________________
૧૯૬
શ્લોકાર્થ / ભાવાર્થ :
‘નેયાયિકો જેમ ઉપાદાન કારણનો નાશ થયા પછી પણ (કારણ વિનાનું) કાર્ય એક ક્ષણ રહે છે એવું માને છે. તેની જેમ (અદૃષ્ટ એવા કારણનો નાશ થયા પછી પણ) વિદ્વાનના શરીરની સ્થિતિ લાંબો કાળ રહે છે, એવું તમારું સમાધાન યોગ્ય નથી.
વિશેષાર્થ :
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
નૈયાયિકના મતે કાર્ય જે કારણમાં સમવાયસંબંધથી ૨હે તેને સમવાયીકારણ કહેવાય, તેને જ જૈન કે વેદાન્ત દર્શનકારો ઉપાદાનકારણ કહે છે, તેથી પટરૂપ કાર્ય માટે તંતુ એ ઉપાદાનકારણ છે. વળી પ્રાચીન નૈયાયિકના મત પ્રમાણે કાર્યના નાશ પ્રત્યે સમવાયી કારણનો નાશ એ કારણ છે, તેથી પટનાશરૂપી કાર્ય પ્રત્યે તંતુનો નાશ એ કારણ છે (નવ્ય નૈયાયિકોના મતે અસમાયિકારણનો - તંતુ સંયોગનો નાશ કારણ છે) આ ઉપરાંત તેઓ એવું પણ માને છે કે, કા૨ણ હંમેશા કાર્યની નિયત પૂર્વ ક્ષણમાં હાજ૨ હોય જ, તેથી પટનાશરૂપ કાર્ય જે ક્ષણમાં થાય તેની પૂર્વક્ષણમાં તંતુનાશ થવો જોઈએ. તેથી સમજો કે પટ ૯૯ ક્ષણ સુધી અસ્તિત્વમાં રહ્યો હોય, તો એવું કહેવું પડે કે ૯૮મી ક્ષણમાં પટનાશનું કારણ બને એવો તંતુનો નાશ થયો હોવો જોઈએ.
કાર્ય
ઉપાદાન કારણ
પટ
તંતુ
Jain Education International
પટનાશ
તંતુનાશ
તેથી ૯૯મી ક્ષણે પટ હાજર હોય, પરંતુ તેનું ઉપાદાન કારણ તંતુ હાજર ન હોય. આના ઉપરથી એવું નક્કી થાય કે ૯૯મી ક્ષણમાં પટ હાજર હતો, પરંતુ તેનું ઉપાદાન કારણ એવો તંતુ હાજર ન હતો; કેમકે તંતુનો નાશ તો ૯૮મી ક્ષણે જ થઈ ગયો હતો. આથી પોતાના ઉપાદાન કારણ વિના પણ પટ એક ક્ષણ સુધી કાળમાં અસ્તિત્વ ધરાવે છે.
૯૯મી ક્ષણે ૯૮મી ક્ષણે
નૈયાયિકની આ માન્યતાના આધારે વેદાન્તી પોતાને પ્રાપ્ત થયેલી આપત્તિને ટાળવા ક્રિયાનયને કહે છે કે, જેમ પટ વગેરે કાર્યો તેમના ઉપાદાનકારણ એવા તંતુ વગેરેના નાશ પછી પણ એક ક્ષણ અસ્તિત્વ ધરાવે છે. તેમ જ્ઞાનીનું શરીર પણ તેના ઉપાદાનકારણ સમા અદૃષ્ટના નાશ પછી પણ ટકી શકે. ફરક એટલો કે પટ વગેરે ઉપાદાનકારણના નાશ પછી માત્ર એક ક્ષણ સુધી ટકે છે, જ્યારે જ્ઞાનીનું શરીર અદૃષ્ટના નાશ પછી લાંબો કાળ ટકે છે, આવું માનવામાં શું વાંધો ? ॥૨૭॥
For Personal & Private Use Only
www.jainelibrary.org