________________
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? – ગાથા-૪૮
૧૦૩
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ?
ગાથા-૪૮-૪૯-૫૦-૫૧ અવતરણિકા :
અનુભવજ્ઞાનનું સ્પષ્ટ વર્ણન કરવું શક્ય નથી, છતાં શાસ્ત્રમાં તેનું સામાન્યથી તો કથન કરેલું જ છે; પરંતુ આ સામાન્ય કથનનો બોધ પણ યોગ્ય વ્યક્તિને જ કરાવી શકાય. વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત થયા વગર અનુભવજ્ઞાનની વાતો કરવામાં આવે કે તેનું જ્ઞાન આપવામાં આવે તો તે અહિતકારી પણ બની શકે છે, તેથી હવે અનુભવજ્ઞાનની વાતો કોના માટે હિતકારી બની શકે તે જણાવતાં કહે છેશ્લોક :
अत्यन्तपक्कबोधाय, समाधिनिर्विकल्पकः ।
वाच्योऽयं नार्धविज्ञस्य, तथा चोक्तं' परैरपि ||४८|| શબ્દાર્થ :
૧/ર/રૂ. માં નિર્વિજત્વા: સમાધિ: - “આ નિર્વિકલ્પસમાધિ ૪. અત્યન્તાવો થાય - અત્યન્ત પરિપક્વ બોધવાળાને ૬. વાવ્ય: - કહેવા યોગ્ય છે; ૬. ઈવિજ્ઞી - (પરંતુ) અધકચરા બોધવાળાને ૭. ૧ (વાગ્ય:) . (આ કહેવા યોગ્ય) નથી.' ૮//૧૦/૧૧. ૨ તથા પર: પ ઉવાં - અને તેમ બીજાઓ વડે પણ કહેવાયું છે. શ્લોકાર્થ :
આ નિર્વિકલ્પ સમાધિની વાત અત્યંત પરિપક્વ બોધવાળાને જ કહેવા યોગ્ય છે; અધકચરા જ્ઞાનવાળાને આ કહેવા યોગ્ય નથી, અને તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. (જે આ પછીના શ્લોકમાં કહેવાશે.) ભાવાર્થ :
તપ, સંયમ આદિના શુભાનુષ્ઠાનો દ્વારા જેઓએ આત્મશુદ્ધિ અને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવા સાધકો અત્યન્ત પક્વ બોધવાળા કહેવાય છે. આવા પક્વ બોધવાળા સાધકને જ નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચયનયની વાતો કરવી જોઈએ; પરંતુ જેઓ અધુરા જ્ઞાનવાળા છે તેવા સાધકને આવી ઊંચી ભૂમિકાની વાતો ન કરવી જોઈએ. આમ ગ્રંથકારશ્રી તો કહે છે; પરંતુ એકાંતે બ્રહ્માદ્વૈતને સ્વીકારનારા વેદાન્તીઓ પણ આવું જ માને છે. જે હવે પછીના શ્લોકમાં કહેવાશે. વિશેષાર્થ :
ઊંચું અને આત્મહિતકર જ્ઞાન પણ યોગ્ય આત્માઓને જ ઉપકારક બને છે. જેમ નબળી હોજરીવાળી વ્યક્તિને દૂધપાકનું ભોજન પચતું નથી, તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં નિર્વિકલ્પસમાધિની વાતો કે શુદ્ધ આત્મતત્ત્વને જણાવનાર નિશ્ચયનયનું જ્ઞાન પણ અધુરા જ્ઞાનવાળા માટે ઉપકારક બનતું નથી, ઊલટું નુકશાનકારક બને છે, તેથી જ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, અનુભવજ્ઞાનનું કથન સામાન્યથી સર્વજન સમક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org