________________
૧૦૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર દુનિયામાં વિલસતા યોગીઓ જ્ઞાનયોગ દ્વારા પ્રગટતું જે આત્મિક સુખ અનુભવે છે તેને સંસારરસિક જીવો જાણી પણ શકતા નથી, તેને તો તેનો અનુભવ કરનાર યોગી જ જાણે છે.
તત્ત્વની વિચારણા કરતાં યોગીઓ પૌદ્ગલિક – પરાધીન સુખોની ઉપેક્ષા કરી, સંગથી થતાં ક્ષણિકદુ:ખમિશ્રિત વૈષયિક સુખોને છોડી, પોતાના જ્ઞાનયોગ દ્વારા પ્રગટેલો આત્માનો જે આનંદ માણે છે, તે આનંદ કે સુખ સંસારી જીવના સ્વપ્નનો પણ વિષય બનતો નથી. સ્વાધીન, સદાકાળ ટકનાર, દુ:ખના મિશ્રણ વિનાનું વાસ્તવિક સુખ કેવું છે, તેની કલ્પના પણ તેઓ કરી શકતા નથી, તેઓ તો સંયોગજન્ય સુખ મેળવવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેનાથી અન્ય કોઈ સુખ હોઈ શકે તેવો વિચાર માત્ર પણ કરી શકતા નથી. ૪lી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org