________________
સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૧૦
શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ બનેલો સાધક વિષયોથી વિમુખ બની, ધીમે ધીમે અંતર્મુખ બને છે અને રાગાદિના સ્પર્શ વિનાના જ્ઞાનના સુખનો અનુભવ કરી શકે છે. આ જ્ઞાનનો આનંદ અનુભવ્યા પછી સાધકને સંસારનાં સર્વ સુખો તુચ્છ અને નિ: સાર લાગે છે, ભૌતિક સુખને તે વિડંબણારૂપે જોવા લાગે છે, તેથી જ્યારે દુન્યવી દૃષ્ટિએ સારા કે નરસા ગણાતા વિષયો સામે આવે છે, ત્યારે પણ સાધક તેને જુવે છે, જાણે છે, જરૂર હોય તો તેનો ઉપયોગ પણ કરે છે; પરંતુ તેમાં ક્યાંય ગમા-અણગમાના ભાવો કરતો નથી. આ કક્ષા આવે ત્યારે સાધક સાધક મટીને સિદ્ધયોગી બને છે.
જ્ઞાનયોગની આ ઊંચી કક્ષાને સ્પર્શનારા સિદ્ધયોગીઓ મુખ્યતયા નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તે છે અર્થાત્ આત્મજ્ઞાનમાં મગ્ન રહે છે. આત્મિક સુખમાં મગ્ન આ મહાત્માઓની સામે વિષયો આવી પડે તો તેઓ તેનો ત્યાગ પણ કરતા નથી કે તેનો સ્વીકાર પણ કરતા નથી, માત્ર તેના જ્ઞાતા-દ્રષ્ટા બને છે. જેમ જ્ઞાનયોગમગ્ન બનેલા શ્રી રામચંદ્રજીની સામે સીતેન્દ્ર અનેક નૃત્યાદિ કરીને રામચંદ્રજીના મનને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા; પરંતુ યોગીરાજને તેમાં રાગ પણ થયો નહોતો કે દ્વેષ પણ થયો નહોતો, તેથી તેઓએ તે વિષયોને ગ્રહણ પણ ન કર્યા કે તેનો ત્યાગ પણ ન કર્યો. સિદ્ધયોગીની આવી અલિપ્તતા દરેક સાધકનું લક્ષ્ય હોય છે. હાલ અવતરણિકા :
સાધક અવસ્થા અને સિદ્ધ અવસ્થાના મુનિઓનો વિષયો પ્રત્યે કેવો વ્યવહાર હોય છે તે જણાવી, હવે બન્ને મહાત્માઓની અંતર્દશાનું નિરૂપણ કરે છેશ્લોક : .
योगारम्भदशास्थस्य, दुःखमन्तर्बहिः सुखम् ।
सुखेमन्तर्बहिर्दुःखम् सिद्धयोगस्य तु ध्रुवम् ॥१०॥ શબ્દાર્થ :
9. વોરમશાસ્થી - યોગની આરંભદશામાં રહેલા સાધકને ર/રૂ. સન્તર્યું:વમ્ - અંદર દુ:ખ હોય છે (અને) ૪/૫. વદિ: સુવમ્ - બહાર સુખ હોય છે. ૬. સિદ્ધયોગી - સિદ્ધયોગીને ૭/૮, તુ ધ્રુવમ્ - તો નિશ્ચિતપણે ૧/૧૦, અન્ત: મુમ્ - અંદરમાં સુખ હોય છે (અને) 99. વદિત્વ મ્ - બહાર દુ:ખ હોય છે. શ્લોકાર્થ :
યોગની પ્રાથમિક ભૂમિકામાં સાધકને અંદર દુઃખ હોય છે અને બહાર સુખ હોય છે, જ્યારે સિદ્ધયોગીને તો નિશ્ચિતપણે અંદરમાં સુખ હોય છે અને બહાર દુઃખ હોય છે. ભાવાર્થ :
શાસ્ત્રશ્રવણથી આત્મિક સુખ પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટ્યા પછી, સાધક તપ, જપ, સ્વાધ્યાયાદિ દ્વારા બાહ્ય વિષયોથી દૂર થઈ, આત્મિક સુખનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે. આમ છતાં અનાદિના અભ્યાસથી
2. જ્ઞાનદશા જે આકરી તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં નહી કર્મનો ચારો - ગ્રન્થકારકૃત ૧૨૫ ગાથાનું સ્તવન //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org