________________
૭૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર યંત્રની પૂતળી જેમ ચાવી હોય ત્યાં સુધી હસે છે, ૨ડે છે, ૨મે છે, એકબીજાને મળે છે, છૂટી પડે છે, નાચે છે, કૂદે છે; પરંતુ આ સર્વ ક્રિયા કરતાં તેને કોઈ હર્ષ-શોક કે સુખ-દુઃખની સંવેદનાઓ સ્પર્શતી નથી. તેમ કર્મ કરાવે ત્યાં સુધી જ્ઞાનયોગી મહાત્માને પણ પૌદ્ગલિક ભાવોની પ્રવૃત્તિ કરવી પડે છે; પરંતુ તે સર્વ ક્રિયા કરતાં તેઓશ્રીને પણ કોઈ હર્ષ-શોક, સુખ-દુ:ખ કે રાગ-દ્વેષની સંવેદનાઓ સ્પર્શતી નથી. તેઓ તો આ સર્વ ભાવોથી સર્વથા ૫૨ ૨હે છે.
આવી ઉત્તમ સ્થિતિ સામાન્ય જ્ઞાનીની નહીં, પણ છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા ભેદજ્ઞાનનો અનુભવ કરનારા મહાત્માઓની જ હોઈ શકે. કર્મ અને શરીર સાથે સંકળાયેલા હોય ત્યાં સુધી તેઓ આત્મભાવમાં લીન રહેવામાં સહાયક બને તે રીતે શરીરને નિર્દોષ આહાર, પાણી વગેરે આપે છે. લજ્જાસંયમની સુરક્ષા માટે તેને વસ્ત્રાદિથી ઢાંકે છે, આવી આત્મભાવની પોષક અનેક ક્રિયાઓ કરે છે, આમ છતાં તે ક્રિયાઓ કરતાં આત્મિક ભાવોની વૃદ્ધિનો જ એકમાત્ર ઉદ્દેશ હોવાથી, તેઓને તેમ કરતાં લેશ પણ રાગાદિના વિકારો સ્પર્શતા નથી. તેમનો ઔદાસિન્ય ભાવ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ અખંડિત રહે છે, આથી જ શ્લોક-૩૨માં કહ્યું તેમ સ્વતઃ ઉદયને પામતા અને સ્વતઃ આવતાં કર્મમાં જ્ઞાની દોષનો ભાગી થતો નથી, તેનું ચિત્ત કલુષિત થતું નથી, માટે જ પૌદ્ગલિક ભાવની પ્રવૃત્તિ કરવા છતાં, આવા જ્ઞાનયોગી મહાત્માને ગુણસ્થાનકને અનુરૂપ સામ્પરાયિક કર્મબન્ધ સિવાય કોઈ કર્મબન્ધ થતો નથી. ।।૩૩।।
અવતરણિકા :
‘જ્ઞાનયોગી મહાત્માઓ કઠપૂતળીની જેમ સર્વત્ર ઉદાસીનભાવે ક્રિયાઓ કરે છે' એવું જાણી પ્રશ્ન થાય કે સર્વત્ર ઉદાસીનભાવ હોવા છતાં જ્ઞાની આ કરવું કે આ ન કરવું, આ આ રીતે જ કરવું અને અન્ય રીતે ન ક૨વું એવો વિવેક અને ઔચિત્ય કેવી રીતે જાળવી શકે છે ? ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં જણાવે છે - શ્લોક :
प्रारब्धादृष्टजनिता, सामायिकविवेकतः ।
क्रियापि' ज्ञानिनो' व्यक्तामौचितीं' नातिवर्तते' ||३४||
નોંધ - અહીં પ્રાર્થ્થાવૃષ્ટનનિતાત્ પાઠ પણ મળે છે.
શબ્દાર્થ :
9. જ્ઞાનિન: - જ્ઞાનીની ૨. પ્રાર્થ્થાવૃષ્ટનનિતા - પ્રારબ્ધ અદૃષ્ટથી જનિત એવી રૂ. ક્રિયાઽપિ - ક્રિયા પણ ૪. સામાયિવિવેત: - સામાયિકજન્ય વિવેકના કા૨ણે બ. વ્યત્તામૌવિતાઁ - સ્પષ્ટ જણાતા ઔચિત્યનું ૬. જ્ઞાતિવર્તતે - ઉલ્લંઘન કરતી નથી.
શ્લોકાર્થ :
જ્ઞાનીની પ્રારબ્ધ અદૃષ્ટથી ઉત્પન્ન થયેલી ક્રિયા પણ તેમનામાં સામાયિકજન્ય વિવેક હોવાને કારણે સ્પષ્ટ જણાતા ઔચિત્યનું ઉલ્લંઘન કરતી નથી.
ભાવાર્થ :
ચોક્કસ પ્રકારનાં કર્મોનો ઉદય થાય છે ત્યારે જ્ઞાનયોગમાં લીન એવા મહાત્માઓને પણ પૌદ્ગલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org