________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પડેલા દૃઢ સંસ્કારને કારણે તેને વિષયોમાંથી મનને પાછું વાળી, આત્મામાં સ્થિર કરવાનું કાર્ય અતિ કપરું લાગે છે અને વિષયોમાં પ્રવૃત્તિ કરી, તેમાં સુખ માણવું સહેલું લાગે છે. અભ્યાસ કરતાં કરતાં સાધક જ્યારે સિદ્ધ યોગી બને છે, ત્યારે આત્મિક સુખનું યથાર્થ સંવેદન થવાને કારણે આત્મામાં સ્થિર થવું સહેલું અને સુખકર લાગે છે અને વિષયો ભોગવવા કે કષાયો કરવા, તે તેને કષ્ટપ્રદ અને દુઃખકારક લાગે છે.
વિશેષાર્થ :
૨૮
ભોગનો ત્યાગ કરી યોગમાર્ગે સ્થિર થવા મથતા સાધક માટે એક તરફ અનાદિકાળથી અત્યંત પરિચિત બની ગયેલો સુંવાળો ભોગમાર્ગ છે, તો બીજી ત૨ફ અજાણી ભોમકા સમાન કઠણ યોગમાર્ગ છે, તેથી પ્રાથમિક ભૂમિકામાં અજ્ઞાતમાર્ગે આગળ વધવા સાધક યોગમાર્ગના જાણકાર સદ્ગુરુનું આલમ્બન લઈ, તેમને પરતંત્ર બની સતત તેઓ જેમ કહે તેમ પ્રયત્ન કરે છે. ગુરુભગવંતના વચનોને વારંવાર વાગોળી, તેને બુદ્ધિમાં સ્થિર કરી, બાહ્ય દુનિયાનો સંપર્ક કાપી તે અંતરંગ દુનિયાને જોવા પ્રયાસ કરે છે.
પ્રારંભમાં તેના માટે આ પ્રયાસ કષ્ટપ્રદ બની જાય છે, કેમકે શાસ્ત્રાનુસારે વિષયોની અનિષ્ટતાનો વિચાર કરી કરીને તેની બુદ્ધિમાં સ્થિર થઈ ગયું હોય છે કે ‘વિષયો દુ:ખકા૨ક છે.' તેમ છતાં વિષયોમાં પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તેને વિષયો સુખકારક લાગે છે, તેથી અંદ૨માં એક સંઘર્ષ ચાલુ થઈ જાય છે. Intelligence (બૌદ્ધિક વિચારસરણી) તેને એક ત૨ફ ખેંચે છે તો emotions (લાગણી અને સંવેદનાઓ) તેને બીજી તરફ ખેંચે છે. પોતાના અનુભવ અને પોતાની લાગણીઓથી બીજી જ દિશામાં ચાલતી બુદ્ધિ પ્રમાણે ચાલવું સાધક માટે કપરું પડે છે, તેથી યોગમાર્ગની રુચિ હોવા છતાં, બાહ્ય વિષયો પ્રત્યે ‘આ દુઃખકારક છે’ વિષમિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા છે - પ્રારંભમાં અમૃત જેવા લાગે પણ પરિણામે વિષ' જેવા છે. એવી બુદ્ધિ હોવા છતાં, અનાદિકાળથી તે જ કર્યું હોવાને કારણે બહારની દુનિયા સાથે મેળ મેળવી, વિષયો ભોગવવા સહજ અને સુખકર બને છે; અને આત્મભાવમાં સ્થિર રહેવું લોઢાના ચણા ચાવવા જેવું કઠિન લાગે છે.
કેટલાક સાધકો તો વળી વિષયોના સંપર્કથી છૂટવા આત્મોપકારક ક્રિયાઓ વારંવાર કરે છે. તેના કારણે તે સહજ અને આનંદ દાયક પણ બને છે અને ક્રિયા કર્યાનો સંતોષ પણ અનુભવાય છે, તોપણ ક્રિયા દ્વારા આત્મામાં સ્થિર થવું તેમના માટે કપરું બને છે, તે કષ્ટસાધ્ય હોવાને કારણે ત્યાં દુ:ખ રહે છે, આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, યોગના પ્રારંભકાળમાં બહાર સુખ અને અંદર દુઃખ હોય છે.
1. તુલના : ભગવદ્ગીતા અધ્યાય - ૧૮ શ્લોક - ૩૭-૩૮
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् । तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ।।३७।। विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ।। ३८ ।।
જે સુખયોગમાર્ગથી મળતું સુખ પ્રારંભમાં વિષ સરખું અને પરિણામે અમૃત સરખું છે. તે જ આત્મા અને બુદ્ધિને આનંદ આપનારું સાત્ત્વિક સુખ છે ॥૩૭ાા
વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી મળતું સુખ તે પ્રારંભમાં અમૃત સરખું અને પરિણામે વિષ સરખું છે. તે સુખ રાજસિક કહેવાયું છે. II૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org