________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી
ગાથા-૨૯
અવતરણિકા :
શુદ્ધ બ્રહ્મ અનુભવથી પ્રાપ્ત થાય છે, તે જણાવી હવે અનુભવદશાવાળા અને અનુભવદશા વિનાના મુનિનું સ્વરૂપ અન્ય રીતે જણાવે છેશ્લોક :
ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः ।
आत्मस्वभावनिष्ठानां, ध्रुवा स्वसमयस्थितिः ||२६|| શબ્દાર્થ :
9. યે - જેઓ ર/રૂ. પર્યાપુ નિરત: - પર્યાયોમાં નિરત છે ૪/૫. તે ધન્યસમર્થિતા: - તેઓ ખરેખર પરભાવમાં રહેલા છે અને ૬. આત્મસ્વમાનિખાનાં - આત્મસ્વભાવમાં રહેલા મુનિઓની ૭/૮. ધ્રુવા સ્વસમર્યાસ્થિતિઃ - નક્કી સ્વરૂપમાં સ્થિતિ = સ્વભાવમાં સ્થિરતા છે. શ્લોકાર્થ :
જેઓ પર્યાયોમાં નિરત છે, તેઓ પરભાવમાં રહેલા છે અને જેઓ આત્મસ્વભાવમાં સ્થિત છે તેઓ નક્કી સ્વરૂપમાં સ્થિત છે. ભાવાર્થ :
આત્મા, દ્રવ્યરૂપે સદા એક સ્વરૂપવાળો છે અને પર્યાયરૂપે સદા પલટાતો છે. જેઓ આત્મદ્રવ્યની ઉપેક્ષા કરી માત્ર પલટાતા પર્યાયોને જોયા કરે છે, તેમાં રાગ-દ્વેષ કરે છે, તેઓ અન્ય સમયમાં સ્થિત કહેવાય છે અને જેઓ સર્વ પુદ્ગલોથી ભિન્ન અને સર્વ જીવોમાં એકાકારની પ્રતીતિ કરાવે તેવા આત્મદ્રવ્યના ઉપયોગવાળા છે, તે સ્વભાવમાં લીન મુનિઓ સ્વસમયમાં સ્થિત કહેવાય છે. આ સ્વભાવદશા તે જ જ્ઞાનયોગીની અનુભવદશા કે જ્ઞાનયોગ છે. વિશેષાર્થ :
જગતવર્તી સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. પુદ્ગલદ્રવ્યના વર્ણાદિરૂપ પર્યાયો છે; જ્યારે જીવદ્રવ્યના કર્મ અને કષાયોના કારણે થયેલા શરીરાદિરૂપ અને રાગાદિ ભાવરૂપ પર્યાયો છે. જે સાધક આત્મભાવનો ત્યાગ કરી નિરંતર પલટાતા પર્યાયોમાં રંગાય છે, આસક્ત થાય છે; તે સાધક પરભાવમાં કે અન્ય સમયમાં રહેલ છે. પરભાવમાં રહેલા આવા સાધકો અનુભવદશાથી અને મોક્ષથી ઘણા દૂર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org