં સાધનાની પર્યાપ્તિ ન માનવી જોઈએ પણ તપ-નિયમાદિ દ્વારા ક્રિયાયોગની શુદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ૩ For Personal & Private Use Only www ainelibrary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ – ગાથા-૪ ૧પપ જ્ઞાનીમાં સ્વચ્છદાચારનો અસંભવ ગાથા-૪-૫-૭ અવતરણિકા : પૂર્વના શ્લોકોમાં જણાવ્યું કે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાધક તપ-નિયમાદિ સાધનોને સ્વીકારે છે, પરંતુ કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે, તેથી કેવળજ્ઞાન મેળવવા માટે તો સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરી, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને સાધવા યત્ન કરવો યોગ્ય જણાય, કેમ કે, તે ક્ષયોપશમભાવનું જ્ઞાન જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામી ક્ષાયિકભાવના કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. તો પછી કેવળજ્ઞાનના સાધકને તપનિયમાદિ બાહ્ય આચારોની શું જરૂર છે ? આવી શંકાનું નિવારણ કરવા ગ્રંથકારશ્રી હવે જણાવે છેશ્લોક : नाज्ञानिनो विशेष्येत, यथेच्छाचरणे पुनः । જ્ઞાની ક્ષમાવાન તથા વોક્ત પુરપિ° ૪ JIL શબ્દાર્થ : ૧/૨.યથેચ્છાવરને પુનઃ - ‘ઇચ્છા પ્રમાણે આચરણ કરવામાં તો રૂ. જ્ઞાની - જ્ઞાની ૪. અજ્ઞાનિન - અજ્ઞાનીથી ૧/૬. ન વિશેષ્યત - વિશેષ નહીં બને ૭. વક્ષTમાવત્ - કારણ કે તેમ કરવામાં જ્ઞાનીના લક્ષણનો અભાવ થાય.' ૮/૧/૧૦/99, ઘ તથા ઘરે હેવત્તે - અને તેવું અન્ય દર્શનકારો વડે પણ કહેવાયું છે. (જે આગળ શ્લોક-પમાં જણાવ્યું છે.) શ્લોકાર્થ : જ્ઞાની જો ઇચ્છા પ્રમાણે આચરણ કરે તો અજ્ઞાની કરતાં જ્ઞાની વિશેષ નહીં રહે અર્થાત્ જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક નહીં રહે, કેમ કે (તપ-નિયમાદિ વિના જો) ઇચ્છા પ્રમાણે વર્તન કરાય તો જ્ઞાનીમાં પોતાના લક્ષણનો અભાવ પ્રાપ્ત થાય એટલે કે જ્ઞાની જ્ઞાની ન રહે તેવું અન્યદર્શનકારોએ પણ કહ્યું છે. ભાવાર્થ : હિતમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યોથી નિવૃત્તિ કરાવે તેનું જ નામ સમ્યગુજ્ઞાન છે. જ્ઞાનનું કાર્ય પણ આ છે, અને જ્ઞાનનું લક્ષણ પણ આ જ છે, આથી જ સમ્યક્ પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાની અજ્ઞાની કરતાં જુદા પડે છે. જો જ્ઞાની પણ પોતાની ઇચ્છા પ્રમાણે જેમ ફાવે તેમ પ્રવૃત્તિ કરે તો જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક જ ન રહે, તેથી જ્ઞાનીનું જ્ઞાન જ તેને ઉચિત પ્રવૃત્તિઓમાં જોડે છે અને તે ઉચિત પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ શુદ્ધતર થતું જ્ઞાન જ કેવળજ્ઞાનરૂપ બને છે. આવું અન્ય દર્શનકારો પણ માને છે. વિશેષાર્થ : જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે ચક્ર છે. જ્યાં એક ચક્ર કાર્યાન્વિત થાય ત્યાં બીજુ સ્વયમેવ કાર્યાન્વિત થઈ જાય છે. શાસ્ત્રનું અધ્યયન કરીને જેઓ શાસ્ત્રના રહસ્યોને જાણે છે તેઓ જ્ઞાની કહેવાય છે. જ્ઞાનીનું For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર જ્ઞાન જ તેમને આત્મહિત સાધે તેવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે, તેથી જ્ઞાન હોય ત્યાં જ્ઞાનના ફળસ્વરૂપે શાસ્ત્રોક્ત ઉચિત પ્રવૃત્તિ હોય જ. નિશ્ચયનય તો કહે છે કે, તે જ સાચું કારણ છે જે ચોક્કસપણે કાર્યને ઉત્પન્ન કરે, તેથી નિશ્ચયના મતે તો સાચું જ્ઞાન તે જ કહેવાય જે અશુભ કાર્યથી અટકાવી, શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે. જો આવું ન થતું હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન જ ન કહેવાય; કેમકે તેનું કાર્ય થતું નથી, આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાની જો સમ્યકપ્રકારના તપ, નિયમાદિ ઉચિત પ્રવૃત્તિઓ ન કરતાં હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે ગમે-તેમ પ્રવૃત્તિ કરતાં હોય તો જ્ઞાની પણ વાસ્તવમાં જ્ઞાની નથી, પણ અજ્ઞાની તુલ્ય જ છે. જ્ઞાની પોતાની ઇચ્છા પ્રમાણે જ જો પ્રવૃત્તિ કરતા હોય તો જ્ઞાની અજ્ઞાની કરતાં કોઈ રીતે ચઢિયાતા નથી. અર્થાત્ તે બન્નેમાં કોઈ ફરક નથી. કેમકે “જ્ઞાની તેને કહેવાય જે જ્ઞાનને અનુરૂપ પ્રવૃત્તિ કરે.' આવું જ્ઞાનીનું લક્ષણ ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા જ્ઞાનમાં ઘટતું નથી અર્થાત્ તે જ્ઞાની રહેતા નથી. હકીકતમાં પ્રવૃત્તિના આધારે જ જ્ઞાનનું માપ નીકળે છે. જો પ્રવૃત્તિ ન હોય તો “આ જ્ઞાની છે, તેવું જણાય કઈ રીતે ? તેથી જો જ્ઞાની પોતાના જ્ઞાનને અનુરૂપ પોતાની ભૂમિકા પ્રમાણે યોગ્ય ક્રિયા કરતા હોય તો જ તેને જ્ઞાની કહેવાય. આનાથી એવું નક્કી થાય છે કે, જ્યાં સમ્યગુજ્ઞાન હોય ત્યાં તે જ્ઞાન જ તપસંયમની ક્રિયાઓને સમ્યગુ રીતે નિષ્પન્ન કરે અને જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપ બે ચક્રોના સહારે સાધકનો રથ યોગમાર્ગે આગળ વધી આત્માના જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરે છે, તેથી કોઈએ એવો ભ્રમ ન સેવવો જોઈએ કે, ફક્ત જ્ઞાન દ્વારા જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. જૈનદર્શન તો આવું માને છે; પરંતુ અન્ય દર્શનકારો પણ આવું જ માને છે જે આગળ શ્લોક-પમાં જણાવ્યું છે. II૪l. અવતરણિકા : સમ્યમ્ ક્રિયા કરતો જ્ઞાની જ જ્ઞાની છે” એવી જૈનદર્શનની માન્યતાને પુષ્ટ કરતું હવે અન્યદર્શનકારોનું કથન રજૂ કરે છેશ્લોક : बुद्धाऽद्वैतसत्तत्त्वस्य, यथेच्छाचरणं यदि । शुनां तत्त्वदृशां चैव, को भेदोऽशुचिभक्षणे ||५|| નોંધ : અહીં વૃદ્ધાંતસતસ્વસ્થ એવો પાઠ પણ મળે છે. શબ્દાર્થ : ૧/૨. યુદ્ધSĂતસત્તત્ત્વસ્થ વઢિ - અદ્વૈત સત્તત્ત્વને જેણે જાણ્યું છે તેવા જ્ઞાનીનું જો રૂ. યથેચ્છાવર - યથેચ્છાચરણ (થતું) હોય ૪/૬. શુનાં અશુચિમક્ષ , (તો) કૂતરાના અશુચિભક્ષણમાં ૬/૭. તત્ત્વદ્રશાં ૨ (અશુમિક્ષ) - અને તત્ત્વદ્રષ્ટાના અશુચિભક્ષણમાં ૮/૧/૧૦, મે: gવ વ: ? - ફરક જ શું (રહે) ? 1. સખ્યવૃત્તિવ્યાધાતાત્ સત્રવૃત્તિ વાવ8: | - યોગસમુચ, Tથા-૨૭ // For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ - ગાથા-પ શ્લોકાર્થ : અદ્વૈત બ્રહ્મને જેણે જાણ્યું છે એવો જ્ઞાની પણ જો સ્વચ્છંદ રીતે આચરણ કરે, તો અશુચિ=વિષ્ટા આદિનું ભક્ષણ કરનાર કૂતરામાં અને વિષયોરૂપી અશુચિનું સેવન કરનાર તત્ત્વદ્રષ્ટામાં શું ફરક ? અર્થાત્ કોઈ ફરક નથી. (દેખાવથી ભલે કૂતરા અને જ્ઞાની જુદા દેખાય પણ અશુચિનું સેવન કરવાના વિષયમાં તો બન્ને સરખા જ છે. કૂતરા વિષ્ટા ગૂંથે છે અને જ્ઞાની વિષયોને વિષરૂપે જાણવા છતાં વિષયોરૂપી વિષ્ટા ગૂંથે છે.) ભાવાર્થ : અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાની જો આત્મા માટે અતિ ઉપકારક એવી તપ-સંયમ આદિ ઉચિત પ્રવૃત્તિઓને છોડી, શાસ્ત્ર કે ગુર્વાજ્ઞાને નિરપેક્ષ બની, જેમ મનમાં આવે તેમ પ્રવૃત્તિ કરે, તો જાત ઉપરના અંકુશ વગરના જ્ઞાનીમાં અને કૂતરામાં કોઈ ભેદ ૨હેતો નથી. કૂતરો રસ્તા ઉપરની તુચ્છ વિષ્ટારૂપ અશુચિઓનું ભક્ષણ કરે છે, જ્યારે જ્ઞાની વિષ્ટા જેવા તુચ્છ, અસાર અને અનેકવાર અનેકથી ભોગવાયેલા વિષયોને ભોગવે છે. આંમ અશુચિભક્ષણના વિષયમાં જ્ઞાની અને કૂતરો બન્ને સમાન જ છે. વિશેષાર્થ : ૧૫૭ પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરતા જ્ઞાનીને અજ્ઞાની જેવા કહ્યા. આ જ વાતની અત્યંત કડક સમાલોચના કરતાં અન્ય દર્શનકારો તો જણાવે છે કે, જેની પાસે જ્ઞાન છે તેઓ પોતાના જ્ઞાનના આધારે અહિતથી અટકે અને હિતમાં પ્રવૃત્તિ કરે જ, પરંતુ જ્ઞાની હોવા છતાં જેઓ સ્વચ્છન્દપણે વર્તે તેમનામાં અને કૂતરામાં કોઈ ફરક નથી. શેરીમાં રખડતા કૂતરા શેરીમાં પડેલા ગંદા પદાર્થોરૂપ વિષ્ટા ખાઈ માત્ર પોતાની કાયાને અપવિત્ર કરે છે. જ્યારે જ્ઞાન હોવા છતાં સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરતા સાધકો અનંતા જીવોથી ભોગવાયેલા તુચ્છ અને અસાર વિષ્ટા જેવા વિષયોને ભોગવીને મન અને આત્માને અપવિત્ર કરે છે. આ રીતે અપવિત્ર વસ્તુના ઉપભોગરૂપ કાર્ય તો બન્નેનું સમાન જ છે. જ્ઞાની તો તેને કહેવાય કે જે ગુરુનિશ્રામાં રહી, ગુરુકૃપાનું પાત્ર બની શાસ્ત્રાભ્યાસ કરે, શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં શમ, દમ, તિતિક્ષા આદિ ગુણો કેળવી ગુરુ પાસેથી અદ્વૈત બ્રહ્મનો ઉપદેશ મેળવે અને આવો ઉપદેશ પ્રાપ્ત થતાં, જાતને ધન્ય માની બ્રહ્મ માત્રમાં ઠરવા પ્રયત્ન કરે. ‘બ્રહ્મ જ સત્ય છે અને જગતના સર્વ પદાર્થો મિથ્યા છે', એવું તત્ત્વજ્ઞાન મેળવ્યા પછી પણ જો જ્ઞાની સ્વસ્વરૂપને ભૂલી જઈ, પાંચે ઇન્દ્રિયોના ભૌતિક સુખો પ્રાપ્ત કરવામાં કે પોતાના કષાયોને પોષવામાં જ રત રહેતો હોય તો તેને તત્ત્વવેત્તા કઈ રીતે કહેવાય ? કેમકે જે વ્યક્તિને સુખ આત્મામાં જ છે એવો બોધ હોય તે વ્યક્તિ સુખ માટે ક્યારેય બહાર ન ભટકે અને જો તે ભટકે તો કહેવું જ પડે કે તે અબુધ છે. આ બે શ્લોકોનાં કથન ઉપરથી નક્કી થાય છે કે, આત્માનું જ્ઞાન મેળવ્યા પછી જો જ્ઞાની ઉચિત પ્રવૃત્તિઓ કરે તો જ તે જ્ઞાની કહેવાય છે અને તો જ તે શુદ્ધ આત્મસ્વરૂપને પામવાની દિશામાં આગળ વધી શકે છે, તેથી જ્ઞાની માત્ર જ્ઞાનથી મોક્ષ પામી શકતો નથી; પરંતુ જ્ઞાન ઉપરાંત તેનામાં ઉચિત પ્રવૃત્તિઓ હોવી અતિ આવશ્યક છે, કેમકે જ્ઞાન અને ક્રિયા ઉભયથી મોક્ષ પામી શકાય છે. પા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : જ્ઞાન હોય ત્યાં વિષયોમાં પ્રવૃત્તિસ્વરૂપ યથેચ્છાચરણ ન હોય એવું સાંભળી જિજ્ઞાસા થાય કે, સંયમગ્રહણ કરવા પૂર્વે ત્રણ જ્ઞાનના ધણી એવા તીર્થંકર પરમાત્મા કે અન્ય કોઈ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો નિર્મળ કોટિનું જ્ઞાન હોવા છતાં ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે જે યથેચ્છાચરણરૂપ જ છે. તો પછી તેઓ પણ શું અજ્ઞાની કહેવાય ? આવી શંકાનું સમાધાન આપતા જણાવે છેશ્લોક : अबुद्धिपूर्विका" वृत्तिर्न दुष्टा तत्र यद्यपि । तथापि योगजादृष्टमहिम्ना सा न सम्भवेत् ||६|| શબ્દાર્થ : 9. યદ્યપિ - જો કે ૨. તત્ર - ત્યાં = યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોમાં રૂ/૪. વુદ્ધિપૂર્વા વૃત્તિ: - અબુદ્ધિપૂર્વકની વૃત્તિ = પ્રવૃત્તિ ૬/૬. દુષ્ટ ન - દુષ્ટ નથી ૭, તથાપિ - તોપણ ૮, યોજાનાદિના - ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમના મહિમાથી ૨/૧૦/99. સ ન સમ્પર્વત - તે = અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ સંભવતી નથી. શ્લોકાર્થ : જો કે છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગુદષ્ટિ જીવોમાં જે અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિઓ = વિષયોમાં “આ મારા સુખનું કારણ છે' તેવી બુદ્ધિ વગરની ભોગાદિની પ્રવૃત્તિઓ દેખાય છે તે દુષ્ટ નથી, છતાં પણ જ્યારે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય ત્યારે તેના મહિમાથી તે રસ વિનાની ભોગાદિની પ્રવૃત્તિઓ પણ સંભવતી નથી. ભાવાર્થ : છઠ્ઠીદૃષ્ટિવાળા અવિરતસમ્યગુદૃષ્ટિ મહાત્માઓના જીવનમાં યથેચ્છાચરણ - સ્વચ્છંદાચાર ક્યારેય હોતાં નથી. તેઓ ઉચિતમર્યાદાનું લેશ પણ ઉલ્લંઘન કર્યા વિના જે પણ ભોગ પ્રવૃત્તિ કરે છે તે તેવા પ્રકારના નિરુપક્રમ અને નિકાચિત ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જ કરે છે. આથી તેઓને મર્યાદા સંપન્ન એવા પણ વિષય-ભોગમાં સુખની બુદ્ધિ, કે ઉપાદેયબુદ્ધિ હોતી નથી. ઉપરછલ્લી દૃષ્ટિએ ભલે તેમની આ પ્રવૃત્તિ સામાન્ય જીવોને સંસારરસિક ભોગી લોકો જેવી જ દેખાય, પણ વાસ્તવમાં તેમની આ પ્રવૃત્તિ અબુદ્ધિપૂર્વિકા એટલે કે મન વગરની પ્રવૃત્તિ હોય છે અર્થાત્ “આ મારા સુખનું સાધન છે” એવી બુદ્ધિ વિનાની જ આ પ્રવૃત્તિ હોય છે. વળી આવી ભોગ પ્રવૃત્તિથી જ્ઞાનીનું જ્ઞાન કે મન મલિન થતું નથી તેથી તેમને તેનાથી વિશેષ કર્મબંધ પણ થતો નથી. ઊલટું આવી પ્રવૃત્તિથી તે કર્મ ખપાવે છે, તેથી જ્ઞાનીની આવી પ્રવૃત્તિ દોષરૂપ કે દુષ્ટ નથી. તેમ છતાં નિકાચિત કર્મની પરતંત્રતા પૂરી થતાં તેમનામાં તેવી પ્રવૃત્તિ પણ સંભવતી નથી કારણ કે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાંની સાથે જ તે જ્ઞાની તણખલાની જેમ ભોગ પ્રવૃત્તિનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કર્યા વિના પણ રહેતા નથી. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ – ગાથા-૩ ૧પ૯ વિશેષાર્થ : વિષયોમાં પ્રવૃત્તિ બે રીતે થઈ શકે; ૧. “આ મારા સુખનું સાધન છે' - તેવી બુદ્ધિપૂર્વક અને ૨. “આ મારા સુખનું સાધન છે' - તેવી બુદ્ધિ કે રસ વગર. સંસારમાં રહેતા અજ્ઞાની જીવો “જડ એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો મારા સુખનું સાધન છે, તેના સંગમાં જ હું સુખી થઈશ, તેને ભોગવવામાં જ મારું જીવન સાર્થક થશે,' એવી બુદ્ધિ ધરાવે છે. જેના કારણે તેઓ પોતાને ગમતા વિષયોમાં તીવ્ર રસ અને રુચિપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેમાં કાલ્પનિક સુખનો અનુભવ પણ કરે છે. આ રીતે રાગાદિ કષાયોથી પ્રેરાઈને રસપૂર્વક થતી ભોગાદિની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકનું યથેચ્છાચરણ કહેવાય છે. સંસારમાં રહેલા સમ્યગુદૃષ્ટિ જીવોની પરિસ્થિતિ આનાથી જૂદી હોય છે. તેઓ સ્પષ્ટ સમજે છે કે, પૌદ્ગલિક સંયોગોમાં સુખ નથી, સુખ તો આત્મિક ભાવોમાં જ છે તેથી તેઓને આત્માની નિર્બન્ધ તથા પરમ સુખમય અવસ્થા પ્રત્યે અને તેની પ્રાપ્તિના ઉપાયો પ્રત્યે બળવાન રુચિ હોય છે, આમ છતાં અનાદિકાળના વિષયોના અભ્યાસના કારણે તેને વિષયોમાં તત્કાળ પૂરતી સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. વળી વિષયોના સેવનકાળમાં પૂર્વે અનુભવેલા ભ્રામક સુખના સંસ્કારો ક્યારેક જાગૃત થઈ જાય છે. આવા વખતે જો તેની સાથે બળવાન ચારિત્રમોહનીયકર્મનો ઉદય ભળે તો વિવેકી એવો સમ્યગુદૃષ્ટિ પણ ભોગાદિમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રોકી શકતો નથી. જેમ ખસનો દર્દી જો વિવેકી હોય તો તે જાણે છે કે, ખણજ કરવી તે મારા માટે ખોટી છે, મારા રોગની વૃદ્ધિનું કારણ છે, આમ છતાં અંદરમાં થતો સળવળાટ તેની પાસે ચળ કરાવે છે. ચળ કરતાં પણ તે સમજે છે કે, આ દર્દને કારણે મને હમણાં ચળ મીઠી લાગે છે પણ તે કાળી બળતરા કરાવનારી છે. સાચું સુખ તો રોગમુક્તિમાં છે. આવી જ હાલત સમ્યગ્દષ્ટિની હોય છે, તે પણ જાણે છે કે, આ વિષયોમાં સુખ નથી, સુખ તો આત્મામાં જ છે, આમ છતાં વૈષયિક સુખો સામે આવતાં અનાદિના સંસ્કારો જાગૃત થાય છે અને તેને વિષયોમાં તત્કાળ પૂરતી સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. વળી તે સાથે કર્મોદય ભળવાથી વિષયોને ભોગવવાની ઇચ્છા પ્રબળ બને છે અને તેને પરવશ બની સમ્યગ્દષ્ટિ જીવને પણ વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે છે. અનાદિકાળથી વિષયોના સંસ્કાર પડેલા હોવાથી તેમ કરતાં તેને રતિ આદિ ભાવો સ્પર્શી જાય છે, તેથી તેની આ પ્રવૃત્તિ સર્વાશે અબુદ્ધિપૂર્વકની ન કહેવાય પણ કાંઈક અંશે તો બુદ્ધિપૂર્વકની જ કહેવી પડશે. કેમકે અજ્ઞાની જીવોની જેમ તેમને તીવ્ર રસ કે રુચિ નથી કે તેમની સમજ પણ ખોટી નથી છતાં વર્તમાનમાં થતા રાગાદિભાવો તેમની પ્રવૃત્તિનું કારણ હોય છે, તેથી તેમની આ પ્રવૃત્તિને સર્વાશે રસવિનાની પ્રવૃત્તિ નહી કહી શકાય. તે પણ અલ્પાંશે તો બુદ્ધિપૂર્વકની જ પ્રવૃત્તિ કહેવાશે. છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ મહાત્માઓ કે તીર્થંકર પરમાત્માઓની વાત આ બન્નેથી જુદી હોય છે, તેઓ સહજતાથી આત્મિક ભાવોમાં વિહરતા હોય છે. આત્મામાં જ સુખ છે તેવી શ્રદ્ધા સાથે તેમનામાં તેના દૃઢ સંસ્કારો પણ હોય છે, આમ છતાં ક્યારેક તેમનું ભોગાવલી કર્મ જ એવા પ્રકારનું હોય છે કે ભોગાદિમાં પ્રવૃત્તિ કર્યા વિના નાશ ન જ પામે. વિશિષ્ટ જ્ઞાનથી પોતાનું પુણ્ય કર્મ આવા પ્રકારનું છે, એવું જોતાં આ મહાત્માઓને ભોગ રોગ છે એવી સમજ અને પ્રતીતિ હોવા છતાં કર્મના નાશ માટે ક્યારેક For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. તેઓની આવી પ્રવૃત્તિ દારુયત્ર0-પાંચાલી જેવી હોય છે. લાકડાના યંત્રમાં ગોઠવાયેલ પૂતળી હલન, ચલન કરે છે, કોઈકને ભેટે છે, ક્યાંકથી છૂટી પડે છે, પરંતુ તેમાં તેને રાગ, રસ કે રુચિનો પરિણામમાત્ર હોતો નથી, જેમ કે આજનો રૉબૉ (Robot). તે જ રીતે આ મહાત્માઓ પણ કર્મની પરતંત્રતાને કારણે પૌદ્ગલિક અનેક પ્રવૃત્તિઓ કરે છે. પણ આવી પ્રવૃત્તિ કરતાં તેમને રસ, રુચિ કે રાગાદિ ભાવોનો સ્પર્શ સુદ્ધાં થતો નથી, માટે તેઓની આવી રસ વિનાની ભોગાદિની પ્રવૃત્તિઓ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કહેવાય છે. અબુદ્ધિપૂર્વકની આ ભોગાદિ પ્રવૃત્તિ જ્ઞાની પુરુષના જ્ઞાનને કે તેમના આત્માને લેશ પણ મલિન કરતી નથી, તેમની ધર્મભાવનાને લેશ પણ હાનિ પહોંચાડતી નથી, તેથી જ જ્ઞાનીને આ પ્રવૃત્તિ કર્મબંધ તો નથી કરાવતી પરંતુ તેમના નિકાચિત ભોગાવલી કર્મોનો ક્ષય કરી તેઓને વહેલી તકે નિર્મળ ચારિત્રના પંથે પહોંચાડવામાં સહાયક બને છે, માટે અહીં ગ્રંથકારશ્રી તેને અદુષ્ટ કહે છે અર્થાત્ તે પ્રવૃત્તિ જ્ઞાનીના જ્ઞાનભાવને દૂષિત કરતી નથી તેમ કહે છે. આમ, આવી છઠ્ઠી દૃષ્ટિની ભૂમિકામાં પહોચેલા જ્ઞાનીની આ પ્રવૃત્તિ અદુષ્ટ હોવાથી તે હોય કે ન હોય તે જ્ઞાનીના આત્મિક વિકાસમાં કોઈ અવરોધ કરતી નથી, છતાં પણ તે ચારિત્રમોહનીયકર્મના ઉદય સુધી જ ટકે છે. ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કે ક્ષય થતાં આ પ્રવૃત્તિઓ પલવારમાં પલાયન થઈ જાય છે અને સંયમાદિ વિશેષ યોગોની સાધનામાં આ છઠ્ઠી દષ્ટિવાળા મહાત્મા જોડાઈ શેષ કર્મ ખપાવી દે છે. આના ઉપરથી સમજી શકાય તેવું છે કે, જે પૂર્વની ગાથાનું તાત્પર્ય હતું કે, જ્ઞાની ઉચિતક્રિયાઓ સ્વરૂપ ક્રિયાયોગને સેવીને જ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે અકબંધ રહે છે. જે લોકો બોધ પ્રાપ્ત કરીને પણ સમ્યક્રિયામાં પ્રવર્તતા નથી તેઓ વસ્તુત: બોધવાળા જ નથી, તેઓને શાબ્દિક બોધ હોઈ શકે પણ વાસ્તવિક નહીં, કેમકે સમ્યગુબોધ હંમેશા સમ્યપ્રવૃત્તિ કરાવે જ. તેથી નિર્વિવાદ વાત છે કે, જ્ઞાનયોગની પ્રાપ્તિ પછી પણ અધ્યાત્મની શુદ્ધિ માટે ક્રિયાયોગ આવશ્યક અને અનિવાર્ય છે. કા. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્ત - ગાથા-૭ ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્તા ગાથા-૭. અવતરણિકા : પૂર્વના શ્લોકોનું તાત્પર્ય એ છે કે, જે લોકો બોધ પામીને પણ સમ્યકક્રિયામાં પ્રવર્તતા નથી તેઓ વસ્તુત: બોધવાળા જ નથી. કેમ કે, જો ઉચિત પ્રવૃત્તિ કરવામાં અટકાયત પેદા કરે એવા કોઈ વિશિષ્ટ કર્મ નડતા ન હોય તો જ્ઞાની અવશ્ય ક્રિયાયોગમાં યત્ન કરે જ. તેથી હવે તે ક્રિયાયોગમાં પ્રવર્તતા જ્ઞાનીનું ચિત્ત કેવું હોય છે તે જણાવે છેશ્લોક : निवृत्तमशुभाचाराच्छुभाचारप्रवृत्तिमत् । स्याद्वा चित्तमुदासीनं, सामायिकवतो मुनेः ॥७॥ શબ્દાર્થ : ૧/૨. સામાયિકવત: મુને - સામાયિકવાળા મુનિનું રૂ. વિત્તમ્ - ચિત્ત ૪/૬. ૩૫શુમવારત નિવૃત્તમ્ - અશુભ આચારથી નિવૃત્ત અને શુભ ૬. શમવારપ્રવૃત્તિમનું આચારમાં પ્રવૃત્તિવાળું (હોય) ૭/૮, વા વાણીનં - અથવા ઉદાસીન ૨. થાતુ - હોય. શ્લોકાર્થ : સામાયિકવાળા મુનિનું ચિત્ત અશુભ આચારથી નિવૃત્ત અને શુભ આચારમાં પ્રવૃત્તિવાળું હોય છે અથવા ઉદાસીન હોય છે. ભાવાર્થ : જ્ઞાનયોગ સાથે ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિ ભગવંતો સામાયિકવાળા હોય છે. પ્રારંભિક ભૂમિકામાં તેઓને ભગવદ્વચન પ્રત્યે તીવ્ર રાગ હોય છે. તે રાગના કારણે જ તેઓનું ચિત્ત વચનાનુસારે અશુભ આચારોથી અટકવાના અને શુભ આચારોમાં પ્રવર્તવાના વિકલ્પવાળું હોય છે. પ્રશસ્ત રાગાદિના વિકલ્પ વાળી તેમની આ અવસ્થા સવિકલ્પસમાધિની – સામાયિકભાવની દશા છે. આગળ જતાં જ્યારે સામાયિકનો પરિણામ અત્યંત ઘન થઈ જાય છે ત્યારે તે પરિણામ જ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે, તે વખતે તેમને વચનના સ્મરણની પણ જરૂર રહેતી નથી. અસંગઅનુષ્ઠાનની આ ભૂમિકા નિર્વિકલ્પસમાધિની (ઉચ્ચકક્ષાના સામાયિક ભાવની) દશા છે. તેમાં વર્તતા મહાત્માનું ચિત્ત સર્વત્ર ઉદાસીન હોય છે, તેમને ઉચિત પ્રત્યે રાગ પણ હોતો નથી અને અનુચિત પ્રત્યે દ્વેષ પણ હોતો નથી. વિશેષાર્થ : કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઇચ્છતો સાધક સમ્યગુજ્ઞાનપૂર્વકના ક્રિયાયોગને અપનાવે છે. તે માટે સત્ત્વ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર કેળવી સર્વ પાપ પ્રવૃત્તિને તિલાંજલી આપી સર્વવિરતિરૂપ સંયમજીવનનો સ્વીકાર કરે છે. આવા સંયમી મુનિના ચિત્તની બે અવસ્થાઓ હોય છે : ૧. અશુભ આચારોથી અટકી શુભમાં પ્રવર્તમાન સદ્-વિકલ્પોવાળી ચિત્તની અવસ્થા. ૨. પરમ ઉદાસીનભાવવાળી વિકલ્પો વગરની અવસ્થા. તેમાં પ્રારંભમાં ક્રિયાયોગના સાધકને પ્રભુ વચન પ્રત્યે તીવ્ર રાગ હોય છે, આથી જ તે ભગવાનના વચનાનુસારે અસતુપ્રવૃત્તિથી અટકવાના અને સત્પ્રવૃત્તિમાં પ્રવર્તવાના શુભવિકલ્પો સતત કર્યા કરે છે. ભગવાનના વચન પ્રમાણે ચાલતાં શુભ સંકલ્પ-વિકલ્પવાળી આ અવસ્થા વચનાનુષ્ઠાનની કક્ષામાં આવે છે. સાતત્યપૂર્વક ભગવાનના વચનાનુસારે પ્રવૃત્તિ કરતાં મુનિને તે પ્રવૃત્તિનો દૃઢ અભ્યાસ થઈ જાય છે. આ અભ્યાસના કારણે આગળ જતાં મુનિને ઉચિતમાં પ્રવૃત્ત થવાનો કે અનુચિતથી નિવૃત્ત થવાનો કોઈ વિકલ્પ કરવો પડતો નથી. સહજ ભાવે ઉચિતમાં પ્રવૃત્તિ અને અનુચિતથી નિવૃત્તિ થયા કરે છે. જ્યારે મુનિ આ ભૂમિકાને પ્રાપ્ત કરે ત્યારે તેઓ અસંગઅનુષ્ઠાનવાળા કહેવાય છે. આ ભૂમિકામાં રાગાદિ ભાવો એટલા મંદકક્ષાના થઈ ગયા હોય છે કે, તેમને ક્યાંય રાગાદિજન્ય સંગ રહેતો નથી. સંસારના સર્વ ભાવો પ્રત્યે તેઓ નિર્મમ બને છે. તેમની અસતુ પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિઓ તો શાંત થઈ જાય છે, પણ સત્ કાર્યો કરવાના વિકલ્પો પણ શાંત થઈ જાય છે. આગળ વધીને તેઓ તૃણ કે મણિ, શત્રુ કે મિત્ર, સુખ કે દુઃખ, ભવ કે મોક્ષ સર્વ ભાવો પ્રત્યે સમતાવાળા અને સર્વત્ર ઉદાસીન વૃત્તિવાળા બને છે. પૂર્વની ભૂમિકામાં જે શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓ પ્રત્યે રાગ અને નિષિદ્ધ પ્રવૃત્તિઓ પ્રત્યે દ્વેષ હતો, તે પ્રશસ્ત રાગાદિ પણ આ ભૂમિકામાં નાશ પામે છે, અને બન્ને પ્રત્યેની સમતાવાળું, મધ્યસ્થતાવાળું ઉદાસીન ચિત્ત નિષ્પન્ન થાય છે. પૂર્વે શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક, તેના પ્રત્યેના રાગથી ઉચિત પ્રવૃત્તિઓ થતી હતી, પરંતુ હવે સર્વત્ર સમતાનો પરિણામ ઉલ્લસિત થતા સામાયિકનો પરિણામ સહજ રીતે જ ઉચિત પ્રવૃત્તિઓ કરાવે છે. જેમ પહેલા ચક્ર દંડ દ્વારા ભ્રમિત કરાય છે અને પછી તો પૂર્વના આવેધથી 1. शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्, आह च, “वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । વનાનુષ્ઠાનમવું વરિત્રવતો નિયોન II” (ષોડશ - ૨૦/૬) - જો વિશિવૃત્તી || 2. व्यवहारकाले वचनप्रतिसंधाननिरपेक्षं दृढतरसंस्काराचन्दनगन्धन्यायेनात्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसंगानुष्ठानम्, आह च, “यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं, भवेत् त्वेतत्तदावेधात् ।।" (षोडशक - १०/७) - યો વિશિT-કો-૨૮-વૃત્તો | 3. ૩૬ = ઉપર; માસીન = બેસવું; તેથી ઉદાસીન એટલે ઉપર બેસવું અથવા પર રહેવું. બાહ્ય વિષયોમાં રાગાદિ કરીને ઓતપ્રોત ન થવું પણ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે સાક્ષી બનીને રહેવું. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્ત - ગાથા-૭ દંડની અપેક્ષા રાખ્યા વગર પણ ચક્ર ભ્રમણ કર્યા જ કરે છે; તેમ પૂર્વની ભૂમિકાના વચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરવાના દઢ સંસ્કારથી અસંગ-અનુષ્ઠાન કાળમાં સ્વાભાવિક રીતે વચનની અપેક્ષા વગર પણ ઉચિતક્રિયાઓ થયા કરે છે.* આ બન્ને ભૂમિકાઓ ક્રિયાયોગને સાધતા સામાયિકવાળા જ્ઞાની મુનિભગવંતની જ છે, છતાં પૂર્વ ભૂમિકામાં રાગાદિ વિકલ્પોના કોલાહલવાળું ચિત્ત હોય છે. જ્યારે ઉપરની ભૂમિકામાં આ વિકલ્પો પણ શાંત થઈ જાય છે અને વિશુદ્ધતર સામાયિક ભાવવાળું ઉદાસીન ચિત્ત નિષ્પન્ન થાય છે, આવું ચિત્ત કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ બને છે, તેથી કેવળજ્ઞાનને ઇચ્છતા સાધકે ક્રિયાયોગમાં યત્ન કરી પ્રાથમિક ભૂમિકામાં પારંગત થઈ ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. llી. 4. किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाणुवेहओ चेव णवरं ति ।।१९।। 5. पडिसिद्धेसु अदेसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसु पि ।।१७।। - યોગરાત || - યાતિ || For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર | ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ ગાથા-૮-૯-૧૦ અવતરણિકા : કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સંયમાદિની ક્રિયા અનિવાર્ય છે એવું જ્યારે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, ત્યારે જ્ઞાનીને જડ એવી ક્રિયાની શું જરૂરીયાત છે ? તેઓ તો જ્ઞાન દ્વારા જ વિશુદ્ધ થતાં થતાં કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે જ્ઞાનને જ પ્રાધાન્ય આપતો પૂર્વપક્ષી જ્ઞાનનય ક્રિયાનય પ્રત્યેનો પોતાનો વિરોધ દર્શાવતાં જે પ્રતિપાદન કરે છે, તેને હવેના ત્રણ શ્લોકોમાં ગ્રંથકારશ્રી રજૂ કરે છેશ્લોક : विधयष्टौ निषेधाष्टा ने त्वज्ञाननियन्त्रिताः । વાગ્યેવાને પ્રોતો નોદ્દેશઃ પસ્ય' [૮] નોંધ : નન્વજ્ઞાનનયત્રિતા:, તત્ત્વજ્ઞાનનન્દ્રિતા: આવા પાઠાંતરો પણ મળે છે. શબ્દાર્થ : 9. વત્ - જે કારણથી ૨. જ્ઞાનનિત્રિતા: - અજ્ઞાનથી નિયંત્રિત = જ્ઞાન વગર કરાતાં રૂ/૪/૬. વિધયા નિષેધાઈ ન - વિધિ તથા નિષેધો (મોક્ષના કારણ બનતા) નથી. ૬ વાવાને - (તથા) બાળને જ આગમમાં ૭/૮, ૩૧: પ્રોવત્ત: - (વિધિનિષેધનો) ઉદ્દેશ કહેવાયેલો છે ૧/૧૦. પયહસ્થ ન - પશ્યકને નહીં. શ્લોકાર્થ : જે કારણથી જ્ઞાનથી નિયત્રિત ન હોય એવા વિધિ અને નિષેધો (મોક્ષના કારણ બનતા) નથી. (તથા) આગમમાં (વિધિ-નિષેધનો) ઉદ્દેશ બાળને જ કહેવાયો છે પશ્યકને દ્રષ્ટાભાવવાળા ફ્રાનીને નહી (તે કારણથી ક્રિયા વિનાનું જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિ માટે રાજયોગસ્વરૂપે ઇચ્છાય છે.) ભાવાર્થ : જ્ઞાન જ મોક્ષનું કારણ છે એવું માનનાર પૂર્વપક્ષીનું કહેવું છે કે, “જ્ઞાનથી નિયત્રિત એવી વિધિ અને નિષેધરૂપ ક્રિયાઓ જ મોક્ષનું કારણ બને છે. વળી શાસ્ત્રમાં વિધિ-નિષેધરૂપ ક્રિયા કરવાનો ઉપદેશ પણ માત્ર બાળને એટલે કે અપરિપક્વજ્ઞાનવાળાને જ અપાયો છે, પણ જ્ઞાનીને નહીં, તેથી સ્પષ્ટ છે કે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ મુખ્યતયા જ્ઞાનથી જ થાય છે ક્રિયાથી નહીં.' વિશેષાર્થ : મોક્ષમાર્ગ જ્ઞાન અને ક્રિયા બન્નેથી સાધ્ય છે, છતાં જ્યારે ક્રિયાનય મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે, ત્યારે તે ક્રિયાની પ્રધાનતા સ્થાપે છે, તો વળી જ્ઞાનનય જ્ઞાનની પ્રધાનતા સ્થાપે છે. ક્રિયાયોગશુદ્ધિના આ અધિકારના અત્યાર સુધીના શ્લોકોમાં ક્રિયાનયે સ્થાપિત કર્યું કે, જ્ઞાની યથેચ્છ આચરણા કરતા નથી; પરંતુ પોતાની For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ – ગાથા-૮ ૧૫ ભૂમિકાને અનુરૂપ ઉચિત આચરણા કરતા હોય છે. આવું પ્રતિપાદન સાંભળી જ્ઞાનનયને માનનારો પૂર્વપક્ષી કહે છે કે “જે પણ વિધિ-નિષેધરૂપ ક્રિયાઓ મોક્ષના ઉપાય તરીકે બતાવાઈ છે, તે ક્રિયાઓ પણ જ્ઞાન હોય તો જ સફળ થાય છે. જ્ઞાન વિના જે ક્રિયા કરાય છે, તે નિષ્ફળ જાય છે, તેથી સ્પષ્ટ છે કે, જ્ઞાનયુક્ત ક્રિયાઓ જ કાર્ય નિષ્પન્ન કરે છે, પણ એકલી ક્રિયાઓ તેમ કરવા સમર્થ નથી. કેમકે દરેક સમ્યગૂ આચારોનું અણિશુદ્ધ પાલન કરવું હોય તો પહેલાં શાસ્ત્રાધારે તે ક્રિયાઓ કેવી રીતે કરવી તેનું જ્ઞાન મેળવવું પડે છે. જ્ઞાનીની. નિશ્રામાં રહી તે ક્રિયા કરતાં શીખવું પડે છે અને તે પછી તદનુસાર ક્રિયાઓ કરાય તો જ તે ક્રિયા ફળપ્રદ બને છે, પરંતુ શાસ્ત્રીય સૂઝ વિના કે ગુર્વાજ્ઞા નિરપેક્ષ બની ઉત્તમ પણ ક્રિયાઓ કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં જ્ઞાનયોગ જ પ્રધાન છે, વિધિનિષેધાત્મક ક્રિયાયોગ નહીં.” વળી, પોતાના પક્ષને દૃઢ કરવા જ્ઞાનનય, બીજી દલીલ રજૂ કરતાં કહે છે કે, “જ્ઞાનથી નિયંત્રિત વિધિનિષેધરૂપ ક્રિયાનો ઉપદેશ પણ બાળ માટે છે, પશ્યક માટે નહીં'. બાળક જેમ સાપથી આકર્ષાઈ તેની સાથે ચેડા કરવા દોડી જાય છે, તેમ વિષય-કષાય આત્માના શત્રુ છે' - તેવું જાણવા છતાં નિમિત્ત મળતાં જેઓ વિષય-કષાય તરફ આકર્ષાઈ જાય છે અને આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે, તેવા આધ્યાત્મિક વિવેક વિનાના જીવોને બાળ કહેવાય છે. આવા બાળ જીવોને વિષય-કષાયથી બચાવવા માટે જ શાસ્ત્રકારોએ ક્રિયાનો માર્ગ બતાવ્યો છે. તેઓ જો આવશ્યક શુભ ક્રિયાઓમાં રત રહે તો અનર્થકારી માર્ગથી બચી શકે છે. જ્ઞાન દ્વારા જેઓ પરમ વિવેકને વરેલા છે, જેનો બોધ પરિપક્વ થયેલો છે અને તે કારણે જ જેઓ આત્મતત્ત્વને જોઈ શકે છે એવા જીવો “પશ્યક’ કહેવાય છે. પશ્યક કક્ષાના જીવો રાગાદિના મલિન ભાવોથી હંમેશા પર રહેતા હોય છે, તેથી તેમને કર્મયોગે વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે તોપણ તેઓને ક્યાંય કર્તા કે ભોક્તાભાવ સ્પર્શતો નથી, તેઓ તો તેના જ્ઞાતા અને દૃષ્ટા બની સદા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં મગ્ન રહે છે. આચારાંગ નામના આગમમાં કહ્યું છે કે, પશ્યક કક્ષાના સાધક માટે ક્રિયાનો કોઈ ઉપદેશ નથી. કેમ કે, તેમને કોઈ નિયંત્રણની જરૂર નથી. શાસ્ત્રમાં તેઓને માટે કોઈ વિધાન નથી કે કોઈ નિષેધ નથી. તેઓને પોતાના જ્ઞાન દ્વારા જે સમયે જે કરવા યોગ્ય લાગે તે તેઓ કરે છે, ન કરવા યોગ્ય લાગે તેનાથી અટકે છે. બાળજીવોની આવી સ્થિતિ નથી, તેઓ તો અશુભ ક્રિયાઓ દ્વારા રાગાદિના અશુભ ભાવો કરી ક્લિષ્ટ કર્મબંધ કરી બેસે છે. તેથી તેઓને બચાવવા માટે જ આગમમાં તેમને શુભક્રિયામાં જોડવાનો ઉદ્દેશ = ઉપદેશ છે. આના ઉપરથી પણ નિશ્ચિત થાય કે, મોક્ષમાર્ગમાં જ્ઞાન મુખ્ય છે ક્રિયા નહીં. ક્રિયા તો અજ્ઞાન અવસ્થામાં અને તે પણ જ્ઞાનથી નિયંત્રિત હોય તો જ ફળપ્રદ બને છે.” IIટl 1. પશ્યક શબ્દ શું-જોવું - ધાતુ ઉપરથી બનેલો છે, તેથી જે જીવ શુદ્ધ આત્મતત્ત્વને જુવે છે તેને પશ્યક કહેવાય છે. 2. उद्देसो पासगस्स नत्थि, बाले पुण निहे कामसमणुन्ने असमीयदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्से अणुपरियट्टइ । - માવાર સૂત્રે ૧/૨/૩-૧૨ || उद्देशः = उपदेशः सदसत्कर्तव्याकर्तव्यादेशः । सः पश्यतीति पश्यः स एव पश्यकः, तस्य न विद्यते, स्वत एव विदितवेद्यत्वात्तस्य । बालो नाम रागादिमोहितः । - आचाराङ्गश्रीशीलाङ्काचार्यकृतव्याख्यायाम् ।। For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : પૂર્વપક્ષી જ્ઞાનનય પોતાની માન્યતાને વધુ પુષ્ટ કરવા જે કહે છે તેને ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : ने चं सामर्थ्ययोगस्य, युक्तं शास्त्र नियामकम् । कल्पातीतस्य मर्यादाप्यस्ति न ज्ञानिनः कचित् ||९|| શબ્દાર્થ : ૧/૨. સામર્થ્યથાર્થ - અને સામર્થ્યયોગવાળાને રૂ/૪. શાસ્ત્ર નિયામક - શાસ્ત્ર નિયામકરૂપે ૧/૬. ન યુવતં - યુક્ત નથી. ૭/૮. કન્યાતીતણ જ્ઞાનિનઃ - (કેમકે) કલ્પાતીત એવા જ્ઞાનીને /૧૦. વરિત્ પે - ક્યાંય પણ 99/૧૨/૧રૂ. મર્યાા ન ગતિ મર્યાદા નથી. શ્લોકાર્થ (વળી જે કારણથી) સામર્થ્યયોગવાળા યોગીને નિયામકરૂપે શાસ્ત્ર આવશ્યક નથી, કેમકે કલ્પાતીત એવા જ્ઞાનીને ક્યાંય પણ મર્યાદા નથી. (તે કારણથી પણ ક્રિયાથી મુક્ત એવું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ માટે રાજયોગસ્વરૂપે ઇચ્છાય છે.) ભાવાર્થ : જ્ઞાનનયવાદી પોતાની માન્યતાને વધુ પુષ્ટ કરવા જણાવે છે કે, “સામર્થ્યયોગની ઊંચી ભૂમિકાને વરેલા મહાત્માઓ માટે શાસ્ત્રમાં વિધિ-નિષેધરૂપ કોઈ મર્યાદા જણાવી નથી અર્થાત્ શાસ્ત્ર તેમનું નિયમન કરતું નથી. મર્યાદા ન હોવાથી તેઓ કલ્પાતીત કહેવાય છે. તેમના માટે એવું કોઈ બંધારણ નથી કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા આવી જ ક્રિયાઓ કરવી જોઈએ અને આવી ક્રિયાઓ ન કરવી જોઈએ. આના ઉપરથી પણ નક્કી થાય છે કે, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાનયોગનું જ વધારે મહત્ત્વ છે ક્રિયાયોગનું નહીં.” વિશેષાર્થ : શાસ્ત્રમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે : ૧. ઇચ્છાયોગ ૨. શાસ્ત્રયોગ ૩. સામર્થ્યયોગ. આ ત્રણ યોગોમાં સામર્થ્યયોગ' સર્વ શ્રેષ્ઠ કોટિનો યોગ છે, તે ક્ષપકશ્રેણીના કાળમાં પ્રગટે છે. આ યોગ દ્વારા સાધક માત્ર એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ બની શકે છે. આ યોગ શાસ્ત્ર અતિક્રાન્ત વિષયવાળો છે, એટલે કે શાસ્ત્રમાં ન જણાવ્યા હોય તેવા પણ અનેક ભાવો આ યોગમાં વર્તતા યોગીને પોતાના સામર્થ્યથી જણાય છે, તેથી આ યોગમાં વર્તતા યોગી માટે શાસ્ત્ર નિયામક રહેતું નથી. તેમને શાસ્ત્ર પ્રમાણે વિધિનિષેધરૂપ ક્રિયામાં પ્રવર્તી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડતો નથી. તે તો સ્વત: પોતાના અનુભવજ્ઞાનને આધારે મોક્ષમાર્ગે આગળ વધે છે. આવા શાસ્ત્ર મર્યાદાથી પર બનેલા યોગીને કલ્પાતીત યોગી કહેવાય છે. 1. शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः। शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।। - યોદિષ્ટસમુચવે || For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ - ગાથા-૧૦ ૧૬૭ કલ્પાતીત કક્ષાના આ યોગી માટે હાથ જ હથિયાર બની જાય છે, તેઓ કોઈપણ યોગ દ્વારા કલ્યાણ સાધી શકે છે, આથી જ શાસ્ત્રમાં એવા ઘણા દૃષ્ટાંતો જોવા મળે છે કે જેમાં સંસારની કોઈક પ્રવૃત્તિ કરતાં જીવે ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જેમકે ચોરીમાં ફેરા ફરતાં, રાજગાદી ઉપર રાજ સંભાળતા કે એક માછલી કાપવા જેવી પ્રવૃત્તિઓ કરતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, આથી જ્ઞાનનય કહે છે તે સમજાય એવું છે કે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા ઉચિતક્રિયાઓ આવશ્યક નથી, પરંતુ શ્રેષ્ઠ કોટિનું જ્ઞાન જ જરૂરી છે. આ રીતે ત્રીજો મુદ્દો રજૂ કરી જ્ઞાનનય પોતાની વાતને વધુ દઢ કરતાં કહે છે કે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ્ઞાનીને ક્રિયાની કોઈ જરૂર રહેતી નથી; તેઓ ક્રિયા વિના જ્ઞાનમાત્રથી ઉચ્ચતમ ભૂમિકા સુધી પહોંચી શકે છે. ll અવતરણિકા : જ્ઞાનનયનું મંતવ્ય રજૂ કરતાં શ્લોકોની શ્રેણીના ત્રીજા શ્લોકમાં ગ્રંથકારશ્રી, પૂર્વના તર્કો ઉપરાંતનો એક તર્ક દર્શાવી જ્ઞાનની પ્રધાનતા સ્થાપિત કરનાર પૂર્વપક્ષીનું મંતવ્ય રજૂ કરે છેશ્લોક : भावस्य सिद्ध्यसिद्धिभ्यां, याकिञ्चित्करी क्रिया । ज्ञानमेव क्रियामुक्तं, राजयोगस्तदिष्यताम् ||१०|| શબ્દાર્થ : 9, 9 - અને ૨. ચત્'- જે કારણથી રૂ. માવસ્ય - ભાવની ૪. સિન્દ્રસિદ્ધિમ્યાં - સિદ્ધિ-અસિદ્ધિ દ્વારા /૬. ક્રિયા વિશ્ચન્ટરી - ક્રિયા વ્યર્થ (બને છે) ૭. તત્ - તે કારણથી ૮/૨. શિયામુવતં જ્ઞાનમેવ - ક્રિયા વગરનું જ્ઞાન જ ૧૦. રાનયો 1: - રાજયોગસ્વરૂપે 99. રૂણતામ્ - વીકારાય. શ્લોકાર્થ : અને જે કારણથી ભાવની સિદ્ધિ તથા અસિદ્ધિ દ્વારા ક્રિયા વ્યર્થ છે, તે કારણથી ક્રિયા વગરનું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે રાજયોગ સ્વરૂપે સ્વીકારવું જોઈએ. ભાવાર્થ : ક્રિયાનય પણ ભાવપૂર્વકની ક્રિયાને જ મોક્ષનું કારણ માને છે, તેથી જ્ઞાનનય તેને કહે છે કે, ક્રિયા દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવાનો છે, તે ભાવ જો ક્રિયા કરવા પૂર્વે પ્રાપ્ત થઈ ગયો હોય તો ક્રિયા કરવાની કોઈ જરૂર રહેતી નથી. જેમકે શિવકુમારને દીક્ષા લેવા પૂર્વે છઠ્ઠા ગુણસ્થાનકને યોગ્ય ભાવ પ્રાપ્ત થઈ ગયો હતો, તેથી તેમને દીક્ષા સંબંધી ક્રિયાની કોઈ જરૂર ન હતી. વળી જો હૃદયમાં ક્રિયાને અનુરૂપ ભાવ ઉત્પન્ન ન થયો હોય તો પણ તે ક્રિયા નકામી બની જાય છે, કેમકે ભાવયુક્ત ક્રિયા જ ફળપ્રદ બને છે, તેથી ક્રિયા તો બન્ને પરિસ્થિતિમાં (ભાવની ઉત્પત્તિમાં કે અનુત્પત્તિમાં) અકિંચિત્કર જ બને છે. આ બધા કારણોસર મોક્ષપ્રાપ્તિના મુખ્ય કારણ તરીકે જ્ઞાનયોગ જ સ્વીકાર્ય બને, ક્રિયાયોગ નહિ. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : ક્રિયાને નકામી માનનાર જ્ઞાનનય વધુ એક તર્ક આપતાં જણાવે છે કે, ક્રિયાથી મોક્ષ થાય છે એવું માનનારા પણ એમ જ કહે છે કે, ભાવપૂર્વકની ક્રિયાથી મોક્ષ થાય છે. તેમની આવી માન્યતાથી પણ મોક્ષમાર્ગમાં ક્રિયાનું કોઈ પ્રયોજન રહેતું નથી. કેમકે ક્રિયા કરવા પૂર્વે જ જો ક્રિયા દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે ભાવ વિદ્યમાન હોય તો ક્રિયાની કોઈ જરૂર રહેતી નથી કેમકે વિદ્યમાન એવો ભાવ જ સાધકને ઉત્તરોત્તર શુદ્ધિ તરફ લઈ જાય છે. જેમ કોઈ પુણ્યાત્માને ગૃહસ્થ અવસ્થામાં જ જો ભાવથી છઠું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ ગયું હોય, તો સંયમયોગની સાધનાનું ફળ તેને મળી ગયું હોવાથી, તેના માટે સંયમની ક્રિયાઓ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આનાથી વિપરીત જો કોઈ સાધકમાં વિરતિનો પરિણામ ન હોય અને છતાં તેને વ્રતાદિ પ્રદાન કરવામાં આવે કે તે વિરતિની ક્રિયા કરે તોપણ તે ક્રિયા કે તે વ્રતગ્રહણ ફળસાધક નથી બનતું, કેમ કે ત્યાં ભાવ નથી. આમ ભાવ હોય તો પણ ક્રિયાથી કોઈ વિશેષ કાર્ય સરતું નથી અને ભાવ ન હોય તો પણ ક્રિયાથી કોઈ લાભ થતો નથી, તેથી કોઈપણ પરિસ્થિતિમાં ક્રિયા તો નકામી જ બની જાય છે, એવી જ્ઞાનનયની દલીલ છે. આ ત્રણે શ્લોકો દ્વારા જ્ઞાનનયનું કહેવું છે કે, ઉપરોક્ત સર્વ વાતો લક્ષ્યમાં લેતાં સ્પષ્ટ થઈ જાય છે કે મોક્ષેચ્છુ સાધકે ક્રિયા રહિત એવા જ્ઞાનયોગને જ મોક્ષપ્રાપ્તિના રાજયોગરૂપે સ્વીકારવો જોઈએ, તે જે મોક્ષનું પ્રધાન કારણ છે, તેમ માનવું જોઈએ. /૧૦ll. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૧ ૧૩૯ જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ ગાથા-૧૧-૧૨-૧૩ અવતરણિકા : પૂર્વના ત્રણ શ્લોકો દ્વારા જ્ઞાનનયનું મંતવ્ય દર્શાવીને હવે તેની વાતો કેટલી અને કેમ અયોગ્ય છે, તે જે રીતે ક્રિયાનય સાબિત કરે છે, તેને ગ્રંથકારશ્રી ક્રમસર જણાવે છેશ્લોક : मैवं नाकेवली पश्यो नापूर्वकरणं विना । धर्मसन्न्यासयोगी चेत्यन्यस्य नियती क्रिया ॥११॥ શબ્દાર્થ : 9. મ પર્વ - આવું નથી ર/રૂ. નવી પય: - (કેમકે) કેવળજ્ઞાની સુધી કોઈ પશ્યક નથી ૪/૫/૬ ૨ ૩ પૂર્વજરખ વિના - અને અપૂર્વકરણ વિના ૭૮, ઘર્ષણન્યાયો ન - ધર્મસંન્યાસયોગી (બનાતું) નથી . ત - એથી ૨૦. અન્યW - અન્યને = કેવળી કે ધર્મસંન્યાસયોગી સિવાયનાને 99/9૨. ક્રિયા નિયતા - ક્રિયા નિયત છે | ક્રિયા નક્કી છે. શ્લોકાર્થ : જ્ઞાનનયનું જે માનવું હતું કે, જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે ક્રિયા નહી, તે યોગ્ય નથી, કેમ કે કેવળી સિવાય કોઈ પશ્યક (આત્મતત્ત્વને જોનાર જ્ઞાની) નથી અને દ્વિતીય અપૂર્વકરણ(ની ક્રિયા) વિના ધર્મસંન્યાસયોગી બનાતું નથી, એથી કેવળી કે ધર્મસંન્યાસયોગી સિવાયના અન્ય સર્વ જીવોને ક્રિયા નિયત છે. ભાવાર્થ : પશ્યકને ક્રિયાનો ઉપદેશ નથી' - એવા શ્રીઆચારાંગ સૂત્રના કથનના આધારે જ્ઞાનનયે (શ્લોક૮માં) સિદ્ધ કર્યુ હતું કે જ્ઞાની માટે ક્રિયા ઉપયોગી નથી, તેની સામે કિયાનય કહે છે કે, શ્રીઆચારાંગસૂત્રના કથનના તાત્પર્યને જે સમજ્યા ના હોય તે જ આવું કહી શકે, કેમ કે, આ સૂત્રમાં જે “પશ્યક” શબ્દ છે તેનો અર્થ કેવળજ્ઞાની કરવાનો છે, માત્ર જ્ઞાની નહીં. તેથી કેવળી સિવાયના સૌ મુમુક્ષુઓ માટે ક્રિયા ઉપયોગી જ છે. આ ક્રિયાના આધારે જ સાધકો કેવળજ્ઞાન સુધી પહોંચી શકે છે. વળી સામર્થ્યયોગવાળા યોગી પણ અપૂર્વકરણની સૂક્ષ્મ અંતરંગ ક્રિયા કરીને જ ક્ષાયોપથમિક ભાવના ધર્મોનો સર્વથા ત્યાગ કરી ધર્મસંન્યાસયોગી બની કેવળી બને છે, તેથી જ્ઞાન એ જ રાજયોગ છે એવું જ્ઞાનનયે કરેલું કથન યોગ્ય નથી. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : જ્ઞાનનયનું માનવું છે કે, પશ્યક એવા જ્ઞાનીને એટલે કે આત્મતત્ત્વને જોનાર એવા જ્ઞાનીને આગમમાં ક્રિયાનો કોઈ ઉપદેશ અપાયો નથી, આથી જ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે જ્ઞાન જ કારણ છે, ક્રિયા નહિ. જ્ઞાનનયના આ મંતવ્યને નહિ સાંખી શકતો ક્રિયાનય જણાવે છે કે, જ્ઞાનનયની આ વાત જરા પણ યોગ્ય નથી; કેમ કે જે આગમપંક્તિના આધારે તેણે ક્રિયાનું ખંડન કર્યું છે, તે આગમપંક્તિનો અર્થ જુદો જ છે. વાસ્તવમાં ‘સો પાસાસ નત્વિ' એ આચારાંગ સૂત્રની ટીકામાં શ્રી શીલાંકાચાર્યે પશ્ય: = સર્વજ્ઞ:' એમ જણાવી સ્પષ્ટ કર્યું છે કે “પશ્યક' શબ્દનો અર્થ પ્રત્યક્ષપણે આત્મતત્ત્વને જોનાર એવા કેવળી ભગવંત કરવાનો છે. કેવળજ્ઞાની સિવાય કોઈ પ્રત્યક્ષપણે આત્મતત્ત્વને જોઈ શકતું જ નથી. નિર્વિકલ્પ અવસ્થામાં રહેલા, અસંગભાવની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મુનિ ભગવંતો પણ શુદ્ધ આત્મતત્ત્વને જોવા યત્ન કરે છે; પરંતુ તેઓ પણ આત્માને જોઈ શકતા નથી, તેથી કેવળી સિવાય કોઈ પશ્યક નથી, આથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૌને માટે ક્રિયા જરૂરી છે. આ ઉપરાંત (શ્લોક-૯માં) જ્ઞાનનયે જે એવી દલીલ કરી હતી કે કલ્પાતીત એવા સામર્થ્યયોગવાળા જ્ઞાની માત્ર જ્ઞાનના સહારે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી પણ મોક્ષમાર્ગમાં જ્ઞાન જ મુખ્ય છે ક્રિયા નહીં. તેના સંદર્ભમાં ક્રિયાનય જણાવે છે કે સામર્થ્યયોગવાળા યોગી પણ સૌ પ્રથમ અપૂર્વકરણની ક્રિયા કરે છે, તેના દ્વારા તેઓ સર્વ ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ કરી, ધર્મસંન્યાસયોગી બને છે, અને તે પછી ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આનાથી પણ એ જ નિશ્ચિત થાય છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે ક્રિયા આવશ્યક જ છે, તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માત્ર જ્ઞાનથી થતી નથી, પણ ક્રિયાથી થાય છે. I/૧૧/ 1. स, पश्यतीति पश्यः स एव पश्यकः, तस्य न विद्यते, स्वत एव विदितवेद्यत्वात्तस्य । अथवा पश्यतीति पश्यकः = सर्वज्ञः तदुपदेशवर्ती वा तस्योद्दिश्यत इत्युद्देशो नारकादिव्यपदेशः उच्चावचगोत्रादिव्यपदेशो वा स तस्य न विद्यते, द्रागेव मोक्षगमनादिति भावः । - માવાર સૂત્રી શ્રીશીટાછવાર્યવૃતવ્યાધ્યાયામ્ ૧/૨/૩-૮૨ || 2. અપૂર્વકરણ: છઠ્ઠાથી સાતમે, સાતમાથી છ એમ ઝોલા ખાતો આત્મા જો સાવધાન ન રહે તો નીચે ફેંકાઈ જાય છે. જો સાવધાન રહે એટલે કે અધિક અપ્રમત્ત બને તો અપૂર્વકરણ નામનું આઠમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તેમાં અપૂર્વ = પૂર્વે ક્યારેય ન થયો હોય તેવો વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. જેના બળે જીવ અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને સ્થિતિબંધ કરે છે. ફળસ્વરૂપે ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ થાય છે અને ક્ષાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. આ નકમાં સમકાલે પ્રવેશેલા જીવોના અધ્યવસાયોમાં, વિવક્ષિત કોઈ પણ સમયે, પરસ્પર વિશદ્ધિમાં નિવૃત્તિ = તફાવત હોઈ શકે છે, માટે આ ગુણસ્થાનકને “નિવૃત્તિકરણપણ કહેવાય છે. ધ્યાન રાખવું કે, આ અપૂર્વકરણ સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વેના ત્રણ કરણમાંનું એક કરણ નથી; પરંતુ શ્રેણીકાળમાં વર્તતુ બીજું અપૂર્વકરણ છે. શ્રેણીનો વિચ્છેદ થવાની સાથે વર્તમાનકાળમાં આઠમાં ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થઈ ગયો છે. 3. ક્ષાયોપથમિક ધર્મના ત્યાગ વિષયક વધુ વિગત માટે અધિકાર ૨ શ્લોક ૫૮ જોવો. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૨ ૧૭૧ અવતરણિકા : જ્ઞાનનયના કથનની સમાલોચના કરતાં ક્રિયાનય જે રીતે પોતાની વાત આગળ વધારે છે, તે જણાવતા ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : स्थैर्याधानार्य सिद्धस्यासिद्धस्यानयनाय च । भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते ॥१२॥ શબ્દાર્થ ૧/૨. સિદ્ધચ માવસ્થ - સિદ્ધભાવની = પ્રાપ્ત થયેલા ભાવની રૂ. ધૈર્યાધાનાથ - સ્થિરતા લાવવા માટે ૪/. સિદ્ધચ (માવી) ૨ - અને અસિદ્ધભાવને = અપ્રાપ્તભાવને ૬. ૩માનવનાથ - લાવવા માટે (ઉત્પન્ન કરવા માટે) ૭. શાન્તરિત્તાનામ્ - શાન્તચિત્તવાળા યોગીને ૮/૨/૧૦, ક્રિયા ઉપયુક્યતે ઈવ - ક્રિયા ઉપયોગી જ છે. શ્લોકાર્થ : સિદ્ધભાવને સ્થિર કરવા માટે અને અસિદ્ધભાવને પ્રગટ કરવા માટે શાંતચિત્તવાળાને ક્રિયા ઉપયોગી જ છે. (અહીં ક્વ કાર ભિનક્રમવાળો છે.) ભાવાર્થ : જ્ઞાનનયે શ્લોક નં. ૧૦માં કહ્યું કે ક્યારેક ક્રિયા વિના ભાવ આવી જાય છે અને ક્યારેક ક્રિયા કરવા છતાં ભાવ જણાતો નથી માટે ક્રિયા નકામી છે. તેની સામે ક્રિયાનય કહે છે કે શાંતચિત્તવાળા યોગીઓને જે શુભભાવો પ્રાપ્ત થયા છે તેને ટકાવવા અને તેને વિશેષ શુદ્ધ બનાવવા તથા જેઓમાં ભાવ પ્રગટ્યો નથી તેઓમાં ભાવ પ્રગટાવવા ક્રિયા અતિ જરૂરી છે. ક્રિયા વિના ભાવ ટકતા પણ નથી અને વધતા પણ નથી, માટે કેવળજ્ઞાન સુધીના શુભ ભાવો સુધી પહોંચવા ક્રિયા આવશ્યક નહિ, અનિવાર્ય જ છે. વિશેષાર્થ : નિશ્ચયનયનું એવું મંતવ્ય છે કે કાર્યને નિષ્પન્ન કરે તે કારણ જ સાચા અર્થમાં કારણ છે. કારણ હાજર હોય છતાં કાર્ય ન થાય તો સમજવું કે તે કારણ વાસ્તવમાં કારણ જ નથી, તેથી તેના મત પ્રમાણે ક્રિયાને ભાવનું કારણ તો જ મનાય કે જો તે અવશ્ય ભાવ પ્રગટ કરે તો. ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા લોકો વર્ષો સુધી તપ -જપ આદિની ક્રિયા કરતાં હોય છે; પરંતુ તેમનામાં ક્રિયાને અનુરૂપ કોઈ ભાવના દર્શન થતાં નથી. ક્યારેક વળી એવું પણ જોવા મળે છે કે, કોઈ તપજપ આદિ ધર્મક્રિયા ન કરતાં હોય છતાં છેક તેરમાં ગુણસ્થાનક સુધીના ભાવો પામી ગયા હોય, તેથી જ નિશ્ચયનય કહે છે ક્રિયાને ભાવનું કારણ ન માની શકાય, કેમ કે કારણ હોય તોપણ ક્યારેક કાર્ય દેખાતું નથી અને કારણ ન હોય તોપણ ક્યારેક કાર્ય દેખાય છે, આથી વ્યવહારમાં જેને શુભ મનાય છે તેવી પણ ક્રિયાઓ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ભાવનું કારણ નથી માટે નકામી છે, તેનું કોઈ પ્રયોજન નથી. નિશ્ચયનયની આ માન્યતાને આગળ કરીને જ્ઞાનનયે ક્રિયાને (શ્લોક ૧૦માં) અકિંચિત્કર - નકામી જણાવી હતી, તેથી હવે ક્રિયાનય શુદ્ધવ્યવહારનયનું આલમ્બન લઈને કહે છે કે, જ્ઞાનનયની આ વાત જરા પણ યોગ્ય નથી; કેમકે વ્યવહાર બહુલતાને આશ્રયીને થાય છે. મોટા ભાગના જીવો' શુભ ક્રિયાઓ દ્વારા જ શુભ ભાવો પ્રગટાવી શકે છે અને પ્રગટેલા શુભ ભાવને લાંબો કાળ ટકાવી પણ શકે છે, તેથી ક્રિયા અકિંચિત્કર નથી પણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા, આત્માના શુદ્ધ ભાવોને મેળવવા ક્રિયા અતિ જરૂરી છે. કેટલાક જીવો એવા હોય છે કે તેઓ વિચાર્યા વિના ક્રિયા કર્યા કરે છે તેથી તેઓ ક્યારેય ભાવ સુધી પહોંચી શકતા નથી તેઓમાં ભાવ પેદા થતો નથી એમાં ક્રિયાનો કોઈ વાંક નથી, પણ ક્રિયા કરનારના વિવેકની ખામી છે. વળી કોઈક જીવો વર્તમાનમાં ક્રિયા કરતાં ન દેખાતા હોય છતાં તેમનામાં જે શુભ ભાવ વર્તતો હોય છે તે પ્રાય: ભૂતકાળની ક્રિયાનું જ ફળ હોય છે. આના ઉપરથી નક્કી કરી શકાય કે ક્રિયા નકામી તો નથી જ. કેમ કે સીધા ભાવને પામનારા જીવો બહુ વિરલ હોય છે. વાસ્તવમાં જે ભવ્યાત્માઓએ વિડંબનાથી ભરેલા સંસારના સ્વરૂપનું વારંવાર ચિંતન કર્યું હોય અને તેને કા૨ણે જેઓનું ચિત્ત વિષય-કષાયથી ભરેલા સંસાર ઉપરથી ઊઠી ગયું હોય, પરિણામે જેઓને સર્વ પ્રકા૨ની વિડંબણા વગરનું, સર્વ કષાયો જ્યાં શાંત થઈ ગયા હોય તેવું મોક્ષરૂપી સ્થાન જ પ્રાપ્ત કરવા યોગ્ય લાગતું હોય અને કાંઈક અંશે પણ કષાયોના ઉપશમ દ્વારા જેઓએ શાંતરસનો અનુભવ કર્યો હોય, તેવા સાધકો માટે તો ક્રિયાઓ અત્યંત ઉપકારક પુરવાર થાય છે. કેમ કે, તેઓ સ્વસ્થ ચિત્તે ક્રિયા કરી ક્રિયાના માધુર્યને માણી શકે છે અને ક્રિયા દ્વારા થતાં ભાવોથી ઉત્તરોત્તર આત્મિક શુદ્ધિ અને ગુણવૃદ્ધિ પણ કરી શકે છે. જેઓનું ચિત્ત હજુ શાંત ન થયું હોય તેવા સાધકો માટે પણ ક્રિયા નકામી તો નથી જ; પરંતુ તેઓ ક્રિયા કરી હંમેશા ભાવ સુધી પહોંચી જ શકે એવું નથી, તેઓ પણ જો ભાવના લક્ષ્યપૂર્વક ક્રિયા કરે તો તે ક્રિયા પરંપરાએ પણ ભાવનું કારણ બને છે, આથી મોક્ષમાર્ગેચ્છુ દરેક સાધક માટે ક્રિયાઓ ઉપયોગી જ છે. ।।૧૨। અવતરણિકા : જ્ઞાનનયે જ્ઞાનરહિત ક્રિયાને અકિંચિત્કર કહેલ, તેની સામે ક્રિયાનય ક્રિયારહિત જ્ઞાનને અકિંચિત્કર ઠેરવવા જે કહે છે, તેને ગ્રંથકારશ્રી રજૂ કરે છે શ્લોક : क्रियाविरहितंळे हन्त ं ज्ञानमात्रर्मनर्थकम् । ગતિ વિના પથજ્ઞોઽપિં, નાખોતિ પુરષ્કૃતમ્ II૨૩ II શબ્દાર્થ : 9. હૈંન્ત - ખેદની વાત છે કે ૨. પથજ્ઞઃ ષિ - માર્ગનો જાણકાર પણ રૂ/૪. ગર્તિ વિના - ચાલવાની ક્રિયા વિના બ/૬. પ્સિતમ્ પુરમ્ - ઇચ્છિત નગરને ૭. જ્ઞાનોતિ ન - પ્રાપ્ત કરતો નથી. ૮. ક્રિયાવિરહિત - (તેની જેમ) ક્રિયા વિનાનું ૬. જ્ઞાનમાત્રમ્ - જ્ઞાનમાત્ર ૧૦. અનર્થમ્ - નિરર્થક છે For Personal & Private Use Only www.airtelitary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૩ ૧૭૩ શ્લોકાર્થ : ખેદની વાત છે કે, માર્ગનો જાણકાર પણ ચાલવાની ક્રિયા કર્યા વગર ઇચ્છિત નગરને પ્રાપ્ત કરી શકતો નથી, તેમ ક્રિયા વગરનું એકલું જ્ઞાન (મોક્ષફળ આપવા માટે) નિરર્થક છે, અસમર્થ છે. ભાવાર્થ : કોઈ વ્યક્તિ મુંબઈના માર્ગની ગમે તેવી સારી જાણકારી મેળવે, પણ જો મુંબઈ ભણી પગ ઉપાડવાની ક્રિયા ન કરે, તો તે ક્યારેય મુંબઈ પહોંચી શકતો નથી. તે જ રીતે યોગમાર્ગની ગમે તેવી જાણકારી હોય, પણ જો યોગમાર્ગમાં આગળ વધવા ક્રિયારૂપ યત્ન કરવામાં ન આવે તો યોગમાર્ગની માત્ર જાણકારી કાંઈ મોક્ષ આપી શકતી નથી, તેથી ક્રિયા વિનાનું જ્ઞાન સાવ નકામું છે, માટે યોગમાર્ગમાં ક્રિયાનું જ પ્રાધાન્ય છે, જ્ઞાનનું નહીં, એવું ક્રિયાનય જણાવે છે. વિશેષાર્થ : ક્રિયાનય કહે છે કે, “ગમે તેટલું પણ જ્ઞાન, તેને અનુરૂપ ક્રિયા કર્યા વિના સફળ થતું નથી. વ્યવહારમાં પણ દેખાય છે કે માત્ર માર્ગના જ્ઞાનથી ઇષ્ટ સ્થાને પહોંચી શકાતું નથી, તે માટે ચાલવા વગેરેની ક્રિયા કરવી પડે છે. ભોજનના જ્ઞાનમાત્રથી કાંઈ પેટ ભરાઈ જતું નથી, તેને માટે ભોજનની ક્રિયા કરવી પડે છે. તે જ રીતે યોગમાર્ગના જ્ઞાનમાત્રથી મોક્ષ મળી શકતો નથી, બોધને અનુરૂપ મન-વચન-કાયાની ઉચિત આચરણાઓ કરવી પડે છે. જેઓ આ આચરણાઓ કરે છે તેઓ જ મોહનો નાશ કરી કર્મના બંધનો તોડી છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ અતિ સૂક્ષ્મ છે, તેને પામવાનો ઉદ્દેશ શાસ્ત્રથી પ્રાપ્ત થતાં માત્ર શાબ્દિકજ્ઞાનથી તો સફળ નથી જ થતો; પરંતુ શ્રદ્ધા અને સંવેદનપૂર્વકનું શાસ્ત્રજ્ઞાન પણ સતુપ્રવૃત્તિ વિના સફળ થઈ શકતું નથી, તેથી જ્ઞાન મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ ઉત્તરોત્તર આત્મિક શુદ્ધિ અને ગુણવૃદ્ધિ દ્વારા છેક મોક્ષ સુધી પહોંચી શકાય છે, આથી જ કહ્યું છે કે એકલું જ્ઞાન મોક્ષનું કારણ નથી, ક્રિયાયુક્ત જ્ઞાન જ મોક્ષનું કારણ છે, તેથી ક્રિયા જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. પર્યાલોચના : મોક્ષપ્રાપ્તિના કારણરૂપે જ્ઞાનનયે જ્ઞાનને મુખ્ય માન્યું અને ક્રિયાનયે ક્રિયાને મહત્ત્વ આપ્યું; પરંતુ વાસ્તવમાં “જ્ઞાનયામ્યાં મોક્ષ:' સૂત્રના આધારે કહીએ તો એકલું જ્ઞાન કે એકલી ક્રિયા તે બેમાંથી એક પણ મોક્ષના કારણ બનતા નથી. મોક્ષ તો જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી થાય છે, તેમાં જ્ઞાન સમ્યગુ બોધસ્વરૂપ છે. જે બે પ્રકારે પ્રાપ્ત થાય છે : ૧. શાસ્ત્રવચનથી અને ૨. અનુભવથી. પ્રારંભિક કક્ષામાં સાધક શાસ્ત્રવચનના સહારે સમ્યગુબોધ મેળવે છે અને મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ થતાં આગળ જતાં સાધકને અનુભવજ્ઞાન થાય છે ત્યારે શાસ્ત્રના સહારા વિના સ્વયં જ તેને આત્મકલ્યાણની સૂઝ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની જેમ ક્રિયા પણ બાહ્ય અને અંતરંગ એમ બે પ્રકારની હોય છે. બાહ્ય ક્રિયાઓ કાયિક-વાચિક કે For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર માનસિક પ્રવૃત્તિઓ સ્વરૂપ હોય છે; અને અત્યંતર ક્રિયાઓ કષાયો, કુસંસ્કારો, વિષયોની વાસનાઓ આદિ અનેક પ્રકારના આગંતુક દોષોને કાઢવાના અંતરંગ પ્રયત્ન સ્વરૂપ હોય છે. મોક્ષનું અનન્ય કારણ આ અનુભવજ્ઞાન અને અત્યંતર ક્રિયાઓ છે; પરંતુ તેમાં નિમિત્ત કારણ શાસ્ત્રજ્ઞાન અને બાહ્યક્રિયાઓ પણ બને છે. ૧૭૪ ક્યારેક એવું પણ બને છે કે, બાહ્ય રીતે શાસ્ત્રજ્ઞાન કે બાહ્ય રીતે ક્રિયામાં યત્ન ન દેખાતો હોય તો પણ સાધક અનુભવજ્ઞાન અને અંતરંગ ક્રિયા દ્વારા મોક્ષ સુધી પહોંચી શકે છે, આમ છતાં એ ક્યારેક બનતા પ્રસંગથી બાહ્ય ક્રિયાઓ નકામી બની જતી નથી. તપ-જપ-સ્વાધ્યાયની કે આવશ્યકાદિની બાહ્ય ક્રિયાઓ અત્યંતર ક્રિયાઓને કાર્યાન્વિત (activate) કરવામાં પ્રબળ કારણ છે, તેથી ક્વચિત કોઈ અન્ય નિમિત્તથી જીવ અત્યંતર ક્રિયાદિમાં જોડાઈ સાધનાપથ ઉપર આગળ ચાલતો હોય તો તેને જોઈ કોઈ એમ કહે કે તપ, જપ કે શ્રુતાભ્યાસરૂપ બાહ્ય ક્રિયાઓ અકિંચિત્કર છે; તો તે તદ્દન અયોગ્ય છે; કેમકે કારણની ઉપેક્ષા કરીને તે વ્યક્તિ પ૨માર્થથી તો કાર્યની પણ ઉપેક્ષા કરે છે. બાહ્ય ક્રિયાની ઉપેક્ષા કરીને તે પરમાર્થથી અંતરંગ ક્રિયાની પણ ઉપેક્ષા કરે છે અને પરિણામે મોક્ષથી વંચિત રહે છે, તેથી આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા સાધકે શાસ્ત્રજ્ઞાન મેળવી તપ, સંયમ આદિ ક્રિયાઓમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. ॥૧૩॥ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૪ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા ગાથા-૧૪-૧૫-૧૬-૧૭-૧૮ અવતરિણકા : બીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સર્વજ્ઞભગવંતને પણ તપ-નિયમ આદિરૂપ ક્રિયાયોગ હોય છે. જ્યારે અગીયારમાં શ્લોકમાં એમ જણાવ્યું કે કેવલી પશ્યક છે, તેથી તેમને કોઈ ક્રિયાઓ આવશ્યક નથી. આ બે કથનો આપાતથી વિસંવાદી જણાય, તેથી કોઈને પ્રશ્ન થાય કે આ બેમાંથી કયું કથન સંગત છે ? તેનો ઉત્તર આપતા ગ્રંથકારશ્રી જણાવે છે શ્લોક : स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते' | प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥१४॥ ४ ૧૭૫ શબ્દાર્થ : ૧. થથા - જેમ ૨. પ્રવીપ: - દીવો રૂ. સ્વદ્રાશોપિ - પોતે પ્રકાશરૂપ છે, તોપણ ૪. સૈપૂર્વાવિ (અપેક્ષતે તથા) - તેલ પૂરવા આદિ ક્રિયાની (અપેક્ષા રાખે છે, તેમ) . જ્ઞાનપૂર્નોપિ - જ્ઞાનથી પરિપૂર્ણ પણ ૬. જે અવસરે ૭/૮/૧. સ્વાનુાં યિાં અપેક્ષતે - સ્વભાવને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. શ્લોકાર્થ : જેમ દીપક સ્વયં પ્રકાશરૂપ હોવા છતાં તેલ પૂરવું આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની=કેવળજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. ભાવાર્થ : દીવો સ્વભાવથી જ પ્રકાશરૂપ છે, છતાં તેલ પૂરવા વગેરે ક્રિયાની તે અપેક્ષા રાખે છે. તેમ કેવળી ભગવંત પણ સંપૂર્ણ કર્મરહિત સિદ્ધ જેવા પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય કાળે તેને અનુકૂળ એવી યોગનિરોધ આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે. આમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે સામાન્યજ્ઞાનવાળા સાધકો તો ક્રિયાનો સહારો લે જ છે, પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૂર્ણજ્ઞાની પણ સ્વભાવની પ્રાપ્તિ માટે ક્રિયાનો સહારો લે છે. વિશેષાર્થ : અંધારામાં રહેલા ઘટ-પટ આદિ પદાર્થોને જોવા દીપકની જરૂર પડે છે; પરંતુ દીવો સ્વયં પ્રકાશક છે તેથી તેને જોવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર રહેતી નથી. આમ છતાં દીવો પણ તેલ પૂરવું વગેરે ક્રિયાઓની અપેક્ષા રાખે છે, તેથી દીવાને પ્રકાશક બનાવવા તેલ પૂરવું, વાટ મૂકવી વગેરે પ્રક્રિયા કરવી પડે છે. તે જ રીતે કેવળજ્ઞાન સ્વપ્રકાશક છે, તેને જોવા અન્ય જ્ઞાનની જરૂ૨ ૨હેતી નથી, આમ છતાં કેવળીને પણ ભવોપગ્રાહી For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર કર્મનો નાશ કરી પૂર્ણતયા શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવા યોગનિરોધ આદિની ક્રિયા કરવી પડે છે. કેવળીના પણ માત્ર ચાર ઘાતી કર્મો જ નાશ પામ્યા હોય છે, તેમને પણ ચાર અઘાતી કર્મોને નાશ કરવાનું કાર્ય બાકી હોય છે. તે કર્મો અને દેહના બંધનનો સંપૂર્ણ નાશ કરી સ્વભાવસ્થ થવા અથવા આત્માના સર્વપ્રદેશોને સ્થિર કરવા યોગનિરોધ આદિ ક્રિયા જરૂરી છે. ૧૭૬ આ અધિકારના બીજા શ્લોકમાં કેવળીને તપ-નિયમાદિની ક્રિયા હોય છે તેમ જે જણાવેલું, તે કેવળીને સામાન્યથી એકાસણા આદિની ક્રિયા હોય છે અથવા ફળસ્વરૂપે ક્રિયા હોય છે તે અર્થમાં વાત હતી અને આચારાંગમાં જે જણાવ્યું છે કે પશ્યકને વિધિ-નિષેધનો ઉપદેશ નથી, તે કેવળીને શાસ્ત્રનું કોઈ નિયંત્રણ નથી એવા અર્થમાં જણાવ્યું છે, તેથી એ પ્રાપ્ત થાય કે કેવળી ભગવંત સ્વયં આત્મકલ્યાણને જોઈ શકે છે, તેથી તેમને શાસ્ત્રાધારે કોઈ ક્રિયાઓ કરવાની હોતી નથી અને શાસ્ત્રમાં તેમને માટે કોઈ ચોક્કસ ક્રિયાઓ બતાવી પણ નથી, તેઓ તો કેવળજ્ઞાનમાં જે રીતે પોતાના કર્મો નાશ પામતાં દેખાય તે રીતે પ્રવૃત્તિ કરે છે, તેમને માટે નિયત કોઈ ક્રિયા નથી, છતાં તેઓ જીવનપર્યન્ત વ્યવહારને બાધ આવે કે શાસ્ત્રમાં નિષિદ્ધ હોય તેવી પ્રાયઃ કોઈ ક્રિયા કરતાં નથી; પરંતુ સર્વદા ઉચિત પ્રવૃત્તિઓ જ કરે છે અને આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે યોગનિરોધ આદિ ક્રિયાઓ કરે છે. આના ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે, જેઓ પૂર્ણજ્ઞાની છે તેમને પણ પૂર્ણતયા પોતાના ભાવમાં સ્થિર થવા ક્રિયાઓ કરવાની છે, તો જેઓ અપૂર્ણ છે, જેઓને પોતાના કર્મો કે કષાયો નાશ કરવાના બાકી છે તેવા સાધકોએ તો વિષયાસક્તિ અને કષાયાધીનતાને ટાળવા માટે પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રમાં જણાવેલી ક્રિયા અવશ્ય કરવી પડે છે, કેમ કે આ ક્રિયા દ્વારા જ તેઓ મોહનો નાશ કરતાં કરતાં ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરતાં જશે અને ક્રમે કરીને છેક કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરશે. જેમ કે, · · · અપુનર્બંધક કક્ષાના જીવો, સમ્યગ્દષ્ટિજીવો કે મુનિભગવંતો મોહનો નાશ કરવા માટે અને જ્ઞાનને શુદ્ધ કરવા માટે શાસ્ત્રમાં દર્શાવેલા પંચાચારના પાલનરૂપ બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ ક્રિયાઓ સુધી પહોંચી પોતાનું કાર્ય સાધે છે. ચૌદપૂર્વી કે શ્રેણીગત જીવો પણ આશ્રવનિરોધની અપૂર્વકરણની ક્રિયા દ્વારા પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પ્રાતિભજ્ઞાનસંપન્ન મહાત્માઓ પણ સામર્થ્યયોગની ક્રિયા દ્વારા મોહનો નાશ કરી જ્ઞાનને પૂર્ણતયા પ્રાપ્ત કરે છે. પૂર્ણજ્ઞાનીને મોહનો નાશ ક૨વાનો નથી કે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની નથી તેથી તેમને તો સંપૂર્ણપણે નિર્બન્ધ બનવા અથવા કર્મથી સર્વથા મુક્ત એવા સ્વભાવને પામવા પૂરતી જ ક્રિયાની અપેક્ષા રહે છે. આમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે મોહના નાશ માટે તથા જ્ઞાનની શુદ્ધતા કે પૂર્ણતા માટે ક્રિયા કરાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અવશેષ કર્મના નાશ માટે ક્રિયા કરાય છે. આટલો ભેદ ચોક્કસ હોવા છતાં પૂર્ણજ્ઞાનીને પણ ક્રિયા જરૂરી છે. ।।૧૪। For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૫ અવતરણિકા : શુદ્ધ આત્મભાવને પ્રાપ્ત કરવા કેવળી પણ ક્રિયાનો જ સહારો લે છે, તેવું જાણીને, પૂર્વપક્ષી કહે છે કે, ‘સ્વભાવરૂપ કાર્યને સિદ્ધ કરવા તેને અનુરૂપ કારણ હોવું જોઈએ, પરંતુ બાહ્ય આચરણાઓ કાંઈ સ્વભાવની પ્રાપ્તિરૂપ કાર્યને સિદ્ધ કરવાનું અનુરૂપ કારણ નથી, તેથી મોક્ષરૂપ ફળ મેળવવા સાધકે આત્મિક ભાવમાં જ યત્ન કરવો જોઈએ, જડ ક્રિયાઓમાં નહીં; કેમ કે, ઘણીવાર એવું જોવા મળે છે કે, વર્ષો સુધી ક્રિયા ક૨વા છતાં ભાવ ઉત્પન્ન થતો નથી અને ક્યારેક ક્રિયા વગર પણ ભાવ ઉત્પન્ન થઈ જાય છે.' આવી પૂર્વપક્ષીની માન્યતા કેટલી અયોગ્ય છે તે દૃષ્ટાંત દ્વારા જણાવે છે શ્લોક : बाह्यभाव' पुरस्कृत्य, येँ क्रियाऽव्यवहारतः । वदने' कवलक्षेपँ विनाळे ते' तृप्तिकाङ्क्षिणः॑ ॥१५॥ નોંધ : પેડયિાવ્યવહારતઃ, યે ાિં વ્યવહારતઃ અને યે યિાવ્યવહારતઃ એવા પાઠાંતરો પણ મળે છે. શબ્દાર્થ : ૧/૨. વાઘમાવં પુરષ્કૃત્ય - બાહ્યભાવને આગળ કરીને ક્રિયા પૌદ્ગલિકભાવ છે એવું કહીને રૂ. યિાઽવ્યવહારત: - ‘ક્રિયાના અવ્યવહારથી = ક્રિયા નહીં કરીને ૪. યે (તૃપ્તિક્ષિળ:) - જેઓ (તૃપ્તિને = મોક્ષને ઇચ્છનારા છે) . તે - તેઓ ૬/૭/૮. વનને વક્ષેપ વિના - મોઢામાં કોળીયો મૂક્યા વિના ૬. તૃપ્તિફ્સિ: - તૃપ્તિને ઇચ્છનાર જેવા છે. શ્લોકાર્થ : = ૧૭૭ – બાહ્યભાવને = પૌદ્ગલિકભાવને આગળ કરીને ક્રિયાના અવ્યવહારથી ક્રિયા નહીં કરીને જેઓ તૃપ્તિને મોક્ષને ઇચ્છે છે, તેઓ મુખમાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનારા જેવા છે. ભાવાર્થ : એકાંતે નિશ્ચયનયને મહત્ત્વ આપનારા કેટલાક લોકોનું એવું મંતવ્ય છે કે, પ્રભુદર્શન પ્રતિક્રમણ, પડિલેહણ, જાપ વગેરે ક્રિયાઓ જડ છે, કેમ કે તે જડ એવા શરીરથી પ્રવર્તે છે. જ્યારે કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતા ક્ષમા, સંતોષ આદિ ભાવો આત્માના પરિણામો છે, તેથી મોક્ષ તો ક્ષમા આદિ આત્મિક ભાવોની પ્રાપ્તિ કે વૃદ્ધિથી મળે પરંતુ જડ એવી ક્રિયાથી નહિ.' આવું માની જેઓ બાહ્યક્રિયારૂપ કારણનો ત્યાગ કરીને મોક્ષરૂપ કાર્યને ઇચ્છે છે, તેઓ મોઢામાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનારા જેવા છે. ખાવાની ક્રિયા કર્યા વગર જેમ ભૂખ સંતોષાતી નથી તેમ બાહ્ય ક્રિયા વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. વિશેષાર્થ : = દુનિયામાં ઘણા વિચારક લોકો પોતાની બુદ્ધિમાં જે પણ સત્ય લાગે તેને અંતિમ સત્ય માની લે છે. તેઓ સર્વજ્ઞના વચનના આધારે પદાર્થને જોવાનો પ્રયત્ન કરતા નથી, તેથી તેઓ નિશ્ચયનયની કેટલીક વાતો For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર સાંભળી એકાંતે એમ માનવા લાગે છે કે મોક્ષમાં જવું હોય તેણે ક્ષમાદિ ભાવોમાં જ યત્ન કરવો જોઈએ, તે માટે જડ એવી ક્રિયાનો સહારો લેવાની કોઈ જરૂર નથી; કેમ કે પડિલેહણ, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ તો મન, વચન અને કાયારૂપ જડ પદાર્થોનો ધર્મ છે, તે કાંઈ આત્મિક ભાવ નથી, પરભાવ છે. આ રીતે જેઓ બાહ્ય ક્રિયાનાં અનેક પાસાંઓમાંથી ભાવોત્પત્તિદ્વારા મોક્ષના કારણરૂપ પાસાંને ગૌણ કરીને માત્ર બાહ્યભાવને આગળ કરીને પ્રભુએ દર્શાવેલી પંચાચારની સુંદર ક્રિયાનો અપલાપ કરે છે, તેઓ મુખમાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનાર જેવા છે. જેમ કોઈ ભૂખ્યો વ્યક્તિ મુખમાં કોળિયો મૂક્યા વિના આહાર સંબંધી અનેક વિચારણાઓ કરી ભૂખને શમાવવા પ્રયત્ન કરે તો તેની તેવી વિચારણાઓથી કાંઈ ભૂખ શકતી નથી. તેની જેમ બાહ્યક્રિયાઓનો આશ્રય લીધા વિના પ્રાય: કરીને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત શુભ ભાવો પ્રગટી શકતા નથી. કર્મના પ્રવાહની સાથે ચાલનારા પ્રેમ, લાગણી જેવા અશુભ ભાવોને પ્રગટાવવા અને ટકાવવા પણ અનેક બાહ્ય વ્યવહારો કરવા પડે છે. તો આત્માના શુભ ભાવો પ્રગટાવવા કે ટકાવવા ક્રિયા વિના કઈ રીતે ચાલે ? તેથી પ્રારંભિક કક્ષામાં તો સૌ માટે શુભ ભાવો ટકાવવા ક્રિયા અનિવાર્ય છે. હકીકત તો એ છે કે મોક્ષને અનુકૂળ ક્ષમા, નમ્રતા, સમતા વગેરે ભાવો તેને અનુરૂપ ઉચિત આચરણાઓથી સરળતાથી પ્રાપ્ત થાય છે. ક્યારેક એવું બને કે માતા મરુદેવાની જેમ કે, પૂર્વભવના ચારિત્રના પ્રભાવે ભરતમહારાજાની જેમ તત્કાલિન સંયમની બાહ્ય ઉચિત આચરણાઓ વગર પણ કોઈકને શુભ ભાવ પેદા થઈ જાય; પરંતુ આવું જવલ્લે જ બને છે. સંવેગી આત્માઓ આવી ક્યારેક બનનારી બીનાઓનું આલમ્બન લઈ ભાવ પેદા થવાની રાહ જોઈ બેસી રહેતા નથી, તેઓ તો બહુલતાએ જેનાથી કાર્યની સિદ્ધિ થાય છે, તેવા પંચાચારની ક્રિયાઓના પાલનસ્વરૂપ સરળ માર્ગને પસંદ કરી ક્રિયામાં ઉદ્યમશીલ બને છે, તેથી સ્વભાવને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા સાધકે તો એ જ વાત વિચારવી જોઈએ કે, આજ સુધી અનંતા આત્માઓ પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા રાખી, બાહ્ય શુભ ક્રિયાઓ દ્વારા શુભ અને શુદ્ધ ભાવ પ્રગટાવી પરમપદને પામ્યા છે અને મારી મુક્તિનો પણ આ જ ઉપાય છે. જો તેવું ન હોત તો પરમકૃપાળુ પરમાત્માએ સ્વયં આવો કષ્ટમય માર્ગ આરાધ્યો પણ ન હોત અને અન્યને તે બતાવ્યો પણ ન હોત. આવું વિચારી મોક્ષેચ્છુ સાધકે ક્રિયામાર્ગમાં નિશ્ચતપણે દૃઢતાથી આગળ વધવું જોઈએ. ૧પ. 1. માતા મરુદેવાને બાહ્ય ક્રિયાઓનો આશ્રય લીધા વિના કેવળજ્ઞાન થયું, તેને પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પંચવસ્તુ નામના ગ્રંથની ગાથા ૯૨૪થી ૯૨૯માં અચ્છેરું જણાવ્યું છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા – ગાથા-૧૭ ૧૭૯ અવતરણિકા : જેમ અંદર પ્રગટેલી ભૂખને શમાવવા મુખમાં કોળિયો મૂકવો વગેરે ક્રિયાઓ અનિવાર્ય છે, તેમ અંતરંગ સમતા, નિ:સ્પૃહતા, નિર્મમતા આદિ ભાવોનો અનુભવ કરવા બાહ્ય ક્રિયાઓ આવશ્યક છે. આવું પૂર્વશ્લોકોમાં જણાવીને, હવે બાઘક્રિયાઓ કઈ રીતે અંતરંગભાવને પેદા કરે છે અને તેનું રક્ષણ કરે છે તે જણાવે છેશ્લોક : गुणवद्बहुमानादेनित्यस्मृत्यों च सत्क्रिया । जातें न पातयेद्भावमजातं जनयेदपि ॥१६॥ શબ્દાર્થ 9. Tળવવદુમાનદ્દે - ગુણવાન પ્રત્યેના બહુમાન આદિથી /રૂ. ૨ નિત્યકૃત્ય - અને નિત્યસ્મૃતિથી ૪. સક્રિય - સક્રિયા ૧/૬. નાતં ભાવમ્ - ઉત્પન્ન થયેલા ભાવનો ૭/૮. ન પતયેત્ - નાશ ન થવા દે છે. સનાતં (માવં) - અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ૧૦. નનયે - ઉત્પન્ન પણ કરે. શ્લોકાર્થ : ગુણવાન પ્રત્યેના બહુમાન આદિ દ્વારા અને વ્રતાદિનું નિત્ય સ્મરણ કરવા દ્વારા થતી સક્રિયા, ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે. ભાવાર્થ : ગુણવાન પ્રત્યેના બહુમાન આદિના ભાવપૂર્વક તથા વ્રત-નિયમના સ્મરણપૂર્વક સન્ક્રિયાઓ કરવામાં આવે તો આ ક્રિયાઓ નહિ ઉત્પન્ન થયેલા ક્ષમાદિ ભાવો ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલા ક્ષમાદિ ભાવોને ક્યારેય નાશ થવા દેતી નથી, પરંતુ તેની શુદ્ધિ અને વૃદ્ધિ કરે છે. વિશેષાર્થ : સ્વીકારેલા વ્રત-નિયમના સતત સ્મરણપૂર્વક અને ગુણવાન પ્રત્યેના બહુમાન વગેરે ગુણો સહિત જો સતુક્રિયાઓ કરવામાં આવે તો તે ક્રિયા નહીં ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન થયેલા ભાવનું રક્ષણ કરે છે અને તેને દઢ કરે છે. આ સંદર્ભમાં સ્વીકારેલા વ્રત-નિયમોનું બાહ્ય દેખીતું પાલન તે સક્રિયા છે અને તે સક્રિયાઓ કરવાથી મોહનીય આદિ કર્મનો ક્ષયોપશમ થતાં જે આંશિક પણ શુદ્ધ આત્મભાવ પ્રગટે છે તે “ભાવ” છે. અર્થાત્ તપ, ત્યાગ, જપ, સ્વાધ્યાય આદિ ક્રિયાઓના ફળસ્વરૂપે આત્મામાં જે નિર્મમતા, નિ:સ્પૃહતા, ક્ષમા, અહિંસા, નમ્રતા આદિ આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટે છે તે “ભાવ” છે. સામાન્ય રીતે તેને વ્રતનો પરિણામ કહેવાય છે. જેમકે કેરીનો ત્યાગ કરવો એ વ્રત છે – બાહ્ય ક્રિયા છે અને તેમ કરવાથી કેરી પ્રત્યે અંતરથી નિર્મમ અને નિ:સ્પૃહ બની જવું, હૈયામાંથી કેરીની આસક્તિ દૂર થઈ જવી તે “વ્રતનો ભાવ” છે. 1. एवमसंतो वि इमो, जायइ जाओ विण पडइ कयावि ता इत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो ।।१/६८।। - ગુરુતત્ત્વવિનિશ || For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વ્રતનો આ પરિણામ ક્યારેક સ્વયં પ્રગટી જાય છે, ક્યારેક ગુરુનો ઉપદેશ સાંભળતા પ્રગટે છે, તો ક્યારેક વળી વ્રત ઉચ્ચરાવતા પ્રગટે છે; પરંતુ મોટે ભાગે તો વ્રતનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી જ આ ભાવ પ્રગટે છે. પ્રગટ થયેલો વ્રતનો આ પરિણામ કર્મના ઉદયથી ક્યારેક ચાલ્યો પણ જાય છે, તેથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે, અપ્રગટ ભાવને પ્રગટ કરવા અને પ્રગટ થયેલા ભાવને સ્થિર કરવા કે તેને વેગવાન બનાવવા આગળ કહેવાયેલા ગુણવાન પ્રત્યેના બહુમાન આદિ ગુણો સહિત અને નિત્ય વ્રતાદિના સ્મરણ પૂર્વક તપ, સંયમ, પડિલેહણ, પ્રતિક્રમણ, વિહાર આદિની શુભક્રિયાઓ કરવી જોઈએ. શાસ્ત્રોક્ત આ સાધનો ક્રિયાને શીધ્ર સફળ કરે છે. પંચાશક, વિશતિવિશિકા, ગુરુતત્ત્વવિનિશ્ચય આદિ ગ્રન્થોમાં ભાવવૃદ્ધિના આ ક્રિયાગત સાધનોનું ખૂબ સુંદર વિશ્લેષણ કરેલું છે. તે સાધનાના ઉત્તમ અંગો આ પ્રમાણે છે : ૧. ગુણવાનનું બહુમાન : વ્રત-નિયમના પાલનરૂપ સાધના આત્મિક ગુણોને પ્રગટાવવા માટે કરવાની છે, તેથી કોઈપણ ક્રિયા કરતા સાધકના હૃદયમાં ગુણવાન પ્રત્યેનો આદર હોવો જરૂરી છે. આ આદર વિના ગુણોની રુચિ પ્રગટતી નથી અને ગુણોની રુચિ વિના ગુણો પ્રગટતા નથી. ગુણવાન પ્રત્યે બહુમાનનો પરિણામ ગુણપ્રાપ્તિમાં વિજ્ઞભૂત બનનારા કર્મોનો નાશ કરી ગુણોને સહેલાઈથી પ્રગટ કરે છે. પોતાનાથી અધિક ગુણવાન દેખાય કે તરત અંતરમાં આદર થાય, મન અને મસ્તક ઝૂકી પડે, અહોભાવ સૂચક ઉતારો આપોઆપ સરી પડે, તો સમજવું કે ગુણવાન પ્રત્યે આદર છે. ગુણવાન આત્મા જ્યાં સુધી છબસ્થ છે ત્યાં સુધી તેનામાં પણ નાના-મોટા દોષો હોવાની શક્યતા છે, તેથી તેનો કોઈ દોષ નજરે ચડી જાય, તોપણ તેને ઢાંકવા પ્રયત્ન કરવો જોઈએ; પરંતુ તેને છતો તો ન જ કરવો જોઈએ. ગુણવાનના દોષ જોવાથી કે બોલવાથી તેમનું તો કાંઈ બગડતું નથી પરંતુ જોનાર સ્વયં સાધનાથી પડી જાય છે, આથી જ ઇર્ષાદિ દોષોથી દૂર રહી હૃદયને પ્રમોદભાવથી ભરી સક્રિયા કરવી જોઈએ, તો જ તે ક્રિયા સફળ થાય છે અર્થાત્ ભાવ ઉત્પન્ન કરે છે. ૨. પાપની જુગુપ્સા : ગુણપ્રાપ્તિ માટે જેમ ગુણાનુરાગ જરૂરી છે તેમ દોષોનો દ્વેષ પણ જરૂરી છે. આથી જ શુભક્રિયાનું આસેવન કરતાં તેની પ્રતિપક્ષી એવી અશુભ ક્રિયાઓ કે પાપ વ્યાપાર પ્રત્યે તીવ્ર તિરસ્કાર હોવો અતિ જરૂરી છે. દાનની ક્રિયા કરતાં લોભ પ્રત્યે, શીલનું પાલન કરતાં ભોગ પ્રત્યે, તપનું આસેવન કરતાં આહારની લાલસા પ્રત્યે, ક્ષમાદિ પૂરક અનુષ્ઠાનો કરતાં ક્રોધાદિ કષાયો પ્રત્યે, અહિંસાનું પાલન કરતાં હિંસા પ્રત્યે, વીતરાગની ભક્તિ કરતાં રાગાદિ પ્રત્યે અને પ્રતિક્રમણની ક્રિયા કરતાં સર્વ પાપો પ્રત્યે તિરસ્કાર ભાવ હોય તો જ તેનાથી પાપના કે દોષોના સંસ્કારો નબળા થઈ નિર્મળ થઈ શકે છે. આ રીતે પાપની જુગુપ્સાપૂર્વક 2. तयलाभम्मि वि णिच्चं, सईइ अहिगयगुणम्मि बहुमाणा । पावदुगंछालोअण जिणभत्तिविसेससद्धाहिं ।।६६।। लब्भइ णिच्छयधम्मो, अकुसकम्मोदएण नो पडइ ता अपमाओ जुत्तो एयम्मि भणंति जं धीरा ।।६७।। - એજન || For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૭ ૧૮૧ સ&િયાઓ કરવામાં આવે તો કર્મના ઉદયથી કે સંયોગના કારણે પાપપ્રવૃત્તિ કરવી પડે તોપણ તેમાં રસ કે રુચિ ભળતા નથી અને માટે તીવ્ર કર્મબંધ પણ થતો નથી. ૩. અતિચારોની આલોચના : પાપની જુગુપ્સા તે જ કરી શકે જે પાપની આલોચના કરે છે. પાપની આલોચના એટલે પાપની વિચારણા. વ્રત-નિયમોનો સ્વીકાર કર્યા પછી તેમાં ક્યાં ક્યાં અતિચાર લાગ્યા ? કયા કારણે આ દોષોનું સેવન થયું ? પાપનું આસેવન કરતાં મારા ભાવો કેવા હતા ? અનાભોગથી પાપ થયું કે ઉપેક્ષાવૃત્તિથી થયું ? વ્રતભંગના ઇરાદાપૂર્વક ક્રૂર ભાવથી પાપ થયું કે કંપતા હૈયે પાપ કરવું પડ્યું ? આ રીતે આત્માનું નિરીક્ષણ કરવા દ્વારા પાપની આલોચના થાય છે અને સારી રીતે પાપની આલોચના કરવાથી જ સાચા અર્થમાં નિંદા, ગર્તા કરવા દ્વારા તે પાપને અને પાપ કરાવનાર દોષને નિર્મળ કરવાનો યત્ન થઈ શકે છે, તેથી ક્રિયાના દોષોને દૂર કરી તેના ભાવ સુધી પહોંચવા અતિચારોની આલોચના કરવી અતિ જરૂરી છે. પાપ કે દોષની આલોચના પણ ભવાંતરમાં પ્રાપ્ત થનારા પાપના ફળરૂપ નરકાદિ દુ:ખોથી માત્ર બચવા નથી કરવાની પણ વ્રતોની મલિનતાને દૂર કરી ઉત્તરોત્તર શુભભાવની વૃદ્ધિ આદિ અર્થે કરવાની છે. ૪. જિનેશ્વરની ભક્તિ : દોષોની આલોચના પણ તો જ શક્ય બને કે જો જિનેશ્વર પરમાત્માની અને તેમના વચનોની ભક્તિ હૈયામાં વસી હોય. તે વિના તો દોષોને ઓળખવા પણ કઠિન છે. પરમ સુખના સાધનભૂત એવી સક્રિયાઓને દર્શાવનાર તીર્થંકર પરમાત્મા પ્રત્યે અત્યંત આદર અને આદરના કારણે સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના તે જિનેશ્વરની ભક્તિ છે. પ્રભુ પ્રત્યેની આવી ભક્તિના કારણે સાધકના હૈયામાં સદા એવો ભાવ રમતો હોય કે આ ભયંકર સંસારમાં મારા આત્મહિતની ચિંતા કરનાર, કર્મ અને કષાયથી મુક્ત થવાનો રળ અને સચોટ માર્ગ બતાવનાર. કોઈને દુ:ખી કર્યા વિના સુખી થવાનો રાહ ચીંધનાર એક માત્ર અરિહંત પરમાત્મા છે, તેમના સિવાય આવી કરુણા બીજા કોઈ ન કરે. આ પ્રકારના બહુમાન ભાવથી પ્રેરિત થઈ જે સાધક ક્રિયા કરે છે તેને આવી કૃતજ્ઞતા આદિ ગુણોથી યુક્ત ક્રિયાઓથી અવશ્ય ભાવનિષ્પતિ થાય છે. ૫. સુસાધુપુરુષની સેવા : સક્રિયાઓની પ્રાપ્તિમાં પરંપરાએ ચોક્કસ પરમકૃપાળુ પરમાત્માનો અનુગ્રહ કારણ છે, તો પણ પ્રત્યક્ષ રીતે તો તેમાં સદ્ગુરુની કૃપા જ કારણ છે. જો સુવિદિત ગીતાર્થ શ્રમણ ભગવંતોએ આ માર્ગ જાળવી રાખ્યો ન હોત તો આજ સુધી મોક્ષમાર્ગ જળવાયો ન હોત અને આપણા સુધી પહોંચ્યો પણ ન હોત, તેથી પ્રત્યક્ષપણે જેણે આ વ્રતાદિરૂપ સત્ક્રિયાઓની સમજ આપી છે, તેવા સદ્ગુરુભગવંતનો આદર, બહુમાન, વિનય કે અનાદિ દ્વારા તેમની ભક્તિ કરવી તે સુસાધુની સેવા છે. ક્રિયા દ્વારા ભાવ સુધી પહોંચવા માટે આ સુસાધુની ભક્તિ એક અનિવાર્ય અંગ છે; કેમ કે જે શિષ્યના હૈયામાં ગુરુભગવંતનો વાસ હોય, તેમની સેવા, ઉપચાર, વિનય આદિ દ્વારા જે શિક્ષાને યોગ્ય બન્યો હોય, તે જ શિષ્યને ગુરુભગવંત પોતે જાણેલા અને અનુભવેલા ક્રિયાના સૂક્ષ્મભાવો જણાવે છે. ગુરુભક્તિથી જ આ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર બોધ પરિણામ પણ પામે છે, અને શિષ્ય ક્રિયાઓને એવી આરાધી શકે છે કે તે ફળ આપવા સમર્થ બને. ગુણવાન ગુરુની ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે, તેના પ્રભાવથી શિષ્યને છેક પરમગુરુ એવા પરમાત્માનો યોગ થાય છે. શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે, ગુરુ બહુમાન સ્વયં જ એક એવા આત્મિક સુખની અનુભૂતિસ્વરૂપ છે કે જેના પ્રભાવે ક્રિયાઓ ફળપ્રદ બને છે. ૯. ઉત્તરગુણોની વિશેષ શ્રદ્ધા = રુચિ: પાંચ મહાવ્રત કે પાંચ અણુવ્રત તે મૂળ ગુણ છે અને તેને પુષ્ટ કરે તેવી સમિતિ-ગુપ્તિ કે દેવ-ગુરુની ભક્તિરૂપ ક્રિયા તે ઉત્તરગુણ છે. આ ઉત્તરગુણોનું પાલન મૂળગુણને વધુ સુંદર બનાવે છે, તેથી ઉત્તરગુણમાં વિશેષ શ્રદ્ધા પણ ભાવ ઉત્પત્તિનું એક અંગ છે. ઉત્તરગુણોસ્વરૂપ સમિતિ-ગુપ્તિને શાસ્ત્રકારોએ ચારિત્રની જનની કહી છે. આવી ઉપકારી માતા પ્રત્યે જેને રુચિ ન હોય તેને સંયમ પ્રત્યે રુચિ નથી અને સંયમની રુચિ વિના જે ક્રિયા કરાય તે ક્યારે પણ પરિણામ પેદા કરી શકતી નથી. ૭. નિત્ય સ્મૃતિ : સ્વીકારેલા વ્રત કે નિયમનું સતત સ્મરણ કરવું તે પણ ભાવોત્પત્તિનું એક અંગ છે. વ્રતાદિનું નિત્ય સ્મરણ હોય તો વ્રતોનું પાલન સારી રીતે થાય છે અને તે સફળ પણ બને છે. આ સ્મરણ કદાચ વિચારાત્મક રીતે સતત ન પણ હોય તોપણ લીધેલા વ્રત, નિયમ કે મહાવ્રતોની મર્યાદા બુદ્ધિમાં સંસ્કારરૂપે તો સતત હોવી જોઈએ. શ્રમણ છું' - એટલું સ્મરણમાત્ર ઘણા દોષોથી બચાવે છે અને શુભ ભાવોને પ્રગટાવે છે. વ્રતના સ્મરણ સાથે રોજ વિચારવું જોઈએ કે, “મારા માટે શું કરવા યોગ્ય છે ? તેમાંથી મેં કેટલું કર્યું ? કેટલું કરવાનું બાકી છે ? જેનું સમ્યગું આચરણ મારા માટે શક્ય છે તેવું પણ મેં શું નથી આચર્યું ? મારી કઈ ભૂલો બીજાની નજરમાં આવે છે ? કઈ ભૂલોને હું જાણી શકું છું – સ્વીકારી શકું છું, છતાં છોડી શકતો નથી ?' આ રીતે આત્મનિરીક્ષણ થાય તો પ્રગટેલા ભાવોનું રક્ષણ પણ થાય અને નહિ પ્રગટેલા ભાવો પ્રગટ પણ થાય. પંચાશક આદિના ક્રમ કરતાં અહીં ગ્રંથકારશ્રીએ ક્રિયાના આ સાત અંગોનો કંઈક જુદો ક્રમ દર્શાવ્યો છે. નિત્યસ્મૃતિ જે પૂર્વાચાર્યોના ગ્રંથમાં સૌ પ્રથમ ગ્રહણ કર્યું છે, તેને તેઓશ્રીએ અંતમાં લીધી છે, તેનું કોઈ વિશેષ કારણ તો જણાતું નથી પણ વિચારતા એવું લાગે છે કે, ગુણવાનનું બહુમાન આદિ છ અંગો ગુણનિષ્પત્તિ પ્રત્યેની રુચિ વધારે છે, જ્યારે નિત્યસ્મૃતિ વ્રતના યત્નને પ્રબળ બનાવે છે. તેવા 3. ગાયતો ગુરુવંદુમાળો = ગુરુબહુમાન જ મોક્ષ છે. - પદ્મસૂત્ર - ૪ || For Personal Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા – ગાથા-૧૭ ૧૮૩ અવતરણિકા : ગુણવાનના બહુમાન આદિ દ્વારા કરાયેલી સક્રિયા ઉત્પન્ન થયેલા ભાવનું રક્ષણ કરે છે અને અનુત્પન્ન ભાવોને ઉત્પન્ન કરે છે, તે વાત જણાવી હવે ક્રિયાથી તે સિવાય બીજા કયા ભાવો પ્રાપ્ત થાય છે તે જણાવે છેશ્લોક : क्षायोपशमिके' भावे, या क्रिया क्रियते तयाँ । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥१७॥ શબ્દાર્થ : ૧/રક્ષાયોપશ િમાવે - લાયોપથમિક ભાવમાં વર્તતાં રૂ/૪. યા ક્રિયા - જે (તપ-સંયમને અનુકૂલ) ક્રિયા છે. જિયતે - કરાય છે ૬. તયા - તે ક્રિયા વડે ૭ ૮, પતિતથાપિ પુનઃ - (સંયમઆદિથી) પડી ગયેલાને પણ ફરી ૧. તદ્દાવકવૃદ્ધિર્નાતે - તે ભાવની = સંયમ આદિના પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. શ્લોકાર્થ : ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા જે તપ-સંયમાદિની ક્રિયાઓ કરાય છે, તે ક્રિયા વડે (સંયમાદિથી) પડી ગયેલી વ્યક્તિઓને પણ ફરી તે ભાવની વ્રત, સંયમ આદિના પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. ભાવાર્થ : મિથ્યાત્વ મોહનીય આદિ કર્મના ક્ષયોપશમથી પ્રગટેલા આત્માના ભાવને ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. આ ભાવ પ્રાપ્ત થતાં જીવ સુખની સાચી દિશા પકડી શકે છે. તેની ભૌતિક સુખની લાલસા નાશ પામે છે અને તેનામાં આત્મિક સુખ પ્રાપ્ત કરવાની તલપ જાગે છે. આ આત્મિક સુખની ઝંખનાથી એટલે કે એકમાત્ર ગુણવૃદ્ધિની કામનાથી જો ભગવાને બતાવેલી ક્રિયાઓનું વિધિપૂર્વક સેવન થાય, તો તે ક્રિયાના આસેવનથી કોઈક નિમિત્તને પામીને ચારિત્ર આદિના ભાવથી પડી ગયેલા સાધકને પણ તે ક્રિયાઓ કરવાથી ફરી તે ચારિત્ર આદિના પરિણામોની પ્રાપ્તિ થાય છે. વિશેષાર્થ : આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવા છતાં, જ્યાં સુધી સાધક કર્મને પરવશ છે ત્યાં સુધી સાધના જીવનમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. ક્યારેક તો એવું બને છે કે, ખૂબ ઉલ્લાસથી, ચઢતા પરિણામોથી સંયમ આદિનો સ્વીકાર કર્યો હોય, પરંતુ તે શુભ ભાવો ધીમે ધીમે મંદ થવા લાગે છે અને ક્યારેક તો તે ભાવો વિનાશની અણી સુધી પણ પહોંચી જાય છે. આ રીતે પતનના આરે પહોંચેલા સાધકને પણ પુન: સ્થિર કરવાનું સામર્થ્ય લાયોપથમિક ભાવપૂર્વક કરાતા ક્રિયાયોગમાં સમાયેલું છે. ક્રિયાઓ બે પ્રકારના ભાવથી થઈ શકે છે : ૧. ઔદયિક ભાવથી અને ૨. ક્ષાયોપથમિક ભાવથી. તેમાં For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ૧. જે ક્રિયા કરવાનો ભાવ કર્મના ઉદયથી ઉત્પન્ન થયો હોય તે ક્રિયા ઔદાયિક ભાવની ક્રિયા કહેવાય છે. અને ૨. જે ક્રિયા કરવાનો ભાવ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયો હોય તે ક્રિયા ક્ષાયોપથમિકભાવની ક્રિયા કહેવાય છે. સામાન્યથી તો સર્વ ક્રિયાઓ કરવા પાછળ વિર્યાન્તરાય, જ્ઞાનાવરણીય વગેરે કર્મનો ક્ષયોપશમ આદિ વર્તતો જ હોય છે; પરંતુ શાસ્ત્રોમાં તેવા કર્મના ક્ષયોપશમ આદિને આશ્રયીને ક્રિયાનો ભેદ પડાયો નથી. શાસ્ત્રકાર મહર્ષિઓ તો મુખ્યપણે મિથ્યાત્વ મોહનીય આદિ કર્મના ઉદય અને ક્ષયોપશમને આશ્રયીને ક્રિયાનો ભેદ વર્ણવે છે. જીવમાં જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયોનો ઉદય વર્તે છે ત્યાં સુધી જીવને આત્મહિતની ભાવના પણ જાગૃત થતી નથી. ત્યાં સુધી તેને પૌલિક સંગના અભાવમાં સુખ છે એવું લાગતું પણ નથી. તેથી મિથ્યાત્વના ઉદયમાં જીવની સારી પણ ક્રિયાઓ આ લોક કે પર લોકના ભૌતિક સુખ માટે જ થતી હોય છે, તેથી આવા જીવોની તપ-જપ આદિ સઘળી ક્રિયાઓ પૌદ્ગલિક ભાવની ધરી ઉપર જ થાય છે. કોઈકવાર વળી સ્પષ્ટપણે ભૌતિક આશંસા હોતી નથી પણ સામે તત્ત્વનો સ્પષ્ટ બોધ પણ હોતો નથી, માત્ર સંમૂછિમની જેમ ક્રિયાઓ લોકસંજ્ઞાથી થયા કરે છે. આવી સઘળી ક્રિયાઓ ઔદાયિકભાવની ક્રિયાઓ કહેવાય છે. આનાથી વિપરીત જ્યારે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ વર્તે છે, ત્યારે જીવમાં સહજ અને વાસ્તવિક વૈરાગ્ય પ્રગટે છે. તેને સ્પષ્ટ સમજાય છે કે પૌદ્ગલિક સંગ અને સામગ્રીમાં સુખ નથી, સુખ આત્મામાં જ છે, તેથી તેનામાં વિષયોની આસક્તિ અને કષાયની આધીનતાથી છૂટવાની ભાવના પ્રગટે છે. પરિણામે આત્મહિતની અભિલાષાથી તે સદ્દગુરુ આદિની ગવેષણા કરી તત્ત્વનો બોધ પ્રાપ્ત કરે છે અને તદનુસાર આત્મશુદ્ધિના લક્ષ્યને આંબવા ક્રિયાઓ કરે છે. આવા જીવોની ક્રિયાઓ આત્મભાવની ધરી ઉપર થાય છે. રાગાદિ દોષોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાના આશયથી થતી આવી સઘળી ક્રિયાઓ ક્ષાયોપથમિકભાવની ક્રિયાઓ કહેવાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે, ૧. આત્મા અને આત્મહિત ભૂલીને કે, પ્રભુની આજ્ઞાનો અનાદર-ઉપેક્ષા કરીને જે ક્રિયાઓ થાય છે તે ઔદાયિકભાવની ક્રિયા છે. ૨. આત્મા અને આત્મહિત માટે, પ્રભુની આજ્ઞા અનુસાર કે આજ્ઞાના આદરપૂર્વક જે ક્રિયાઓ થાય છે તે ક્ષાયોપથમિકભાવની ક્રિયા છે. સાધક જો આત્મહિત સાધવા માટે, ‘આ ક્રિયા કરવાથી જ મારું કલ્યાણ થશે, મારા કર્મનો ઉદય ટળી જશે’ આવી દઢ શ્રદ્ધાપૂર્વક અને તીવ્ર સંવેગથી ભગવાનના વચનાનુસાર ક્રિયાયોગમાં પ્રવર્તે તો તે ક્ષયોપશમભાવની ક્રિયાઓ તેના પડી ગયેલા ભાવોને પુનઃ ઉલ્લસિત કરે છે અને તેની વૃદ્ધિ પણ કરે છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૮ જેમ નંદિષેણ મુનિ સંયમના પરિણામથી પડી ગયા'તા છતાં તેમણે ક્ષયોપશમભાવપૂર્વક ઉપદેશ આપવાની ક્રિયા ચાલુ રાખી તો એક દિવસ પુન: સંયમના પરિણામો ઉત્પન્ન થયા અને તેઓએ આત્મહિત સાધી લીધું. અષાઢાભૂતિ રાગને આધીન થઈ સંસારમાં અટવાઈ ગયેલા પણ ક્ષયોપશમ ભાવપૂર્વક બે અભિગ્રહોનું પાલન કર્યુ તો પરિણામ એ આવ્યું કે એક દિવસ પુન: વૈરાગી બની અનેકને વૈરાગી બનાવી શક્યા. ‘પાપથી મલિન બનેલા આત્માને મારે શુદ્ધ કરવો છે' એવો ક્ષાયોપશમિક ભાવ ધરાવનાર અઈમુત્તા મુનિ તો પ્રાયશ્ચિત્તની એક નાની ક્રિયા દ્વારા અતિચાર આપાદક ભૂમિકામાંથી બહાર નીકળી છેક કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા. અહીં મૂળ શ્લોકમાં પતિતસ્થાપિ શબ્દ છે. તેના દ્વારા માત્ર સંયમના પરિણામોથી પતિત ન સમજવા પણ દેવતિ, સર્વવિરતિ, સમર્પણ, તપ વગેરેમાંથી કોઈપણ પરિણામોની હાનિ થઈ હોય કે છટ્ઠા-સાતમા ગુણસ્થાનકના ઉપરનાં કંડકસ્થાનોમાંથી નીચેના કંડકસ્થાનોમાં આવી ગયા હોય તે સર્વને પતિત સમજવા, આવા પડી ગયેલા સાધકો દ્વારા દેવવંદન, ગુરુવંદન, તપ, જપ, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ, પડિલેહણ, સમિતિગુપ્તિનું પાલન, ગોચરી આદિ કોઈપણ ક્રિયાઓ જો ક્ષાયોપશમિકભાવથી કરાય તો તે ક્રિયાઓ પડી ગયેલા પરિણામોની વૃદ્ધિ અને શુદ્ધિ કરી શકે છે. ક્ષુલ્લકમુનિ, શેલકાચાર્ય, મેઘકુમાર, ભવદેવ આદિ ક્રિયાયોગ દ્વારા જ શુદ્ધસ્વરૂપને પ્રગટ કરી પરમપદ સુધી પહોંચી શક્યા હતા. ૧૭ના અવતરણિકા : પૂર્વના બે શ્લોકોનો નિષ્કર્ષ જણાવે છે શ્લોક : गुणवृद्ध्यै ततः कुर्यात्, क्रियामस्खलनायें वां । હવે તું સંગમસ્થાન બિનાનામતિ તે [૨૮]I શબ્દાર્થ : ५/ ૧. તતઃ - તે કારણથી ૨. મુળવૃષ્ટ્ય - ગુણવૃદ્ધિ માટે રૂ/૪. વા અશ્ર્વનાય - અથવા ભાવને અસ્ખલિત રાખવા માટે ૬. ઝિયાં ર્થાત્ - ક્રિયા કરવી જોઈએ ૭/૮. પુ સંયમસ્થાનં - એક સંયમનું સ્થાનક ૬. તુ - તો (માત્ર) ૧૦/૧૧. નિનાનામ્ સ્રવૃતિષ્ઠતે - જિનોને / કેવળજ્ઞાનીઓને જ રહે છે. શ્લોકાર્થ : ૧૮૫ (ગુણવાન પ્રત્યેના બહુમાનાદિપૂર્વક ક્ષાયોપશમિકભાવમાં વર્તતા જે ક્રિયાઓ થાય છે, તે ક્રિયાઓમાં શુભભાવને ઉત્પન્ન કરવાનું, વધારવાનું કે પડી ગયેલા ભાવને પુનઃ પ્રકૃષ્ટ બનાવવાનું સામર્થ્ય રહેલું છે,) તેથી કરીને ગુણની વૃદ્ધિ માટે અથવા ભાવને અખંડિત રાખવા માટે ક્રિયા કરવી જોઈએ (કેમ કે) એક જ સંયમસ્થાન તો (માત્ર) જિનોને રહે છે. (બાકીના સાધકોના સંયમ સ્થાનમાં સંયમના ભાવોમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે.) For Personal & Private Use Only = Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ભાવાર્થ : અત્યાર સુધીના કથનથી એટલું સ્પષ્ટ થાય છે કે, આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિઓ જાળવી જો ક્રિયાઓ કરવામાં આવે તો પૂર્વે ન થયા હોય તેવા અપૂર્વભાવો પ્રગટ થાય છે, પ્રગટેલા ભાવોની વૃદ્ધિ થાય છે અને ક્યારેક પડી ગયેલા ભાવો પણ પુન: જાગૃત થાય છે, તેથી ક્ષમા આદિ આત્મિક ભાવોને ઇચ્છતા સાધકે તો અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ માટે કે પ્રાપ્ત થયેલા ભાવની શુદ્ધિ-વૃદ્ધિ અને સ્થિરતા માટે અવશ્ય ક્રિયાઓ કરવી જોઈએ, પણ ક્રિયા વિના જ ભાવ થઈ જશે એવું માની બેસી ન રહેવું જોઈએ. કેમ કે જ્યાં સુધી મોહનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ભાવોમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે; ચઢાવ-ઉતાર વગરનું એક જ ઉત્કૃષ્ટ સંયમસ્થાન તો માત્ર જિનનું જ હોય છે, તેથી દરેક સાધકે ક્રિયામાં મહેનત કરી ભાવને ટકાવવો જોઈએ. વિશેષાર્થ : રાગ દ્વેષાદિ કષાયોનો જેમણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમને જિન કહેવાય છે. આવા જિનો સર્વગુણસંપન્ન અને સ્વ-સ્વભાવમાં સ્થિર હોય છે, આથી તેમનું સંયમાન (સંયમનો પરિણામ) સર્વશ્રેષ્ઠ, અપ્રતિપાતી અને એક જ સ્વભાવવાળું હોય છે. તે સિવાયના છદ્મસ્થ સાધકોનું સંયમ-સ્થાન અતિ ચંચળ હોય છે. નિમિત્ત મળતા કે તે વગર પણ તેમના શુભ-ભાવોની ચઢતી-પડતી ચાલ્યા કરે છે. તેઓ જો પ્રાપ્ત ગુણના રક્ષણાદિ માટે પ્રયત્નશીલ ન રહે તો તે ગુણ ક્યારે ચાલ્યો જાય તે કાંઈ કહેવાય નહીં. આથી જ નીચેની ભૂમિકાના સાધકોએ તો પોતાની હાલકડોલક નાવને સ્થિર કરવા કે ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ તરફ તેને આગળ ધપાવવા ક્રિયાનો સહારો લેવો અતિ આવશ્યક છે. સાધકે એટલું ધ્યાન રાખવું જોઈએ કે જેણે મોહનો સંપૂર્ણ નાશ કર્યો હોય એવા વીતરાગ સર્વજ્ઞ શ્રીજિનેશ્વર પરમાત્માને ક્ષાયિકભાવનું એક સ્થિર સંયમસ્થાન હોય છે. તેથી સંયમની સ્થિરતા કે વૃદ્ધિ માટે તેમને ક્રિયાઓની આવશ્યક્તા રહેતી નથી; પરંતુ તે સિવાયના સાધકો કે જેઓમાં ક્ષયોપશમભાવનું સંયમસ્થાન છે, તેઓ માટે તો ઉચિત ક્રિયાઓ અત્યંત જરૂરી છે. તે ક્રિયાઓ દ્વારા જ તેઓ પોતાના સંયમસ્થાનને સ્થિર પણ રાખી શકશે અને ઉત્તરોત્તરના સંયમસ્થાનને પ્રાપ્ત પણ કરી શકશે. ભગવાને બતાવેલી નાનામાં નાની ક્રિયામાં એવું સામર્થ્ય છે કે, તે અનાદિકાળના કુસંસ્કારોનો નાશ પણ કરી શકે અને ગુણવૃદ્ધિની દિશામાં આગળ પણ વધારી શકે. શરત એટલી જ કે તે ક્રિયાઓ દોષનાશ અને ગુણપ્રાપ્તિના પ્રણિધાનથી થવી જોઈએ, તેથી જો સાધકને પોતાને જે પણ વ્રતાદિનો પરિણામ સ્પર્યો હોય, તેને ટકાવી રાખવો હોય કે તેની ઉત્તરોત્તર શુદ્ધિ કરી પરમ ઉપેક્ષા, સર્વથા અસંગ વૃત્તિ, પરમોચ્ચ સમતા, નિરતિચાર ચારિત્ર, નિર્વિકલ્પ અવસ્થા, ઉદાસીન વૃત્તિ, ઉચ્ચ કોટિનું ઔચિત્ય, ક્ષમા, નમ્રતા, સંતોષ, આદિ ગુણોને ચિરસ્થાયી બનાવી, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું હોય તો તેણે ઉછળતા વીર્યથી, ઉપયોગપૂર્વક સંપૂર્ણ વિધિ જાળવવાના દૃઢ પ્રયત્ન સહિત ક્રિયાઓને આચરવી જોઈએ. ||૧૮ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા - ગાથા-૧૯ ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા ગાથા-૧૯-૨૦-૨૧-૨૨-૨૩ અવતરણિકા : ક્રિયાનય અનુસાર મોક્ષની પ્રાપ્તિ માટે ક્રિયા આવશ્યક છે, જ્ઞાનમાત્રથી મોક્ષ મળતો નથી, એવું જ્યારે પ્રતિપાદન કરાય છે, ત્યારે જ્ઞાનનય પોતાના પક્ષને મજબૂત કરવા જે નવી જ દલીલ રજૂ કરે છે તેને ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : ઉજ્ઞાનનાશત્વેને નનું જ્ઞાન વિશે | नं हि रज्जावहिभ्रान्तिर्गमनेन निवर्तते ॥१९॥ શબ્દાર્થ : 9. નનું - જ્ઞાનનય વિરોધ દર્શાવતાં કહે છે કે ર0રૂ. જ્ઞાનં ૩જ્ઞાનનારત્વેન - જ્ઞાન અજ્ઞાનનો નાશ કરનાર હોવાને કારણે ૪. વિશિષ્યતે વિશેષ છે. ૬. દિ. કારણ કે ૬. રનૌ - દોરડામાં છે. પ્રાન્તિઃ - સર્પનો ભ્રમ ૮/૬/૧૦. અમનેન ન નિવર્તતે - દોરડા તરફ જવાની ક્રિયાથી નાશ પામતો નથી. શ્લોકાર્થ : ક્રિયાયની વાતમાં રજુ થી વિરોધ દર્શાવતાં જ્ઞાનનય કહે છે કે, જ્ઞાન અજ્ઞાનનું નાશક હોવાને કારણે મહત્ત્વનું છે, કેમકે (વ્યવહારમાં પણ દેખાય છે કે, દોરડામાં “આ સાપ છે' એવો ભ્રમ કાંઈ દોરડા તરફ જવાની ક્રિયાથી નાશ પામતો નથી. (પણ “આ સાપ નથી' એવા જ્ઞાનથી નાશ પામે છે.) ભાવાર્થ/વિશેષાર્થ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ ક્રિયાથી થાય છે, માત્ર જ્ઞાનથી નહીં.” – આવું જ્યારે ક્રિયાનયે કહ્યું, ત્યારે જ્ઞાનનય કહે છે કે, “કેવળજ્ઞાન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે અને તે અજ્ઞાનનો નાશ કરવાથી જ પ્રગટ થાય છે. અજ્ઞાનનો નાશ કરવાની ક્ષમતા ક્રિયામાં નથી પણ સમ્યગુજ્ઞાનમાં જ છે. જેમ જેમ જ્ઞાન પ્રગટતું જાય છે, તેમ તેમ અજ્ઞાન નાશ પામતું જાય છે અને અંતે કેવળજ્ઞાન પ્રગટે છે. ક્રિયા કાંઈ અજ્ઞાનનો નાશ કરી શકતી નથી, તેથી જેણે પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે જ્ઞાનમાં જ યત્ન કરવો જોઈએ. હા ! જ્ઞાનપ્રાપ્તિ માટે ઉપયોગી હોય તેટલી ક્રિયા કરવી જોઈએ પણ મહત્ત્વ તો જ્ઞાનનું જ છે, ક્રિયાનું નહિ. વ્યવહારમાં પણ દેખાય છે કે અંધારી રાતમાં કોઈકવાર દોરડું પડ્યું હોય, તો માણસને એવો ભ્રમ થઈ જાય કે, “આ તો સાપ છે' ત્યારે તેની નજીક જવાની ક્રિયા કરવાથી “આ સાપ છેએવો ભ્રમ નાશ પામતો નથી; પરંતુ પ્રત્યક્ષપણે જોવાથી કે અન્ય રીતે જ્યારે જ્ઞાન થાય કે, આ દોરડું છે, ત્યારે જ દોરડામાં થયેલો સાપનો ભ્રમ નાશ પામે છે, આથી સ્પષ્ટ છે કે, અજ્ઞાનનો નાશ સાપ તરફ જવાની ક્રિયા નથી કરતી; પરંતુ જ્ઞાન જ કરે છે, તેથી સર્વત્ર ક્રિયા કરતાં જ્ઞાન જ વિશેષ છે.” II૧૯ો For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : પૂર્વશ્લોકમાં જણાવેલા જ્ઞાનનયના મંતવ્યનું ક્રિયાનય કઈ રીતે નિરાકરણ કરે છે તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : सत्यं क्रियागमप्रोक्ता, ज्ञानिनोऽप्युपेयुज्यते । सञ्चितादृष्टनाशार्थमासूरोऽपि यदभ्यधात् ||२०| નોંધ: સન્નિતાદરનારાર્થ નાસૂરોપિ - આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. સત્યં (તથાપિ) - તારી વાતનો હેતુ સાચો છે. (તોપણ) ૨. જ્ઞાનિનોકપિ - જ્ઞાનીને પણ રૂ. સચિતરનારાર્થ - સંચિત અદષ્ટના નાશ માટે ૪/૫. કામોત્તા ક્રિયા આગમમાં બતાવાયેલી ક્રિયા ૬. ૩૫યુજતે - ઉપયોગી છે. (ઘટે છે) ૭૮. યર્ સૂરો: - કારણ કે આસૂરનામના મહર્ષિએ પણ . ૩ખ્યધાતુ - કહ્યું છે. શ્લોકાર્થ : (ક્રિયાનય જ્ઞાનનયના મંતવ્યનો આંશિક સ્વીકાર કરતાં કહે છે કે,) તારી વાતનો હેતુ સાચો હોવા છતાં તે પૂર્ણતયા સત્ય નથી, કેમ કે, જ્ઞાનીને પણ સંચિત કર્મોનો નાશ કરવા આગમમાં જણાવેલી ક્રિયા ઉપયોગી છે, કારણ કે (આગળના શ્લોકમાં) આસૂર ઋષિએ પણ કહ્યું છે... ભાવાર્થ : જ્ઞાનનયની વાત તર્કથી સાચી છે કે, અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય છે, તોપણ તે પૂર્ણ સત્ય નથી, કેમ કે જ્ઞાનીને પણ ભવોભવથી એકઠા કરેલા કર્મના નાશ માટે ક્રિયા કરવી પડે છે. ક્રિયાઓનો સહારો લીધા વિના તો જ્ઞાની પણ સર્વ કર્મનો ક્ષય કરી, મોક્ષ સુધી પહોંચી શકતા નથી. આવું જૈનદર્શન તો કહે જ છે; પરંતુ અન્યદર્શનના આસૂર નામના ઋષિ પણ કહે છે, જે આગળના શ્લોકોમાં જણાવ્યું છે. વિશેષાર્થ : સ્યાદ્વાદને સમજનાર વ્યક્તિઓ ક્યારેય કોઈપણ વાતમાં કદાગ્રહી નથી હોતા. તેઓ સદા સત્ય માર્ગના સંશોધક હોય છે, આથી જ જ્ઞાનનયની વાત સાંભળતા કિયાનય કહે છે કે, તમારી આ વાત જરૂર સત્ય છે કે, અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય છે; પરંતુ તેટલા માત્રથી જ્ઞાન જ મહત્ત્વનું છે ક્રિયા નહિ, તેમ ન કહેવાય. કેમ કે આ રજુ છે સાપ નથી, તેવું જ્ઞાન પણ જોવા કે સાંભળવાની ક્રિયાથી જ થાય છે. આ ક્રિયા વિના દોરડાનું જ્ઞાન પણ થતું નથી. વળી, અનંતજ્ઞાનીને પણ પૂર્વે એકઠા કરેલા કર્મના નાશ માટે ક્રિયામાર્ગનો આધાર લેવો જ પડે છે, માત્ર જ્ઞાનથી તેમના અનંતકાળના ભેગા કરેલા કર્મનો નાશ થઈ શકતો નથી. કર્મનાશ માટે જો જ્ઞાનીને પણ ક્રિયાઓ કરવી પડતી હોય તો જેઓ હજુ પૂર્ણ જ્ઞાની ન બન્યા હોય તેઓ માટે તો શાસ્ત્રજ્ઞાન મેળવવા, તેને પરિણામ પમાડવા તપ-વિનય આદિની ક્રિયાઓ અતિ જરૂરી છે, તેથી માત્ર જ્ઞાન નહિ ક્રિયા પણ એટલી જ મહત્ત્વની છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા - ગાથા-૨૧-૨૨ ૧૮૯ પ્રાથમિક ભૂમિકામાં, “મારો આત્મા કર્મથી મલિન છે, વિષય કષાયાદિથી વ્યાપ્ત છે, પ્રમાદાદિ દોષોથી દુષિત છે” એવું જ્ઞાન શાસ્ત્ર કે ગુરુભગવંત પાસેથી મેળવ્યા પછી પણ કર્મોનો નાશ કરવા, વિષયોની આસક્તિ અને કષાયોની પરાધીનતાથી મુક્ત થવા જ્ઞાનીને પણ તપ, ત્યાગ, ભાવના, અભિગ્રહો-નિયમોનું પાલન વગેરે ક્રિયાઓ કરવી આવશ્યક છે. પ્રાતિજજ્ઞાન જેવું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અપૂર્વકરણની ક્રિયા જરૂરી છે અને તે પછી પણ સંપૂર્ણ કર્મનો નાશ કરવા માટે યોગનિરોધની ક્રિયા જરૂરી છે, તેથી નક્કી છે કે, મોક્ષ મેળવવા માત્ર અજ્ઞાનનો નાશ કરવાથી સરતું નથી, તે માટે ક્રિયા પણ જરૂરી છે. આવી સ્પષ્ટતા કરી ક્રિયાનયને જણાવવું છે કે, જ્ઞાનને ક્રિયાના એક અંગસ્વરૂપે જરૂર મહત્ત્વ આપી શકાય; પરંતુ સર્વ કર્મનો નાશ કરવા માટે તો ક્રિયા જ મહત્ત્વની છે; જ્ઞાન નહીં. ૨૦I. અવતરણિકા : આસૂરઋષિનું કથન રજૂ કરે છેશ્લોક : तण्डुलस्य यथा वर्म, यथा ताम्रस्य कालिका । नश्यति क्रिययाँ पुत्रं, पुरुषस्य तथा मलम् ॥२१॥ जीवस्य तण्डुलस्येवं, मलं सहजमष्यलम् । नश्यत्येव न सन्देहस्तस्मादुंधमवान् भवे ॥२२ ॥ નોંધ : વર્ષ ના સ્થાને વર્ષ - એવો પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. પુત્ર - હે પુત્ર ! ૨. યથા - જે પ્રમાણે રૂ/૪. તડુક્ષ્મ વર્ષ - ડાંગરના ફોતરા (ક્રિયા નતિ) - (ક્રિયાથી નાશ પામે છે અને) ૬/૬/૭. યથા તાગ્રંથ હક્કિા - જે પ્રમાણે તાંબાની કાળાશ ૮/૨. જિયયા નતિ - ક્રિયાથી નાશ પામે છે 9999/98. તથા પુરુષ0 મસ્ત્રમ્ - તે પ્રમાણે આત્માનો મલ (પિ ક્રિયા નથતિ) - (પણ ક્રિયાથી જ નાશ પામે છે) જિજ્ઞાસા : જીવનો મલ તો સહજ છે, અનાદિકાળથી છે, તે વળી કેવી રીતે નાશ પામે ? ૧૨. તડુત્રચ્ચેવ નીવર્ય - ડાંગરની જેમ જીવનો ૩/૪. સદ્દનમ્ પ મર્હ - સહજ = સ્વભાવભૂત બનેલો પણ મલ ૬/૬. (૩ ) નશ્યત્વેવ - (ઉદ્યમથી) અત્યંત નાશ પામે જ છે. ૭/૮, ન સર્વે: - (તેમાં) સન્દહ નથી ૯/૧૦/૧૧. તસ્માન્ ૩મવાનું પર્વ - તેથી ઉદ્યમવાળો થા. શ્લોકાર્થ | ભાવાર્થ : હે પુત્ર! ક્રિયાથી જેમ ડાંગરના ફોતરા કે તાંબાની કાળાશ નાશ પામે છે, તેમ ક્રિયાથી જીવનો મળ પણ નાશ પામે છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯o અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર (આ સાંભળી શંકા થાય કે તાંબાની કાળાશ તો આગંતુક છે, તેથી તે નાશ પામી શકે પણ જીવનો મત તો સહજ છે, અનાદિકાળથી જીવમાં રહેલો છે, તે શું નાશ પામી શકે ? તેથી આસૂરઋષિ પોતાની વાતને પુષ્ટ કરવા બીજા શ્લોકમાં જણાવે છે કે) તડુલની જેમ જીવનો સહજ પણ મલ (ક્રિયામાં ઉદ્યમ કરવાથી) અત્યંત નાશ પામે છે. તેમાં કોઈ સંદેહ નથી, તેથી તે ઉદ્યમ કર. વિશેષાર્થ : ઘરના કચરાને દૂર કરવા પ્રકાશ હોવો જરૂરી છે, છતાં માત્ર પ્રકાશથી સરતું નથી. પ્રકાશથી કચરા સંબંધી જ્ઞાન થયા પછી પણ સાવરણી હાથમાં લઈ કચરો કાઢવાની ક્રિયા કરવી પડે છે, તો જ ઘર સાફ થાય છે. તેમ કર્મરૂપી કચરાને કાઢવા માટે પણ તેનો બોધ થયા પછી તપ-સંયમાદિની ક્રિયા કરવી પડે છે. અન્ય દર્શનમાં સ્થિત આસૂર ઋષિ પણ આવી જ માન્યતા ધરાવે છે. આત્મહિતેચ્છુ ઋષિવર પોતાના પુત્રને જણાવે છે કે, “હે પુત્ર ! જો તારે વિષય-કષાયથી ખરડાયેલા અને કર્મ કચરાથી મલિન બનેલા તારા આત્માને પવિત્ર કરવો હોય તો તારે તપ-ત્યાગ-સંયમ આદિની ક્રિયાઓમાં અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ, તેના વિના આત્મા શુદ્ધ થશે નહિ. વ્યવહારમાં પણ દેખાય છે કે, કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા કોઈને કોઈ ક્રિયા તો કરવી જ પડે છે. જેમકે ડાંગર ઉપર લાગેલા ફોતરા (છોડલા), ખાંડવા વગેરેની ક્રિયા કરવામાં આવે તો જ દૂર થાય છે. તાંબા ઉપરની કાળાશ પણ ઘસવાની ક્રિયા કર્યા વગર નાશ પામતી નથી. તેમ તારે પણ જો કષાયોની કાલિમાને કાઢવી હશે તો તારી ભૂમિકાને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જ પડશે, પરંતુ હું નિરાકાર-નિરંજન આત્મા છું તેવા જ્ઞાનમાત્રથી કાંઈ તું શુદ્ધ થઈ શકીશ નહિ.” | પિતા-ઋષિની આવી તાત્ત્વિક વાણી સાંભળી, પુત્રના મનમાં વિવેક પ્રગટ્યો. તેનામાં તપ-સંયમ દ્વારા આત્માના મલને દૂર કરવાની ભાવના જાગૃત થઈ; પરંતુ સાથે સાથે એક શંકા પણ થઈ કે, “આગંતુક મેલ તો અમુક પ્રક્રિયા કરવાથી દૂર કરી શકાય પરંતુ આત્માનો મલ તો અનાદિકાળનો છે, સહજ છે. તે વળી ક્રિયાથી કેવી રીતે દૂર થાય ?” કર્ણાવત્સલ ઋષિમુનિએ પુત્રના મનમાં ઊઠેલી શંકાનું સમાધાન આપતાં જણાવ્યું કે, “વત્સ ! તું ચિંતા ન કર. જેમ ડાંગરની સાથે ફોતરાનું હોવું સહજ છે, અર્થાત્ જ્યારથી ડાંગરનું અસ્તિત્વ હોય છે ત્યારથી જ ફોતરા ની સાથે હોય છે. તો પણ ખાંડવાની ક્રિયા કરવાથી સહજ એવા પણ ફોતરા ડાંગરથી છૂટા પડી શકે છે. તેમ કષાય અને યોગની પરિણતિના કારણે જીવમાં રહેલ કર્મબન્ધની યોગ્યતારૂપ સહજ એવો પણ મલી ક્રિયાદ્વારા નાશ પામી શકે છે. રાગાદિની આ ચીકાશ ભલેને આત્માનું અસ્તિત્વ હોય ત્યારથી આત્માની સાથે 1. કર્મબન્ધની યોગ્યતાને સહજમલ કે ભાવમલ કહેવાય છે જ્યારે કર્મબન્ધને અસહજમલ કે દ્રવ્યમલ કહેવાય છે. યોગદષ્ટિ નામના ગ્રંથની ૩૧મી ગાથામાં સહજમલ કે ભાવમલનો અર્થ કર્યો છે - તત્તપુરૂન્યવિયોવતા જીવમાં અનાદિકાળથી વર્તતી યોગ અને રાગાદિ કષાયની પરિણતિને કારણે જીવ તે તે પુદ્ગલો સાથે સંબંધ કરે છે અને તે તે પુગલોને પરિણમન પણ પમાડે છે. આ રીતે કર્મપુદ્ગલ સાથે સંબંધ બાંધવાની જીવની યોગ્યતાને ભાવમલ કહેવાય છે યોગબિન્દુના For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા - ગાથા-૨૩ ૧૯૧ જ હોય એટલે કે અનાદિકાળથી આત્મા સાથે જોડાયેલી હોય, છતાં પણ યોગ્ય પ્રક્રિયા દ્વારા તેનું અસ્તિત્વ સદંતર નાબૂદ પણ થઈ શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, તેથી તે નિશંક બની પ્રભુના ઉપકારી વચનો ઉપર શ્રદ્ધા રાખી તપ-સંયમ-ત્યાગ આદિની ઉચિત પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળો થા ! તારો યોગ્ય ઉદ્યમ જ તને એક દિવસ પરમાત્મપદ પ્રદાન કરશે.” આસૂર-ઋષિના બે શ્લોકો દ્વારા ગ્રન્થકારની ક્રિયાનયને અનુસરતી જે વાત કે, જ્ઞાનીને પણ સંચિત અદૃષ્ટનો નાશ કરવા ક્રિયા જરૂરી છે, તે પુષ્ટ થાય છે. આગમમાં જણાવેલી ક્રિયાઓ આગંતુક મલ સમાન કર્મમલ(અસહજમલ દ્રવ્યમલ)નો તો નાશ કરે જ છે પણ ભાવલિ જે કર્મને બાંધવાની યોગ્યતા સમાન છે તેનો પણ નાશ કરે છે. આમ ક્રિયા કર્મનો નાશ કરીને સાધકને નિર્બન્ધ બનાવી સદા માટે સુખી બનાવી દે છે, તેથી ક્રિયા જ મુખ્ય છે જ્ઞાન નહીં. ll૨૧-૨૨/ અવતરણિકા : શ્લોક ૨૦માં કહ્યું હતું કે ક્રિયાથી સંચિત કર્મનો નાશ થાય છે જ્યારે શ્લોક ૨૧-૨૨માં એમ જણાવ્યું કે ક્રિયાથી સહજમલનો નાશ થાય છે. ત્યાં શંકા થાય કે ક્રિયાથી સંચિત અદૃષ્ટનો નાશ થાય છે કે સહજમલનો ? આવી શંકા કોઈને ન થાય તે માટે સમાધાનરૂપે જ ગ્રંથકારશ્રી જુદા જુદા દર્શનને માન્ય કર્મના પર્યાયવાચી નામો જણાવે છેશ્લોક : अविद्या च दिदृक्षा, च, भवबीजं च वासना । सहजं च मलें चेति, पर्यायाः कर्मणः स्मृताः ॥२३॥ શબ્દાર્થ : 9. વિદ્યા - અવિદ્યા ૨. વિક્ષા ૨ - દિક્ષા રૂ. મવવીનં ૨ - ભવબીજ ૪. વાસના - વાસના ૧/૬. સદનં ર મરું વ - અને સહજમલ ૭૮/. ત વર્ષvr: પર્યાયા: - એ પ્રમાણે કર્મના પર્યાયો ૧૦. કૃતા: - કહેવાયેલ છે. શ્લોકાર્થ | ભાવાર્થ : અવિદ્યા, દિદક્ષા, ભવબીજ, વાસના અને સહજમલ; આ દરેક કર્મના પર્યાયવાચી શબ્દો કહેવાયેલ છે. શ્લોક ૧૯૭માં કર્મબન્ધની યોગ્યતાને ‘સાંસિદ્ધિકમલ' સ્વરૂપે વર્ણવી છે. જ્યારે કાત્રિશત્ કાત્રિશિકાની બારમી બત્રીસીની ગાથા૨૭માં જીવમાં વર્તતી યોગ અને કષાયની પરિણતિને ભાવમલસ્વરૂપે વર્ણવી છે. જીવમાં રહેલી આ કર્મબન્ધ કરવાની યોગ્યતા અનાદિકાળથી આત્મા સાથે રહેલી છે માટે તેને સહજ કહી છે અને એ આત્માનું સ્વરૂપ નથી માટે તે મલસ્વરૂપ છે. જ્યારે કર્મબન્ધ સ્વયં અનાદિથી નથી માટે તે અસહજ છે અને તે પણ આત્માનું સ્વરૂપ નથી માટે તે મલસ્વરૂપ છે, તેથી કર્મબન્ધની યોગ્યતા = સહજમલ જ્યારે કર્મબન્ધ = અસહજમલ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વિશેષાર્થ : જૈનદર્શન જેને કર્મ કહે છે તેને વેદાન્તીઓ ‘અવિદ્યા’ શબ્દથી ઓળખાવે છે, તેઓના મતે અવિદ્યા એક પ્રકારની ભ્રાન્તિ છે. સાંખ્યદર્શનને માનનારા તેને ‘દિદક્ષા’ કહે છે. આત્મામાં જ્યાં સુધી બાહ્ય પદાર્થો વિષયક કુતુહલ હોય છે ત્યાં સુધી તેને બાહ્ય પદાર્થને જોવાની, જાણવાની, માણવાની એટલે કે પ્રકૃતિના વિકારોને જોવાની ઇચ્છા થયા કરે છે. આ ઇચ્છા એ જ દિદક્ષા છે. શૈવ કે પશુપાતાદિની માન્યતાવાળા તેને ‘ભવબીજ’ કહે છે. બૌદ્ધના અનુયાયીઓ તેને વાસના કહે છે, જે એક કુસંસ્કારરૂપ છે. યોગદર્શનવાળા તેને ‘સહજમલ’ કહે છે. અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર જૈનદર્શન બંધાતા કે બંધાયેલા કર્મને દ્રવ્યકર્મ કહે છે અને કર્મનો બંધ કરવાના જીવમાં રહેલા યોગ્યતારૂપ કાષાયિકભાવોને ભાવકર્મ કહે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે. અન્યદર્શનવાળા આવો કોઈ ભેદ કર્યા વગર કર્મને સહજમલ કે અદૃષ્ટ તરીકે વર્ણવે છે. જ્યારે જૈન શાસ્ત્રોની પરિભાષામાં તો માત્ર ભાવકર્મ સહજમલસ્વરૂપ છે. આ ઉપરાંત આત્માને માનનારા અને મોક્ષમાર્ગનું અવલંબન કરનારા વિવિધ દર્શનના શાસ્ત્રોમાં કર્મ માટે પ્રકૃતિ, દૈવ, વિધિ, બીજ, અદૃષ્ટ, સંસ્કાર, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, વિધાતા, ક્લેશ, શક્તિ, નસીબ, પ્રારબ્ધ જેવા અનેક શબ્દો જોવા મળે છે. આના ઉપરથી નક્કી થાય છે કે સંચિત અદૃષ્ટ કે સહજમલ બન્ને એક જ છે અને તેનો નાશ બાહ્ય અને અત્યંતર ક્રિયાઓથી થઈ શકે છે. વળી આના ઉપરથી એ પણ નક્કી થાય છે કે દરેક આસ્તિક દર્શનો પણ કર્મને માને છે અને ક્રિયાઓ દ્વારા તેનો નાશ કરી શકાય છે એવું પણ આસૂર ઋષિની જેમ ઘણાએ પ્રતિપાદન કર્યું છે. ૨૩॥ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાનીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૨૪ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ ગાથા-૨૪ થી ૩૩ અવતરણિકા : જ્ઞાનીને પણ સંચિતકર્મના નાશ માટે ક્રિયા જરૂરી છે” એવું કથન સાંભળીને જ્ઞાનથી જ મોક્ષ માનનારા ઉચ્છંખલ વેદાન્તીઓ કહે છે કે, “જ્ઞાનીએ તો જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જ સર્વ કર્મો ભસ્મીભૂત કરી દીધા હોય છે, તેથી તેમને વળી ક્રિયાની શી જરૂર છે, એકાન્ત જ્ઞાનનયને માનનારા આ વેદાન્તીઓની માન્યતા પણ અયોગ્ય છે. તે હવે શ્લોક ૨૪ થી શ્લોક ૩૩ સુધી જણાવે છેશ્લોક : ज्ञानिनो नास्त्यदृष्टं चेद, भस्मसात्कृतकर्मणः । ફશરીરપતિઃ વુિં ને, ચાન્ગવનાનાશતઃ ર૪ | શબ્દાર્થ : 9, મÍસતિવર્ષvr: - જેણે કર્મોને ભસ્મસાતુ કર્યા છે એવા રાફુ. જ્ઞાનિન: ચેત - જ્ઞાનીને જો સા., ઈ નતિ- કર્મ જ નથી (તો) ૬. નીવનનાશત: - જીવન નિર્વાહક કર્મનો (પણ) નાશ થવાથી ૭. શરીરપાત: - (જ્ઞાનીના) શરીરનો નાશ ૮) ૧/૧૦. વિ ન ચાલ્ - કેમ ન થાય ? શ્લોકાર્થ | ભાવાર્થ : જે જ્ઞાનીએ કર્મોને ભસ્મસાત્ કરી નાંખ્યા છે, તેમને જો કર્મ જ નથી તો જીવન નિર્વાહક કર્મનો પણ નાશ થવાથી તેમના શરીરનો પણ પાત કેમ ન થાય ? વિશેષાર્થ : જ્ઞાન દ્વારા જ મોક્ષ છે એવું એકાન્ત સ્વીકારનારા તથા તેને અતિ મહત્ત્વ આપનારા કેટલાક મતોનું એવું માનવું છે કે, કર્મરૂપી ઇન્ધન જ્ઞાનરૂપી અગ્નિથી જ ભસ્મસાત્ થાય છે. આ રીતે જ્ઞાનથી જ સંચિત અદષ્ટ સહિત સર્વ કર્મનો ક્ષય થતો હોવાથી જ્ઞાનીને કર્મનાશ માટે કોઈ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. વેદાન્તીઓની આવી જ્ઞાનનયને અનુસરતી માન્યતામાં કેટલી ખામી છે તે જણાવતાં ક્રિયાનય કહે છે કે, જો કેવળજ્ઞાનીએ જ્ઞાન દ્વારા જ સર્વ કર્મોનો નાશ કર્યો હોય તો તેમનું જીવન-નિર્વાહક અદૃષ્ટ એટલે કે આયુષ્ય કર્મ પણ અવશ્ય નાશ થઈ જવું જોઈએ; પરંતુ એવું દેખાતું નથી. જ્ઞાની પણ શરીરધારી હોય જ છે, તેથી એટલું તો નક્કી છે કે જ્ઞાનીના સર્વ કર્મ નાશ નથી પામ્યા. જ્ઞાની પણ જ્યારે યોગનિરોધની ક્રિયા કરે છે ત્યારે જ તેના સંચિત-અષ્ટનો નાશ થાય છે અને તે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેથી ફળસાધક તો ક્રિયા જ છે, જ્ઞાન નહીં.' ૨૪ 1, યાંસિ મોડનિર્મસ્મસારુૉડર્નના જ્ઞાનનિઃ સર્વમુનિ મમ્મસત્યુત્તે તથા સા૪/૩૭|| - શ્રીમદ્ ભગવદ્ ગીતા / For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : હવે ક્રિયાનયે આપેલી આપત્તિનું નિરાકરણ જ્ઞાનનય કેવી રીતે કરે છે, તે જણાવી, તે પણ અયોગ્ય છે, તે બતાવે છે શ્લોક : शरीरमीश्वरस्येवै, विदुषोऽप्यवतिष्ठते । अन्यादृष्टवशेनैति, कथिदह तदक्षमम् " શબ્દાર્થ : ૧/ર/રૂ. ફૅશ્વરસ્યુ શરીરમ્ વ - ઇશ્વરનું શરીર જેમ ૪. અન્યાવૃષ્ટવશેન - અન્યના અદૃષ્ટના વશથી . અતિતે - રહે છે ૬. (તથા) વિદ્યુોડપિ - (તેમ) વિદ્વાન = જ્ઞાનીનું પણ (શરીરમ્ અન્યાવૃષ્ટવશેન અતિષ્ઠતે) - (શરીર અન્યના અદૃષ્ટથી ટકે છે) ૭/ ૮/૧. રૂતિ યજ્) દિવ્ હૈં - એવું (જે) કોઈક કહે છે ૧૦. તવ્ ક્ષમમ્ - તે યોગ્ય નથી, યુક્તિયુક્ત નથી. શ્લોકાર્થ / ભાવાર્થ : ||૨|| કોઈક કહે છે કે, ઇશ્વરના શરીરની જેમ જ્ઞાનીનું શરીર પણ અન્યના કર્મથી ટકી રહે છે' તે વાત ગળે ઉતરે તેવી નથી, પણ તદ્દન અયોગ્ય છે. વિશેષાર્થ : ક્રિયાનયે જે આપત્તિ આપી હતી કે, જો જ્ઞાનથી સર્વકર્મનો નાશ થઈ જાય છે તો જ્ઞાનીનું શરીર કેવી રીતે ટકે છે ? તેનું સમાધાન કરતાં કર્મનાશ પ્રત્યે એકાંતે જ્ઞાનને માનનારો કોઈ ઉશ્રૃંખલ વેદાન્તી - કોઈ ઉછાછળીયો નવીન વેદાન્તી જણાવે છે કે, જેમ ઈશ્વરને કોઈ કર્મ નડતું નથી છતાં પણ તેમનું શરીર ભક્તોના કર્મથી ટકે છે, બસ તેવી જ રીતે જ્ઞાનીનું શરીર પણ અન્યના કર્મના પ્રભાવે ટકી રહે છે. તેથી તેમનાં આયુષ્ય કર્મ સહિત સર્વ કર્મો જ્ઞાન દ્વારા જ નાશ પામી જાય છે એવું સ્વીકારવા છતાં પણ તેમનું શરીર ટકવામાં કોઈ પ્રશ્ન ઊઠતો નથી. કેમ કે જ્ઞાન દ્વારા આયુષ્યકર્મનો નાશ કર્યા પછી પણ લોકોના ઉપકાર માટે, લોકોના જ પુણ્યથી જ્ઞાનીના શરીરનો પાત થતો નથી. જ્ઞાન દ્વારા જ કર્મનો નાશ થાય છે એવું એકાંતે માનનારની આ વાત યુક્તિયુક્ત નથી. I॥૨૫॥ અવતરણિકા : એકાંતે જ્ઞાનને માનનારા વેદાન્તીએ પૂર્વ શ્લોકમાં કરેલું સમાધાન ક્રિયાનયની શંકાનું સમાધાન ક૨વા કેમ સમર્થ નથી, તે જણાવતા કહે છે શ્લોક : शरीरै विदुषः शिष्याद्यदृष्टाद्यैदि तिष्ठति । तदाऽसुहृददृष्टेनँ, न नश्येदितिं की मी ||२६|| For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ – ગાથા-૨૭ ૧૯૫ માજા મલી બનાવી કોણ શબ્દાર્થ : 9. ઢિ - જો ર/રૂ. વિદુષ: શરીરમ્ - વિદ્વાનનું શરીર ૪. શિણાઈEાતુ - શિષ્યાદિના અદૃષ્ટથી ૬. તિતિ - ટકતું હોય ૬/૭, તા સમુહરેન - તો શત્રુના અદૃષ્ટથી (નાશ પામે) ૮/૨. ન નતુ તિ - (પરંતુ) નાશ નથી પામતું એમાં ૧૦/99. 1 પ્રમ? - શું પ્રમાણ ? શ્લોકાર્થ | ભાવાર્થ : (જ્ઞાનરૂપી અગ્નિમાં આયુષ્ય કર્મ સહિત સર્વ કર્મનો નાશ કર્યા પછી પણ) જો શિષ્યના અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકી રહેતું હોય તો, શત્રુના અદૃષ્ટથી (નાશ પણ પામવું જોઈએ, છતાં તે) નાશ પામતું નથી, એમાં શું પ્રમાણ છે ? વિશેષાર્થ : વેદાન્તીની માન્યતા સામે તર્ક કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી આ માન્યતા તર્કનો પ્રહાર સહન કરવા સમર્થ નથી; કેમ કે જો જ્ઞાનીનું શરીર શિષ્યના પુણ્યથી ટકી રહેતું હોય તો શત્રુઓના અદૃષ્ટથી તેનો નાશ કેમ ન થાય ? આવા પ્રશ્નનું તાત્પર્ય એ પ્રાપ્ત થાય છે કે, જ્ઞાનીનું શરીર શત્રુના અદષ્ટથી નાશ પણ પામી શકે. જો આવું થાય તો જગતમાં કોઈ શરીરધારી જ્ઞાની ન હોવા જોઈએ. આમ છતાં દેહધારી જ્ઞાની દેખાય તો છે. જો તું એવું કહે કે, શત્રુના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર નાશ પામતું નથી તો પુન: એ પ્રશ્ન થાય કે શિષ્યના અદૃષ્ટથી શરીર ટકી રહે અને શત્રુના અદૃષ્ટથી નાશ ન પામે આવું માનવામાં શુ પ્રમાણ છે? કોઈ પ્રમાણ ન હોવાથી આવી અન્યના અદષ્ટથી શરીરને ટકાવવાની વાત યોગ્ય નથી. જ્ઞાનીનું શરીર પણ પોતાના જ આયુષ્યાદિ કર્મોથી ટકે છે અને તે અવશિષ્ટ કર્મોનો નાશ કરવા જ્ઞાની માટે પણ ક્રિયા આવશ્યક છે. રિવો. અવતરણિકા : ક્રિયાનયે જ્ઞાનનયને આપત્તિ આપેલ કે જ્ઞાનદ્વારા સર્વકર્મનો નાશ થઈ જાય તો કર્મ વિના જ્ઞાનીનું શરીર કઈ રીતે ટકે ? એવી આપત્તિનું નિરાકરણ કરવા જ્ઞાનનયને અનુસરનાર કેટલાક વેદાન્તીએ કહ્યું હતું કે શિષ્યના પુણ્યના પ્રભાવથી જ્ઞાની ગુરુનું શરીર ટકે છે; પરંતુ તે વાત પણ યોગ્ય નથી તેમ ક્રિયાનયે જણાવ્યું. એટલે હવે જ્ઞાનના અન્ય રીતે આપત્તિનું નિરાકરણ કરવા પ્રયત્ન કરે છેશ્લોક : તે રોપવાનનાશેડ, ફળ જઈ જશે ! तार्किकैः स्थितिमत्तद्वच्चिर विद्वत्तनुस्थितिः ||२७|| શબ્દાર્થ : 9/ર.યથા તજિ : - જે પ્રકારે તૈયાયિકો વડે રૂ. ૩૫ફાનનાશેડપિ - ઉપાદાનના નાશમાં પણ ૪/૫/૬. ક્ષi સ્થિતિમ કાર્ય - ક્ષણસ્થિતિવાળું કાર્ય ૭. ફુણત - ઇચ્છાય છે ૮. તતિ - તેની જેમ ૨/૧૦. વિદ્વત્તનુસ્થિતિ: વિર - વિદ્વાનના શરીરની સ્થિતિ ચિર (કાળની માનો) 99/૧૨. (ત વાણં) ન વ - એવું તમારું કથન યોગ્ય નથી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્લોકાર્થ / ભાવાર્થ : ‘નેયાયિકો જેમ ઉપાદાન કારણનો નાશ થયા પછી પણ (કારણ વિનાનું) કાર્ય એક ક્ષણ રહે છે એવું માને છે. તેની જેમ (અદૃષ્ટ એવા કારણનો નાશ થયા પછી પણ) વિદ્વાનના શરીરની સ્થિતિ લાંબો કાળ રહે છે, એવું તમારું સમાધાન યોગ્ય નથી. વિશેષાર્થ : અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર નૈયાયિકના મતે કાર્ય જે કારણમાં સમવાયસંબંધથી ૨હે તેને સમવાયીકારણ કહેવાય, તેને જ જૈન કે વેદાન્ત દર્શનકારો ઉપાદાનકારણ કહે છે, તેથી પટરૂપ કાર્ય માટે તંતુ એ ઉપાદાનકારણ છે. વળી પ્રાચીન નૈયાયિકના મત પ્રમાણે કાર્યના નાશ પ્રત્યે સમવાયી કારણનો નાશ એ કારણ છે, તેથી પટનાશરૂપી કાર્ય પ્રત્યે તંતુનો નાશ એ કારણ છે (નવ્ય નૈયાયિકોના મતે અસમાયિકારણનો - તંતુ સંયોગનો નાશ કારણ છે) આ ઉપરાંત તેઓ એવું પણ માને છે કે, કા૨ણ હંમેશા કાર્યની નિયત પૂર્વ ક્ષણમાં હાજ૨ હોય જ, તેથી પટનાશરૂપ કાર્ય જે ક્ષણમાં થાય તેની પૂર્વક્ષણમાં તંતુનાશ થવો જોઈએ. તેથી સમજો કે પટ ૯૯ ક્ષણ સુધી અસ્તિત્વમાં રહ્યો હોય, તો એવું કહેવું પડે કે ૯૮મી ક્ષણમાં પટનાશનું કારણ બને એવો તંતુનો નાશ થયો હોવો જોઈએ. કાર્ય ઉપાદાન કારણ પટ તંતુ પટનાશ તંતુનાશ તેથી ૯૯મી ક્ષણે પટ હાજર હોય, પરંતુ તેનું ઉપાદાન કારણ તંતુ હાજર ન હોય. આના ઉપરથી એવું નક્કી થાય કે ૯૯મી ક્ષણમાં પટ હાજર હતો, પરંતુ તેનું ઉપાદાન કારણ એવો તંતુ હાજર ન હતો; કેમકે તંતુનો નાશ તો ૯૮મી ક્ષણે જ થઈ ગયો હતો. આથી પોતાના ઉપાદાન કારણ વિના પણ પટ એક ક્ષણ સુધી કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ૯૯મી ક્ષણે ૯૮મી ક્ષણે નૈયાયિકની આ માન્યતાના આધારે વેદાન્તી પોતાને પ્રાપ્ત થયેલી આપત્તિને ટાળવા ક્રિયાનયને કહે છે કે, જેમ પટ વગેરે કાર્યો તેમના ઉપાદાનકારણ એવા તંતુ વગેરેના નાશ પછી પણ એક ક્ષણ અસ્તિત્વ ધરાવે છે. તેમ જ્ઞાનીનું શરીર પણ તેના ઉપાદાનકારણ સમા અદૃષ્ટના નાશ પછી પણ ટકી શકે. ફરક એટલો કે પટ વગેરે ઉપાદાનકારણના નાશ પછી માત્ર એક ક્ષણ સુધી ટકે છે, જ્યારે જ્ઞાનીનું શરીર અદૃષ્ટના નાશ પછી લાંબો કાળ ટકે છે, આવું માનવામાં શું વાંધો ? ॥૨૭॥ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ ગાથા-૨૮ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં વેદાન્તીએ કરેલું સમાધાન પણ યોગ્ય નથી, તેવું જણાવતા હવે ગ્રંથકારશ્રી કહે છે શ્લોક : निरुपादानकार्यस्यै, क्षणं यत्तार्किकै स्थितिः । नाशहेत्वन्तराभावादिष्टाऽत्र च सं दुर्वचः ॥ २८ ॥ નોંધ : નાશહેત્વન્તરામાવાવિષ્ટા 7 - આવો પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. યંત્ - કા૨ણ કે ૨. નાશહેત્વન્તરામાવાત્ - કાર્યના નાશ પ્રત્યે અન્ય કોઈ હેતુનો અભાવ હોવાથી રૂ. નિરુપાવાનઢાર્યસ્ય - ઉપાદાનકારણ વગરના કાર્યની૪/૬. ક્ષળ સ્થિતિઃ - ક્ષણસ્થિતિ ૬/૭. તા:િ રૂદા - નૈયાયિકો વડે ઇચ્છાએલી છે ૮. સત્ર 7 (પરંતુ) અહીં = જ્ઞાનીનું શરીર અદૃષ્ટ વિના પણ ટકી શકે તે વિષયમાં ૬/૧૦. સ વુર્વવ: - તે = તે હેતુ અસંગત છે એટલે કે ‘જ્ઞાનીના શરીરનો નાશક અન્ય હેતુનો અભાવ' - એવું કારણ અસંગત છે. શ્લોકાર્થ : ૧૯૭ (પૂર્વ શ્લોકમાં વેદાન્તીએ કરેલું સમાધાન યોગ્ય નથી) કારણ કે (ઉપાદાનકારણના નાશ સિવાય) કાર્યનાશ પ્રત્યે અન્ય કોઈ હેતુ ન હોવાને કારણે; નૈયાયિકો વડે જે નિરુપાદાન કાર્યની ક્ષણ સ્થિતિ સ્વીકારાઈ છે, તે તેમના માટે ઇષ્ટ છે. (પરંતુ) અહીં = અદૃષ્ટ વિના પણ જ્ઞાનીનું શરીર લાંબો કાળ ટકે છે તે પ્રસ્તુત વિષયમાં, તે (હેતુ) = શરીરનાશ પ્રત્યે અન્ય કોઈ કારણ હાજર નથી એવો (હેતુ) દુર્વચ છે એટલે કે અસંગત છે. ભાવાર્થ : નૈયાયિકોનું માનવું છે કે, સમવાયીકારણ વિના પણ કાર્ય એક ક્ષણ સુધી વિદ્યમાન રહી શકે છે. તેમની આ માન્યતાના આધારે વેદાન્તીઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવા જણાવે છે કે, જ્ઞાનીનું શરીર પણ અદૃષ્ટ નામના કારણ વિના એટલે કે આયુષ્ય કર્મ વિના પણ લાંબા કાળ સુધી વિદ્યમાન રહે છે. આવી જ્ઞાનનયને અનુસરનાર વેદાન્તીની વાત યોગ્ય નથી. કારણ કે, કાર્યના નાશ પ્રતિ પૂર્વની ક્ષણમાં થયેલ ઉપાદાનકારણના નાશ સિવાય બીજો કોઈ હેતુ ન હોવાથી નૈયાયિકો જે એવું માને છે કે, ‘ઉપાદાનકારણ વિના પણ કાર્ય એક ક્ષણ અસ્તિત્વ ધરાવે' તે તેમને ભલે ઇષ્ટ હો; પરંતુ અહીં ઇં પ્રસ્તુતમાં એટલે કે જ્ઞાનીનું શરીર અદૃષ્ટનો નાશ થયા પછી પણ લાંબો કાળ ટકે છે તે વિષયમાં, જ્ઞાનીના શરીરનો નાશ કરે તેવો બીજા કોઈ હેતુનો અભાવ છે એવું કહેવું ઠીક નથી. તેથી ‘જ્ઞાનીનું શરીર અદૃષ્ટના નાશમાં પણ લાંબો સમય ટકી શકે છે' - એવું કહેવું પણ અયોગ્ય છે. પરિણામે જ્ઞાની ‘જ્ઞાનદ્વારા સર્વ અદૃષ્ટનો નાશ કરે છે’ - એવું પણ નહીં કહી શકાય, તેથી ક્રિયાનયનું જે કહેવું છે કે ‘જ્ઞાનીને પણ સંચિત અદૃષ્ટનો નાશ ક૨વા ક્રિયા જરૂરી છે' તે યથાવત્ રહે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : નવ્ય તૈયાયિકો માને છે કે, કાર્યના નાશ પ્રત્યે તેના અસમવાયી (ઉપાદાન) કારણનો નાશ હેતુ છે, પરંતુ કાર્યનાશ પ્રત્યે તે સિવાય બીજો કોઈ હેતુ નથી, તેથી તેમના મતે અસમવાયીકારણનો નાશ થયા પછી જ કાર્યનો નાશ થઈ શકે. આવી પરિસ્થિતિમાં તેઓ જે નિરુપાદાનકાર્યની ક્ષણસ્થિતિ એટલે અસમવાયીકારણ વિનાના કાર્યનું એક ક્ષણ માટેનું અસ્તિત્વ સ્વીકારે છે તે યોગ્ય જ છે. તેમને આવું સ્વીકારવું પડે છે તેમાં તેઓ કાર્યનાશ પ્રત્યે અન્ય કારણનો અભાવ” એવો જે હેતુ આપે છે તે પણ સંગત છે. દાખલા તરીકે વિચારીએ તો ૬૮મી ક્ષણમાં જો તંતુનો નાશ થાય તો ૯૯મી ક્ષણમાં પટનાશ સ્વરૂપ કાર્ય અવશ્ય થાય. જો પૂર્વની ક્ષણમાં તંતુનાશ કે તંતુ સંયોગનો નાશ ન થાય તો ઉત્તરની ક્ષણમાં પટનાશ પણ શક્ય જ નથી. વળી ૯૮મી ક્ષણમાં પણ બન્નેનો નાશ સંભવ નથી, કેમ કે નૈયાયિકો સમાનકાલીન કાર્ય-કારણભાવ સ્વીકારતા નથી. જો જે ક્ષણમાં તંતુનાશ થયો તે પૂર્વની ૯૭મી ક્ષણમાં પટનાશરૂપી કાર્ય સંપન્ન કરે એવું કોઈ બીજું કારણ હાજર હોત તો ૬૮મી ક્ષણમાં તંતુનાશ અને પટનાશ બને શક્ય બનત. આવું બનત તો ઉપાદાનકારણ વિના એક ક્ષણ માટે પણ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે, તે સ્વીકારવું પડતું નહીં. પરંતુ ૯૭મી ક્ષણમાં પટનો નાશ કરે તેવું બીજું કોઈ કારણ હોતું નથી, તેથી નૈયાયિકોને ૯૯મી ક્ષણમાં જ પટનાશ સ્વીકારવો પડે છે અને તે ક્ષણમાં પટ ઉપાદાન કારણ વિના રહે છે એવું પણ માનવું પડે છે. આમ, નૈયાયિકો જે “કાર્યનાશક અન્ય હેતુનો અભાવ” એવું કારણ દર્શાવી નિરુપાદાનકાર્યનું એક ક્ષણ માટેનું પણ અસ્તિત્વ સ્વીકારે છે, તે કારણ તેમના મતમાં સંગત છે. આમ છતાં આયુષ્ય કર્મ વિના જ્ઞાનીનું શરીર લાંબો કાળ ટકી રહે છે, એવી ઉટપટાંગ દલીલને સિદ્ધ કરવા માટે વેદાન્તીઓ જો “જ્ઞાનીના શરીરને નાશ કરે એવા અન્ય હેતુનો અભાવ છે આયુષ્યકર્મના નાશ સિવાય અન્ય હેતુનો અભાવ” એવું કારણ દર્શાવે છે તો અત્યંત અસંગત બનશે. વેદાન્તીને નૈયાયિકનું દૃષ્ટાંત આગળ કરીને કર્મ વિના પણ જ્ઞાનીનું શરીર દીર્ઘકાળ ટકે છે તે સ્વીકારવું છે, પણ તે સ્વીકારી શકાય તેમ નથી, કેમ કે તેમાં દૃષ્ટાંત-દાર્રાન્તિકભાવ જ બેસતો નથી. દૃષ્ટાંતમાં એવું જણાવ્યું છે કે કાર્યનાશ પ્રત્યે ઉપાદાન કારણનો નાશ એ હેતુ છે. જ્યારે વેદાન્તી એવું નથી કહેતા કે જ્ઞાનીના શરીરની સ્થિતિનો નાશ તેના ઉપાદાન કારણના નાશથી થાય છે; પરંતુ તે તો એવું કહે છે કે વગર કારણે જ્ઞાનીનું શરીર લાંબો સમય ટકી રહે છે. જે કોઈ રીતે યુક્તિયુક્ત નથી. તાત્પર્ય એટલું જ કે જ્ઞાન દ્વારા જ કર્મનાશ આદિ સર્વ કાર્યો થાય છે એટલે જેઓ પૂર્ણ જ્ઞાની છે તેમના સર્વ કર્મ નાશ થઈ ગયાં છે, છતાં જ્ઞાનીનો દેહ લાંબો સમય ટકી રહે છે આવી ઉર્ફેખ વેદાન્તીની વાત સ્વીકારી શકાય તેમ નથી. ૨૮. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ – ગાથા-૨૯ ૧૯૯ અવતરણિકા : હવે પુન: એક નવી રીત અપનાવી વેદાન્તી પોતાની માન્યતાને સંગત કરવા પ્રયત્ન કરે છે, અને ગ્રંથકારશ્રી તેનો ઉપહાસ કરી નિરાકરણ કરે છેશ્લોક : अन्यादृष्टस्य तत्पातप्रतिबन्धकता यदि | नियमाणोऽपि जीव्येत, शिष्यादृष्टवशाद् गुरुः ॥२९॥ નોંધ: ‘તત્પતિપ્રતિવર્ધત નત' તથા 'તત્પાતતિવન્યતાન' એવા પણ પાઠ મળે છે. શબ્દાર્થ : 9, યતિ - જો ૨. ૩અન્યાહૂEW - અન્યના અદૃષ્ટની રૂ. તત્પતિપ્રતિવન્યવતી - તેના = જ્ઞાનીના શરીરના પાતમાં પ્રતિબન્ધકતા હોય ૪/૧/૬. (તવા) બ્રિયન: ગુરુ પિ - તો મરતા એવા ગુરુ પણ ૭. શિષ્યવૃEવશાત્ - શિષ્યના અદૃષ્ટના વશથી ૮, નીલૅત - જીવે (જીવવા જોઈએ). શ્લોકાર્થ | ભાવાર્થ : અન્યનું શિષ્યનું અદષ્ટ જો જ્ઞાનીના દેહપાતમાં પ્રતિબંધક બનતું હોય તો મરતા એવા પણ જ્ઞાની ગુરુ શિષ્યના અદષ્ટને કારણે જીવવા જોઈએ. વિશેષાર્થ : વેદાન્તીઓનું કહેવું છે કે, “જ્ઞાન દ્વારા સર્વ કર્મોનો ક્ષય થઈ ગયા પછી પણ જ્ઞાની જીવંત રહે છે, તેમાં તેમનું આયુષ્યકર્મ કારણભૂત બનતું નથી, પરંતુ શિષ્યનું બળવાન પુણ્ય કારણ બને છે. જે શિષ્યનું ભલું જ્ઞાની ગુરુથી થવાનું હોય છે તે શિષ્યના પુણ્યને કારણે જ્ઞાનીગુરુના આયુષ્ય કર્મનો નાશ થઈ ગયા પછી પણ જ્ઞાની ગુરુના શરીરનો નાશ થતો નથી. શિષ્યનું પુણ્ય જ્ઞાનીના શરીરના નાશને અટકાવી દે છે અને તેઓ તેનું કલ્યાણ કરે છે.' આ બધી જુદી જુદી વાતો રજુ કરી એકાંતે જ્ઞાનનયને માનનારા આ નવીન વેદાન્તીઓને તો એ જ પૂરવાર કરવું છે કે, જ્ઞાનીને સંચિત અદૃષ્ટનો નાશ કરવા ક્રિયા કરવાની જરૂર નથી. તેમની આ માન્યતા અયોગ્ય છે, એવું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કુશળતાપૂર્વક તેમને કહે છે કે, જે ગુરુનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તે ગુરુ, પણ જો શિષ્યના પુણ્યથી જીવંત રહેતા હોય તો મરણ પથારીમાં પડેલા ગુરુ પણ શિષ્યના પુણ્યથી બચી જવા જોઈએ; કેમકે જો ગુરુ જીવે તો જ શિષ્ય ઉપર ઉપકાર કરી શકે. તેથી આવો ઉપકાર પ્રાપ્ત કરવાનું પુણ્ય જો શિષ્યમાં હોય તો તે પુણ્યના બળે ગુરુ જીવવા જોઈએ. આવું થતું નથી તે જ બતાવે છે કે વેદાન્તીની આ માન્યતા પણ યોગ્ય નથી, ખોટી છે. ૨૯ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા : વધુ એક યુક્તિ દર્શાવી વેદાન્તી પોતાના મતને સ્થાપન કરવા યત્ન કરે છે અને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છેશ્લોક : स्वभावान्निरुपादानं, यदि विद्वत्तनुस्थितिः । તથપિ નિયમે, તને પુનિ વિદ્યતે” III નોંધ : ‘સ્વભાવાનિરુપાદાના' આવો પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. નિરુપાનં - ઉપાદાન વગર ૨. વિદત્તનુસ્થિતિ: - વિદ્વાનના શરીરની સ્થિતિ રૂ/૪, ઢિ સ્વમવત્ - જો સ્વભાવથી (જ માનો) ૧/૬. તથાપિ તત્ર -તોપણ તે વિષયમાં = શરીરની સ્થિતિવિષયક ૭. શાસ્ત્રનામે - કાળનિયમમાં = સમયની મર્યાદામાં ૮/૨/૧૦. વિત્ત: ન વિદ્યતે - કોઈ યુક્તિ વિદ્યમાન નથી. શ્લોકાર્થ | ભાવાર્થ : ઉપાદાન વગર પણ એટલે કે આયુષ્ય કર્મ વિના પણ વિદ્વાનના શરીરની સ્થિતિ સ્વભાવથી જ સંભવે એવું તમારું કથન સ્વીકારી લઈએ તોપણ તે સ્વભાવથી ટકેલું જ્ઞાનીનું શરીર કેટલો સમય ટકશે એ સંબંધી કોઈ યુક્તિ વિદ્યમાન નથી. વિશેષાર્થ : કોઈપણ ચર્ચામાં જ્યારે સ્વભાવને કારણ તરીકે રજૂ કરવામાં આવે ત્યારે સામે કોઈ પ્રશ્ન આવતો નથી, તેથી વેદાન્તી હવે બીજા બધા તર્કોને બાજુ ઉપર મૂકીને એવું કહે છે કે, ઉપાદાન કારણ વિના અર્થાત્ કોઈપણ કર્મ વિના સહજ જ જ્ઞાનીનો દેહ રહે છે. જ્ઞાનપ્રાપ્તિ પૂર્વે જ્ઞાનીનું શરીર કર્મના પ્રભાવે ટકતું હતું, અને જ્ઞાનપ્રાપ્તિ પછી તે સ્વભાવથી ટકે છે. વેદાન્તીની આવી અસંગત વાત સામે ગ્રંથકારશ્રી કહે છે કે, એકવાર તારી આ વાત સ્વીકારી પણ લઈએ, તોપણ એવો પ્રશ્ન તો ઊભો જ રહે છે, આ રીતે સ્વભાવથી ટકી રહેતું જ્ઞાનીનું શરીર કેટલો સમય ટકે ? સદાકાળ ટકે કે અલ્પકાળ ટકે ? જો સદાકાળ ટકે તો પછી સદા રહેનારા એવા કોઈ જ્ઞાની અત્યારે પણ દેખાવા જોઈએ, જ્યારે એવું તો દેખાતું નથી. તો પછી તે આટલો સમય ટકે અને પછી વિલીન થઈ જાય એમાં કયો નિયમ લાગુ પડે ? આ વિષયમાં કોઈ યુક્તિ કે નિયમન વિદ્યમાન ન હોવાથી આ વાત પણ સ્વીકાર્ય બનતી નથી, તેથી છેલ્લે એવું માનવું જ પડે કે જ્ઞાનીનું શરીર કર્મના બળ ટકે છે અને કર્મ ન હોય ત્યારે વિલીન થઈ જાય છે. ll૩oll For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૩૧ ૨૦૧ અવતરણિકા : વિદ્વાનનું શરીર સ્વભાવથી જ રહે છે એવું કહેવાથી પણ જ્યારે આપત્તિ આવે છે, ત્યારે અંતે વેદાન્તીઓ પોતાના મતને સ્પષ્ટ કરવા એક જુદી જ રજૂઆત કરે છેશ્લોક : उच्छृङ्खलस्य तच्चिन्त्यं, मतं वेदान्तिनो ह्यदः । પ્રાતઃ વસ્તુ વિદ્વાન સ્થિતિ II II શબ્દાર્થ : ૧/૨. તત્ દિ - તે કારણથી ૩/૪, ૩છૂણ્ય વેઢાન્તિન: - ઉશૃંખલ વેદાન્તીનો ૧/૬. ૩ : મતં - આ મત ૭. વિન્ચ - વિચારણીય છે ૮, ફિનું - પરન્તુ (અમારા મતે) ૨. વિદ્વત્તનુસ્થિતિ: - વિદ્વાનના શરીરની સ્થિતિ 9999. પ્રાધ્યકૂદત: જોયા - પ્રારબ્ધઅદૃષ્ટથી (ટકે છે) એમ જાણવું. શ્લોકાર્થ | ભાવાર્થ : .. (જે કારણથી ઉછુંખલ વેદાન્તીઓ ભગવદ્ગીતાના વચનનું તાત્પર્ય જાણતા નથી) તે કારણથી ઉશ્રુંખલ વેદાન્તીનો આ મત વિચારણીય છે એટલે કે અસંગત છે; પરંતુ પ્રારબ્ધ-અદષ્ટના કારણે જ વિદ્વાનનું શરીર ટકી રહે છે એમ જાણવું. વિશેષાર્થ : એકાન્ત જ્ઞાનને જ કર્મનાશનું કારણ માનનારા ઉશ્રુંખલ વેદાન્તીઓ ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના શ્લોક-૩૭ના જ્ઞાનનઃ સર્વવર્માણ મમ્મસાત્ કુરુતે' વગેરે વચનોના આધારે એવું પ્રતિપાદન કરે છે કે, જ્ઞાનથી સર્વ કર્મ નાશ થઈ જાય છે. આ એક ખોટો સિદ્ધાન્ત પકડી લીધા પછી તેઓ પોતાના સિદ્ધાન્તને સિદ્ધ કરવા અનેક દલીલો કર્યા કરે છે અને એવું સિદ્ધ કરવા માંગે છે કે આયુષ્ય સહિત સર્વ કર્મનો નાશ થયા પછી પણ જ્ઞાનીનું શરીર ટકી રહે છે. ઉર્ફેખ વેદાન્તીઓની આ વાત અનુભવ કે યુક્તિથી તો ગ્રાહ્ય નથી જ પણ આગમથી પણ ગ્રાહ્ય નથી. તેથી જ ભગવદ્ગીતાના આ વચનના તાત્પર્યને જણાવનારા શંકરાચાર્ય જેવા વિદ્વાન વેદાન્તીઓ પણ તેમના આવા અભિપ્રાયને સ્વીકારતા નથી. કેમ કે આ શ્લોકની વ્યાખ્યા કરતાં શંકરાચાર્યજીએ પોતાના ભાષ્યમાં જણાવ્યું છે કે, “જ્ઞાની જ્ઞાનદ્વારા સર્વ કર્મોનો નાશ કરતો નથી પણ પ્રારબ્ધ-અદૃષ્ટ સિવાયના કર્મોનો જ જ્ઞાન દ્વારા નાશ કરે છે.' તેઓના મતે અદૃષ્ટ બે પ્રકારના હોય છે : પ્રારબ્ધ અને તે સિવાયના ઇતર. આ જન્મમાં જ ફળ આપનારા 1. ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा = निर्बीजीकरोतीत्यर्थः । न हि साक्षादेव ज्ञानाग्निः कर्माणीन्धनवद् भस्मीकर्तुं शक्नोति । तस्मात् सम्यग्दर्शनं सर्वकर्मणां निर्बीजने कारणमित्यभिप्रायः ।सामर्थ्याधन कर्मणा शरीरमारब्धं तत्प्रवृत्तफलत्वादुपभोगेनैवक्षीयते ।अतोयान्यप्रवृत्तफलानि ज्ञानोत्पत्तेः प्राक् कृतानि ज्ञानसहभावीनि चातीतानेकजन्मकृतानि च तान्येव सर्वाणि भस्मसात् कुरुते । - શરવાર્યતાતામાણે || For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર કે ફળ આપવા પ્રવૃત્ત થયેલા કર્મોને પ્રારબ્ધ અદૃષ્ટ કહેવાય છે અને જન્માંતરમાં ફળ આપે તેવા કર્મને ઇતર અદૃષ્ટ કહેવાય છે. જ્ઞાની જ્ઞાન દ્વારા ઇતર અદૃષ્ટનો નાશ કરે છે, પરંતુ સર્વ કર્મનો નાશ કરતા નથી, તેથી જે પ્રારબ્ધ-અદૃષ્ટનો જ્ઞાનીએ નાશ કર્યો નથી, તેના દ્વારા જ્ઞાની જીવન જીવે છે. તેથી જ આ શ્લોકમાં ગીતાના વચનના આવા તાત્પર્યને સમજનારા વેદાન્તીઓ સ્વયં જણાવે છે કે ઉશ્રુંખલ વેદાન્તીનો મત વિચારણીય છે અર્થાત્ અસંગત છે, પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે જ્ઞાનીનું શરીર પણ પોતાના પ્રારબ્ધ-અદૃષ્ટથી ટકે છે. ||૩૧// અવતરણિકા : જ્ઞાનીના સર્વ કર્મ જ્ઞાન દ્વારા નાશ પામતાં નથી, પરંતુ જ્ઞાનીને પણ પ્રારબ્ધ અદૃષ્ટ ભોગવવાના બાકી રહે છે. આ પ્રારબ્ધ અદષ્ટથી જ જ્ઞાનીનું શરીર ટકે છે, તેથી તે પ્રારબ્ધ અદષ્ટ સિવાયના કર્મ જ જ્ઞાનનાશ્ય બને છે,” આટલું જ્યારે વેદાન્તીઓ સ્વીકારે છે ત્યારે ગ્રંથકારશ્રી તેની માન્યતાને વધુ સ્પષ્ટ કરવા જણાવે છેશ્લોક : તરજોતરા જ્ઞાનના વીર્ત 1 लाघवेन विजातीयं, तन्नाश्यं तत्प्रकल्प्यताम् ||३२|| શબ્દાર્થ : 9. તત્ - (જે કારણથી પ્રારબ્ધ-અદૃષ્ટથી જ્ઞાની જીવે છે) તે કારણથી ર/રૂ. ૮ પ્રારબ્ધતરાઈ - જો (તમારા વડે) પ્રારબ્ધ કર્મ સિવાયના કર્મને જ ૪. જ્ઞાનનારૂછ્યું - જ્ઞાનથી નાશ પામે તેવા છે. ફુણતે - મનાય છે ૬. (ર્દ) ધવેન - (તો) લાઘવથી (તમારે) ૭/૮. વિનાતીયં ત - વિજાતીય એવા તે = કર્મને . તેનાથં - તેનાથી = જ્ઞાનથી નાશ્ય ૧૦. પ્રખ્યાતામ્ - માનવા જોઈએ. શ્લોકાર્થ | ભાવાર્થ : (જે કારણથી પ્રારબ્ધ-અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકે છે) તે કારણથી જો તમારા વડે પ્રારબ્ધતર અદષ્ટને જ જ્ઞાનનાશ્ય તરીકે ઇચ્છાય છે તો લાઘવ હોવાથી તમારે વિજાતીય એવા અદષ્ટની જ જ્ઞાનનાશ્ય અદષ્ટ તરીકે કલ્પના કરવી જોઈએ. વિશેષાર્થ : ગ્રંથકારશ્રી વેદાન્તીઓને કહે છે કે જો તમે એવું સ્વીકારો છો કે પ્રારબ્ધ-અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકે છે, તેથી માત્ર પ્રારબ્ધતર-અદૃષ્ટ જ જ્ઞાન દ્વારા નાશ પામે છે. તો પછી એ સ્વીકારવું વધુ ઉચિત લાગે કે જ્ઞાન દ્વારા વિજાતીય (જુદા જ પ્રકારના) કર્મ જ નાશ પામે છે, કેમકે એવું સ્વીકારવામાં લાઘવ ઇં સરલતા છે. જ્યારે પ્રારબ્ધતર-અદૃષ્ટને જ્ઞાનનાશ્ય માનવામાં ગૌરવ આવે છે; કેમકે જો પ્રારબ્ધ અદૃષ્ટથી ઇતર એટલે કે તે સિવાયના જ કર્મ જ્ઞાનથી નાશ પામે છે તેવું સ્વીકારીએ તો કયા કર્મ જ્ઞાનનાશ્ય છે, તે નક્કી કરવા માટે પહેલા પ્રારબ્ધ-અદૃષ્ટની ઉપસ્થિતિ કરવી પડે, પછી તેનાથી ઈતર અદૃષ્ટની કલ્પના કરવી પડે, અને તેમ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૩૩ ૨૦૩ કરવામાં ઉપસ્થિતિકૃત ગૌરવ થાય; એટલે કે એક વસ્તુનો બોધ કરવા માટે બીજી અનેક વસ્તુઓને પહેલા ઉપસ્થિત કરવી પડે. આના બદલે જો પ્રારબ્ધ-અદૃષ્ટ સિવાયના કર્મો જ્ઞાનનાશ્ય છે અને પ્રારબ્ધ-અદૃષ્ટ જ્ઞાનનાશ્ય નથી એવો કોઈ વિભાગ પાડવામાં ન આવે; પરંતુ અમુક વિજાતીય (different kind of) કર્મો જ્ઞાનનાશ્ય છે, એવું સ્વીકારવામાં આવે તો જ્ઞાનનાશ્ય કર્મ સહેલાઈથી ઉપસ્થિત થઈ શકે છે. પરિણામે જ્ઞાન અને વિજાતીય અદષ્ટના નાશ વચ્ચે કાર્ય-કારણ ભાવની ઉપસ્થિતિ પણ સરળ બને છે. નૈયાયિકની પરિભાષામાં કહીએ તો કાર્યતાવચ્છેદકમાં શરીરકૃત લાઘવ' પ્રાપ્ત થાય છે. ll૩૨ી. અવતરણિકા : વિજાતીય અદૃષ્ટની કલ્પના કરવાથી શું પ્રાપ્ત થશે તે જણાવી, હવે સંપૂર્ણ ચર્ચાનું નિગમન કરતાં જણાવે શ્લોક : इत्थं च ज्ञानिनों ज्ञाननाश्यकर्मक्षय सति । ચિના ક્ષાર્થ, સાપ મુક્યત્વે ૩૩ II શબ્દાર્થ : ૧/૨, ૨- અને આ રીતે = વિજાતીય અદષ્ટની કલ્પના કરવાથી રૂ. જ્ઞાનિનઃ - જ્ઞાનીના ૪/૫. જ્ઞાનનાયમૈક્ષયે સતિ - જ્ઞાનથી નાશ થાય તેવા કર્મોનો નાશ થયે છતે દુચૈિજનાથÍધક્ષયાર્થ-માત્રક્રિયાથી નાશ પામી શકે તેવા કર્મોના સમુદાયનો ક્ષય કરવા માટે ૭૮. સાપ - તે = ક્રિયા પણ ઉપયોગી છે. શ્લોકાર્થ | ભાવાર્થ : અને આ રીતે વિજાતીય કર્મ જ જ્ઞાનનાશ્ય છે એવી કલ્પના કરવાથી જ્યારે જ્ઞાનીના જ્ઞાનનાશ્ય કર્મનો ક્ષય થઈ જાય ત્યારે માત્ર ક્રિયાથી જ નાશ પામે તેવા કર્મોનો ક્ષય કરવા માટે જ્ઞાનીને પણ શાસ્ત્રોક્ત ક્રિયા ઉપયોગી બને છે. (આમ અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પછી શ્લોક ૨૦ની વાત સત્ય ઠરે છે.) વિશેષાર્થ : જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી પણ માત્ર એક વિશિષ્ટ પ્રકારના એટલે જ્ઞાનથી નાશ પામી શકે તેવા કર્મોનો જ ક્ષય જ્ઞાનથી થાય છે, તેથી તે સિવાયના (ક્રિયાનાશ્ય) કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનીને ક્રિયા પણ 1. પ્રારબ્ધતર અદૃષ્ટ જ્ઞાનથી નાશ પામે છે એવું માનીએ તો જ્ઞાન કારણ છે અને પ્રારબ્ધતર-અદૃષ્ટનો નાશ એ કાર્ય છે. ત્યારે રાણપ્રતિયોજિપેવિશિષ્ટ પ્રતિયોગિકૉંત્વનું કાર્યતા અવચ્છેદક બનશે. આ કાર્યતા અવચ્છેદક ભેદઘટિત હોવાને કારણે ગૌરવ થાય. તેના બદલે જો જ્ઞાનોત્તરજર્મના પ્રતિ જ્ઞાન શાર અને મોરવર્મના પ્રતિ મi #ારVાં એવું સ્વીકારીએ તો કાર્યતા અવચ્છેદક જ્ઞાનોત્તરવર્ગનાશત્વમ્ બને, આથી વિજાતીય અદૃષ્ટને જ્ઞાનનાશ્ય માનવાથી કાર્યતાવચ્છેદકમાં શરીરકૃત લાઘવ છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ઉપયોગી બને છે, આમ જ્ઞાની જ્ઞાનધારા જ સર્વકર્મોને ભસ્મીભૂત કરી દે છે તેવું માનવું યોગ્ય નથી, પરંતુ ક્રિયાથી નાશ પામે તેવા કર્મોનો નાશ કરવા જ્ઞાનીને પણ ક્રિયાની આવશ્યક્તા રહે જ છે. આ સંદર્ભમાં એટલું ધ્યાન રાખવું કે, પ્રારબ્ધ અદૃષ્ટ જ્ઞાનનાશ્ય નથી અને ઇતર જ્ઞાનનાશ્ય છે એવો ભેદ અથવા જ્ઞાનનાશ્ય કર્મ જુદા અને ક્રિયાનાશ્ય કર્મ જુદા એવો ભેદ જૈન સિદ્ધાંત અનુસાર નથી. જો કે જૈન શાસ્ત્રો પણ કર્મના અનેક ભેદ-પ્રભેદ સ્વીકારે છે, છતાં મુખ્યતયા તે એવું માને છે કે સર્વ પ્રકારના કર્મ જ્ઞાન અને ક્રિયા ઉભયથી નાશ પામે છે. કેમ કે જીવમાં પ્રવર્તતી જ્ઞાન અને વીર્યશક્તિ બન્ને કર્મબંધ અને કર્મનાશ બન્ને પ્રત્યે કારણભૂત બને છે, તેમાં જ્ઞાનશક્તિ પદાર્થનો બોધ કરાવે છે અને વીર્યશક્તિ બોધ અનુસાર મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરાવે છે. જ્યાં સુધી જીવ મોહને આધીન હોય છે ત્યાં સુધી આ બન્ને શક્તિઓ પૌદ્ગલિક ભાવમાં પ્રવર્તે છે. જેનાથી કર્મનો બંધ થાય છે, દોષો પુષ્ટ બને છે અને પરિણામે સંસારની ધારા અસ્મલિતપણે ચાલ્યા કરે છે. મોહનીય કર્મ જ્યારે નબળું પડે છે ત્યારે આ જ્ઞાન અને વીર્ય શુદ્ધ શુદ્ધતર થતું જાય છે. શુદ્ધ થતાં જ્ઞાન અને વીર્ય પૌલિક ભાવોથી પાછા વળી, આત્મિક ભાવોમાં પ્રવર્તે છે, જેનાથી કર્મનો નાશ થાય છે, ગુણોનો વિકાસ થાય છે અને જીવ સંસારનો ઉચ્છેદ કરી આત્મિક સુખનો અનુભવ કરી શકે છે. આ બન્ને શક્તિઓ જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ આત્મભાવનું દર્શન થાય છે, અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને આત્મા પરમ સુખનો અનુભવ કરી શકે છે. સારરૂપે એટલું ધ્યાનમાં રાખવું કે અશુદ્ધ પરિણતિથી બાંધેલા કર્મો શુદ્ધ જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થતાં છૂટવા લાગે છે. ઉપરાંત વીર્યની અશુદ્ધિના કારણે સાવદ્ય કે અનુચિત પ્રવૃત્તિઓથી બાંધેલા કર્મો વીર્યની શુદ્ધિપૂર્વક નિરવદ્ય અને ઉચિત પ્રવૃત્તિઓથી નાશ પામે છે. આમ છતાં જ્ઞાન અને વીર્યની ધારા એકબીજાથી સંકળાયેલી જ હોય છે, તેથી અમક કર્મ જ્ઞાન દ્વારા જ નાશ પામે અને અમુક કર્મો ક્રિયા દ્વારા જ નાશ પામે એવો વિભાગ ન પાડી શકાય, તેથી સર્વસંવર સાધી શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા જ્ઞાન અને ક્રિયા ઉભયની આવશ્યક્તા છે. બન્નેમાં એકાંતે કોઈ મુખ્ય નથી અને કોઈ ગૌણ નથી. ક્યારેક જ્ઞાન મુખ્ય હોય છે તો ક્રિયા ગૌણ હોય છે; તો ક્યારેક ક્રિયા મુખ્ય હોય છે અને જ્ઞાન ગૌણ હોય છે. [૩૩il. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ – ગાથા-૩૪ ૨૦૫ કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ ગાથા-૩૪-૩૫ અવતરણિકા : જ્ઞાનીને પણ કર્મનો નાશ કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર પડે છે. આવું પૂર્વ શ્લોકનું કથન સાંભળતાં પ્રશ્ન થાય કે જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે મળીને કર્મનાશનું કાર્ય કરે છે કે અલગ અલગ કરે છે તેનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : सर्वकर्मक्षय ज्ञानकर्मणोस्तत्समुच्चयः । अन्योऽन्यप्रतिबन्धेनं, तथा चोक्तं परैरपि ||३४|| શબ્દાર્થ : ૨. જ્ઞાનર્મળો: - જ્ઞાન અને ક્રિયાનો ૨. મોડચપ્રતિવચેન - પરસ્પર પ્રતિબન્ધ હોવાને કારણે રૂ. સર્વકર્મક્ષયે - સર્વકર્મના ક્ષય પ્રત્યે ૪. તસમુખ્યય: - તેમનો – જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય (કારણ છે) /૬/૭. તથા ૨ રરપ ૩ત્ત - અને તે પ્રમાણે બીજાઓ વડે પણ કહેવાયું છે (જે આગળ શ્લોકમાં જણાવ્યું છે.) શ્લોકાર્થ : જ્ઞાન અને ક્રિયાને એકબીજા સાથે પ્રતિબન્ધ હોવાથી સર્વકર્મના નાશમાં તે બન્નેનો સમુચ્ચય કારણ બને છે (પણ તે બન્ને સ્વતંત્રરૂપે સર્વકર્મના નાશ પ્રત્યે કારણ બની શકતા નથી) તેવું અન્યદર્શનકારો પણ કહે છે. ભાવાર્થ : રથના બે ચક્રની જેમ જ્ઞાન અને ક્રિયા બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે માટે સર્વકર્મનો નાશ કરવા એકલું જ્ઞાન કે એકલી ક્રિયા સમર્થ નથી, બન્ને સાથે મળીને જ સર્વકર્મનો નાશ કરે છે. હા ! એવું બને કે જ્યાં જ્ઞાનની મહત્તા હોય ત્યાં ક્રિયા ગૌણભાવે પ્રવર્તતી હોય અને જ્યાં ક્રિયાનું મહત્ત્વ હોય ત્યાં જ્ઞાન ગૌણભાવે પ્રવર્તતુ હોય, પરંતુ બન્નેની હાજરી તો હોય જ છે. આવું જૈનદર્શન તો માને છે પણ અન્ય દર્શનકારો પણ માને છે. વિશેષાર્થ : પક્ષી ક્યારેય એક પાંખથી ઊડી શકતું નથી અને રથ ક્યારેય એક ચક્રથી ચાલી શકતો નથી. તેમ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી કોઈ કાર્ય સરતું નથી. કોઈ પણ કર્મનો નાશ સ્વતંત્રપણે માત્ર જ્ઞાનથી પણ થતો નથી કે માત્ર ક્રિયાથી પણ થતો નથી. દરેક પ્રકારના કર્મોનો નાશ પરસ્પર સંકળાયેલા જ્ઞાન અને ક્રિયા ઉભયથી થાય છે. હકીકતમાં તો કોઈપણ ભૂમિકામાં કે કોઈપણ અનુષ્ઠાનમાં જ્ઞાન અને ક્રિયા સ્વતંત્ર દેખાતા જ નથી. જ્ઞાન હોય ત્યાં ક્રિયા હોય જ છે અને ક્રિયા હોય ત્યાં જ્ઞાન હોય જ છે. દ્રવ્ય અને પર્યાય જેમ એકબીજાને છોડીને ક્યાંય જોવા મળતાં નથી, જ્યાં દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય જ અને જ્યાં પર્યાય હોય ત્યાં દ્રવ્ય અચુક હાજર હોય, તેની જેમ કર્મનાશના કારણ બને તેવા જ્ઞાન અને ક્રિયા For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. જ્યાં ક્રિયા હોય ત્યાં તેને પ્રવર્તાવે એવું જ્ઞાન હોય જ છે, જ્યાં જ્ઞાન હોય છે ત્યાં નાની-મોટી કોઈક ક્રિયા તો હાજર હોય જ છે. સાધનાક્ષેત્રમાં જ્ઞાન તરીકે શ્રુતજ્ઞાન ગ્રહણ કરાય છે અને ક્રિયા તરીકે ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી થતી ઉચિત પ્રવૃત્તિઓ ગ્રહણ કરાય છે. માત્ર શ્રુતજ્ઞાન પણ કર્મનાશ કરવા સમર્થ નથી અને સમ્યગૂજ્ઞાન વિનાની ક્રિયાઓ પણ કર્મનાશ કરી શકતી નથી, આથી જ શાસ્ત્રોક્ત ક્રિયા વગરનું નવપૂર્વનું જ્ઞાન હોય કે સમ્યગુજ્ઞાન વિનાનું અભવ્યનું નિરતિચાર ચારિત્ર હોય બેમાંથી એક પણ મોક્ષ આપવા સમર્થ નથી. સાધનાનો જ્યાંથી પ્રારંભ થાય તે અપુનબંધક કક્ષાથી વિચારીએ તો ત્યાં સામાન્ય તત્ત્વની જિજ્ઞાસારૂપે જ્ઞાન હોય છે તો દ્રવ્યથી અભિગ્રહના પાલનરૂપ ક્રિયાઓ પણ હોય છે. અવિરતસમ્યગુદૃષ્ટિ આદિમાં પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય હોય છે, છતાં ક્યારેક ઉપરછલ્લી દ્રષ્ટિએ પદાર્થનો વિચાર કરતાં એવું લાગે કે અવિરતસમ્યગ્દષ્ટિમાં સમ્યગુજ્ઞાન તો છે; પરંતુ તેમનામાં કોઈ ક્રિયા નથી. વાસ્તવમાં સમકિતીને પોતાના જ્ઞાનને અનુરૂપ યમ, નિયમ, તપ, સંયમ આદિ સમ્યમ્ ક્રિયાઓની તીવ્ર રૂચિ હોય છે, છતાં કર્મની પરાધીનતાના કારણે તે તેમાં પ્રવૃત્તિ કરી શકતા નથી, આમ છતાં રૂચિને અનુરૂપ સંયમીઓની ભક્તિ, વૈયાવચ્ચ પ્રભુભકિત આદિ અનુષ્ઠાનો કર્યા વિના તો તેઓ પણ રહેતા નથી, તેથી સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો સમજી શકાય એવું છે કે અવિરતસમ્યદૃષ્ટિ જીવમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્ને છે ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે અને વિરતિરૂપ ક્રિયાની ગૌણતા છે, તોપણ બન્ને પરસ્પર તો સંકળાયેલા છે જ. દેશવિરતિધર કે સર્વવિરતિધર મહાત્માઓ જ્યારે ક્રિયામાં યત્ન કરે છે ત્યારે મુખ્યરૂપે ક્રિયા વર્તે છે અને જ્યારે અધ્યયન-અધ્યાપન કરે છે ત્યારે મુખ્યરૂપે જ્ઞાન પ્રવર્તે છે. છતાં બન્ને સ્થાનમાં ગૌણરૂપે જ્ઞાન અને ક્રિયા હાજર હોય છે, કેમ કે તે ક્રિયા જ્ઞાનપૂર્વકની જ હોય છે અને તે જ્ઞાન વિરતિરૂપ ક્રિયાનું કારણ બને તેવું જ હોય છે. ક્ષપકશ્રેણી પૂર્વે પ્રાતિજજ્ઞાન પ્રગટે ત્યારે જ્ઞાનની મુખ્યતા હોય છે, તો સામર્થ્યયોગકાળમાં ક્રિયાની મુખ્યતા હોય છે. સામર્થ્યયોગ દ્વારા જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે પુન: જ્ઞાનની મુખ્યતા હોય છે અને યોગનિરોધની ક્રિયાથી સર્વસંવર થાય છે, ત્યારે ક્રિયાયોગ મુખ્ય હોય છે. આમ, યોગના પ્રારંભરૂપ અપુનબંધક કક્ષાથી લઈને છેક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્રિયા સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ક્રિયા ગૌણ-મુખ્ય ભાવે પરસ્પર સંકળાયેલા જ હોય છે. જ્યાં થોડું પણ સમ્યગુજ્ઞાન હોય ત્યાં સમ્મક્રિયા અલ્પાંશે કે રુચિરૂપે તો હોય જ છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ ક્રિયામાં વિશેષતા આવતી જાય છે. પરિણામે વૃદ્ધિ પામેલું જ્ઞાન જ યથાશક્તિ ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે અને તે પ્રવૃત્તિથી વિશેષ કર્મનો ક્ષય થાય છે, જેનાથી વિશેષ જ્ઞાન પેદા થાય છે. આ રીતે એકબીજાની વૃદ્ધિમાં કારણ બનતાં તે બન્ને પરસ્પર સંકળાયેલા જ હોય છે. આથી જ સર્વકર્મનો ક્ષય કરવાના વિષયમાં તે બન્નેનો સમુચ્ચયવાદ છે એટલે કે સ્યાદ્વાદ છે. જ્યાં એક બીજાથી નિરપેક્ષ જ્ઞાન કે ક્રિયા દેખાય ત્યાં એકાંતવાદ છે. આવા જ્ઞાન કે ક્રિયા સર્વકર્મનો ક્ષય કરવા સમર્થ નથી. આથી જ કહ્યું છે કે “જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ: ' ||૩૪ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ - ગાથા-૩૫ અવતરણિકા : જૈનદર્શન જેમ જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયને સ્વીકારે છે તેમ અન્યદર્શન પણ જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ છે તેવું સ્વીકારે છે; તે દર્શાવવા હવે તદ્વિષયક અન્ય દર્શનકારનું મંતવ્ય ૨જૂ ક૨તા ગ્રન્થકારશ્રી જણાવે છે શ્લોક : नॅ यावत्सममभ्यस्तो, ज्ञानसत्पुरुषक्रम । જોપિં તયોસ્તાવને પુરુષચંદ સિધ્ધતિ શરૂĪ] શબ્દાર્થ : 9. યાવત્ - જ્યાં સુધી ૨. જ્ઞાન-સત્પુરુષો - જ્ઞાન અને સત્પુરુષોના આચાર રૂ/૪/. સમ ન અભ્યસ્તો - સમાન રીતે અભ્યસ્ત કરાતા નથી. ૬. તવત્ - ત્યાં સુધી ૭. પુરુષસ્ય ૪ - સાધકને આ સંસારમાં ૮/૧. તયોઃ પોઽપિ - જ્ઞાન અને ઉચિત આચારો, એ બેમાંથી એક પણ ૧૦/૧૧. સિતિ ન - સિદ્ધ થતાં નથી. શ્લોકાર્થ : ૨૦૭ સાધક જ્યાં સુધી જ્ઞાન અને મહાપુરુષોના ઉચિત આચારનો સમાન રીતે અભ્યાસ કરતો નથી, ત્યાં સુધી તેને જ્ઞાન અને ઉચિત આચારો (ક્રિયાઓ)માંથી એક પણ સિદ્ધ થતાં નથી. ભાવાર્થ : અન્ય દર્શનકારો પણ માને છે કે, જ્યાં સુધી જ્ઞાન અને સત્પુરુષોએ આચરેલી આચરણાનો સરખો અભ્યાસ ન થાય અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બન્નેને સરખી રીતે આચરવામાં ન આવે ત્યાં સુધી પુરુષને જ્ઞાન કે ક્રિયા બેમાંથી એક પણ સિદ્ધ થતાં નથી એટલે એકલું જ્ઞાન કે એકલી ક્રિયા ક્યારેય ફળ આપી શકતાં નથી. વિશેષાર્થ : આત્માની ઉન્નતિને ઇચ્છતા સાધકે શાસ્ત્રજ્ઞાન સાથે સત્પુરુષોના ક્રમનો અભ્યાસ કરવો પણ આવશ્યક છે. સત્પુરુષનો ક્રમ એટલે સજ્જન પુરુષોએ આચરેલી શુભ આચરણા. સજ્જન પુરુષોએ પોતાના જીવનમાં દરેક પ્રસંગે જે જે મર્યાદાઓનું પાલન કર્યું હોય, જે ઔચિત્ય જાળવ્યું હોય, જે અભિગ્રહો અને નિયમોનું સેવન કર્યું હોય તે સર્વે સજ્જનોની ક્રિયા અથવા ઉચિત આચારો છે. જ્ઞાન અને સજ્જન પુરુષોના આચારો, આ બેમાંથી એકને પણ ગૌણ ન બનાવી શકાય. કોઈ સાધક જો માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવામાં, તેને દૃઢ ક૨વામાં, તેનું ચિંતન ક૨વામાં રત રહે અને તેની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનોને આદરવા પ્રત્યે બેધ્યાન બની જાય, વળી કોઈ સાધક માત્ર તપ, જપ, ભક્તિ આદિના અનુષ્ઠાનોમાં રત રહે અને શાસ્ત્રજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા રાખે તો તે બન્ને પ્રકારના સાધકોને જ્ઞાન કે ક્રિયા બેમાંથી એકપણ સાચા અર્થમાં સિદ્ધ થતાં નથી, તેઓને બેમાંથી એકનું પણ ફળ મળતું નથી. જ્યારે જ્ઞાન અને ક્રિયા બન્ને એકબીજાને સાપેક્ષ બની સમાન રીતે પ્રવર્તે ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. ૩૫॥ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર સાયિકજ્ઞાન - ક્રિયામાં પણ સમુચ્ચયવાદ ગાથા-૩૬-૩૭ અવતરણિકા : છદ્મસ્થ અવસ્થામાં તો જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચયવાદ દેખાય છે; પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આ બન્નેનો સમુચ્ચય જ સફળ થાય છે તે હવે જણાવે છેશ્લોક : या छानस्थिके ज्ञानकर्मणी सहकृ(ग)त्वरे । क्षायिक अपि विज्ञेये, तथैवं मतिशालिभिः ॥३६॥ सम्प्राप्तकेवलज्ञाना, अपि यज्जिनपुङ्गवाः । क्रियां योगनिरोधाख्या, कृत्वा सिद्ध्यन्ति नान्यथा ||३७|| શબ્દાર્થ : 9. યથા - જે પ્રમાણે ર/૩/૪, છાસ્થિ જ્ઞાનર્મળા સદનૃત્વરે - છાઘસ્થિક એવા જ્ઞાન અને ક્રિયા સાથે ચાલવાના સ્વભાવવાળા છે બ/૬/૭, તર્થવ ક્ષાવિ ઉપ - તે પ્રમાણે જ ક્ષાયિક (જ્ઞાન અને ક્રિયા પણ) (સાથે ચાલનારા છે, એમ) ૮. મતિશામ: - બુદ્ધિશાળીઓ વડે ૧. વિરે જાણવા યોગ્ય છે, ૧૦. યર્ - કારણ કે, 99, સમ્રાપ્તવજ્ઞાન : - જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે ૧૨/૧રૂ. નિનપુકવા - એવા જિનવૃષભો પણ 9૪/૧૬. યોનિરોધાભાં શિયાં - યોગનિરોધ નામની ક્રિયા 9૬. ત્વ - કરીને ૧૭. સિદ્ધત્તિ - સિદ્ધ થાય છે, ૧૮, નાન્યથી - અન્યથા નહિ. શ્લોકાર્થ | ભાવાર્થ : જે પ્રમાણે છઘસ્થ અવસ્થામાં જ્ઞાન અને ક્રિયા સાથે ચાલનારા છે તે પ્રમાણે ક્ષાયિક જ્ઞાન અને ક્રિયા પણ સાથે જ રહે છે, તેમ બુદ્ધિશાળીઓએ જાણવું જોઈએ, કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય એવા જિનવૃષભો (જિનેશ્વરભગવંતો) પણ યોગનિરોધ નામની ક્રિયા કરીને સિદ્ધ થાય છે, તે સિવાય નહિ. વિશેષાર્થ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જીવ છદ્મસ્થ હોય છે. આ અવસ્થામાં તો સ્પષ્ટ છે કે જ્ઞાન સાથે ક્રિયાની જરૂર છે, તેથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ સાધક જો શાસ્ત્રાનુસારે દયા, દાન, તપ, ત્યાગ કે સંયમના વિવિધ અનુષ્ઠાનોમાં પ્રયત્ન કરે તો જ તે રાગાદિ દોષોનો નાશ કરી વૈરાગ્યાદિ ગુણોનો વિકાસ કરી શકે છે. આવા ગુણવિકાસ દ્વારા જ સાધક આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે છે. યોગમાર્ગે આગળ વધતાં જ્યારે રાગાદિ દોષોનો સમૂળ નાશ કરવા સમર્થ એવું પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, ત્યારે પણ અપૂર્વકરણની ક્રિયા તેની સાથે સંકળાયેલી જ હોય છે, જેના દ્વારા સાધક મોહનીયાદિ સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિકજ્ઞાન - ક્રિયામાં પણ સમુચ્ચયવાદ – ગાથા-૩૦-૩૭ ૨૦૯ આમ છાઘસ્થિક દરેક અવસ્થામાં જ્ઞાન સાથે ક્રિયા હોય તો જ સફળતા મળે છે. આંધળો અને લંગડો જો એકલા હોય તો તેઓ ઇષ્ટ સ્થાને પહોંચી શકતા નથી. તેની જેમ એકલી તપ-ત્યાગ આદિની ક્રિયા કે એકલું જ્ઞાન સાધકને મોક્ષનગરે પહોંચાડતું નથી. લંગડો જો આંધળાના ખભે બેસી માર્ગ દર્શાવે અને આંધળો જો તે પ્રમાણે ચાલે તો બન્ને સફળ થાય છે. તેમ જ્ઞાન અને ક્રિયા સાથે ચાલે તો જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. છબસ્થ અવસ્થાનો અંત કરી જીવ જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે પછી પણ સર્વકર્મનો ક્ષય જ્ઞાનમાત્રથી થઈ જતો નથી. બાકી રહેલા અઘાતી કર્મોના નાશ માટે કેવળી ભગવંતોને પણ યોગનિરોધની ક્રિયા કરવી પડે છે. આમ તેઓ પણ ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ભાવના સર્વસંવરરૂપ ચારિત્ર દ્વારા જ સિદ્ધ થાય છે. ૩૬-૩૭ll For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા ગાથા-૩૮-૩૯ અવતરણિકા : છદ્મસ્થની જેમ કેવળજ્ઞાની પણ જ્ઞાન અને ક્રિયા ઉભય દ્વારા સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. તે વાત વર્ણવી હવે જેઓ માત્ર જ્ઞાનનો આગ્રહ રાખનારા છે, તેઓ કેવા છે અને એ લોકોની કેવી હાલત છે, તે દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : तेनं ये क्रिययाँ मुक्ता, ज्ञानमात्राभिमानिनः । ते भ्रष्टा ज्ञानकर्मभ्यां नास्तिको नात्र संशयः ॥३८॥ શબ્દાર્થ : . તેન - તે કારણથી = (જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય જ મોક્ષનું કારણ છે પણ એકલું જ્ઞાન કર્મક્ષય કરી શકતું નથી; તે કારણથી) ૨/૩/૪. જે ક્રિયા મુક્તા: - જેઓ ક્રિયાથી રહિત છે (અને) ૫. જ્ઞાનમાત્રામમનનઃ - જ્ઞાનમાત્રમાં અભિમાની છે ૬/૭/૮.તે જ્ઞાનર્મપ્યાં પ્રણT: - તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા છે. નાસ્તિક: - નાસ્તિકો છે, ૨૦/૧૨/૨૨. અત્ર સંશય: ન - તેમાં કોઈ સંશય નથી. શ્લોકાર્થ : (એકલું જ્ઞાન કર્મનાશ કરવા અસમર્થ છે પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય જ કર્મક્ષય કરવા સમર્થ છે) તે કારણથી જેઓ ક્રિયાથી રહિત છે અને જ્ઞાનમાત્રના અભિમાની છે. તેઓ જ્ઞાન અને ક્રિયાથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકો જ છે, તેમાં કોઈ સંશય નથી. ભાવાર્થ : જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તો જ કર્મોનો નાશ કરી, મોક્ષના મહાઆનંદને માણી શકાય છે, આથી જ્ઞાન અને ક્રિયા અને સમાન રીતે જ મોક્ષના સાધન છે. આમ છતાં જેઓ “મોક્ષ માટે ક્રિયાની જરૂર નથી માત્ર જ્ઞાનની જરૂર છે તેવું માને છે, તેઓ ક્રિયાથી તો ભ્રષ્ટ છે જ, પરંતુ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ ન આપતું હોવાથી તેઓ જ્ઞાનથી પણ ભ્રષ્ટ થાય છે. ક્રિયાનો અપલોપ કરનારા આવા લોકો મોક્ષ માનવા છતાં તેના ઉપાયને નથી માનતા, તેથી તેઓ નાસ્તિક છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશેષાર્થ : પાશ્ચાત્ય વિચારણાઓથી પ્રભાવિત થઈ આજનો મોટાભાગનો ફિલસૂફી વિચારણા કરનારો વર્ગ તો એવી માન્યતા ધરાવે જ છે કે, આધ્યાત્મિક ઉન્નતિમાં તપ, જપ, યમ, નિયમ આદિ ક્રિયાઓની કોઈ જરૂર જ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૮ ૨૧૧ નથી. તેઓના મતે ક્રિયાઓ (ritualism) અને આધ્યાત્મિકતાને (Spiritualism) કોઈ સંબંધ જ નથી. આત્મિક વિકાસની (Soul development) વાતો કરનારો આવો બુદ્ધિશાળી વર્ગ વાસ્તવમાં આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિને સ્વીકારતો જ નથી, તેથી એ તો સ્પષ્ટ છે કે તેઓ નાસ્તિક જ છે, પરંતુ આવી પ્રચલિત વિચારધારાની છાંટથી ધર્મક્ષેત્રમાં આવેલો વર્ગ પણ ક્યારેક ઊંડી વિચારણાના અભાવમાં જ્ઞાન અને ક્રિયાના સમન્વયને સમજી શકતો નથી. ખેદ સાથે કહેવું પડે કે આવો વર્ગ પણ નાસ્તિક જ છે. વાસ્તવમાં વિવિધ પ્રમાણોથી અને સ્વાનુભવથી પણ સિદ્ધ થાય છે કે, શુભક્રિયાઓ શુભભાવને પ્રગટાવવાનું અમોઘ સાધન છે. વ્યવહારમાં પણ દેખાય છે કે પ્રેમ, લાગણી જેવા અનાદિ અભ્યસ્ત ભાવોને પ્રગટાવવા, ટકાવવા કે વધારવા અનેક ચેષ્ટાઓ (ક્રિયાઓ) સહાયક બને છે, આથી જ તો મોહાધીન લોકો પરસ્પર પ્રેમની સંવેદનાઓને જીવંત રાખવા વાત-ચીત, ભેટ-સોગાદોની આપ-લે, એકબીજાની પ્રશંસા આદિ બાહ્ય વ્યવહારો ખુશીથી કરે છે. જો કર્મના વ્હેણની સાથે ચાલનારા પ્રેમ, લાગણી જેવા મોહાધીન ભાવોને પણ ટકાવવા ક્રિયા જરૂરી પૂરવાર થતી હોય, તો કર્મના પૂરની સામે ચાલવાથી પ્રગટતા વૈરાગ્ય આદિ ભાવોને પામવા, સ્થિર કરવા કે વધારવા ક્રિયા શું જરૂરી ન મનાય ? હકીકતમાં પ્રારંભિક ભૂમિકામાં તો દેવ-ગુરુની ઉત્તમ દ્રવ્યાદિથી ભક્તિ, તપ-ત્યાગ આદિ ક્રિયાઓ આવશ્યક નહીં અનિવાર્ય હોય છે. આવી પ્રત્યક્ષ દેખાતી વાસ્તવિકતાને પણ નહિ સમજતા કેટલાક કહેવાતા વિદ્વાનો એવો પ્રચાર કરે છે કે, આત્મિક સુખ માણવા માટે તો આત્માનું જ્ઞાન જરૂરી છે, આત્મિક ભાવોનું ચિંતન કે આત્માનું ધ્યાન કરવું યોગ્ય છે; વળી આત્મામાં કેવા દોષો છે, તે આત્માને કેવી રીતે પીડે છે ? તેનો નાશ કરવા શું કરવું જોઈએ ? આત્માના ગુણો કયા છે ? તે કેટલા સુખદ છે ? તેને પામવા શું કરવું જોઈએ ? વગેરે વિચારવું જરૂરી છે, પરંતુ ઊઠબેસ જેવી કાયિક ક્રિયાથી, પ્રતિક્રમણ કે પડિલેહણ જેવી બાહ્ય ક્રિયાથી કે તપ-ત્યાગ આદિ કરી કાયાને શોષવાથી આત્માને શું ફાયદો થાય ?” આવો પ્રચાર કરનારા ભલે વિદ્વાન કહેવાતા હોય, પણ વાસ્તવમાં તેઓ વિદ્વાન નથી. આવા અર્ધદગ્ધ વિચારકો જાણતા નથી કે બાહ્ય વિષયોથી પર બનવા તપ-ત્યાગના માર્ગ વિના આત્મામાં વર્તતા સૂક્ષ્મ રાગાદિ ભાવો જાણી પણ શકાતા નથી. જો બાહ્ય વિષયોથી દૂર થયા વગર અંતરંગ દુનિયાનો બોધ પણ થતો નથી, તો તેમાં વર્તતા દોષોને દૂર કેવી રીતે કરી શકાય ? વળી ગુરુકુળવાસના સેવન વિના કે પ્રતિકૂળ નિમિત્તો વચ્ચે મનનું વિશ્લેષણ કર્યા વિના ક્રોધ-માનાદિના સંસ્કારો કેવા ઊંડા છે તે પારખી પણ શકાતું નથી, તો તેને કાઢવાનો પ્રયત્ન કેવી રીતે થાય ? તેથી આત્માના ગુણોનું જ્ઞાન કે આત્માના દોષોનું ભાન અનુકૂળ વાતાવરણમાં અને અનુકૂળ વિષયોના ભોગ સાથે અશક્ય પ્રાયઃ છે, તે માટે તો શરીરાદિની મમતા તોડાવે તેવા તપ-ત્યાગાદિ અત્યંત જરૂરી છે. આ સત્ય હકીકતને નહિ સ્વીકારતા જેઓ ક્રિયાને નકામી માને છે, તેના પ્રત્યે અરુચિ ધારણ કરી જ્ઞાનથી જ સર્વ કર્મનો નાશ થશે એવું અભિમાન ધરાવે છે, તેઓ વાસ્તવમાં આત્મસાધક ક્રિયાથી તો વંચિત રહે છે; પરંતુ સાચા જ્ઞાનથી પણ દૂર રહે છે, કેમ કે (શ્લોક-૩૪માં વિચાર્યું તેમ) જ્ઞાન હંમેશા ક્રિયાથી યુક્ત હોય તો જ સફળ થાય છે. દુનિયામાં પણ દેખાય છે કે આગ બાળે છે કે સાપ મારે છે એટલા જ્ઞાનમાત્રથી કાંઈ તેનાથી બચી શકાતું નથી. આવા જ્ઞાન સાથે તેને અનુરૂપ એવી દૂર રહેવાની કે સાવધાનીપૂર્વક વર્તવાની ક્રિયા કરાય For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર તો જ તેનાથી બચી શકાય છે. તેવી જ રીતે રાગાદિ ભાવો આત્મા માટે હાનિકારક છે એવું જાણ્યા પછી રાગના નિમિત્તોથી દૂર રહેવારૂપ ક્રિયા કરવામાં ન આવે તો રાગાદિ ભાવોથી બચી પણ શકાતું નથી. આ બધી વાતોથી સ્પષ્ટ થાય છે કે હેય-ઉપાદેયનું જ્ઞાન પણ વાસ્તવિક ત્યારે જ કહેવાય કે જ્યારે તે હેયથી નિવૃત્તિ અને ઉપાદેય તરફ પ્રવૃત્તિ કરાવે. તે સિવાય તે જ્ઞાન સાચા અર્થમાં જ્ઞાન જ નથી, આમ છતાં કોઈ નિષ્ક્રિય વ્યક્તિ એમ કહેતો હોય કે અમારામાં તો આત્માનું જ્ઞાન છે અને અમે તેનાથી જ તરી જઈશું. તો કહેવું પડે કે બિચારો સાવ અજ્ઞાની છે, કેમકે તે જ્ઞાનને અનુસાર ક્રિયા કરતો નથી અને ક્રિયા વગરનું તેનું જ્ઞાન તે સાચા અર્થમાં જ્ઞાન જ નથી, તેથી તેનામાં ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી. આવો ઉભયભ્રષ્ટ શેનાથી તરશે ? આમ ક્રિયાનો લોપ કરનારા આ આધ્યાત્મિક કહેવાતા લોકોમાં જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ જે મોક્ષમાર્ગ છે તેનો અંશ પણ નથી, તેઓને આસ્તિક પણ કેવી રીતે કહેવાય ? મોક્ષની ઇચ્છા હોવા છતાં તેઓને મોક્ષના ઉપાયરૂપ તપ, સંયમ આદિ ક્રિયાઓ પ્રત્યે અરુચિ છે. જેને ઉપાયની અરુચિ હોય તેને ઉપેય એવા મોક્ષ પ્રત્યે શ્રદ્ધા છે તે કેવી રીતે માની શકાય ? જ્યાં મોક્ષમાર્ગની રુચિ નથી ત્યાં મોક્ષની કે શુદ્ધ આત્માની રુચિ છે તેવું પણ કેવી રીતે કહેવાય ? આથી આવા મોક્ષમાર્ગ પ્રત્યે અરુચિ અને અશ્રદ્ધાવાળા આત્માઓ નિ:સંશય નાસ્તિક જ છે. [૩૮] અવતરણિકા : જ્ઞાનમાત્રમાં અભિમાની એવા નાસ્તિકો પોતે તો જ્ઞાન-ક્રિયા ઉભયથી ભ્રષ્ટ છે; તે વાત જણાવી હવે તેઓ અન્યને પણ કઈ રીતે માર્ગથી ભ્રષ્ટ કરે છે, તે જણાવતા કહે છે. શ્લોક : ज्ञानोत्पत्ति समुद्भाव्य कामादीनन्यदृष्टितः । अपहृवानोकेभ्यो, नास्तिकैर्वञ्चितं जगत् ||३९]] શબ્દાર્થ : 9. જ્ઞાનોત્પત્તિ - જ્ઞાનોત્પત્તિને ૨. સમુદ્રવ્ય - પ્રકાશિત કરીને રૂ. ૩ન્યવૃતિઃ - અન્ય દૃષ્ટિ દ્વારા = જુદો દૃષ્ટિકોણ રજુ કરીને ૪૬. શ્રેમ્ય: કામરીન - લોકોથી કામાદિને ૬/૭. સપનુવા: નાસ્તિ: - છૂપાવતા એવા નાસ્તિકો વડે ૮. નાસ્ વચિતં - જગત ઠગાયું છે. શ્લોકાર્થ : પોતાને જ્ઞાન ઉત્પન થયું છે એવું પ્રકાશિત કરીને નાસ્તિકો એક જુદો જ દૃષ્ટિકોણ રજુ કરી લોકોથી કામાદિને છુપાવીને જગતને છેતરે છે. ભાવાર્થ : જ્ઞાનમાત્રથી રાગ-દ્વેષાદિ આત્મિક દોષોને દૂર કરી શકાય એવું માનનારા નાસ્તિકો લોકોને કહે છે કે, For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૯ ‘અમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી અમને સ્પષ્ટ જણાય છે કે, શરીર અને આત્મા જુદા છે. વિષયોમાં પ્રવૃત્તિ કરતાં શ૨ી૨ જ્યારે પોતાનો ધર્મ બજાવે છે, ત્યારે આત્મા તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે છે, તેથી આત્માને કોઈ કર્મબંધ થતો નથી.' નિશ્ચયની કે અત્યંત ઊંચી ભૂમિકાની આવી વાતો વ્યવહા૨વાસિત જીવોને કરવી, આ જ્ઞાનીના વેશમાં રહેલા નાસ્તિકોની જૈનશાસનથી અન્યદૃષ્ટિ છે. આ અન્યદૃષ્ટિ દ્વારા તેઓ સ્વયં તો ભોગાદિની પ્રવૃત્તિ કરી રાગાદિથી રંગાય છે, પરંતુ જગતને પણ કામાદિના વાસ્તવિક અહિતકર સ્વરૂપથી અજ્ઞાત રાખી, પરોક્ષ રીતે કામાદિની પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે. આ રીતે તેઓ લોકોને કુમાર્ગે જોડવા દ્વારા છેતરે છે. વિશેષાર્થ : જીવમાં અનાદિકાળથી વિષય-કષાયમાં પ્રવૃત્તિ કરવાના ગાઢ કુસંસ્કારો પડેલા છે, તેથી વિષયોને શલ્ય અને વિષ જેવા જણાવનારા ‘સત્યં હ્રામાં વિસં ામા॰'1 જેવા અનેક શાસ્ત્રવચનો વારંવાર વિચારવામાં આવે, તેનું ચિંતન કરવામાં આવે; પરંતુ તપ, સંયમ, શીલ આદિ સક્રિયાઓ દ્વારા કામ-ભોગાદિની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ કે અંકુશ મુકવામાં ન આવે તો કામ-ભોગાદિની આંતરિક વૃત્તિઓને ઊણી આંચ પણ આવતી નથી, કેમ કે જીવ નિમિત્તવાસી છે. વિષયોના નિમિત્ત વચ્ચે રહેવાથી તેની વિષય-કષાયની વાસનાઓ વધુ પુષ્ટ થાય છે. પરિણામે તેના ઉપભોગની વારંવાર ઇચ્છા થયા કરે છે, અને તે ઇચ્છાઓ અનુસાર પ્રવૃત્તિ કરતાં ‘વિષયોમાં સુખ છે’ એવો તેનો ભ્રમ વધુ દૃઢ થતો જાય છે. આમ શાસ્ત્રચિંતનથી વિષયોની અનર્થકારિતાનું ભાન થાય; પરંતુ વિષયોની પ્રવૃત્તિથી દૂર થયા વિના વિષયો ભોગવવાની વૃત્તિઓ નાશ પામતી નથી, તેથી જ્યારે વિષયાદિના નિમિત્તો મળે છે ત્યારે જીવ તેમાં રંગાઈ જાય છે. આવી પરિસ્થિતિથી આત્માને બચાવવા માટે સાધકે પ્રારંભમાં તો તપાદિ દ્વારા નિમિત્તોથી પર થઈને આત્માને વૈરાગ્યાદિ ભાવોથી ભાવિત કરવો જોઈએ, તો જ કામ-ભોગાદિની આંતરિક વૃત્તિઓ નબળી પડી ધીમે ધીમે નાશ પામે. કામાદિની વૃત્તિઓને શમાવવાનો આ શાસ્ત્રોક્ત સચોટ ઉપાય હોવા છતાં, થોડો ઘણો શાસ્ત્રાભ્યાસ કરીને જ્ઞાનમાત્રમાં અભિમાન કરનારા કેટલાક લોકો એવું માને છે કે, રાગ-દ્વેષને જીતવા માટે તપ, સંયમની કોઈ જરૂ૨ નથી, માત્ર આત્મજ્ઞાનની જરૂ૨ છે. આવી માન્યતાને કા૨ણે જ તેઓ જ્ઞાનમાં ઘણો યત્ન કરે છે, પણ તેને અનુરૂપ તપ, ત્યાગ, આલોચના, પ્રતિક્રમણ કે દેવ, ગુરુની ભક્તિ આદિ ક્રિયાઓ કરતા નથી. મિથ્યા અભિમાન અને મિથ્યા માન્યતાવાળા આવા પ્રચ્છન્ન નાસ્તિકો સામાન્ય જન સમક્ષ પણ એવું પ્રતિપાદન કરે છે કે, 1. સત્ત્વ ામા વિનં હ્રામા, જામા આસીવિસોવમા । જામે ય પત્થમાળા, અબ્રામા ખંતિ યુગડું ।। ર૬રૂ ।। ૨૧૩ - For Personal & Private Use Only કામભોગ શલ્ય છે, કામભોગ વિષ છે અને કામભોગ આશીવિષ સાપ જેવા છે. તે કામભોગ ભોગવ્યા વિના માત્ર તેની પ્રાર્થના કરવાથી પણ એટલે કે તેની ઇચ્છા રાખવાથી પણ જીવો દુર્ગતિમાં જાય છે. उत्तराध्ययन सूत्रे ।। इन्द्रियपराजयशतके - २७ ।। Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર શાસ્ત્રનો અભ્યાસ અને શાસ્ત્રવચનનું ચિંતન-મનન કરતાં અમને વિશિષ્ટ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અમને આત્મિક સુખનો સાચો માર્ગ લાધ્યો છે, તેના દ્વારા અમે આત્મભાવમાં રમણ કરી શકીએ છીએ. અમને સ્પષ્ટ દેખાય છે કે આ શરીર જુદું છે અને અનંત જ્ઞાની આત્મા જુદો છે. કામ-ભોગાદિની ક્રિયાઓ તો જડ એવું શરીર કરે છે. આત્મા તો માત્ર તેને જાણે છે – જુવે છે. આત્માને તેમાં કોઈ રાગ-દ્વેષ થતાં નથી, તે તો - નિરાળો-અલિપ્ત છે. આવું આત્મજ્ઞાન થવાથી અમારું શરીર જ્યારે કામભોગાદિની પ્રવૃત્તિ કરે રે પણ અમારો આત્મા ઉદાસીન રહે છે. કમળ જેવા નિર્લેપ આત્માને તેમાં ક્યાંય રાગાદિ ભાવોનો સ્પર્શ થતો નથી, આથી જ ભોગાદિ કરતાં અમને કર્મબંધ પણ થતો નથી. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જેઓ અલિપ્ત ભાવે કામાદિનું સેવન કરે છે, તેઓ વાસ્તવમાં કામાદિને સેવતા જ નથી. તેઓ પુણ્યોદયથી પ્રાપ્ત થતી ઉત્કૃષ્ટ ભોગ સામગ્રીઓ ભોગવે તોપણ તેમની ધર્મભાવના કે આધ્યાત્મિક લીનતામાં લેશ પણ મંદતા આવતી નથી. કહેવાતા જ્ઞાનીઓનું આવું પ્રતિપાદન બિલકુલ યોગ્ય નથી. કેમકે શાસ્ત્રના આવા વચનો સામાન્ય સાધક માટે નથી; પરંતુ અતિ ઊંચી આધ્યાત્મિક ભૂમિકાસ્વરૂપ યોગની છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષો માટેના આ વચનો છે. આવા મહાપુરુષો પરમ વૈરાગ્યને વરેલા હોય છે, છતાં ભોગ ભોગવ્યા વિના નાશ ન પામે તેવા નિકાચિત ભોગાવલીકર્મનો ઉદય થતાં, તેમને ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. આવી પ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓ તેનાથી અલિપ્ત રહે છે, તેથી તેમને તે પ્રવૃત્તિજન્ય કોઈ કર્મબન્ધ થતો નથી. આ રીતે છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા મહાપુરુષોની અવસ્થાનું વર્ણન કરતાં વચનોને નાસ્તિકો અન્યદૃષ્ટિથી સામાન્યજન માટેનું કથન જણાવે છે. અન્યષ્ટિથી એટલે શાસ્ત્રમાં જે દૃષ્ટિકોણને કે જે સ્થાનને સામે રાખીને કોઈ કથન કરાયું હોય તે દૃષ્ટિકોણ આદિને બાજુ ઉપર મૂકીને તે જ કથનને અન્ય દૃષ્ટિકોણથી, અન્ય સ્થાન આદિ માટે રજૂ કરવું. આ રીતે અન્યદૃષ્ટિથી કથન કરવું તે પણ એક પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા જ છે. વળી, 2. નિવેવ્યમાં કપિ, સ્થા: શુદ્ધિ: વન | તેરૈવ તથ શુદ્ધિ: ચાતુ વિિિત દિ શ્રુતિઃ || /૨૩ || - ૩ણ્યાત્મસારે || જે ભોગો ભોગવતે છતે પણ ક્યારેક ભોગવનારની અશુદ્ધિ થાય છે, તે ભોગો વડે જ ક્યારેક ભોગવનારની શુદ્ધિ થાય છે, એ પ્રકારનું વેદનું વચન છે. પ-૨૩ विषयाणां ततो बन्ध-जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बन्धो, ज्ञानिनां तु न कर्हिचित् ।। ५/२४ ।। - अध्यात्मसारे ।। યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી, તે કારણથી વિષયોના સેવનથી કર્મબંધ થાય જ તેવો નિયમ નથી. વિષયોના સેવનથી અજ્ઞાનીઓને બંધ છે, પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. ૫૨૪ 3. સેતેશસેવાનોકપિ, સેવાનો ન સેવ7 | ફોડ પરનનો ન ચા-ડ્ડયન્ પરનનાનપ || ૧/ર૧ || - અધ્યાત્મસારે || વિષયોને નહીં સેવતો પણ સેવે છે, સેવતો એવો પણ સેવતો નથી. કોઈ જીવ પરજનનો આશ્રય કરતો એવો પણ પરજનનો થતો નથી. પ/૨૫ 4. ઘર્મશક્તિ ન હન્યત્ર, માયોrો વઢીયલi | દન્તિ ટીપાપદો વાયુ - ક્વેસ્ટન્ત ન ટુવાનમ્ || ધ/૨૦ || - અધ્યાત્મસારે | (છઠ્ઠી દૃષ્ટિમાં) ભોગનો વ્યાપાર, બળવાન એવી ધર્મશક્તિને હણતો નથી, જેમ દીવાનો નાશ કરનાર વાયુ બળતા એવા દાવાનળને હણતો નથી. ૫/૨૦ For Personal & Private Use Only www jainelibrary.org Page #228 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાની ઉપેક્ષા કરતાં જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૯ ૨૧૫ આ રીતે સંદર્ભ વિચાર્યા વગર પ્રરૂપણા કરવી તે માર્ગ-ભેદક પ્રવૃત્તિ છે, માટે જ તેવી પ્રવૃત્તિ કરનારાઓને ગ્રંથકારશ્રીએ નાસ્તિક કહ્યા છે. હકીકતમાં આવા કહેવાતા જ્ઞાનીઓ પણ જ્યારે ખાવા-પીવાની કે અન્ય કોઈપણ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓને રાગાદિ ભાવોનો સ્પર્શ થઈ જ જાય છે, આમ છતાં રાગાદિના સ્વરૂપને નહીં સમજતાં કાં તો સમજવા છતાં તેની સામે આંખ મીંચામણા કરનારા આ લોકો કહે છે કે, “આ ભોગાદિની પ્રવૃત્તિ તો શરીર કરે છે, આત્માને તેમાં કાંઈ લાગતું-વળગતું નથી, તે તો આ પૌદ્ગલિક ભાવોનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે.” આવી ઊંચી ઊંચી વાતો કરી પોતે પણ ભોગાદિમાં પ્રવર્તીને, કામાદિની વૃત્તિઓને પોષે છે. વળી, અન્યને પણ તપ-ત્યાગ-સંયમના માર્ગથી દૂર રાખીને, અલિપ્તભાવે ભોગાદિની પ્રવૃત્તિ કરવામાં કાંઈ વાંધો નથી એવી પ્રરૂપણા કરીને ભોગાદિમાં પ્રવર્તાવે છે. વાસ્તવમાં યોગની છઠ્ઠી દૃષ્ટિના જ્વલંત વૈરાગ્ય આદિ ગુણોથી સમૃદ્ધ મહાપુરુષો સિવાય પ્રાય: કોઈ જીવની તાકાત નથી કે કામ-ભોગાદિની પ્રવૃત્તિ કરતાં રાગાદિથી અલિપ્ત રહી શકે. સામાન્ય જીવોને તો કામ-ભોગની પ્રવૃત્તિઓ કરતાં રાગાદિ ભાવો ઉત્પન્ન થઈ જ જાય છે અને તેમને તેનાથી કર્મબન્ધ પણ થાય છે. કોમ-ભોગનું આવું અનર્થકારી સ્વરૂપ હોવા છતાં જ્ઞાનીના વેષમાં રહેલા નાસ્તિકો ‘ભોગાદિની પ્રવૃત્તિ કરવા છતાં અમને કાંઈ થતું નથી એવું કહીને કામ-ભોગની વાસ્તવિકતાને છૂપાવે છે, તેની મલિનતાને અને આત્માને મલિન કરવાની તેની કુખ્યાત ક્ષમતાને ઢાંકવાનું કામ કરે છે. તેમની પ્રરૂપણા અને પ્રવૃત્તિથી પ્રારંભિક ભૂમિકાના લોકો મુંઝાઈ જાય છે અને ગુણપ્રાપ્તિના રાજમાર્ગથી ફંટાઈ જાય છે. પ્રારંભિક ભૂમિકામાં તો રાગાદિના સંસ્કારો તોડવા, વૈરાગ્યાદિ ગુણોને પુષ્ટ કરવા, ક્રોધાદિ દોષોને પરખવા કે નાશ કરવા માટે; તપ, ત્યાગ, ગુરુકુલવાસ, સંયમ આદિનો માર્ગ જ યોગ્ય અને શ્રેષ્ઠ છે. આમ છતાં કહેવાતા જ્ઞાની પણ વાસ્તવમાં પ્રચ્છન્ન નાસ્તિકોની વાતો સાંભળીને કેટલાક મુગ્ધ, અવિચારક કે અર્ધવિચારક લોકો આત્મા અને શરીરના ભેદની માત્ર શાબ્દિક વિચારણાઓ કરી ધર્મ પામ્યા પછી પણ અનાદિકાળની જેમ ભોગાદિમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. વળી, અમે જ્ઞાતા-દ્રષ્ટાભાવે ભોગાદિની પ્રવૃત્તિઓ કરીએ છીએ એવું માની તેને ઉચિત પણ માને છે. આમ કરવાથી તેઓ રાગાદિ કષાયો અને કર્મોથી તો લેપાય જ છે પણ સાથે સાથે અનુચિત પ્રવૃત્તિમાં ઉચિતતાનો બોધ કરી ભ્રમ કે કદાગ્રહને પણ પુષ્ટ કરે છે, મિથ્યાત્વને ગાઢ બનાવે છે. પરિણામે આવા જીવોની સંસારનો અંત આણવાની ભાવના તો પૂર્ણ થતી નથી જ, પણ સંસારની વૃદ્ધિ થતી જાય છે. આમ તપ-ત્યાગની ક્રિયાઓને છોડી નાસ્તિકો જગતને મોક્ષમાર્ગથી દૂર રાખે છે, તેમની આત્મિક ગુણસંપત્તિના નાશનું નિમિત્ત બને છે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવા લોકોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસનો પણ દ્રોહ કરે છે, આ રીતે તેઓ લોકોને છેતરે છે. ૩૯ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર જ્ઞાન-ક્રિયાની એકરૂપતા ગાથા-૪૦ અવતરણિકા : શ્લોક ૩૬-૩૭ માં જણાવ્યું હતું કે, છબી અવસ્થામાં તો સર્વત્ર જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય છે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તે સમુચ્ચય હોય છે, તે જણાવી હવે છદ્મસ્થપણાની વિશેષ ભૂમિકામાં જ્ઞાન-ક્રિયાનો કેવો વિશિષ્ટ સમુચ્ચય હોય છે, તે જણાવે છેશ્લોક : ज्ञानस्य परिपाकाद्धि, क्रियाऽसङ्गत्वमङ्गति । न तुं प्रयाति पार्थक्यं, चन्दनादिवे सौरभम् ||४० ॥ શબ્દાર્થ : ૧/૨. જ્ઞાની પરિપછાત્ દિ - જ્ઞાનના પરિપાકથી જ રૂ. ક્રિયા - ક્રિયા ૪. સાત્વમ્ કાતિ - અસંગપણાને પામે છે ૬. તુપરંતુ ૬/૭. વન્દ્રનાવિ સૌરમ - ચંદનથી જેમ ગંધ ટી૨/૧૦. પાર્થવયં પ્રથતિ ન - જુદાપણાને પામતી નથી = જુદી પડતી નથી (તેમ અસંગભાવને પામેલી ક્રિયા જ્ઞાનથી જુ પડતી નથી) શ્લોકાર્થ : જ્ઞાનના પરિપાકથી જ ક્રિયા અસગપણાને પામે છે. ગંધ જેમ ચંદનથી છૂટી પડતી નથી તેમ આ અસંગભાવને પામેલી ક્રિયા જ્ઞાનથી પૃથક્તાને પામતી નથી અર્થાત્ જ્ઞાનથી જૂદી નથી રહેતી. ભાવાર્થ : પૂર્વ ભૂમિકામાં શાસ્ત્રજ્ઞાન અને તપ-સંયમની ક્રિયા બન્ને જુદા જોવા મળે છે; પરંતુ જ્ઞાન જ્યારે પરિપક્વ બને છે એટલે કે રાગાદિના વિકલ્પો રહિત શુદ્ધ બને છે, ત્યારે ચંદનગંધન્યાયથી ક્રિયા પણ અસંગપણાને પામે છે. ચંદનથી જેમ સુગંધ જુદી જણાતી નથી પણ તેની સાથે એકરૂપ બની ગઈ હોય છે, તેમ આ ભૂમિકામાં જ્ઞાન અને અસંગભાવને પામેલી ક્રિયા એકસ્વરૂપવાળા બની જાય છે, તેથી જ્ઞાનથી ક્રિયા પ્રથસ્વરૂપે જોવા મળતી નથી. વિશેષાર્થ : અજ્ઞાનથી પ્રેરાયેલો જીવ આત્મા સિવાયના બાહ્ય પદાર્થોને આશ્રયીને અનેક વિકલ્પો કર્યા કરે છે. જીવની તે બાહ્ય પદાર્થો સંબંધી ઉત્સુક્તા સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થતાં ધીરે ધીરે શાંત થતી જાય છે અને તેનામાં આત્મિક ભાવોની રુચિ પ્રગટે છે. જ્ઞાન દ્વારા આત્મિક આનંદની અનુભૂતિ કરતો સાધક ઉત્તરોત્તર એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યારે તેના ચિત્તમાં આત્મા સિવાયના પદાર્થો સંબંધી કોઈ જ સંકલ્પ-વિકલ્પો ઊઠતા નથી, બાહ્ય પદાર્થો સાથે તેને મોહકૃત કોઈ સંબંધ જ રહેતો નથી. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ક્રિયાની એકરૂપતા - ગાથા-૪૦ તે અવસ્થામાં પણ સાધક શરીર, કર્મ આદિથી સંકળાયેલો હોવાને કારણે તેને બાહ્ય પદાર્થોના સંપર્કમાં આવવું તો પડે છે, પરંતુ તે સંપર્કમાં આવતા પદાર્થને માત્ર જુવે છે, જાણે છે એટલે કે તે પદાર્થનો માત્ર જ્ઞાતાદ્રષ્ટા બની રહે છે, પરંતુ તે સંબંધી રાગાદિના કોઈ ભાવ કે વિકલ્પ તેને સ્પર્શતા નથી. રાગાદિના વિકલ્પ વગરનો આવો જ્ઞાનનો શુદ્ધ1 ઉપયોગ તે જ જ્ઞાનનો પરિપાક છે. સાધક અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય ત્યારે આવો જ્ઞાનનો પરિપાક શક્ય બને છે. અનાદિકાળથી સાધકના આત્મા ઉપર મિથ્યાત્વનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે અને મિથ્યાત્વની હાજરીમાં આત્માનું અહિત થાય તે રીતે જ જ્ઞાન પ્રવર્તતું હોય છે. આ જ્ઞાનનો અશુભ ઉપયોગ કહેવાય છે અને તેનાથી પ્રેરાઈને જીવનું વીર્ય પણ કામ-ભોગાદિની પ્રવૃત્તિઓ કે હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભ અને અહિતકર પ્રવૃત્તિઓમાં જ પ્રવર્તે છે, તેથી આ અવસ્થામાં જ્ઞાન અને વીર્ય બન્ને અશુદ્ધ જ હોય છે. ૨૧૭ મિથ્યાત્વ મંદ પડે અને સમ્યગ્દર્શન આદિ ગુણો પ્રગટે ત્યારે સાધક પોતાના આત્મહિતને જાણી શકે છે, તેથી તે આત્મહિતાર્થે તપ-સંયમ આદિના અનેક શુભ વિકલ્પો કરે છે. આવો શુભ વિકલ્પોવાળો જ્ઞાનનો ઉપયોગ શુભ ઉપયોગ કહેવાય છે. આ શુભ ઉપયોગથી પ્રેરિત જીવનું વીર્ય પણ શુભ બને છે. શુભ વીર્ય આત્મભાવને ઉલ્લસિત ક૨વાના લક્ષ્યથી શાસ્ત્રોક્ત તપ-સંયમ આદિની આચરણાઓમાં પ્રવર્તે છે. આમ આ ભૂમિકામાં શુભ જ્ઞાનોપયોગ યથાર્થ બોધસ્વરૂપે દેખાય છે તો શુભ વીર્યોપયોગ ઉચિત આચરણાઓ, સતક્રિયાઓરૂપે દેખાય છે. શ્રુતજ્ઞાનના સહારે વારંવાર સદનુષ્ઠાન-ક્રિયાઓનું સેવન કરવાથી સાધક એક એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યારે તેના માટે સક્રિયાઓ સહજ બની જાય છે, તેથી પૂર્વમાં આત્મહિત માટે જે તપ, સંયમ આદિમાં પ્રવર્તવાના શુભ વિકલ્પો કરવા પડતા હતા તેની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. પરિણામે સાધક શુભઅશુભ સર્વ પ્રકારના વિકલ્પના અભાવવાળી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે છે. રાગાદિના વિકલ્પ વિનાનો આ જ્ઞાનનો શુદ્ધઉપયોગ તે જ જ્ઞાનનો પરિપાક છે. આ શુદ્ધઉપયોગરૂપ જ્ઞાનના પરિપાકથી આત્મવીર્ય પણ શુદ્ધ બને છે અને તેનાથી પ્રેરિત ક્રિયા અસંગભાવને પામે છે, એટલે કે પૂર્વે પ્રશસ્ત રાગાદિના કારણે ક્રિયા જે પ્રીતિ, ભક્તિ કે વચનઅનુષ્ઠાનરૂપ હતી, તે હવે અસંગઅનુષ્ઠાનરૂપ બને છે. સઅનુષ્ઠાન જ્યાં સુધી પ્રીતિ, ભક્તિ, વચનઅનુષ્ઠાનરૂપ હોય છે, ત્યાં સુધી જ્ઞાનના શુભઉપયોગથી વીર્ય બાહ્ય શુભ આચરણાઓમાં પણ પ્રવર્તતું હોય છે. સદ્ અનુષ્ઠાન જ્યારે અસંગઅનુષ્ઠાનસ્વરૂપ બને છે, ત્યારે જ્ઞાનના શુદ્ધઉપયોગથી પ્રેરિત વીર્ય પણ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં લીન બનવાના યત્નરૂપે જ પ્રવર્તે છે. તે પછી ક્રિયા બાહ્ય આચરણારૂપ નથી રહેતી; પરંતુ તે સૂક્ષ્મ કષાયોના ઉચ્છેદમાં અને આત્મભાવમાં લીન થવાના અંતરંગ યત્નરૂપે પ્રવર્તતી હોય છે. પૂર્વમાં શ્રુતજ્ઞાનના બળથી જગતના ભાવોથી અલિપ્ત અને અસંગ બનવા ચારિત્રાચારની ક્રિયાઓ કરાતી 1. આત્મભાવને ઉલ્લસિત કરવામાં પ્રવૃત્ત જ્ઞાનના શુદ્ધ અને શુભ ઉપયોગ સંબંધી વિશેષ વાતો પૂર્વે બીજા અધિકારની ગાથા૧૬૯માં છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર હતી, તેથી ત્યારે શાન અને ક્રિયા જુદા જણાતા હતા; પરંતુ જ્યારે જ્ઞાનનો પરિપાક થાય છે ત્યારે તે ક્રિયા પણ રાગાદિના સંગ વગરના જ્ઞાનના શુદ્ધ ઉપયોગરૂપ બની જાય છે એને તે પણ માત્ર આત્મિક ગુણોમાં સ્થિર થવા રૂપે જ પ્રવર્તે છે. પરિણામે મોહના સંશ્લેષ વગરનું શુદ્ધજ્ઞાન અને અસંગભાવવાળા જીવના વીર્યરૂપ ક્રિયા એક બીજાથી ભિન્ન નથી રહેતા. તેથી જ કહ્યું છે કે, ચંદનથી જેમ તેની સુગંધને છૂટી પાડી શકાતી નથી તેમ જ્ઞાનનો પરિપાક થાય ત્યારે અસંગભાવને પામેલી ક્રિયાને જ્ઞાનથી છૂટી પાડી શકાતી નથી. જ્ઞાન અને ક્રિયા ચંદન-ગંધની જેમ એકરૂપ બની જાય છે. ૨૧૮ યોગવિંશિકાની ગાથા-૧૮માં જણાવ્યું છે કે અસંગઅનુષ્ઠાન અને નિરાલંબનયોગ એક જ છે, કેમકે સંગનો ત્યાગ તે જ અનાલંબનસ્વરૂપ છે. વળી ત્યાં જ આગળ ગાથા-૧૯માં જણાવ્યું છે કે નિરાલંબન યોગ તદ્ગુણપરિણતિરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અસંગભાવવાળી ક્રિયા તદ્ગુણપરિણતિરૂપ હોય છે. તદ્ગુણપરિણતિ એટલે પરમાત્માના = શુદ્ધ આત્માના જ્ઞાનાદિ ગુણોની સાથેની સમાપત્તિ. સમાપત્તિ એટલે સમપણાની કે તાદાત્મ્યભાવની પ્રાપ્તિ, તેથી અસંગઅનુષ્ઠાનની ક્રિયા આત્માના શુદ્ધ જ્ઞાન સાથે સમપણાને પ્રાપ્ત કરે છે. આથી જ ગ્રંથકા૨શ્રી કહે છે કે અસંગઅનુષ્ઠાનના કાળમાં જ્ઞાન અને ક્રિયામાં જુદાપણું રહેતું નથી, તે બન્ને જળ અને જળરસની જેમ એકરૂપ બની જાય છે. ૪૦ના 2. असङ्गानुष्ठानात्मा चरमो योगोऽनालम्बन योगो भवति सङ्गत्यागस्यैवानालम्बनलक्षणत्वात् इति भावः x x x तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम ।।१९।। 3. અસંગઅનુષ્ઠાન = નિરાલંબનયોગ = તગુણપરિણતિ = આત્માના શુદ્ધજ્ઞાન ગુણ સાથેની સમાપત્તિ. અસંગઅનુષ્ઠાન રૂપ ક્રિયા = શુદ્ધજ્ઞાનનો ઉપયોગ = વીતરાગતા સાથેની સમાપત્તિ = પ્રશાન્તવાહિતા = વિસભાગપરિક્ષય ઇત્યાદિ. સંદર્ભ ગ્રન્થ - યોગવિંશિકા ગા. ૧૮, યોગદ્દષ્ટિ ગા. ૧૭૫-૧૭૬ અને શાસ્ત્રયોગ-શુદ્ધિઅધિકાર ગાથા-૧૪, ૧૫ -યોવિશિષ્ઠા ના-૨૮ વૃત્તૌ ।। योगविंशिकायाम् ।। For Personal & Private Use Only www.jainlibrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ જ્ઞાન-ક્રિયાના સંયોગથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોની સંગતિ - ગાથા-૪૧ જ્ઞાન-ક્રિયાના સંયોગથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોની સંગતિ. ગાથા-૪૧ અવતરણિકા : જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચયવાદ હોવાને કારણે જ અન્ય દર્શનકારો અનુષ્ઠાનના જે ચાર ભેદો પાડે છે તે પણ સંગત થાય છે, તેવું બતાવવા જણાવે છેશ્લોક : प्रीतिभक्तिवचोऽसङगैरनुष्ठानं चतुर्विधम् । यत्परैोगिभिर्गीतं तदित्य युज्यतेऽखिलम् ॥४१॥ શબ્દાર્થ : 9/ર.રેકોfમ: - અન્ય યોગીઓ વડે રૂ. 47 - જે ૪, પ્રીતિમવિવોડકીઃ - પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના ભેદથી /૬/૭. વતુર્વધર્મી મનુષ્ઠાનમ્ શતં - ચાર પ્રકારનું અનુષ્ઠાન કહેવાયું છે ૮/૨. તત્ વત્રમ - તે સર્વ ૧૦/99. રૂલ્ય યુપતે - આ રીતે ઘટે છે. શ્લોકાર્થ : અન્ય દર્શનમાં રહેલા યોગીઓએ જે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનો કહ્યા છે તે સર્વ ભેદો પણ આ રીતે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચયવાદ સ્વીકારવાથી જ ઘટે છે. ભાવાર્થ : પતંજલિઋષિએ પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન: આમ ક્રિયાના ચાર ભેદો પાડેલા છે. આ ભેદો માત્ર ક્રિયાથી કે માત્ર જ્ઞાનથી નથી પડતાં; પરંતુ જ્ઞાનસંવલિત ક્રિયાના આ ભેદો છે. જ્ઞાન જેમ જેમ સૂક્ષ્મ અને વિસ્તૃત બનવા સાથે વિશુદ્ધ બને છે તેમ તેમ ક્રિયાઓ પણ શુદ્ધ અને નિરતિચાર થતી જાય છે, માટે ક્રિયા સાથેનું જ્ઞાન જ મોક્ષનું કારણ બને છે. વિશેષાર્થ : પાતંજલ યોગદર્શનના અનુયાયીઓએ સ-અનુષ્ઠાનના ચાર પ્રકાર બતાવ્યા છે : ૧. પ્રીતિ ૨. ભક્તિ ૩. વચન ૪. અસંગ. આ ચારે અનુષ્ઠાનો જૈનશાસનની માન્યતા મુજબ જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયવાદને સ્વીકારવાથી જ ઘટી શકે છે. તેમાં : ૧. “આ જ ક્રિયા મારા આત્મહિતનું સાધન છે, તે જ મને સાચું સુખ આપશે” – અનુષ્ઠાનસંબંધી આવા જ્ઞાનને કારણે અનુષ્ઠાન પ્રત્યે પરમ પ્રીતિ ઉપજે છે. આ પ્રીતિથી પોતાની સમજ અને શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી, બીજા સર્વ કાર્યો છોડીને પ્રયત્નના અતિશયથી થતું અનુષ્ઠાન, તે પ્રીતિ અનુષ્ઠાન છે. ૨. અનુષ્ઠાન કરવાથી કેવા પ્રકારના ગુણની પ્રાપ્તિ થશે, તેનો વિશેષ બોધ હોવાને કારણે બાહ્ય પ્રવૃત્તિથી For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર પ્રીતિઅનુષ્ઠાન જેવું જ દેખાતું; પરંતુ તેના કરતાં વિશેષ બહુમાનવાળું અનુષ્ઠાન ભક્તિઅનુષ્ઠાન કહેવાય છે. તેમાં વિશેષ સમજ અને પ્રયત્ન હોવાથી તે મોક્ષમાર્ગને વધુ અનુકૂળ હોય છે. ૩. શાસ્ત્રમાં જે અનુષ્ઠાન જે સમયે, જે વિધિથી અને જે ભાવ જાળવીને કરવાનું કહ્યું હોય, તે જ પ્રકારે જે અનુષ્ઠાન કરવામાં આવે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનવાળા સાધકોને શાસ્ત્રનું સવિશેષ જ્ઞાન હોય છે અને તેઓ ક્રિયા કરતાં તેનો પૂર્ણ ઉપયોગ કરી શકે છે, તેથી તેઓ વચનના અનુસંધાનપૂર્વક સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે. ૪. શાસ્ત્રના અત્યંત દઢ સંસ્કારના કારણે ક્રિયા કરતી વખતે શાસ્ત્રવચનના સ્મરણ વિના ચન્દન ગંધન્યાયથી આત્માના સ્વભાવભૂત બનેલું અનુષ્ઠાન તે અસંગઅનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનના કાળમાં શાસ્ત્રવચનનાનુસાર ક્રિયા કરવા માટે પ્રયત્ન કરવો પડતો નથી; પરંતુ પૂર્વે કરેલ વચનાનુસારી સાધનાથી પ્રગટેલા પ્રબળ સંસ્કારોના કારણે સ્વાભાવિક જ તેવી પ્રવૃત્તિ થાય છે. આ ચાર પ્રકારના અનુષ્ઠાનમાં પ્રથમ બે અનુષ્ઠાન બાહ્ય દૃષ્ટિથી સરખા લાગે છે; પરંતુ સમજ અને શ્રદ્ધાના ભેદના કારણે બને અનુષ્ઠાનમાં ભેદ પડે છે. પ્રીતિઅનુષ્ઠાન કરતાં ભક્તિઅનુષ્ઠાનવાળાની આંતરિક ગુણોની સમજ અને શ્રદ્ધા વિશેષ પ્રકારની હોય છે, તેથી તેમની ક્રિયામાં પણ વિશેષતા આવે છે. બન્નેની રુચિનો આ ભેદ બન્નેના જ્ઞાનમાં રહેલી વિશેષતાને કારણે જ ઉત્પન્ન થાય છે. એ જ રીતે વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનવાળાની બાહ્યક્રિયા સરખી દેખાવા છતાં એકમાં શાસ્ત્રની સૂક્ષ્મ સમજ છે અને તત્પ્રેરિત ક્રિયા છે અને બીજામાં શાસ્ત્રબોધથી પણ આગળ વધી અનુભવજ્ઞાન છે અને તત્પ્રેરિત ક્રિયા છે. આમ અનુભવજ્ઞાનના કારણે અસંગ અનુષ્ઠાન પૂર્વના અનુષ્ઠાન કરતાં વિશેષ બને છે. આ રીતે ચારે અનુષ્ઠાનોનું અવલોકન કરવામાં આવે તો સ્પષ્ટ સમજાય તેવું છે કે જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિના કારણે જ ક્રિયાઓમાં પણ સૂક્ષ્મતા અને સુંદરતા આવે છે, એટલે આ ક્રિયાના ભેદો માત્ર જ્ઞાનથી નથી કે માત્ર ક્રિયાથી પણ નથી; પરંતુ જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયથી થયેલા સદ્-અનુષ્ઠાનના ભેદ છે. - સદ્અનુષ્ઠાનના આ પ્રકારો એ જ વાતનું સમર્થન કરે છે કે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ જ સર્વકર્મનો નાશ કરવા સમર્થ છે; પરંતુ માત્ર જ્ઞાનથી સર્વકર્મનો નાશ શક્ય નથી. ૪૧il. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ ગાથા-૪૨ જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ ગાથા - ૪૨-૪૩-૪૪ અવતરણિકા : શ્લોક ૩૪ થી માંડી અત્યાર સુધી વિવિધ રીતે જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય દર્શાવ્યા પછી હવે જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયનું ફળ જણાવે છે શ્લોક : ज्ञानें चैव' क्रियायां' चॅ, युगपद्विहितादर: । द्रव्यभावविशुद्धः सन्, प्रयोत्येव परं पदम् ॥ ४२ ॥ ૨૨૧ શબ્દાર્થ : ૧/૨. જ્ઞાને ઘ - જ્ઞાનમાં ૩/૪. ક્રિયાયાં હૈં - અને ક્રિયામાં /૬. યુપદ્ધિહિતાવર: વ - જેણે એકી સાથે આદર ધારણ કર્યો છે = એકી સાથે યત્ન કરવાવાળો જ ૭. દ્રવ્યમાવિશુદ્ધ: સન્ - દ્રવ્ય અને ભાવથી વિશુદ્ધ થતો ૮/૧. પરં પવમ્ - પરમપદને ૧૦/૧૧. પ્રયાતિ વ - પામે જ છે. શ્લોકાર્થ : જ્ઞાન અને ક્રિયામાં એકી સાથે યત્ન કરવાવાળો વ્યક્તિ જ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થતો પરમપદને પામે જ છે. ભાવાર્થ : જેઓ જ્ઞાન અને ક્રિયા બન્નેમાં એક સાથે યત્ન કરે છે, તેઓ સંવર અને નિર્જરા કરીને દ્રવ્યકર્મથી મુક્ત થવારૂપે દ્રવ્યશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને જ્ઞાન-ક્રિયા દ્વારા મોહનો નાશ કરતાં તેઓ ભાવથી શુદ્ધ થાય છે. આ રીતે ઉત્તરોત્તર દ્રવ્ય અને ભાવ શુદ્ધિને સાધતાં તેઓ છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. વિશેષાર્થ : શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે જ્ઞાન અને ક્રિયામાં એક સરખો આદર અને એક સરખો યત્ન હોવો અત્યંત જરૂરી છે. આવા આદરવાળા સાચા અર્થમાં એકમાત્ર મુનિઓ હોય છે. ગ્રહણશિક્ષા મેળવવા દ્વારા તેઓ જ્ઞાનમાં પ્રયત્નશીલ રહે છે, તો આસેવનશિક્ષા દ્વારા તેઓ ક્રિયામાં પ્રયત્નશીલ રહે છે. તેમનું શાસ્ત્રજ્ઞાન તેમને આત્મા અને તેના દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનો બોધ કરાવે છે, તો ક્રિયા તેમને પરભાવથી નિવૃત્ત કરી આત્મિક ગુણોમાં સ્થિર કરે છે. પ્રારંભિક કક્ષાના મુનિ ભગવંતો જ્ઞાનને અનુસાર પ્રવૃત્તિ ક૨વા યત્ન કરે છે, તો પણ કષાયો ક્યારેક તેમાં વિઘ્ન કરે છે, ત્યારે જ્ઞાન હોવા છતાં ક્રિયામાં ઊણપ દેખાય છે, પરંતુ મહાસાત્ત્વિક મુનિ ભગવંતો તો કષાયાદિને આધીન થયા વિના પ્રભુ આજ્ઞા અનુસાર સંયમનું પાલન કરે છે. ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતાં તેમનો મોહ નબળો પડે છે, તે કારણથી તેઓની ક્રિયાઓમાં વધુ સૂક્ષ્મતા આવે છે. જેના પરિણામે સૂક્ષ્મ પણ કષાયો નાશ પામે છે અને તેઓ ભાવથી વિશુદ્ધ વિશુદ્ધતર બનતા જાય છે. સાથોસાથ તેમના દ્રવ્ય કર્મોનો પણ નાશ થાય છે. For Personal & Private Use Only www.ahir ludhary.org/ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર આ રીતે જ્ઞાન અને ક્રિયામાં સરખો આદર જાળવનાર સાધક ક્રમશ:દ્રવ્યથી સર્વ કર્મનો અને ભાવથી મોહ આદિ ભાવોનો નાશ કરી દ્રવ્ય-ભાવથી વિશુદ્ધ થઈને પરમપદ પ્રાપ્ત કરે છે. આમ નિશ્ચિત છે કે જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયથી જ મોક્ષ મળે છે, માત્ર જ્ઞાન કે માત્રક્રિયાથી નહીં, તેથી જ્ઞાની માટે પણ ક્રિયા અતિ આવશ્યક છે. ૪રી/ અવતરણિકા : ક્રિયાયોગ અને જ્ઞાનયોગના સંયોગથી પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરવા પૂર્વક હવે અંતિમ બે શ્લોકો દ્વારા ક્રિયાયોગશુદ્ધિ અધિકારનો ઉપસંહાર કરે છેશ્લોક : क्रियाज्ञानसंयोगविश्रान्तचित्ताः,समुद्भूतनिर्बाधचारित्रवृत्ताः, नयोन्मेषनिर्णीतनिःशेषभावास्तपःशक्तिलब्धप्रसिद्धप्रभावाः ||४३ || भयक्रोधमायामदाज्ञाननिद्राप्रमादोज्झिताः शुद्धमुद्रा मुनीन्द्राः । यशःश्रीसमालिङ्गिता वादिदन्तिस्मयोच्छेदहर्यक्षतुल्या जयन्ति ||४४ || શબ્દાર્થ : 9. ક્રિયાજ્ઞાનસંયો વિશ્રાવિત્તા - ક્રિયા અને જ્ઞાનના સંયોગથી જેઓનું ચિત્ત વિશ્રાન્ત થયું છે ૨. સમુદ્વનિર્વાઘારિત્રવૃત્તા: - બાધા વિનાનું ચારિત્ર વ્રત જેઓને પ્રગટ થયું છે રૂ. નોજોપનિતનિઃશેષમાવા: - નયોની દૃષ્ટિ ખૂલવાથી જેમણે સંપૂર્ણ ભાવોનો નિર્ણય કર્યો છે ૪. તા:વિતથ્વપ્રસિદ્ધપ્રમાવા: - તપની શક્તિથી જેમણે પ્રસિદ્ધ પ્રભાવો પ્રાપ્ત કર્યા છે ૬. મયોધમાયામવીજ્ઞાનનિદ્રાકમાવ િતા: - જેઓ ભય, ક્રોધ, માયા, મદ, અજ્ઞાન, નિદ્રા કે પ્રમાદથી રહિત છે ૬. શુદ્ધ મુદ્રા: - જેઓ શુદ્ધમુદ્રાવાળા છે ૭. યશ શ્રીમત્મિક્તા: - યશરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયેલા ૮. વઢિન્તિભયોચ્છેદર્યક્ષતુલ્યા: - વાદીરૂપી હાથીના સ્મય = અભિમાનનો ઉચ્છેદ કરવામાં સિંહ જેવા ૨/૧૦. મુનીન્દ્રા: નત્તિ - મુનીન્દ્રો જય પામે છે. શ્લોકાર્થ/ભાવાર્થ : ૧. જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જેઓનું ચિત્ત વિશ્રાન્ત થયું છે, ૨. નિરાબાધ = નિરતિચાર ચારિત્ર વ્રત જેમને પ્રગટ થયું છે, ૩. નયની દૃષ્ટિ ખૂલવાથી જેઓએ દરેક પદાર્થના સંપૂર્ણભાવોને નિર્ણાત કર્યા છે = જેઓ દરેક પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણે છે, ૪. તપની શક્તિથી જે ઓએ ચારે કોર પ્રસિદ્ધ પ્રભાવ પ્રાપ્ત કર્યો છે, ૫. જેઓ ભય-ક્રોધ-માયા-મદ-અજ્ઞાન-નિદ્રા-પ્રમાદ આદિ કાષાયિક ભાવોથી મુક્ત છે, ૯. જેઓ શુદ્ધમુદ્રાને ધારણ કરે છે, ૭. જેઓને યશ રૂપી લક્ષ્મીએ આલિંગન કર્યુ છે = જેઓનો યશ ત્રણે લોકમાં ફેલાયેલો છે તથા ૮. જેઓ વાદીરૂપી હાથીઓના મદને ઉતારવામાં સિંહ જેવા છે, તે મુનીન્દ્રો જય પામે છે. વિશેષાર્થ : ગ્રંથકારશ્રી “ક્રિયાયોગશુદ્ધિ' અધિકારના અંતિમ બે શ્લોક દ્વારા જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સુભગ સમાગમવાળા મુનિ ભગવંતો કેવા વિશિષ્ટ હોય છે અને તેઓને કેવી ઋદ્ધિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ - ગાથા-૪૩-૪૪ ૨૨૩ તે જણાવી, સમ્યગુ-જ્ઞાનપૂર્વકની ક્રિયાનું મહત્ત્વ દર્શાવી રહ્યા છે. આ જગતમાં મુનિભગવંતો સિવાયના સર્વ જીવોનું ચિત્ત સતત બાહ્ય પદાર્થો વિષયક ઉત્સુકતા અને કુતુહલવૃત્તિથી ઘેરાયેલું હોવાને કારણે ગ્રાન્ત-થાકેલું રહેતું હોય છે. જ્યારે જ્ઞાનયોગ અને ક્રિયાયોગસંપન્ન મુનિ ભગવંતોનું ચિત્ત આવા ખળભળાટથી મુક્ત સ્થિર સમુદ્ર જેવું શાંત અને ગંભીર હોય છે. આત્મિક આનંદ માણ્યો હોવાથી તેઓ પરભાવ પ્રત્યે અત્યંત ઉદાસીન રહેતા હોય છે. જેના કારણે ગમે તેવા નિમિત્તો વચ્ચે પણ તેમના ચિત્તમાં ક્યાંય રાગાદિજન્ય વિકૃતભાવો થતા નથી; પરંતુ વિપરીત સંયોગોમાં પણ તેમનું ચિત્ત ઉપશમભાવના આનંદને અનુભવતું હોય છે. આવા ચિત્તમાં ક્યારેય શ્રમનો અનુભવ થતો નથી. તત્ત્વની સ્પર્ધાત્મક વિચારણાઓથી તે ચિત્ત સતત ફુર્તિવાળુ તથા વિશ્રાન્ત એટલે કે થાક, ગ્લાનિ, હતાશાથી રહિત તરો તાજું (fresh) રહેતું હોય છે. આ યોગીઓમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની એક આગવી સૂઝ હોય છે. જેના દ્વારા તેઓ વ્રત, નિયમ, ઔચિત્ય, આવશ્યક ક્રિયા આદિ સૂક્ષ્મ અતિચારોને અને આત્મિક સુખની પ્રાપ્તિમાં બાધક બનનારા દોષો તથા દુર્ગુણોને સારી રીતે ઓળખે છે. વળી, આત્મસ્પર્શી ક્રિયાઓ દ્વારા તેઓ આ દોષોની દુઃખકારિતાને સ્વયં સંવેદે પણ છે. આવો બોધ અને આવી સંવેદનાઓ અનુસાર તેઓ દૃઢ પ્રયત્ન કરી પોતાની સર્વ પ્રવૃત્તિઓને નિર્મળ અને નિરતિચાર બનાવે છે. છઠ્ઠા ગુણસ્થાનકના ઉપરના કંડકોમાં કે સાતમાં ગુણસ્થાનકમાં વર્તતા આ મહાત્માઓ પોતાના ચારિત્રને ઉત્તરોત્તર વિશુદ્ધ બનાવીને સતત આત્મિક આનંદની અનુભૂતિ કરતાં કરતાં છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. અનુભવાત્મક જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સમાગમથી આ યોગીમાં વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ખીલે છે, તેઓ દરેક દૃષ્ટિકોણથી પદાર્થને વિચારી શકે છે. જ્યાં સુધી જીવ એક દૃષ્ટિકોણથી વસ્તુને જાણવા પ્રયત્ન કરે છે ત્યાં સુધી તે પરસ્પર વાદ-વિવાદથી કદર્થના અને વિડંબના જ પ્રાપ્ત કરે છે; પરંતુ સર્વ નયોની દૃષ્ટિને સ્વીકારવાથી યોગીઓના ચિત્તમાં આવી કદર્થનાઓનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. નિષ્પક્ષપાતી હોવાથી આ યોગીઓ સમભાવ અને મધ્યસ્થપણાના સુખનો અનુભવ કરી શકે છે. વળી પોતાની વાતની પક્કડ કે કોઈપણ પ્રકારનો કદાગ્રહ ન હોવાને કારણે તેઓને અન્ય લોકોની જેમ અહંકારની પીડા થતી નથી. આવા મહાત્માઓ જ સર્વજ્ઞના સ્યાદ્વાદગર્ભિત ભાવોના રહસ્યને પામી શકે છે અને તેને પ્રકાશિત કરી અનેકનું કલ્યાણ કરી શકે છે. સૂક્ષ્મ બોધ હોવાથી તેઓ ક્યારેય પણ પોતાના લક્ષ્યને ભૂલતા નથી અને સદા પરમ આનંદથી ભરપૂર હોય છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની જેમ આ યોગીઓમાં વીર્યાન્તરાયનો પણ ચિંતવી ન શકાય તેવો ક્ષયોપશમ પ્રગટે છે અને તેથી તપના પ્રભાવે તેમનામાં અનંતી શક્તિનો ઉઘાડ થાય છે. લોકોને આશ્ચર્ય પમાડે તેવી અણિમા, લધિમા, ગરિમા જેવી અનેક લબ્ધિઓ કોઈ પ્રયત્ન વિના સહજ સિદ્ધ થાય છે. આકાશમાં ઊડવાની, ચાલવાની, સૂર્યકિરણને પકડીને ચઢવાની વગેરે અનેક શક્તિઓ પ્રગટે છે. તેમના કફ, ઝાડો, કાન-ન શરીરના અવયવોમાં ઉત્પન્ન થતો મળ તથા તેમના હાથ આદિ અંગોનો સ્પર્શ આદિ પણ ઔષધિરૂપ બની જાય છે. આવી આવી અનેક લબ્ધિ-સમૃદ્ધિની પ્રાપ્તિ તે યોગનો જ પ્રભાવ છે. આશ્ચર્યની વાત એ છે કે આવી લબ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તેનો ઉપયોગ કરવાની તેમને ઇચ્છા માત્ર થતી નથી. તપ દ્વારા આવી ચમત્કારિક For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર શક્તિઓ પ્રગટવાને કારણે આ મહાત્માઓ ગૌતમ આદિ મહામુનિઓની જેમ ચોતરફ પ્રસિદ્ધિ પામે છે. આત્મિક આનંદની અનુભૂતિપૂર્વકના જ્ઞાનયોગ અને ક્રિયાયોગની આરાધનાથી યોગી સ્થિતપ્રજ્ઞભાવને પ્રાપ્ત કરે છે. રાગ-દ્વેષ પ્રેરક કોઈપણ નિમિત્ત ઊભા થાય તોપણ આ મહાત્મા ક્રોધાદિને આધીન થતા નથી. તદુપરાંત ભય, શોક, જુગુપ્સા, હાસ્ય, રતિ, અરતિ આદિ નોકષાયો કે અજ્ઞાન, નિદ્રા આદિ પ્રમાદને પણ આવા યોગીઓના ચિત્તમાં કોઈ સ્થાન મળતું નથી પ્રમાદ આદિથી મુક્ત હોવાને કારણે આ મહાત્માઓની મુદ્રા શુદ્ધ હોય છે અર્થાત્ તેઓ સૌમ્ય આકૃતિ ધરાવતા હોય છે, તેમનું મુખ સદા સુપ્રસન્ન હોય છે, નેત્રો નિર્વિકારી હોય છે, વાણી ગંભીર હોય છે, ચાલ ધીરતા ભરેલી હોય છે, તેમની એકપણ પ્રવૃત્તિ કાષાયિક ભાવોથી ખરડાયેલી હોતી નથી. કહેવાય છે કે કોટરમાં અગ્નિ બળતો હોય તો વૃક્ષ ક્યારેય પણ લીલુંછમ રહી શકતું નથી. તેમ અંદરમાં કષાયાદિ દોષો પડ્યા હોય તો તે બોલચાલમાં વર્તાયા વિના રહેતા નથી. જ્ઞાન-ક્રિયામાં મગ્ન આ મહાત્માના કષાયો શાંત થઈ જવાના કારણે જ તેમની મુદ્રા શાંત-પ્રશાંત અને સૌમ્યભાવથી યુક્ત હોય છે. આ યોગીઓનો પુણ્યપ્રભાવ પણ પ્રબળ કોટિનો હોય છે અને કષાયોથી પર હોવાને કારણે તેમનું સર્વત્ર ઔચિત્ય પણ અજોડ કોટિનું હોય છે, જેના કારણે તેમનો યશ દિગ-દિગંત સુધી ફેલાયેલો હોય છે. યશ-કીર્તિ માટે તેઓ ક્યારે પણ યત્ન કરતાં નથી. કોઈ પોતાની યશોગાથા ગાય તેવું ઇચ્છતા પણ ન એટલે કે યશરૂપી લક્ષ્મી તેમનો છેડો છોડતી નથી, તેમની સાથે ને સાથે જ રહે છે. “પ્રશ:શ્રી’ શબ્દના પ્રયોગ દ્વારા ગ્રંથકારશ્રીએ પૂર્વના અધિકારની જેમ અહીં પણ પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. સન્શાસ્ત્રના અભ્યાસથી પણ આગળ વધી જેઓએ અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ક્રિયાયોગની સાધના દ્વારા જેઓ મોક્ષમાર્ગને સ્પષ્ટપણે જાણે છે અને માણે છે તેવા આ મહાપુરુષોની કરુણા પણ ન કલ્પી શકાય તેવી છે. જે પરવાદીઓ મિથ્યાભિમાનવાળા છે, કુયુક્તિઓ દ્વારા જેઓ ભોળા લોકોને ભરમાવી ઉન્માર્ગે લઈ જઈ રહ્યા છે તેવા પરવાદીઓને આ યોગીઓ સામેથી આહ્વાન કરી તેમની કુયુક્તિઓને કચડી નાંખે છે અને સુયુક્તિઓનું સ્થાપન કરે છે. તે દ્વારા તેઓ મુગ્ધ જીવોને ઉન્માર્ગથી ઉગારે છે અને તેમને સન્માર્ગમાં સ્થાપીને પરમ સુખનો માર્ગ ચીંધી અનંત સુખના સ્વામી બનાવે છે. આવા અનેક વિશિષ્ટ ગુણોના કારણે જ આ યોગીઓ બાહ્યશત્રુરૂપ પરવાદી આદિને જીતીને બાહ્ય જગતમાં વિજયની વરમાળા વરે છે તથા કાષાયિકભાવરૂપ આંતર શત્રુઓને જીતીને આંતરિક દુનિયામાં વિજયવંતા બને છે. જ્ઞાન અને ક્રિયાના સંયોગવાળા મુનિઓ' ન કહેતાં ક્રિયા અને જ્ઞાનના સંયોગવાળા મુનિઓ આવા ગુણોથી યુક્ત છે તેમ કહેવા દ્વારા “ક્રિયાયોગશુદ્ધિ' નામના આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ ક્રિયાની મહત્તા પણ જણાવી અને સાથોસાથ સમતાદિ ગુણોનો આનંદ જેમણે માણવો હોય તેમણે સમ્યગુજ્ઞાન અને સમ્મક્રિયામાં યત્ન કરવો જોઈએ તેવો નિર્દેશ પણ કર્યો. //૪૩-૪૪ો ।। इति अध्यात्मोपनिषत्प्रकरणे क्रियायोगशुद्धिनामा तृतीयोऽधिकारः ।। For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજે. ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષ ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी । મનઃસંનિદિતં દૃષ્ટ, સ્પરંતુ સમતાસુરમ્ IIS/રૂાા - अध्यात्मसारे समताधिकारे સુખ સૌનું લક્ષ્ય છે, પણ વાસ્તવિક સુખ ક્યાં છે તે ખબર ન હોવાથી સૌ અલગ-અલગ દિશામાં દોડ્યા કરે છે. શાસ્ત્રયોગ તે વાસ્તવિક સુખની દિશા ચીંધે છે, તો જ્ઞાનયોગ તે સુખનું અનુભૂતિપૂર્વકનું જ્ઞાન કરાવે છે, જ્યારે ક્રિયાયોગ તે સુખને પામવાનો પ્રામાણિક પ્રયત્ન છે. આ ત્રણે યોગો સુખનાં સાધનો છે; જ્યારે સામ્યયોગ તો સ્વયં સુખાનુભૂતિ છે, તે સાધનાની કેડીનું ગન્તવ્ય છે. સામ્યયોગ એટલે સમતાસુખની સાથે આત્માનું કાયમી જોડાણ. આવા જોડાણથી પ્રાપ્ત થતી આત્મિક શુદ્ધિ તે “સામ્યયોગશુદ્ધિ,' આત્મિકશુદ્ધિનું જ્ઞાનયોગ અને ક્રિયાયોગ પછીનું ચોથું સોપાન. આત્માના સ્વરૂપનું અને તેની કર્મકૃત વિરૂપતાનું જ્ઞાન મેળવી, શુદ્ધ આત્મસ્વરૂપને અનુકૂળ પ્રવૃત્તિઓ આદરી તથા તેને પ્રતિકૂળ બને તેવી અનુચિત અશુભ પ્રવૃત્તિઓને અંકુશમાં લઈ, દરેક પરિસ્થિતિનો સહજભાવે સ્વીકાર કરી લેવો, એટલે કે કર્માનુસાર જે મળે સુખ કે દુઃખ, સંપત્તિ કે વિપત્તિ, માન કે અપમાન, લાભ કે નુકસાન, ઈષ્ટ કે અનિષ્ટ, જય કે પરાજય..!! તે સર્વેને ગમા-અણગમા કે રાગ-દ્વેષ આદિના દ્વન્દ વિના નિર્ધન્વભાવે સહજતાથી સ્વીકારી લેવા. કોઈપણ પ્રકારની ઉત્સુકતા, દુર્ભાવ, ભય, શોક કે આકર્ષણની લાગણીઓની અસર નીચે તણાયા વગર બાહ્ય કે અંતરંગ પરિસ્થિતિમાંથી વિહુવળ થયા વિના પસાર થઈ જવું, તેનું જ નામ “સમતા'. જન્મ-જન્માંતરથી સંચિત વિભાવદશાના સંસ્કારો, વાસનાઓ, વિચિત્ર આવેગો કે રાગાદિના વિકારોના થર સામ્યયોગની પ્રાપ્તિ વિના નિર્મળ કરવા અશક્ય છે, તેથી જ “સામ્યયોગ' એ સાધનાની ધરી છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર સમતાને સમજવી સહેલી છે, પરંતુ તેને સાધવી અતિ કપરી છે. પ્રભુવચનની અડગ શ્રદ્ધા, પ્રભુવચનનો આત્મસાત્ બનેલો તલસ્પર્શી બોધ અને પ્રભુવચનની અણિશુદ્ધ આચરણા કર્યા વિના સમતાની પ્રાપ્તિ એક સોહામણું સપનું જ રહે છે. સૂક્ષ્મબોધરૂપ જ્ઞાનયોગ અને સુંદર આચરણારૂપ ક્રિયાયોગ દ્વારા જ સામ્યયોગ સિદ્ધ થાય છે, તેથી એક અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી તે ભિન્ન છે. જ્યારે બીજી અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનયોગ પણ રાગાદિ - રહિત શુદ્ધબોધરૂપ છે. ક્રિયાયોગ પણ રાગાદિ - રહિત શુદ્ધવીર્યને સ્વરૂપ પ્રાગટ્યની દિશામાં પ્રવર્તાવવારૂપ છે અને સામ્યયોગ તો સ્પષ્ટપણે રાગાદિ દ્વન્દ્ર - રહિત નિર્ટન્દ્રભાવ સ્વરૂપ છે, તેથી આ રીતે સામ્યયોગ એ જ્ઞાનયોગ કે ક્રિયાયોગથી ભિન્ન નથી, પણ તેમાં સમાયેલો જ છે. આ સ્વરૂપે તો સામ્યયોગની પ્રાપ્તિમાં જ જ્ઞાનયોગ કે ક્રિયાયોગની સફળતા છે. આમ સામ્યયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી કોઈક અપેક્ષાએ જુદો છે તો કોઈક અપેક્ષાએ એકરૂપ પણ છે. આથી જ જે મોક્ષમાર્ગને ગ્રંથકારશ્રીએ અપેક્ષાએ શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગની શુદ્ધિસ્વરૂપે દર્શાવ્યો છે, તે જ મોક્ષમાર્ગને અન્ય અપેક્ષાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ:' એ સૂત્ર દ્વારા માત્ર જ્ઞાન અને ક્રિયાસ્વરૂપે પણ દર્શાવાયો છે. આગામોમાં ઠેર ઠેર મૃતધર્મ અને ચારિત્રધર્મરૂપે મોક્ષમાર્ગ બતાવાયો છે. તે પણ જ્ઞાન-ક્રિયારૂપ છે. આ રીતે જ્યાં જ્યાં આત્મિક શદ્ધિનો માર્ગ જ્ઞાન-ક્રિયાસ્વરૂપે વર્ણવાયો છે ત્યાં ત્યાં સામ્યયોગ તે બન્નેથી ભિન્ન નહિ રહે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપ જ સામ્યયોગ બની જશે. ગ્રંથના આટલા પરિશીલન પરથી એટલું સ્પષ્ટ થઈ ચુક્યું છે કે, ચારે શુદ્ધિઓ પરસ્પર સંકળાયેલી છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ વિચારીએ તો જે અપુનબંધક કક્ષામાં “સંસારથી છૂટવાનો ઉપાય શું ?” આવી તાત્વિક જિજ્ઞાસાથી શાસ્ત્રયોગનો પ્રારંભ મનાય છે તે જ અપુનબંધક કક્ષામાં પ્રારંભિક જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગ પણ સાથે જ રહેલા હોય છે. એક બીજા સાથે સુમેળ હોવાથી જ્ઞાનયોગ અને ક્રિયાયોગની જેમ સામ્યયોગ પણ અનેકવિધ તરતમતા ધરાવે છે; છતાં આ અધિકારમાં ગ્રંથકારે તે બીજરૂપ કે તેથી થોડા વિકસિત અંકુર, પ્રરોહ વગેરે સ્વરૂપ સામ્યયોગને મુખ્ય ન ગણતાં લગભગ સર્વ શ્લોકોમાં મુખ્યત્વે નિર્વિકલ્પ અવસ્થામાં કે અસંગ અનુષ્ઠાનના કાળમાં વર્તતા શ્રેષ્ઠ સામ્યભાવનું જ વર્ણન કર્યું હોય તેવું જણાય છે. આજે આપણા માટે ભૌતિક સુખોની પરાકાષ્ઠાવાળું સ્વર્ગનું સુખ માણવું તે પણ બહુ દૂરની વાત છે અને ભૌતિક એક પણ પદાર્થ ન હોવા છતાં આત્મસાતું થતું મોક્ષનું સુખ માણવું તે તો અતિ અતિ દૂરની વાત છે; પરંતુ ચિત્તની For Personal & Private Use Only www jainelibrary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશિકા ૨૨૯ પ્રસન્નતા આદિ રૂપ સમતાભાવનું નિર્લેન્દ્ર સુખ માણવું જરા પણ દુર્લભ નથી. આપણી પ્રાથમિક સાધનાદશામાં પણ તે તો આપણા મનમાં રહેલું હોવાથી અતિ નિકટ અને સ્વાનુભવથી સિદ્ધ બની શકે તેવું વાસ્તવિક સુખ છે, તેથી આ અધિકારનું અધ્યયન-અધ્યાપન કરી સાધકોએ આ વિષમકાળમાં પણ જેની પ્રાપ્તિ અને અનુભૂતિ શક્ય છે તેવા સમતાસુખને પામવા, માણવા માટે નિર્વિકલ્પ અવસ્થાના લક્ષ્યપૂર્વક જ્ઞાનયોગ અને ક્રિયાયોગમાં નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ અથથી ઈતિ સુધી ઉપજાતિ છન્દના ગેય શ્લોકો દ્વારા માત્ર સામ્યયોગ-સમતાયોગનું જ વર્ણન કર્યું છે. જેમાં પ્રથમ શ્લોકમાં મોક્ષમાર્ગની નિરાબાધ ગતિ માટે સામ્યભાવની ઉપયોગિતાને વર્ણવી છે. બીજા શ્લોકમાં પ્રત્યેક સાધક માટે ઉપયોગી બને તેવા સામ્યભાવની પ્રાપ્તિના ઉપાયો દર્શાવ્યા છે, તો ત્રીજાથી પાંચમા શ્લોક સુધી સામ્યભાવસંપન્ન યોગીની વિશેષતા જણાવી છે. અનેકવિધ સામ્યભાવમાંથી સુબુદ્ધિ કેવા સામ્યભાવને પોતાનું લક્ષ્ય બનાવે છે તે છઠ્ઠા શ્લોકમાં બતાવી, તેની પ્રાપ્તિ ક્યારે થાય તે સાતમા શ્લોકમાં પ્રદર્શિત કર્યું છે. સમતા વિના સામાયિક નથી કે પરમાત્માના દર્શન પણ નથી અને એક માત્ર સમતાથી છેક મોક્ષ સુધી પહોંચી શકાય છે, તેવી રસપ્રદ વાતો શ્લોક આઠથી દસ સુધી કરી છે. સમતા વિના શું નુકસાન છે અને સમતાથી કેવા ફાયદા થાય છે તે સર્વે વાતો અગીયારમાથી ચૌદમા શ્લોક સુધી સ્પષ્ટ કરી છે. શ્રીદમદન્તમુનિ, શ્રીનમિરાજર્ષિ, શ્રીસ્કન્ધકસૂરિના શિષ્યો, શ્રીમેતાર્યમુનિ, શ્રીગજસુકુમાલમુનિ, શ્રીઅર્ણિકાપુત્ર આચાર્ય, શ્રીદઢપ્રહારીજી, માતા મરુદેવા આદિની અજોડ સમતાનું વર્ણન પંદરથી બાવીસ સુધીના મનનીય શ્લોકોમાં કર્યું છે. પ્રાંતે સામ્યભાવવાળો સાધક દીનતા આદિનો અનુભવ કર્યા વિના કેવી રીતે આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરી પરમ સુખી થાય છે તે હરિણી છન્દમાં રચાયેલ ગ્રંથના અંતિમ શ્લોકમાં પ્રદર્શિત કર્યું છે. આ સર્વ શ્લોકોનું આત્મસ્પર્શી ચિંતન કરી સૌ કોઈ સામ્યયોગની પ્રાપ્તિ દ્વારા આત્મસાધનાને સફળ કરી આત્મિક સુખના ભોક્તા બને એ જ એક શભાભિલાષા... For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષ ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર વિષયાનુજ શ્લોક નં. ક્રમ વિષય ૧. સમતાના સમ્યગુ ઉપાયો-જ્ઞાન અને ક્રિયા લોકોત્તર સમતા કોનામાં ? ૩. સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ૪. સુબુદ્ધિનું લક્ષ્ય - ઉત્તમ સામ્યભાવ ભેદજ્ઞાન પછી જ સંપૂર્ણ સમતાની પ્રાપ્તિ ૩ થી ૫ | સામાયિકની શુદ્ધતા - સમતાભાવમાં ૯-૧૦ * ૧૧ સમતાનું માહાભ્ય કષાયના અગ્નિને શમાવનારું સમતાનું પૂર ૯. જ્ઞાનયોગી માટે પણ સમતા આવશ્યક ક્રિયાયોગી માટે પણ સમતા આવશ્યક ૧૧. અજોડ સમતા ધારીઓનું સ્મરણ-કીર્તન ૧૨ ૧૦. ૧૩-૧૪ ૧૫ થી ૨૨ ૧૨. ઉપસંહાર ૨૩ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સામ્યયોગશુદ્ધિ-અધિકાર ऐं नमः સમતાના સમ્યગૂ ઉપાયો – જ્ઞાન અને ક્રિયા ગાથા-૧ અવતરણિકા : સમ્યગુજ્ઞાન અને સમ્યક્રક્રિયાનું આસેવન કરતાં જે સામ્ય પ્રગટે છે તે સામ્ય શું છે અને તે સામ્યયોગ દ્વારા સાધક કેવા પ્રકારની આત્મશુદ્ધિ અને સુખને અનુભવે છે, તેનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી હવે ચોથા સામ્યયોગશુદ્ધિ અધિકારનો પ્રારંભ કરે છેશ્લોક : ज्ञानक्रियाश्वद्वययुक्तसाम्यरथाधिरूढः शिवमार्गगामी । ને પ્રાપૂ દગારતીનાં કનોડેનુપાનવર્જિનૈતિ' II શબ્દાર્થ : ૧/ર/રૂ. અનુપાન નન: ફુવ - પગરખાં વગરનો માણસ જેમ ૪, પ્રામQ:ટનારતીનાં - ગામ-નગરના કાંટાથી ઉત્પન્ન થતી અરતિની ૧/૬. ર્નિમ્ તિ - પીડાને પામે છે (રિ તુ રથાધિરૂઢ: ર્નિમ્ નૈતિ) - (પરંતુ રથમાં રહેલો માણસ પીડાને પામતો નથી) ૭. જ્ઞાનક્રિયાશ્વયયુવતસાગરથાધિરૂઢ: - (તેમ) જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાઓથી યુક્ત એવા સમતારૂપી રથમાં આરૂઢ થયેલ ૮, શિવમf Tી - મોક્ષમાર્ગગામી યોગી છે. (ક્ષત્તિમ) R (ત) - પીડાને - આર્તધ્યાનને પામતો નથી. શ્લોકાર્થ : પગરખાં વગરનો માણસ જેમ ગામ કે નગરના કાંટાથી ઉત્પન્ન થતી અરતિની પીડાને પામે છે, પરંતુ રથમાં બેઠેલા માણસને આવી પીડા થતી નથી) તેમ જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાઓથી યુક્ત સમતારૂપી રથમાં આરૂઢ થયેલા મોક્ષગામી યોગીને પણ કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન થતી નથી. ભાવાર્થ : પગરખાં પહેર્યા વિનાના પથિકને એક ગામથી બીજે ગામ જતાં, રસ્તામાં કાંટા, કાંકરા વગેરે વાગે છે અને તેનાથી તેને પીડા પણ થાય છે; પરંતુ આ જ મુસાફર જો રથારૂઢ થઈને જાય તો તેને કાંટા વાગવાની કે પીડા થવાની કોઈ સંભાવના જ રહેતી નથી. તેની જેમ મોક્ષમાર્ગના મુસાફરને મોક્ષના માર્ગે આગળ વધવા તપ, સંયમ આદિ શુભાનુષ્ઠાનોનો સહારો લેવો પડે છે. ત્યારે જેઓ જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપી બે અશ્વોથી અલંકૃત સમતારૂપી રથમાં આરૂઢ ન હોય તેઓને સુધા-પિપાસા આદિ પરિષહો પરેશાન કરે છે; પરંતુ જેઓ જ્ઞાનયોગક્રિયાયોગરૂપ ઘોડાઓથી જોડાયેલા સમતારૂપી રથ ઉપર આરૂઢ થઈ જાય છે, તેઓને આ સુધાદિ પરિષદોથી કોઈ અરતિ થતી નથી. તેઓ સુખભર પોતાના શુદ્ધસ્વરૂપને પામવાની મંઝિલ સુધી પહોંચી શકે છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : જ્ઞાન અને ક્રિયાના અભ્યાસથી આત્મામાં સામ્યયોગ' પ્રગટે છે, જેના કારણે અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ પરિસ્થિતિમાં સાધકનું ચિત્ત સ્વસ્થ રહે છે. સામ્યયોગથી પ્રગટેલી આ ચિત્તની સ્વસ્થતા જ સાધકને પ્રારંભિક કક્ષાના આત્મિકસુખથી માંડી ચરમ કક્ષાના આત્મિકસુખ સુધી પહોંચાડી શકે છે. આથી જ સાધના ક્ષેત્રમાં સામ્યયોગનું ખૂબ મહત્ત્વ છે. સામ્યયોગપૂર્વક કરાયેલ તપ, જપ, સ્વાધ્યાય કે સંયમનાં અનુષ્ઠાનો જે સુખ આપે છે, તે સુખ સામ્યયોગ વિના કરેલાં તપ, ત્યાગાદિ અનુષ્ઠાનો આપી શકતાં નથી, માટે જ જેને આત્મિકસુખ માણવું હોય તેણે સામ્યયોગને સમજવો અને અપનાવવો અતિ જરૂરી છે, કેમ કે પ્રાપ્ત થયેલા સામ્યયોગના સહારે જ સાધક ૨થમાં બેઠેલા મુસાફરની જેમ રિત-અતિની પીડાનો અનુભવ કર્યા વિના સહેલાઈથી મોક્ષમાર્ગની મુસાફરી કરી શકે છે. જેમ એક ગામ કે નગરથી બીજા ગામ કે નગર તરફ જતો મુસાફર જો ખુલ્લા પગે જોડાં પહેર્યા વગર ચાલતો હોય તો તેને પગમાં કાંટા, કાંકરા વાગે છે અને તેનાથી તેને અતિની પીડારૂપ આર્દ્રધ્યાન પણ થાય છે; પરંતુ આ જ પથિક જો રથમાં બેસી મુસાફરી કરે તો તેને કાંટા આદિથી પીડા થવાનો કોઈ સવાલ જ રહેતો નથી. તે આરામથી પોતાના ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. તેમ જ્ઞાન અને તપ-સંયમ આદિની ક્રિયારૂપ બે અશ્વોથી અલંકૃત સામ્યયોગરૂપી રથ પર આરૂઢ થયેલો સાધક પણ કોઈપણ પ્રકારની આંતરિક પીડા વિના છેક પોતાના ઇષ્ટ એવા મોક્ષ નગરે પહોંચી શકે છે. સજ્ઞાન અને સત્આક્રિયા, આ બન્ને સામ્યયોગની પ્રાપ્તિનાં મૂળ કારણો છે, તેથી સામ્યયોગરૂપી રથ, જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વોથી ચાલે છે એમ કહેવાય છે. તેમાં જ્ઞાન દ્વારા સાધકને પોતાનું અને પરનું સ્વરૂપ શું છે અને વિરૂપ શું છે ? તે સમજાય છે તથા વિરૂપથી મુક્ત કરી સ્વરૂપને પ્રગટાવનાર સાધના માર્ગનો યથાર્થ બોધ થાય છે. હું કોણ છું - કોણ નથી ? મારું સ્વરૂપ કેવું છે- કેવું નથી ? મારો સ્વભાવ શું છે - વિભાવ શું છે ? મારા માટે સુખકા૨ક શું છે અને દુઃખકારક શું છે ? હિતકર શું છે અને અહિતકર શું છે ? તે સમજાય છે, તેથી નશ્વર એવા બાહ્ય વિષયોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી તેને કોઈ અસર થતી નથી. જ્ઞાનયોગ દ્વારા તે બરાબર જાણે અને અનુભવે છે કે, ‘હું આત્મા છું, જ્ઞાન મારો ગુણ છે, સુખ મારો સ્વભાવ છે, બાહ્ય વિષયો મારા સુખ-દુ:ખનાં સાધનો નથી.' પ્રાથમિક કક્ષાના જ્ઞાનયોગીને પણ પૌદ્ગલિક સુખ-દુઃખમાં અનુભવાતી શાતા-અશાતાના પ્રસંગે થાય છે કે, ‘કર્મોના સંયોગને કારણે મને આ બધું સુખકારક કે દુઃખકારક લાગે છે, તેમાં સારા-નરસાનો ભેદભાવ ઉત્પન્ન થાય છે, પણ આ મારો સ્વભાવ નથી, વિભાવ છે. બાહ્ય વિષયોથી થતી આવી અસરોથી મુક્ત થયા વિના મારો સ્વભાવ પ્રગટશે નહીં. બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ તોડવાનો ઉત્તમ ઉપાય સક્રિયાઓ જ છે. આ સન્ક્રિયાઓ જ મને વિભાવથી વેગળો કરી સ્વભાવમાં સ્થિર થવામાં 1. સામ્યયોગ, સામ્યભાવ, સમતાયોગ, સમતાભાવ, સામ્ય, સમતા, સમભાવ આ દરેક શબ્દ સામ્યયોગને દર્શાવે છે. ‘સમાધિ’ શબ્દ પણ સામ્યયોગને જ સૂચવે છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિનું ફળ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સાત્ત્વિક કોટિની સુખશાંતિ, સંતોષ, માનસિક સંતાપનો અભાવ, આત્મિક આનંદની અનુભૂતિ, શુભધ્યાન, રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વોની નિવૃત્તિ કે આત્માની પ્રસન્નતા આ સર્વે પણ સામ્યયોગના જ પર્યાયો છે. For Personal & Private Use Only www.airtelitary.org Page #246 -------------------------------------------------------------------------- ________________ સમતાના સમ્યગુ ઉપાયો – જ્ઞાન અને ક્રિયા - ગાથા-૧ ૨૩૩ સહાયક બનશે.” જીવનને સમ્યગુ દિશામાં લઈ જાય તેવો આ બોધ, જ્ઞાનયોગના સાધકને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે અને તેના પરિણામે સાધક ક્ષમા, નમ્રતા, સંતોષ, નિ:સ્પૃહતા આદિ આત્મિક ગુણસંપત્તિને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક તપ-સંયમ કે ધ્યાનાદિમાં સુદઢ યત્ન કરવા લાગે છે. તપાદિ ક્રિયામાં યત્ન કરતાં સાધકને આત્મિક ગુણોની વિશેષ ઝાંખી થવા લાગે છે, જે તેના માટે અતિ આનંદદાયક અનુભૂતિ બની રહે છે. આ અનુભૂતિના કારણે પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન સંવેદના અને પ્રતીતિનો વિષય બને છે. પરિણામે તેને આત્મા સિવાયના સર્વ જડ પદાર્થો પરાયા અને પોતાના સુખ-દુ:ખના અકારણ લાગે છે અને તે તેનાથી પ્રગટતા રતિ-અરતિના ભાવોથી મુક્ત થતો જાય છે. જીવોનું પણ આકૃતિ અને પ્રકૃતિનું વૈવિધ્ય કર્મકૃત છે એવું સમજાતાં સાધક માટે કર્મક્ત ગુણ કે દોષ ઉપેક્ષણીય બની જાય છે અને કર્મરહિતરૂપે તેને સર્વ જીવો પણ સમાન જણાય છે, તેથી તેને કોઈ જીવ પોતાનો કે પરાયો, ઊંચો કે નીચો, અનુકૂળ કે પ્રતિકૂળ જણાતો નથી. આમ જ્ઞાન અને ક્રિયાના સહારે સાધક ધીરે ધીરે સાનુકૂળ કે પ્રતિકૂળ એવા સર્વ જીવો કે અજીવો પ્રત્યે સમાનવૃત્તિવાળો બને છે. તે પછી કદાચ કર્મોદયથી શરીરકૃત અશાતા આદિ થાય તોપણ શાતા કે અશાતા, સુખ કે દુ:ખ પ્રત્યે પણ સમાનવૃત્તિ ધારણ કરનારા આ સાધકને તેનાથી આર્તધ્યાન જેવી કોઈ પીડા થતી નથી. ઇષ્ટ વિષયો સન્મુખ આવતાં તેને રાગ કે રતિ થતાં નથી અને અનિષ્ટ વિષયો પ્રાપ્ત થતાં તેને દ્વેષ કે અરતિ-અણગમો થતાં નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી કે સંયોગોથી તેના ચિત્તમાં કોઈ વ્યથા કે વિહ્વળતાનો ઉદ્ભવ થતો નથી. જ્ઞાન અને ક્રિયા દ્વારા શુદ્ધ આત્મિકભાવોમાં જ લીન બનેલો તે સાધક સામ્યભાવમાં આરૂઢ થયેલો હોવાથી દરેક પરિસ્થિતિમાં તેનું મોક્ષ તરફનું ગમન અખંડ અને અખ્ખલિતપણે ચાલ્યા કરે છે. ||૧' ' 2. તુલના : ભગવદ્ગીતાના અધ્યાય ૯ના શ્લોક ૨૯માં જણાવ્યું છે કે, समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न मे प्रियः । ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ।।२९।। સર્વ પ્રાણીઓને વિષે હું સમભાવવાળો છું. મારા માટે દ્વેષ કરવા યોગ્ય પણ કોઈ નથી અને મારા માટે પ્રિય પણ કોઈ નથી. જેઓ મને (પરમાત્માને) આ રીતે ભક્તિથી ભજે છે અર્થાતુ પરમાત્માના આ સ્વરૂપને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે, તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. આનું પણ તાત્પર્ય એ જ છે કે જ્યારે સર્વત્ર સમતા-સામ્યયોગ આવે ત્યારે જ ભગવભાવ પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર લોકોત્તર સમતા કોનામાં ? ગાથા-૨ અવતરણિકા : જે સામ્યયોગ એટલે કે સમતાયોગ કોઈપણ પ્રકારની પીડા વગર મોશે પહોંચાડી શકે છે, તે સામ્યયોગને કોણ પ્રાપ્ત કરી શકે ? આવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રંથકારશ્રી જણાવે છે - શ્લોક : आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः । सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ||२|| શબ્દાર્થ : છે. માત્મપ્રવૃત્ત તિની સ્વ: – આત્મા સંબંધી પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત ૨ પરપ્રવૃત્તો વધરાન્યમૂ: - પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા રૂ. સવા વિવાનન્તપવોપયોગી – સદા ચિદાનંદપદના - આત્મિક આનંદવાળા મોક્ષપદના ઉપયોગવાળા = સદા મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉપયોગશીલ ૪. યોજી – એવા યોગી ૫/૬. ઢોકોત્તર સાણં ૩તિ- લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્થ : આત્મહિતકર પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેતા, પર સંબંધી પ્રવૃત્તિ પ્રત્યે ઇં પોદ્ગલિક પ્રવૃત્તિ પ્રત્યે બહેરા, આંધળા અને મૂંગા બનેલા તથા શુદ્ધ ચૈતન્યના આનંદના સ્થાનભૂત મોક્ષપદને પામવા સદા ઉપયોગશીલ રહેતા યોગી લોકોત્તર સાયને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : જે યોગી આત્મપ્રવૃત્તિમાં અર્થાત્ આત્માનું હિત કરે તેવી પંચાચારની ચારિમાને સાધવા અત્યંત અપ્રમત્ત રહે છે, પરપ્રવૃત્તિમાં અર્થાત્ આત્માનું અહિત કરે તેવી પૌલિક ભાવની દરેક પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરે છે, મતલબ કે તે પ્રવૃત્તિઓ પ્રત્યે જે બહેરો, મૂંગો અને આંધળો બની જાય છે, અને તદુપરાંત આત્માના શુદ્ધ આનંદમય મોક્ષપદમાં જે દત્તચિત્ત હોય છે, તે યોગી લોકોત્તર સામ્યને પામે છે. વિશેષાર્થ : આત્માને નિરાબાધપણે મોક્ષે પહોંચાડનાર સામ્યભાવ એ આધ્યાત્મિક ઉન્નતિનું એક અતિ મહત્ત્વપૂર્ણ અંગ છે, તેથી સાધનાની પ્રારંભિક ભૂમિકાથી માંડીને ઉચ્ચતમ અવસ્થા સુધીની દરેક કક્ષામાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ આદિ વિવિધ પ્રકારના અનુષ્ઠાનોની સફળતા રાગ-દ્વેષાદિના ભાવોને દૂર કરી ઉત્તરોત્તર વિશુદ્ધતર એવી સમતાને પ્રાપ્ત કરવામાં જ સમાયેલી છે. સમતાભાવ કહો કે સામ્યભાવ કહો બનેય એક જ છે. સમતા સામાન્ય રીતે બે પ્રકારની હોય છે : ૧. લોકિક સમતા અને ૨. લોકોત્તર સમતા. શાંતિથી જીવન જીવી શકાય, માનસિક સ્વસ્થતાથી ભોગાદિ સુખો માણી શકાય તે માટે ઘણા સમજુ લોકો દરેક પરિસ્થિતિને ચલાવી લે છે, તેને સહજતાથી સ્વીકારી લે છે. જે ક્રોધાદિ ભાવો દ્વારા સ્વ-પરને સંક્લેશ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર સમતા કોનામાં ? – ગાથા-૨ ૨૩૫ થાય, કલહ થાય, વેર વધે તેવા ભાવો અને તેવી પ્રવૃત્તિઓથી તેઓ દૂર રહે છે. તેમની આવી સમતા ભૌતિક સુખની ઈચ્છાથી ઉત્પન્ન થયેલી હોવાથી, તેને લૌકિક સમતા કહેવાય છે. વળી, કેટલાક જીવો તો ભૌતિક સુખની ભૂખથી સંયમજીવનનો પણ સ્વીકાર કરે છે. પરલોકમાં નરકાદિના દુઃખો પ્રાપ્ત ન થાય અને ઉચ્ચ કક્ષાનાં સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થાય તેવા ધ્યેયથી તેઓ યાવજીવ સુધી રાગાદિ કષાયોથી દૂર રહેવા પ્રયત્ન કરી સમતા ભાવથી જીવન જીવે છે. ઉપરછલ્લી વ્યવહારિક દૃષ્ટિથી તો આને પણ સમતા જ કહેવાય છે; પરંતુ આ ભવમાં પૌલિક સુખો મજેથી માણી શકાય તે માટે રખાતી સમતા જેમ લૌકિક સમતા છે તેમ પરભવનાં પૌલિક સુખો માટે જે સમતા રખાય છે તે પણ લૌકિક સમતા જ છે. આધ્યાત્મિક વિકાસ સાધવામાં આવી સમતાનું કોઈ મૂલ્ય હોતું નથી, તેના માટે તો લોકોત્તર સમતા જ આવશ્યક બને છે. લોકોત્તર સમતાના મૂળમાં ભૌતિક સુખ પ્રત્યેનો તાત્ત્વિક વેરાગ્ય અને ત્યાગ હોવો જેમ અતિ જરૂરી છે, તેમ મુક્તિ સાથેનું અનુસંધાન પણ એટલું જ જરૂરી છે. આત્માને મુક્તિ સુધી પહોંચાડી શકે તેવા આત્મિક ગુણવૈભવને પ્રાપ્ત કરવાના એકમાત્ર ઉદ્દેશથી તૃણ કે મણિ, શત્રુ કે મિત્ર, સુખ કે દુઃખ, અનુકૂળતા કે પ્રતિકૂળતા, જીવન કે મરણ, સંસાર કે મોક્ષ વગેરે સર્વ દ્વન્દ્રો પ્રત્યે સમાનવૃત્તિ ધારણ કરવી, ક્યાંય ગમો નહિ કે અણગમો નહિ, કોઈ પ્રત્યે રાગ નહિ કે દ્વેષ નહિ, મોહ નહિ કે મમતા નહિ, રતિ નહિ કે અરતિ નહિ, ક્યાંય ક્રોધાદિ કષાયની આધીનતા નહિ, આવો નિ:સ્પૃહતાભર્યો સર્વત્ર સમાનતાનો પરિણામ તે લોકોત્તર સમતા છે. લૌકિક કે લોકોત્તર સમતાથી તત્કાલ તો સુખનો અનુભવ થાય જ છે; પરંતુ લૌકિક સમતાથી જે સુખ અનુભવાય છે તે અલ્પકાલીન અને ભ્રામક હોય છે, તેનાથી થોડું પુણ્ય બંધાય છે, પણ તે પુણ્યથી મળતું સુખ પાપનો અનુબંધ ચલાવી સંસારના દુઃખોને વધારનારું જ હોય છે. જ્યારે લોકોત્તર સમતાથી જે સુખ અનુભવાય છે તે ચિરકાલીન અને વાસ્તવિક હોય છે. આ વાસ્તવિક સુખનો અનુભવ કરતાં કરતાં સાધક સંસારની પરંપરાને છેદીને, જ્યાં શુદ્ધ ચૈતન્યના પરમ આનંદને સદાકાળ માટે માણી શકાય છે, તેવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકે છે. સર્વશ્રેષ્ઠ કક્ષાનું લોકોત્તર સામ્ય વીતરાગદશામાં જ પ્રાપ્ત થાય છે, તેથી લોકોત્તર સમતાની પરાકાષ્ઠા વીતરાગ ભાવ છે; પરંતુ તેનો પ્રારંભ એક અપેક્ષાએ મુનિભાવથી માની શકાય. અન્ય અપેક્ષાએ જ્યારથી આત્મહિતની થોડી પણ ભાવના જાગે, ત્યારથી અર્થાત્ છેક અપુનબંધક કક્ષાથી લોકોત્તર સમતાનો પ્રારંભ સ્વીકારી શકાય છે. અપુનબંધક કક્ષાથી માંડી વિવિધ સ્તરની આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે આ લોકોત્તર સમતા પણ વિશુદ્ધ વિશુદ્ધતર થતી વીતરાગભાવમાં પર્યવસાન પામે છે. કોઈપણ સાધકનું લક્ષ્ય તો આ વીતરાગભાવની પ્રાપ્તિ કરીને પરમ આત્મિક સુખ પામવાનું જ હોય છે. તે લક્ષ્યને આંબવા સાધકે લોકોત્તર સમતાની વિવિધ કક્ષાઓને સર કરવી પડે છે. આ લોકોત્તર સમતા ભલે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન કક્ષામાં અનેક પ્રકારની તરતમતાવાળી હોય; પરંતુ તે દરેક અવસ્થા માટે એટલું કહી શકાય કે, જે યોગી આત્મહિતકર પ્રવૃત્તિઓમાં અપ્રમત્ત હોય, તે સિવાયની આત્મા માટે Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર અહિતકર બને એવી સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષા ધારણ કરતો હોય, અને વળી જેનું ચિત્ત સદાકાળ ચિદાનંદપદ એટલે કે મોક્ષપદના ઉપયોગમાં લીન રહેતું હોય, તે જ યોગી લોકોત્તર સમતાનો સ્વામી બની શકે છે, તેથી દરેક અવસ્થામાં સમતાની ઉત્તરોત્તર શુદ્ધિ પ્રાપ્ત થતી હોવા છતાં પણ, તેની પ્રાપ્તિના ઉપાયો સામાન્યથી સમાન રહે છે, તેથી લોકોત્તર સમતા દ્વારા જે યોગીને પરમ સુખનું લક્ષ્ય આંબવું હોય તેણે નિમ્નોક્ત ત્રણ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. ૧. આત્મા માટે હિતકા૨ક હોય તેવી અંતરંગ, બાહ્ય દરેક પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત જાગૃત રહેવું; ૨. તે સિવાયની એટલે કે આત્મા માટે અહિતકર હોય તેવી સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષિત રહેવું; અને ૩. ચિદાનન્દરૂપ મોક્ષ પદ પ્રત્યે સદા ઉપયોગશીલ રહેવું. આ ત્રણ કાર્યો જે કરી શકે તે અવશ્ય લોકોત્તર સમતાને પ્રાપ્ત કરી શકે. સાધનાની જુદી જુદી ભૂમિકાઓમાં આ ઉપાયોની તરતમતા જરૂર રહેશે, પણ ઉપાયમાં જેટલી શુદ્ધતા આવશે તેટલી લોકોત્તર સમતાની શુદ્ધતા વધતી જશે. આ ત્રણે ઉપાયોની વિવિધતા અને વિશેષતાને લક્ષમાં રાખી, ભૂમિકા અને શક્તિ અનુસાર પ્રયત્ન કરવામાં આવે તો સમતાના ૫૨મોચ્ચ શિખર સુધી અવશ્ય પહોંચી શકાય. તેની વિશેષતાઓ નીચે પ્રમાણે છે १. आत्मप्रवृत्तावतिजागरूकः :- આત્મહિતકર દરેક પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃત રહેવું. લોકોત્તર સામ્ય પ્રાપ્ત કરવું હોય તે સાધકે સૌ પ્રથમ તો આત્માનું હિત કરે તેવી પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત જાગરૂક રહેવું જોઈએ. અત્યંત જાગરૂક રહેવું એટલે પ્રમાદથી પર બની, અતિ ઉપયોગપૂર્વક શુદ્ધાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં લીન રહેવા યત્ન કરવો, તેના ધ્યાનમાં મગ્ન બનવા મહેનત કરવી. આત્મસ્વરૂપની આવી લીનતા સાધવાનો શ્રેષ્ઠ ઉપાય છે - પંચાચારની ચારિમા, તેથી સાધકે પંચાચારની અંતરંગ-બહિરંગ ચારિમા પ્રાપ્ત કરવા એકાગ્ર ચિત્તે પ્રયત્ન કરવો જોઈએ. તે માટે આત્મભાવને પામેલા સદ્ગુરુભગવંતના ચરણોની ઉપાસના કરવાપૂર્વક આત્મહિતકર શાસ્ત્રોનું શ્રવણ, મનન, ચિંતન આદિ કરવું જોઈએ. દેવ-ગુરુની ભક્તિ, સમિતિ-ગુપ્તિ આદિ સંયમની ક્રિયાઓનું નિરતિચાર પાલન, ભગવંતના વચનાનુસાર તપ, જપ, સ્વાધ્યાય આદિમાં રત રહેવું જોઈએ. પ્રત્યેક ક્રિયાઓ આત્મભાવની પોષક બને, આત્મભાવમાં બાધક રાગાદિ કે તકૃત દોષોની શોષક બને, આત્માના ક્ષમાદિ ગુણોની વર્ધક બને તેવી સાવચેતી જાળવી રાખવી. એકાન્તદૃષ્ટિવાળી વાણી, વિચાર કે વર્તન આત્મભાવના બાધક છે માટે સાધકે અનેકાન્ત સિદ્ધાન્તને અપનાવી પોતાની વિચારસરણીને કદાગ્રહ કે પક્કડથી મુક્ત રાખવી, વાણીને મધુર, હિતકર અને આજ્ઞાનુસારી બનાવવા પ્રયત્ન કરવો તથા કાયિક ચેષ્ટાઓ અન્યની પીડા, અશાતા, સંક્લેશ કે મોતનું કારણ ન બને તેવી સાવધાનીપૂર્વક કરવી. આમ મનવચન-કાયાની સર્વ ચેષ્ટાઓ સમિતિ કે ગુપ્તિ સ્વરૂપ બની પરભાવથી છૂટી સ્વભાવની પ્રાપ્તિ ભણી પ્રવર્તે તે માટે સજાગ રહેવું જોઈએ. આ રીતે આત્માની સતત જાગૃતિ જાળવવાથી સમતા ન હોય તો પણ પ્રગટે છે અને પ્રગટી હોય તો વધુ નિર્મળ થાય છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર સમતા કોનામાં ? - ગાથા-૨ २. परप्रवृत्तौ बधिरान्धमूक: :- આત્મહિત સિવાયની અન્ય તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષિત રહેવું. લોકોત્તર સમતા સાધવા માટે જેમ આત્મહિતકર પ્રવૃત્તિમાં લીન રહેવું જરૂરી છે, તેમ આત્મહિત સિવાયની સઘળી ૫૨ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાવાળું બનવું પણ જરૂરી છે. પુદ્ગલમાત્ર જીવ માટે પરાયું છે, તેથી પુદ્ગલ દ્રવ્ય તથા તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દ સ્વરૂપ તેના ગુણો અને તેના પ્રતિસમય પલટાતા પર્યાયો પ્રત્યે ઉપેક્ષા સેવવી. સારા રૂપાદિ જોઈ રાગ અને ખરાબ રૂપાદિ જોઈ તેમાં ક્યારેય દ્વેષ ન કરવો, ગમતા શબ્દ સાંભળી તેની પ્રશંસા કે અણગમતા શબ્દ સાંભળી તેની નિંદા ન કરવી, સર્વ પૌદ્ગલિક ભાવો પ્રત્યે બેધ્યાન બની જવું, તેની વાતો સાંભળવી પણ નહીં અને બોલવી પણ નહીં અને તેને જોવા ક્યારેય પણ ઉત્સુક થવું નહીં. આવી ઉદાસીન વૃત્તિ કેળવવી તે જ પરપ્રવૃત્તિ પ્રત્યેનું બહેરા, આંધળા અને મૂંગાપણું છે. અન્ય જડ પદાર્થો જેમ આત્મા માટે પરાયા છે, તેમ જન્મથી મળેલું શરીર પણ જડ હોઈ તે પણ પરાયું જ છે. શરીર આદિ જીવના નથી અને જીવને સુખ આપી શકતા પણ નથી, તોપણ અનાદિકાળથી ઘર કરી ગયેલા મમતાના સંસ્કારોને કા૨ણે તે જીવને પોતાના અને સુખકર લાગે છે. જડમાં પોતાપણાની કે ઇષ્ટપણાની બુદ્ધિનો નાશ કરવા જ સાધકે તપ, સંયમાદિ અનુષ્ઠાનો આદરી તેની ઉપેક્ષા કરતા શીખવું જોઈએ. તે સાથે સતત વિચારવું જોઈએ કે, ‘હું સુખમય-આનંદમય આત્મા છું, મારામાં જ અનંત સુખનો ખજાનો ભરેલો છે, હું ખુદ સુખસ્વરૂપી છું, મારે સુખ માટે ક્યાંય જવાની જરૂ૨ નથી, મારા આત્મામાં જ શાશ્વત સુખ રહેલું છે, પૌદ્ગલિકભાવોમાં સુખ નથી, તેમાંથી સુખ મેળવવાનો પરિશ્રમ વ્યર્થ છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં તેને શોધવાથી તે મળે પણ જે વસ્તુ જ્યાં હોય જ નહીં ત્યાં અનંતકાળ તેને શોધવાથી પણ તે ન જ મળે. પૌદ્ગલિક ભાવોમાં સુખ ન હોવાથી સુખ માટે તેમાં પ્રવૃત્તિ કરવી વ્યર્થ છે.’ આવું સમજી-વિચારીસંવેદી સમતાસુખને ઇચ્છતા યોગીએ પૌદ્ગલિક ભાવો કે પ્રવૃત્તિઓમાં પ્રવર્તતી સુખબુદ્ધિનો અંત આણવો જોઈએ, શબ્દ આદિ પૌદ્ગલિક ભાવોમાં સુખબુદ્ધિનો નાશ થતાં જ તેમાં થતી પ્રવૃત્તિ અટકશે અને સમતાનો પ્રાદુર્ભાવ થશે. ૨૩૭ આત્મા માટે જડ પદાર્થો જેમ પરાયા છે તેમ અન્ય જીવો પણ પરાયા છે. મિથ્યાત્વના કારણે જીવને જેમ જડ પદાર્થોની ચર્ચા કરવી પસંદ હોય છે તેમ અન્ય જીવોની પંચાત કરવી પણ અતિ પસંદ હોય છે. સમતાને ઇચ્છતા સાધકે આ કુટેવનો પણ ત્યાગ કરવો જોઈએ. કર્મની પરાધીનતાને કા૨ણે અનંત ગુણોનો સ્વામી એવો આત્મા પણ અનેક દોષોનું ભાજન બની શકે છે. કોઈને જૂઠું બોલવાની તો કોઈને ચોરી કરવાની કુટેવ હોય. કોઈક સ્વાર્થી હોય તો કોઈક આળસુ હોય. કેટલાક દુરાચારી દેખાય તો કેટલાક વળી અવિનયી અને ઉદ્ધત હોય. અન્યના આવા દોષો જોઈ અકળાવું, તેમની નિંદા કરવી, તેમના પ્રત્યે ક્રોધ કરવો વગેરે આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ છે. ‘આવી પ્રવૃત્તિ કરવાથી મને શું ફાયદો થશે ? ઊલટાનું અન્યની પ્રવૃત્તિઓની ટીકા-ટીપ્પણ ક૨વાની મારી કુટેવને કારણે જ હું રાગાદિને આધીન બની મારી સમતાને જ પીંખી નાંખું છું’ - આવું વિચારી સાધકે અન્યના દોષો કે તેની કોઈપણ ભૌતિક પ્રવૃત્તિઓને જોવા માટે અંધ, સાંભળવા માટે બહેરા અને બોલવા માટે મૂંગા બની જવું જોઈએ. ક્યારેક અન્યની સાથે સંપર્કમાં આવવું પડે ત્યારે પણ તેમના કર્મથી રહિત શુદ્ધસ્વરૂપને જોવાની દૃષ્ટિ કેળવવી જોઈએ. આવી દૃષ્ટિથી અન્ય જીવોને જોવાથી સર્વ જીવો સમાન જણાય છે અને લોકોત્તર સમતાનો સહજ પ્રાદુર્ભાવ થાય છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર રૂ. સવા નિઃપરોપયોrt - આત્માના ચિદાનંદમય સુવિશુદ્ધસ્વરૂપ એવા મોક્ષપદ પ્રત્યે ઉપયોગશીલ રહેવું. અન્યની પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવનાર સાધકે શૂન્યમનસ્ક નથી બનવાનું, પણ પોતાના ચિત્તને સદા ચિદાનંદપદના ઉપયોગમાં વ્યાપૃત રાખવાનું છે. આ ચિદાનંદપદનો ઉપયોગ ચિંતન, ભાવના, ધ્યાન કે અનુપ્રેક્ષા એમ ભૂમિકા અનુસાર કોઈપણ સ્વરૂપનો હોઈ શકે. તેમાં ચિત્ એટલે ચૈતન્ય, જ્ઞાન, આનંદ કે નિરૂપાધિક સુખરૂપ અવસ્થા. ચિદાનંદ એટલે આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ભાવોથી ઉત્પન્ન થતો સહજ આનંદ. આવો સહજ આનંદ એ આત્માનું સુવિશુદ્ધસ્વરૂપ છે. અને ચિદાનંદ પદ એટલે પોતાના સહજ આનંદનું ધામ અર્થાત્ મોક્ષપદ. સમતાસુખને ઇચ્છતા સાધકના ઉપયોગમાં સતત મોક્ષ વર્તાવો જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ કરતાં લક્ષ્ય એક જ હોવું જોઈએ કે, મારે મોક્ષે જવું છે, મારા સુખમય શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે. સ્વરૂપ પ્રાપ્તિનું ધ્યેય રાખી તેને અનુરૂપ જ સર્વ પ્રવૃત્તિઓ થાય તે રીતે વર્તવું અને તે માટે “હું અનંત જ્ઞાનમય છું - સુખ મારો સ્વભાવ છે' આવી પ્રતીતિ સદાકાળ રહે તેવી ચિત્તવૃત્તિ નિષ્પન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. એક અપેક્ષાએ વિચારીએ તો ચિદાનંદપદમાં પૂર્ણપણે લીન તો સિદ્ધના જીવો કે વીતરાગ જ હોય છે અને તેઓ જ સર્વથા પરપ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મભાવમાં સ્થિત હોય છે, તેથી લોકોત્તર સમતાના સ્વામી પણ તેઓ જ કહેવાય, આમ છતાં આત્મા ઉપરથી મોહનું જોર ઓછું થતાં અપુનબંધક અવસ્થાથી આત્મહિત કરવાની ભાવના જાગે છે, તેથી આત્માને રાગાદિ દોષોથી મુક્ત કરી શુદ્ધ આત્મભાવ પ્રાપ્ત કરવાનું ધ્યેય પણ બંધાય છે. આવું ધ્યેય પણ તે કક્ષાનો ચિદાનંદપદનો ઉપયોગ છે અને તદનુરૂપ જે હિતકરમાં પ્રવૃત્તિ અને અહિતકરમાંથી નિવૃત્તિનો પ્રયત્ન પ્રારંભાય છે તેનાથી તે કક્ષાની લોકોત્તર સમતા પ્રગટે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં શુદ્ધસ્વરૂપને પામવાની ઇચ્છા ગાઢ બને છે. તો વળી દેશવિરતિધરમાં તે લક્ષ્યને આંબવાનો આંશિક પ્રયત્ન પણ શરૂ થાય છે. સુસંયત મુનિ દઢતર લક્ષ્યથી એક માત્ર આત્મસ્વરૂપને પામવા પૂર્ણતયા પ્રવૃત્ત થાય છે. જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આત્મસ્વરૂપની અનુભૂતિ વધુ દઢતર થતાં યોગી માત્ર ચિદાનંદસ્વરૂપમાં રમમાણ રહે છે અને તેથી તેના શાંત ચિત્તમાં લોકોત્તર સમતા સહજ વિલસે છે. આમ અપુનબંધક કક્ષાથી માંડી છેક નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા વિવિધ કક્ષાના યોગીઓ જેટલા અંશમાં આ ઉપાયોનું સેવન કરે છે તેટલા અંશમાં તેમને લોકોત્તર સમતાની પ્રાપ્તિ થતી જાય છે. પરમોચ્ચ સમતારૂપ વીતરાગભાવ પણ શ્રેણીવ સાધકને આ જ રીતે પ્રાપ્ત થાય છે, તેથી સામ્યસુખને ઇચ્છતા દરેક સાધકે આ ત્રણેય ઉપાયોને નિરંતર સેવવા જોઈએ. તેરા For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? – ગાથા-૩ ૨૩૯ સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ગાથા-૩-૪-૫ અવતરણિકા : સામ્યભાવ કઈ રીતે પ્રાપ્ત થાય તે જણાવી હવે સામ્યભાવવાળા મુનિ કેવા હોય તે જણાવે છેશ્લોક : परीषहैप्टी प्रबलोपसर्गयोगाञ्चलेत्येव ने साम्ययुक्तः । स्थैर्याद्विपर्यासमुपैति जात, क्षमा न शैलै च सिन्धुनाथैः ||३|| શબ્દાર્થ : 9. (યથા) ક્ષમા - (જેમ) પૃથ્વી ૨/૩/૪. શેત્રે સિન્ધનાર્થ: - પર્વતો વડે કે સમુદ્રો વડે ૬. નાતુ - ક્યારેય પણ ૬/૭. થર્થાત્ વિપસન્ - સ્થિરતાથી વિપર્યાસને - અસ્થિરતાને ૮/૨. ન પૈતિ - પામતી નથી. ૧૦. (તથા) સાગયુવત: . (તમ) સામ્યયોગવાળા (યોગી) 99, પરીષદ - પરિષહોથી કે ૧૨. પ્રવટોપયોતિ - પ્રબળ ઉપસર્ગોના યોગથી ૧૩/૧૪/૧૬. નૈવ વત - ચલાયમાન થતો જ નથી. શ્લોકાર્થ : પૃથ્વી જેમ પર્વતો કે સમુદ્રો વડે ક્યારેય પણ અસ્થિર બનતી નથી તેમ સામ્યયોગ-વાળા યોગી પ્રબળ પરીષહો કે ઉપસર્ગોના યોગથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી. ભાવાર્થ : ' ' પર્વતોના ભારથી કે સમુદ્રોના તોફાનથી જેમ પૃથ્વી ક્યારેય ચલ-વિચલ થતી નથી, તેમ સમતાગુણથી યુક્ત યોગી ગમે તેવા પરિષહો કે મરણાંત ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં પણ યોગમાર્ગથી જરાપણ ચલ-વિચલ થતાં નથી. પરિષહ અને ઉપસર્ગોથી તેમની કાયામાં વિક્રિયા થાય તેવું જરૂર બની શકે, પરંતુ તેમના મનમાં અરતિ આદિથી પ્રગટતી કોઈ ચલ-વિચલતાને સ્થાન મળતું નથી, આથી ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ આત્મભાવમાં લીન બની આત્મરમણતાની અનુભૂતિ કરતા હોય છે. વિશેષાર્થ : આત્મહિતકર પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેનારા અને આત્મહિત સિવાયની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષા સેવનારા સાધકો જ્યારે ચિદાનંદમય આત્માના ઉપયોગમાં લીન બને છે, ત્યારે તેમનામાં વિશિષ્ટ પ્રકારની સમતાનો આવિર્ભાવ થાય છે. આ સમતાનો આવિર્ભાવ થતાં સાધક અપૂર્વ અને અદ્વિતીય એવા આત્મિક આનંદને માણવામાં મસ્ત બની જાય છે. આત્મિક આનંદ માણવામાં લીન બનેલા તે યોગીઓના મનને પરિષહો કે ઉપસર્ગો સ્પર્શી પણ શકતા નથી તો તેમને તેમની લીનતાથી ડગાવી તો શી રીતે શકે ? પૃથ્વી જેમ વિશાળ પર્વતોના ભારથી કે મહાકાય સમુદ્રના ખળભળાટથી ક્યારેય ડગતી નથી, તેમ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ક્ષમાવાન, સહનશીલ અને સમતાધારી મહાત્માઓનું મન પણ ભૂખ-તરસ આદિ બાવીસ પરિષહો કે મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ યોગમાર્ગથી સહેજ પણ વિચલિત થતું નથી. દુ:ખ, અરતિ, શોક, અકળામણ, વ્યથા, દિીનતા જેવા નબળા ભાવોને તેમના ચિત્તમાં કોઈ સ્થાન મળતું નથી. ઊલટું કર્મક્ષયના કારણ બનતા આ ઉપસર્ગો તેમના આત્મિક આનંદની અભિવૃદ્ધિ કરે છે. શારીરિક પીડા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેમની આત્મલીનતા અને આત્મરમણતા વધતી જાય છે. બાહ્યદૃષ્ટિથી લોકને એમ લાગે કે, મહાત્મા કેટલા કષ્ટમાં છે - તે કેટલા દુ:ખી હશે; પરંતુ બાહ્ય કષ્ટોથી ઘેરાયેલા હોવા છતાં પણ સામ્યયોગને વરેલા આ યોગીઓ આત્મિકઆનંદના મહાસાગરમાં મહાલતા હોય છે, તેમનો આનંદ, તેમની મસ્તી સ્થૂલષ્ટિવાળા માટે સમજવી પણ શક્ય નથી, તે માટે તો યોગની સૂક્ષ્મ દૃષ્ટિ કેળવીને આત્મા અને શરીરનો ભેદ જાણવો પડે. જેને આત્મા અને શરીરનો ભેદ સમજાય તેને જ ઉપસર્ગો અને પરિષહો વચ્ચે પણ યોગીનું સામ્યસુખ કેવું હોય તે સમજાય. સામ્યયોગને વરેલા યોગીઓનું આત્મા અને દેહ વચ્ચેનું ભેદજ્ઞાન અત્યંત દૃઢ હોવાથી તેઓ શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ હોય છે, તેથી જ તેઓ પ્રતિકૂળતાઓનો સ્વીકાર કે અસ્વીકાર કશું જ કરતા નથી. તેઓ તો તે સમયે પણ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહી આત્માનંદને માણી શકે છે. ભેદજ્ઞાનને વરેલા આવા અડગ અને અચલ મહાત્માઓની વીરકથાના પ્રસંગોથી શાસ્ત્રોનાં પાનાંઓને પાનાંઓ ભરેલાં છે. ગજસકમાલ મહામુનિના માથે ખેરના અંગારા ભરાયા હતા, છતાં શરીર પ્રત્યે નિર્મમ બનેલા તેઓ સમતાભાવમાં ઝીલી આત્મિક આનંદમાં મગ્ન હતા. ખંધક મુનિના ૫૦૦ શિષ્યો જીવતે જીવ ઘાણીમાં પીલાતા હતા, છતાં ધન્યાતિધન્ય તે મહાત્માઓ આત્મભાવમાં લીન હતા. સુકોમળ કાયા ધરાવનાર શાલિભદ્રજીની કાયા ઉષ્ણ પરિષહ સહન કરતાં પીગળી રહી હતી, છતાં તેમની શુદ્ધ સ્વરૂપની રમણતા તો ઘોર તાપમાં પણ પત્થરની જેમ લેશ પણ પીગળી નહોતી. સમતાના કારણે અનેક વિઘ્નો આવવા છતાં પણ લેશમાત્ર ચલિત થયા વિના મોક્ષે પહોંચી જનારા આ મહાત્માઓના ક્ષમા, સહનશીલતા આદિ ગુણો સામ્યયોગની સિદ્ધિનું જ ઉન્નત પરિણામ હતું. [૩] અવતરણિકા : વિશિષ્ટ સામ્યભાવવાળા મુનિ કેવા હોય છે, તે જણાવીને હવે તેમને સમતાનું કેવું ઉત્તમ ફળ મળે છે તે જણાવે છેશ્લોક : इतस्ततौं नारतिवह्रियोगा दुड्डीय गच्छेद्यदि चित्तसूतः । साम्यैकसिद्धौषधमूर्छितः सन् कल्याणसिद्धैर्न तदा विलम्बः ||४|| શબ્દાર્થ : ૧/૨. સારૈકસિદ્ધૌષધમૂર્ણિત: સન્ - સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી મૂછિત કરવામાં આવેલો રૂ. વિત્તભૂત: - ચિત્તરૂપી પારો ૪. ઃિ - જો છે. અરતિયોતિ - અરતિરૂપી અગ્નિના યોગથી ૬. ઉડ્ડય - ઊડીને ૭. ફતસ્તત: - આમથી તેમ અહીં તહીં ૮/૨. ન છેતુ - ન જાય ૧૦. તવા - તો 99. ઇન્યસિદ્ધ - કલ્યાણની-સુવર્ણની સિદ્ધિનો ૧૨/૧રૂ. વિન્ધ: ન - વિલમ્બ ન થાય For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? – ગાથા-૪ ૨૪૧ શ્લોકાર્થ : સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી મૂર્શિત કરવામાં આવેલો મનરૂપી પારો જો અરતિરૂપી અગ્નિના યોગથી ઊડીને આમતેમ ન જાય અર્થાત્ વિવળ ન થાય તો મોક્ષની પ્રાપ્તિસ્વરૂપ કલ્યાણની સિદ્ધિ થવામાં કોઈ વિલમ્બ ન થાય. ભાવાર્થ : પારાનો એવો સ્વભાવ છે કે તે અગ્નિના યોગમાં વધુ ઉછળે તે જ રીતે મનનો પણ એવો સ્વભાવ છે કે તે અરતિ વગેરે ભાવોની હાજરીમાં વધુ ચંચળ રહે છે, તેથી જો કોઈ ઔષધિથી પારાની ચંચળતાને નિયંત્રિત કરી દેવામાં આવે એટલે કે તેને મૂર્ણિત કરવામાં આવે તો તે ઉછળીને આમતેમ જતો નથી પણ સ્થિર રહે છે, તે સ્થિર થયેલા પારા દ્વારા કલ્યાણની = સુવર્ણની સિદ્ધિ શીધ્ર થાય છે. તેમ સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી જો ચિત્તરૂપી પારાની ચંચળતાને નિયંત્રિત કરી દેવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિરૂપ કલ્યાણની સિદ્ધિ શીધ્ર થાય છે. વિશેષાર્થ : પારાની ભસ્મ એક ઔષધ તરીકે વપરાય છે, તથા સુવર્ણની સિદ્ધિ કરવા માટે પણ પારાની જરૂર પડે છે. આ બન્ને કાર્યો માટે પારાને ગરમ કરવો પડે છે; પરંતુ પારો અતિ ચંચળ હોય છે, તેથી અગ્નિનો સંપર્ક થતાં જ તે વાસણમાંથી ઉછળીને બહાર નીકળી જાય છે. જો પારાને ગરમ કરવા પૂર્વે કોઈ ઔષધિથી (રસાયણ = Chemical થી) મૂર્શિત કરી દેવામાં આવે એટલે કે તેની ચંચળતાનો નાશ કરવામાં આવે તો તે આમ-તેમ ઉછળતો નથી. ત્યાર પછી તે સ્થિર થયેલા પારાથી પારાની ભસ્મ પણ શીધ્ર બની શકે છે અને સુવર્ણની સિદ્ધિ પણ થઈ શકે છે. પ્રારંભિક કક્ષામાં સાધકના ચિત્તની પરિસ્થિતિ પણ પારા જેવી જ હોય છે. થોડી પ્રતિકૂળતા પ્રાપ્ત થતાં કે અરતિ ઉત્પન્ન થાય તેવા સંયોગો ઊભા થતાં જ સાધકનું નાજુક મન સાધના માર્ગથી ચલ-વિચલ થઈ જાય છે, કષ્ટોથી કંટાળી જાય છે; પરંતુ જો સાધક પોતાના મનને સામ્યયોગરૂપ સિદ્ધ ઔષધિથી નિયંત્રણમાં લઈ લે અર્થાત્ જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સહારે પ્રગટેલ સામ્યયોગ દ્વારા મનને નિયંત્રિત કરી લે તો અરતિ ઉત્પન્ન કરે તેવાં અનેકવિધ નિમિત્તો વચ્ચે પણ સાધક એકાગ્રચિત્તે મોક્ષમાર્ગની સાધના કરી શકે. કેમ કે, જ્યારે મમતા મરે અને સમતા પ્રાપ્ત થાય ત્યારે સાધકને સર્વ પદાર્થો સમાન લાગે છે. સુખ કે દુ:ખ, શાતા 1. તુલના : ભગવદ્ગીતાના અધ્યાય ૧૪ના શ્લોક ૨૪-૨૫માં જણાવ્યું છે કે, समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः।।२४।। मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ।।२५।। સુખ અને દુખમાં જે સમભાવવાળો છે, જે સ્વસ્થ છે, સુવર્ણ અને ઢેફામાં જે સમભાવવાળો છે, પ્રિય અને અપ્રિય જેને તુલ્ય લાગે છે, જે ધીર છે, પોતાની નિંદા અને સ્તુતિમાં સમભાવવાળો છે, માન-અપમાનમાં જે સમાનભાવ ધારણ કરે છે, શત્રુ કે મિત્રવર્ગ પ્રત્યે પણ જે તુલ્ય પરિણામવાળો છે અને જે સર્વ આરંભનો ત્યાગી છે, તે જ શ્રેષ્ઠ ગુણવાળો કહેવાય છે. આવા સાધકો જ આત્મિક આનંદ માણી શકે છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર કે અશાતા જેવા દ્વન્દ્રાત્મક ભાવોમાં કોઈ ભેદ દેખાતો નથી, તેથી તેને કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો કોઈ વિકલ્પ પણ થતો નથી. સ્થિર નિર્વિકલ્પ ભાવમાં મસ્ત રહેતો આ સાધક સહજભાવે આત્મિકગુણોમાં રત રહે છે, તેની આત્મધ્યાનની મગ્નતાને કોઈ તોડી શકતું નથી. આથી જ નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ પછી ટૂંક સમયમાં સાધક શ્રેણી માંડી, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય આદિ અઘાતી કર્મોનો નાશ કરી મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરી શકે છે અને સાદિ અનંતકાળ સુધી તેમાં રમમાણ રહી શકે છે. જો અવતરણિકા : સમતારૂપ સિદ્ધ ઔષધથી મનને સ્થિર કરવામાં આવે તો શું ફાયદો થાય છે, તે જણાવી હવે અંતરમાં સમતાનું સુખ પ્રગટતાં યોગીને શું થાય છે તે જણાવે છેશ્લોક : अन्तर्निमग्नः समतासुखाब्धौ', बाह्ये सुखें नौ रतिर्मति योगी । अटत्येटव्यां के इवार्थलुब्धों, गृहें समुत्सर्पति कल्पवृः ||५|| શબ્દાર્થ : 9, સમતાસુસ્વાથ્થી - સમતારૂપી સુખના સમુદ્રમાં ૨. સન્તર્નિમન: - ઊંડે સુધી ડુબેલા રૂ. થોળ - યોગી અથવા 9. 17{ - (જેનું) હૃદય સમતાલુવાધ્ધ - સમતારૂપી સુખના સમુદ્રમાં ર/રૂ. નિમન: યો - ડુબેલું છે તેવા યોગી ૪/૫. વાદ્ય સુવે - બાહ્ય (પૌદ્ગલિક) સુખમાં ૬/૭/૮. રતિ” નો ઈત - રતિ પામતા નથી. ૨/૧૦. ફુવ Jદે જેમ ઘરમાં 99/98. છત્પવૃક્ષે સમુત્સર્પતિ - કલ્પવૃક્ષ ઊગે છતે ૧૩/૧૪. : મર્થ0: - કોણ અર્થલબ્ધ - ધનનો લોભી 9/૧૬. કટવ્યાં મત - જંગલમાં રખડે ? શ્લોકાર્થ : જેનું હૃદય સમતારૂપી સુખમાં ડૂબેલું છે તેવા યોગીને બાહ્ય પોલિક સુખમાં આનંદ આવતો નથી. ખરેખર જ્યારે ઘરમાં જ કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું હોય ત્યારે ધનનો લોભી કયો માણસ જંગલમાં રખડવા જાય? ભાવાર્થ : સંસારી જીવોને સુખ સગવડતાનાં સાધનો મેળવવા સંપત્તિની જરૂર પડે છે. આ સાધનો જો કોઈપણ પ્રકારના શ્રમ વિના કલ્પવૃક્ષ પાસેથી મળી જતાં હોય તો કોણ મૂર્ખ પૈસા માટે પરિશ્રમ કરે ? તેની જેમ જે યોગીઓને સામ્યયોગ દ્વારા સહજ સુખ પ્રાપ્ત થઈ ગયું હોય તે યોગીઓને શ્રમસાધ્ય એવા પૌદ્ગલિક સુખો કઈ રીતે ગમે ? તેમાં તેમને કઈ રીતે રતિ થાય ? અર્થાત્ સમતા સુખમાં મગ્ન યોગીઓને બાહ્ય સુખમાં રતિ થતી જ નથી. વિશેષાર્થ : ધનલોભી માણસ આમ તો ધનપ્રાપ્તિ માટે દુનિયાભરમાં દોડાદોડી કરે છે; પરંતુ જો તેના ઘર-આંગણે જ ઇચ્છિત વસ્તુ આપનાર કલ્પવૃક્ષ ઊગી નીકળે તો તે ધન પાછળ પાગલ માનવી પણ જંગલમાં શું કામ For Personal Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? - ગાથા-પ ભટકે ? બરાબર તે રીતે સુખે સાધક પણ ત્યાં સુધી જ પૌદ્ગલિક સુખ પાછળ ભટકે કે જ્યાં સુધી તેના અંતરમાં સમતાનું સુખ પ્રગટતું નથી. જ્યારે સાધકના અંતરમાં સમતાનું મહાસુખ પ્રગટ થઈ જાય ત્યારે તે દરેક પરિસ્થિતિમાં આનંદ અને મસ્તી માણી શકે છે. આવો સમતાધારી સાધક ત્યારપછી સુખ મેળવવા બાહ્ય પદાર્થો પાછળ વ્યર્થ પરિશ્રમ શું કામ કરે ? અર્થાત્ ન જ કરે. હકીકતમાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયના કારણે મૂઢમતિવાળા જીવો જ્યાં સુખનો અંશ નથી ત્યાં જ સુખ છે તેમ માને છે, એવી માન્યતાથી પ્રેરાઈને તેઓ સતત અનુકૂળ પદાર્થો મેળવવા દોડાદોડી કર્યા કરે છે. જો પુણ્યકર્મનો સાથ-સહકાર હોય, તો તેમને બાહ્ય સુખ સામગ્રીઓ મળે છે. જેને ભોગવતાં મોહનીયકર્મનો ઉદય થવાથી તેઓને દુઃખકા૨ક ભોગાદિમાં પણ રતિઇંસુખનો અનુભવ થાય છે. ચિત્તમાં આહ્લાદ થાય છે. જો કે આ રતિ, સુખનું સંવેદન, ચિત્તનો આહ્લાદ કે શાતાથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક નથી હોતું, માત્ર મોહનો એક પ્રકારનો વિકાર હોય છે, આમ છતાં શ૨ી૨ના સોજાને જેમ અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિ માને છે, તેમ મિથ્યાત્વના ઉદયને કારણે આ મોહના વિકારને સંસારરસિક જીવો સુખ માની બેસે છે. જેમ જેમ અનુકૂળ સામગ્રીઓ મળતી જાય છે, તેમ તેમ ‘તેમાં સુખ છે’ – એવી તેમની ભ્રામક બુદ્ધિ પણ વધુને વધુ સ્થિર થતી જાય છે. પરિણામે તેઓ ઘણો પરિગ્રહ વધારી ‘મને ઘણું સુખ મળ્યું છે' – તેવું મિથ્યા અભિમાન કરે છે અને કર્મ બાંધી દુર્ગતિનું ભાજન બને છે. - ૨૪૩ આમ જ્યાં સુખનો અંશ પણ નથી ત્યાં સુખ છે એવી મિથ્યા બુદ્ધિના કારણે જીવની સુખ માટેની દોડ નિરંતર ચાલ્યા કરે છે. જો મિથ્યાત્વનો ઉદય ટળે અને તેને કોઈક રીતે સમજાય કે સુખ બહાર નથી પણ અંદરમાં છે તો જીવની બાહ્ય પદાર્થો મેળવવાની દોટનો અંત આવે. શાસ્ત્રયોગની શુદ્ધિ દ્વારા યોગીપુરુષના મિથ્યાત્વના મળ ગળી ગયા હોવાથી તેમની મતિ નિર્મળ થઈ ગઈ હોય છે, તેથી તેઓને સ્પષ્ટ સમજાય છે કે સુંદર પણ બાહ્ય ભાવોમાં સુખ નથી, સુખ તો આત્મામાં-પોતામાં જ છે. આ પછી જ્ઞાનયોગ અને ક્રિયાયોગની સાધનામાંથી પ્રગટેલા સામ્યયોગના સહારે તેઓ સતત આત્મિક સુખને માણતા હોય છે. તેમના અંત૨માં સહજ રીતે આનંદનો સાગર ઘુઘવાટા મારતો હોય છે, તેથી જેના ઘર આંગણે કલ્પવૃક્ષ ઊગ્યું હોય તે ધનલોભી જેમ ધન માટે ભટકતો નથી તેમ યોગીના અંતરમાં પ્રગટેલી સમતાની કલ્પવેલી પણ સામ્યયોગના યોગીને સતત નિર્વિકારી સુખ આપતી હોવાથી તેને પણ આનંદ જાણવા કે માણવા ક્યાંય જવાની કે કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. કોઈપણ વિચા૨ક વ્યક્તિ સમજી શકે છે કે જ્યારે સ્વાધીન અને વાસ્તવિક સમતાનું સુખ ભોગવવા મળતું હોય ત્યારે પરાધીન, કાલ્પનિક અને વિકારી એવા બાહ્ય વૈષયિક સુખનો અનુભવ કરવા માટે કોઈ શું કામ ભટકે ? આથી જ યોગીઓનું ચિત્ત આત્મભાવમાંથી ક્યાંય બહાર જતું નથી, પણ આત્મભાવમાં સ્થિર હોય છે. પા For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર સુબુદ્ધિનું લક્ષ્ય - ઉત્તમ સામ્યભાવ ગાથા અવતરણિકા : સમતા સમુદ્રમાં મગ્ન મુનિ બાહ્યભાવમાં રતિ પામતા નથી તે જણાવી, હવે તેમની સુબુદ્ધિ કેવા પ્રકારની સમતાને પ્રાપ્ત કરે છે, તે જણાવતાં કહે છેશ્લોક : यस्मिन्नविद्यार्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिरूपैति शान्तिम् । तस्मिंष्टिादेकार्णवनिस्तरङ्ग स्वभावसाम्य रमतें सुबुद्धिः ||६|| શબ્દાર્થ : 9. સ્મિન - જેમાં = જે સામ્યયોગમાં ૨. વિદ્યાર્ષિતવાદ્યવસ્તુવિસ્તારનપ્રાન્તિઃ - અવિઘાથી અર્પિત એવી બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ ૩/૪, શક્તિ પૈતિ - શાન્તિને પામે છે. ૬. તસ્મિન - તે ૬. વિહાઈવનસ્તરડુનાવમાસાળે - ચિત્ = જ્ઞાનચૈિતન્ય સ્વરૂપ એક સમુદ્રના નિસ્તરંગ સ્વભાવરૂપ સામ્યભાવમાં ૭. સુવૃદ્ધિ: - સુબુદ્ધિ ૮. રમતે - રમે છે. શ્લોકાર્થ : જે સામ્યયોગમાં અવિદ્યાથી યુક્ત બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ શાન્ત થઈ જાય છે તે ચૈતન્યરૂપી એક સમુદ્રના નિસ્તરંગ સ્વભાવ સ્વરૂપ સામ્યયોગમાં સુબુદ્ધિ રમે છે. ભાવાર્થ : હું શરીર છું અને બાહ્ય સામગ્રીઓથી મને સુખ-દુ:ખ થાય છે' - આવો ભ્રમ અવિદ્યા-મિથ્યાત્વના કારણે થાય છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલો ભ્રમ જીવમાં અનાદિકાળથી પ્રવર્તે છે અને તેને કારણે તેનું ચિત્ત બાહ્ય પદાર્થોને લઈને અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરવામાં અટવાયેલું રહે છે. જ્યારે આવો ભ્રમ ટળે છે ત્યારે મોહના મલિન વિકલ્પો પણ શાંત થઈ જાય છે અને જ્ઞાન નિસ્તરંગ સમુદ્રની જેમ શાંત અને શુદ્ધ બને છે. આવું નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આત્મહિત સાધવામાં કુશળ એવી સુબુદ્ધિ હંમેશા આવા શુદ્ધ જ્ઞાન સાથે એકરૂપ બની સામ્યયોગમાં જ રમે છે. વિશેષાર્થ : અવિદ્યા એટલે જ મિથ્યાત્વ. મોહનીયકર્મના ઉદયથી જીવનું જ્ઞાન મેલું થાય છે. આવા મેલા જ્ઞાનને જ અવિદ્યા કહેવાય છે. આ અવિદ્યા “જ્યાં સુખ ન હોય ત્યાં સુખ છે અને જ્યાં દુ:ખ ન હોય ત્યાં દુ:ખ છે' - એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેના પરિણામે જીવ બાહ્ય પદાર્થોથી મને સુખ-દુ:ખ થાય છે, એવો ભ્રમ સેવી તેના સંબંધી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિનું લક્ષ્ય - ઉત્તમ સામ્યભાવ - ગાથા-૬ સમ્યજ્ઞાન અને સમ્યકૃક્રિયાના યોગથી જ્યારે મોહનો ઉદય ટળે છે ત્યારે જીવને સંવેદનાત્મકરૂપે સમજાય છે કે ‘હું આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારું સ્વરૂપ છે. હું સ્વરૂપથી જ સુખી છું. આ બાહ્ય જગત તો એક માયાજાળ સમાન છે.' આવી સમજ પ્રાપ્ત થતાં આત્માથી ભિન્ન પદાર્થો સંબંધી વિકલ્પો શાંત થઈ જાય છે અને પ૨મ સમતાનો અનુભવ થાય છે. સુબુદ્ધિ આવા વિકલ્પ વિનાના જ્ઞાનને પ્રાપ્ત કરી પરમ સુખનો અનુભવ ક૨વા સામ્યયોગમાં ૨મે છે એટલે કે સુબુદ્ધિ સતત સમતાના સુખને માણવાની મહેનત કરે છે. ૨૪૫ સમુદ્ર જેમ જળથી ભરેલો છે તેમ આત્મા ચિદ્ભાવ એટલે કે જ્ઞાનરૂપી જળથી ભરેલો છે. વાયુના કારણે જેમ સમુદ્રમાં તરંગો ઊઠે છે તેમ મોહના કારણે જીવના જ્ઞાનરૂપી સમુદ્રમાં અનેક સંકલ્પ-વિકલ્પરૂપ તરંગો ઊઠે છે. પવન સ્થિર થઈ જતાં જેમ સમુદ્રનો ખળભળાટ શાંત થઈ તે નિસ્તરંગ મહોદધિ બની જાય છે, તેમ મોહના વિકારો શાંત થતાં જ્ઞાનરૂપી સમુદ્ર પણ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે. નિસ્તરંગ મહોદધિ જેવું નિર્વિકલ્પ જ્ઞાન એ આત્માનો પોતાનો સ્વભાવ છે, જે મોહના આવરણથી જણાતો નથી અને મણાતો પણ નથી. તપ-સંયમ આદિ દ્વારા જો આત્માના આ સ્વભાવને નિરાવૃત્ત કરવામાં આવે તો સતત ૫૨મ સમતાના સુખનો અનુભવ થયા કરે, તેથી જ સાધકની નિર્મળ બુદ્ધિ આત્માના સ્વભાવભૂત નિસ્તરંગ સામ્યભાવનો અનુભવ ક૨વામાં સતત ઉદ્યમશીલ રહે છે. સુબુદ્ધિને આ સિવાય બીજું કાંઈ ગમતું નથી. એટલે કે સારી, નિર્મળ બુદ્ધિવાળો સાધક હંમેશા સામ્યયોગમાં ૨મમાણ રહે છે. IIsl For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ભેદજ્ઞાન પછી જ સંપૂર્ણ સમતાની પ્રાપ્તિ ગાથા-૭ અવતરણિકા : સામ્યભાવ પ્રાપ્ત થયા પછી યોગીનું મન બહાર જતું નથી અને તેની બુદ્ધિ પણ તેમાં જ રમે છે, તે જણાવી હવે આવો ઉચ્ચ કોટિનો સામ્યભાવ ક્યારે પ્રગટે, તે જણાવે છેશ્લોક : शुद्धात्मतत्त्वप्रगुणों विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । यान्यबुद्धिं विनिवर्तयन्ति, तदाँ समत्वं प्रथतेऽवशिष्टम् ||७|| શબ્દાર્થ : ૧. યુવા - જ્યારે ૨. શુદ્ધાત્મતત્ત્વATTI: - શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા રૂ. ૫ર્શાવ્યસંવેદ્રનમાથાના: - (અને) સ્પર્શાત્મક સંવેદનને ધારણ કરનારા ૪, વિમર્શી: - વિશિષ્ટ કોટિના વિચારો છે. ચવુદ્ધિ - અન્ય = બાહ્યપદાર્થોમાં રહેલી બુદ્ધિનું ૬. વિનિવર્તવન્તિ - વિનિવર્તન કરે છે. ૭. તા - ત્યારે ૮/૧. નવરં સમā - બાકી રહેલું સમત્વ = સમતા ભાવ ૧૦, પ્રથ7 - વિસ્તારને પામે છે. શ્લોકાર્થ : જ્યારે શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા સ્પર્ધાત્મક સંવેદનાવાળા વિશિષ્ટ કોટિના વિચારો, અન્ય = બાહ્યપદાર્થોમાં રહેલી બુદ્ધિને અર્થાતુ પર પદાર્થો સંબંધી વિપરીત બુદ્ધિને પાછી વાળે છે, ત્યારે બાકી રહેલો સમતાભાવ પણ વિસ્તરે છે. ભાવાર્થ : શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા સ્પર્શાત્મક સંવેદનાવાળા વિશિષ્ટ કક્ષાના વિચારોથી અનાદિકાળથી પ્રવર્તતી અન્ય બુદ્ધિ અર્થાત્ દેહમાં આત્મપણાની બુદ્ધિ અને સ્વજન, સામગ્રીમાં મારાપણાની બુદ્ધિ જ્યારે નાશ પામે છે, ત્યારે પ્રશસ્ત - અપ્રશસ્ત સર્વ પ્રકારના રાગાદિ વિકલ્પો શમી જાય છે અને જીવ-જડ પ્રત્યે સર્વત્ર સમાનપણાની બુદ્ધિ વિસ્તાર પામે છે. વિશેષાર્થ : આત્મધ્યાન, શુદ્ધાત્મતત્ત્વનું ચિંતન, ભાવન અને ધ્યાન, જડ-ચેતનની ભિન્નતાના વિચારો, આત્માને રાગાદિ દોષોથી મુક્ત કરવાની આંતરિક મથામણ, આત્મિક ગુણોને પ્રગટ કરે તેવી પ્રભુ આજ્ઞાનું ચિંતન વગેરે આત્મસંબંધી વિચારો શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા વિમર્શે છે. આ વિમમાં અનાદિકાલીન મોહાધીનતાનો અંત આણવાની ક્ષમતા સમાયેલી છે. આમ છતાં આત્મા સંબંધી વિચારોને વાગોળવાથી કે માત્ર બૌદ્ધિક સ્તરે તેનું યાંત્રિક રટણ કરવાથી કાંઈ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન પછી જ સંપૂર્ણ સમતાની પ્રાપ્તિ - ગાથા-૭ ૨૪૭ આત્મિક ગુણો પ્રગટી શકતા નથી; પરંતુ જ્યારે આ વિમર્શી સ્પર્ધાત્મકી બને એટલે કે બૌદ્ધિક વિચારણાને અનુરૂપ સંવેદનો થવા લાગે, “હું શરીર નથી પણ અનંત જ્ઞાનમય, અખંડ આનંદમય આત્મા છું' એવું વિચારતાં એવી જ પ્રતીતિ અને એવી જ સંવેદના - અનુભૂતિ થાય ત્યારે તે વિશિષ્ટ કોટિના વિચારોને સ્પર્ધાત્મક સંવેદના કહેવાય છે. આવી સ્પર્ધાત્મક સંવેદના અન્યતાખ્યાતિનો એટલે કે શરીરમાં આત્મબુદ્ધિનો નાશ કરે છે, જેના પરિણામે સંપૂર્ણ સમતાયોગ પ્રગટે છે. આ સમતાયોગના કારણે સાધકને બાહ્ય વિષયો આત્મા માટે અનુપયોગી અને દુ:ખકારક છે, એવો માત્ર વિચાર નહિ પણ એવી જ પ્રતીતિ થવા લાગે છે. જેના કારણે બાહ્ય સર્વ ભાવો બંધનરૂપ લાગે છે. સાધક સતત તેનાથી મુક્ત થવા પ્રયત્નશીલ બની જાય છે અને તેના આવા પ્રયત્નને કારણે તે બાહ્ય પદાર્થો પ્રત્યે વધુને વધુ અલિપ્ત બનતો જાય છે. આ રીતે આત્મા સંબંધી સ્પર્ધાત્મક ચિંતન કરતાં કરતાં સાધકમાં જડ પદાર્થો પ્રત્યેની એક વિશેષ પ્રકારની નિ:સ્પૃહતા તો કેળવાય જ છે, પણ સાથે સાથે તેનો અન્ય જીવોને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. આજ સુધી આત્મસ્વરૂપની વિચારણા નહીં કરી હોવાને કારણે જીવોની કર્મકૃત બાહ્ય અવસ્થા તેની નજરમાં આવતી હતી. જ્યારે હવે પોતાની જેમ અન્ય જીવોનું પણ શુદ્ધ આત્મદ્રવ્ય તેની નજરમાં આવે છે. અન્ય જીવોનું આ સ્વરૂપ લક્ષમાં આવતાં જ સાધકને તેઓ પોતાના જેવા જણાય છે. પરિણામે જે જીવો આજ સુધી ભિન્ન અને પરાયા જણાતા હતા તે જીવો પોતાની સમાન જણાવા લાગે છે, સર્વ પ્રત્યે આત્મવત્ બુદ્ધિ સાથે ઉમદા મૈત્રીભાવ પ્રવર્તવા લાગે છે. 1 સ્પષ્યસંવેમ્' स्पर्शः = तत्तत्त्वाप्तिः । तस्य तत्त्वं आप्तिः तस्य = विवक्षितस्य वस्तुनः तत्त्वं = अनारोपितरूपं तस्य आप्तिः = उपलम्भः स्पर्शः, स्पृश्यतेऽनेन वस्तु तत्त्वमिति निरुक्तेः । - પોડશ, ૨૨/૧૫ / इत्थं समाहिते स्वान्ते विनयस्य फलं भवेत् । स्पर्शाख्यं स हि तत्त्वाऽऽप्तिबोधमात्रं परः पुनः ।।२५।। આ રીતે મન ચાર પ્રકારની સમાધિવાળું થાય તો વિનયનું “સ્પર્શ' નામનું ફળ પ્રાપ્ત થાય છે. સ્પર્શજ્ઞાન એ જ તત્ત્વની પ્રાપ્તિ છે. બાકી જાણકારી તો માત્ર બોધરૂપ બને છે. अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताने सर्वाऽनुवेधतः ।।२६।। તાંબામાં સંપૂર્ણતયા અનુવેધ થવાથી થનારા સિદ્ધરસસ્પર્શની જેમ તન્મયભાવના કારણે સ્પર્શજ્ઞાન શીધ્રફળદાયી મનાયેલ છે. - ધાત્રિશતું કાત્રિશિકાની વિનય બત્રીસીમાં વસ્તુના મૂળભૂત સ્વરૂપને સ્પર્શે તેવો નિશ્ચય થાય તો આત્મા સિવાય પરમાર્થથી સંસારની કોઈ પણ ચીજ ઉપાદેય ન લાગી શકે. જો વિનયાદિ ચાર પ્રકારની સમાધિથી ચિત્ત સ્વસ્થ બને તો વિનયના ફળ સ્વરૂપે સ્પર્શજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સ્પર્શજ્ઞાન એટલે વસ્તુમાં કોઈપણ આરોપ કર્યા વિના વસ્તુના મૂળભૂત સ્વરૂપનો અભ્રાન્ત દૃઢ નિશ્ચય. હેયમાં હેયપણાની બુદ્ધિ, ઉપાદેયમાં ઉપાદેયપણાની બુદ્ધિ સંવેદનાત્ક બને તે સ્પર્શજ્ઞાન કહેવાય, તેવું ન હોય તો માત્ર બોધ - જાણકારી કહેવાય. મતલબ કે અવિનયી જીવની પાસે information કે Knowledge હોઈ શકે, પણ understanding power કે spiritual wisdom તો વિનયી અને સ્વસ્થ એવા સાધકો પાસે જ હોઈ શકે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર આમ આત્મસ્વરૂપના સ્પર્ધાત્મક ચિંતનથી સાધકમાં અપૂર્વ કક્ષાની સમતા પ્રગટે છે. તે પૂર્વે તેનામાં જે સમતા હતી તેમાં સાંસારિક સર્વ ભાવો પ્રત્યેની કે અન્ય જીવો પ્રત્યેની રાગાદિની પરિણતિઓ તો નાશ પામી જ ગઈ હતી, પરંતુ આત્મસ્વરૂપને પામવા પ્રભુ વચન આદિ પ્રત્યે પ્રશસ્ત રાગાદિની પરિણતિઓ તો વર્તતી હતી. જ્યારે આત્મસ્વરૂપની સ્પર્શાત્મક ગાઢ વિચારણા દ્વારા અન્યતાખ્યાતિનો અંત થાય છે, દેહાધ્યાસ ટળે છે, ત્યારે સાધકના પ્રશસ્ત રાગાદિથી પ્રવર્તતા શુભ વિકલ્પોનો પણ અંત આવી જાય છે અને તે નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે, જેમાં બાકી રહેલું સમત્વ પણ સર્વત્ર વિસ્તરે છે, અર્થાત્ તે પછી સાધકમાં મોક્ષનો પણ રાગ રહેતો નથી. ભવે મોક્ષે સમો એવો સાધક સમતાના સુખમાં મહાલે છે અને ટૂંક સમયમાં પરિપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરે છે. શા. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની શુદ્ધતા - સમતાભાવમાં - ગાથા-૮ ૨૪૯ સામાયિકની શુદ્ધતા - સમતાભાવમાં ગાથા-૮ અવતરણિકા : ઉચ્ચ કોટિનો સામ્યભાવ ક્યારે પ્રગટે છે, તે જણાવી હવે આ સામ્યભાવ વિનાનું અને સામ્યભાવવાળું સામાયિક કેવું છે તે જણાવતાં કહે છેશ્લોક : विना समत्वं प्रसरन्ममत्वं, सामायिकं मायिकमेवं मन्ये । आये समानां सति सद्गुणानां, शुद्धं हि तच्छुद्धनयों विदन्ति ||८|| શબ્દાર્થ : ૧/૨. સમત્વે વિના - સમતાભાવ વિનાનું રૂ. પ્રસરનમā - પ્રસાર પામતા મમત્વભાવવાળું ૪. સામયિ - સામાયિક છે. મયિમ્ gવ - માયાવાળું જ છે. - માયારૂપ જ છે. ૬. (ત) મળે - (એમ) હું માનું છું. ૭/૮, સમાનાં નાનાં - (બધા આત્માઓમાં) સમાન રીતે વર્તતા હોય એવા સદ્ગુણોનો ૨/9999. સાથે સતિ દિ - લાભ થયે છતે જ ૧૨. શુદ્ધનયા: - શુદ્ધનયો ૧૩/૧૪. ત શુદ્ધ - તેને = સામાયિકને શુદ્ધ ૧૬. વિન્તિ - જાણે છે. શ્લોકાર્થ : “સમતાભાવ વિના વિસ્તાર પામતા મમતાભાવવાળું સામાયિક માયારૂપ જ છે એમ હું માનું છું. (વાસ્તવમાં તો જીવમાત્રમાં જે ગુણો) સમાન હોય તેવા સદ્ગણોનો લાભ થયે છતે જ શુદ્ધનયો સામાયિકને શુદ્ધ જાણે છે. ભાવાર્થ : શુદ્ધ નયોની માન્યતા અનુસાર તો સંપૂર્ણ સમતાભાવવાળા સામાયિકને જ સામાયિક કહેવાય, તેથી તેના મતે તો જ્યાં થોડો પણ મમતાનો ભાવ હોય તે સામાયિક સામાયિક નહીં પણ માયિક-માયાચાર છે, તેની શુદ્ધ અને સૂક્ષ્મ દૃષ્ટિમાં તો જ્યારે સર્વ આત્મામાં સમાનરૂપે વર્તતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોનો લાભ થાય ત્યારે જ સામાયિક શુદ્ધ ગણાય, તેથી આ નયાનુસારે તો શાસ્ત્રોક્ત વિધિપૂર્વકનું શુભવિકલ્પોવાળું સામાયિક પણ સામાયિક નથી કહેવાતું પણ માયાચાર કહેવાય છે. કેમ કે, બાહ્યથી સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા હોવા છતાં પણ તેમાં અંતરંગ રીતે શુભ રાગાદિ ભાવો પ્રવર્તે છે. વિશેષાર્થ : સર્વ પદાર્થની જેમ સામાયિકને જોવાના પણ વિવિધ દૃષ્ટિકોણ હોય છે. આ દૃષ્ટિકોણ એટલે જ નયો. સાત નયોની વિચારણા કરીએ તો પ્રથમ ચાર નવો અશુદ્ધ નયો છે, જે દરેક વસ્તુને સ્કૂલ દૃષ્ટિએ જોનારા છે અને પાછળના ત્રણ શબ્દાદિ નયો શુદ્ધનયો છે, જે દરેક વસ્તુને સૂક્ષ્મ દૃષ્ટિએ જુવે છે. શુદ્ધનય અતિ સૂક્ષ્મદ્રષ્ટિ અપનાવીને જે પદાર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અર્થ સર્વથા ઘટતો હોય તે જ પદાર્થ માટે તે શબ્દનો પ્રયોગ માન્ય રાખે છે. તેથી [સમ + આય + 3 = સામયિક'] “જેમાં સમતાનો લાભ થાય For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫) અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર તે સામાયિક' ; આવા વ્યુત્પત્તિ અર્થ અનુસાર જ્યારે જડ કે ચેતન, શત્રુ કે મિત્ર, ઇષ્ટ કે અનિષ્ટ, શાતા કે અશાતા, સુખ કે દુઃખ વગેરે સર્વ ભાવો સમાન લાગે, કોઈ પદાર્થ કે સંયોગ સારો ય ન લાગે અને કોઈ પદાર્થ કે સંયોગ ખરાબ પણ ન લાગે તેવી સમતાનો લાભ થાય ત્યારે શુદ્ધનયને અભિમત સામાયિક છે તેવું કહેવાય. આવું શુદ્ધ સામાયિક, સાધક જ્યારે મોહનો નાશ કરીને અસંગભાવને, નિર્વિકલ્પસમાધિને પ્રાપ્ત કરે, ત્યારે આવે છે. આ સિવાય જ્યારે અંતરમાં થોડી પણ મમતા પ્રવર્તતી હોય ત્યારના સામાયિકને આ શુદ્ધ નયો સામાયિક નહિ પણ માયાચાર કહે છે. શુદ્ધનયો સિવાયના પ્રથમના ચાર નવો રાગ-દ્વેષના સંપૂર્ણ અભાવને તો સામાયિક તરીકે સ્વીકારે જ છે; પરંતુ તે સાથે શુદ્ધ સામાયિકને પ્રગટ કરે એવા રાગાદિભાવવાળા પ્રારંભિક કક્ષાના રાગાદિથી યુક્ત એવા સામાયિકને પણ સામાયિક તરીકે સ્વીકારે છે. તેઓનું માનવું છે કે, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ હશે તો તે પ્રશસ્ત રાગાદિથી જ સાધક અપ્રશસ્ત રાગાદિને જીતીને પરમ સમતાના લક્ષ્યપૂર્વક ભગવદ્વચનાનુસાર આત્મહિતમાં પ્રવૃત્તિ કે આત્માના અહિતમાં નિવૃત્તિ કરતો ઉત્તરોત્તર શુદ્ધ સામાયિક નિષ્પન્ન કરી શકશે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તે પ્રશસ્ત રાગાદિ કે મમત્વવાળા સામાયિકને પણ સામાયિક માને છે. જ્યારે શબ્દાદિ શુદ્ધ નયો તો સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાનું વિધિપૂર્વક અને નિરતિચાર પાલન થતું હોય, છતાં જો મનમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારનો મમતાનો કણિયો રહી ગયો હોય તો તેવા સામાયિકને પણ અશુદ્ધ સામાયિક જ માને છે. કેમ કે, અલ્પ પણ રાગાદિનો ભાવ સામાયિકને મલિન બનાવે છે. તેઓ તો જ્યારે પ્રશસ્ત કે અપ્રશસ્ત સર્વ પ્રકારના રાગાદિ વિકલ્પો શાંત થઈ જાય અને સત્તાથી સર્વ આત્મામાં સમાનપણે રહેલા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય ત્યારે જ સામાયિકને શુદ્ધ માને છે. તે પૂર્વે ભગવદ્વચનનો રાગ વર્તતો હોય તોપણ તેઓ મુનિના સામાયિકને અશુદ્ધ માની ધર્મરાગથી પણ મુનિને અમુનિ કહે છે, આથી જ વીરપ્રભુ પ્રત્યેના રાગવાળા ગૌતમસ્વામીના સામાયિકને નિશ્ચયનય અશુદ્ધ સામાયિક કહે છે. નિશ્ચયનયને અભિમત સામાયિકની વ્યાખ્યાનો સ્વીકાર કરી ગ્રન્થકારશ્રી પણ કહે છે કે, જેમ નાનું પણ તેલબિન્દુ પાણીની વિશાળ સપાટી ઉપર પ્રસરી જાય છે. તેમ થોડી પણ મમતા વિશાળ ગુણના સમુદાયસ્વરૂપ સામાયિકને અશુદ્ધ કરી શકે છે, તેથી જ્યાં અંતરંગ વૃત્તિમાં અલ્પ પણ મમતાનો પરિણામ હોય ત્યાં સમતા છે એવું માની ન શકાય. તેથી અલ્પ પણ મમતાવાળું સામાયિક સામાયિક નહીં માયાચાર જ છે. ભલે બાહ્યથી ત્યાં સામાયિકનો સ્વાંગ હોય પણ અંતરમાં તો મમતાનું સામ્રાજ્ય છે. IIટા 1. पडिसिद्धेसु अदेसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ।।१७।। xxx 'शुद्धं' - निर्मलं यथावस्थितं 'समतया' मध्यस्थतया 'द्वयोरपि' विहित - प्रतिषिद्धयोः समतृणमणिमुक्ता-लोष्टु-काञ्चनसमશત્રુમિત્રાવરૂપ–સ્ય | || ૭ || - યોગાતવૃત્તો || 2. तत्त्वाभिष्वङ्गस्यापि तत्त्वतोऽतत्त्वत्वाद् वस्त्रादिशुद्धिविधावञ्जनकल्पत्वाद् धर्मरागादपि मुनिरमुनिः - યોગિતવૃત્તી || For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સમતાનું માહાભ્ય – ગાથા-૯ ૨૫૧ સમતાનું માહાભ્યા ગાથા-૯-૧૦ અવતરણિકા : સમતાભાવ યુક્ત જ સામાયિક શુદ્ધ છે, તે જણાવી હવે સામ્યભાવ પ્રાપ્ત થવાથી શું થાય છે, તે જણાવે શ્લોક : નિશાનમોન્ચિરરત્નતીuળ્યોતિર્મિઘોતિતપૂર્વમેન્ત: | विद्योततें तत्परमात्मतत्त्वम्, प्रसृत्वरै साम्यमणिप्रकाशे ||९|| નોંધઃ જ્યોતિપદ્યતિતપૂર્વનન્ત, ચોર્તાિપદ્યોતિતપૂર્વમન્તઃ આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. નિશાનમોન્દ્રિરત્નકપ્રિન્યોતિર્મિ: - નિશારત્ન = ચન્દ્ર, નભોરત્ન = સૂર્ય અને મંદિર-૨ = દીવાની દેદીપ્યમાન એવી જ્યોતિ વડે ૨. (યત પરમાત્મતત્ત્વમ્) યદ્યોતિતપૂર્વમ્ - (જે પરમાત્મતત્ત્વ) પૂર્વમાં અપ્રકાશિત હતું રૂ. તત્ પરમાત્મતત્ત્વમ્ - તે પરમાત્મતત્ત્વ ૪. સાગમપ્રકાશે પ્રવૃત્વરે - જ્યારે સમતાભાવરૂપી મણિનો પ્રકાશ ફેલાય ત્યારે ૬/૭. સન્ત: વિદ્યોતને - અન્તરમાં પ્રકાશિત થાય છે. શ્લોકાર્થ : ચન્દ્ર, સૂર્ય કે દીવાની દેદીપ્યમાન જ્યોતિથી પણ જે પરમાત્મતત્ત્વ પૂર્વમાં પ્રકાશિત થયું નથી, તે પરમાત્મતત્ત્વ સમતારૂપી મણિનો પ્રકાશ ફેલાતાં અંતરમાં પ્રકાશિત થાય છે. ભાવાર્થ : શુદ્ધ આત્મતત્ત્વ એટલે જ પરમાત્મતત્ત્વ. આ પરમાત્મતત્ત્વ અરૂપી છે, તેથી રાત્રિના રત્ન જેવા ચન્દ્રથી કે દિવસના રત્ન જેવા સૂર્યથી કે મંદિરના રત્ન સમાન દીવાથી તે પ્રકાશિત થતું નથી એટલે કે દેખાતું કે અનુભવાતું નથી; પરંતુ જ્યારે અંતઃકરણમાં સામ્યભાવરૂપી મણિનો પ્રકાશ ફેલાય છે, ત્યારે રાગાદિસ્વરૂપ મોહનો અંધકાર ઉલેચાય છે અને તે અકલ અને અરૂપી એવા પરમાત્માનું સ્પષ્ટ દર્શન થાય છે. વિશેષાર્થ : દિવસે દુનિયાને પ્રકાશિત કરનારો સૂર્ય, રાત્રિના અંધકારમાં પણ શીતલ પ્રકાશ રેલાવતો ચન્દ્ર કે ઘરમાં અજવાળું પાથરી દેનાર દીવો, આ સર્વે રૂપી પદાર્થોને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે પરમાત્માના અલૌકિક દેહનાં કે તેમની મૂર્તિ આદિના દર્શન કરાવી શકે છે; પરંતુ અરૂપી એવા અશુદ્ધ આત્માને કે પરમવિશુદ્ધસ્વરૂપ પરમાત્માને ઘોતિત કરવાનું કે, તેમનું દર્શન કરાવવાનું સામર્થ્ય આવા કોઈ બાહ્ય પ્રકાશમાં નથી. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર પરમશુદ્ધ આત્મા કે પરમાત્મા બાહ્ય દુનિયામાં રહેતા નથી, તે તો અંતરમાં જ વસે છે, તેથી તેમનાં દર્શન કરવા અંતરને ઉદ્યોતિત કરવું પડે છે. સામ્યભાવરૂપી અવ્યાહત મણિનો પ્રકાશ અંતરમાં ફેલાય ત્યારે મોહનું અંધારું ટળે છે અને પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે, તેથી ત્યારે જ તેમના સ્વરૂપનું સ્પષ્ટ દર્શન થાય છે. કેમ કે, સાધકમાં જ્યારે શુદ્ધનયની દૃષ્ટિ પ્રગટે છે, ત્યારે તેને જગતના જીવમાત્ર સમાન દેખાય છે. જીવમાત્રનું આ સમાનસ્વરૂપ તે જ પરમાત્માનું સ્વરૂપ છે અને તે જ પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તેથી સામ્યભાવ આવે ત્યારે શુદ્ધ આત્મસ્વરૂપ સાથે કે પરમાત્મા સાથે તાદાભ્ય સધાય છે. પરમાત્મા સાથેની આ સમાપત્તિ પ્રાપ્ત થવી એટલે જ પરમાત્મતત્ત્વનું સ્પષ્ટ દર્શન થવું. llભા. અવતરણિકા : અંતરમાં પ્રગટેલા સામ્યભાવના પ્રકાશથી જ પરમાત્મસ્વરૂપના સ્પષ્ટ દર્શન થાય છે, તે જણાવી હવે મોક્ષે જવા માટેનો સરળ માર્ગ એકમાત્ર સમતા છે, તેવું સ્પષ્ટ કરતાં કહે છેશ્લોક : एकां विवेकाङ्कुरितां श्रिता यों, निर्वाणमापुर्भरतादिभूपाः । सैवर्जुमार्गः समता मुनीनामन्यस्तु तस्यों निखिलः प्रपञ्चः ॥१०॥ શબ્દાર્થ : 9. વિવેકારિતાં - વિવેકથી અંકુરિત થયેલ એવી ૨/૩/૪. વાં કાં શ્રિતા: - જે એક (સમતા)ને આશ્રિત એવા છે. મરતાપૂHT: - ભરતાદિ રાજાઓ ૬. નિર્વાઇક્ બાપુ: - નિર્વાણને પામ્યા ૭/૮/૨. સા ક્ષમતા વ - તે સમતા જ ૧૦, મુનીનામું - મુનિઓનો ઉ9. ઋતુમif: - (મોક્ષે જવાનો) સરળ માર્ગ છે. ૧૨/૧૩/૧૪, કન્ય: નિશ્વિ૮: તુ - અન્ય સર્વ (યોગો) તો 9/9૬. તથા: પ્રપદ્મ: - સમતાનો પ્રપંચ છે – વિસ્તાર છે. શ્લોકાર્થ : વિવેકથી ઉત્પન્ન થયેલી એવી જે એક સમતાનો આશ્રય કરનારા ભરતાદિ રાજાઓ નિર્વાણને પામ્યા તે સમતા જ મુનિઓનો (મોક્ષે પહોંચવાનો) સરળ માર્ગ છે. બાકી સર્વ (માર્ગો યોગો) તો સમતાનો પ્રપંચ છે, એટલે કે સમતાનો આગળ-પાછળનો વિસ્તાર છે. ભાવાર્થ : એકમાત્ર સમતાનો આશ્રય કરીને ભારતમહારાજાએ મોહનાં બંધનો તોડી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી તેઓ ક્રમે કરી સર્વ કર્મોથી મુક્ત થઈ, મોશે પહોંચી ગયા, તેથી શરીર અને આત્માના ભેદની વિચારણાસ્વરૂપ વિવેકમાંથી ઉત્પન્ન થયેલ સમતા જ મુનિઓ માટે મોક્ષે જવાનો સીધો અને સરળ (સહેલો) માર્ગ છે, બાકી તપ-ત્યાગાદિ સર્વ યોગો તો સમતા પ્રાપ્ત કરવાના કે પ્રાપ્ત સમતાના યોગે આગળ વધવાના ઉપાયો માત્ર છે. 1, સમાપત્તિની વિશેષ જાણકારી માટે જુઓ અધિકાર-૧ શ્લોક ૧૪ તથા ધિકાર-૨ શ્લોક ૧૭ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ સમતાનું માહાભ્ય - ગાથા-૧૦ ૨૫૩ વિશેષાર્થ : છ ખંડના વિશાળ સામ્રાજ્ય ઉપર રાજ કરનારા ભરત મહારાજા અરીસાભુવનમાં પોતાના શરીરને શણગારતા હતા, ત્યાં તેમની વીંટી હાથમાંથી સરકી પડી, એક ક્ષણ માટે વીંટી વગરની આંગળી તેમને નિસ્તેજ લાગી; પરંતુ તત્ત્વનું ચિંતન કરતાં તેમને, “શરીરની શોભાથી કાંઈ મારી શોભા નથી,” એવું જણાયું. આ વિચાર જ આગળ વધતાં, “હું અને શરીર ભિન્ન છીએ - શરીર જડ છે અને હું ચેતન છું, અનંતજ્ઞાન, અખંડ આનંદ, અવ્યાબાધ સુખ મારું સ્વરૂપ છે, મારા સ્વરૂપથી મારી શોભા છે, આ જડ પદાર્થોથી જડ શરીર શોભે છે, હું નહિ', આ રીતે વિચારતાં જડ અને ચેતનનો ભેદ સમજાયો. આત્મસ્વરૂપનું ભાન થયું. સર્વ જીવો સત્તાથી પોતાના જેવા જ છે અને જડ પદાર્થો પોતાનાથી ભિન્ન અને અનુપયોગી છે એવી સ્પષ્ટ પ્રતીતિ થઈ, આવો વિવેક પ્રગટતાં જ પદાર્થો પ્રત્યેની મમતા મરી ગઈ, સર્વશ્રેષ્ઠ કોટિની સમતા પ્રગટ થઈ અને તે સમતાના યોગે જ ક્ષણવારમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આમ ભરતમહારાજા એકમાત્ર સમતાના સહારે વીતરાગ બન્યા અને ક્રમે કરી કર્મથી મુક્ત થઈ મોશે પહોંચી ગયા. તેથી સ્પષ્ટ છે કે સમતા જ સરળતાથી સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે પહોંચાડી શકે છે; અન્ય કોઈ યોગમાં આવી ક્ષમતા નથી. આનો અર્થ એવો નથી કે તપ-સંયમાદિ અનુષ્ઠાનો નકામા છે, તે સર્વે અનુષ્ઠાનો પણ સમતાની પ્રાપ્તિના ઉપાયો હોવાથી ઉપયોગી તો છે જ . મોટા ભાગના લોકોને તો તેનાથી જ સમતા પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પ્રાપ્ત થયેલી તે સમતાથી જ આગળના યોગોને સાધીને મોક્ષ મળે છે, તેથી મોક્ષ પ્રાપ્તિનું મૂળ કારણ સમતા છે. જ્યારે સંયમાદિ વિવિધ અનુષ્ઠાનો તો સમતા પ્રાપ્ત કરવાના અને પ્રાપ્ત સમતાની સુરક્ષાના ઉપાયો છે, તેથી જ સર્વ મુમુક્ષુઓએ સમતાનું લક્ષ્ય બાંધી, સમતાને પ્રગટાવનારા અને પ્રગટેલી સમતાને સુરક્ષિત અને વિશુદ્ધ કરનારા યોગોમાં યત્ન કરવો જોઈએ. આ સમતાભાવ તે જ સર્વ પદાર્થો અને સર્વ જીવોને સમાનરૂપે જોવાની દૃષ્ટિરૂપ નિર્વિકલ્પ જ્ઞાનનો ઉપયોગ છે, અર્થાત્ રાગાદિના સ્પર્શ વગરના પરમાત્મા જેવા શુદ્ધ આત્મસ્વરૂપની સાથે સમાપત્તિસ્વરૂપ જ્ઞાનનો ઉપયોગ છે. ૧૦ll For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર કષાયના અગ્નિને શમાવનારું સમતાનું પૂર ગાથા-૧૧ અવતરણિકા : મોક્ષમાં જવાનો સરળ ઉપાય સમતા છે, તે જણાવી હવે સામ્ય ન હોય તો સાધકની શું હાલત થાય, તે જણાવે છેશ્લોક : अल्पेऽपि साधुर्ने कषायवहाँवहाय विश्वासमुपैति भीतः । प्रवर्धमानः स दहेर्दै गुणौघ, साम्याम्बुपूरैर्येदि नापनीतैः ॥११॥ શબ્દાર્થ : /૨. મીત: સાધુ - સંસારથી ભયભીત બનેલો સાધુ રૂ. ઉવૅડપિ - થોડા પણ ૪. વાયવહ્ન - કષાયરૂપી અગ્નિ ઉપર ૧/ ૬. ૩ના વિશ્વાસં - જલ્દીથી વિશ્વાસ ૭/૮. ન પૈતિ - મૂક્તો નથી. ૧/૧૦. (યત:) પ્રવર્ધમાન: સ- (કારણ કે) પ્રકૃષ્ટ રીતે વધતો એવો તે કષાયનો અગ્નિ 99/9૨. દ્ધિ સાખ્યાનુપૂરે - જો સમતારૂપી પાણીના પૂરથી 9રૂ. નાનીત - દૂર ન કરાય ૧૪/૦૬. (તવા :) વહેતુ - (તો તે) ગુણના સમુદાયને બાળી નાખે. શ્લોકાર્થ : પાપભીરુ સાધુ થોડા પણ કષાયરૂપી અગ્નિ ઉપર સત્વરે વિશ્વાસ મૂકતો નથી, કેમ કે વધતા એવા તે કષાયરૂપી અગ્નિને જો સામ્યરૂપી પાણીના પૂરથી ઠારવામાં ન આવે તો તે ગુણોના સમુદાયને બાળી નાંખે. ભાવાર્થ : કષાયો અલ્પ માત્રાના હોય કે પ્રશસ્ત હોય, તોપણ મોક્ષેચ્છુ મહાત્મા કષાયો ઉપર વિશ્વાસ મૂકતા નથી, કેમ કે તેઓ જાણે છે કે કષાયોનો નાનો પણ કણિયો સમતારૂપ પાણીના પ્રવાહથી બુઝાવવામાં નહિ આવે તો પૂર્વક્રોડ વર્ષના સંયમની સાધના કરી મેળવેલા અનેક ગુણોને તે પળવારમાં ખાખ કરી નાંખશે. ૪૯૯ શિષ્યો પ્રત્યેની મમતાનો સહજતાથી ત્યાગ કરનાર સ્કન્ધકસૂરિ બાળમુનિ પ્રત્યેના અલ્પ રાગ અને પાલક પ્રત્યેના અલ્પ દ્વેષને કારણે આરાધક ભાવમાંથી ઉતરી વિરાધક બન્યા, તેથી સંસારથી ડરતા સાધકે અલ્પ પણ કષાયની ઉપેક્ષા ન કરવી જોઈએ, પરંતુ વિશેષ સમતા દ્વારા તેનો નાશ કરી નાંખવો જોઈએ. વિશેષાર્થ : નાનો પણ અગ્નિનો કણિયો જો પાણીથી બુઝાવવામાં ન આવે તો તે જેમ દાવાનળ જેવો બની સર્વનાશ સર્જી શકે છે. તેમ થોડા પણ કષાયોને જો સમતાના પૂરથી શમાવી દેવામાં ન આવે, તો તે દાવાનળ જેવા બનીને ગુણ સમુદાયનો સર્વનાશ સર્જી શકે છે. આ કષાયોને નિર્મળ કરવામાં સામાન્ય સમતા કારગત 1. अणथोवं वणथोवं, अग्गीथोवं च कसायथोवं च । न हु ते विससियव्वं, थोवं पि हु तं बहू होइ ।।१०८।। - संबोधसित्तर्याम् ।। થોડું પણ દેવું, નાનો પણ ઘા, અલ્પ અગ્નિ, કે થોડા પણ કષાયો વિશ્વાસ કરવા યોગ્ય નથી. કેમકે, તે થોડાની પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો તે બહુ થઈ સર્વનાશ સર્જી શકે છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ કષાયના અગ્નિને શમાવનારું સમતાનું પૂર - ગાથા-૧૧ ૨૫૫ નીવડતી નથી, તે માટે તો વિશેષ કોટિની સમતા પ્રગટાવવી પડે છે. આથી જ કહ્યું છે કે, સમતાનું જળ નહીં પણ સમતારૂપ પાણીનું પૂર વહાવવામાં આવે તો જ કષાયનો કણિયો પણ નાશ પામે છે. સામાન્ય સમતાથી તત્કાળ એવું જણાય કે, કષાયો શમી ગયા છે; પરંતુ નિમિત્ત મળતા તે કષાયો સિંહગુફાવાસી મુનિ વગેરેની જેમ પ્રગટ થઈ સર્વનાશ સર્જી શકે છે, તેથી જ સંસારની ભયંકરતાથી ડરતા સાધુ પુરુષોએ વિશેષ પ્રકારની સમતા દ્વારા કષાયોનો નાશ કરવા યત્ન કરવો જોઈએ. કષાયોથી પૂર્ણતયા છૂટવા ઇચ્છતા સાધુઓએ પ્રારંભમાં અપ્રશસ્ત કષાયોનો નાશ કરવા પ્રશસ્ત કષાયનો સહારો લેવો જોઈએ, તેથી આહારાદિ પ્રત્યેના રાગનો નાશ કરવા તપ, ત્યાગાદિ પ્રત્યેનો રાગ કેળવવો જોઈએ. પ્રતિપક્ષની ભાવનાથી ચિત્તને વાસિત કરી પ્રભુ વચનાનુસાર વિવિધ અનુષ્ઠાનો કરવા જોઈએ અને અપ્રશસ્ત કષાયોનો નાશ થઈ જાય, પછી સાવધ અને સજાગ બની ઉત્તરોત્તર વિશુદ્ધ સમતા દ્વારા પ્રશસ્ત કષાયોનો પણ નાશ કરવાનો સુદૃઢ યત્ન પ્રારંભવો જોઈએ. ॥૧૧॥ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર જ્ઞાનયોગી માટે પણ સમતા આવશ્યક ગાથા-૧૨ અવતરણિકા : સમતારૂપ જળથી કષાયરૂપ અગ્નિ ઠારવામાં ન આવે તો શું નુકશાન થાય છે તે જણાવી હવે સમતા પ્રાપ્ત થતાં કષાયોની શી હાલત થાય છે તે જણાવે છે શ્લોક : प्रारब्धजा ज्ञानवतां कषायां, आभासिका इत्यभिमानमात्रम् । नाश्यो हि भावः प्रतिसङ्ख्यया यों, नाबोधवत् साम्यरतौ सतिष्ठेत् ||१२ ॥ નોંધ: નાશ એવો પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : 9. જ્ઞાનવતાં - “જ્ઞાનીઓના ર/રૂ. પ્રાર્થના: પાય: - પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા કષાયો ૪. માસિ%E - આભાસિક છે.” ૧/૬. તિ પમાનમાત્રમ્ - એવું કહેવું તે અભિમાન માત્ર છે; ૭. દિ. કેમ કે, ૮૧, ૫: ભાવ: - જે ભાવ ૧૦પ્રતિસવ્યથા - પ્રતિપક્ષથી 99. નાશ: • નાશ પામે તેવો હોય ૧૨. : - તે (કાષાયિક ભાવ) ૧૩. સાગરતી - સામ્યરતિ ઉત્પન્ન થાય ત્યારે 9૪/9, ન તિર્ણત - રહેતો નથી. 9૬, ૭૫વધવત - જેમ (જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેનો પ્રતિપક્ષી) અબોધ (રહેતો નથી). શ્લોકાર્થ : જ્ઞાનીઓના કષાયો માત્ર પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા હોવાથી આભાસિક છે (પણ વાસ્તવિક નથી),” આવું કહેવું તે અભિમાન માત્ર છે. કેમ કે, જે (કાષાયિક) ભાવ પ્રતિપક્ષથી નાશ પામે તેવો હોય તે સામ્યરતિ ઉત્પન્ન થયે છતે ન રહે, જેમ (જ્ઞાન ઉત્પન્ન થયે છતે તેનો પ્રતિપક્ષી એવો) અબોધ રહેતો નથી. ભાવાર્થ : જ્ઞાની તરીકેની પ્રસિદ્ધિને પામેલા મહાત્માઓ સંસારને યથાર્થરૂપે જાણે છે, તેથી જ તેમને સંસારની કોઈ પ્રવૃત્તિમાં રસ હોતો નથી. આમ છતાં અવિરતિના ઉદયથી તેઓ સંસારની પ્રવૃત્તિ કરે છે, ત્યારે કર્મના ઉદયથી તેમને રાગાદિ થાય છે એવું દેખાય છે, પરંતુ તેમના આ કષાયો વાસ્તવિક નથી હોતા, આભાસિક હોય છે.' - આ માન્યતા યથાર્થ નથી; પરંતુ અભિમાન માત્ર છે. કેમ કે, જ્ઞાન પ્રાપ્ત થતાં જેમ અજ્ઞાન નાશ પામી જાય છે, તેમ કષાયના પ્રતિપક્ષભાવરૂપ સામ્યરતિ પ્રગટ થતાં કષાયો પણ નાશ પામી જવા જોઈએ. આમ છતાં જ્ઞાની તરીકે ઓળખાતી વ્યક્તિમાં જો કષાયો દેખાતા હોય તો તે આભાસિક નહિ પણ વાસ્તવિક જ માનવા જોઈએ અને આવા વાસ્તવિક કષાયો જેનામાં હોય તે વાસ્તવિક અર્થમાં સામ્યયોગને વરેલા જ્ઞાની નથી. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ જ્ઞાનયોગી માટે પણ સમતા આવશ્યક – ગાથા-૧૨ વિશેષાર્થ : ‘પૂર્વ કર્મના ઉદયથી જ્ઞાનીને થતા કષાયો આભાસિક છે, વાસ્તવિક નથી' – એવું કહેવું તે જરા પણ સાચું નથી પણ અભિમાન માત્ર છે, કેમ કે દુનિયાનો દસ્તુર છે કે બે વિરોધી ભાવો એક સાથે ન રહે, તેથી જે ભાવ, વિરોધી ભાવ ઉત્પન્ન થતાં નાશ પામી જવાના સ્વભાવવાળો હોય, તે ભાવ વિરોધી ઉત્પન્ન થતાં નાશ પામી જ જાય. જેમ અંધકાર અને પ્રકાશ બે વિરોધી ભાવો છે, તેથી પ્રકાશ થતાં અંધારું ટકતું નથી. આત્મામાં વર્તતા ભાવોમાં પણ આ જ ન્યાય પ્રવર્તે છે, તેથી એકબીજાના પ્રતિપક્ષી એવા જ્ઞાન અને અજ્ઞાન સાથે રહેતા નથી. જ્ઞાન પ્રગટતાં અજ્ઞાન નાશ પામી જાય છે. તેમ કષાય અને સમતા પણ વિરોધી ભાવો છે, આથી જ સામ્યયોગ પ્રગટતાં કષાયો પણ નાશ પામી જાય છે. તે જ વ્યક્તિમાં કષાયો સંભવે કે જેનામાં સામ્યયોગ ન પ્રગટ્યો હોય, પછી તે કહેવાતો જ્ઞાની હોય કે અજ્ઞાની. તેથી જ્ઞાનીમાં જો કષાયો દેખાતા હોય તો સમજવું જોઈએ કે તેમનામાં હજુ સામ્યયોગ પ્રગટ્યો નથી, આથી જ તેમના કષાયો આભાસિક નહિ પણ વાસ્તવિક માનવા જોઈએ અને એ વાસ્તવિક કષાયોને કાઢવા જ્ઞાનીને પણ સામ્યયોગનો સહારો લેવો જ પડે છે. * હકીકતમાં પરિણત તત્ત્વજ્ઞાનને કારણે જ્ઞાનીનું ચિત્ત મોટા ભાગે કષાયોની અસરથી અતિ વ્યગ્ર બનતું નથી, તેથી ઉપલક દૃષ્ટિથી એવું જણાય કે તેમના કષાયો નાશ પામી ગયા છે, આમ છતાં પ્રારબ્ધથી ઉત્પન્ન થતાં એટલે કે અવિરતિ પ્રાપ્ત કરાવનાર ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી જ્ઞાનીમાં પણ કષાયો વર્તે છે અને તે વાસ્તવિક કષાયોથી જ જ્ઞાની સંસારમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન દ્વારા નાશ નહીં પામેલા તે કષાયો કે કર્મોનો નાશ કરવા જ્ઞાનીને પણ સામ્યયોગ સાધવો પડે છે. જ્યારે તેમનામાં નિર્વિકલ્પ અવસ્થાનો ઉચ્ચતમ સામ્યયોગ પ્રગટશે ત્યારે તેના પ્રતિપક્ષી એવા કષાયો નાશ પામી જશે. આ રીતે સમતાથી જ્યારે જ્ઞાનીના નષ્ટપ્રાય: સૂક્ષ્મ કષાયોનો પણ નાશ થાય છે ત્યારે જ તેમનું મોક્ષ તરફ અસ્મલિત પ્રયાણ થાય છે, તેથી માત્ર જ્ઞાનથી મોક્ષ નથી મળતો, પણ મોક્ષ મેળવવા જ્ઞાનયોગીને પણ સમતા પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે. તે જ આ શ્લોકનું તાત્પર્ય છે. /૧૨ી. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ક્રિયાયોગી માટે પણ સમતા આવશ્યક ગાથા – ૧૩-૧૪ અવતરણિકા : જ્ઞાનયોગી માટે પણ કાષાયિક ભાવો જીતવા જેમ સામ્યયોગ અનિવાર્ય છે, તેમ જણાવી હવે ક્રિયાયોગને સફળ કરવા માટે પણ સામ્યયોગ અનિવાર્ય છે, તેમ દર્શાવે છેશ્લોક : साम्यं विना यस्य तपःक्रियादे निष्ठा प्रतिष्ठार्जनमात्र एवं | स्वर्धेनुचिन्तामणिकामकुम्भान्करोत्यसौं काणकपर्दमूल्यान् ॥१३॥ શબ્દાર્થ : ૨/૨. સામ્યું વિના - સામ્ય (પ્રાપ્ત કર્યા) વિના રૂ/૪. યસ્થ તા:ક્રિયા - જેના તપ-ક્રિયા આદિની ૫. નિષ્ઠા - સમાપ્તિ ૬/૭. પ્રતિષ્ટાર્નનમાત્ર પર્વ - પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માત્રમાં જ છે ૮. સો - એ જીવ . સ્વર્ધનુચિન્તાનીમવુમન્ - કામધેનુ, ચિંતામણિ અને કામકુંભને ૨૦/૨૭. છાપર્વમૂન્યન્ કરોતિ - કાણી કોડીના મૂલ્યવાળા બનાવે છે. શ્લોકાર્થ : જે જીવના તપ, ક્રિયા વગેરે અનુષ્ઠાનો સમતા પ્રાપ્ત કર્યા વિના માત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં સમાપ્ત થાય છે, એ જીવ કામધેનુ, ચિંતામણિ અને કામકુંભ (સમાન અનુષ્ઠાનોને) ફૂટી કોડીના મૂલ્યવાળા કરી નાંખે છે. ભાવાર્થ : તપ, ક્રિયા વગેરે અનુષ્ઠાનો સામ્યભાવને પ્રાપ્ત કરવાના અમોઘ ઉપાયો છે. તેથી આ તપાદિનો ઉપયોગ સામ્યભાવને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે, આમ છતાં જેઓ સામ્યભાવને પ્રાપ્ત કરવા માટે તપ-ક્રિયા વગેરે કરવાને બદલે માત્ર લોકચાહના મેળવવા કરે છે અને તે મેળવીને પોતાના તપાદિને સફળ માને છે, તે મૂર્ખ કામધેનુ, ચિંતામણિ રત્ન કે કામકુંભ સમાન ઈચ્છિત સુખને આપનાર અનુષ્ઠાનોને ફૂટી કોડીના દામમાં વેચી નાંખે છે. વિશેષાર્થ : સર્વ દુઃખના મૂળ સમાન ઈચ્છાઓનો અંત થતાં મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષપ્રાપ્તિનો ઉપાય સમતા છે અને સમતાની પ્રાપ્તિનો ઉપાય તપ-ક્રિયાદિ અનુષ્ઠાનો છે, તેથી સીમિત અને ઈચ્છિત સુખ આપનારા કામધેનુ, ચિંતામણિ રત્ન કે કામકુંભ કરતાં પણ સીમાતીત સુખ આપનારી સમતાના કારણભૂત તપાદિનું મૂલ્ય કંઈ ગણું વધી જાય છે. આથી દરેક સાધકે આ તપાદિ ધર્મનું આસેવન એ રીતે કરવું જોઈએ કે તેનાથી સમતાનો વિકાસ થાય અને તે દ્વારા મોક્ષના મહાસુખને પામી શકાય. આના બદલે જે સાધકો તપાદિ ધર્મો સેવીને તે દ્વારા સમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બાંધતા નથી કે લક્ષ્ય બાંધવા છતાં તેને અનુરૂપ પ્રયત્ન કરતા નથી, અને તપને કરી માન કે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગી માટે પણ સમતા આવશ્યક – ગાથા-૧૪ ૨૫૯ પ્રશંસા મેળવી સંતોષ માને છે, તેવા સાધકો તપાદિ ધર્મનું અવમૂલ્યન (devaluate) કરે છે. અમૂલ્ય તપાદિધર્મને કોડીની કિંમતના કરી નાંખે છે. પ્રારંભિક ભૂમિકામાં સાચો સાધક સમતાનું લક્ષ્ય બાંધીને તેના ઉપાયરૂપે જ તપ કરતો હોય છે, છતાં જ્યારે કોઈ તેના સુંદર તપધર્મને જોઈ તેની મહાતપસ્વી તરીકે પ્રશંસા કરે, ત્યારે અનાદિ કુસંસ્કારોને કારણે તેને પ્રશંસાના શબ્દો સાંભળી હર્ષ થઈ જાય, માનાદિ ભાવો સ્પર્શી જાય તેવું બને; પરંતુ જો ત્યારે પણ તે સાવધાન બનીને સ્પર્શી ગયેલા તે માન વગેરેના ભાવોને દૂર કરી સમતા, નિ:સ્પૃહતા આદિ ગુણો કેળવવા પ્રયત્ન કરતો રહે તો તે ક્રિયાયોગનું કે તપધર્મનું અવમૂલ્યન કરી રહ્યો છે તેવું ન કહેવાય; પરંતુ તેનો પ્રયત્ન સામ્યભાવને અભિમુખ છે તેવું માનવું પડે. તપાદિ ધર્મના મૂલ્યને સમજતા સર્વ સાધકોએ પણ ખાસ યાદ રાખવું જોઈએ કે, “સર્વ પદાર્થો પ્રત્યેના પ્રતિબંધથી રહિત આત્મમાત્રમાં પ્રતિબંધવાળી અવસ્થા એ જ સામ્યભાવ છે, એ જ જીવની સારભૂત અવસ્થા છે. સૂક્ષ્મબુદ્ધિથી આવો નિર્ણય કરીને સમતાની પ્રાપ્તિ થાય તે રીતે તપાદિ કરાશે તો જ તપાદિ દ્વારા ધીરે ધીરે સમતા ઉત્પન્ન થશે; કેમ કે લક્ષ્યને અનુરૂપ ઉપાયોનું સેવન થાય ત્યારે જ ઉપાય સફળ થાય છે; પરંતુ મારે સમતા લાવવી છે', એટલું બોલવા કે વિચારવા માત્રથી કાંઈ સમતા પ્રગટતી નથી. ૧૩ અવતરણિકા : જ્ઞાન અને ક્રિયાની સફળતા સમતાથી જ છે, તે જણાવી હવે અન્ય યોગો કરતાં સામ્યયોગ દ્વારા કેવો વિશેષ લાભ થાય છે, તે જણાવે છે શ્લોક , ' ' ज्ञानी क्रियावान् विरतस्तपस्वी, ध्यानी च मौनी स्थिरदर्शनष्टा । साधुर्गुणं तं लभते न जातु प्राप्नोति यं साम्यसमाधिनिष्ठः ॥१४ || શબ્દાર્થ ૧૨. જ્ઞાની ક્રિયાવાન્ - જ્ઞાની, ક્રિયાવાન ૩/૪. વિરત: તપસ્વી - વિરતિધર, તપસ્વી ૧/૬/૭, ધ્યાન ૬ મૌની - ધ્યાની અને મૌની ૮/૨. સ્થિર૮ર્શનEા સાધુ: - અને સ્થિર સમ્યગુદર્શનવાળા સાધુ (પણ) 9999. તે ગુi - તે ગુણને ૧૨/૧૩/૧૪, નાતુ ન સ્ત્રમ7 - ક્યારેય પ્રાપ્ત કરતા નથી, 9/9. યં (Tr) સીસમનy: - કે જે (ગુણ)ને સામ્યસમાધિમાં સ્થિર થયેલ સાધુ ૧૭. પ્રાનોતિ - પ્રાપ્ત કરે છે. શ્લોકાર્થ : જ્ઞાની, ક્રિયાવાન, વિરતિધર, તપસ્વી, ધ્યાની, મૌની અને સ્થિરસમ્યગુદર્શનવાળા સાધુ પણ તે ગુણને ક્યારેય પ્રાપ્ત કરતા નથી કે જે ગુણને સામ્ય સમાધિમાં સ્થિર થયેલ સાધુ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : જ્ઞાન, ધ્યાન, ક્રિયા કે સમ્યગુદર્શન આદિ પણ સમતાની પ્રાપ્તિથી જ સફળ છે. જ્ઞાનાદિ દ્વારા સાધુ કદાચ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર સામાન્ય નિર્જરા સાધી શકે છે; પરંતુ જેવા ગુણોની પ્રાપ્તિ કે જેવી નિર્જરા સામ્યસમાધિવાળા નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા સાધુ કરે છે, તેવી ગુણ પ્રાપ્તિ સામાન્ય જ્ઞાની વગેરે ક્યારેય કરી શકતા નથી. વિશેષાર્થ : શાસ્ત્રનો સમ્યગુ અભ્યાસ કરીને જે સાધુ જ્ઞાની-ગીતાર્થ બન્યા હોય, વળી જેઓ શાસ્ત્રોક્ત સમ્યક્રક્રિયા કરતા હોવાથી શુદ્ધ આચારસંપન્ન હોય, હિંસાદિ પાપપ્રવૃત્તિઓથી કે વ્રતાદિ સંબંધી સૂક્ષ્મ કે બાદર અતિચારોથી વિરામ પામ્યા હોવાથી જેઓ વિરત હોય, બાહ્ય અને અત્યંતર તપનું સેવન કરવા દ્વારા જેઓ તપસ્વી હોય, શુદ્ધ-આત્મ-સ્વરૂપે પ્રગટ કરવાની તીવ્ર અભિલાષાથી જેઓ સતત પરમાત્માના ધ્યાનમાં રત રહેતા હોય, પાંચે ઈન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈને, ભાવથી મુનિભાવને ધારણ કર્યો હોવાથી, જેઓ મૌની હોય, નિરતિચાર સમ્યગુદર્શનને કારણે જેઓ સ્થિર દર્શનવાળા હોય, તેવા સાધુઓ પણ તે ગુણોને પામી શકતા નથી કે જે ગુણોને જડ-ચેતન સર્વ ભાવો પ્રત્યે ઉદાસીનભાવવાળા, સ્થિર સમુદ્ર જેવી નિર્વિકલ્પ અવસ્થાને વરેલા, સામ્યસમાધિમાં લીન સાધુઓ પામી શકે છે. આ મહાત્માઓ સામર્થ્યયોગને સાધી ક્ષપકશ્રેણી માંડી શકે છે અને તે દ્વારા તેઓ અનેક ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્માની અનંત શક્તિઓના સ્વામી બની શકે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામી પરમ સુખ અને પરમ આનંદ માણી શકે છે. સામ્ય સિવાય બીજા અનેક ગુણોને વરેલા મહાત્મા પણ આ સુખ અને સંપત્તિને પામી શકતાં નથી, આથી જ આ સામ્યસમાધિ સર્વ ગુણોમાં શિરમોર સ્થાને છે, માટે સર્વ સાધકોએ કોઈપણ સાધના કરતાં સામ્યયોગને જ પોતાનું લક્ષ્ય બનાવવું જોઈએ. /૧૪ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન છે શ્લોક : ગાથા-૧૫ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન ગાથા - ૧૫-૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨ અવતરણિકા : સામ્યભાવથી કેવા ફાયદા થાય છે, તે જણાવી હવે સમતાને પામેલા દમદન્તમુનિની સ્તુતિ કરતાં જણાવે दुर्योधनेनाभिहतंथुकोप, नॅ पाण्डवैयन नुतो जहर्ष' । स्तुम 'भदन्तं' 'दमदन्तर्मेन्तः, समत्ववन्तं मुनिसत्तमै तम् ॥१५ ॥ . નોંધ : દુર્યોધનેના મિહિતશ્રુોપ આવો પાઠાંતર પણ મળે છે. ૨૭૧ શબ્દાર્થ 9. દુર્યોધનેન - દુર્યોધન વડે ર/રૂ. અમિન્હત: ય: - હણાયેલા જે ૪/૫. ૧ યુોપ - કોપ ન પામ્યા (અને) ૬/૭. પાડવે: નુતઃ - પાંડવો વડે સ્તુતિ કરાયેલા (જે) ૮/૧. મૈં નર્વ - હર્ષ ન પામ્યા ૧૦/૧૧/૧૨.અન્ત: સમત્વવન્ત્ તમ્ - અંત૨માં સમતાવાળા તે ૧૨. મુનિસત્તમં - શ્રેષ્ઠ મુનિ ૧૪/૧૬. વૈમવત્તું ભવન્તુ - દમદન્ત ભદંતને ૧૬. સ્નુમ: - અમે સ્તવીએ છીએ. શ્લોકાર્થ : દુર્યોધન વડે હણાયા, તોપણ જેમણે કોપ ન કર્યો અને પાંડવો દ્વારા નમાયા, તોપણ જેમણે હર્ષ ન કર્યો, અંતરમાં સમતાભાવવાળા તે શ્રેષ્ઠ મુનિ શ્રી દમદત્ત ભદંતની અમે સ્તુતિ કરીએ છીએ. ભાવાર્થ : અંદરમાં સામ્યભાવ પ્રગટી જાય પછી સમતાધારી મહાત્માને ક્રોધના પ્રબળ નિમિત્તોમાં પણ ક્રોધ આવતો નથી અને હર્ષના નિમિત્તોમાં તેઓને હર્ષ થતો નથી. આવા જ એક સમતાધારી શ્રેષ્ઠ મુનિ હતા - રાજર્ષિ દમદત્ત. દુર્યોધને તેમના ઉપર બીજોરાનાં મોટા ફળોનો અને પત્થરોનો પ્રહાર ર્યો અને પાંડવોએ તેમને ભાવથી વંદન કર્યું, તેલાદિનું મર્દન કરી તેમની ક્ષમા પણ યાચી. આમ છતાં મહામુનિ દમદન્તને બન્ને ઉપર સમાન ભાવ હતો. કોઈ ઉપ૨ ૨ોષ પણ નહોતો કે કોઈ ઉપ૨ તોષ પણ નહોતો. અમે તે મહામુનિને ભાવથી સ્તવીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેમના જેવો સમભાવ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય અમારામાં પણ પ્રગટે. વિશેષાર્થ : હસ્તિશીર્ષ નગરના રાજા દમદન્તની આ વાત છે. એકવાર તેઓ જરાસંઘને મળવા રાજગૃહી ગયા હતા. ત્યારે પાંડવોએ તેમના નધણીયાતા નગર ઉપર ચઢાઈ કરી, તેને લૂંટ્યું હતું. દમદત્ત રાજાએ પાછા આવી હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો અને પાંડવોને શિયાળીયા કહીને પોતાનો સામનો કરવા નગરની બહાર આવવા કહ્યું; પરંતુ ભયના માર્યા પાંડવો તો હસ્તિનાપુરના કિલ્લામાંથી બહાર પણ ન નીકળ્યા. કંટાળીને દમદત્ત રાજા પાછા પોતાના દેશ ચાલ્યા ગયા. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર કાળક્રમે દમદત્ત રાજાને કામભોગથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેમણે દીક્ષા અંગીકાર કરી. ઉત્તરોત્તર સાધના કર્યા પછી તેઓ એકલવિહારી પ્રતિમાને ધારણ કરી વિચરવા લાગ્યા. દેશ-દેશાંતર વિચરતા એકવાર તેઓ હસ્તિનાપુરની બહાર પ્રતિમા ધારણ કરી કાઉસ્સગ ધ્યાનમાં ઊભા હતા. તેટલામાં જ ત્યાંથી યુધિષ્ઠિર આદિ પાંડવો પસાર થયા. પૂર્વના વૈરને યાદ કર્યા વગર તેઓએ મહામુનિની ભાવપૂર્વક સ્તવના અને વંદના કરી. પાછળથી ત્યાં દુર્યોધન આવ્યો, જેવી તેને ખબર પડી કે આ તો હસ્તિનાપુરને ઘેરો ઘાલનાર તે દમદત્ત રાજા છે, તેવો જ તેણે મોટા બીજોરાના ફળથી મુનિ ઉપર પ્રહાર કર્યો. તેને જોઈ તેના સૈન્યએ પણ મુનિ ઉપર પત્થરમારો કર્યો. મુનિ તો પત્થરોના ઢગલામાં દટાઈ ગયા, છતાં તેમની ધ્યાનની ધારા અચળ રહી. થોડીવારે યુધિષ્ઠિર તે માર્ગે પાછા ફર્યા. મુનિભગવંતને ન જોતાં, તેમણે પૂછપરછ કરી. પત્થરના ઢગલા વચ્ચે દટાયેલા દમદત્ત મુનિ જ્યારે દેખાયા, ત્યારે તેમની વ્યથાનો પાર ન રહ્યો. તેમણે તુરંત જ પત્થરો દૂર કર્યા. મનિને શાતા ઉપજે તે માટે યોગ્ય સારવાર કરી અને અત્યંત દ્રવિત હૃદયે તેમની ક્ષમા યાચી. શાસ્ત્રકાર મહર્ષિઓએ નોંધ્યું છે કે આવાં રોષનાં અને તોષનાં પ્રબળ નિમિત્તો વચ્ચે પણ સમતાધારી તે શ્રેષ્ઠ મહાત્માને દુર્યોધન અને પાંડવો ઉપર સમાન ભાવ હતો. બહારથી જેમ તેઓએ રોષ કે તોષ ન કર્યો, તેમ તેમના અંતરને પણ રાગ-દ્વેષના કોઈ મલિન ભાવો સ્પર્યા નહિ. ધન્ય છે તેમની ક્ષમાશીલતાને ! તેમના પરમ સામ્યભાવને ! અમે પણ તેમને અંજલિબદ્ધ પ્રણામ કરી, ભાવથી સ્તવીએ છીએ, તેમને વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે, “હે મહાત્મન્ ! આપના જેવી સમતા અમને ક્યારે પ્રાપ્ત થશે ? આપના જેવા પત્થરના ઘા સહન કરવાનું સામર્થ્ય તો નથી, પરંતુ સ્વકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં કડવાં-મીઠાં વેણોમાં સમતા રાખી શકીએ તેટલું સામર્થ્ય તો જરૂર આપજો !” //૧પો અવતરણિકા : દમદન્તમુનિની સ્તવના કર્યા બાદ હવે સામ્યભાવને વરેલા નમિરાજર્ષિનો યશ પણ કેવો ફેલાયો, તે જણાવે શ્લોક : यो दह्यमानां मिथिला निरीक्ष्य, शक्रेण नुन्नोऽपि नमिः पुरीं स्वाम् । ने मेंऽत्र किञ्चिज्ज्वलतीत मेने, साम्येन तेनोयशौवितेने ||१६|| શબ્દાર્થ : ૧/૨. શક્કા નુત્રોડપિ - ઈન્દ્ર દ્વારા પ્રેરાયેલા પણ ૩/૪ : નમ: - જે નમિરાજર્ષિ ૧/૬/૭. વાં મિથિલ્યાં પુરી - પોતાની મિથિલાનગરીને ૮. દ્રસ્થમાનાં - બળતી ૨. નિરીચ - જોઈને ૨૦. સાચ્ચેન - સામ્યથી 99/૧૨. ‘સત્ર મે - ‘આમાં મારું ૧૩/૧૪/ ૧૬. વિચિત્ નશ્વત્રત’ - કાંઈ બળતું નથી” ૧૬/૧૭. તિ મેને - એવું માનતા હતા, 9૮, તેન - તે (નમિરાજર્ષિ)થી 9૬/૨૦. હસ્સયશઃ વિતેને - વિસ્તૃત યશ ફેલાયો. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૬ શ્લોકાર્થ : ઈન્દ્ર દ્વારા પ્રેરાયેલા પણ જે નમિરાજર્ષિ પોતાની મિથિલા નગરીને બળતી જોઈને સમતાભાવથી એવું માનતા હતા કે, “આમાં મારું કાંઈ પણ બળતું નથી'; તેથી તેમનો યશ ચારેકોર ફેલાયો. ભાવાર્થ : એકત્વભાવનાથી ભાવિત બની નમિરાજર્ષિ તીવ્ર વૈરાગ્યથી સંયમ સ્વીકારી જંગલની વાટે સંચરી રહ્યા હતા. ત્યારે તેમના વૈરાગ્યની પરીક્ષા કરવા ઈન્દ્ર મહારાજા આવ્યા. તેમણે બળતી મિથિલાને શમાવીને પછી દીક્ષા લેવા ખૂબ આગ્રહ કર્યો, છતાં મમતાના પરિણામથી પર બનેલા નમિરાજર્ષિએ ચિત્તમાં વર્તતા સમતાભાવથી ઈન્દ્રને કહ્યું કે, 'मिहिलाए डज्जमाणीए न मे डज्जइ किंचणं ।' ‘મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી.' પૂર્વની રાત્રિ સુધી જેમાં અપાર મમત્વ હતું, તેમાં પણ આવો નિર્મમત્વ ભાવ કેળવનારા નમિરાજર્ષિએ ઘણો યશ પ્રાપ્ત કર્યો. ખુદ દેવેન્દ્રએ પણ તેમના સમન્વભાવની ભૂરી ભૂરી અનુમોદના કરી. વિશેષાર્થ : મહાસતી મદનરેખાના પુત્ર મિથિલાનરેશ નમિરાજા ન્યાય-નીતિપૂર્વક અને વાત્સલ્યથી પ્રજાનું પાલન કરતા હતા. એકદા તેમના શરીરમાં અતિદુઃ સહ દાહજ્વર ઉત્પન્ન થયો. તેને શમાવવા વૈદ્યોએ ઘણા ઉપાયો કર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયા. છેવટે ચંદનનું વિલેપન કરવાથી રાજાનો દાહ કાંઈક શમ્યો. રાજાને કાંઈક ટાઢક વળે તે માટે તેમની રાણીઓ અનેક કંકણ આદિ આભૂષણોથી અલંકૃત હાથોથી સ્વયં ચંદન ઘસવા લાગી; પરંતુ ચંદન ઘસતાં થતો કંકણોનો ખખડાટ રાજાને ત્રાસ ઉપજાવતો હતો. તેથી રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક કંકણ રાખી બાકીનાં સર્વ કંકણો ઉતારી નાખ્યાં. તરત જ અવાજ શમી ગયો અને નીરવ શાંતિ ફેલાઈ ગઈ. તે નીરવતામાં નમિરાજા શાંતિના કારણ ઉપર વિમર્શ કરવા લાગ્યા. સમ્યગૂ વિચારોના પરિણામે તેમને સમજાયું કે, “ખરેખર ઘણાં કંકણોનો સંગ હતો તેથી જ અવાજ થતો હતો. જ્યારે તે એક થઈ ગયાં ત્યારે અવાજ બિલકુલ શમી ગયો. સંસારમાં પણ જ્યાં સંગ છે ત્યાં જ ચિત્તમાં સંક્લેશ છે, સંગ વિના સંક્લેશ નથી. તેથી જો મારો દાહ શાંત થશે તો હું પણ શાંતિ મેળવવા અને અસંગી બનવા સંયમ ગ્રહણ કરીશ.' આ જ શુભ ભાવનામાં રાત્રી પસાર થઈ. મહાપુરુષોની આ જ મહાનતા છે કે, નિર્મળબુદ્ધિથી સામાન્ય પ્રસંગનું પણ વિશ્લેષણ કરતાં તેઓ આત્મહિતની સાચી દિશા પકડી લે છે. શુભસંકલ્પના પ્રભાવે અશાતાવેદનીયકર્મનું આવરણ હટી ગયું અને છ-છ માસનો દાહવર સવારે શાંત થઈ ગયો. વૈરાગી બનેલા મિથિલાનરેશ મિથિલા નગરી છોડી જંગલની વાટ પકડી એકાકી ચાલી નીકળ્યા. શોકાતુર અંત:પુર અને પ્રજા તેમની પાછળ અશ્રુભીની આંખે ચાલી રહી હતી. નમિરાજર્ષિએ તો For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર દ્રવ્યથી નિર્જન ઉદ્યાનાદિના એકાંતનો અને ભાવથી ‘હું એકલો છું. મારુ કોઈ નથી.' વગેરે ભાવનાઓના એકાંતનો આશ્રય કર્યો. મક્કમતાથી જંગલની વાટે એકલા જ આગળ વધતા નમિરાજર્ષિને જોઈ ઇન્દ્ર મહારાજાને શંકા થઈ કે, શું એક દિવસમાં આવો નિર્મમભાવ પ્રગટી શકે ? તેથી તેઓએ નમિરાજર્ષિની પરીક્ષા કરવા તેમને ભડકે બળતી મિથિલાનગરી બતાવી અને કહ્યું, ‘તમારી નગરી બળી રહી છે, પ્રજામાં કોલાહલ મચી રહ્યો છે. તમે તેની સામે કેમ જોતા નથી ? જે પોતાનું હોય તેનું રક્ષણ કરવું જોઈએ.' આ સાંભળી જરાપણ વ્યથિત થયા વગર નમિરાજર્ષિએ ઇન્દ્રમહારાજાને જણાવ્યું, જે ‘મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. જે બળે છે તે મારું નથી, જે મારું છે તે ક્યારેય બળતું નથી.’ પરમાર્થ લાધ્યો હોવાથી નમિરાજર્ષિને ન તો નગરી પોતાની લાગી કે ન તો અંતઃપુર પોતાનું લાગ્યું. તેમને તો એક માત્ર આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણો પોતાના લાગ્યા, તેથી મિથિલા બળે છે એવું દેખાવા છતાં, એવું લાગે છે કે, ‘મારું કાંઈ બળતું નથી.' મમતાનો ત્યાગ કરી સમતાભાવને આત્મસાત્ કરનારા તે નમિરાજર્ષિની દેવેન્દ્રોએ પણ સ્તવના કરી. આ રીતે સમતાના પ્રભાવથી તેમનો યશ ચારેકોર ફેલાયો. ।।૧૬।। અવતરણિકા : નમિરાજર્ષિની સ્તવના કર્યા બાદ હવે સામ્યયોગના પ્રભાવે સ્કંધકસૂરિના શિષ્યોમાં પ્રગટેલ સત્ત્વની સ્તવના કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક : साम्यप्रसादास्तवपुर्ममत्वः,सत्त्वाधिकाः स्वं ध्रुवमेव मत्वा । મ ने सेहिरेऽर्त्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्धकसूरिशिष्याः ॥१७॥ શબ્દાર્થ : ૧. સામ્યપ્રક્ષાવાસ્તવવુર્મમત્વા: - સમતાના પ્રભાવથી જેમનું શરીર પ્રત્યેનું મમત્વ અસ્ત પામી ગયું છે, ૨. સત્ત્વાધિષ્ઠાઃ - એવા અત્યધિક સત્ત્વશાળી રૂ. તીવ્રયન્ત્રનિબીડિતાઃ - તીવ્ર યન્ત્ર દ્વારા અત્યંત પીડાયેલા ૪. હ્રન્ધસૂરિશિષ્યાઃ - કન્ધકસૂરિના શિષ્યોએ /૬/૭/૮. સ્વં ધ્રુવમ્ વ મત્વા - પોતાની જાતને શાશ્વત જ માનીને ૬. વિમ્મુ - શું ૧૦/૧૧/૧૨. અત્તિ ન સેહિરે ? - પીડાને સહન ન કરી ? શ્લોકાર્થ : સમતાના પ્રભાવથી શરીરની મમતાનો નાશ કરનારા અત્યંત સત્ત્વશાળી એવા સ્કન્ધકસૂરિના શિષ્યોએ (તેલ પીલવાની ઘાણીરૂપ) કર્કશ યન્ત્રમાં અત્યંત પીડાનો ભોગ બનવા (છતાં પણ) પોતાના આત્માને શાશ્વત માનીને શું પીડા સહન ન કરી ? ભાવાર્થ : સ્કન્ધકસૂરિના ૫૦૦ શિષ્યોને તેલની ઘાણીમાં પીલવાનો નિર્ણય થયો, ત્યારે સૂરિજીએ પોતાના શિષ્યોનું For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૭ ૨૬૫ સત્ત્વ ખીલે અને તેમાં વિશિષ્ટ કોટિનો સમતાભાવ પ્રગટે તેવી હિતશિક્ષા આપીને ઉપસર્ગ સહન કરવા સક્ષમ બનાવ્યા. ગુરૂપદેશ ઝીલીને તે શિષ્યો અત્યંત સત્ત્વશાળી અને સહિષ્ણુ બન્યા. તેઓએ સમતા દ્વારા શરીરની મમતાનો અંત આણ્યો. ‘દેહથી ભિન્ન તુજ રૂપ રે” “વપુ વિનાશી તું અવિનાશી' એમ વિચારી “આત્માથી ભિન્ન શરીર આદિ પદાર્થો વિનાશી છે. હું અવિનાશી આત્મા છું.” એવી ભાવનામાં રમતા તેઓએ ઘોર પીડા એવી રીતે સહન કરી કે, જેમ જેમ તેમના હાડકાનો ભૂક્કો થતો ગયો, તેમ તેમ તેમના કર્મનો પણ ભૂક્કો થતો ગયો અને જેમ જેમ તેમનાં હાડ-માંસ છૂટાં પડતાં ગયાં, તેમ તેમ તેઓનો આત્મા દેહ અને કર્મનાં બંધનોથી છૂટતો ગયો. આમ સમતાના પ્રભાવથી તેઓ વીતરાગ સર્વજ્ઞ બની સર્વ કર્મથી રહિત થઈ, પોતાના પરમ વિશુદ્ધસ્વરૂપને પ્રગટ કરી સદા માટે પરમ સુખ ભોગવવા મોક્ષે પહોંચી ગયા. વિશેષાર્થ : વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના કાળમાં શ્રાવસ્તીનરેશ જિતશત્રુ રાજાને અંધક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. રાજાએ પુત્રીને દંડક રાજા સાથે પરણાવેલી. એકદા દંડક રાજાનો પુરોહિત પાલક દૂતરૂપે શ્રાવસ્તી નગરીમાં આવ્યો અને રાજસભામાં જૈન સાધુઓની નિંદા કરવા લાગ્યો. ત્યારે સ્કંધકકુમારે તેને નિરુત્તર કરી કાઢી મૂક્યો. અપમાનિત થયેલો તે પાલક સ્કંધકકુમારનાં છિદ્રો જોવા લાગ્યો. કાળક્રમે સ્કંધકકુમારે બીજા ૫00 કુમારો સહિત શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને ગીતાર્થ બન્યા. વર્ષો વીત્યા પછી તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતા સપરિવાર તે જ નગરીમાં પધાર્યા. ત્યારે અભવી પાલક મંત્રીને થયું કે, અપમાનનો બદલો વાળવાનો આ સુંદર મોકો છે. તેણે નૂતન રાજાને ઉશ્કેરવા જણાવ્યું કે “આ જૈનાચાર્ય તમારું રાજ્ય પાછું મેળવવા જ આવ્યા છે અને સાધુવેષમાં અનેક સહસ્રોધી સૈનિકોને સાથે લાવ્યા છે, વળી પોતાની વાતને સિદ્ધ કરવા તેણે કપટથી સ્કન્ધકસૂરિ જ્યાં ઉતર્યા હતા ત્યાં શસ્ત્ર-સરંજામ ગોઠવી દીધો. તપાસ કરતાં રાજાને પાલકની વાત સાચી લાગી, તેથી તેમણે સ્કન્ધકસૂરિને શિક્ષા કરવાની પાલકને અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળતાં જ પાલકે દરેક સાધુને તલ પીલવાની ઘાણીમાં પીલી નાંખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય સાંભળીને, કર્મોદયથી આવી પડેલા ઘોર ઉપસર્ગમાં શિષ્યોનું ચિત્ત પાલક પ્રત્યેના દ્વેષથી કે શરીર પ્રત્યેના રાગથી સહેજ પણ વિચલિત ન થાય; પરંતુ એક માત્ર સમતાભાવને ઉલ્લસિત કરવા તત્પર રહે તે માટે અત્યંત હિતચિંતાથી સ્કન્ધકસૂરિએ શિષ્યોને નિર્ધામણા કરાવી. શિષ્યોએ પણ ઉલ્લાસપૂર્વક તેમનું અનુશાસન ઝીલી તદનુસાર પોતાનું ચિત્ત તૈયાર કર્યું. દુષ્કૃત- ગોં, સુકૃતઅનુમોદના અને ચતુર શરણનો સ્વીકાર કર્યો. અન્યત્વ ભાવનાથી હૃદયને ભાવિત કર્યું. તેનાથી તેઓને સ્પષ્ટ સંવેદાયું કે “શરીર એ હું નથી - હું તો શાશ્વત કાળ રહેનાર અખંડ આનંદમય આત્મા છું. શરીરને કોઈ પીલી શકે છે, છેદી શકે છે, મારી શકે છે, બાળી શકે છે. પરંતુ મને કોઈ પીલી શકતું નથી, છેદી શકતું નથી, મારી શકતું નથી, બાળી શકતું નથી. હું તો અવિનાશી અને અનંત સુખમય, અવ્યાબાધ એવો આત્મા છું.” Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકારી સ્વ-સ્વરૂપના આવા ઊંડા આત્મસ્પર્શી ચિંતનથી તેઓમાં અપૂર્વ વીર્ય પ્રગટ થયું. ભય, ચિંતા, ગભરાટ, લાચારી જેવી સત્ત્વહીન લાગણીઓનું તેમના ચિત્તમાં કોઈ સ્થાન ન રહ્યું; અજબ-ગજબની સ્વસ્થતા અને ચિત્તની પ્રસન્નતાથી તેઓ ઘાણીમાં પીલાવા તૈયાર થઈ ગયા. નિર્દયી પાલક મોટા ભારેખમ અને કર્કશ પત્થરોથી બનેલી તલ પીલવાની ઘાણીમાં એક પછી એક શિષ્યને નાંખી નાંખીને પીલવા લાગ્યો. ચારે બાજુ લોહીની પીચકારીઓ ઊડવા લાગી, હાડકા તડતડ તૂટવા લાગ્યાં, આંખના ડોળા બહાર ફંગોળાવા લાગ્યા, માંસના લોચા ઉછળવા લાગ્યા, ખોપરીઓ ફૂટવા લાગી, ઘાણીના બે પડની વચ્ચેથી નિચેતન શરીરના અંગોનો રસ વહેવા લાગ્યો. આખું વાતાવરણ બિહામણું બની ગયું પોતાની સામે જ પોતાના સહવર્તી સાધકોને આ રીતે પીલાતા જોવા છતાં બાકી રહેલા કોઈપણ સાધુઓના સત્ત્વને ઊણી આંચ પણ આવી નહિ. તેનું એકમેવ કારણ એ જ હતું કે તે દરેકનાં વિવેક ચક્ષુ ખુલી ગયાં હતાં. તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ થઈ ગયો હતો. તેમનું ભેદજ્ઞાન અને સામ્યયોગ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા, તેથી તેમની નજર જડ શરીર ઉપર નહોતી; પરંતુ અજર, અમર અને નિર્બન્ધ અવસ્થાને પામતા આત્મા ઉપર હતી. આત્મા ઉપર નજર સ્થિર થવાના કારણે તેઓને શરીરની અવદશા નહિ પણ આત્માની ઉન્નતિ દેખાતી હતી, તેથી તેઓ સ્વયં પણ એવી પીડાને પ્રેમથી સ્વીકારવા સજ્જ બન્યા. અત્યંત ભયભીત કરી મૂકનારું વાતાવરણ હોવા છતાં એક પણ શિષ્યના ચહેરા ઉપર ભયની લાગણી, હૃદયમાં ધડકન કે મુખમાંથી ચિત્કારનો અવાજ નહોતો. એક માત્ર અરિહંતના નામસ્મરણથી વાતાવરણ ગુંજતું હતું. આ દૃશ્યની કલ્પના કરતાં પણ કંપારી છૂટી જાય તેવું છે; કેમ કે શરીરની ગાઢ મમતાને કારણે આપણને તે ધન્યાતિધન્ય શિષ્યોની શારીરિક વેદના અને દુઃખ જ દેખાય છે. વાસ્તવમાં નિષ્કષાય ભાવમાંથી પ્રગટેલા સામ્યયોગના ઉચ્ચતમ શિખરે પહોંચેલા તેઓ તો શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનમાં જ લીન હતા. નિર્મમભાવ અને સમત્ત્વના યોગે, દેહના સ્તરે પ્રવર્તમાન ઘટના સાથે એમનું કોઈ જોડાણ જ નહોતું. એ બધાથી એ સર્વથા પર હતા, તેથી ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે જ ક્ષણે અનંતકાળ સુધી પરમ સુખ ભોગવવા મોક્ષમાં પહોંચી ગયા હતા. આ સર્વ સિદ્ધિઓના મૂળમાં એક જ ગુણ રહેલો હતો - સામ્યભાવ - સમતાયોગ ||૧૭ll અવતરણિકા : સમતાભાવને કારણે સ્કંધકસૂરીના શિષ્યો કેવા સત્ત્વશાળી બન્યા તે જણાવી હવે સમતાભાવથી મેતાર્યમુનિનું હૃદય પણ કેવું થયું તે વર્ણવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : लोकोत्तरं चारुचरित्रमेतन्मतार्यसाधोः समतासमाधेः । हृदायकुप्यन्ने यदाचर्मबद्धेऽपि मूर्धन्ययमाप तापम् ॥१८॥ શબ્દાર્થ : 9. સમતાસમા - સમતારૂપી સમાધિવાળા ૨. મૈતાર્યસાધોઃ - મેતાર્યમુનિનું રૂ/૪/૬. અતઃ સ્ત્રોક્ટોત્તરં વારુરિત્રમ્ - આ લોકોત્તર સુંદર ચરિત્ર છે. ૬. યદુ - કારણ કે ૭. મૂર્ધનિ - માથામાં ૮. માર્દવર્મવર્લ્ડ રે - ભીનું ચામડું બંધાયું હોવાં છતાં પણ ૬/૧૦/99. યં તાપમ્ Hપ - આ મુનિ) તાપને પામ્યા ૧૨. લપિ - પણ ૧૩/૧૪/૧૬. દૂતા ન ૩૭Aતુ - હૃદયથી કોપિત ન થયા. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૮ શ્લોકાર્થ : સમતારૂપી સમાધિવાળા મેતાર્યમુનિનું આ લોકોત્તર એવું સુંદર ચરિત્ર છે, કેમ કે ભીના ચામડાથી માથું બંધાયું હોવાને કારણે તેઓ (તડકામાં) તપ્યા, પરંતુ હૃદયથી (ક્રોધરૂપી તાપથી) ક્રોધિત ન થયા. ભાવાર્થ : સોનાના જવલાં ગળી જવાનો અપરાધ ક્રૌંચ પક્ષીએ કર્યો છે, એવું જાણવા છતાં જીવ માત્ર પ્રત્યે સમતાવાળા મેતાર્યમુનિએ દયાભાવથી ક્રૌંચનો અપરાધ છતો ન કર્યો. સોનીએ ભીનું ચામડું માથા પર બાંધી તેમને તડકામાં ઊભા રાખી, પુન: પૂછપરછ કરી; પરંતુ મુનિ મૌન રહ્યા. તાપથી ચામડું સુકાતાં મુનિનું માથું ફાટી ગયું અને આંખના ડોળા બહાર આવી ગયા; છતાં પણ મુનિને ન સોની ઉપર ક્રોધ આવ્યો કે ન તેમનું મૌન તૂટ્યું. બાહ્ય તાપ વધતો ગયો તેમ મુનિનું અંતર ઠરતું ગયું. સમતાથી સહન કરનારા તે મેતાર્ય મુનિ તો ત્યાં ને ત્યાં સર્વ કર્મ ખપાવી મોક્ષે પહોંચી ગયા. વિશેષાર્થ : ક્ષત્રિયોમાં શૂરતા-વીરતા આદિ ગુણો સહજ હોય છે, તો વણિકકુળોમાં ઔદાર્યાદિ ગુણો સહજ હોય છે. જ્યારે ચાંડાલકુળમાં જન્મેલામાં ક્રૂરતા સહજ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મેતાર્યમુનિનો જન્મ ચાંડાલ કુળમાં થયો હતો, છતાં તેમની લોકોત્તર કરુણા આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. મેતાર્ય મુનિનો ચાંડાલના ત્યાં જન્મ થયો પણ પુણ્યોદયના કારણે તેમનો ઉછેર રાજગૃહીના એક શ્રીમંત શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અનેક અદ્ભુત કાર્યો કરી, તેઓ મહારાજા શ્રેણિકના જમાઈ થયા હતા. બાર વર્ષ સુધી લગ્ન જીવન જીવી તેમણે માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ૨૭૭ પ્રભુ વચનાનુસાર નિર્દોષ ભિક્ષા માટે ફરતા મેતાર્યમુનિ એક વખત કોઈ સોનીને ત્યાં પહોંચ્યા. તે વખતે સોની શ્રેણિકમહારાજાની ચૈત્યપૂજા માટે સોનાનાં જવલાં ઘડતો હતો. મેતાર્યમુનિ પધાર્યા એટલે ઘડવાનું કાર્ય પડતું મૂકી સોની ઘરની અંદર આહાર લેવા ગયો. જોગાનુજોગ ત્યાં એક ક્રૌંચ પક્ષી આવી તે જવલાં ચણી ગયું. બહાર આવીને જવલાં ન જોતાં સોની મુનિ ઉપર વહેમાયો. કડક અવાજે તે મુનિને પૂછવા લાગ્યો કે, મહારાજ ! સોનાનાં જવલાં કયાં ગયાં ?' મહાત્મા મેતાર્યે વિચાર્યું કે, જો હું કહી દઉં કે આ ક્રૌંચ જવલા ચણી ગયો છે તો આ સોની તેને જરૂર મારી નાંખશે.’ તેથી તેઓ મૌન રહ્યા. મુનિના મૌનથી સોનીનો વહેમ પાકો થયો. તેમની પાસેથી કોઈ પણ રીતે જવલાં મેળવવા સોનીએ તેમના માથે પાણીથી ભીનું કરેલું ચામડું કસકસાવીને બાંધી દીધું અને તેમને તડકે ઊભા રાખ્યા. તડકો વધતાં ચામડાની વાધર સુકાતી ગઈ. જેમ જેમ તે સંકોચાતી ગઈ તેમ તેમ મુનિના મગજ ઉપર ચામડાના પટ્ટાનું દબાણ વધવાથી તેમને અસહ્ય પીડા થવા લાગી. આ પીડાથી બચવા મુનિ પાસે અનેક વિકલ્પો હતાં. તેઓ ‘ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયો છે' એવું કહી શકતા હતા. જેના માટે જવલા ઘડ્યા છે તે શ્રેણિક રાજાના જ પોતે જમાઈ છે એવું જણાવીને પણ મુક્ત થઈ શકતા હતા. હાજરાહજુર રહેતા For Personal & Private Use Only www.airtelitary.org Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર મિત્રદેવની સહાય પણ માંગી શકતા હતા. અરે ! ખુદ પોતાના બળથી પણ ચામડું દૂર કરવા સમર્થ હતા. અથવા સોનીને સમજાવવા માટે પણ સક્ષમ હતા; પરંતુ આ તો લોકોત્તર પુરુષ હતા અને વળી વીરપ્રભુના સાચા શ્રમણ હતા, તેથી તેમણે સામાન્ય માનવીની જેમ કોઈ તુચ્છ વિકલ્પોનો સહારો લીધો નહિ. તેઓ તો વિચારવા લાગ્યા કે, “આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનું કારણ મારા જ પૂર્વકૃત કર્મો છે, સોની તો તેમાં નિમિત્ત માત્ર છે. આ કર્મકૃત પરિસ્થિતિને સમભાવે સહન કરી લઈશ તો મારા કર્મ ખપી જશે. કર્મ ખપાવવાના અણમોલ અવસરે કોઈ અન્ય વિચાર મારે શું કામ કરવો ? વળી ક્રૌંચ પણ મારા જેવો જીવ છે. મને જેમ સુખ-દુ:ખ થાય છે તેમ તેને પણ થાય છે. મારાથી તેના દુઃખમાં નિમિત્ત કેવી રીતે બનાય !” એક બાજુ મુનિ સમભાવમાં અત્યંત લીન બને છે તો બીજી બાજુ ચામડું ખેંચાતું જાય છે. અને મુનિના મસ્તકની નસો અને માથાની ખોપરીનાં હાડકાં તૂટતાં જાય છે; પરંતુ મુનિવર તો આત્મધ્યાનમાં મગ્ન છે. તેમના મનમાં કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. તેમને નથી સોનીનો દોષ જણાતો કે નથી ક્રૌંચનો દોષ જણાતો. સ્વકર્મના અપરાધને ચિંતવતાં ચિંતવતાં મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લ ધ્યાન ઉપર આરૂઢ થયા. શરીર આદિ અન્ય સર્વ જડ પદાર્થો કરતાં આત્મા ભિન્ન છે એવી ધ્યાનધારા દ્વારા તેમણે શરીરની મમતાને સર્વથા ત્યજી દીધી. સુકાતા ચામડાએ ચામડી ચીરી નાંખી અને મસ્તિષ્કના હાડકાં પણ ફોડી નાંખ્યાં. આંખોના ડોળા પણ બહાર નીકળી આવ્યા, પરંતુ સમતા અને સંયમની મૂર્તિ સમાન મેતાર્ય મુનિના મનમાં સામ્યભાવ સિવાય બીજો કોઈ ભાવ ન સ્પર્યો. જીવમાત્રને સમાનભાવથી જોનાર આ મુનિએ વાધરના બંધનને સત્ત્વભેર સ્વીકારીને, સદા માટે કર્મોના બંધનોથી મુક્તિ મેળવી લીધી. સાનુકૂળ કે વિશેષ પ્રતિકૂળ ન હોય તેવા સામાન્ય સંયોગોમાં તત્ત્વચિંતનથી ભાવિતબુદ્ધિવાળા સાધકો માટે સમતાભાવ પ્રાપ્ત કરી તેની વૃદ્ધિ કરવી હજુ સહેલી છે; પરંતુ જ્યારે સંયોગો સર્વથા પ્રતિકૂળ હોય અને તેમાં પણ જ્યારે શરીરની વેદના અસહ્ય હોય ત્યારે સમતાભાવને ટકાવી રાખવો કે તેની વૃદ્ધિ કરવી તે અતિ અતિ અઘરું છે, તેથી જ આવા કપરા સંયોગમાં પણ સમતાભાવમાં સ્થિર રહેનાર મેતાર્યમુનિનું આ લોકોત્તર ચરિત્ર ખરેખર અદ્ભુત છે. કેમ કે, તેઓએ પ્રાણાંત ઉપસર્ગ વચ્ચે પણ ક્રોધના મલિન ભાવથી તો હૈયાને મુક્ત રાખ્યું, પણ તેનાથી આગળ વધીને સ્વબચાવના સંયોગ હોવા છતાં સ્વબચાવનો લેશ પણ પ્રયત્ન ન કર્યો અને સતત સમતાસમાધિને પરિપુષ્ટ કરી, એના સહારે ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે સીધાવ્યા. ૧૮ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતા ધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૯ ૨૬૯ અવતરણિકા : મરણાંત ઉપસર્ગમાં જેઓનું હૃદય નિષ્કપ રહ્યું તેવા મેતાર્યમુનિની સ્તવના કરી, હવે ગજસુકુમાલમુનિની સ્તવના કરતાં ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક : जज्वाल नान्तः श्वशुराधमेन, प्रोज्ज्वालितेऽपि ज्वलनेने मौलौ । मौलिर्मुनीनां सँ ने कैर्निषेव्यः कृष्णानुजन्मा समतामृताब्धिः ॥१९॥ નોંધ : નાન્તશ કુરાધમેન, નાન્તઃ સુરીયમેન જો આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ : ૧, શ્વસુરાધમેન - અધમ સસરા વડે ૨. વૃન્નેન - અંગારાથી રૂ/૪. મૌૌ પ્રોક્વાન્ટિસ્તંડપિ - મસ્તક સળગાવવા છતાં પણ ૬. (:) સન્ત:- (જેઓ) અંતરમાં ૬/૭, ન નવ્વીસ્ટ - બળ્યા નહિ ૮/૧/૨૦. સ મુનિનાં મૌઢિ: - તે મુનિઓમાં મુગટ સમાન 99. સમતામૃતશ્ચિ: - સમતારૂપી અમૃતના સાગર ૨. વૃકૃUTIનુનન્મ - શ્રીકૃષ્ણના નાનાભાઈ ૧૩/૧૪/૧૬. વૈ: ન નિવેવ્ય: - કોના વડે સેવવા યોગ્ય નથી ? શ્લોકાર્થ : અધમ સસરાએ સ્મશાનના અંગારાથી મસ્તક સળગાવ્યું, તોપણ જેઓ અંતરથી બળ્યા નહિ અર્થાત્ ક્રોધિત થયા નહિ, તે મુનિઓમાં મુગટ સમાન, સમતારૂપી અમૃતના સાગર જેવા, શ્રીકૃષ્ણ મહારાજાના નાના ભાઈ ગજસુકુમાલ મુનિ કોના વડે સેવ્ય નથી ? ભાવાર્થ : સોમિલ સસરાએ જમાઈ ગજસુકુમાલમુનિના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં સ્મશાનના સળગતા અંગારા ભર્યા, જેથી તેમનું માથું સળગવા લાગ્યું આમ છતાં મુનિ મનમાં લેશમાત્ર વ્યથિત પણ ન થયા અને ગુસ્સે પણ ન થયા. ઊલટું તેઓશ્રીએ પોતાની કર્મનિર્જરામાં નિમિત્ત બનવાને કારણે સસરાને ઉપકારી માન્યા. સમતાને સાધવા મથતા સર્વ મુમુક્ષુઓ માટે આ સમતારૂપી અમૃતના સાગર સમાન, મુનિઓમાં મુગટ સમાન ગજસુકુમાલમુનિ સંસેવ્ય છે, સ્તવનીય છે, વંદનીય છે, પૂજનીય છે, આરાધનીય છે; કારણ કે, બહુમાનપૂર્વક કરાયેલું તેમના ગુણોનું સ્મરણ એ સમતાને સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. વિશેષાર્થ : નેમિનાથ પ્રભુના સમયની આ વાત છે. દુષ્ટ કંસરાજાએ જ્યારે જાણ્યું કે પોતાની બહેન દેવકી અને વસુદેવના પુત્રના હાથે તેનું મૃત્યુ થશે, ત્યારે કંસે બેન-બનેવીને કારાવાસમાં પૂરી દીધા. સાથે જ તેઓને જે પણ પુત્ર જન્મે તેને મારી નાંખવાનો નિર્ધાર કર્યો. કારાવાસમાં દેવકીએ ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી તે છએ પુત્રો જેવા કંસના હાથમાં પહોંચતા તેવા જ કોઈ દેવ તેમને ઊંચકીને નાગશેઠ અને સુલતાને ત્યાં મુકી દેતા. યુવાનીમાં પ્રભુની વૈરાગ્યસભર દેશના સાંભળી દેવકીના તે છએ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર પુત્રોએ તીવ્ર સંવેગભાવથી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને નિરતિચાર સંયમ પાળવા લાગ્યા. એકદા છ એ મુનિ ભગવંતો બે-બે ના ક્રમથી દેવકીજીને ત્યાં વહોરવા પધાર્યા. ત્રણ ત્રણ વખત સરખા રૂપ અને દેખાવવાળા મુનિ ભગવંતોને જોઈને દેવકીજી દ્વિધામાં પડી ગયાં. તેઓ વિચાર કરે છે કે, આમની મુખાકૃતિ તો મારા પુત્ર કૃષ્ણ જેવી જ છે. શું તેઓ મારા જ પુત્ર હશે ? નેમિનાથ પ્રભુએ તેમની શંકાને સાચી જણાવી. માતાએ છએ પુત્રોને વંદન કર્યું. જે પાપ કર્મોથી પોતાને પુત્ર-વિયોગ થયો હતો, તેની નિન્દા કરી અને મહેલમાં પધાર્યા. ૨૭૦ ખિન્ન હૃદયથી દેવકીજી કૃષ્ણમહારાજાને કહેવા લાગ્યાં કે તારા છ ભાઈઓને સુલસાએ મોટા કર્યા, તને યશોદાએ મોટો કર્યો. પુત્રના લાલન-પાલનના મારા મનોરથો તો અધૂરા જ રહી ગયા. તેથી કૃષ્ણમહારાજાએ હરિણગમૈષી દેવને આરાધીને પ્રસન્ન કર્યા અને માતાના મનોરથો પૂર્ણ કરવા વિનંતી કરી. અનુક્રમે કૃષ્ણમહારાજાના નાના ભાઈ સ્વરૂપે દેવકીનંદન ગજસુકુમાલનો જન્મ થયો. અત્યંત લાડ-કોડમાં ઉછરેલા આ વાસુદેવના ભાઈ પૂર્વની કોઈ વિશિષ્ટ સાધના કરીને આવ્યા હતા, તેથી બાલ્યવયમાં જ વૈરાગ્ય પામ્યા. માતા-પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે તેમના લગ્ન કરાવ્યાં; પરંતુ ગજસુકુમાલજીએ તો તરત જ સંસાર છોડી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને પ્રભુની આજ્ઞા લઈ તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. એવામાં તેમનો સસરો સોમશર્મા બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો. મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમાલને જોઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાની દીકરીને પરણીને ત્યજી દેનાર, તેનું જીવતર બરબાદ કરનાર ગજસુકુમાલને શિક્ષા કરવાનો તેણે નિર્ણય કર્યો. કોપાયમાન થયેલા તેણે તળાવના કાંઠાની ભીની માટીથી મુનિના મસ્તક ઉપર પાળી બનાવી અને પછી પાસે જ સળગતી એક ચિત્તામાંથી ધગધગતા અંગારા કાઢી તેમના તુરંતના લોચ કરેલા મસ્તક ઉપર મૂક્યા. મુનિનું માથું તો ભડભડ બળવા લાગ્યું, અપાર વેદના થવા લાગી; પરંતુ જડ અને ચેતનના ભેદને સમજેલા મુનિ જરા પણ વિહ્વળ ન થયા. તેઓએ શુભ ચિંતન ચાલુ કર્યું અને વિચારવા લાગ્યા કે, ‘આ તો કર્મ ખપાવવાનો અપૂર્વ અવસર આવ્યો છે. આ સસરાજી જ મારા સાચા સગા છે, તેમણે મને મોક્ષની પાઘડી પહેરાવી છે' શુભધ્યાનમાંથી મુનિ શુક્લધ્યાનમાં ચડ્યા. માથે અંગારાની ભઠ્ઠી હતી તો મુનિના હૈયામાં શુક્લધ્યાનનો અગ્નિ પ્રજ્વલિત બન્યો હતો, જેમાં અનેક ભવોના કર્મો બળીને ખાખ થઈ ગયાં. આ રીતે અપકાર કરનાર સસરાને પણ પોતાના પરમ ઉપકારી માનનારા ગજસુકુમાલમુનિ, અન્ય સર્વ મમતાના ત્યાગની જેમ શરીરની મમતાનો પણ ત્યાગ કરીને, સમતાભાવમાં લીન બન્યા. આત્મભાવમાં સ્થિર થયેલા તે મહાત્માએ ક્ષપકશ્રેણી માંડી, અંતકૃત કેવળી થયા અને અંતર્મુહૂર્તમાં તો તેઓ મોક્ષે પહોંચીને શાશ્વત સુખના ભોક્તા બન્યા. સોળ વર્ષની વયે સમતાની પરાકાષ્ઠા સુધી પહોંચનાર આ મહામુનિ સૌ કોઈ સાધકો માટે સેવ્ય છે, પરમ આરાધ્ય છે. ૧૯૫ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૦ ૨૭૧ અવતરણિકા : સમતામૃતના સાગર ગજસુકુમાલમુનિની સ્તવના કરી હવે અર્ણિકાપુત્ર આચાર્યના સામ્યયોગને વર્ણવે છેશ્લોક : गङ्गाजले यो न जहाँ सुरेण, विद्धोऽपि शूले समतानुवेधम् । प्रयागतीर्थोदयकृन्मुनीनां, मान्यः सं सूरिस्तनुजोऽनिकायाः ||२०|| શબ્દાર્થ : 9. ITન - ગંગાજળમાં ર/૩/૪, સુરેન શૂ વિદ્ધોgિ - દેવ વડે શૂળી પર વિંધાયેલા પણ ૫/૬. ય: સમતાનુધમ્ - જેમણે સમતાના અનુવેધને ૭/૮, ન નદી - ન છોડ્યો ૨/૧૦. સ: પ્રથા તીર્થોદ્રયકૃતુ - તે પ્રયાગતીર્થના ઉદયને કરનારા 99/૧૨/૧રૂ. ર્નિકાયા: તનુન: સૂરિ -અર્ણિકાના પુત્ર આચાર્યશ્રી ૧૪/૧૬. મુનીનાં માન્ય: - મુનિઓને આદરણીય છે. શ્લોકાર્થ : ગંગાજળમાં દેવ વડે શૂળી ઉપર વિંધાયા છતાં પણ તેમણે સમતાના અનુવેધને ન છોડ્યો તે પ્રયાગતીર્થનો ઉદય કરનારા અર્ણિકાપુત્ર આચાર્ય મુનિઓ માટે આદરણીય છે. ભાવાર્થ : ગંગા નદી ઉતરતાં તમને કેવળજ્ઞાન થશે' - પૂષ્પચૂલા નામના કેવળી સાધ્વી ભગવંતના મુખેથી આવા શબ્દો સાંભળીને અર્ણિકાપુત્ર આચાર્ય ગંગા નદી પાસે આવ્યા. નાવમાં બેસી તેઓ નદી પાર કરતા હતા. ત્યાં પૂર્વભવની વૈરી દેવીએ તેમને નાવમાંથી ઉપાડી આકાશમાં ઉછાળ્યા અને તેઓ પાછા નીચે પડે તે પહેલાં જ તેમના શરીરને તીક્ષ્ણ ભાલા ઉપર ઝીલી લીધું. આ રીતે ભાલાથી વિંધાયેલા આચાર્ય ભગવંતના શરીરમાંથી નીકળતી લોહીની ધારા પાણીમાં પડવા લાગી. જીવ માત્રને પોતાના સમાન માનનારા આચાર્યભગવંતને પોતાની વેદનાનો વિચાર સુદ્ધાં ન આવ્યો; પરંતુ “મારા ઉષ્ણ લોહીથી આ બિચારા અપુકાયના જીવોને કેવી પીડા થશે !' - તેવી ચિંતા થવા લાગી. આવી કરુણામય ભાવના ભાવતાં, સમતા રસમાં ઝીલીને તેઓ ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા. વિશેષાર્થ : માતા અર્ણિકા અને પિતા દેવદત્તના પુત્ર બાળપણથી અર્ણિકાપુત્ર તરીકે જ ઓળખાતા હતા. યુવાનીમાં તેઓએ સંયમજીવનનો સ્વીકાર કર્યો હતો. શાસ્ત્રના પારગામી બની, અનુક્રમે આચાર્યપદ ઉપર આરૂઢ થઈ, તેમણે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં. પુષ્પચૂલરાજાની રાણી પુષ્પચૂલાએ તેમનાથી જ પ્રતિબોધ 1. પૂષ્પચૂલ અને પૂષ્પચૂલા નામના ભાઈ-બહેનનું તેમના પિતાશ્રીએ લગ્ન કરાવેલ. આ બન્ને ભૌતિક સુખમાં લીન રહેતા. દેવલોકમાં ગયેલી તેમની માતાએ તેમને પ્રતિબોધ પમાડવા પુષ્પચૂલાને નરક અને સ્વર્ગનું સ્વપ્ન દર્શન કરાવ્યું, આચાર્ય અર્ણિકાપુત્રએ શ્રુતાનુસાર સ્વર્ગ-નરકનું આબેહુબ વર્ણન કરી તેમને ધર્મમાં સ્થિર કર્યા. પાપોથી છૂટવા પુષ્પચૂલાએ સંયમજીવનનો સ્વીકાર કરેલો. ભાઈ પુષ્પચૂલના આગ્રહને કારણે દુષ્કાળમાં પણ આચાર્ય અર્ણિકાપુત્ર તથા સાધ્વી પુષ્પચૂલાએ અન્ય ક્ષેત્રમાં વિહાર ન કર્યો. અત્યંત અપવાદિક પરિસ્થિતિમાં આ પુષ્પચૂલા સાધ્વી ક્ષીણ જંઘાબળવાળા શ્રી અર્ણિકાપુત્ર આચાર્ય માટે ગોચરી આદિ લાવી આપતા હતા. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર પામીને દીક્ષા લીધી હતી. એકદા તે દેશમાં દુષ્કાળ પડતાં અન્ય સર્વ મુનિઓએ દેશાંતર વિહાર કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે ક્ષીણ જંઘાબળવાળા અર્ણિકાપુત્ર આચાર્ય રાજાના આગ્રહથી ત્યાં જ રહ્યા. સાધ્વી પુષ્પચૂલા આચાર્યશ્રીને શુદ્ધ આહાર-પાણી લાવી આપી તેમની વિશુદ્ધ ભાવે ભક્તિ કરતાં હતાં. ગુરુભક્તિના ઉત્તમ પરિણામોમાં રમતાં તેમના ઘાતી કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ છતાં તેઓએ ગુરુભક્તિ ન છોડી. એક વખત ભારે વરસાદ વરસતો હોવા છતાં પુષ્પચૂલા સાધ્વીજી ગુરુને માટે આહાર વહોરીને આવ્યાં, ત્યારે આચાર્યભગવંતે તેમને પૂછયું કે, “વરસાદ હોવા છતાં તમે આહાર આદિ કેવી રીતે લાવ્યાં ?', વિનયપૂર્વક તેઓએ જણાવ્યું કે, “ભગવંત ! જ્યાં અચિત્ત પાણી હતું, ત્યાંથી હું યત્નપૂર્વક અહીં આવી છું.” ગુરુભગવંતે પુનઃ પૂછયું કે, ‘તમે અચિત્તપ્રદેશ કેવી રીતે જાણ્યો ?' કેવળી સાધ્વીજીએ પુનઃ ઉત્તર આપ્યો. ગુરુદેવ ! આપની કૃપાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી.” આચાર્ય ભગવંત ચમક્યા, ખાતરી કરવા પુન: પ્રશ્ન પૂછ્યો, હે વત્સ ! એ જ્ઞાન પ્રતિપાતી (આવીને જતું રહે તેવું છે) કે અપ્રતિપાતી ?' પ્રત્યુત્તર મળ્યો કે, “અપ્રતિપાતી.” સાંભળતાં જ ગુરુદેવ ઊભા થઈ ગયા. “અહો ! મારાથી કેવળીની આશાતના થઈ ગઈ” એવા વિચારોથી ક્ષોભિત થયેલા આચાર્યભગવંતે સરળભાવે મિચ્છા મિ દુક્કડે માંગ્યું. ચિત્ત જરા સ્વસ્થ થતાં હૈયામાં સદા રમતો પ્રશ્ન આચાર્યશ્રીના હોઠે આવી ગયો. તેઓએ કેવળીને પૂછયું, મારા સંસારપરિભ્રમણનો અંત ક્યારે આવશે ? મારો મોક્ષ ક્યારે થશે ?' કેવળી સાધ્વીજી ભગવંતે સાંત્વન આપતાં કહ્યું, “ધીરજ રાખો. આપ ચરમ શરીરી છો. ગંગા નદી ઉતરતાં આપને કેવળજ્ઞાન થશે.” અમૃત સમાન આ શબ્દો સાંભળતાં અર્ણિકાપુત્ર આચાર્યના વૃદ્ધ અને દુર્બળ બનેલા પગ ગંગા નદીના તટે પહોંચવા થનગનવા લાગ્યા. નદી કિનારે આવી તેઓ નદી પાર જવા એક નાવમાં બેઠા. ત્યાં પૂર્વભવની વૈરી સ્ત્રી, જે મૃત્યુ પામી યંતરી થયેલી, તેણે આચાર્યશ્રીને આકાશમાં ઉછાળ્યાં અને તેઓ પાછા પાણીમાં પડે તે પૂર્વે આકાશમાં જ તેમને ભાલાથી વિંધ્યા. વિધાવાના કારણે આચાર્યના શરીરમાંથી ગરમ ગરમ લોહીનાં બિન્દુઓ પાણીમાં પડવા લાગ્યાં. રગેરગમાં સંયમ અને ધ્યાનના પરિણામો વ્યાપેલા હોવાને કારણે આ મહાત્માને પોતાની શારીરિક વેદનાનો તો વિચાર સુદ્ધાં ન સ્પર્ધો, વ્યંતરીએ આવું કેમ કર્યું એવો વિચાર પણ ન આવ્યો કે તેની ઉપર દ્વેષ પણ ન થયો. તેમનું કરુણાસભર હૈયું તો ત્યારે પણ પાણીના જીવોની ચિંતાથી ઘેરાઈ ગયું. તેમના મનમાં થવા લાગ્યું કે, “અરે આ જીવો પણ મારા જેવા જ છે. તેમને પણ મારા જેવી જ સુખ-દુ:ખની સંવેદનાઓ થાય છે. મારા શરીરમાંથી નીચે પડતાં ગરમ ગરમ લોહીના ટીપાઓથી તેઓને કેવી પીડા થશે.” જીવમાત્રને પોતાના જેવા જ માનવાની- અનુભવવાની સમતાની શ્રેષ્ઠ વૃત્તિથી ઉત્પન્ન થયેલી આ ભાવધારાથી તેઓને શુક્લ ધ્યાન પ્રગટ્ય, શ્રેણી મંડાણી અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક બાજુ આચાર્યશ્રીનું નિચેતન શરીર ગંગા નદીમાં પડ્યું. તો બીજી બાજુ એમનો શાશ્વત એવો આત્મા સિદ્ધશિલા ઉપર અનંતકાળ માટે પરમ સુખ માણવા પહોંચી ગયો. 2. શાસ્ત્રમાં જણાવ્યું છે કે જ્યાં સુધી લોકોને ખબર ન પડે કે આ વ્યક્તિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, ત્યાં સુધી કેવળીએ પોતાનું ઔચિત્ય ક્યારેય ન છોડવું જોઈએ. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૧ ૨૭૩ ગંગા નદીમાં જ્યાં તેઓ મોક્ષે સીધાવ્યા તે સ્થાન પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. શૂળી ઉપર પરોવાઈ આચાર્યશ્રી મુક્તિએ ગયા હોવાથી ગતાનુગત પરંપરાથી આજ સુધી કેટલાક મુગ્ધ લોકો મોશે પહોંચવા ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે. વળી આચાર્યશ્રીનું શરીર નદીના તીરમાં તણાતું જ્યાં જઈ અટક્યું ત્યાં વિશિષ્ટ ઉન્નતિના નિમિત્તો જણાતાં કોણિકના પુત્ર ઉદાયી રાજાએ પાટલીપુત્ર શહેર વસાવ્યું હતું. શત્રુ દ્વારા મરાવા છતાં પણ જે સમભાવનો ત્યાગ કર્યા વગર સ્વભાવથી જ તેમના ઉપર ક્ષમા રાખે છે, તે વ્યક્તિ સામ્યભાવના પ્રભાવે અર્ણિકાપુત્ર મહામુનિની જેમ અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત કરે છે, તેથી મુમુક્ષુએ સર્વ સાધનાઓમાં સમતાને જ પ્રથમ સ્થાન આપવું. ૨૦. અવતરણિકા : અર્ણિકાપુત્ર જેવા ઉત્તમ આત્માઓ સમતાને સાધી સિદ્ધપદને વર્યા તે વાત જોઈ હવે ઘોર પાપીએ પણ સમતાથી શું સિદ્ધ કર્યું તે જણાવે છેશ્લોક : स्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्याः । दृढप्रहारिप्रमुखाः क्षणेन, साम्यावलम्बात्पदमुच्चमापुः ॥२१॥ શબ્દાર્થ : 9. શ્રીમૂનોવ્રાહ્મપ્રધાનતપાપાતુ - સ્ત્રી, ગર્ભ, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે ૨. અધ:પતકૃતમમુચ્ચા: - અધ:પતનને અભિમુખ બનેલા રૂ. દૃઢપ્રદારિપ્રમુઠ્ઠા: - દૃઢપ્રહારી વગેરે ૪. સચિવઢવાત - સામ્યના અવલંબનથી જ. ક્ષvોન - ક્ષણમાં ૬/૭. ઉમ્ પમ્ - મોક્ષપદને ૮. સાપુ: - પામ્યા. શ્લોકાર્થ : સ્ત્રી, ગર્ભ, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે અધ:પતનને અભિમુખ બનેલા દઢપ્રહારી વગેરે સમતાના આલમ્બનથી ક્ષણવારમાં મોક્ષપદ પામ્યા. ભાવાર્થ : સ્ત્રી, ગર્ભમાં રહેલું બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાના પાપથી અધઃપતનના રસ્તે નરકના અતિથિ બનવા નીકળેલા દૃઢપ્રહારી વગેરેને ભવિતવ્યતાના યોગે રસ્તામાં સમતા નામની એક સ્ત્રી મળી ગઈ. તેનો હાથ ઝાલીને તેઓએ ચાલવાનું શરૂ કર્યું તો અધઃપતન અને નરકનાં દ્વાર તો દૂર રહી ગયાં; પરંતુ ક્ષણવારમાં તો તેઓ આત્મોન્નતિનાં સોપાન સર કરતાં કરતાં પરમપદસ્વરૂપ મોક્ષમાં પહોંચી ગયા. ખરેખર સમતાનું આલમ્બન જેટલું હિતકારક બને છે, તેટલું હિતકારક બીજું કાંઈ ન બની શકે. વિશેષાર્થ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ હત્યારા દૃઢપ્રહારીને ! જેણે એકી સાથે સ્ત્રી, તેનો ગર્ભ, તેનો પતિ બ્રાહ્મણ અને For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ગાય એમ ચાર ચાર હત્યા કરી હોય તે દૃઢપ્રહારીને તે જ ભવમાં કેવળજ્ઞાન થઈ શકે, એવું બનવું શું શક્ય છે ? આ અશક્ય પણ શક્ય બન્યું એકમાત્ર સામ્યયોગના અચિંત્ય પ્રભાવથી. હિંસકભાવ અને રૌદ્રધ્યાનથી જ્યારે ચિત્ત અતિ સક્લિષ્ટ બન્યું હોય, નરકગતિમાં જવાને યોગ્ય બધાં નિમિત્તો હાજર હોય, તેવું કર્મ પણ બંધાઈ ગયું હોય, ત્યારે પણ જો સમભાવ-સામ્યયોગની પ્રાપ્તિ થઈ જાય તો દઢપ્રહારીની જેમ ક્ષણવારમાં જ તે આત્માનાં પણ સર્વકર્મનો ક્ષય થઈ શકે છે. લૂંટારો અને હત્યારો દઢપ્રહારી વાસ્તવમાં જીર્ણદત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્ત નામે ઉદ્ધત પુત્ર હતો. માતાપિતાના મૃત્યુ પછી તે ચોરોની એક પલ્લીમાં ભળી ગયો. પલ્લીપતિ અપુત્ર હોવાથી તેણે આને પુત્ર તરીકે સ્વીકારી લીધો. કાળક્રમે તે સ્વયં પલ્લીપતિ બન્યો અને પ્રાણીઓ ઉપર દઢ પ્રહારો કરતો હોવાથી દૃઢપ્રહારી તરીકે કુખ્યાત બન્યો. એક દિવસ લૂંટ કરવા દેવશર્મા બ્રાહ્મણને ઘરે પહોંચી ગયો. બ્રાહ્મણે તેને મારવા લાકડી ઉગામી તો દઢપ્રહારીએ તલવારના એક ઘાથી તે બ્રાહ્મણના માથાના નાળિયેરની જેમ બે ફાડચા કરી નાંખ્યા. આ જોઈ શિંગડા ભીડાવીને તેને મારી નાંખવા એક ગાય સામે આવી. દઢપ્રહારીએ તેને પણ વધેરી નાંખી. પતિનું મૃત્યુ થયું છે તેમ જાણી બ્રાહ્મણની સગર્ભા પત્ની હાહાકાર કરતી ઓરડાની બહાર આવી, તો તેને જોતાં જ નિર્દયી દઢપ્રહારીએ ગર્ભ સહિત તેને પણ ચીરી નાંખી. થોડીવાર તો એ ચારેય તરફડતાં રહ્યાં. છેવટે એ ચારેયનો તરફડાટ શમી ગયો પણ તરફડતું અજાત શિશુ, મૃત સગર્ભા માતા, બ્રાહ્મણના મસ્તકના બે ફાડચા, મરેલી ગાય અને તે સૌના લોહીથી ભરેલો ચોક જ્યારે દઢપ્રહારીની નજર સમક્ષ આવ્યો ત્યારે તેનું કઠોર હૈયું પણ દ્રવી ઊઠ્યું. નિષ્ફર એવું પણ મન મુંઝાઈ ગયું. અનેકની હત્યા કરનારો દઢપ્રહારી પણ આ દૃશ્ય જોતાં ખળભળી ઊઠ્યો. અંતર પશ્ચાત્તાપની આગથી બળવા લાગ્યું. તેને થયું કે, “અરે રે ! આ મેં શું કર્યું ? હવે આ બ્રાહ્મણના બાળકોનું શું થશે ? મારું શું થશે ? દુર્ગતિથી હવે મને કોણ બચાવશે ? ક્રોધથી હું કેટલું ચૂક્યો ? લોભથી હું કેવું ભાન ભૂલ્યો ? ખરેખર હું અધમ છું કે નજીવા ધન માટે મેં આ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. મેં કેવાં ઘોર પાપ કર્યા; હવે આ પાપથી કેવી રીતે છૂટાશે, કાંઈ ન સૂઝતાં આત્મનિંદા અને પશ્ચાત્તાપથી ખિન્ન બનેલો તે જંગલની વાટે દોડ્યો જતો હતો, ત્યારે માર્ગમાં તેણે એક સૌમ્ય આકૃતિવાળા, શાંત-પ્રશાંત, ધ્યાનસ્થ મુનિવર જોયા. મુનિનાં દર્શન થતાં જ દઢપ્રહારીનું અંતર ઠરી ગયું. તેને પ્રતીતિ થઈ કે “આ જ મને તારશે અને લોહીથી ખરડાયેલાં દૃઢપ્રહારીનાં અંગો તીવ્ર શ્રદ્ધાના પરિણામથી ગુરુદેવના ચરણોમાં ઝૂકી પડ્યાં. પશ્ચાત્તાપના આંસુથી તેણે મુનિના પગ પખાળ્યા. કાંઈક હળવાશ થતાં અંતરવેદના વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, “ભગવંત ! હું એક એવો પાપી છું કે જેની સાથે વાત કરતાં પણ પાપ લાગે. જેમ કાદવથી ખરડાયેલ માણસને સ્પર્શનારો પોતે કાદવથી ખરડાય છે, એવી જ દશા મારી છે. ભગવંત ! હું હત્યારો છું. મેં ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ગર્ભની હત્યા કરી છે. હું ક્રૂર છું, અધમ છું, દુષ્ટ છું, સઘળાં પાપ કરવામાં પૂરો છું. હે દયાસિંધુ ! હે કૃપાનાથ ! મને આ ઘોર પાપોથી બચાવો. વરસતા મેઘને માટે સ્થાન અસ્થાનનો કોઈ ભેદ હોતો નથી. તેની જેમ આપ પણ મારી ઉપેક્ષા ન કરો, મારો ઉદ્ધાર કરો, મને નરકાદિ દુર્ગતિથી બચાવો” For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૧ ૨૭૫ મહાત્માએ જ્યારે જોયું કે, દઢપ્રહારીને પોતાના પાપનો તીવ્ર પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, ત્યારે કરુણાપૂત દયવાળા તેમણે ધ્યાન પૂર્ણ કર્યું. કાયોત્સર્ગ પાર્યો અને દઢપ્રહારીને પાપથી છૂટવાનો અલૌકિક માર્ગ સંયમ છે - સમતાનો ભાવ છે, તેમ સમજાવ્યું. દૃઢપ્રહારીને મુનિવરની વાત ઉપર તીવ્ર શ્રદ્ધા થઈ અને તેમણે તુરંત જ સંવેગથી સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સાથોસાથ પોતાના પાપ કર્મોનો ક્ષય કરવા મહાપ્રતિજ્ઞા કરી કે, જે દિવસે મને મારા પૂર્વનાં દુષ્કૃત્યો યાદ આવશે તે દિવસે હું આહાર નહિ લઉં અને સર્વથા ક્ષમાને ધારણ કરીશ” આવો ભીષ્મ અભિગ્રહ કરીને મહર્ષિ દૃઢપ્રહારીજીએ જે પ્રદેશમાં પોતે ઘોર હિંસાચાર પ્રવર્તાવ્યો હતો તે જ પ્રદેશમાં વિહરવાનું ચાલુ કર્યું. પ્રારંભમાં મહર્ષિ દઢપ્રહારીને જોતાં જ લોકો ભયભીત થઈ જતાં, ગભરાઈને દૂર ભાગી જતાં; પરંતુ જ્યારે લોકોએ જોયું કે તેમના તરફથી તો કોઈ પ્રતિકાર થતો નથી, ત્યારે કોપિત થયેલાં લોકો નિર્ભય બની તેમને નફરત અને તિરસ્કારની દૃષ્ટિથી જોવા લાગ્યા. તેમની તરફ આંગળી ચીંધી ચીંધીને પૂર્વના અપરાધો યાદ કરાવતાં કહેવા લાગ્યાં કે, “અરે ! આ તો પેલો ખૂની, બાળહત્યારો, સ્ત્રીહત્યારો... આણે જ મારા બાપનું ખૂન કરેલું, આણે જ મારી માને મારી નાંખી હતી, મારા એકના એક પુત્રને આણે જ ખલાસ કરી નાંખેલો...” આવું આવું બોલીને લોકો તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યા. શરૂઆતમાં લોકોએ ડરતાં ડરતાં દૂરથી માટીનાં ઢેફાં માર્યા પણ જ્યારે કોઈ સામનો ન થયો ત્યારે તો લોકોએ ઇંટ-પત્થર-લાકડીથી પણ મારવાનું શરૂ કર્યું. કોઈએ તો વળી ભાલાઓ પણ ભોંક્યા. મહાત્માનું શરીર લોહીલુહાણ થઈ ગયું પણ તેમનું હૈયું સમતાભાવથી તરબોળ હતું. આવી પરિસ્થિતિમાં પણ મહામુનિ દઢપ્રહારી ચિત્તને સમતાભાવમાં મગ્ન રાખવા વિચારતા હતા કે, • ‘રે આત્મન ! જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. દુનિયાનો પણ નિયમ છે કે જેવું બીજ વાવ્યું હોય તેવું જ ફળ મળે.' ‘એકદમ નિર્દય બનીને આ લોકો મારા ઉપર જે આક્રોશ વરસાવે છે, તેનાથી તો મને પ્રયત્ન કર્યા વિના જ કર્મની નિર્જરા સિદ્ધ થઈ રહી છે.' • ‘મારો તિરસ્કાર કરવાથી તેઓને સુખ થાય છે, તો ભલે થતું; કારણકે સંસારમાં સુખનો સમાગમ દુર્લભ છે. ‘ક્ષાર દ્વારા ચિકિત્સા કરનાર ચિકિત્સકની જેમ, આ લોકો પણ કઠોર વચનો દ્વારા મારાં દુષ્કર્મોની ગ્રંથિને ભેદવાની ચિકિત્સા કરતા હોવાથી મારા પરમ મિત્રો છે.' • ‘જેમ સુવર્ણને અપાતો અગ્નિનો તાપ તેના મેલને દૂર કરે છે, તેમ તેઓ દ્વારા મને મરાતો માર, મારા કર્મમળને દૂર કરશે, માટે ભલે તેઓ મને માર મારે.” ‘મને દુર્ગતિની વાડમાંથી બહાર કાઢીને જેઓ પોતાની જાતને એ દુર્ગતિની વાડમાં ધકેલી દે છે. તેઓ ભલે મારા ઉપર પ્રહારો કરતા હોય, પણ કરૂણાપાત્ર એવા તેમના ઉપર હું શી રીતે કોપ કરું ? For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર • ‘જેઓ પોતાના પુણ્યનો વ્યય કરીને મારા પાપોને દૂર કરે છે, એના જેવા પરમબંધુ બીજા કોણ હોય ?' • ‘તેઓ મને જે બાંધે છે, મારો વધ કરવાનો પ્રયત્ન કરે છે, તેનો મને આનંદ છે; પરંતુ એ . જ વસ્તુ, મને બાંધનાર અને મારા વધનો પ્રયત્ન કરનાર માટે અનંત સંસારનું કારણ બની રહી છે, તેનું મને બહુ જ દુ:ખ થાય છે.' કેટલાક લોકો બીજાના સંતોષ માટે પોતાની ધન-સંપત્તિ અને પોતાના શરીરનો પણ ત્યાગ કરે છે, જ્યારે મારે તો એમના સંતોષ માટે માત્ર શાબ્દિક આક્રોશો અને શારીરિક માર જ સહન કરવાનો છે, એમાં શું ? ‘મને ઉપદ્રવ કરનારાઓએ મારી તર્જના-તિરસ્કાર કર્યો છે, મને માર તો માર્યો નથી ને ? જેમણે મને માર માર્યો છે, તેમણે મને મારી તો નથી નાંખ્યો ને ? જેમણે મને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે પણ મારો ધર્મ ક્યાં લઈ લીધો છે ? એમણે મારી આટલી કાળજી કરી છે, તેથી તેઓ સાચે જ મારા બાંધવ જેવા હિતેચ્છુ છે ‘જેણે પોતાનું કલ્યાણ કરવું હોય, તેણે આક્રોશ, તિરસ્કાર, બંધન, માર અને મત્ય વગેરે બધું સહન કરવું જ જોઈએ; કારણ કે કલ્યાણ અનેક વિધ્યો અને અવરોધોથી : ઘેરાયેલું છે.' આવી ઉત્તમ ભાવનાઓથી પોતાના આત્માને ભાવિત કરતાં અને પોતાનાં દુષ્કતોની ગહ કરતાં એવા મહર્ષિ દઢપ્રહારીજીએ છ મહિનામાં તો પોતાના કર્મસંચયને સંપૂર્ણ રીતે બાળી નાંખ્યો, દુર્લભ અને નિર્મળ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને મોક્ષે પણ પહોંચી ગયા. ખરેખર એકવાર સત્ત્વ પ્રગટે પછી કશું જ અશક્ય નથી રહેતું. બાકી મૂળમાં જ જેમનો સ્વભાવ અત્યંત ક્રોધી હોય, ક્યારેય કશું પણ સહન ન કર્યું હોય, એક ઘા અને બે ટુકડાનો વ્યવહાર કરીને જ જે જીવ્યા હોય, તેમનું રસ્તે રખડતો અપમાન કરી જાય, ગાળો દઈ જાય, દંભી કહીને ફીટકાર વર્ષાવી જાય, માટીનાં ઢેફાંથી માર મારી જાય, તો પણ તેઓ શાંત ચિત્તે બધું કેવી રીતે સહન કરી શકે ? વિચારતાં એવું સ્પષ્ટ જણાય છે કે મહાત્મા દૃઢપ્રહારીજીને પાપ, પાપ તરીકે ઓળખાયું હતું. પાપના વિપાકો આંખ સામે દેખાતા હતા. પાપના ભારથી ભારે થયેલા આત્માને એમણે હળવો કરવો હતો અને એ માટે જે પણ કરવું પડે તે કરવાનો એમનો દૃઢ નિર્ધાર હતો. એ નિર્ધારમાંથી મહાસત્ત્વ પેદા થયું હતું, એથી એ બધું જ સમતાભાવે સહન કરી શક્યા હતા. ક્યાંય ક્યારેય કશો જ પ્રતિકાર તો ન જ કર્યો, પણ બચાવ પણ ન કર્યો. બચાવ તો ન જ કર્યો, પણ એ પરિસ્થિતિથી બચવા ક્ષેત્રમંતરમાં જવાનો વિચાર પણ ન જ કર્યો. એકમાત્ર સમતાભાવનો સામ્યયોગનો જ આશ્રય કર્યો. આ સમતાભાવ-સામ્યયોગના પ્રભાવે જ તેઓ સર્વકર્મને ખપાવી, કેવળજ્ઞાન પામી છ મહિનામાં તો મોક્ષના શાશ્વત સુખને પામ્યા. ર૧ી. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૨ ૨૭૭ અવતરણિકા : હિંસાદિ પાપો કરનારા દઢપ્રહારી વગેરેએ સમતા દ્વારા આત્મકલ્યાણ સાધ્યું, તે જણાવી હવે જેને પૂર્વમાં કોઈ ધર્મ નથી કર્યો તેવા મરુદેવા માતાનું શું થયું તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છેશ્લોક : अप्राप्तधर्माऽपि पुरादिमार्हन्माता शिवं यद्भगवत्यवाप । नाप्नोति पार वचसोऽनुपाधिसमाधिसाम्यस्य विजृम्भितं तत् ||२२|| શબ્દાર્થ : ૧/૨. પુરા પ્રાપ્તધHડપિ - જેમને પૂર્વે (ક્યારે પણ) ધર્મ પ્રાપ્ત નથી કર્યો એવાં પણ રૂ. રિમાઈન્માતા - પ્રથમ તીર્થંકરની માતા ૪. માવતી - ભગવતી (મરુદેવા) /૬. ય શિવં - જે મોક્ષ ૭. નવાપ - પામ્યા ૮, તત્ - તે છે. અનુપાધિસમાધિસાગી - ઉપાધિ રહિત સમાધિરૂપ સામ્યનો ૧૦. વિમi -વિલાસ 99/૧૨/૧રૂ. વસ: પારં નાનોતિ - વચનના પારને પામતો નથી. શ્લોકાર્થ : પૂર્વે ક્યારેય ધર્મ પ્રાપ્ત ન કર્યો હોવા છતાં પણ આદિનાથ ભગવાનની માતા ભગવતી મરુદેવાએ જે મોક્ષ મેળવ્યો તે ઉપાધિ વિનાની સમાધિસ્વરૂપ સામ્યયોગનું જ ફળ હતું. આ સામ્યયોગ વચનના પારને પામતો નથી અર્થાત્ શબ્દાતીત છે. ભાવાર્થ : પૂર્વમાં ક્યારેય ધર્મ નહીં સમજેલાં - નહીં પામેલાં, પ્રથમ તીર્થંકરની માતા ભગવતી મરુદેવા જે શિવસુખનાં સ્વામિની બન્યાં તેમાં એક માત્ર ઉપાધિ વિનાની શુદ્ધ સમતા જ કારણભૂત હતી અર્થાત્ શાસ્ત્રજ્ઞાન કે તપ, સંયમ આદિ કર્યા વિના તથા પ્રકારના કર્મના ક્ષયોપશમથી પ્રગટેલા શુદ્ધ સામ્યભાવના પ્રભાવે જ તેઓ શિવસુખના ભોક્તા બન્યાં હતા. આ નિરૂપાધિક સમાધિરૂપ સામ્યયોગનું વર્ણન શબ્દથી શક્ય નથી. તેનો મહિમા અપરંપાર છે. વિશેષાર્થ : યુગાદિદેવ ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત મહારાજાએ પણ સામ્યયોગથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં પૂર્વભવોમાં તો તેમણે પણ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ક્રિયા યોગ સેવ્યો હતો. વળી અંતિમ ભાવમાં પણ તેઓમાં સમ્યગ્દર્શનસ્વરૂપ ધર્મ તો હતો જ. વળી બીજા પણ અનેક મહાત્માઓ આ સામ્યયોગના પ્રભાવે સંપૂર્ણ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શક્યા; પરંતુ તેઓ સર્વેએ પૂર્વે ક્યારેક કોઈને કોઈક પ્રકારે તો જ્ઞાનયોગ-ક્રિયાયોગનું સેવન કર્યું જ હતું. જ્યારે યુગાદિનાથ પ્રભુની માતા મરુદેવાએ તો પૂર્વના કોઈ પણ ભવમાં ધર્મની આરાધના કરી નહોતી. છતાં તેમણે જે ચરમ ભવમાં મોક્ષ મેળવ્યો, તે ઉપાધિ વિનાની સમાધિસ્વરૂપ સામ્યયોગથી જ મેળવ્યો હતો. અહીં ગ્રંથકારશ્રીએ ઉપાધિ વિનાની સમાધિનો ઉલ્લેખ કર્યો છે, તેથી એવું જણાય છે કે, સમ્યગુદર્શનની For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર જેમ સમાધિની પ્રાપ્તિ પણ, નિસર્ગથી અને અધિગમથી એમ બે રીતે થઈ શકે છે, તેમાં શાસ્ત્રજ્ઞાન મેળવી તપ, સંયમ આદિ ક્રિયાઓ સાધી જે સમતાભાવ પ્રાપ્ત કરાય છે, તે અધિગમ સમ્યકત્વ જેવો જ્ઞાન-ક્રિયાની ઉપાધિથી પ્રાપ્ત થયેલો સામ્યભાવ છે. તે સિવાય ક્વચિત્ એવું પણ બને કે કોઈ ક્રિયાકલાપ વગર, વિશિષ્ટ પ્રકારના તથાભવ્યત્વના પ્રભાવે, નાનકડાં નિમિત્તને પામીને કોઈપણ પ્રકારના અધિગમ (પ્રયત્ન) વગર સહજ જ જે સામ્યભાવ પ્રાપ્ત કરાય તે નિસર્ગસમ્યક્ત જેવો સામ્યભાવ છે. આ સહજ પ્રગટતો સામ્યભાવ તે નિરૂપાધિક સમાધિસ્વરૂપ છે, તેના દ્વારા પણ સાધક એક અંતર્મુહૂર્ત માત્રમાં મરુદેવા માતાની જેમ મોક્ષ સુધી પહોંચી શકે છે. મરુદેવા માતાએ આત્માના શુદ્ધતમ ભાવને પામવા કોઈ જ્ઞાન મેળવ્યું નહોતું કે ષટ્કયના પાલનની કોઈ ક્રિયાઓ પણ કરી નહોતી. જે પુત્ર માટે તેઓ વર્ષોથી ઝૂરતાં હતાં તે પુત્રની સાહ્યબીનું વર્ણન સાંભળીને તેમનામાં રાગ પ્રત્યે સહજ જ ઉપેક્ષાભાવ પ્રગટ્યો. પરિણામે પુત્ર ઋષભ પ્રત્યેનો રાગ ઓગળી ગયો, વૈરાગ્યભાવ પ્રગટ થયો. મમત્વ ગયું, સમત્વ પ્રગટ્ય, ક્ષપકશ્રેણી મંડાણી અને તેઓ વીતરાગ બન્યાં. શેષ સર્વ કર્મ ખપાવી ઘડી-બે ઘડીમાં તો સિદ્ધિ સુખના સ્વામીની બની ગયાં. તેમની સિદ્ધિનું એક માત્ર કારણ નિરૂપાધિક સમાધિસ્વરૂપ સામ્યયોગ હતો. આ સામ્યયોગ અવર્ણનીય છે. શબ્દોથી તેના પાનને પામી શકાતો નથી, તે તો માત્ર અનુભવનો જ વિષય બને છે. રિરા For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર - ગાથા-૨૩ અવતરણિકા : સમતાસુખનું વર્ણન કરી હવે છેલ્લે ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે શ્લોક : ઉપસંહાર ગાથા - ૨૩ इति शुभमतिर्मत्वा साम्यप्रभावमनुत्तरं, 9 ये इह निरतो नित्यानन्दः कदापि न खिद्यते । विंगलदखिलाविद्येः पूर्णस्वभावसमृद्धिमानें २० से खलु लभते भावा जयेनैं यशःश्रियम् ||२३|| ઊં શબ્દાર્થ : ૧. કૃતિ - આ પ્રમાણે ર/રૂ. અનુત્તર સામ્યવ્રમાવત્ - અનુત્તર એવા સામ્યના-સમતાના પ્રભાવને ૪. મત્લા - માનીને /૬. ય: શુમતિ: - જે શુભમતિવાળો સાધક ૭/૮. રૂ નિરત: - અહીં = સામ્યયોગમાં-સમતાયોગમાં લીન રહે છે. ૧. (5) નિત્યાનન્ત: - (તે) નિત્ય આનંદમાં રહેનારો ૧૦/૧૧/૧૨. પિ ન વિદ્યતે - ક્યારેય ખેદ પામતો નથી. ૧રૂ. વિવિવિધઃ - નાશ પામતી સઘળી અવિદ્યાવાળો ૧૪. પૂર્ણ-સ્વમાવ-સમૃદ્ધિમાન્ - (અને) પૂર્ણસ્વભાવની સમૃદ્ધિવાળો ૧/૧૬. સ વહુ - તે ખરેખર ૧૭/૧૮. માવારીનાં નવેન - ભાવ શત્રુઓના જયથી ૧૬/૨૦. યશશ્રિયમ્ મતે - યશશ્રીને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્થ : ૨૭૯ આ અધિકારના પ્રથમ શ્લોકથી માંડીને અત્યાર સુધી જણાવ્યું એ પ્રમાણે અનુત્તર એવા સમતાના પ્રભાવને માનીને, જે શુભમતિવાળો સાધક અહીં = આ સામ્યયોગમાં-સમતાભાવમાં મગ્ન બની જાય છે, તે નિત્ય આનંદને અનુભવનારો ક્યારેય ખેદ પામતો નથી. તેની સઘળીએ અવિદ્યાઓ ગળતી જાય છે અને પૂર્ણ સ્વભાવની સમૃદ્ધિવાળો તે ભાવશત્રુઓના જયથી યશરૂપી લક્ષ્મીને પામે છે. ભાવાર્થ : આ આખા અધિકારમાં ગ્રંથકારશ્રીએ સામ્યયોગ - સમતાનો કેવો અનુત્તર અને અનુપમ પ્રભાવ છે, તેનું વર્ણન કરેલ છે. જે શુભમતિવાળો સાધક આ સામ્યયોગના-સમતાના પ્રભાવને જાણે છે અને જાણીને તેમાં અત્યંત રત થાય છે અર્થાત સામ્યયોગમાં-સમતાભાવમાં સ્થિર થાય છે. તે સાધક અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સ્થિતિમાં સદા આનંદમાં રહે છે, તેને ક્યારેય ખેદ, કંટાળો કે દુ:ખનો અનુભવ થતો નથી. વળી સામ્યયોગમાંસમતામાં સ્થિર થવાને કારણે તેની અવિદ્યા એટલે કે અજ્ઞાન સંપૂર્ણપણે નાશ પામે છે અને તે સાધક આત્માની જ્ઞાન અને આનંદરૂપ પૂર્ણ સમૃદ્ધિને પામી, ભાવ શત્રુઓ પર વિજય મેળવી આ જગતમાં જેનો જોટો નથી તેવી યશરૂપી લક્ષ્મીને વરે છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ : સામ્યયોગશુદ્ધિનામના આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સામ્યયોગમાં સમતાભાવમાં એવું સામર્થ્ય છે કે, તે પાપીને પવિત્ર બનાવી શકે છે, હિંસકને અહિંસક કરી શકે છે અને સામાન્યજનને પણ ક્ષણમાત્રમાં ગુણસમૃદ્ધ બનાવી પરમ અને ચરમ કક્ષાના સુખના શિખરે પહોંચાડી શકે છે. સામ્યયોગનો - સમતાનો આવો અદ્વિતીય પ્રભાવ સાંભળી જે શુભમતિવાળા સાધકો અર્થાત્ મોહનીયકર્મના ક્ષયોપશમને કારણે જેમની મતિ નિર્મળ બની છે તેવા સાધકો તત્ત્વનો વિચાર કરી સામ્યયોગમાં - સમતાભાવમાં સ્થિર થાય છે એટલે કે સર્વ સ્થાનમાં ચિત્તવૃત્તિને એકરૂપ નિર્વિકાર રાખે છે, સુખ કે દુઃખમાં, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, સ્વજન કે પરજનમાં સર્વત્ર સમભાવ ધારણ કરે છે, ક્યાંય રાગ કે દ્વેષ કરતા નથી, ક્યાંય મારા-પરાયાનો ભેદ રાખતા નથી. આવા સાધકો સદા આનંદમાં રહે છે. તેમને ક્યાંય ખેદ, કંટાળો, અભાવ, અણગમો કે દુઃખનો પ્રશ્ન રહેતો નથી. સર્વ સ્થિતિમાં તેઓ પરમાનંદમાં મહાલતા હોય છે; કેમ કે તેઓ સમજે છે કે, સુખ કે દુઃખ તો કર્મસર્જિત છે, તે મારું કાંઈ બગાડી શકતા નથી. સામ્યયોગ - સમતાભાવના આવા માહાભ્યને જાણીને જે સાધકની બુદ્ધિમાં એટલું સ્થિર થઈ જાય છે કે, સામ્યયોગ - સમતાભાવ જ આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે'; તેની બુદ્ધિ શુભ અને કલ્યાણકારી મનાય છે. કેમકે, આવી બુદ્ધિ આત્માનું અહિત થાય, તેવા કાષાયિક ભાવો કે આરંભાદિની પ્રવૃત્તિમાં ક્યારેય પ્રવર્તતી નથી. આવી નિર્મળ અને હિતકારી બુદ્ધિવાળો સાધક “શુભમતિ' કહેવાય છે. તે સાધક જ્યારે સામ્યયોગ-સમતાભાવ દ્વારા આત્માનંદને માણવા લાગે છે, ત્યારે તેને પુદ્ગલ ભાવમાં સુખ છે, તેવું અજ્ઞાન ટળી જાય છે; કષાયોમાં આનંદ છે, તેવો ભ્રમ ભાંગી જાય છે. વિષયો દ્વારા સુખ માણી શકાય છે, તેવી માન્યતા નાશ પામી જાય છે. ટૂંકમાં, અનાદિકાળથી પ્રવર્તતું સર્વ પ્રકારનું અજ્ઞાન ટળી જાય છે અને જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે. અંતરમાં આનંદનો ઉદધિ ઉછળે છે અને સાધક સદાકાળ રહેનારી સર્વોચ્ચ કક્ષાની પોતાની જ્ઞાન અને આનંદરૂપ સમૃદ્ધિનો સ્વામી બને છે. સ્વભાવથી સમૃદ્ધ આત્મા જ ભાવશત્રુઓને પરાસ્ત કરી યશરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરે છે. પુણ્યોદયથી પ્રાપ્ત થતાં રૂપ, લક્ષ્મી, બળ, મદ, આદિથી જે યશ મળે છે તે ભાવશત્રુઓને પુષ્ટ કરનારો હોવાથી જીવ માટે પરંપરાએ દુઃખનું કારણ બને છે. જ્યારે સામ્યયોગથી સંપન્ન સાધક ક્રોધાદિ ભાવશત્રુઓનો નાશ કરીને જીવમાત્રને અભયદાન આપી સર્વ જીવ રાશી માટે આનંદદાતા તરીકે પ્રસિદ્ધ થાય છે. આવી નિર્મળ “કીતિથી તેને સદા માટે “પ્રશમ'સુખની પ્રાપ્તિ થાય છે. દરેક અધિકારની જેમ ગ્રંથકારશ્રીએ શુભમતિ સાધક યશ:શ્રી પ્રાપ્ત કરે છે તેમ જણાવી ગર્ભિત રીતે પોતાના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. શાસ્ત્ર પ્રત્યે આદર કેળવી, અનુભવજ્ઞાન અને ઉચિતક્રિયાઓના સહારે સામ્યયોગમાં મગ્ન બની, સૌ સાધકો અધ્યાત્મના ઉચ્ચ શિખરો સર કરી આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે તેવી શુભાભિલાષા સહ. ૨૩ ।। इति साम्ययोगशुद्धिनामा चतुर्थोऽधिकारः तथा च न्यायाचार्य-न्यायविशारद-महोपाध्याय श्रीमद्यशोविजयगणिप्रणीतं समाप्तमिदमध्यात्मोपनिषतप्रकरणम ।। સંઘસમાધિદાતા ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ પ્રદાનદિન વૈશાખ સુદ - ૨૦૧૬ - મુંબઈ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ક્રિયાયોગશુદ્ધિ અધિકાર સામ્યયોગશુદ્ધિ અધિકાર પરિશિષ્ટ-૧,૨,૩ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ પ્રાતિભજ્ઞાન પ્રાતિભજ્ઞાન શું છે ? તે ક્યારે પ્રાપ્ત થાય છે ? વગેરે બાબતો સમજવી અઘરી છે. આમ તો પ્રાતિભજ્ઞાન સ્વ-સંવેદનનો વિષય છે, છતાં અનેક મહાપુરુષોએ વિવિધ ગ્રંથોમાં આને સમજાવવા માટે શબ્દોનો સહારો પૂરો પાડ્યો છે. ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોએ પ્રાતિભજ્ઞાનનું અનેક રીતે વર્ણન કર્યું છે. શ્રી નન્દીસૂત્ર આગમની ટીકામાં શ્રી મલયગિરિજી મહારાજ જણાવે છે કે, પરમયોગનો ઇચ્છુક સાધક પહેલા શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મહેનત કરે છે અને શક્ય પ્રયત્ને શાસ્ત્રાનુસાર આચરણ કરે છે. પ્રમાદવશ ક્રિયા નિષ્ફળ ન જાય કે યોગાભ્યાસની યોગ્યતા મરી ન જાય એ ધ્યાનમાં રાખી તે નિરંતર જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું હોય તે જ પ્રમાણે ચિત્તની શુદ્ધિપૂર્વક અનુષ્ઠાન કરતાં કરતાં, શાસ્ત્રાભ્યાસને વધારતા પોતાના પ્રજ્ઞા, મેધા આદિ ગુણોને વિકસિત કરે છે. અભ્યાસથી વધતા તે ગુણો તેની સંવેદનાનો વિષય બને છે. આ રીતે ગુણોના સ્વ-સંવેદનથી સાધક જ્યારે અભ્યાસના પ્રકર્ષને પામે છે ત્યારે વાણીથી ન વર્ણવી શકાય તેવું, શાસ્ત્રમાં માત્ર સામાન્યથી જેના ઉપાયો વર્ણવ્યા છે તેવું, અન્ય જીવો માટે અસંવેદનીય સિદ્ધિપદની સંપત્તિનું કારણ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર પદાર્થો જેના વિષય બને છે તેવું અને કાંઈક વિકાસ પામતા સ્પષ્ટ પ્રતિભાસવાળું જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન મનથી પણ નિરપેક્ષ અને મતિ આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરકાળમાં થનારું, કેવળજ્ઞાનરૂપ સૂર્યોદયના પૂર્વકાળમાં ઉત્પન્ન થનાર પ્રભા (આલોક) જેવું, સમસ્ત રૂપાદિ વસ્તુને વિષય બનાવનારું ‘પ્રાતિભજ્ઞાન' કહેવાય છે. શ્રી સ્યાદ્વાદ કલ્પલતામાં પણ ગ્રન્થકા૨શ્રીજીએ ચાર જ્ઞાનનાં પ્રકર્ષના ઉત્તરકાળમાં તથા કેવલજ્ઞાનની પૂર્વે ઉત્પન્ન થનાર જ્ઞાનવિશેષ તરીકે ‘પ્રાતિભ જ્ઞાન'નું વર્ણન કર્યું છે. શ્રી જ્ઞાનબિન્દુ ગ્રંથમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનયોગને સામર્થ્યયોગની પ્રવૃત્તિના સાધનરૂપ અતીન્દ્રિય એવું જ્ઞાનવિશેષ તરીકે જણાવે છે. શ્રી ષોડશક ગ્રંથમાં પણ મહામહોપાધ્યાયજી ચરમ અવંચક યોગથી ઉત્પન્ન થનારા પ્રાતિભજ્ઞાનને મતિજ્ઞાન વિશેષ તરીકે ઓળખાવે છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયગ્રંથમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે, ‘પ્રાતિભજ્ઞાન’ માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઇહા રૂપ છે. ઉપરોક્ત જણાવેલ ગ્રંથો સિવાય પણ જ્ઞાનસાર, સમ્મતિ તર્ક પ્રકરણની વૃત્તિ, યોગબિંદુ વગેરે ગ્રંથોમાં પણ પ્રાતિભજ્ઞાનના વિવિધ ઉલ્લેખો છે. તેમાંથી કેટલાક પાઠ નીચે નોંધ્યા છે. પ્રાતિભજ્ઞાન સંબંધી અન્ય ગ્રંથોમાં મળતી નોંધ : For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રાતિજ્ઞાન પરિશિષ્ટ-૧ २८३ 1. अध्यात्मोपनिषद (जीही अधि२ ॥था-२) योगजादृष्टजनितः, स तु प्रातिभसंज्ञितः । सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ।। 2. शानसा२ (२७/१) सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः ।। 3. षोडश६ (१५/७) चरमावञ्चकयोगात् प्रातिभसञ्जाततत्त्वसंदृष्टिः । योगहीपि वृत्तिमां- प्रतिभैव प्रातिभमदृष्टार्थविषयो मतिज्ञानविशेषः । 4. योगष्टिसभुथ्यय वृत्ति ॥था-८ पूछि विमानसात: । तस्मात् प्रातिभज्ञानसंगतो-मार्गानुसारिप्रकृष्टोहाख्य-ज्ञानयुक्तः । xxx आह- 'इदमपि प्रातिभं श्रुतज्ञानमेव, अन्यथा षष्ठज्ञान- प्रसङ्गः । न चैतत् केवलं सामर्थ्ययोगकार्यत्वादस्य । एवं च सिद्ध्याख्यपदसंप्राप्तिहेतुभेदास्तत्त्वतः शास्त्रादेवा-वगम्यन्त इति' । अत्रोच्यते - नैतच्छ्रुतम्, न केवलम्, न च ज्ञानान्तरमिति, रात्रिंदिवारुणोदयवत् । अरुणोदयो हि रात्रिंदिवातिरिक्तो न च तयोरेकोऽपि वक्तुं पार्यते । एवं प्रातिभमप्येतन्न तदतिरिक्तं न च तयोरेकमपि वक्तुं शक्यते । तत्काल एव तथोत्कृष्टक्षयोपशमवतो भावात् । श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यत्वान्न श्रुतम्, क्षायोपशमिकत्वादशेषद्रव्यपर्यायाऽविषयत्वान्न केवलमिति । इष्टं च एतत्तारकनिरीक्षणादिज्ञान-शब्दवाच्यमपरैरपि । 5. स्याद्वा५सता (स्त५४-१ ॥था-२१) प्रज्ञालोकश्च केवलज्ञानादधः सचित्रालोककल्पः चतर्ज्ञानप्रकर्षोत्तरकालभावी प्रतिभापरनामा ज्ञानविशेषः । 6. सम्मति वृत्ति २ (२/४/१/५५२) प्रातिभस्यानक्षप्रभवस्यापि स्वार्थावगतिरूपस्य विशदतयाऽध्यक्षप्रमाणता । 7. योगलिहु (२॥था-५२) किं चान्यद्योगतः स्थैर्य धैर्यं श्रद्धा च जायते । . मैत्री जनप्रियत्वञ्च प्रातिभं तत्त्वभासनम् ।। 8. नंहीसूत्र (भदयगिरीयावृत्ति:) = सर्वज्ञसिद्धिप्रकरणे... पत्र. नं. २६-२७) ... शास्त्राद्यतिक्रान्तस्यापि तरतमभावस्य सम्भवात्, तथाहि-योगिनः परमयोगमिच्छन्तः प्रथमतः शास्त्रमभ्यसितुमुद्यतन्ते, यथाशक्ति च शास्त्रानुसारेण सकलमप्यनुष्ठानमनुतिष्ठन्ति, मा भूत्किमपि क्रियावैगुण्यं प्रमादाद्योगाभ्यासयोग्यताहानिर्वेतिकृत्वा, ततो निरन्तरमेव For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, પરિશિષ્ટ-૧ यथोक्तानुष्ठानपुरस्सरं शास्त्रमभ्यस्यतां शुद्धचेतसां प्रतिदिवसमभिवर्द्धन्ते प्रज्ञामेधादिगुणाः, ते चाभ्यासादभिवर्द्धमाना अद्यापि स्वसंवेदनप्रमाणे-नानुभूयन्ते ततो नासिद्धाः, ततः शनैः शनैरभ्यासप्रकर्षे जायमाने शास्त्रसन्दर्शितोपायाः वचनगोचरातीताः शेषप्राणिगणसंवेदनागम्याः सिद्धिपदसंपद्धतवः सूक्ष्मसूक्ष्मतरार्थविषया मनाक् समुल्लसत्स्फुटप्रतिभासा ज्ञानविशेषा उत्पद्यन्ते, ततः किञ्चिदूनात्यन्तप्रकर्ष-सम्भवे मनसोऽपि निरपेक्षमत्यादिज्ञानप्रकर्षपर्यन्तोत्तरकालभावि केवलज्ञानादक्तिनं सवितुरुदयात् प्राक् तदालोककल्पमशेषरूपादिवस्तुविषयं प्रातिभं ज्ञानमुदयते, तच्च स्पष्टाभतयेन्द्रियप्रत्यक्षादधिकतरम् । xxx अत्यन्ताभ्यास प्रकर्षवशतो मनोनिरपेक्षमपि शक्तत्वात् । 9. शानलिंदु (केवलज्ञाननिरूपणे) अतीन्द्रियेऽपि मनोज्ञाने शास्त्रार्थावधारणरूपे शास्त्रभावनाप्रकर्षजन्ये शास्त्रातिक्रान्तविषयेऽती-न्द्रियविषयसामर्थ्ययोगप्रवृत्तिसाधनेऽध्यात्मशास्त्र-प्रसिद्धप्रातिभनामधेये तरतमभावदर्शनात् । नन्वेवं भावनाजन्यमेव प्रातिभवत्केवलं प्राप्तम्, xxx तथापि परोक्षज्ञानजन्यभावनाया अपरोक्ष-ज्ञानजनकत्वासम्भवात् । . For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ બીજા અને ત્રીજા અધિકારમાં દર્શાવેલ પદાર્થો અન્ય જે ગ્રન્થમાં પ્રાપ્ત થયા છે તે દર્શાવતું સંક્ષિપ્ત કોષ્ટક સંદર્ભ ગ્રંથ ગાથા | ગાથા ક્રમ નામ ગાથા ક્રમ કર્તા ૧.| વિશ તથા અધ્યાત્મસાર જ્ઞાનસાર યોગદૃષ્ટિસમુચ્ચય ૨.| યોજનાદE ૯/૨૮ ૨૬/૨ ૮ ૧૫/૬ ૨૬/૧ ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ષોડશક જ્ઞાનસાર અધ્યાત્મસાર ૧૮/૧૭૫-૭ ગ્રંથકારશ્રીજી पदमात्रं० तत्त्वतो० तेनात्मदर्शना० आत्मज्ञाने० आस्वादिता० सत्तत्त्वचिन्तया० અધ્યાત્મબિન્દુ હૃદયપ્રદીપ ષોડશક આચારાંગ સૂત્ર અધ્યાત્મસાર યોગશાસ્ત્ર યોગશાસ્ત્ર જ્ઞાનાવ સમ્મતિતર્કની ટીકા ૩/૩૧ ૩૩-૩૪ ૩/૧૪ ૧-૧-૧૦૭/૮ ૧૫/૩૮ ૧૨/૨ ૧૨/૧૦ ૩૨/૫ विषयान्० ઉપાધ્યાય શ્રી હર્ષવર્ધનવિજયજી પૂર્વાચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગણધર ભગવંત ગ્રંથકારશ્રીજી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય શુભચંદ્રાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરશ્રી | અભયદેવસૂરિ કુન્દકુન્દ્રાચાર્ય કુન્દકુન્દ્રાચાર્ય योगारम्भ० प्रकाशशक्त्या० ૨/૧ ૧-૫૯૬૦ ૧/૧૦ ૧૨.| સર્વ પરવશo પ્રવચનસાર તત્ત્વપ્રદીપિકા (પ્રવચનસારનીટીકા) યોગદૃષ્ટિસમુચ્ચય જ્ઞાનસાર યોગસાર પ્રાભૃત મનુસ્મૃતિ ૧૭૨ ૧૨/૮ ૧/૧૨ ૪/૧૬૦ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી દિગંબરાચાર્ય શ્રી અમિતગતિ મનું For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, પરિશિષ્ટ-૨ ગાથા ગાથા સંદર્ભ ગ્રંથ ક્રમ નામ ગાથા ક્રમ કર્તા ૧૩. ज्ञानमग्नस्य० तेजोलेश्या० જ્ઞાનસાર ભગવતી સૂત્ર ધર્મબિન્દુ અધ્યાત્મસાર ઉપદેશરહસ્ય જ્ઞાનસાર ૨/૬ ૧૪-૯-૫૩૭ Gઅંતિમ શ્લોક ૧૫/૪૨ ૧૯૨ ૨/૫ ગ્રંથકારશ્રી ગણધર ભગવંત પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ૧૫. | चिन्मात्रलक्षणेना० शुभोपयोगरूपो० आद्यः सालम्बनो० ૧/૬૯ ૧૭. કુકુન્દ્રાચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્ય ૨૦૧૫-૧૬ ग्द् दृश्यं० ગ્રંથકારશ્રીજી अपदस्य पदं० પ્રવચનસાર અયોગવિંશિકા અધ્યાત્મસાર અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા અધ્યાત્મસાર કઠોપનિષત્ આચારાંગ ૩પ૦ ગાથાનું સ્તવન તૈતરીયોપનિષદ્ જ્ઞાનસાર, જ્ઞાનસાર જ્ઞાનસાર જ્ઞાનસાર ૩પ૦ ગા. સ્તવન જ્ઞાનસાર પ્રવચનસાર ગણધર ભગવંત ગ્રંથકારશ્રીજી यतो वाचो० अतीन्द्रियं० केषां न कल्पना० पश्यतु ब्रह्म न सुषुप्ति० ૧૮/૩૮ ૩/૧૫ પ-૬-૧૭૧/૨ ૧૩/૮ ૨-૪-૧ ૨૬૩ ૨૩/૫ ૨૬/૬ ૨૬/૭ ૧/૨ ૨૬/૮ ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી કુન્દકુન્દ્રાચાર્ય ૨૨. अधिगत्याखिलं ये पर्यायेषु० आवापोहापवि० गुणस्थानानि ૧૧૪ અધ્યાત્મબિંદુ દ્વા. દ્વા. ૩પ૦ ગાથાનું સ્તવન ધા. દ્વા. અધ્યાત્મસાર ૧૬/ ઉપાધ્યાય શ્રી હર્ષવર્ધનવિજયજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ૨૯. | વર્ગોપNિo ૪૧ ૧૮/૧૨૪ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથ કોષ્ટક પરિશિષ્ટ-૨ ૨૮૭ ગાથા, ગાથા સંદર્ભ ગ્રંથ ક્રમ | નામ ગાથા ક્રમ કર્તા ૩૦. | यथा भृत्यैः० मुषितत्वं | स्वत एव समा० दारुयन्त्रस्थ० ૩૪. प्रारब्धादृष्ट० संसारे निवसन् | नाहं पुद्गल० જ્ઞાનસાર ૩પ૦ ગાથાનું સ્તવન અધ્યાત્મસાર સમયસાર અધ્યાત્મસાર ૩૫) ગાથાનું સ્તવન અધ્યાત્મસાર યોગબિન્દુ જ્ઞાનસાર અધ્યાત્મબિન્દુ જ્ઞાનસાર અધ્યાત્મસાર પ્રવચનસાર જ્ઞાનસાર અધ્યાત્મસાર જ્ઞાનસાર સૂયગડાંગ જ્ઞાનસાર અધ્યાત્મસાર, ૧૫/૪ ૧૬/૫ ૧૮/૧૧૯-૧૨૦ ૫૮-૫૯-૧૦૬ ૧૮/૧૯ ૩૨૦ ૫૩૩ ૩૪૦ ૧૧/૧ ૩૫, ૪/૨૭ ૧૧/૨ ૧૮/૧૦૯ ૨/૧૯ ૧૧/૩ ૧૫૩૫-૩૭ ૧૧/૪ ૧૨/૧૫ ૧૧પ ૧૮/૨૪-૩૨ ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી કુકુન્દ્રાચાર્ય ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ઉપાધ્યાયશ્રી હર્ષવર્ધનવિજયજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી કુન્દ્રકુન્દ્રાચાર્ય ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગણધર ભગવંતશ્રી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ૩૭. | ત્રિવ્યતે. लिप्तताज्ञान तपःश्रुतादिना० समलं निर्मलं० महासामान्य षड्द्रव्यैकात्म्य० नयेन सङ्ग्रहे० सत्त्वचित्त्वादि० योगजानुभवा० 'यो ह्याख्यातुम० कुमारी न अत्यन्तपक्व० आदौ शम० ૯/૨૦ ૧૮/૧૯૨-૧૯૫ | અધ્યાત્મસાર અધ્યાત્મસાર, વેદાન્તસાર વેદાન્ત પરિભાષા ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીધર્મરાજાધ્વરીન્દ્ર ૪૯. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ગાથા ક્રમ ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ગાથા अज्ञस्यार्ध० તેનાવો विकल्परूपा० अविद्ययै० शाम्यति० ईदृशी० व्रतादिः० इयं नैश्चयिकी० द्वितीयापूर्वकर इत्थं यथाबलम० अभ्यस्य तु० भवतु किमपि स्फुटम० हरिरपर० कलित० सु નામ શાસ્ત્રવાર્તાસમુચ્ચય -સ્યાદ્વાદકલ્પલત્તા અધ્યાત્મસાર અધ્યાત્મસાર ધ્યાનશતક અધ્યાત્મસાર યોગદૃષ્ટિસમુચ્ચય જ્ઞાનસાર ૩૫૦ ગાથાનું સ્તવન અધ્યાત્મસાર અધ્યાત્મસાર જ્ઞાનસાર પ્રવચનસાર ગાથા ક્રમ પૃ. ૩૩૭ ૧૧/૧૫-૧૬ ૧૧/૧૫ ૭૧-૭૫ ૨૦૧૭ ૧૦ ૮/૪ ૧૪/૧૬ ૨૨૭ ૨૦૦૯ ૧૭/૩ ૧/૩૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, પરિશિષ્ટ-૨ સંદર્ભ ગ્રંથ For Personal & Private Use Only કર્તા ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી કુન્દકુન્દ્રાચાર્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથ કોષ્ટક ગાથા ક્રમ ૧. ૨. જી ૩. अतश्चैव० ૪. ૫. ૬. ૭. ૮. ૯. ગાથા ૧૦. यान्येव० अत एव जगौ० बुद्धिपूर्विका निवृत्तमशुभा० विधयश्च० न च सामर्थ्य० भावस्य सिद्धय० ૧૧. मैवं नाकेवली ० ૧૨. સ્થòધાનાય૦ ૧૩. क्रियाविरहितं० ૧૪. नाज्ञानिनो० बुद्धाद्वैत स्वानुकूलां નામ ભગવતી સૂત્ર અધ્યાત્મસાર ભગવદ્ગીતા યોગશતક આચારાંગસૂત્ર અધિકાર-૩ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપદેશમાળા વિ.આ.ભાષ્ય સમ્મતિતર્કપ્રકરણ શાસ્ત્રવાર્તાસમુચ્ચય અધ્યાત્મ કલ્પદ્રુમ અધ્યાત્મસાર જ્ઞાનસાર ૧૨૫ ગાથાનું સ્તવન જ્ઞાનસાર ગાથા ક્રમ ૧૮-૧૦-૬૪૨ ૧૭| ૨/૫૫-૫૮ ૧૭ સંદર્ભ ગ્રંથ ૧/૨/૩-૮૨ ૨૧/૨૭ ૪૨૫-૪૨૬ ૧૨૨૬/૧૫૯૩ ૩૨૬૮ ૬૭૯-૬૯૧ ૮/૯ ૨/૧૫ ૯|૨ ૫મી ઢાળ ૯/૩ For Personal & Private Use Only કર્તા ગણધર ભગવંતશ્રી ગ્રંથકારશ્રીજી વ્યાસમુનિ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગણધર ભગવંતશ્રી ગણધર ભગવંત પૂ. ધર્મદાસગણી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ શ્રી સિદ્ધસેન દિવાકરજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી પૂ. મુનિ સુંદરસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ૨૮૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ગાથા ગાથા સંદર્ભ ગ્રંથ ક્રમ નામ ગાથા ક્રમ કર્તા ૧૫. बाह्यभावं० જ્ઞાનસાર ८/४ गुणवद्बहुमानादे० શ્રાવકધર્મવિશિકા ૭-૧૦ પંચાશક ધર્મબિંદુ ગુરુતત્ત્વવિનિશ્ચય ૧/૩૫-૩૮ ૩૨૮ ૧૬-૯૮ ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી જ્ઞાનસાર ૯/૫ ૧૭. | ક્ષાયોપશમ પંચાશક ઉપદેશપદ ૩/૨૪ ૩૯૧ જ્ઞાનસાર ૯/૬ गुणवृद्धयैः જ્ઞાનસાર अज्ञाननाशक० सत्यं क्रिया० तण्डुलस्य० जीवस्य० अविद्या० ज्ञानिनो० યોગબિન્દુ શાસ્ત્ર. સમુ. અષ્ટસહસ્ત્રી ભગવદ્ગીતા અષ્ટસહસ્ત્રી અષ્ટસહસ્ત્રી शरीरमीश्वर शरीरं विदुषः० न चोपादान ૧૬૯ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ૧/૧૦૭ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી ૪/૩૭ શ્રી વ્યાસમુનિ જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી અષ્ટસહસ્ત્રી निरुपादान० અષ્ટસહસ્ત્રી अन्यादृष्ट० | અષ્ટસહસી For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથ કોષ્ટક ૨૯૧ ગાથા ગાથા સંદર્ભ ગ્રંથ ક્રમ નામ ગાથા ક્રમ કર્તા स्वाभावान्नि० ૩૦. | ૩૧. અષ્ટસહસી અષ્ટસહસ્ત્રી ૩૨. અષ્ટસહસ્ત્રી उच्छृङ्खल० तत्प्रारब्धे० इत्थं च ज्ञा० सर्वकर्मक्षये० न यावत्स० અષ્ટસહસ્ત્રી અષ્ટસહસ્ત્રી વિ.આ. ભાષ્ય અધ્યાત્મસાર જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદી ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ | ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ ગ્રંથકારશ્રીજી જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદ) ગ્રંથકારશ્રીજી ૧૧૫૯ જિનભદ્રગણી ક્ષમાશ્રમણ ૧૫/૨૪-૨૫ ગ્રંથકારશ્રીજી यथा छाद्म० सम्प्राप्त तेन ये क्रिय० ज्ञानोत्पत्ति० ज्ञानस्य परि० ૧/૯ ૯/૮ જ્ઞાનસાર જ્ઞાનસાર ષોડશક યોગવિંશિકા ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી ગ્રંથકારશ્રીજી प्रीतिभक्ति० ૧૦/૨-૯ ૧૮ ज्ञाने चैव० क्रियाज्ञान०. भयक्रोध० For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ગાથા ગાથા ક્રમ) अ १/३१ २/५० ३/१९ ३/२ ३/३ २/२१ २/४८ २/२५ १/७ १/४२ १/१० ४/५ ३/२९ १/२३ २/१९ ४/२२ १/५० ३/६ २/६० १/२० १/६३ ४/११ २/५३ ३/२३ १/४० प-शिष्ट-3 अध्यात्मोपनिषदः लोकानाम्-अकारादिक्रमः आ अक्षयष्टाव्ययष्टास्मि, १/९ आगमष्टाोपपत्तिष्टा, अज्ञस्यार्धप्रबुद्धस्य, २/६ आत्मज्ञाने मुनिर्मग्नः, अज्ञाननाशकत्वेन, ४/२ आत्मप्रवृत्तावतिजागरूकः अत एव जगौ यात्रां, १/२ आत्मानमधिकृत्य स्याद्, अतष्टीव स्थितप्रज्ञ १/४३ आत्माश्रयादयोऽप्यत्र, अतीन्द्रियं परं ब्रह्म, २/४९ आदौ शमदमप्रायैअत्यन्तपक्वबोधाय, २/१७ आद्यः सालम्बनो नाम, अधिगत्याखिलं शब्द, १/६८ आद्ये ज्ञाने मनाक् पुंस १/५७ अनर्थायैव नार्थाय, आनन्तर्यं क्षणानां तु, १/४१ आनैगमान्त्यभेदं तत्, .. अनित्यैकान्तपक्षेऽपि, २/२७ आवापोद्वापविश्रान्तिअनेकान्तेऽप्यनेकान्ता २/७ आस्वादिता सुमधुरा, अन्तरा केवलज्ञानं, अन्तर्निमग्नः समता १/४५ इच्छन् प्रधानं सत्त्वाद्यैअन्यादृष्टस्य तत्पात ४/४ इतस्ततो नारतिवअन्यार्थं किञ्चिदुत्सृष्टं, १/७५ इति यतिवदनात्पदानि बुद्ध्वा, अपदस्य पदं नास्ती ४/२३ इति शुभमतिर्मत्वाअप्राप्तधर्माऽपि पूरा २/६५ इति सुपरिणतात्मअबद्धं परमार्थेन. ३/३३ इत्थं च ज्ञानिनो ज्ञानअबुद्धिपूर्विका वृत्ति १/३५ इत्थं च संशयत्वं यद्, अभ्यस्य तु प्रविततं २/५९ इत्थं यथाबलमनुद्यममुद्यमं च अर्थकामविमिश्रं यद, २/५७ इयं नैटायिकी शक्ति अर्थे महेन्द्रजालस्य, अल्पेऽपि साधुन कषा २/५५ ईदृशी भूतमायेयं, अविद्ययैवोत्तमया, अविद्या च दिदृक्षा च, ३/३१ उच्छृङखलस्य तञ्चिन्त्यं, अव्याप्यवृत्तिधर्माणां, १/४४ उत्पन्नं दधिभावेन. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ અકારાદિક્રમ પરિશિષ્ટ-૩ १/३४ ४/१० १/१५ १/४ १/६७ 9/9 १/३७ १/२८ २/२९ २/६४ १/२२ २/४७ २/२२ ३/४३. ३/१३ ३/१७ ४/२० १/५ ए एकदेशेन चैकत्व एकां विवेकाङ्कुरितां एनं केचित् समापत्तिं, १/१६ १/६९ १/४७ २/१५ एवम्भूतनये ज्ञेयः, ऐ ऐदम्पर्यगतं यच्च, ऐन्द्रवृन्दनतं नत्वा, क कथं विप्रतिषिद्धानां, कर्मणां निरवद्यानां, कर्मोपाधिकृतान् भावान्, कलितविविधबाह्य, कायिकाद्यपि कुर्वीत, कुमारी न यथा वेत्ति, केषां न कल्पनादर्वी, क्रियाज्ञानसंयोगवि क्रियाविरहितं हन्त, क्ष क्षायोपशमिके भावे, ग गङ्गाजले यो न जहौ, गलन्नयकृतभ्रान्ति गुणवद्बहुमानादे ३/१६ ३/ १८ गुणवृद्ध्यै ततः कुर्यात्, २/२८ गुणस्थानानि यावन्ति, च चर्मचक्षुर्भृतः सर्वे, चारिसञ्जीवनीचार चित्रमेकमनेकं च, चिन्मात्रलक्षणेनान्य For Personal & Private Use Only ४/१९ १/४९ ३/२२ ४/१ २/१३ ३/४० ३/२४ ४/१४ ३ / ४२ ३/३९ १/८ ३/२१ २/४ ३/३२ २/३९ २/१४ ३/३८ १/७० २/५ २/५१ १/५३ १/६५ २/३३ २/१ ४/१५ १/६४ १/३२ २/५८ ज जज्वाल नातः श्वसुरा जातिव्यक्त्यात्मकं वस्तु जीवस्य तण्डुलस्येव, ज्ञ ज्ञानक्रियाश्वद्वय ज्ञानमग्नस्य यच्छर्म, ज्ञानस्य परिपाकाद्धि ज्ञानिनो नास्त्यदृष्टं चेद् ज्ञानी क्रियावान् विरतज्ञाने चैव क्रियायां च ज्ञानोत्पत्तिं समुद्भाव्य, ज्ञायेरन् हेतुवादेन, त तण्डुलस्य यथा वर्म, तत्त्वतो ब्रह्मणः शास्त्रं, तत्प्रारब्धेतरादृष्टं, तपः श्रुतादिना मत्तः, तेजोलेश्याविवृद्धिर्या, न ये क्रियया मुक्ता, तेन स्याद्वादमालम्ब्य, तेनात्मदर्शनाकाङ्क्षी, तेनादौ शोधयेच्चित्तं, तेनानेकान्तसूत्रं यद्, त्रिविधं ज्ञानमाख्यातं, द दारुयन्त्रस्थपाञ्चालीदिशा दर्शितया शास्त्रैदुर्योधनेनाभिहत दूषयेदज्ञ एवोच्चैः, द्वयोरेकत्वबुद्धयापि, द्वितीयापूर्वकरणे, ૨૯૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, પરિશિષ્ટ-૩ भ ३/४४ भयक्रोधमायामदा२/६१ भवतु किमपि तत्त्वं ३/१० भावस्य सिद्ध्यसिद्धिभ्यां, १/३८ भिन्नापेक्षा यथैकत्र १/६ ३/९ न च सामर्थ्ययोगस्य, १/७६ न चानेकान्तार्थावगम३/२७ न चोपादाननाशेऽपि, ३/३५ न यावत्सममभ्यस्तौ, २/४३ नयेन सङ्ग्रहेणैव २/२४ न सुषुप्तिरमोहत्वा ३/४ नाज्ञानिनो विशेष्येत, २/३६ नाहं पुद्गलभावानां, १/६० नित्यानित्याद्यनेकान्तं१/५४ नित्यैकान्ते न हिंसादि३/२८ निरुपादानकार्यस्य, ३/७ निवृत्तमशुभाचारा४/९ निशानभोमन्दिर१/२४ निषिद्धस्य विधानेऽपि, प २/३ पदमात्रं हि नान्वेति, ४/३ परीषहैप्टा प्रबलो१/१७ परीक्षन्ते कषच्छेदतापैः २/२३ पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, १/७२ पुत्रदारादि संसारो, २/११ प्रकाशशक्त्या यद्रूप१/४८ प्रत्यक्षं मितिमात्रंशे. ४/१२ प्रारब्धजा ज्ञानवतां २/३४ प्रारब्धादृष्टजनितात्, ३/४१ प्रीतिभक्तिवचोऽसगै मनोवत्सो युक्तिगवीं १/५९ मनोवाक्काययोगाना, १/६६ महावाक्यार्थजं यत्तु, २/४१ महासामान्यरूपेऽस्मिन्, १/७१ माध्यस्थ्यमेव शास्त्रार्थो, १/७३ माध्यस्थ्यसहितं ह्येक२/३१ ____ मुषितत्वं यथा पान्थ३/११ मैवं नाकेवली पश्यो; ' २/२० यतो वाचो निवर्तन्ते, १/२९ यत्र सर्वनयालम्बि यथा छाद्मस्थिके ज्ञान२/३० यथा भृत्यैः कृतं युद्धं, यथाऽऽह सोमिलप्रश्ने, २/१८ यदृश्यं यच्च निर्वाच्यं, ४/६ . यस्मिन्नविद्यार्पितबा१/६१ यस्य सर्वत्र समता, ३/१ यान्येव साधनान्यादौ, २/२६ ये पर्यायेषु निरता २/२ योगजादृष्टजनितः २/४५ योगजानुभवारूढे, २/१० योगारम्भदशास्थस्य, ४/१६ यो दह्यमानां मिथिलां २/४६ यो ह्याख्यातुमशक्योऽपि, ३/१५ बाह्यभावं पुरस्कृत्य, ३/५ बुद्धाऽद्वैतसतत्त्वस्य, १/५५ बुद्धिलेपोऽपि को नित्य१/५१ ब्रुवाणा भिन्नभिन्नार्थान् For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ અકારાદિક્રમ પરિશિષ્ટ-૩ ૨૯૫ १/११ २/१६ शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञाशुभोपयोगरूपोऽयं, १/३ रूढ्यर्थनिपुणास्त्वाहु २/४२ षड़द्रव्यैकात्म्यसंस्पर्शि, २/३८ लिप्तता ज्ञानसम्पात२/३७ लिप्यते पुद्गलस्कन्धो, ४/१८ लोकोत्तरं चारुचरि २/४४ १/७४ वादांप्टा प्रतिवादांप्टा, २/५२ विकल्परूपा मायेयं, विज्ञानस्यैकमाकारं, ३/८ विधयष्टा निषेधाष्टा, १/१८ विधयः प्रतिषेधाप्टा, १/२१ विधीनां च निषेधानां, ४/८ विना समत्वं प्रसर१/५२ विमतिः सम्मतिर्वापि, १/७७ विशेषादोघाद्वा सपदि .. २/९ विषयान् साधकः पूर्व १/१३ वीतरागोऽनृतं नैव, १/२७. वेदान्तविधिशेषत्व१/२६ वेदोक्तत्वान्मनःशुद्ध्या, १/३९ व्यापके सत्यनेकान्ते, २/५६ व्रतादिः शुभसङ्कल्पो, श ३/२६ शरीरं विदुषः शिष्या३/२५ शरीरमीश्वरस्येव, २/५४ शाम्यति ह्यस्त्रमस्त्रेण १/१२ शासनात्त्राणशक्तेष्टा . १/१४ शास्त्रे पुरस्कृते तस्मा ४-७ शुद्धात्मतत्त्वप्रगुणा २/३५ संसारे निवसन् स्वार्थ१/५८ सङ्क्लेशेन विशेषप्टो२/८ सत्तत्त्वचिन्तया यस्या सत्त्वचित्त्वादिधर्माणां, ३/२० सत्यं क्रियागमप्रोक्ता, २/४० समलं निर्मलं चेद३/३७ सम्प्राप्तकेवलज्ञाना, २/१२ सर्वं परवशं दुःखं, ३/३४ सर्वकर्मक्षये ज्ञान१/३६ सामग्र्येण द्वयालम्बे१/३३ सामग्र्येण न मानं स्याद्, ४/१७ साम्यप्रसादास्तवपु४/१३ साम्यं विना यस्य तपः १/१९ सिद्धान्तेषु यथा ध्याना४/२१ स्त्रीभ्रूणगोब्राह्मणघात३/१२ स्थैर्याधानाय सिद्धस्या२/६२ स्फुटमपरमभावे २/३२ स्वत एव समायान्ति, १/६२ स्वतन्त्रास्तु नयास्तस्य, ३/३० स्वभावान्निरुपादानं, ३/१४ स्वानुकूलां क्रियां काले, २/६३ हरिरपरनयानां गर्जितैः १/२५ हिंसा भावकृतो दोषो, For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજ-સોભાગ આશ્રમ-સાયલા સંક્ષિપ્ત પરિચય ભગતના ગામરૂપે પ્રખ્યાત - સાયલાના નિવાસી શ્રી સોભાગભાઈ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગ સખા હતા. શ્રીમદ્ રાજચંદ્રજી જે સ્વાધ્યાય કરતા તેનું અમૃત તારવીને શ્રી સોભાગભાઈને મોકલતા. માધ્યમ રહેતું પત્રનું. આ બાજુ શ્રી, સોભાગભાઈ પણ એમના સમાગમ માટે હમેશા ઉત્કંઠિત રહેતા. સાયલાના જ એક સ્વાધ્યાયી “સાયલાના સંત' તરીકેની ખ્યાતિપ્રાપ્ત શ્રીલાડકચંદ માણેકચંદ વોરા (પૂ.બાપુજી)ની ભાવનાને આકાર આપી ૩૧મી ડીસેમ્બર ૧૯૭૬ના સાયલામાં જ શ્રીરાજસોભાગ સત્સંગ મંડળની સ્થાપના થઈ. ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ સદુપયોગ કરી શ્રીવીતરાગસર્વજ્ઞ પરમાત્માએ પ્રદર્શિત કરેલો આત્મકલ્યાણનો માર્ગ જાણવો અને જિજ્ઞાસુ મુમુક્ષુઓમાં એ વચનામૃતોનો પ્રચાર-પ્રસાર કરવો એ મંડળનો મુખ્ય ઉદ્દેશ હતો અને છે. પૂ. બાપુજીના વાત્સલ્યમય અનુશાસનથી તેમજ વિવિધ મતધારાઓમાં માધ્યશ્મભાવે રહી આત્મહિતકર તત્ત્વના સંપાદનની કળાને કારણે ઘણા મુમુક્ષુ આત્માઓ સંસ્કારિત થઈ લાભાન્વિત બન્યા. આશ્રમમાં નિરવ શાંતિ છે. અહીં બાહ્ય સંસાર ક્ષણભર ભુલાય છે. કુદરતી વાતાવરણના કારણે દેહનું આરોગ્ય તો જળવાય સાથોસાથ પ્રભુમિલન તરફ પ્રયાણની કાંઈક પૂર્વભૂમિકા સર્જાય છે. આશ્રમના આદ્ય પ્રેરણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના પદો, પદ્યો, પત્રોના માધ્યમે ય અત્રે પ્રભુને પીછાણવાનો અને આરાધવાનો સ્વસ્વક્ષયોપશમાનુસારે પ્રયત્ન થાય છે. પૂ.બાપુજીની માધ્યસ્થપૂર્ણ અને ઉદાર અંતર્દષ્ટિના કારણે જૈનશાસનના વિવિધ આગમાદિ શાસ્ત્રોના અધિકૃત જ્ઞાની મહાત્માઓના શ્રીમુખે ય જિનવાણી શ્રવણનો ધર્મલાભ અત્રે સંપ્રાપ્ત કરાય છે. સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને મહોપાધ્યાય પૂ.શ્રી યશોવિજયજી મહારાજાના ટંકશાળી ધર્મગ્રંથોનો અત્રે સ્વાધ્યાય થાય છે. એક એક વચન ઉપર વિચાર-વિમર્શ થાય છે અને કર્મના બંધનોથી મુક્ત થઈને શાશ્વત સ્વાધીન સંપૂર્ણ સુખ શી રીતે મેળવવું એના ઉપાયોનું ચિંતન-મનન થાય છે આત્માના ઉત્થાન કાજેની ભવ્ય ભૂમિકાનું સર્જન કરવાનો અહીં પ્રયત્ન કરાય છે. જિનાલય ધ્યાનખંડ, મૌન સાધના ખંડ, પ્રશાંતનિલય, વાચનાલય, ભોજનશાળા, સૌભાગ્ય સ્મૃતિઘર પૂ.બાપુજીનું સ્મૃતિમંદિર, સ્વાધ્યાયમંડ જેવા અનેક સાધના-સહાયક આલંબનોથી ભર્યું ભર્યું આશ્રમસ્થળ સુરેન્દ્રનગરથી ૩૧, રાજકોટથી ૮૫ અને અમદાવાદથી ૧૩૫ કિલોમિટર અંતરે નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ છે. દેશ-વિદેશના શોધાર્થી અને આત્મશોધાર્થીઓ અત્રે આવીને કાંઈક મેળવ્યાનો સંતોષ માણે છે. આ રીતે પૂ.બાપુજીની શીળી છાયામાં એક મોટો વડલો “અધ્યાત્મ પરિવાર’ રૂપે વિકસ્યો ને વિસર્યો છે. અહીં સંપત્તિનો સદુપયોગ સાધવા દીન-દુ:ખી જીવોની કરુણા-અનુકંપાના માધ્યમે વૈરાગ્ય પમાડી અનંત સુખમય મોક્ષની દિશામાં પ્રગતિશીલ બનવાનું માર્ગદર્શન અપાય છે. એ કાર્ય પણ જાતદેખરેખ અને ચોકસાઈપૂર્વક કરવાની નીતિ રીતિ છે. જ્ઞાનવૃદ્ધ પૂ.બાપુજી વયોવૃદ્ધ થતાં એમણે જ્ઞાનોપાસના કરાવવાની જવાબદારીને પોતાના જ્ઞાન-ઉત્તરાધિકારી રૂપે ભાઈશ્રી નલીનભાઈ કોઠારી તેમજ ગુરુમૈયાશ્રી સદ્ગણાબેન સી.યુ.શાહને નિયુક્ત કર્યા હતાં, તેમની દોરવણીથી મંડળ અને મુમુક્ષુઓ સાધનારત બન્યા છે. પૂ. ભાઈશ્રી અને મૈયાશ્રીએ પણ પૂ.બાપુજીનો સ્વાધ્યાય વારસો અકબંધ જાળવી વિસ્તાર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલયની ઘટનાની શતાબ્દીની પણ વિશ્વ વ્યાપક રીતે ઉજવણીમાં, તેઓશ્રીનું યોગદાન ઓછું નથી જ. તેઓશ્રીની દોરવણીમાં આશ્રમ દ્વારા ધર્મબુદ્ધિથી તેમજ સામાજિક બુદ્ધિથી કેટલાક કાર્યો ચાલી રહ્યાં છે તેની અલ્પાક્ષરી ઓળખ આપું છું. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ * સામાજિક સહાય * નેત્ર રક્ષા * આરોગ્ય પ્રદાન * સ્ત્રી સહાય * શૈક્ષણિક સહાય * જીવન વિજ્ઞાન કેન્દ્ર * પુનર્વસન [વિકલાંગ શિક્ષણ] - પૂર્વજન્મના અશુભ કર્મોના ઉદયથી અપંગતા પ્રાપ્ત માનવો ફરીથી સમાજમાં ઉન્નત મસ્તકે પોતાનું જીવન જીવી શકે અને શાંત મને આધ્યાત્મિક સાધનાની તક સાધી શકે એ માટે એમને સહાયક એવાં કાર્યો, શિક્ષણ સત્રો, ઉપકરણદાન વગેરેનું કાર્ય અહીં કરાય છે. ૧૦૦૦૦ ચોરસ ફૂટનો વિસ્તાર આ કાર્ય માટે અલાયદા સમર્પિત કરાયેલ છે. * પશુરક્ષા અને ગૌશાલા - ગરીબ મનુષ્યોને જ્ઞાતિ-જાતિના ભેદ વગર જીવન જરૂરિયાતની અનાજ, વસ્ત્ર, શિયાળે ધાબળા, ઉનાળે છાશ વગેરે, વસ્તુઓનાં પ્રદાન દ્વારા એમને કાંઈક મદદરૂપ બનવાનું કાર્ય કરાય છે. જીવદયાનાં પાલન અને જીવન ચલાવવા માટે આંખ અગત્યની ગણાય છે. પાપોદયના કારણે જેમને નેત્રોની રોશની હણાઈ છે અગર કોઈ નેત્રાદિનો રોગ થયો છે તેમને એમની રોશની પાછી મળે, તેઓ નીરોગી આંખને પામે એ માટે તબીબી સહાય, ઑપરેશન સહાયાદિનું કાર્ય કરાય છે. દેહમાં આત્મભ્રાંતિ થવાથી સંસાર વધ્યો છે. તે ઘટે અને મટે તો જ મોક્ષ મળે. સંપૂર્ણ નીરોગ અવસ્થા કર્મરહિત અવસ્થા જ મોક્ષ છે. આ મોક્ષ જ્યાં સુધી ન મલે ત્યાં સુધી જે દેહના માધ્યમે જ સાધના કરવાની છે, તેને નીરોગી રાખી સાધના માટે અપ્રમત્ત બનાવવાના લક્ષ્યથી અહીં આરોગ્ય સંબંધિ તકલીફોને દૂર કરી આરોગ્ય બક્ષવાનાં ઉપાયો યોજાય છે. વિવિધ ચિકિત્સકો દ્વારા નિદાન કરી, જરૂરી દવાદિ અપાય છે. સમાજની સીદાતી સ્ત્રીઓને પોતાનાં ભરણપોષણનું કાંઈક પણ સાધન મળી રહે, તેઓ પોતાના ઘેરબેઠાં આજીવિકા મેળવી પોતાના કુટુંબને કાંઈક આધાર આપી શકે માટે વસ્ત્ર સીવણના વર્ગો ચલાવાય છે. પશ્ચિમી કરણના કારણે આર્યસંસ્કૃતિ પર કુઠારાઘાત થઈ રહ્યા છે. એને બચાવી મુક્તિસાધક માર્ગ પર સૌ આરામથી પગમંડાણ કરી શકે એવા મહદ્ આશયથી અનિવાર્ય અનિષ્ટ રૂપે સાયલા અને આજુબાજુના ગામડાઓમાં ૧૨૮ શાળા, શિક્ષકો અને ૩૦૦૦૦ બાળકોના સંસ્કરણ ‘પ્રેમની પરબ' નામે શિક્ષણ યજ્ઞ શરૂ કરાયો છે. બહેનોને શિક્ષણ મળે એ માટે વિદ્યાલય-મહાવિદ્યાલય પણ શરૂ થયેલ છે, જેમાં ૫૦૦ બહેનો ભણે છે. વિદ્યાલોના બાળક બાલિકાઓને જીવનનું વિજ્ઞાન મળે એ માટે એમના અભ્યાસક્રમમાં આવતા પાઠોનું શિક્ષણ આપતાં કેન્દ્રો ખોલાય છે. ઘણા તાલુકાની શાળાઓ આ કેન્દ્રોનો લાભ ઉઠાવે છે. આશ્રમના વિશાળ પરિસરમાં ગાયોની સુરક્ષા થાય અને શુદ્ધ દૂધ-દહીં-ઘી વગેરેની ઉપલબ્ધિ થાય એ માટે ગીરવંશની ૬૦ ગાયોનું ધણ અત્રે રાખવામાં આવેલ છે. એ ઉપરાંત કૂતરાને રોટલા, કબુતર વગેરે પક્ષીઓને ચણ તેમજ દુકાળના સમયે ઢોરોને ઘાસચારાનું નીરણ આપી જીવદયાની ભાવનાને પણ પોષાય છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ * કુદરતી આફતો - ભૂકંપ, જળસંકટ (પૂર), આગ, કોમી તોફાન જોવામાં થયેલી જાનહાનિ-માલહાનિમાં રાહત પહોંચાડવા અનુકંપાની ભાવનાથી આશ્રમના આશ્રયે અધ્યાત્મની આરાધના કરતા મુમુક્ષુઓ વિશાળ રાશિ એકત્રિત કરી સુયોગ્ય સ્થાને મોકલાવે છે. એમાંથી જીવન જરૂરીયાતની વસ્તુઓ, ટંટો, અનાજ, ફૂડપેકેટ, ધાબળા, દવાઓ, વસ્ત્રો, વાસણો, ઘરવખરી એટલું જ નહિ પણ ગૃહનિર્માણ માટે સિમેંટ, લોખંડના સળિયા અને પથ્થરઇંટ પણ આપવામાં આવે છે. કચ્છના ભૂકંપ વખતે આશ્રમે સાયલા પથકના નીનામા ગામમાં પૂ.ભાઈશ્રી નલીનભાઈની રાહબરી હેઠળ ૩૩૫ આવાસો, પાકા રસ્તા, વિજળીકરણ, શાળા, સમાજ માટે વાડી, પંચાયત ઘર, મંદિર અને અન્ય જરૂરી સુવિધાયુક્ત એક આદર્શનગર બનાવી સમર્પિત કરેલ છે. પૂ.બાપુજીની સ્મૃતિમાં એ નગરને ‘લાડકપુર”નામ અપાયેલ છે. સાયલા, વઢવાણ, મૂળી તાલુકાના ૪૭ ગામોમાં પ્રાથમિક શાળાના નવનિર્માણ પણ આશ્રમે કરી આપ્યાં છે. શ્રીરાજ સોભાગ આશ્રમ આસમંતના જનસામાન્ય માટે આશ્રયનું સ્થાન બની જૈનશાસન પ્રત્યે જનજનના હૃદયમાં આદરભાવ પેદા કરવામાં અલ્પ-આલંબન બન્યું છે તો આધ્યાત્મિક ઉન્નતિના લક્ષ્યને સાધવા-સધાવવા માટેનો આત્મજાગૃતિમય પુરુષાર્થ આશ્રમનું ધ્યેય છે. પરમાત્મા શ્રી વીતરાગસર્વજ્ઞદેવો અને નિગ્રંથ સદ્ગુરુ ભગવંતોની અસીમ અનુગ્રહધારા અને સમસ્ત જૈન શ્રીસંઘોના સહયોગથી ‘સવિ જીવ કરું શાસનરસી'ની સર્વશ્રેષ્ઠ ભાવનાને સાકાર કરવામાં આશ્રમ એક શુભ નિમિત્તરૂપ બને એ જ મંગલપ્રાર્થના. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્માને જાણવા, માનવા અને માણવાનો માર્ગ બતાવતા આ વિવરણના આજ્ઞા-આશીર્વાદદાતા પૂ.આ.શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વહસ્તે લખેલ આ ગ્રંથનો એક અતિ મનનીય શ્લોક ૩ul, आत्मघवनावानजागकः। परवृतौ बायकः । सशाचदानन्द्रपोपयोगी सोकोत्तर साम्ययनि योगी ॥१॥ asalमाने शियपहनो स्वानाको यतो र साम्य (मेर ५० २४॥२ २२८॥ for- संभाभी 211 -देवना ? २ श E 2ति २८ ) ने 141 - 24 नमसनेमा स्थान पाना मान्य ५९ मा लाम-4241-314ाना स्यामा जनसाया यामनन 14 साल 2000 मारे अपम-2 सय /RE--६५६ 22ले मोपायाम-joti. 27 Byान साम2 ब-रामा सभ्य , सयान-२ सभ्यभार स्य३५ मामालन डरनारी प्रधानमो भनिन 2133 9rch 24/तशय माटी मनj MAD या 24yा जा २४ टे मशिन उपत्र -god-inब्धतायुनिसलम2 4024rjtirls चा भ Erjes+4 Designed by KHUSHI DESIGNS. Ph.09227504555 25 ना ४ सह। 2-1-Yitter.