________________
૨૫૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
ક્રિયાયોગી માટે પણ સમતા આવશ્યક
ગાથા – ૧૩-૧૪
અવતરણિકા :
જ્ઞાનયોગી માટે પણ કાષાયિક ભાવો જીતવા જેમ સામ્યયોગ અનિવાર્ય છે, તેમ જણાવી હવે ક્રિયાયોગને સફળ કરવા માટે પણ સામ્યયોગ અનિવાર્ય છે, તેમ દર્શાવે છેશ્લોક :
साम्यं विना यस्य तपःक्रियादे निष्ठा प्रतिष्ठार्जनमात्र एवं |
स्वर्धेनुचिन्तामणिकामकुम्भान्करोत्यसौं काणकपर्दमूल्यान् ॥१३॥ શબ્દાર્થ :
૨/૨. સામ્યું વિના - સામ્ય (પ્રાપ્ત કર્યા) વિના રૂ/૪. યસ્થ તા:ક્રિયા - જેના તપ-ક્રિયા આદિની ૫. નિષ્ઠા - સમાપ્તિ ૬/૭. પ્રતિષ્ટાર્નનમાત્ર પર્વ - પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માત્રમાં જ છે ૮. સો - એ જીવ . સ્વર્ધનુચિન્તાનીમવુમન્ - કામધેનુ, ચિંતામણિ અને કામકુંભને ૨૦/૨૭. છાપર્વમૂન્યન્ કરોતિ - કાણી કોડીના મૂલ્યવાળા બનાવે છે. શ્લોકાર્થ :
જે જીવના તપ, ક્રિયા વગેરે અનુષ્ઠાનો સમતા પ્રાપ્ત કર્યા વિના માત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં સમાપ્ત થાય છે, એ જીવ કામધેનુ, ચિંતામણિ અને કામકુંભ (સમાન અનુષ્ઠાનોને) ફૂટી કોડીના મૂલ્યવાળા કરી નાંખે છે. ભાવાર્થ :
તપ, ક્રિયા વગેરે અનુષ્ઠાનો સામ્યભાવને પ્રાપ્ત કરવાના અમોઘ ઉપાયો છે. તેથી આ તપાદિનો ઉપયોગ સામ્યભાવને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે, આમ છતાં જેઓ સામ્યભાવને પ્રાપ્ત કરવા માટે તપ-ક્રિયા વગેરે કરવાને બદલે માત્ર લોકચાહના મેળવવા કરે છે અને તે મેળવીને પોતાના તપાદિને સફળ માને છે, તે મૂર્ખ કામધેનુ, ચિંતામણિ રત્ન કે કામકુંભ સમાન ઈચ્છિત સુખને આપનાર અનુષ્ઠાનોને ફૂટી કોડીના દામમાં વેચી નાંખે છે. વિશેષાર્થ :
સર્વ દુઃખના મૂળ સમાન ઈચ્છાઓનો અંત થતાં મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષપ્રાપ્તિનો ઉપાય સમતા છે અને સમતાની પ્રાપ્તિનો ઉપાય તપ-ક્રિયાદિ અનુષ્ઠાનો છે, તેથી સીમિત અને ઈચ્છિત સુખ આપનારા કામધેનુ, ચિંતામણિ રત્ન કે કામકુંભ કરતાં પણ સીમાતીત સુખ આપનારી સમતાના કારણભૂત તપાદિનું મૂલ્ય કંઈ ગણું વધી જાય છે.
આથી દરેક સાધકે આ તપાદિ ધર્મનું આસેવન એ રીતે કરવું જોઈએ કે તેનાથી સમતાનો વિકાસ થાય અને તે દ્વારા મોક્ષના મહાસુખને પામી શકાય. આના બદલે જે સાધકો તપાદિ ધર્મો સેવીને તે દ્વારા સમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બાંધતા નથી કે લક્ષ્ય બાંધવા છતાં તેને અનુરૂપ પ્રયત્ન કરતા નથી, અને તપને કરી માન કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org