________________
અનુભવજ્ઞાનનું સામર્થ્ય - ગાથા-૨૫
પ૯ જો કે સર્વ સાધકો સમસ્ત શબ્દબ્રહ્મને એટલે કે સંપૂર્ણ દ્વાદશાંગીને ભણીને જ “અનુભવો' પ્રાપ્ત કરે છે એવો એકાંતે નિયમ નથી. મરુદેવા માતા, માપતુષ મુનિ જેવા ઘણા સાધકો શબ્દબ્રહ્મનો બોધ કર્યા વિના કે માત્ર મા રુષ મા તુષ જેવા અલ્પ શબ્દોના માધ્યમે પણ નિર્ટ્સ અનુભવસ્વરૂપ કેવળજ્ઞાન પામી શક્યા હતા. આમ છતાં આવા જીવો જૂજ હોય છે, જ્યારે મોટા ભાગના જીવો તો મૃતનો અભ્યાસ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા હોય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનો રાજમાર્ગ તો શ્રુતાભ્યાસ જ છે, આથી જ શાસ્ત્રમાં પૂર્વધર મહાપુરુષોના શ્રતને ક્ષપકશ્રેણીનું પ્રબળ કારણ માનવામાં આવ્યું છે.
કોઈક અલ્પશ્રુતવાળા જીવો નિર્મળમતિ અને સૂક્ષ્મપ્રજ્ઞાને કારણે “અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે; પરંતુ મુખ્યતાએ “અનુભવ'ને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય તો અખિલ શબ્દબ્રહ્મનું જ્ઞાન છે. મેરપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org